CIA ALERT

Blog - Page 295 of 708 - CIA Live

Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
October 22, 2020
CIA_Live_Logo_New2.jpg
1min5880

સ્ટેટ ક્વોટા અને મેનેજમેન્ટ ક્વોટાની ફીમાં અસાધારણ તફાવત હોય છે

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

જો નીટ 2020માં સ્કોર ઓછો હોય અને તમે હોમીયોપેથી કે આયુર્વેદિક મેડીસીનની કોલેજમાં પહેલા વર્ષમાં પ્રવેશ મેળવવાની ઇચ્છા રાખતા હોવ તો સંભવ છે કે તમારે ગત વર્ષ કરતા કોલેજોને વધુ ફી એટલે કે તોતિંગ ફી ચૂકવવી પડશે. કેમકે સરકારે હોમીયોપેથી અને આયુર્વેદિક કોલેજોની સ્ટેટ ક્વોટામાં 15 ટકા સીટો ઘટાડી નાંખીને એ મેનેજમેન્ટ ક્વોટામાં ફાળવી આપી છે. હવે પ્રાઇવેટ આયુર્વેદિક અને હોમિયોપેથી કોલેજોમાં મેનેજમેન્ટ ક્વોટા 40 ટકા થઇ ગયો છે. જેમાં 15 ટકા સીટો એન.આર.આઇ. ક્વોટાની છે. આ કોલેજો પર પ્રવેશ કાર્યવાહી પણ પ્રાઇવેટ કોલેજોના કોન્સોર્ટીયમ (મંડળ)ને આપી દેવામાં આવી છે.

ગુજરાત સરકારે મેડીકલ અને પેરમેડીકલ કોલેજોમાં ચાલુ શૈક્ષણિક વર્ષ 2020-21માં પ્રવેશ માટે ગઇ તા.8મી ઓક્ટોબર 2020ના રોજ નોટિફિકેશન જારી કર્યું છે. આ નોટિફિકેશનમાં એક જોગવાઇ એવી કરવામાં આવી છે કે અનએઇડેડ એટલે કે સેલ્ફફાઇનાન્સ એટલે કે પ્રાઇવેટ સંચાલકો દ્વારા ચલાવવામાં આવતી આયુર્વેદિક અને હોમિયોપેથી કોલેજોમાં હવેથી 40 ટકા (15 ટકા એન.આર.આઇ. ક્વોટા સમેત) સીટો પર મેનેજમેન્ટ ક્વોટાથી પ્રવેશ કાર્યવાહી કરવામાં આવશે.

ગુજરાત સરકારની એડમિશન કમિટી સેલ્ફ ફાઇનાન્સ આયુર્વેદિક અને હોમિયોપેથી કોલેજોમાં ફક્ત 60 ટકા સ્ટેટ ક્વોટાની સીટો પર જ પ્રવેશ ફાળવશે. આમ, ટૂંકમાં કહીએ તો જે વિદ્યાર્થીઓનો નીટ-2020માં સ્કોર ઓછો આવ્યો છે તેમના વાલીઓએ હવે વધુ લૂંટાવું પડશે.

Difference Between Ayurveda and Homeopathy (with Comaprarison Chart) - Bio  Differences

હોમીયોપેથી અને આયુર્વેદિક કોલેજોમાં અત્યાર સુધી મેનેજમેન્ટ ક્વોટામાં 25 ટકા સીટો હતી 2020થી એ વધારીને 40 ટકા કરી દેવામાં આવી

કેમકે નીટમાં સ્કોર ઓછો ધરાવતા વિદ્યાર્થીઓ સામાન્યઃ આયુર્વેદિક અને હોમિયોપેથી કોલેજોમાં પ્રવેશ મેળવતા હોય છે. હવે ત્યાં વધુ 15 ટકા સીટો મેનેજમેન્ટ ક્વોટામાં આપી દેવામાં આવી છે. સ્ટેટ ક્વોટા અને મેનેજમેન્ટ ક્વોટાની ફીમાં અસાધારણ તફાવત હોય છે.

ગુજરાત સરકારની આ નીતિને કારણે વાલીઓ પર વધુ આર્થિક બોજ પડશે એ નિશ્ચિત છે.

October 22, 2020
CIA_Live_Logo_New2.jpg
3min24320

પ્રવેશ કાર્યવાહીની બુકલેટ મેળવવા માટે Medical શબ્દ 98253 44944 પર વ્હોટ્સએપ કરો. આ બુકલેટ નીચેની વેબસાઇટ પર ઉપલબ્ધ છે જ…..

આ વેબસાઇટ પર પ્રવેશ કાર્યવાહી હાથ ધરાશે : www.medadmgujarat.org/ug/home.aspx

Jayesh Brahmbhatt 98253 44944

ગુજરાતમાં મેડીકલ, ડેન્ટલ, હોમિયોપેથી, આયુર્વેદિક અને નેચરોપેથી જેવા નીટના સ્કોરથી પ્રવેશ મળી શકે તેવા અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે રચવામાં આવેલી એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ અન્ડર ગ્રેજ્યુએટ મેડીકલ કોર્સિસ દ્વારા 2020ના વર્ષ માટેની પ્રવેશ કાર્યવાહી અંગેની કામગીરીની જાહેરાત કરી છે.

ગુજરાતમાં મેડીકલ, ડેન્ટલ, હોમિયોપેથી, આયુર્વેદિક અને નેચરોપેથી કોર્સમાં પ્રવેશ લેવા ઇચ્છતા ઉમેદવારોએ રૂ.200 ઓનલાઇન ભરીને પીન નંબર મેળવવાનો રહેશે.

6 સ્ટેપમાં હાથ ધરાશે પ્રવેશ કાર્યવાહી, સ્ટેપ બાય સ્ટેપ સમજો : : સમયપત્રક ટૂંક સમયમાં

આ પ્રકારે કામગીરી હાથ ધરવી

આ રહ્યા પ્રવેશ કાર્યવાહીના હેલ્પ સેન્ટર્સની માહિતી, કશું સમજ ના પડે તો અહીં પહોંચી જવું

2020 માટેની મેડીકલ કોલેજો, એક નવી કોલેજનો ઉમેરો

2020 માટેની ડેન્ટલ કોલેજો

2020 માટેની આયુર્વેદિક કોલેજો

2020 માટે હોમિયોપેથી કોલેજો

October 22, 2020
pvs.jpg
1min6230
PVS sharma News in Gujarati, Latest PVS sharma news, photos, videos | Zee  News Gujarati

તા.21મી ઓક્ટોબર 2020ની રાત્રે સુરત ભાજપાના ઉપપ્રમુખ અને પૂર્વ ઇન્કમટેક્સ અધિકારી પી વી એસ શર્માનેના નિવાસે Income Tax ડિપાર્ટમેન્ટે કરેલી કાર્યવાહીના ઘેરાપ્રત્યાઘાત આપતા પી.વી.એસ. શર્મા આજે તા.22મી ઓક્ટોબરે સવારે રસ્તા પર જ ધરણા પર બેસી ગયા હતા. તેમણે આરોપ મૂક્યો હતો કે તેમની સામે બદલાની રાજનીતિ થઇ રહી છે અને તેમને મળેલા મૌલિક અધિકારોનું હળાહળ હનન થઇ રહ્યું છે. ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે સુરત પોલીસની ટીમને પણ સાથે રાખી હતી.

પોતાના નિવાસની બહાર જ રોડ પર ધરણા પર બેસી ગયેલા પીવીએસ શર્માએ મિડીયાકર્મીઓને કહ્યું હતું કે હું મારી લડત આગળ ચલાવીશ. મારા મૌલિક અધિકારોનું હનન કરવામાં આવી રહ્યું છે. હું મારો અવાજ નહીં દબાવી દેવાના થઇ રહેલા પ્રયાસોથી વિપરીત હું લડત ચાલુ રાખીશ. તેમણે આક્ષેપ કર્યો કે ઇન્કમટેક્સની કાર્યવાહી દરમિયાન છેલ્લા 10 કલાકથી મોબાઇલ ફોન પણ જપ્ત કરી લેવાયો છે. મને વાત કરવા દેવામાં આવતી નથી. ક્યા કાયદા હેઠળ મને આ પ્રકારે વાત કરવા દેવામાં આવી રહી નથી. મારા સમયમાં હું 300 રેડ પાડી ચૂક્યો છું, મને ખબર છે કે કેવી રીતે કાર્યવાહી થાય છે.

આઇ.ટી.ની કાર્યવાહીથી નારાજ પીવીએસ શર્માએ મિડીયા કર્મીઓને જણાવ્યું હતું કે તેમને આપવામાં આવેલી નોટિસનો જવાબ આપવા માટે તા.27 ઓક્ટોબરે કચેરી આવવા જણાવ્યું હતું. આમ છતાં એ પહેલા તા.21મીની રાત્રે રેડ પાડવાની શું જરૂર હતી. મારી પાસે જે ડોક્યુમેન્ટ છે જે આ લોકોના ભ્રષ્ટાચારને ઉજાગર કરી શકે છે, તેનાથી એ લોકો ફફડી રહ્યા છે. તા.21મી ઓક્ટોબરની રાત્રે 10:30થી 22મી ઓક્ટોબરે સવારે 5 વાગ્યા સુધી ઇન્કમટેક્સ વિભાગે પીવીએસ શર્માના ઘરે સર્ચ કર્યું હતું. પીવીએસ શર્માએ કહ્યું કે તેમણે આઇટી કાર્યવાહીમાં સહયોગ આપ્યો છે. તેમણે કહ્યું કે હું પણ પૂર્વ અધિકારી છું અને 300 જેટલી રેડ પાડી ચૂક્યો છું જેથી મને પણ ખ્યાલ છે કે કાયદો કઈ રીતે કામ કરે છે.

નોટબંધી બાદ જ્વેલર્સે કરેલા વેપાર સામે પીવીએસ શર્માએ આંગળી ઉઠાવી અને વિવાદ શરૂ થયો

પૂર્વ ઇન્કમટેક્સ અધિકારી પીવી શર્માએ બે દિવસ અગાઉ મંગળવારે ટ્વીટર હેન્ડલ પર નોટબંધી દરમિયાન એક જવેલર્સ દ્વારા કરાયેલા કરોડો રૂપિયા વ્યવહારો અંગે પોસ્ટ મૂકી હતી. પીવીએસ શર્માએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નાણામંત્રીને ટ્વીટ કરી ED અને CBI તપાસની માંગ કરી હતી. એ પછી કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડીયાએ પણ આ મુદ્દો પકડીને સીધા જ્વેલર્સના નામ સાથે ટ્વીટ કરતા મામલો બિચક્યો હતો.

આ ઘટના ક્રમ આગળ વધતા તા.21મીએ મોડી રાત્રે સુરતના અત્યંત પોશ એરીયા, પીપલોદ નદી કિનારે સ્થિત ફોર સિઝન્સ નામના વૈભવી હાઇરાઇઝ એપાર્ટમેન્ટના સી વિંગના ચોથા માળે આવેલા પીવીએશ શર્માના નિવાસે પોલીસ બંદોબસ્ત સાથે આઈટી વિભાગના અધિકારીઓએ રેડ પાડી હતી.


October 22, 2020
google.jpg
1min5250

અમેરિકાના ન્યાય વિભાગે ગૂગલ સામે ઑનલાઇન સર્ચ અને જાહેરાત મામલે વિશ્ર્વાસભંગનો કેસ દાખલ કર્યો હતો.

આ તો ફક્ત શરૂઆત છે અને ન્યાય વિભાગ તથા ફેડરલ ટ્રેડ કમિશન દ્વારા ઍપલ, ઍમેઝોન અને ફેસબુક જેવી મોટી ટૅક કંપનીઓની તપાસ પણ ચાલી રહી છે. યુએસના નાયબ ઍટર્ની જનરલ જેફ રોસેને પત્રકારોને જણાવ્યું હતું કે ગૂગલ ઇન્ટરનેટનું અને જાહેરાત શોધવા માટેનું પ્રવેશદ્વાર છે. એણે પોતાની ઇજારાશાહી જાળવી રાખવા માટે અયોગ્ય માર્ગ અપનાવ્યો જે સ્પર્ધાત્મકતા માટે હાનિકારક છે.

ગૂગલની ઑનલાઇન સર્ચ અને જાહેરાત વિશેની ઇજારાશાહી બદલ સાંસદો અને ગ્રાહકોના વકીલો લાંબા સમયથી આક્ષેપ કરી રહ્યા છે.

વોશિંગ્ટન ડી. સી.ની ફેડરલ અદાલતમાં દાખલ કરવામાં આવેલા કેસમાં એવો આરોપ કરવામાં આવ્યો છે કે જાહેરાત કરનારા પાસેથી મેળવેલા અબજો ડૉલરની રકમ ગૂગલ ફોન ઉત્પાદકોને આપીને એમનાં ફોનમાં બ્રાઉઝર પર ગૂગલ જ ડિફોલ્ટ સર્ચ એન્જિન હોય એવી વ્યવસ્થા કરાવે છે.

આ બાબત નાને પાયે શરૂ કરનારા અને નવી શોધ કરનારા પ્રતિસ્પર્ધીઓ માટે મુશ્કેલી ઊભી કરે છે તથા સર્ચની ગુણવત્તા ઘટાડે છે, પ્રાઇવેસીની સુરક્ષાને અને વૈકલ્પિક સર્ચના પર્યાયને સીમિત બનાવે છે જે ગ્રાહકોને નુકસાન પહોંચાડે છે.

તાજેતરના કાળમાં યુરોપના નિયામકોએ ગૂગલ પર લાદેલા અબજો ડૉલરના દંડ અને ગૂગલની કામ કરવાની પદ્ધતિમાં કરાવેલા ફેરફાર પર્યાપ્ત નથી અને ગૂગલે પોતાની કાર્યપ્રણાલીમાં સ્ટ્રક્ચરલ ફેરફાર કરવાની જરૂર છે. 

October 22, 2020
bonus.jpg
1min13000

કેન્દ્ર સરકારે બુધવારે તેમના ૩૦.૬૭ લાખ કર્મચારીઓ માટે બોનસની જાહેરાત કરી હતી. આ બોનસ એક અઠવાડિયાની અંદર આપવામાં આવશે, જેનાથી તહેવારની સિઝનમાં માગમાં વધારો થશે. કેન્દ્ર સરકારના આ નિર્ણયની જાહેરાત કરતા કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે આ જાહેરાતથી ઓછામાં ઓછા ૩૦.૬૭ લાખ બિન-ગેઝેટેડ કર્મચારીઓને લાભ થશે. કુલ ૩,૭૩૭ કરોડ રૂપિયા બોનસ આપવામાં આવશે.

રેલવે, પોસ્ટઑફિસ, ઇપીએફઓ, ઇએસઆઇસીના તેમ જ સરકારી કર્મચારીઓને આનો લાભ મળશે. દુર્ગા પૂજા પહેલા ઉત્પાદનશીલતા આધારિત બોનસ આપવામાં નહીં આવે તો રેલની અવરજવર બ્લોક કરી દેવામાં આવશે એવી બે મોટા રેલવે વર્કર્સ એસોસિયેશન્સે ધમકી આપી હતી.

October 22, 2020
CIA_Live_Logo_New2.jpg
1min6760

સચિન ઇન્ડસ્ટ્રીયલ કો.ઓ. હાઉસિંગ સોસાયટી લિ.ની વાર્ષિક સાધારણ સભા તા.21મી ઓક્ટોબર 2020ના રોજ સફળતાપૂર્વક સંપન્ન કરવામાં આવી હતી. સચિન ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીમાં રામાલિયા ફેમિલીએ જ્યારથી વહીવટ હસ્તગત કર્યો છે ત્યારથી વિરોધીએએ વિકાસ કાર્યો આડે રોડાં નાંખવાના અનેક પ્રયાસો કર્યા, અનેક વખત વિકાસ કાર્યોની ગતિ અવરોધવા માટે પ્રયાસો કરવામાં આવ્યા છતાં રામોલિયા ફેમિલીએ સચીન ઇન્ડસ્ટ્રીયલ સોસાયટી અને સર્વે સભ્ય એકમોના વેલ્ફેર માટે અવિરત વિકાસ કાર્યો હાથ ધર્યા. એજીએમમાં આ વિકાસ કાર્યોની નોંધ સાથે ભાવિ વિકાસને લગતા અનેક કાર્યોને લીલીઝંડી આપવામાં આવી હતી.

સચિન ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીના શ્રી મહેન્દ્ર રામોલિયાએ સી.આઇ.એ. લાઇવ સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે છાશવારે સચિન ઇન્ડસ્ટ્રીયલ સોસાયટી સામે આક્ષેપો કરનારા એજીએમમાં ગેરહાજર રહ્યા, ખરેખર તો તેઓ સાચા હોત તો તેમણે એજીએમમાં આવીને મુદ્દાસર રજૂઆતો કરવી જોઇએ, તેને બદલે ગેરહાજર રહીને પોતાના આક્ષેપો પાયાવિહોણા છે એવું તેમણે જાતે જ પુરવાર કરી દીધું છે.

સચિન ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીમાં સતત પ્રજાકીય કાર્યો થયા છે અને તેનો રોજેરોજનો અહેવાલ સોશ્યલ મિડીયા સમેત સોસાયટીના સત્તાવાર રેકોર્ડ પર ઉપલબ્ધ છે જ. અમારી પેનલ કામ નહીં કરી શકે તે માટે વિરોધીઓએ આખું વર્ષ અમને હેરાન કરવામાં કશું બાકી રાખ્યું નથી, છતાં અમારે તો સચીન ઇન્ડસ્ટ્રીય સોસાયટીના વિકાસ માટે કામો કરવા હતા અને છેલ્લા એક વર્ષમાં એ અમે કરી બતાવ્યું છે.

નીતિ વિષયક વિકાસ કાર્યોને લીલીઝંડી

મહેન્દ્રભાઇ રામોલિયાએ જણાવ્યું કે સચીન ઇન્ડસ્ટ્રીયલ કો.ઓ. સોસાયટીની વાર્ષિક સાધારણ સભામાં કેટલાક મહત્વના વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી છે જેમાં

  • નવો એસ.ટી.પી. પ્રોજેક્ટ હાથ ધરવો
  • અન્ડરગ્રાઉન્ડ કેબલિંગનું કામ હાથ ધરવું.
  • સાડાત્રણ મીટરના રસ્તા આઠ મીટર પહોળા કરવા જેથી ટ્રાફિક મેનેજમેન્ટ માટે લાંબા ગાળાનું આયોજન કરી શકાય
  • મેઇન રોડ પર બ્લોક બનાવવાનું કામ હાથ ધરવું.

સચીન ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીની એજીએમ સતત અઢી કલાક સુધી ચાલી હતી. જેમાં સત્તાધારી પેનલ પોતે કરેલા વિકાસ કામોનો હિસાબ રજૂ કર્યો હતો. સભ્યો વિરોધીઓનો વિરોધ નજરઅંદાજ કરીને આગળ વધવા માટે પ્રોત્સાહન આપ્યું હતું. અત્રે એ ઉલ્લેખનીય છે કે શ્રી મહેન્દ્ર રામોલિયાની આ ત્રીજી એજીએમ હતી, અને સતત ત્રીજી એજીએમમાં તેમના વિરોધીઓ એકેય ઉપસ્થિત રહ્યા ન હતા.

October 21, 2020
icai_logo.jpeg
1min5940

આઇસીએઆઇ (ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા) દ્વારા સીએના ફાઉન્ડેશન કોર્સ માટે નવી વ્યવસ્થાને મંજૂરી આપી હોવાથી વિદ્યાર્થીઓ હવે ૧૦મા ધોરણ બાદ સીએના ફાઉન્ડેશન કોર્સ માટે અરજી કરી શકશે. અગાઉ બારમું પાસ કરનારા વિદ્યાર્થીઓને જ ફાઉન્ડેશન કોર્સમાં પ્રવેશ આપવામાં આવતો હતો.

વૈશ્ર્વિક બજારને વધુ સુસંગત બનાવવા આઇસીએઆઇ સમય અનુસાર તેની શૈક્ષણિક પદ્ધતિની સમીક્ષા કરીને વારંવાર ફેરફાર કરતું હોય છે. દસમા ધોરણ બાદ સીએના ફાઉન્ડેશન કોર્સ માટે વારંવાર કરવામાં આવતી માગણી પર વિચારણા કર્યા બાદ સંસ્થાએ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ રેગ્યુલેશન, ૧૯૮૮ ઍક્ટના નિયમોમાં સરકારને એડ્મિશનમાં જરૂરત પડ્યે ફેરફાર કરવા બાબતે એક પ્રસ્તાવ મોકલ્યો હતો. આઇસીએઆઇ અધ્યક્ષે મંગળવારે જણાવ્યાનુસાર, નિયમોમાં ફેરફાર કરવા માટે સરકારની મંજૂરી મળી ગઇ હોવાથી દસમું પાસ કરનારા વિદ્યાર્થીઓ સીએના ફાઉન્ડેશન કોર્સને પાત્ર છે. જોકે, બારમાની પરીક્ષા બાદ ફાઉન્ડેશન કોર્સ માટે તેમના પ્રવેશને નિયમિત કરવામાં આવશે.

October 21, 2020
election_voting.jpg
1min5060

ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની ૩જી નવેમ્બરે યોજાનારી પેટાચૂંટણીનું ચિત્ર ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની પ્રક્રિયાને અંતે આખરે સ્પષ્ટ થયું છે. આઠ બેઠકો માટે ૮૧ ઉમેદવાર મેદાનમાં રહ્યાં છે. સૌથી વધુ લિંબડી બેઠક પર ૧૪ ઉમેદવાર ચૂંટણી લડશે.

ચૂંટણી પંચના સૂત્રોના જણાવ્યા અનુસાર ગુજરાતમાં આઠ બેઠકોની પેટા-ચૂંટણીઓ માટે ૩જી નવેમ્બરના રોજ ચૂંટણી યોજાવાની છે. અબડાસા, લિંબડી, મોરબી, ધારી, ગઢડા, કરજણ, ડાંગ અને કપરાડા બેઠકો પરના કોંગ્રેસના સીટીંગ ધારા સભ્યોના રાજીનામા બાદ આ બેઠકો ખાલી પડી હતી. જેની પેટા ચૂંટણી જાહેર થયા બાદ આઠ બેઠકો માટે ૧૦૨ ઉમેદવારીપત્રોમાંથી ૨૧ ફોર્મ સોમવાર સુધી પરત ખેંચાયા હતા, જેમાં ૮૧ ઉમેદવારો મેદાનમાં હતા, લિંબડીમાં સૌથી વધુ ૧૪ ઉમેદવારો છે, જ્યારે અનુસૂચિત જનજાતિ (એસટી)ના ઉમેદવારો માટે અનામત કપરાડામાં સૌથી ઓછા ચાર ઉમેદવારો છે. મોરબી અને ગઢડા બેઠકો પરના દરેક ૧૨ ઉમેદવાર મેદાનમાં છે, ત્યારબાદ ધારીમાં ૧૧, અબડાસામાં ૧૦ અને કરજણ અને ડાંગમાં નવ ઉમેદવાર છે. સત્તાધારી ભાજપ અને વિપક્ષી કોંગ્રેસના ઉમેદવારો આઠ બેઠકો પર એકબીજાની સામે છે. ભારતીય આદિજાતિ પાર્ટીએ ડાંગમાં પણ બે ઉમેદવારો ઉભા રાખ્યા છે, બહુજન મહા પાર્ટી, બહુજન મુક્તિ પાર્ટી, ભારતીય જન પરિષદ, અખિલ ભારતીય રાજય સભા, અખિલ ભારતીય મજલિશ-એ-ઇન્કલાબ-એ-મિલ્લટ, રાષ્ટ્રવાદી જન ચેતન, યુવા જન જાગૃતિ, વ્યવસ્થા પરિવર્તન પાર્ટી, અને રાષ્ટ્રિય જનક્રાંતિ જેવા ઓછા જાણીતા પોશાક પહેરે. પાર્ટીએ કેટલીક બેઠકો પર એક કે બે ઉમેદવારો પણ ઊભા રાખ્યા છે.

