આધ્યાત્મિક Archives - CIA Live

June 18, 2019
rath2.png
1min50

નવી મોદી સરકારમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન બનેલા અમિત શાહ દર વર્ષની જેમ આ વર્ષે પણ અષાઢી બીજ નિમિત્તે નીકળનારી ભગવાન જગન્નાથની ૧૪૨મી રથયાત્રામાં મંગળા આરતીના દર્શન કરવા માટે બે દિવસ એટલે કે, ૩ અને ૪ જૂલાઈ ગુજરાતની મુલાકાતે આવશે. ૪ જુલાઈના રોજ અમિત શાહ ૧૭મી વખત મંગળા આરતીના દર્શન કરશે. ગાંધીનગર લોકસભા બેઠકના કાર્યકરો દ્વારા અમિત શાહનો અભિવાદન સમારોહ યોજવામાં આવશે. માત્ર એટલું જ નહીં, શાહ ગુજરાતની હાલની રાજકીય પરિસ્થિતિ અને રાજ્યસભાની બે બેઠકોની યોજાનારી ચૂંટણી અંગે પણ ભાજપના પ્રદેશ નેતાઓ સાથે બેઠક યોજશે. તેમના હસ્તે ઈન્કમટૅક્સ ચાર રસ્તા પર ૬૦ કરોડ રૂપિયાના ખર્ચે બનેલા નવા પુલનું લોકાર્પણ પણ કરવામાં આવશે. કેન્દ્રીય ગૃહ પ્રધાન તરીકે અમિત શાહનો આ પહેલો લોકાર્પણ કાર્યક્રમ હશે. તો સાથે જ ગાંધીનગર લોકસભા બેઠકના જનસંપર્ક કાર્યાલયનું પણ ઉદ્ઘાટન કરશે.

ભગવાન જગન્નાથની ૧૪૨મી જળયાત્રા મંદિરેથી સવારે જળયાત્રાની શોભાયાત્રા નીકળી હતી. શ્રૃંગાર કરેલા હાથીઓની સાથે બેન્ડવાજા ભજનમંડળી અને મોટીસંખ્યામાં ધજા પતાકા લઈને શ્રદ્ધાળુઓ જોડાયા હતા. શોભાયાત્રા સાબરમતી નદીના સોમનાથ ભૂદરના આરે ગંગા પૂજન બાદ ૧૦૮ કળશમાં જળ ભરવામાં આવ્યા હતા. નિજ મંદિરે આવ્યા બાદ સવારે ૧૦ વાગ્યે વિધિવત મહાજળાભિષેક કરવામાં આવ્યો હતો.ભગવાન તેમના મોસાળમાં આગામી ૧૪ દિવસ સુધી વિશ્રામ કરશે. હવે ભગવાન જગન્નાથજીના નિગ્રહના દર્શન જ થઈ શકશે. એટલે કે ભગવાનની પ્રતિમાના સ્થાને તેમના ફોટો મુક્વામાં આવશે. માન્યતા અનુસાર ભગવાન જગન્નાાથજી મામાને ઘેર ગયા હોવાથી તેમના દર્શન થઈ શકતા નથી. સાંજે પાંચ વાગ્યે સરસપુરના આંબેડકર હોલથી શોભાયાત્રાનું પ્રયાણ થયું હતું અને સાંજે છ વાગ્યે વાજતે ગાજતે અને રંગેચંગે ભગવાન જગન્નાથજી સરસપુરના રણછોડરાયજી મંદિર સ્થિત પોતાના મોસાળમાં પધરામણી કરી હતી.

June 16, 2019
jalyatra.jpg
1min70

શહેરમાં ભગવાન જગનાથજીની રથયાત્રા પૂર્વે જેઠ સુદ પૂનમને સોમવારે તા.17મી જૂને મંદિરથી ગજરાજોની સવારી સાથે સાબરમતી નદીના સોમનાથ ભૂદરના આરે ગંગાપૂજા માટે અને મંદિરમાં 108 કળશ જળ ભરી લાવી ભગવાનને જળાભિષેક કરવામાં આવશે. યાત્રામાં નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ, શહેર મેયર બીજલ પટેલ તેમ જ સાધુ સંતો ઉપરાંત મોટી સંખ્યામાં નગરજનો જોડાશે.

ગુજરાતના અમદાવાદમાં સૌથી મોટી ભગવાન જગન્નાથજીની રથયાત્રા આગામી તા.4થી જુલાઈને અષાઢી બીજનાં દિવસે નીકળવાની હોઈ તેની પૂર્વ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. અષાઢ મહિના બીજના દિવસે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બળભદ્ર સાથે 142મી રથયાત્રા કરીને નગરનું પરિભ્રમણ કરશે. ત્યારે અમદાવાદમાં રથયાત્રા પર્વનો એક અનેરું મહત્ત્વ છે. વર્ષમાં એકવાર બહેન સુભદ્રાજીના ભાઈ બળભદ્રજી અને જગતનો નાથ જગન્નાથજી શ્રદ્ધાધાળુઓને દર્શન આપવા મંદિરની બહાર નીકળીને અમદાવાદ શહેરના રસ્તાઓ પર નીકળે છે.

આ મહોત્સવ પૂર્વેનો અંતિ મહત્ત્વપૂર્ણ જળયાત્રા મહોત્સવ જેઢ સુદ પૂનમને તા. 17મી જૂનને સોમવારે જગનાથ મંદિરથી હજારો સાધુ સંતો ઉપરાંત ગજરાજો અને બેન્ડ બાજા અને ડીજેના નાદ સોથે શોભાયાત્રા મંદિરથી સાબરમતી નદીના સોમનાથ ભૂદરના આરે ગંગાપૂજન કરવા અને નદીએથી 108 કળશ જળ ભરી મંદિરે લાવી ભગવાન જગનાથજીની ષોડસોપચાર પૂજનવિધિ કરી મહાજલાભિષેક કરવામાં આવશે.

જલયાત્રામાં મોટી સંખ્યામાં સાધુ સંતો ઉપરાંત નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ શહેર મેયર બિજલ પટેલ સહિત શહેરના મોટી સંખ્યામાં લોકો જળયાત્રામાં હર્ષઉલ્લાસ સાથે જોડાશે.

June 8, 2019
modi-kerala-pti.jpg
1min230

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આજે તા.8મી જુન 2019ને શનિવારે કેરળના જાણીતા ગુરુવાયૂર કૃષ્ણ મંદિરમાં દર્શન કરવા પહોંચ્યા હતા.

modi in kerala માટે છબી પરિણામ

કેરળના મંદિરમાં વડાપ્રધાન શ્રી મોદીનો તુલાભાર વિધિ દ્વારા કરવામાં આવ્યો હતો. એવી જ રીતે ભાજપાના પાર્ટી સિમ્બોલ કમળના ફૂલોથી પણ તેમની તુલા કરવામાં આવી હતી.

મંદિરમાં પૂજા-અર્ચના માટે એક મુસ્લિમ ખેડૂત પરિવાર પાસેથી 112 કિલો કમળના ફૂલ ખરીદાયા હતા. ત્રિશૂરનું ગુરુવાયૂર મંદિર કેરળના સૌથી જાણીતા મંદિરોમાંથી એક છે.

 

એ પૂર્વે શ્રી મોદી કેરળ એરપોર્ટ ખાતે ઉતાર્યા હતા ત્યારે કેરળના ઉચ્ચાધિકારીઓ તેમજ સરકારના અધિકારીઓએ તેમનું સ્વાગત કર્યું હતું.

 

June 7, 2019
Sarla-Didi.jpg
1min100

ઓમ શાંતિ બ્રહ્માકુમારીઝના ગુજરાતના ડાયરેક્ટર અને ઝોનલ હેડ રાજયોગિની બ્રહ્માકુમારી સરલા દીદીનું ગુરુવારે તા.6 જુન 2019ના રોજ નિધન થયું છે. તેમનો પાર્શ્ર્વ દેહ સાંજે 5 કલાકથી 8 કલાક સુધી અમદાવાદના બ્રહ્માકુમારી, સુખ શાંતિ ભવન, ભૂલાભાઈ પાર્ક રોડ, કાંકરીયા અમદાવાદ ખાતે પુષ્પાંજલિ માટે રાખવામાં આવ્યો હતો.

તા.7 જુન 2019ને શુક્રવારે સવારે 6 કલાકે તેમના દેહને અમદાવાદથી માઉન્ટ આબુ ખાતે આવેલા બ્રહ્માકુમારીના મુખ્યાલય ખાતે અંતિમસંસ્કાર માટે લઈ જવામાં આવ્યો હતો. ત્યાં અંતિમ દર્શન માટે મૂકવામાં આવ્યો છે.

દરમિયાન મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને રાજ્યપાલ કોહલીએ બ્રહ્માકુમારીઝ ગુજરાત ઝોનના મુખ્ય સંચાલિકા રાજયોગિની સરલા દીદીના દુ:ખદ અવસાન અંગે ઘેરા શોકની લાગણી વ્યકત કરી શ્રદ્ધાંજલી પાઠવી હતી. બી. કે. સરલા દીદીને શ્રદ્ધાંજલી પાઠવતા જણાવ્યું છે કે, પ0 વર્ષથી તેઓએ બ્રહ્માકુમારીઝ સંસ્થાના ગુજરાતના વડા તરીકે સેવાઓ આપીને ત્યાગ, તપસ્યા, સેવામય વ્યક્તિત્વથી સંસ્થાના વિકાસમાં મહત્ત્વનું યોગદાન આપ્યુ હતું.

June 7, 2019
Pashupatinath-Temple-Nepal-1280x853.jpg
1min90

પાંચમી સદીના આ ટેમ્પલના ટ્રસ્ટ પાસે 9.276 કિલો સોનું, 316 કિલો ચાંદી અને 1.2 અબજ રૂપિયા રોકડા

નેપાળના જગવિખ્યાત પશુપતિનાથ ટેમ્પલ પાસે 9.276 કિલો સોનું, 316 કિલો ચાંદી અને 120 કરોડ રૂપિયા રોકડ રકમ છે. દેશના સૌથી પવિત્ર તથા સૌથી ધનિક ગણાતા આ હિન્દુ મંદિરની અસ્ક્યામતોના અભ્યાસ માટે રચવામાં આવેલી સમિતિ દ્વારા પહેલી જ વાર આ વિગતો વિશેનો અહેવાલ જાહેર કરવામાં આવ્યો હતો.

પશુપતિ એરિયા ડેવલપમેન્ટ ટ્રસ્ટ દ્વારા આ મંદિરની આવકની ચકાસણી માટે રચાયેલી તપાસ સમિતિના જણાવ્યા મુજબ સોના તથા ચાંદીના આ જથ્થાની આવક 1962થી 2018 સુધીના 56 વર્ષના સમયગાળાની છે. આ વિગતો ટ્રસ્ટના એક્ઝિક્યૂટિવ ડિરેકટર રમેશ ઉપરેટીએ આપી હોવાનું કઠમંડુના એક અખબારમાં જણાવાયું હતું.

પશુપતિનાથ (ભગવાન શિવ)ના આ મંદિરના 1.20 અબજ (120 કરોડ) રૂપિયા વિવિધ બૅન્કોમાં જમા કરાવેલા છે, જ્યારે આ ટ્રસ્ટ પાસે કુલ 3,667 રોપાનીસ (186 હેક્ટર) જમીન પણ છે.

સુપ્રીમ કોર્ટે 2009ની 24મી ડિસેમ્બરે આ મંદિરના સત્તાધીશોને તિજોરીઓ ન ખોલવાનો આદેશ આપ્યો હોવાથી મંદિરની અસ્ક્યામતો વિશેના અહેવાલમાં આ ખજાનાના ખરેખરા મૂલ્યનો સમાવેશ નથી કરાયો.

પાંચમી સદીમાં બનેલું પશુપતિનાથ મંદિર કઠમંડુનું સૌથી જૂનું મંદિર છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા તેમના પ્રધાનમંડળના કેટલાક સાથીઓએ નેપાળના પ્રવાસ દરમિયાન આ મંદિરની મુલાકાત લીધી હતી.

ટ્રસ્ટ પાસે જેટલી રજિસ્ટર્ડ જમીન છે એમાંથી 1,161 રોપાનીસ (59 હેક્ટર) જમીન ત્રિભુવન ઇન્ટરનેશનલ ઍરપોર્ટ તથા ગૉલ્ફ કોર્સ માટે 99 વર્ષના પટ્ટે (વાર્ષિક 50 લાખ રૂપિયાના ભાડા પર) આપવામાં આવી છે. એ જ પ્રમાણે, ટ્રસ્ટ દ્વારા 17 રોપાનીસ જમીન બૌદ્ધા ખાતેની ફાઇવ-સ્ટાર હોટેલ હયાત રિજન્સીને લીઝ પર આપવામાં આવી છે.

June 5, 2019
eid.jpg
1min150

દેશભરમાં  આજે બુધવારે, તા.5મી જુન 2019ના રોજ ઈદનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે. તા.4 જુન મંગળવારની પૂર્વ સંધ્યાએ ઈદનો ચાંદ દેખાયો હતો અને અનેક સ્થળોએ ચાંદ દેખાયો હોવાની ગવાહી મળતા આજે ભારતભરમાં ઇદ ઉલ ફિત્ર તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે. મુસ્લિમ બિરાદરો, પરિવારોમાં હર્ષોલ્લાસભેર ઇદની ઉજવણી થઇ રહી છે.

Eid ul fitr 2019 માટે છબી પરિણામ

આજે સવારથી જ અલ્લાહની બંદગી, નમાઝ અદા કર્યા બાદ મુસ્લિમ બિરાદરો એકબીજાને ગળે મળીને શુભેચ્છાઓ પાઠવતા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

મસ્જિદોમાં આજે ઇદની નમાઝ દરમિયાન શાંતિ અને સમૃદ્ધિની દુઆ માગવામાં આવી રહી છે.

વર્ષમાં બે વખત ઈદ મનાવવામાં આવે છે. આ ઈદને ઈદ-ઉલ-ફિત્ર ના નામથી ઓળખવામાં આવે છે જ્યારે બીજી ઈદ ઈદ-ઉલ-અઝહા અથવા બકરીઇદ ગણાય છે.

રમઝાનનો મુકદ્દસ માસ ખતમ થયા બાદ ઈદ-ઉલ-ફિત્ર મનાવવામાં આવે છે. આ દિવસે મીઠાં પકવાન અને ખાસ કરીને સેવૈયા બનાવવામાં આવે છે. સાઉદી અરબમાં એક દિવસ પહેલા જ ચાંદ દેખાયો હતો. ત્યાં 4 જૂનના રોજ ઈદ ઉજવવામાં આવી હતી.

May 18, 2019
modi_kedardham.jpg
1min640

આજે શનિવારે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તરાખંડના પ્રસિદ્ધ જ્યોતિર્લિંગ કેદારનાથ પહોંચ્યા છે. ચૂંટણી સભાઓમાંથી વિરામ મળતાની સાથે જ તેઓ ચારધામ પૈકી કેદારનાથ અને બદરીનાથના દર્શને ઉપડ્યા છે. આજે કેદારનાથ પહોંચેલા વડાપ્રધાનની મુલાકાતને લઇને અહીં ટાઇટ સિક્યુરિટી તૈનાત કરવામાં આવી છે.

વડાપ્રધાન મોદીની ઉત્તરાખંડની બે દિવસની મુલાકાતને પગલે સુરક્ષા બંદોબસ્ત ચુસ્ત ગોઠવવામાં આવ્યો છે. ઉત્તરાખંડના પોલીસ મહાનિર્દેશક અશોક કુમારે તૈનાત પોલીસ અધિકારીઓ તેમજ કર્મચારીઓને ડ્યૂટી દરમિયાન મોબાઈલ ફોનનો વધુ ઉપયોગ ટાળવા જણાવ્યું છે.

નરેન્દ્ર મોદીએ કેદારધામ પહોંચીને મંદિરમાં પ્રવેશ કરીને શિવપૂજા કરી હતી. આવતીકાલ રવિવારે રવિવારે મોદી બદ્રીનાથના દર્શન કરશે.

વડાપ્રધાન કાર્યાલયે આ અંગેની માહિતી ચૂંટણી પંચને પણ આપી હતી. આયોગે જણાવ્યું હતું કે મોદીની આ યાત્રાથી કોઈ વાંધો નથી. આ વર્ષે કેદારનાથ ધામના કપાટ 9મી મેના રોજ ખોલવામાં આવ્યા હતા. કેદારનાથ યાત્રાના રસ્તામાં 300થી વધુ ટેન્ટ લગાવવામાં આવ્યા છે. બદ્રીનાથના કપાસ 10મેના ખોલવામાં આવ્યા હતા.

ચૂંટણી પંચના અધિકારીના જણાવ્યા મુજબ, ‘વડાપ્રધાનની આ સત્તાવાર મુલાકાત છે, જો કે હજુ આચારસંહિતા લાગુ હોવાનું પીએમઓને યાદ કરાવ્યું છે.’

અમિત શાહ પરિવાર સમેત સોમનાથ પહોંચ્યા

બીજી તરફ ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પરિવાર સમેત ગુજરાતના જ્યોતિર્રલિંગ સોમના મહાદેવ પહોંચ્યા હતા અને ત્યાં પૂજા અર્ચના કરી હતી.

શનિવારે અમિત શાહે તેમના પત્ની, પુત્ર, પુત્રવધુ અને પૌત્રી સહિત પરિવારજનો સાથે સોમનાથ દાદાના દર્શન કર્યા હતા તેમજ વિશેષ પૂજા કરી હતી. લોકસભા ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત પડ્યા બાદ ભાજપ અધ્યક્ષે હોમ સ્ટેટમાં સોમનાથ દાદાના દર્શનનો લાભ લીધો હતો. સહ પરિવાર તેમણે સોમનાથ દાદાની અભિષેક પૂજા અર્ચના કરી હતી.

શનિવારે સવારે ભાજપ અધ્યક્ષ તેમના પરિવાર સાથે સૌપ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ પહોંચ્યા હતા અને ત્યાં તેમણે ભોળાનાથને શીશ ઝુકાવી પૂજા કરી હતી.

May 10, 2019
ayodhya.jpg
1min380

સર્વોચ્ચ અદાલતે અયોધ્યાના રામ જન્મભૂમિ – બાબરી મસ્જિદ જમીન વિવાદ કેસમાં મધ્યસ્થી કરીને સુલેહસંપવાળો ઉકેલ શોધવા માટે રચેલી 3 સભ્યની સમિતિએ તાજેતરમાં પોતાનો વચગાળાનો અહેવાલ બંધ કવરમાં સુપરત કર્યો તે પછી આ અદાલત શુક્રવારે કેસની સુનાવણી કરવાની છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે સર્વોચ્ચ અદાલતની રજિસ્ટ્રીને છઠ્ઠી મેએ બંધ કવરમાં વચગાળાનો અહેવાલ સુપરત કરાયો હતો અને આ કેસની સુનાવણી શુક્રવારે રખાઇ છે.

અગાઉ, સર્વોચ્ચ અદાલતે અયોધ્યા વિવાદનો સુલેહસંપવાળો ઉકેલ લાવવા માટે 3 સભ્યની બનેલી સમિતિ રચી હતી.

મધ્યસ્થીની સમિતિમાં સર્વોચ્ચ અદાલતના ભૂતપૂર્વ ન્યાયાધીશ એફ. એમ. આઇ. કલિફુલ્લા, આધ્યાત્મિક ધર્મગુરુ અને આર્ટ ઑફ લિવિંગના સ્થાપક શ્રી શ્રી રવિશંકર અને વરિષ્ઠ વકીલ શ્રીરામ પાંચુનો સમાવેશ થાય છે.

