CIA ALERT
17. May 2024
October 23, 20201min502

એક જ જગ્યાએ કલાકો સુધી બેસીને કામ કરવાનું ટાળો

Share On :
Print Friendly, PDF & Email
Ladies, avoid sitting for long hours to prevent cancer - health and fitness  - Hindustan Times

પહેલા લોકો મોટાભાગના કામ જાતે કરતા હતા. ખેતી કરવાથી લઇને ભારે સામાન ઉઠાવવાનું કામ લોકો ભેગા મળીને કરી લેતા હતા. આજની લાઇફસ્ટાઇલમાં દરેક કામ કરવા માટે તમામ સુવિધા ઉપલબ્ધ છે. આનાથી કામ તો સરળ થયું છે, પણ લોકોની શારીરિક કસરત ઓછી થઇ ગઇ છે. બજારમાંથી સામાન ખરીદવો હોય તો હોમ ડિલિવરીનો વિકલ્પ છે. ઘરની નજીક કયાંક જવું હોય તો પણ આપણે ચાલવાને બદલે વાહનમાં જવાનું પસંદ કરીએ છીએ. કોરોનાના સંકટ વચ્ચે હવે વર્ક ફ્રોમ હોમની સુવિધા આપવામાં આવતા લોકો ઘરે બેસીને ઑફિસનું કામ કરી રહ્યા છે. લોકો ચેર, સોફા અથવા બેડ પર બેસીને કલાકો સુધી કામ કરતા રહે છે. જોકે, તેને કારણે કમર, ખભા વગેરે દુ:ખવા લાગે છે. રાહત મેળવવા માટે તમે નેક સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ, શોલ્ડર સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ, લોઅર બેક સ્ટ્રેચિંગ, હિપ સ્ટ્રેચિંગ જેવી કસરત કરી શકો છો. લાંબા સમય સુધી એક જ જગ્યાએ બેસી રહેવાથી શરીરને નુકસાન થાય છે. એક અભ્યાસ અનુસાર જે લોકો સ્ક્રીનની સામે રોજ ચાર કલાકથી વધુ સમય વિતાવે છે તેમનું મૃત્યુ સામાન્ય લોકોની સરખામણીમાં જલદી થવાનું જોખમ હોય છે.

હૃદય સંબંધિત બીમારી: લાંબા સમય સુધી બેસીને કામ કરવાથી હૃદયની બીમારીઓ થવાનું જોખમ વધી જાય છે. છાતીમાં દુ:ખાવો અથવા હૃદયનો હુમલો આવવાની શકયતા રહે છે.

શરીરમાં દુ:ખાવો: કલાકો સુધી બેસીને કામ કરવાથી ખભા, કમર, પીઠમાં દુ:ખાવાની સમસ્યા થાય છે. તેનાથી રાહત મેળવવા માટે દરરોજ બોડી સ્ટ્રેચિંગ કરવી જોઇએ.

વજન વધે: કલાકો સુધી ટીવી અથવા લેપટોપ સામે બેસી રહેવાથી શારીરિક શ્રમ ઘટી જાય છે. શ્રમના અભાવે વજન વધી જાય છે

દિમાગમાં ક્ષતિ: એક જ જગ્યા પર બેસીને લાંબો સમય સુધી કામ કરવાથી શરીરની સાથે મસ્તિષ્કને પણ નુકસાન પહોંચે છે. એક રિસર્ચ અનુસાર કલાકો સુધી એક જગ્યા પર બેસીને કામ કરવાવાળાઓની મેમરી (યાદશક્તિ) પ્રભાવિત થઇ શકે છે.

ડાયાબિટીઝનું જોખમ: સક્રિય જીવનશૈલીની સરખામણીમાં સુસ્ત જીવન જીવતા લોકોને ડાયાબિટીઝ થવાનું જોખમ વધુ હોય છે. એક રિસર્ચ અનુસાર લાંબા સમય સુધી બેઠા રહેનાર લોકોને ડાયાબિટીઝનું જોખમ વધી શકે છે.

પગની નસો ફૂલી જવી: લાંબા સમય સુધી બેસી રહેવાથી પગ પર દબાવ વધી જાય છે, પરિણામે પગની નસો ફૂલી જાય છે. તેને કારણે પગમાં દુ:ખાવાની સમસ્યા થાય છે.

રાહત મેળવવાનો ઉપાય: લાંબા સમય સુધી એક જ જગ્યાએ બેસીને રહેવાથી થતા નુકસાનથી બચવાનો ઉપાય એ છે કે તમે વચ વચમાં શારીરિક કસરત કરવાનું ચાલુ રાખો. કામ દરમિયાન ૪૦-૪૫ મિનિટ બાદ પાંચ મિનિટનો બ્રેક લઇને થોડું ચાલવાનું રાખો. જો ફોન પર વાત કરવાની હોય તો બેસીને કરવાને બદલે ઊભા થઇને આંટાફેરા મારતા કરો. ઑફિસના કામ કરતી વખતે થોડા થોડા સમયાંતરે બોડી સ્ટ્રેચ કરતા રહો. .

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :