Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાશે વિજ્ઞાન ભૈરવ કાર્યક્રમ, મોટા વરાછામાં સત્સંગ અને સુદર્શન ક્રિયાનું આયોજન
સુરત. આર્ટ ઓફ લિવિંગ સંસ્થાની સ્થાપનાને 40 વર્ષ પૂર્ણ થયાના અવસરે યોજાઈ રહેલા કાર્યક્રમોની શ્રૃંખલામાં આગામી 12 અને 13મી માર્ચના રોજ આર્ટ ઓફ લિવિંગ સુરત ચેપ્ટર દ્વારા ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર જી ના સાનિધ્યમાં વિજ્ઞાન ભૈરવ અને રત્નરાજ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે માહિતી આપતા આર્ટ ઓફ લિવિંગ સુરત ચેપ્ટર તરફ થી એપેક્ષ મેમ્બર હીરલભાઈ દેસાઈ અને યશેસ સ્વામી એ જણાવ્યું હતું કે આર્ટ ઓફ લિવિંગ દુનીયા ના 180 દેશોમાં ફેલાયેલી સંસ્થા છે અને કરોડો અનુયાયીઓ છે. વિશ્વ વિખ્યાત આધ્યાત્મિક ગુરૂદેવ શ્રી શ્રી રવિશંકર જી આ સંસ્થાનાં પ્રણેતા છે. ત્યારે આ સંસ્થાની સ્થાપનાને 40 વર્ષ પૂર્ણ થતાં વિશ્વ ભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. વિગતવાર ચર્ચા કરતા આર્ટ ઓફ લિવિંગ સ્ટેટ ટીચર કોડીનેટર બકુલભાઈ પટેલે જણાવ્યું કે આ અંતર્ગત ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર જી સુરતના આંગણે તેમના સાનિધ્યમાં 12મી માર્ચના રોજ વિજ્ઞાન ભૈરવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાનાર આ કાર્યક્રમમાં સ્વયં ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર જી ભગવાન શંકરે પાર્વતીજીને શીખવેલા 112 મેડિટેશન ટેકનિક કે જે ના આશીર્વાદ તરીકે આપી શકાય તે શીખવાડશે. અને જ્ઞાન વાણી આપશે. આ કાર્યક્રમ સવારે 10 થી 1 અને બપોરે 5 થી 8 વાગે એમ બે સેશનમાં યોજાશે. ત્યારબાદ આર્ટ ઓફ લિવિંગ ના મીડીયા કોડીનેટર દીનેશભાઈ ચૌધરી એ વધુ મા જણાવ્યું કે 13મી માર્ચના રોજ મોટા વરાછાના ગોપીનગામ ખાતે રત્નરાજ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે કાર્યક્રમ અંતર્ગત ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર જી નું સત્સંગ અને સુદર્શન ક્રિયા કાર્યક્રમ યોજાશે. જેમાં સુરતમાંથી એક લાખથી વધુ લોકો ઉપસ્થિત રહેશે. આ બન્ને કાર્યક્રમ મા સમગ્ર ગુજરાત માથી લોકો આવશે. તથા અત્રે ખાશ ઊલ્લેખનીય છે કે ગુરુદેવ ગુજરાત ની યાત્રા પર હોવાથી મોટા ભાગ ના ગુજરાતી કલાકાર મિત્રો ગુરુદેવ ને સાંભળવા આવશે અને બાકી ના પણ તમામ ક્ષેત્ર ના લોકો જોડાશે જેમકે ડોક્ટર્સ, ચાર્ટડ એકાઉન્ટન્ટ, એડવોકેટ્સ, બ્યુરોકેટ્સ, ટ્રષ્ટી, શિક્ષકો પણ જોડાશે. કાર્યક્રમ પહેલા આર્ટ ઓફ લીવીંગ ના સ્વયંસેવકો ની પુરા જોશ મા તૈયારીઓ. તેમજ 10 થી 16 માર્ચ સુધી ગુજરાતના પ્રવાસે છે. સમગ્ર ગુજરાત મા અલગ અલગ પ્રકાર ના વીવીધ કાર્યક્રમો.
15/02/23: આજથી જૂનાગઢ ખાતે પ્રસિદ્ધ મહાશિવરાત્રીના મેળનો પ્રારંભ થશે. જૂનાગઢમાં દર વર્ષે મહા વદ નોમથી તેરસ સુધી આ મેળાનું આયોજન કરવામાં આવે છે. તંત્ર દ્વારા આ માટે તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. આ મેળા માટે મુખ્યત્વે જવાબદારી હોય તે જ અધિકારી રજા પર ઉતર્યા છે. જુનાગઢ કલેક્ટર રચિત રાજ મેળા પ્રારંભ પૂર્વે જ રજા પર ઉતરતા મેળાના સંચાલનનો સમગ્ર ચાર્ટ ડીડીઓ મીરાંત પરીખના શિરે આવ્યો છે.
લાખો ભાવિકોના આગમન અને ભજન ભોજન ભક્તિના ત્રિવેણી સંગમ ગણાતા મહાશિવરાત્રીનો મેળો વિધિવત રીતે પ્રારંભ થશે. જેમાં ભવનાથ મહાદેવના મંદિરની ધજારોહણ સાથે મેળો શરુ કરવામાં આવશે. આ માટેની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે ભવનાથ તળેટીમાં સાધુ સંતોનું આગમન થઇ ગયું છે. આગામી 4 દિવસ સુધી ચાલનારા મેળામાં લાખો ભક્તો ઉમટશે. ભવનાથ મંદિરે ધ્વજારોહણ બાદ વિધિવત રીતે મેળાનો પ્રારંભ થશે. આ ઉપરાંત મંદિર બાદ ત્રણ અખાડામાં ધ્વજારોહણ થશે. ભવનાથમાં પરંપરાગત રવેડી બાદ સાધુ-સંતોના મૃગીકુંડમાં સ્નાન બાદ મહાશિવરાત્રિ મેળો પૂર્ણ થશે. મહાશિવરાત્રીના કારણે સોમનાથ મંદિર સહિત સમગ્ર સોરઠ પંથકમાં ભક્તિભાવ વાતાવરણ બની રહેશે.
શ્રદ્ધાળુઓને મહાશિવરાત્રીના મેળામાં જુદા-જુદા સ્થળોએથી આવવા માટે 173 મોટી બસ દડોવાશે. આ ઉપરાંત મેળામાં જવા માટે 56 મીની બસ સેવા પણ પ્રારંભ કરવામાં આવી હતી. બસ સેવાનો પ્રારંભ મેયર ગીતાબેન પરમાર અને ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા દ્વારા કરવામાં આવ્યો હતો.
ગિરનાર નેચર સફારી રહેશે બંધ
મહાશિવરાત્રીના મેળા દરમિયાન નેચર સફારી રહેશે બંધ. આગામી પાંચ દિવસ સુધી ગિરનાર સફારી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. વન વિભાગ સ્ટાફ મેળામાં વ્યસ્ત હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
ગયા શનિવાર તા.4 ફેબ્રુઆરીએ સાંજે રાજ્ય સરકારે એકાએક પરિપત્ર જાહેર કરીને તા.5મી ફેબ્રુઆરી 2023થી અમલમાં આવે એ રીતે જંત્રીના ભાવ આખા રાજ્યમાં બમણા કરી દેવાની જાહેરાત કરી હતી. બરાબર એક અઠવાડીયા પછી આજે શનિવાર, તા.11 ફેબ્રુઆરીએ સવારે એવા સમાચાર વાઇરલ થયા છે કે રાજ્ય સરકારે હવે જંત્રી બમણી કરવાના નિર્ણયનો અમલ હાલ તુરત (63 દિવસ માટે) મૌકૂફ રાખવાનો નિર્ણય જાહેર કરતા સાથે જણાવ્યું છે કે તા.15મી એપ્રિલ 2023થી અમલમાં આવે એ રીતે નવી જંત્રીનો અમલ શરૂ કરવામાં આવશે.
જાણકારો કહે છે કે ક્રેડાઇ ગુજરાત તથા બિલ્ડરોની અનેક સંસ્થા, સંગઠનોએ રાજ્ય સરકાર પર દબાણ કરતા સરકારે નવી જંત્રીના અમલમાં 63 દિવસની રાહત આપી છે. બિલ્ડરો માટે આ ઓક્સિજન સમાન છે. હવે આગામી 62 દિવસમાં બિલ્ડરોએ જે ખેલ કરવા હોય તે કરી લેવા પડશે.
આજે તા.11મી ફેબ્રુઆરીએ સવારથી રાજ્ય સરકારનો આ મેસેજ સોશ્યલ મિડીયામાં ખાસ્સો વાઇરલ થયો છે
જેઇઇ મેઇન્સ પેપર-1, ફેઝ-1 2023ની પરીક્ષાના જાહેર થયેલા પરીણામ બાદ હાલ કેટલાક કોચિંગ ક્લાસીસોના સંચાલકો પોતાના વિદ્યાર્થીઓ 90 પર્સન્ટાઇલથી વધુ માર્કસ લાવ્યા હોવાના ગુણગાન ગાઇ રહ્યા છે. હકીકતમાં વાલીઓ અને વિદ્યાર્થીઓએ સમજવું જોઇએ કે 90 પર્સન્ટાઇલ માર્ક આવે એ કોઇ ઉપયોગ સ્કોર નથી કે જે તમારી ઇચ્છિત બ્રાન્ચ કે કેમ્પસમાં પ્રવેશ અપાવી શકે. હકીકતમાં 95 પર્સન્ટાઇલ જેઇઇમાં આવ્યા પછી પણ કદાચ ટોપ ટેન કેમ્પસ કે કમ્પ્યુરની કોઇ બ્રાન્ચમાં એડમિશન મળવું અતિમુશ્કેલ છે.
કોચિંગ ક્લાસીસોવાળા ફક્ત પર્સન્ટાઇલ રેન્ક જાહેર કરે છે એવું કહેતા નથી કે એડમિશન ક્યાં મળશે, જેઇઇ એડવાન્સ માટે ક્વોલિફાય થવું એટલે એડમિશન મળી જવું એ માનવું ભૂલ ભરેલું છે
કોચિંગ ક્લાસીસોના સંચાલકો હવે પછીના વિદ્યાર્થીઓ અને વાલીઓને આકર્ષવા માટે 90 પર્સન્ટાઇલનો સ્કોર ધરાવતા વિદ્યાર્થીઓને પોસ્ટર બોય બનાવીને એક પ્રકારની જાળ બિછાવી રહ્યા છે.
અહીં વર્ષ 2022માં જેઇઇ મેઇન્સના રેન્કની સામે કેટલા પર્સન્ટાઇલ વિદ્યાર્થીઓએ મેળવ્યા હતા એ દુર્લભ ડેટા રજૂ કરવામાં આવ્યો છે જેના પરથી જાણી શકશો કે 95 પર્સનટાઇલ ધરાવતા વિદ્યાર્થીઓનો રેન્ક 45 હજારથી પણ ઉપર છે. આઇઆઇટી, એનઆઇટી, ત્રિપલ આઇટી બધુ મળીને આખા ભારતમાં 40 હજાર જેટલી સીટો ઉપલબ્ધ છે.
તુર્કીમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. નૂરદગીથી 23 કિમી દુર આ આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.8 માપવામાં આવી છે. જોકે, નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ ભૂકંપની તીવ્રતા 7.5 દર્શાવી હતી. હજુ સુધી ત્યાંથી કોઈપણ પ્રકારની જાનહાનિના કે નુકસાનના હાલ સુધી અહેવાલ મળ્યા નથી.
જીજેઇપીસી દ્વારા આગામી એપ્રિલમાં સુરતમાં ઇન્ટરનેશનલ બાયર્સ-સેલર્સ મીટ યોજાશે
નાણાં મંત્રી નિર્મલા સીતારમને યુનિયન બજેટમાં લેબગ્રોન ડાયમંડના વિકાસ અંગેનો કોલ આપતા જ સમગ્ર ભારતમાં લેબગ્રોન ડાયમંડના સૌથી મોટા ઉત્પાદક સુરતમાં લેબગ્રોન ડાયમંડ્સની ગતિવિધિઓ તેજ બની ગઇ છે. જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલની સુરત સ્થિત રિજિયોનલ ઓફિસ દ્વારા સુરતમાં આગામી તા.4 અને 5 એપ્રિલે લેબગ્રોન ડાયમંડના ટ્રેડિંગ માટે ઇન્ટરનેશનલ બાયર્સ એન્ડ સેલર્સ મીટનું આયોજન કર્યું છે.
વધુ માહિતી આપતા જીજેઇપીસીના રિજિયોનલ ચેરમેન વિજય માંગુકીયા, દિનેશ નાવડીયા, ગ્રીન લેબ્સના સ્મીત પટેલ, લેબગ્રોન એસોસીએશનના પ્રમુખ બાબુભાઇ વાઘાણી, જયંતિ સાવલિયા અને રજત વાણીએ જણાવ્યું હતું કે સુરતમાં સમગ્ર ભારતના સૌથી વધુ કુત્રિમ હીરા, લેબગ્રોન ડાયમંડ (સીવીડી)નું ઉત્પાદન થાય છે. મહિને સુરતમાં પાંચ લાખ કેરેટ જેટલા જંગી પ્રમાણમાં લેબગ્રોન ડાયમંડનું ઉત્પાદન થઇ રહ્યું છે. લેબગ્રોન ડાયમંડ એફોર્ડેબલ ડાયમંડ ગણાય છે અને સમગ્ર વિશ્વમાં તેની માગ વધી છે આથી જીજેઇપીસી દ્વારા આગામી તા.4 અને 5 એપ્રિલે સુરતમાં લેબગ્રોન ઇન્ટરનેશનલ બાયર્સ એન્ડ સેલર્સ મીટનું આયોજન કરવામાં આવ્યું છે. આ બાયર્સ સેલર્સ મીટમાં હીરા વેચનારા તમામ સુરતના જ ઉત્પાદકો હશે જ્યારે ખરીદારોમાં 50 ટકા ખરીદારો ઓસ્ટ્રેલિયા, અમેરીકા, યુરોપ, મિડલ ઇસ્ટ જેવા દેશોમાંથી ખાસ સુરત તેડાવાશે. જ્યારે 50 ટકા ખરીદારો ભારતના જુદા જુદા શહેરોમાંથી સુરત આવશે અને તેમની સામે સુરતમાં જ ઉત્પાદિત થયેલા લેબગ્રોન ડાયમંડનું વ્યૂઇંગ થશે.
વધુમાં લેબગ્રોન ડાયમંડના ઉત્પાદકો ઇચ્છે તો હાલમાં તેઓ બાયર્સ સેલર્સ મીટમાં પોતાનું રજિસ્ટ્રેશન જીજેઇપીસીમાં કરાવી શકે છે.
જીજેઇપીસીના રિજિયોનલ ચેરમેન વિજય માગુકીયાએ જણાવ્યું કે સમગ્ર ભારતમાં લેબગ્રોન ડાયમંડસના ટ્રેડિંગ માટે સૌથી પ્રથમ વખત ઇન્ટરનેશનલ બાયર્સ સેલર્સ મીટ યોજાઇ રહી છે અને એ સુરત શહેરમાં યોજાઇ રહી છે. આ માટે હાલમાં ઘનિષ્ઠ રીતે આયોજન કરવામાં આવી રહ્યું છે. વિદેશથી આવતા ખરીદારોને સુરતમાં બનેલા સારામાં સારા લેબગ્રોન રફ ડાયમંડ્સનો માલ જોવા અને ખરીદવા મળે તે પ્રકારનું આયોજન હાથ ધરવામાં આવી રહ્યું છે.
વાર ટુ વાર પેમેન્ટ સિસ્ટમનો અમલ કરવા વીવીંગ કારખાનેદારો મક્કમ
જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
સુરત શહેર અને આસપાસના વિસ્તારોમાં વિકસેલા ટેક્ષટાઇલ ઉદ્યોગની વેલ્યુ ચેઇનના મહત્વના અંગ ગણાતા વીવીંગ કારખાનેદારો, ગ્રે ઉત્પાદકોએ સ્વયંભુ નિર્ણય કર્યો છે કે આગામી તા.1લી માર્ચ 2023થી નવો પેમેન્ટ ધારો અમલી બનાવવો. વીવીંગ કારખાનેદારો જે દિવસે ગ્રે માલ કે ફેબ્રિક વેચશે એના 7 દિવસમાં ખરીદારે પેમેન્ટ (વાર ટુ વાર) ચૂકવવાનું રહેશે.
સુરતના વીવીંગ કારખાનેદારોના અનેક વ્હોટ્સએપ ગ્રુપોમાં હાલ આ મેસેજ ભારે વાઇરલ થયો છે. વીવીંગ કારખાનેદારોએ સ્વયંભુ નિર્ણય લઈ લીધો છે. કોઇ એસોસીએશન, સંગઠન નિર્ણય કરે એ પહેલા વીવીંગ કારખાનેદારોએ 7 દિવસની પેમેન્ટ સાઇકલનો નવો પેમેન્ટ ધારો અમલી બનાવવાનો નિર્ણય કરી દીધો છે.
આ અંગે વધુ માહિતી આપતા શહેરના જાણિતા વીવીંગ ઉદ્યોગ અગ્રણીએ જણાવ્યું હતું કે હાલના પેમેન્ટ ધારામાં ખરીદારોને 60થી 90 દિવસ આપવામાં આવે છે. જેમાં અનેક વીવીંગ કારખાનેદારોને કડવા અનુભવો થયા છે. અનેક પાર્ટીઓ ઉધારમાં માલ ખરીદ્યા બાદ પેમેન્ટ આપવાની વાત આવે ત્યારે ટૂકડે ટૂકડે પેમેન્ટ કરે છે જે વીવીંગ કારખાનેદારને કામ નથી આવતી, મોટી રકમ એક સાથે મળવાનો જે ફાયદો થાય તે વિસરી જાય છે. એથી વિશેષ અનેક પાર્ટીઓ વીવર્સ પાસેથી માલ ખરીદ્યે રાખીને છેલ્લા ઉઠમણાઓ કરીને ભાગી જાય છે.
લાંબા સમયની પેમેન્ટ સાઇકલને કારણે વીવીંગ કારખાનેદારોએ યાર્ન ખરીદી તેમજ અન્ય ડેઇલી ખર્ચાઓ માટે કાર્યશીલ મૂડીને જરૂર પડે છે અને તેણે બજારમાંથી ધિરાણ મેળવવું પડે છે. આવી અનેક સમસ્યાઓનું નિરાકરણ લાવવા માટે શહેરના હજારો વીવીંગ કારખાનેદારોએ સ્વયંભુ મૂહિમ ચલાવીને આગામી તા.1લી માર્ચ 2023થી સાત દિવસમાં પેમેન્ટનો નવો ધારો જાતે જ અમલી બનાવવાનો નિર્ણય કર્યો છે અને આ સંદેશો હાલમાં દરેકે દરેક વીવીંગ કારખાનેદાર સુધી પહોંચાડવામાં આવી રહ્યો છે.
વીવીંગ આગેવાને કહ્યું કે જેમણે માલ ખરીદવો હોય તેઓ ખરીદે પણ જે વિવર્સે નવો પેમેન્ટ ધારો અમલી બનાવ્યો છે એ સાત દિવસમાં પેમેન્ટ માગશે જ અને એ બાબત બિલિંગ સહિતના દસ્તાવેજ પર અંકિત કરી દેવામાં આવશે.
મુંબઇ સ્થિત અમેરિકાના કોન્સુલ જનરલ માઇક હેન્કી સહિતના ડેલીગેશને સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ખાતે ચેમ્બરના ઓફિસ બેરર્સ, ઉદ્યોગકારો તેમજ મહિલા સાહસિકો સાથે મિટીંગ કરી
મુંબઇ સ્થિત અમેરિકાના કોન્સુલ જનરલ માઇક હેન્કી સહિતના ડેલીગેશને બુધવાર, તા. ૧ ફેબ્રુઆરી ર૦ર૩ ના રોજ સાંજે ૭:૦૦ કલાકે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ખાતે ચેમ્બરના ઓફિસ બેરર્સ, ઉદ્યોગકારો તેમજ મહિલા સાહસિકો સાથે મિટીંગ કરી હતી. જેમાં ભારતમાં ખાસ કરીને સુરત સહિત દક્ષિણ ગુજરાતના વેપાર – ઉદ્યોગ સાથે અમેરિકાનો દ્વિપક્ષીય વેપાર વધારવા માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું કે દક્ષિણ ગુજરાત એ ભારતના એમએસએમઇ હબ તરીકે ઓળખાય છે, આથી એમએસએમઇમાં કલાયમેટ ચેન્જ અંગે અમેરિકાની કન્સલ્ટન્ટ કંપનીઓ માર્ગદર્શન આપી શકે તેમ છે. આ ઉપરાંત ભારતની કઇ કઇ પ્રોડકટ માટે અમેરિકામાં માર્કેટ છે તેની યાદી ચેમ્બરને આપવા તેમણે યુએસ કોન્સુલ જનરલને અનુરોધ કર્યો હતો.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સુરતના ઉદ્યોગકારોને ગ્લોબલી પ્લેટફોર્મ આપવાના હેતુથી ચેમ્બર દ્વારા આગામી એપ્રિલ અને મે – ર૦ર૩ માં અમેરિકાના ડલાસ અને એટલાન્ટા શહેરમાં ‘ઇન્ડિયા ફર્નિચર એન્ડ ડેકોર એક્ષ્પો’નું આયોજન કરાયું છે. તેમણે અમેરિકાના સૌથી મોટા હોટેલ એસોસીએશન આહોઆએ સુરત ખાતે ઉદ્યોગકારો સાથે કરેલી મિટીંગ વિષે પણ માહિતી આપી હતી.
અમેરિકાના કોન્સુલ જનરલ માઇક હેન્કીએ જણાવ્યું હતું કે, અમેરિકા હવે ભારત સાથે આર્થિક અને સામાજિક સંબંધો વિકસાવવાની દિશામાં આગળ વધી રહયું છે. ખાસ કરીને વેપાર ઉદ્યોગ માટે બંને દેશો એકબીજાને કેવી રીતે મદદરૂપ થઇ શકે છે ? તેના માટે પ્રયાસો થઇ રહયાં છે. બિઝનેસ ડેવલપમેન્ટ, વ્યકિતગત સંપર્કો અને સાંસ્કૃતિક સંબંધો વિકસાવવા તથા હયુમન ટ્રેઇનીંગ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી રહયાં છે. જેના ભાગ રૂપે તેઓ ભારતના જુદા–જુદા રાજ્યોમાં ઉદ્યોગ અગ્રણીઓ સાથે વાર્તાલાપ કરી રહયાં છે. અમેરિકામાં બિઝનેસ વધારવા માંગતા ઉદ્યોગકારોને તુરંત રિસ્પોન્સ આપવામાં આવે છે.
ઇકોનોમિક અને બિઝનેસ કલ્ચર ડેવલપ થાય તે રીતે યુએસ પોલિસી બનાવવામાં આવી છે. અન્ય દેશોના વિદ્યાર્થીઓ અમેરિકામાં અભ્યાસાર્થે આવે તેવી સિસ્ટમ ઉભી કરવામાં આવી છે. આ ઉપરાંત બિઝનેસ વીઝા, સ્ટુડન્ટ વીઝા અને મેરીટલ વીઝા ઉપર ફોકસ કરવામાં આવી રહયો છે. કલ્ચરલ કનેકશન માટે મહારાષ્ટ્ર, છત્તીસગઢ અને ગુજરાતના વિવિધ શહેરોની મુલાકાત લઇ રહયાં છે. ગુજરાતમાં વડોદરા અને હવે સુરતની મુલાકાત લીધી છે.
સુરત શહેર એ પ્રેકટીકલ બિઝનેસ કલ્ચર ધરાવે છે. અહીં કો–ઓપરેટીવ કલ્ચર જોવા મળ્યું છે. સુરતમાં મહિલા સાહસિકો જુદા–જુદા ઔદ્યોગિક સેકટરમાં તેઓનું યોગદાન આપી રહી છે. મહિલા સાહસિકોનું યોગદાન વધે તે હેતુથી પેકેજિંગ ઇન્ડસ્ટ્રી માટે અમેરિકાની કંપનીઓ દ્વારા ફાયનાન્સ પ્રોવાઇડ કરવામાં આવશે. અમેરિકામાં દક્ષિણ ગુજરાતના ઉદ્યોગકારો પોતાનો બિઝનેસ વધારી શકે તે દિશામાં ખાસ પ્રયાસ કરાશે. આ ઉપરાંત ઇલેકટ્રીકલ વ્હીકલ મોબિલિટી પ્લાન્ટના અમલીકરણ માટે પણ મદદ કરવા પ્રયાસ કરાશે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ભારતમાં બનતી ટેક્ષ્ટાઇલ અને જ્વેલરી પ્રોડકટ ડોમેસ્ટીક માર્કેટમાં વેચાઇ રહી છે પણ આ પ્રોડકટ્સ ગ્લોબલી માર્કેટને ધ્યાને લઇને બનાવી એક્ષ્પોર્ટ કરવામાં આવે. પશ્ચિમ બંગાળમાં કલાયમેટ ચેન્જ અંગે પેપ્સીકો કંપની દ્વારા બનાવવામાં આવેલો રિપોર્ટ તેઓ ચેમ્બર ઓફ કોમર્સને આપશે. સાથે જ અમેરિકાના માર્કેટ માટે ભારતીય પ્રોડકટની યાદી પણ તેઓ ચેમ્બરને આપશે. તેમણે કહયું કે, યુએન એન્વાયરમેન્ટ પ્રોગ્રામ માટે ચેમ્બર ઓફ કોમર્સના ટેક્ષ્ટાઇલ સંબંધિત સૂચનોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ગુજરાત ડેરી કો-ઓપરેટિવ અમૂલે તાત્કાલિક અસરથી મુંબઇ સહિત દેશના અન્ય રાજ્યોમાં દૂધ બનાવટો પર ભાવ વધારો લાગૂ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં હજુ ભાવ વધારાનો અમલ અંગે સ્પષ્ટતા કરવામાં આવી નથી. તાજા દૂધ પર રૂ. 3/લિટર સુધીના વધારાની જાહેરાત કરી છે. ગુજરાતમાં આ સમાચાર આજે તા.3 ફેબ્રુઆરીએ ભારે વાઇરલ થયા છે. લોકોમાં એવી ચર્ચા છે કે હાલ મુંબઇમાં ભાવ વધાર્યા છે પણ ટૂંક સમયમાં ગુજરાતમાં પણ ભાવ વધારાશે.
અમૂલ ગુજરાતમાં સૌથી મોટી ડેરી ગણાય છે અને અમૂલના ભાવ વધારા બાદ હવે ગુજરાતની નાની ડેરીઓ પણ પોતાના દૂધના ભાવ વધારશે અને સમગ્ર ગુજરાતની જનતાને હવે દૂધના ભાવોમાં તોતીંગ વધારો સહન કરવો પડે એ દિવસો દૂર નથી.
આ રિવિઝન પછી, અમૂલ ગોલ્ડની કિંમત 66 રૂપિયા પ્રતિ લિટર, અમૂલ તાઝાની કિંમત 54 રૂપિયા પ્રતિ 1 લિટર અને અમૂલ ગાયનું દૂધ 56 રૂપિયા પ્રતિ લિટર અને અમૂલ A2 ભેંસના દૂધની કિંમત હવે 70 રૂપિયા પ્રતિ લિટર થશે. ગુરુવારે એક નિવેદન.
અમૂલે છેલ્લે ઓક્ટોબરમાં તેના ભાવમાં 2 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કર્યો હતો.
અમૂલ દૂધની જુદી જુદી પ્રોડક્ટના ભાવો હવે આ મુજબ રહેશે
કેન્દ્રિય નાણાં મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરાયેલું બજેટ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી તથા ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટની દૃષ્ટિએ આવકારદાયક : ચેમ્બર
સીજીટીએમએસઇ સ્કીમ અંતર્ગત કોર્પસ ફંડમાં રૂપિયા નવ હજાર કરોડનું વધારાનું ફંડ ઉમેરવાની જાહેરાત, આ બાબતે એક ટકા ઇન્ટરેસ્ટ કોસ્ટ ઘટાડવામાં આવી છે, જે આવકારદાયક : ચેમ્બર પ્રમુખ હિમાંશુ બોડાવાલા
2023
સુરત. ભારતના કેન્દ્રિય નાણાં મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા બુધવાર, તા. ૧ ફેબ્રુઆરી ર૦ર૩ ના રોજ વર્ષ ર૦ર૩–ર૪ ના બજેટની જાહેરાત કરવામાં આવી હતી. આ બજેટને ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી તથા ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટની દૃષ્ટિએ એકંદરે સારું ગણાવ્યું હતું.
ચેમ્બરના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું કે, દેશના કેન્દ્રિય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે સપ્તૠષી બજેટ રજૂ કર્યું છે. બજેટમાં ખાસ કરીને ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ, એગ્રીકલ્ચર, ઇન્ડસ્ટ્રી એન્ડ એમ્પ્લોયમેન્ટ, રેલ્વેઝ, ગ્રીન ગ્રોથ, યુથ પાવર, ફાયનાન્શીયલ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. સૌથી વધારે ફોકસ ગ્રીન ગ્રોથ, યુથ પાવર અને સ્ટાર્ટ–અપ્સ પર કરવામાં આવ્યું છે. જેને કારણે રોજગારી વધશે.
નાણાં મંત્રી દ્વારા એમએસએમઇને રાહત થાય તેવી જાહેરાત કરાઇ છે. કોવિડના સમયમાં પ્રોજેકટ પૂર્ણ નહીં કરી શકનારી સરકારી કોન્ટ્રાકટ લેનારી એજન્સીઓ કે જેઓની સિકયોરિટી એનકેશ થઇ ગઇ હોય એવા એમએસએમઇ એકમોને ૯પ ટકા રિફંડ આપવાની જાહેરાત કરાઇ હતી. એમએસએમઇ સરકારી કોન્ટ્રાકટરો માટે વોલિએન્ટરી સેટલમેન્ટ સ્કીમની જાહેરાત કરાઇ હતી.
સીજીટીએમએસઇ સ્કીમ અંતર્ગત કોર્પસ ફંડમાં રૂપિયા નવ હજાર કરોડનું વધારાનું ફંડ ઉમેરવાની જાહેરાત કરાઇ છે, આથી આ સ્કીમ અંતર્ગત એમએસએમઇ ઉદ્યોગકારોને વાર્ષિક નવી રૂપિયા બે લાખ કરોડની લોન મળી શકશે. આ મામલે એક ટકા ઇન્ટરેસ્ટ કોસ્ટ ઘટાડવામાં આવી છે, જે અંગે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા લાંબા સમયથી એમએસએમઇ સેક્રેટરીને સતત રજૂઆતો કરાઇ હતી.
એમએસએમઇ સપ્લાયર્સને પેમેન્ટ આપ્યા બાદ જ સંબંધિત રકમના ખર્ચ તરીકે ઇન્કમ ટેક્ષમાં બાદ મળશે. આ જાહેરાતને પગલે એમએસએમઇ ઉદ્યોગકારોને સમયસર પેમેન્ટ મેળવવામાં સરળતા થઇ રહેશે. આ ઉપરાંત ટફ સ્કીમ અંતર્ગત રૂપિયા ૯૦૦ કરોડ ફાળવવામાં આવ્યા છે. જ્યારે એમએસઇસીડીપી સ્કીમ અંતર્ગત રૂપિયા ૧પ૦ કરોડની ફાળવણી કરાઇ છે.
હાલ લેબગ્રોન ડાયમંડ બનાવવા માટે સીડની આયાત કરવામાં આવે છે ત્યારે સીડનું ઉત્પાદન ભારતમાં થઇ શકે તે હેતુથી આઇઆઇટીને પાંચ વર્ષ માટે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટે ફંડ ફાળવવાની જાહેરાત કરાઇ હતી. તદુપરાંત સીડની આયાત ઉપર લાગતી કસ્ટમ ડયૂટી ઘટાડવાની જાહેરાત કરાઇ હતી.
યુવા ઉદ્યોગ સાહસિકો દ્વારા કૃષિ સ્ટાર્ટ–અપ્સને પ્રોત્સાહિત કરવા માટે એક એગ્રીકલ્ચર એકિસલરેટર ફંડની સ્થાપના કરવામાં આવશે. નવા સ્થપાતા સ્ટાર્ટ–અપને આગામી દસ વર્ષ માટે ઇન્કમ ટેક્ષનો લાભ આપવામાં આવે છે ત્યારે નવા સ્ટાર્ટ–અપ્સ સ્થપાવવા માટેની સમય મર્યાદા એક વર્ષ માટે વધારવામાં આવી છે. કો–ઓપરેટીવ મોડલમાં મેન્યુફેકચરીંગ કરતી સોસાયટીને કોન્સ્ટન્ટ રેટ ઓફ ઇન્કમ ટેક્ષ ૧પ ટકા આપવાની જાહેરાત કરાઇ છે.
બજેટમાં કરાયેલી જાહેરાત મુજબ સહકારી ક્ષેત્રે ખાંડ મંડળીઓની વર્ષો જૂની મુશ્કેલીનું નિરાકરણ આવ્યું છે. એસેસમેન્ટ ઇયર ર૦૧૬–૧૭ પહેલાં શેરડી ખરીદવા માટે થયેલા તમામ ખર્ચને ઇન્કમ ટેક્ષમાં ખર્ચ તરીકે ગણવામાં આવે તેવી જોગવાઇ કરાઇ છે. આવી રીતે રૂપિયા ૧૦ હજાર કરોડ જેટલી રાહત ખાંડ મંડળીઓને આપવામાં આવી છે. સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં સહકારી ક્ષેત્રે સૌથી વધુ મંડળીઓ આવેલી છે, ત્યારે ખાંડ મંડળીઓને ઘણી મોટી રાહત બજેટમાં કરાયેલી જાહેરાતથી થઇ છે.
દેશમાં ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ માટે રૂપિયા દસ લાખ કરોડના ખર્ચની જાહેરાત કરવામાં આવી છે. જેને કારણે જીડીપી ગ્રોથમાં વધારો થશે. દેશભરમાં વિવિધ રાજ્યોમાં પ૦ જેટલા નવા એરપોર્ટ ડેવલપ કરવામાં આવશે. જેમાં સુરત એરપોર્ટનો પણ સમાવેશ થાય એવી આશા છે. આ ઉપરાંત એન્વાયરમેન્ટ પ્રોટેકશનમાં સુધારો લાવવા સસ્ટેનેબલ પ્રોજેકટ માટે ઇન્સેન્ટીવ આપવામાં આવશે. ગ્રીન એનર્જી અને ગ્રીન ક્રેડીટ પ્રોગ્રામ માટે જાહેરાત કરાઇ છે.
નેશનલ ફાયનાન્શીયલ ઇન્ફોર્મેશન રજિસ્ટ્રી બનાવવામાં આવી છે. જેના થકી ક્રેડીટ ફલોમાં સુધારો થઇ શકશે. બેટરી સ્ટોરેજ સિસ્ટમવાળા ચાર ગીગાવોટ સુધી સ્થપાતા રિન્યુએબલ એનર્જીવાળા પ્રોજેકટ માટે વાયાબિલિટી ગેપ ફંડીંગની જાહેરાત કરાઇ છે. પાનકાર્ડને કોમન બિઝનેસ આઇડેન્ટીફાયર બનાવવામાં આવ્યું છે. ડીનેચરલ ઇથાઇલ આલ્કોહોલની બેઝીક કસ્ટમ ડયૂટીમાંથી એકઝમ્પ્શન આપ્યું છે.
નવી કર વ્યવસ્થામાં આવકવેરા મુકિત મર્યાદા વધારીને રૂપિયા ૭ લાખ કરવામાં આવી છે. કરદાતાઓને રૂપિયા ૩ લાખ સુધીની આવક પર કોઇ ટેક્ષ લાગશે નહીં. રૂપિયા ૩ થી ૬ લાખ સુધીની આવક પર કરદાતાઓને પ ટકા, રૂપિયા ૬ થી ૯ લાખ સુધીની આવક પર ૧૦ ટકા, રૂપિયા ૯ લાખથી ૧ર લાખ સુધીની આવક ઉપર ૧પ ટકા, રૂપિયા ૧ર થી ૧પ લાખ સુધીની આવક ઉપર ર૦ ટકા અને રૂપિયા ૧પ લાખથી વધુની આવક ઉપર ૩૦ ટકા ટેક્ષ લાગશે. ઇન્કમ ટેક્ષ રિબેટ વધારીને રૂપિયા ૭ લાખ કરવામાં આવી છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.