Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
રાજ્યના પોલીસ વિભાગ મારફત કથિત રીતે ખંડણી ઉઘરાવવા સાથે સંકળાયેલ નાણાં કૌભાંડના કેસને મામલે ૧૨ કલાકથી વધુ પૂછતાછ કર્યા બાદ ઇડીએ સોમવારે મોડી રાતે દેશમુખની ધરપકડ કરી હતી.
ઇડીએ મંગળવારે Dt.2/11/21 સવારે દેશમુખને અતિરિક્ત સેશન્સ જજ પી. બી. જાધવની ખંડપીઠ સમક્ષ રજૂ કર્યા હતા. સ્પેશિયલ હોલિડે કોર્ટની અધ્યક્ષતા જાધવે કરી હતી. કોર્ટમાં રજૂ કરવા અગાઉ ઇડી દેશમુખને સરકારી જે.જે. હૉસ્પિટલમાં રૂટિન ચેકઅપ માટે લઇ ગઇ હતી.
ભ્રષ્ટાચાર અને સત્તાના દુરૂપયોગના આરોપસર સીબીઆઇએ એનસીપીના ભૂતપૂર્વ પ્રધાન દેશમુખ સામે ૨૧મી એપ્રિલે એફઆઇઆર દાખલ કર્યા બાદ ઇડીએ પોતાની તપાસ શરૂ કરી હતી.
દેશમુખે રાજ્યના ગૃહ પ્રધાનપદના હોદ્દાનો દુરુપયોગ કર્યો હોવાનો અને બરતરફ કરાયેલા પોલીસ અધિકારી સચીન વાઝે મારફત મુંબઇના વિવિધ બાર્સ અને રૅસ્ટોરન્ટ પાસેથી રૂ. ૪.૭૦ કરોડની ખંડણી ઉઘરાવી હોવાનો આરોપ ઇડીએ દેશમુખ સામે ઘડયો છે.
આ મામલે ઇડીએ અન્ય બે વ્યક્તિ સંજીવ પાલાન્ડે (અતિરિક્ત કલેક્ટરની કક્ષાનો અધિકારી, જે દેશમુખના ખાનગી સચિવ તરીકે કામ કરતો હતો) અને કુંદન શિંદે (દેશમુખનો પર્સનલ આસિસ્ટન્ટ)ની પણ ધરપકડ કરી હતી.
કોરોનાના સમયમાં ઘરમાં રહીને મોજ માણ્યા બાદ સ્કૂલ ટીચરો અને ખાસ કરીને વિદ્યાર્થીઓમાં ૧૯ મહિના બાદ પોતાના મિત્રોને મળવાનો આનંદ અનેરો જ હતો.
જોકે આટલા સમય બાદ વિદ્યાર્થીઓની સ્કૂલમાં હાજરી શિક્ષકોને હેરાન કરી મૂકનારી હતી. વિદ્યાર્થીઓએ સ્કૂલમાં પ્રવેશ કર્યા બાદ તેઓ શિસ્ત ભૂલી ગયા છે, એવી ફરિયાદ શિક્ષકો દ્વારા થઈ રહી છે.
દોઢ વર્ષ બાદ શહેરની સ્કૂલોનું ચિત્ર ખુશનુમા તો હતું, પણ ટીચરો માટે એ માથાનો દુખાવો બની ગયું હતું. અનેક સ્કૂલોમાં વિદ્યાર્થીઓ હળવામળવાને બદલે રીતસર બાખડતા હોવાનું પણ જોવા મળ્યું હતું તો તેઓ ડિસિપ્લીનનો બિલકુલ અભાવ જોવા મળ્યો હતો. ઓફલાઈન ક્લાસ ચાલતા હતા એ સમયે અનેક ક્લાસટીચરોએ બાળકોને ડિસિપ્લીનમાં રહેવાનું શીખવ્યું નહોતું. આને કારણે સ્કૂલનું વાતાવરણ પણ ડહોળાયેલું હતું. વિદ્યાર્થીઓની આવી હરકતોને કારણે હવે તેઓને ફરીથી ડિસિપ્લીનના પાઠ ભણાવવા જરૂરી છે, એવું એક સ્કૂલના ટીચરે જણાવ્યું હતું. દોઢ વર્ષ બાદ વિદ્યાર્થીઓને ડિસિપ્લીનમાં લાવવાનું કામ અઘરું બની રહ્યું છે ટીચરો માટે. ઓફલાઈન સમયે ડિસિપ્લીનનો પાઠ ન ભણાવનારા શિક્ષકોએ હવે નવેસરથી ડિસિપ્લીનના પાઠ ભણાવવા પડશે.
અહીં અમને જે સંસ્થાઓએ માહિતી મોકલી છે તેના આધારે આ યાદી તૈયાર કરવામાં આવી છે, આપની સંસ્થામાં જો કોઇ વિદ્યાર્થીએ ઉપરોક્ત રેન્જમાં માર્કસ મેળવ્યા હોય તો અમને 98253 44944 પર જાણ કરશો જેથી યાદીને અદ્યતન બનાવી શકાય
આજે ધનતેરસથી પાંચ દિવસનો દીપોત્સવ શરૂ થઈ ગયો છે. મંગળવારે દરેક પ્રકારની ખરીદદારી, રોકાણ અને નવી શરૂઆત માટે આખો દિવસ શુભ મુહૂર્ત રહેશે. ત્રિપુષ્કર યોગ બનવાથી ત્રણ ગણો ફાયદો મળવાની શક્યતા છે. ધનતેરસના દિવસે સોના-ચાંદી અને વાસણ ખરીદવાની પણ પરંપરા છે. આ દિવસે સાંજે પ્રદોષકાળમાં ભગવાન ધન્વંતરિ સાથે કુબેર અને લક્ષ્મીજીની પૂજા કરવામાં આવે છે. અકાળ મૃત્યુથી બચવા અને સારા સ્વાસ્થ્યની કામના સાથે ઘરની બહાર યમરાજ માટે દક્ષિણ દિશામાં એક દીવેટનો દીવો પ્રગટાવવામાં આવે છે.
પૌરાણિક માન્યતાઓ પ્રમાણે શરદ પૂર્ણિમાએ ચંદ્ર, વાઘ બારસે કામધેનુ ગાય, તેરસના દિવસે ભગવાન ધન્વંતરિ, ચૌદશે માતા કાળી અને અમાસના દિવસે લક્ષ્મી માતા સમુદ્રમાંથી ઉત્પન્ન થયાં હતાં. આસો વદ તેરસના દિવસે ભગવાન ધન્વંતરિ ઉત્પન્ન થયા હોવાથી ધનતેરસ પર્વ ઊજવવામાં આવે છે. કહેવાય છે કે, સમુદ્ર મંથન સમયે ધન્વંતરિએ સંસારને અમૃક આપ્યું હતું.
ધનતેરસના દિવસે ભગવાન ધન્વંતરિની પૂજા કરવાથી સ્વાસ્થ્ય લાભ મળે છે. સાથે જ, અનેક રોગથી છુટકારો મેળવી શકાય છે. આ દિવસે મનથી ભગવાનની પૂજા કરવામાં આવે તો આયુર્વેદનો લાભ મળી શકે છે. કહેવાય છે કે, જે વ્યક્તિની રોગ પ્રતિરોધક ક્ષમતા ઓછી થઇ ગઇ છે અને દવા અસર કરી શકતી નથી તો તેમણે ધન્વંતરિની વિધિવત પૂજાથી લાભ પ્રાપ્ત કરી શકાય છે.
ધનતેરસના દિવસે ત્રિપુષ્ક યોગ બની રહ્યો છે. એટલે આ શુભ યોગમાં કરવામાં આવતા રોકાણ, ખરીદદારી અને શરૂઆતમાં ત્રણ ફાયદો મળશે. આ યોગ સવારે 6..35 કલાકથી બપોરે લગભગ 12 વાગ્યા સુધી રહેશે. પરંતુ ખરીદી માટે વણજોયું મુહૂર્ત હોવાના કારણે આખો દિવસ શુભ રહેશે. આ દિવસે ચંદ્ર પોતાના જ નક્ષત્રમાં રહેશે અને ગુરુની દૃષ્ટિ તેના ઉપર રહેશે. આ સ્થિતિ પણ સુખ-સમૃદ્ધિ અને શુભફળ આપનારી રહેશે.
સમુદ્ર મંથન સમયે ભગવાન ધન્વંતરિ હાથમાં સોનાનો કળશ લઈને પ્રગટ થયાં હતાં. જેમાં અમૃત હતું. તેમના બીજા હાથમાં ઔષધી હતી અને તેમને આયુર્વેદનું જ્ઞાન હતું. આ કારણે જ આ દિવસે આયુર્વેદના દેવતા ધન્વંતરિની પૂજા કરવામાં આવે છે.