જોકે આ ચૂંટણીમાં ભાજપે પ્રદ્યુમસિંહ જાડેજા (અબડાસા), કિરીટસિંહ રાણા (લિંબડી), બ્રિજેશ મેરજા (મોરબી), જે. વી. કાકડિયા (ધારી), આત્મરામ પરમાર, અક્ષય પટેલ (કરજણ), વિજય પટેલ (ડાંગ) અને જીતુભાઇ ચૌધરી (કપરાડા) મેદાનમાં ઊતર્યા છે, જ્યારે કોંગ્રેસના ઉમેદવારોમાં શાંતિલાલ સેંધાણી (અબડાસા), ચેતન ખાચર (લિંબડી), જયંતિલાલ પટેલ (મોરબી), સુરેશ કોટડિયા (ધારી), મોહન સોલંકી (ગઢડા), કિરીટસિંહ જાડેજા (કરજણ), સૂર્યકાંત ગાવિત (ડાંગ) અને બાબુભાઈ પટેલ (કપરાડા)નો સમાવેશ થાય છે.

October 21, 2020
ambaji_temple-1280x720.jpg
1min6320

આદ્યશક્તિ મા અંબેના નવરાત્રિના પવિત્ર દિવસો ચાલી રહ્યા છે. અંબાજી મુકામે વિશાળ સંખ્યામાં યાત્રિકો દર્શનાર્થે ઉમટી રહ્યા છે ત્યારે યાત્રિકોની ધાર્મિક ભાવના લક્ષમાં લઇ બનાસકાંઠા કલેક્ટર અને અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વ્રારા દર્શનના સમયમાં વધારો કરવામાં આવ્યો છે.

અંબાજીમાં નવરાત્રિ દરમિયાન શ્રદ્ધાળુઓનો ધસારો વધતા દર્શનના સમયમાં વધારો કરાયો છે. જેથી હવે મંદિર રાત્રે ૧૧ વાગ્યા સુધી ખુલ્લું રાખવામાં આવશે. દર્શન સવારે- ૭.૩૦ થી ૧૧.૪૫ , દર્શન બપોરે- ૧૨.૧૫ થી ૧૬.૧૫ , દર્શન સાંજે- ૭.૦૦ થી ૧૧.૦૦ રાત્રે નો સમય રાખવામાં આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે માતાજીની સવારની આરતીનું ૭.૦૦ થી ૭.૩૦ અને સાંજની આરતી ૬.૩૦ થી ૭.૦૦ વાગે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટની વેબસાઇટ તેમજ ફેસબુક, ટ્વિટર, યુ-ટ્યુબ ઉપર જીવંત પ્રસારણ કરવામાં આવે છે.

કોરોના મહામારી અંતર્ગત સરકારની ગાઇડલાઇન અન્વયે અંબાજી દેવસ્થા ટ્રસ્ટ દ્વારા યાત્રિકો માટે સેનેટાઇઝેશન તથા સોશ્યલ ડિસ્ટન્સિંગ માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. યાત્રિકોને કોવિડ-૧૯ની માર્ગદર્શિકા અનુસાર દર્શન વ્યવસ્થામાં સહયોગ આપવા ટ્રસ્ટ દ્વારા અપીલ કરવામાં આવી છે.