કેસની સુનાવણી કરતી પાંચ ન્યાયાધીશની બંધારણીય બૅન્ચમાં રંજન ગોગોઇ, એસ. એ. બોબડે, ડી. વાય. ચંદ્રચુડ, અશોક ભૂષણ અને એસ. અબ્દુલ નાઝીરનો સમાવેશ થાય છે.

સર્વોચ્ચ અદાલતે આ કેસ મધ્યસ્થીઓને સોંપ્યો તે પછી સૌપ્રથમ વખત સુનાવણી કરવાની છે.

સર્વોચ્ચ અદાલતે મધ્યસ્થીઓની સમિતિને બંધબારણે કાર્યવાહી હાથ ધરીને આઠ અઠવાડિયાંમાં પોતાની કામગીરી પૂરી કરવાનો હુકમ કર્યો હતો.

નિર્મોહી અખાડા સિવાયના હિંદુ સંગઠનોએ મધ્યસ્થીઓની સમિતિ રચવાનો વિરોધ કર્યો હતો, જ્યારે મુસ્લિમ સંગઠનોએ તેને આવકાર આપ્યો હતો.

હિંદુ સંગઠનોએ જણાવ્યું હતું કે આ કિસ્સામાં મધ્યસ્થી દ્વારા ઉકેલ લાવવામાં અગાઉ પણ નિષ્ફળતા મળી હોવાથી ફરી તે પ્રક્રિયા શરૂ કરવાનો અર્થ નથી.

May 8, 2019
char_dham.jpg
1min470

ગઢવાલ હિમાલયમાં 7 May મંગળવારે અક્ષય તૃતીયાના પવિત્ર દિવસે ચારધામ યાત્રાનો પ્રારંભ થઇ ગયો છે અને ઉત્તરકાશીના ગંગોત્રી તથા યમનોત્રીના પવિત્રધામને વૈદિક સ્તોત્રોચ્ચાર સાથે ખુલ્લાં મૂકવામાં આવ્યા હતા. વહીવટી અને મંદિર સમિતિના અધિકારીઓ અને હજારો યાત્રાળુઓની હાજરીમાં ગંગોત્રી ધામના દ્વાર સવારે 11.30 કલાકે અને યમનોત્રી ધામના દ્વાર બપોરે 1.15 કલાકે ખુલ્લાં મૂકવામાં આવ્યાં હતાં.

દ્વાર ખોલવાના સમારંભની શરૂઆત થઇ તે પહેલાં દેવી ગંગા અને યમુનાની મૂર્તિઓ તેમના શિયાળુ ઘર અનુક્રમે મુખબા અને ખરસાલીથી લાવવામાં આવી હતી. આ બંને યાત્રાધામના દ્વાર ખુલવાની સાથે જ હિંદુઓના પવિત્ર ચારધામની યાત્રાનો પ્રારંભ થયો છે. દેશવિદેશના લાખો યાત્રાળુઓ દર વર્ષે અહીં યાત્રા માટે ઊમટે છે.

ચારધામમાં ચાર પવિત્ર સ્થળની યાત્રા કરવામાં આવે છે, જેમાં યમનોત્રીથી શરૂ કરી ગંગોત્રી અને છેલ્લે કેદારનાથ અને બદ્રીનાથના દર્શન કરવામાં આવે છે. ગઢવાલ હિમાલયનું અર્થતંત્ર ચારધામ યાત્રા પર નભે છે. કેદારનાથ ધામના દ્વાર નવમી મેના રોજ અને બદ્રીનાથના દ્વાર દસમી મેના રોજ ખોલવામાં આવશે. ઑક્ટોબર-નવેમ્બરમાં ભારે બરફવર્ષાને કારણે ચારધામને બંધ કરી દેવામાં આવે છે.

May 7, 2019
Gadhda-Swaminarayan-Temple.jpg
1min360

જાણીતા એવા ગઢડા સ્વામીના મંદિર ટ્રસ્ટની ગઇકાલે રવિવારે યોજાયેલી ચૂંટણી બાદ આજે થયેલી મતગણતરીમાં આચાર્ય પક્ષના એસ.પી. સ્વામીના જૂથની પેનલનો પરાજય થતા તેમના 13 વર્ષના શાસનનો અંત આવ્યો હતો. આચાર્ય અને દેવ પક્ષની પેનલોમાં દેવ પક્ષનો વિજય થયો હતો. ચૂંટણી પરિણામ જાહેર થતા જ દેવ પક્ષ દ્વારા તેની ઉજવણી કરવામાં આવી હતી જ્યારે આચાર્ય પક્ષ દ્વારા મતગણતરી અને મતદાનની બાબતોએ વાંધા ઊઠાવાયાં હતા.

ગઢડાના શ્રી ગોપીનાથજી મંદિરના વહીવટ કરતા આચાર્ય પક્ષ સામે દેવ પક્ષના ચાર ઉમેદવારની જીત થઈ છે. એટલે કે કુલ 6 બેઠકમાંથી 4 બેઠક પર દેવ પક્ષના ઉમેદવાર પેનલની જીત થઈ હતી. દરમિયાન આચાર્યપક્ષના એસ.પી. સ્વામીએ ચૂંટણીના પરિણામ પર પ્રશ્ર્ન ઉઠાવતા કહ્યું હતું કે, મતગણતરી શંકાસ્પદ રીતે યોજવામાં આવી છે. અમને પરિણામની કોપી પણ નથી આપવામાં આવી. અને ફરીથી કોર્ટમાં જવાની વિચારણા કરી રહ્યાં છીએ. ગૃહસ્થની 4માંથી એક સીટ પર અમારી જીત થઈ છે.

ગઢડા સ્વામીનારાયણ મંદિર ટ્રસ્ટ પર દેવ પક્ષની જીતના પરિણામ બાદ રાકેશ પ્રસાદનું સમર્થન મજબૂત થશે, અને આચાર્ય અજેન્દ્રપ્રસાદને ફરી આચાર્ય બનવું મુશ્કેલ થશે. દેવ પક્ષના નૌતમ સ્વામીનું કદ વધશે. દેવ પક્ષની જીતથી આચાર્યપક્ષે બે મંદિરો પરથી સત્તા ગુમાવવી પડશે. વડતાલ તાબાના ત્રણ મંદિરમાંથી બે મંદિર પર દેવ પક્ષનો કબજો થશે. જ્યારે આચાર્ય પક્ષની સત્તા માત્ર જૂનાગઢ મંદિર પર સીમિત થશે.

બીજી બાજુ પોલીસ-હરિભક્તો વચ્ચે ઉગ્ર બોલાચાલી મતગણતરી શરૂ થયા બાદ પોલીસ અને હરિભક્તો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. સુરક્ષાને ધ્યાનમાં લઈને પોલીસે મત ગણતરી કેન્દ્ર નજીક એકઠા થયેલા હરિભક્તોને દૂર ખસેડ્યા હતા. આ સમયે પોલીસ અને હરિભક્તો વચ્ચે બોલાચાલી થઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, મંદિરની ચૂંટણીને લઈને છેલ્લા દશકાથી વિવાદ ચાલી રહ્યો હતો. જે બાદમાં સુપ્રીમ કોર્ટે આદેશ કરતા હાઇ કોર્ટના નિવૃત્ત જજની દેખરેખ હેઠળ ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં સાધુ અને પાર્ષદ તથા ગૃહસ્થ વિભાગની 4 બેઠક સહિત કુલ 6 બેઠક માટે હાલના શાસક આચાર્ય પક્ષ અને વિરોધમાં દેવ પક્ષ વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. રવિવારે ગઢડા (સ્વામીના) ટેમ્પલ બોર્ડની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ. ચૂંટણી બાદ મતગણતરી યોજવામાં આવી હતી, જેનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું હતું. ચૂંટણીમાં સાધુ વિભાગમાં 95 ટકા, પાર્ષદ વિભાગમાં 98 ટકા અને ગૃહસ્થ વિભાગમાં 65થી 70 ટકા મતદાન થયું હતું