ધન્વંતરિના હાથમાં સોનાનો કળશ હતો એટલા માટે આ દિવસે વાસણ અને સોવું ખરીદવાની પરંપરા શરૂ થઈ. તે પછી આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને ચાંદી અને અન્ય ધાતુઓની ખરીદદારી થવા લાગી. ત્યારથી જ પરિવારમાં સમૃદ્ધિ જાળવી રાખવાની કામના સાથે આ દિવસે ચાંદીના સિક્કા, ગણેશ અને લક્ષ્મીજીની મૂર્તિઓ અને ઘરેણાંની ખરીદદારી કરવામાં આવે છે. સાથે જ પીત્તળ, કાંસુ, સ્ટીલ અને તાંબાના વાસણ પણ ખરીદવાની પરંપરા છે.
ધનતેરસના દિવસે પ્રદોષ કાળમાં ભગવાન ધન્વંતરિ સાથે જ લક્ષ્મીજી અને કુબેરની પણ પૂજા કરવી જોઈએ. પ્રદોષ કાળ સાંજે 5.35 થી રાતે 8.10 સુધી રહેશે. આ સમયે યમ માટે દીપદાન કરવાની પરંપરા છે.
સ્કંદ પુરાણ પ્રમાણે, ધનતેરસના દિવસે યમદેવ માટે દીપદાન કરવાથી પરિવારમાં બીમારી આવતી નથી અને અકાળ મૃત્યુનો ભય પણ રહેતો નથી.
સૂર્યાસ્ત પછી યમરાજ માટે દીપદાન માટે લોટનો દીવો બનાવવો. તેમાં સરસિયાનું અથવા તલનું તેલ મિક્સ કરીને ઘરની બહાર દક્ષિણ દિશામાં રાખવો જોઈએ. આવું કરીને યમરાજ પાસે પરિવારના લોકોની લાંબી ઉંમર માટે કામના કરવી જોઈએ.
નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા તા.1લી નવેમ્બરની રાત્રે જાહેર કરાયેલા નીટ યુજીના પરીણાનું એનાલિસીસ કરતા રસપ્રદ વિગતો સપાટી પર આવી રહી છે. 2021માં તા.12મી સપ્ટેમ્બરે લેવાયેલી નીટ પરીક્ષા દેશ અને દુનિયાભરમાંથી કુલ 15 લાખ 44 હજાર 275 વિદ્યાર્થીઓએ આપી હતી. જેમાંથી કુલ 56.34 ટકા પરીક્ષાર્થીઓને મેડીકલ, પેરામેડીકલ કોર્સમાં પ્રવેશ માટે ક્વોલિફાય (લાયકાતપાત્ર) જાહેર કરવામાં આવ્યા છે.
નીટ ક્વોલિફિકેશન ગયા વર્ષ કરતા 5થી 9 માર્ક નીચું ગયું, કટ ઓફ મેરીટ પણ નીચું જશે
ગુજરાતમાં નીટથી પ્રવેશ મળે તેવી કુલ સીટો કરતા ત્રણ ગણા વધુ (42હજાર ઉપરાંત) ક્વોલિફાય થયા
ગુજરાત રાજ્યમાંથી કુલ 75 હજાર જેટલા વિદ્યાર્થીઓએ નીટ પરીક્ષા આપી હતી. આ પૈકી ક્વોલિફાય થવાની નેશનલ એવરેજ 56 ટકા પ્રમાણે અંદાજ મૂકાય તો ગુજરાતમાંથી કુલ 42000 ઉપરાંત વિદ્યાર્થીઓ મેડીકલ, પેરામેડીકલ કોર્સ માટે ક્વોલિફાય થયા છે. ગુજરાતમાં મેડીકલની 5508 અને ડેન્ટલની 1255 આયુર્વેદિકની 2242 અને હોમિયોપેથી કોલેજોની કુલ 3710 સીટ મળીને નીટના સ્કોરથી પ્રવેશ મળે તેવી રાજ્યમાં કુલ સીટોની સંખ્યા 12715ની છે. આટલી સીટોની સામે નીટ ક્વોલિફાય થયેલા વિદ્યાર્થીઓની કુલ સંખ્યા 42000 ઉપરાંત છે. આમ ગુજરાતમાં જેટલી સીટો ઉપલબ્ધ છે તેના કરતા સવા ત્રણ ગણા વધુ વિદ્યાર્થીઓ ક્વોલિફાય થયા છે.
છોકરાઓ કરતા 1.19 લાખ છોકરીઓ વધુ ક્વોલિફાય થઇ
છેલ્લા ત્રણ વર્ષથી ચાલી આવતો ગર્લ્સ (કન્યા) ઉમેદવારો હાવી રહેવાનો ટ્રેન્ડ આ વખતે પણ જારી રહ્યો છે. આ વર્ષે પણ નીટ ક્વોલીફાઇ કરનારા બોયઝની સંખ્યા કરતા ગર્લ્સની સંખ્યા 1.19 લાખ વધારે છે.
n all, 8,70,074 (56.34%) of the 15,44,275 candidates who appeared for the test qualified. In continuation of the trend in the past, the number of female candidates who qualified is 1.19 lakh higher than male candidates.
Reported @ 10pm 1/11/2021
ગત 12 સપ્ટેમ્બરના રોજ યોજાયેલી મેડીકલ પેરામેડિકલ કોર્સમાં સિંગલ નેશનલ એન્ટ્રન્સ ટેસ્ટ, નીટ 2021નું પરીણામ નેશનલ ટેસ્ટીંગ એજન્સી(એનટીએ)એ તા.1લી નવેમ્બર 2021ના રોજ જાહેર કરી દીધું હતું. પરીણામના થોડા કલાકો સુધી ફક્ત ઇમેલથી જ પરીણામ મેળવી શકાયાના અહેવાલો મળ્યા હતા, બાદમાં નીટની પરીક્ષામાં ઉપસ્થિત રહેનારા તમામ વિદ્યાર્થી ઉમેદવારો નીટની સત્તાવાર વેબસાઇટ ઉપર પોતાનું રિઝલ્ટ જોઇ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી.
જો કે એનટીએ દ્વારા તમામ ઉમેદવારોને તેઓના રજિસટર્ડ ઇ-મેઇલ ઉપર પરિણામ મોકલી આપવામાં આવ્યું છે. મહત્વની વાત એ છે કે એનટીએએ તમામ ઉમેદવારોને વ્યક્તિગત ધોરણે રિઝલ્ટ મોકલી આપીને સૌને ચોંકાવી દીધા હતા.
સમૂહલગ્ન પ્રવુતિના માધ્યમથી જનજાગૃતિનું નોંધનીય કાર્ય કરનાર શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી આગામી ૨૦મી ફેબ્રુઆરી ૨૦૨૨ના રોજ સમુહલગ્નોત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે.
શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત દ્વારા સુરત ખાતે દર વર્ષે સમુહલગ્ન સમારોહનું આયોજન કરવામાં આવે છે. ૧૯૮૩ થી અત્યાર સુધીમાં ૫૧૧૦ યુગલો લગ્ન ગ્રંથીથી જોડાયા છે. સમાજ તરફથી આગામી મહા વદ ૪ ને રવિવાર તા. ૨૦/૦૨/૨૦૨૨ ના રોજ ૬૩માં સમૂહલગ્ન સમારોહ નું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં ભાગ લેવા માટે લગ્ન નોંધણીના ફોર્મ વિતરણ ૧૦૧/૧૦૨, સુપર ડાયમંડ માર્કેટ, વરાછા રોડ, ખાતે શરૂ થઇ ચૂક્યું છે. તે સમયે કોવિડ-૧૯ ની પરિસ્થિતિ ને ધ્યાનમાં રાખી વિવિધ વિકલ્પો સાથે આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
ભારતને આર્થિક વ્યવસ્થા તંત્રની સ્થિતિ જોતા આર્થિક અસમાનતા વધતી જાય છે. ક્યારેક જન સમાજ માટે નાણાકીય જાગૃતતા ખુબ જરૂરી છે. તે બાબતને ધ્યાનમાં રાખી બચત ની થીમ ઉપર સમગ્ર આયોજનની વિચારણા કરવામાં આવી રહી છે. શક્ય તેટલા ખોટા ખર્ચ બંધ કરી તે રકમની બચત થાય તે બાબત માં માહિતી સાથે જાગૃતિ લાવવાનો પ્રયાસ થયો. કરકસર સાથે બચત કરી સુખી અને સલામત જીવન જીવતા રોલ મોડલ પરિવારોનું સન્માન કરવામાં આવશે.
જે અન્ય માટે પ્રેરણા બનશે. સમૂહલગ્ન પ્રવૃત્તિ માં જોડાનારા પરિવારો ખર્ચ ઓછો કરી દીકરી ના નામે બચત કરે તે માટે પ્રોત્સાહન તથા સહાય આપવામાં આવશે. વધુમાં સંસ્થાના પ્રમુખશ્રી કાનજીભાઈ આર. ભાલાળા તથા ઉપપ્રમુખશ્રી સવજીભાઈ વેકરીયા અને ખજાનચીશ્રી મનહરભાઈ સાસપરા એ જણાવ્યું હતુ કે શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત ની સાથે જરૂરી ૨૦૦ સેવા ભાવી સંસ્થા અને ૧૦૦૦ યુવાનો જોડાયેલા છે. તેઓ દ્વારા જેટલા ૨૦૦ થી વધુ સભાઓ કરી આર્થિક બચત માટે વ્યાપક જન જાગૃતિ નો પ્રયાસ કરી સમાજ ને દિશા આપવામાં આવે છે.
તાજેતર માં જ સુરત ખાતે શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત દ્વારા ૨૦૦ કરોડ ના ખર્ચે હોસ્ટેલ પ્રોજેક્ટ નું ખાતમુહુર્ત થયું છે. તેનું બાંધકામ કાર્ય દિવાળી પછી તરત શરુ કરવામાં આવનાર છે. લોક સહયોગથી નિર્માણ થનાર આ સુવિધા ના માધ્યમથી જન સમાજ ના સુખાકારી માટે પ્રયાસ થશે. સંસ્થાના મંત્રીશ્રી અરવિંદભાઈ ધડુક તથા શ્રી કાન્તીભાઈ ભંડેરી અને હરિભાઈ કથીરીયા તથા ભવાનભાઈ નવાપરા તથા સમાજની યુવા ટીમ સમુહલગ્ન આયોજન ની તૈયારી માં લગ્ન થયા છે. વહેલા તે પહેલા ના ધોરણે ૧૫૧ યુગલો ની નોંધણી કરાશે. કોવીડ-૧૯ ની જે પરિસ્થિતિ હશે તે પ્રમાણે સમારોહ નું આયોજન થનાર છે.
દરેક કન્યાને રૂ. ૩૦૦૦૦/- ની સહાય
બચત જાગૃતિ ના ભાગરૂપે શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી કરિયાવર અને અન્ય વ્યવસ્થા ખર્ચમાં કાપ મૂકી રૂ. ૧૦૦૦૦ કન્યાને બચત સ્વરૂપે આપવાનું નક્કી કરેલ છે. ઉપરાંત ગુજરાત સરકારશ્રી ની કુંવરબાઈ મામેરું યોજના માંથી રૂ. ૧૦૦૦૦ અને સાતફેરા સમુહલગ્નના યોજના માંથી રૂ. ૧૨૦૦૦ ની સહાય મળવા પાત્ર છે. કન્યાને કુલ રૂપિયા ૩૦ હજાર મળવા પાત્ર છે.
હાલ ગુરુપુષ્ય નક્ષત્ર, આગામી ધનતેરસ અને દિવાળીના તહેવારોની ઘરાકીમાંથી છૂટા થયા બાદ સુરતના મોટા ભાગના જ્વેલરી મેન્યુફેકચરર્સ (ઝવેરીઓ) મોટા કામમાં જોતરાઇ જશે. આગામી નવેમ્બર અને ડિસેમ્બર માસમાં સુરતમાં જ્વેલરીના બે મેગા એક્ષ્પો યોજાઇ રહ્યા છે.
ઝવેરાત ઉદ્યોગ માટે એક પછી એક એમ બે મોટી ઇવેન્ટ સુરતમાં પહેલી વખત યોજાઇ રહી છે. બિઝનેસ એક્સપર્ટસ કહી રહ્યા છે કે સુરતમાં જ્વેલરી મેન્યુફેક્ચરર્સ કયા લેવલનું કામ કરી રહ્યા છે તેનો પરચો આ બે એક્ષ્પોથી સમગ્ર વિશ્વને થશે. સમગ્ર ઝવેરાત ઉદ્યોગને આ બન્ને એક્ષ્પો ટોપ ગીયરમાં મૂકીને વેગ આપશે.