October 21, 2020
childlabour.jpg
1min5880

ગુજરાતમાં ખેતરોમાં સવા લાખથી વધુ બાળકો ખેત મજૂરી કરતા હોવાના ઘટસ્ફોટ એક એનજીઓ દ્વ્રારા કરવામાં આવ્યો છે. મોટાભાગે આદિવાસી, ગુજારાતમાં કપાસિયા ખેતરોમાં ગેરકાયદેસર નોકરી કરે છે, એમ એક શહેર સ્થિત એનજીઓએ દાવો કર્યો છે.

રાજ્યના મજૂર વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે તેઓ એનજીઓ દ્વારા નિર્દિષ્ટ વિસ્તારોમાં તેમની ટીમો મોકલશે અને જો કોઈ ગેરરીતિ જણાશે તો કાર્યવાહી કરશે.

સેન્ટર ફોર લેબર રિસર્ચ એન્ડ એક્શનના સુધિર કટિયારે સોમવારે અહીં પત્રકારોને જણાવ્યું હતું કે બીજ કંપનીઓ દ્વારા ખેડૂતોને ઓછા ભાવો ચૂકવવામાં આવતા મુખ્ય કારણો છે કે ખેડૂતો ખેતરોમાં ક્રોસ પરાગનયન કાર્ય માટે પુખ્ત વયના બદલે બાળકોને રોજગારી આપી રહ્યા છે.”એક અધ્યયન મુજબ આદિવાસી બાળકોને એક દિવસના કામ માટે માત્ર ૧૦ રૂપિયા ચૂકવવામાં આવે છે, જેના માટે એક પુખ્ત મજૂરી કરનાર સ્થાયી થાય છે. આશરે ૧.૩૦ લાખ બાળકો કપાસના ખેતરોમાં મજૂરી કરે છે, એમ કટિયારે દાવો કર્યો હતો.

આશરે ૧૦ વર્ષ પહેલા ઉત્તર ગુજરાતના પ્રદેશમાં આવા ખેતરોમાં બાળ મજૂરી વિરુદ્ધ રાજ્ય સરકારની કડક કાર્યવાહી બાદ, કપાસિયા ઉદ્યોગ ઉત્પાદને બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને છોટાઉદેપુર જિલ્લામાં આદિવાસી ખેતરોમાં ખસેડ્યો છે, એમ તેમણે જણાવ્યું હતું. કટિયારે જણાવ્યું હતું કે, જોકે બદલીને કારણે દક્ષિણ રાજસ્થાનથી સ્થળાંતર અને બાળકોના ટ્રાફિકિંગમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, કપાસિયા ઉદ્યોગમાં બાળ મજૂરી ચાલુ છે, કારણ કે સ્થાનિક આદિજાતિ બાળકો હવે ખેતમજૂરો તરીકે રોકાયેલા છે. આ ગેરકાયદેસર પ્રથાને રોકવા માટે, બીજ કંપનીઓએ કપાસિયા ઊપજ માટે ખેડૂતોને વધુ સારા ભાવ આપવાનું વિચારવું જોઇએ, એમ તેમણે જણાવ્યું હતું. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, “અમે સરકારને વિનંતી પણ કરીએ છીએ કે ઉદ્યોગમાં બદલાયેલી રીતની નોંધ લે અને બાળ મજૂરી રોકવા માટે નવી રણનીતિ ઘડીએ.

રાજ્યના નાયબ શ્રમ આયુક્ત એમ. સી. કારિયાએ આ અંગે જણાવ્યું હતું કે તેઓ કટિયારે ઊભા કરેલા મુદ્દાની નોંધ લીધી છે અને જરૂર પડ્યે કાર્યવાહી કરવામાં આવશે.

અધિકારીએ જણાવ્યું હતું, “અમારા વિભાગે અગાઉ ઉત્તર ગુજરાતના પ્રદેશમાં બાળ મજૂરી અને હેરાફેરીની આખી ચેઇન તોડી નાખી હતી. આ પ્રવૃત્તિ પર નજર રાખવા માટે અમે નિયમિતપણે ડ્રાઇવ ચલાવીએ છીએ,” અધિકારીએ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું, “હું આ વિસ્તારોમાં ટીમો મોકલીશ અને જો કોઈ ગેરરીતિ મળી આવે તો કાર્યવાહી કરીશ.