GJM Show = 27 to 29 November 2021 @ SIECC
મળતી માહિતી મુજબ સુરત જ્વેલરી મેન્યુફેક્ચરર્સ એસોસીએશન દ્વારા આગામી તા.27થી 29મી નવેમ્બરના રોજ સુરતના સરસાણા સ્થિત કન્વેન્સન સેન્ટર ખાતે Gujarat જ્વેલરી મેન્યુફેક્ચરર્સ શૉ (GJM Show)નું આયોજન હાથ ધર્યું છે. સ્થાનિકથી લઇને રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય કક્ષાના બાયર્સ એન્ડ સેલર્સ આ એસજેએમ શૉમાં આવશે. Gujarat જ્વેલરી મેન્યુફેક્ચરર્સ શૉ (GJM Show) બીટુ બી કક્ષાનો છે એટલે કે બિઝનેસ ટુ બિઝનેસ કક્ષાનો છે. સુરત જ્વેલરી મેન્યુફેક્ચરર્સ શૉના આયોજક જયંતિ સાવલીયાએ જણાવ્યું હતું કે અત્યારથી જ તમામ સ્ટોલ્સનું બુકિંગ પૂર્ણ થઇ ચૂક્યું છે, હજુ અનેક જ્વેલર કંપનીઓ સ્ટોલ રાખવા માગે છે પરંતુ, હવે પર્યાપ્ત જગ્યા ઉપલબ્ધ નથી. આ એક્ષ્પોમાં રિટેલ કે સેલિંગને અવકાશ નથી. સુરત જ્વેલરી મેન્યુફેક્ચરર્સ શૉ (એસજેએમએસ) આ શૉમાં સુરતના જ્વેલરી મેન્યુફેક્ચરર્સ વિશાળ રેન્જમાં પોતાની જ્વેલરી, ડિઝાઇન, કન્સેપ્ટ વગેરેનું ડિસ્પ્લે તેમજ એક્ઝિબિશન કરીને ભવિષ્યના ઓર્ડર્સ મેળવશે.
Signature Sparkle = 25 to 27 December 2021 @ SIECC
એવી જ રીતે સર્ધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા તા.25થી 27 ડિસેમ્બર દરમિયાન સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે જ સિગ્નેચર સ્પાર્કલથી જેમ્સ એન્ડ જ્વેલરી એક્ષ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. આ એક્ષ્પો બીટુ સી એટલે કે બિઝનેસ ટુ કસ્ટમર્સ મોડમાં આ એક્ષ્પોમાં પણ સ્થાનિકથી લઇને આંતર રાષ્ટ્રીય સ્તરના જ્વેલર્સે સ્ટોલ બુક કરાવ્યા છે. ચાર વર્ષ બાદ એવું બની રહ્યું છે સ્પાર્કલમાં રિટેલ ખરીદારોને પણ આમંત્રિત કરવામાં આવશે. અત્યાર સુધી સ્પાર્કલ બીટુબીમાં જ યોજાતું હતું.
સુરતના અઠવાલાઇન્સ સ્થિત સાર્વજનિક કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજી માટે આ એક ગર્વની ક્ષણ છે જેમાં SCET ના કમ્પ્યુટર એન્જિનિયરિંગ વિભાગના વિદ્યાર્થીઓ અને માર્ગદર્શકની ટીમને 10મી કોમ્પ્યુટર સોસાયટી ઓફ ઈન્ડિયા – ઇનએપ ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ પ્રોજેક્ટ એવોર્ડ્સ 2021 માં “પ્રથમ પુરસ્કાર” એનાયત કરવામાં આવ્યો છે.
ઇનએપ ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ પ્રોજેક્ટ એવોર્ડ્સ 2021ની સ્થાપના નવીન સોફ્ટવેર એપ્લિકેશનો વિકસાવવામાં અસાધારણ પ્રતિભા ધરાવતા વિદ્યાર્થીઓને ઓળખવા અને પ્રોત્સાહન આપવાના હેતુ સાથે.કરવામાં આવી હતી. આ એવોર્ડની પસંદગી પ્રક્રિયા 6 મહિનાની લાંબી પ્રક્રિયા હતી જેમાં વિશ્વભરના 2000 થી વધુ પ્રતિસ્પર્ધીઓ દ્વારા સબમિટ કરાયેલા 600+ પ્રોજેક્ટ્સમાંથી શ્રેષ્ઠ પ્રોજેક્ટ્સની પસંદગી કરવામાં આવી હતી. આ પ્રક્રિયામાં એલિમિનેશનના 3 રાઉન્ડ હતા જે થકી ક્વોલિફાઇ થઇને પ્રથમ પુરસ્કાર મેળવવું એ કોમ્પ્યુટર ઇન્જીન્યરીંગ ડિપાર્ટમેન્ટ- સ્કેટ ના વિદ્યાર્થીઓની મોટી સિદ્ધિ છે.
શરૂઆતમાં સ્પર્ધા કરતી 600+ ટીમોમાંથી, પસંદગીના 2 રાઉન્ડ હતા. 20મી ઓક્ટોબર 2021ના રોજ રાજભવન, ત્રિવેન્દ્રમ ખાતે આયોજિત એવોર્ડ સમારોહમાં અંતિમ રાઉન્ડના પરિણામોની જાહેરાત કરવામાં આવી હતી અને કેરળના માનનીય રાજ્યપાલ શ્રી આરિફ મોહમ્મદ ખાને વિજેતાઓને ઈનામો એનાયત કર્યા હતા.
SCET ના કમ્પ્યુટર એન્જિનિયરિંગ વિભાગના વિદ્યાર્થી ટીમના સભ્યો છે:
નિનાદ અંકલેસરિયા,
ધ્યેય નિકલવાલા,
યશવી માલુ,
ઉર્મિ પાઠક અને
જીનલ પટેલ.
આ વિદ્યાર્થીઓને SCET ખાતે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ વિભાગના ડો. નિરાલી નાણાવટી અને સુશ્રી પ્રીતિ શ્રીનિવાસન (IIT મંડીમાં માસ્ટર્સ રિસર્ચ સ્કોલર) દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સુપરસ્કેન સુરત સાથે સંકળાયેલા રેડિયોલોજિસ્ટ એવા ડૉ. નિપુન જિંદલ દ્વારા અભ્યાસ હેતુ માટે MRI ડેટા પ્રદાન કરવામાં આવ્યો હતો.
SCET ના વિદ્યાર્થીઓ દ્વારા બનાવેલ આ પ્રથમ પુરસ્કાર વિજેતા પ્રોજેક્ટનું નામ- “મેડિકલ ઇમેજ ટ્રાન્સલેશન” છે. આ પ્રોજેક્ટમાં MRI ઇમેજને એક પ્રકારની ઇમેજમાંથી બીજી પ્રકારની ઇમેજમાં અનુવાદિત કરવા માટે ડીપ લર્નિંગ ફ્રેમવર્કનો ઉપયોગ કરાય છે.
આ પ્રોજેક્ટ નો ફાયદો છે કે – આનાથી રેડિયોલોજિસ્ટના સંસાધનો અને સમય બચશે , દર્દીઓ માટે ખર્ચ ઓછો થશે , રેડિએશનની શરીર પરની અસર ઘટાડવામાં મદદ મળશે. આ પ્રોજેક્ટ ના કારણે -એમઆરઆઈ સ્કેનનો સમય ઓછો થશે અને જેથી ખર્ચો પણ ઓછો થશે, તદુપરાંત થોડા રીસોર્સીસ-સમયમાં – વધુ એમઆરઆઈ પરીક્ષણ થઇ શકશે. આ પ્રોજેક્ટ બાળકો માટે પણ ખુબ જ ફાયદાકારક રહેશે કારણ કે તે તેમના એમઆરઆઈ માટે જરૂરી રેડિએશન નો સમય ઘટાડશે.
ગેસ સિલિન્ડર બુક કરવાની પદ્ધતિ પણ આવતા મહિને એટલે કે 1લી નવેમ્બરથી બદલાશે. નવા નિયમ અનુસાર ગેસ બુકિંગ માટે ગ્રાહકોને તેમના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર એક OTP મોકલવામાં આવશે. ગેસ સિલિન્ડર ઘરે પહોંચાડનાર ડિલિવરી બોયને આ OTP જણાવવો પડશે. નવા સિલિન્ડરની ડિલિવરી પોલિસી હેઠળ ખોટા એડ્રેસ અને મોબાઈલ નંબર આપનાર ગ્રાહકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
BOB બેંક ઓફ બરોડાના ગ્રાહકોએ આપવો પડશે વધુ ચાર્જ
જો તમે બેંક ઓફ બરોડાના ગ્રાહક છો તો તમારી પાસેથી 1લી નવેમ્બરથી વિશેષ ચાર્જ લેવામાં આવશે. આવતા મહિનાથી, તમારે બેંકમાં પૈસા જમા કરવા અથવા ઉપાડવા માટે ચાર્જ ચૂકવવો પડશે. આ ચાર્જ મર્યાદાથી વધુ રકમ ઉપાડવા અથવા જમા કરાવવા પર લાગુ થશે. ગ્રાહકો 3 વખત સુધી ફ્રીમાં પૈસા જમા કરાવી શકશે, પરંતુ તે પછી તેમણે 40 રૂપિયા ચૂકવવા પડશે. તેમજ આ નિયમ જનધન ખાતા ધારકો પર લાગુ થશે નહીં. આ સિવાય પૈસા ઉપાડવા પર 100 રૂપિયા આપવા પડશે.
ટ્રેનોના ટાઈમ ટેબલમાં થશે મોટો ફેરફાર
ભારતીય રેલ્વેએ 1લી નવેમ્બરથી દેશભરની ટ્રેનોના સમયપત્રકમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. આ ફેરફાર કરવાનો નિર્ણય હકીકતમાં પહેલા જ કરી લેવામાં આવ્યો હતો. અગાઉ એવું નક્કી કરવામાં આવ્યું હતું કે 1 ઓક્ટોબરથી દેશભરની ટ્રેનોના ટાઈમ ટેબલમાં ફેરફાર કરવામાં આવશે, પરંતુ બાદમાં તેને વધારીને 1 નવેમ્બર કરવામાં આવ્યો હતો. લગભગ 13 હજાર પેસેન્જર ટ્રેનો અને 7 હજાર ગુડ્સ ટ્રેનોના ટાઈમ ટેબલમાં ફેરફાર કરવામાં આવ્યો છે. એટલું જ નહીં દેશની લગભગ 30 રાજધાની ટ્રેનોના સમયમાં પણ ફેરફાર થશે.
પહેલા પાકિસ્તાન અને હવે ન્યૂઝીલેન્ડ સામે હારીને વિરાટ કોહલીની ટીમ ICC T20 વર્લ્ડ કપમાંથી બહાર થવાની સ્થિતિ પર પહોંચી ગઈ છે. પહેલી મેચમાં ભારતીય ટીમ 10 વિકેટથી હારી હતી, ન્યૂઝીલેન્ડ સામે જીતની આશા હતી પરંતુ તેમા પણ આઠ વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે ટીમના કેપ્ટન કોહલીની કેપ્ટનશિપ પર સવાલ ઉઠ્યા છે.
બંને મેચમાં હારથી વિરાટ કોહલી દુઃખી છે. વિરાટ કોહલીએ કહ્યું હતું કે ‘આ અજીબ છે. મને નથી લાગતું કે અમે બેટિંગ અથવા બોલિંગથી અમારું સાહસ દેખાડી શક્યા. અમે વધારે રન નહોતા બનાવ્યા પરંતુ તેને બચાવવા માટે પણ સાહસની સાથે મેદાનમાં ઉતર્યા નહોતા’.
કોહલીએ આગળ કહ્યું હતું કે ‘જ્યારે તમે ભારતીય ક્રિકટ ટીમ સાથે રમો છો ત્યારે માત્ર ફેન્સ નહીં પરંતુ બાકીના પ્લેયર્સની પણ ઘણી અપેક્ષાઓ હોય છે. અપેક્ષા હંમેશા રહેશે અને આટલા વર્ષોથી અમે તેનો સામનો કરતા આવ્યા છીએ. ભારત માટે રમતા દરેક ખેલાડીને તેનો સામનો કરવો પડે છે’.
‘જ્યારે તમે એક ટીમ તરીકે રમો છો ત્યારે અપેક્ષાનું દબાણ નથી પડતું પરંતુ છેલ્લી બે મેચમાં અમે તેમ કરી શક્યા નહીં’, તેમ કોહલીએ ઉમેર્યું હતું. આ ટુર્નામેન્ટ બાદ ટી-20 ટીમની કેપ્ટનશિપ છોડી રહેલા કોહલીએ કહ્યું હતું કે ‘તમે ભારતીય ટીમ છો અને તમારા પાસેથી અપેક્ષા છે એટલે તમે એલગ રીતે ન રમી શકો. અમે ઠીક છીએ અને હજી આગળ ઘણી ક્રિકેટ મેચ રમવાની છે’.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.