CIA ALERT

sgcci Archives - CIA Live

February 27, 2026
image-30-1280x853.png
5min75

આફ્રિકન દેશ ઘાનાની એક સપ્તાહની મુલાકાત બાદ સુરત પરત ફરેલા સુરતના ઉદ્યોગકારોને ઘાના દેશમાં ચોખા સપ્લાયથી લઇને ફેરી સર્વિસ શરૂ કરવા તેમજ ટેક્ષટાઇલ મશીનરીના વેચાણથી લઇને સોનાના ટ્રેડીંગ સુધીના ક્ષેત્રોમાં વ્યાપારની અનેક તકો માટે મહત્વની લીડ મળી હોવાનું જણાવ્યું હતું. સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના નેજા હેઠળ ઘાના ગયેલા સુરતના 13 ઉદ્યોગકારોના ડેલિગેશને જણાવ્યું કે આફ્રિકા ખંડમાં આવેલા 54 દેશો સુધી પહોંચવા માટે ઘાના મહત્વનો ગેટ-વે સાબિત થઇ શકે તેમ છે.

સુરતના ઉદ્યોગપતિઓને ડેલિગેશનને લઇને ઘાના ગયેલા ચેમ્બર ઓફ કોમર્સના વાઇસ પ્રેસિડેન્ટ અશોક જીરાવાલાએ જણાવ્યું હતું કે મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ દ્વિપક્ષીય વેપાર સંબંધોને વધુ મજબૂત બનાવવાનો, નવા રોકાણની તકો શોધવાનો અને વૈશ્વિક સ્તરે વ્યાપારિક સહકારને પ્રોત્સાહન આપવાનો હતો. સુરતના ઉદ્યોગપતિઓને ઘાનામાં ઇજનેરી, ટેક્સટાઇલ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, વોટર ટ્રીટમેન્ટ, ફાર્માસ્યુટિકલ્સ, સોના અને હીરા, ઓટોમોબાઇલ, હેવી માઇનિંગ ઇક્વિપમેન્ટ, આઈસીટી (ICT) અને હાઇજીન પ્રોડક્ટ્સ જેવા વિવિધ ક્ષેત્રોમાં વ્યાપારની મહત્વની લીડ મળી છે અને હવે તેના પર બન્ને દેશોના પ્રતિનિધિઓ વચ્ચે વ્યાપારને અંતિમ ચરણમાં લઇ જવા સુધીની વાટાઘાટો શરૂ થઇ છે.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રેસિડેન્ટ નિખિલ મદ્રાસીએ જણાવ્યું કે ચેમ્બર ઓફ કોમર્સની આ ટૂરને પગલે ભારત અને આફ્રિકાના આ બંને દેશો સાથે વેપાર અને રોકાણના નવા માર્ગો ખુલશે તથા સુરત અને દક્ષિણ ગુજરાતના ઉદ્યોગોને આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ તકો પ્રાપ્ત થશે. આ તમામ ઉદ્યોગપતિઓ અને પ્રતિનિધિઓ વિવિધ ઉદ્યોગ ક્ષેત્રોમાં કાર્યરત છે અને તેઓએ આ આંતરરાષ્ટ્રીય ડેલિગેશનમાં ભાગ લઈને વૈશ્વિક સ્તરે વેપાર અને રોકાણની નવી તકો શોધવાનો પ્રયાસ કર્યો હતો. 

ઘાના ટૂરમાં જોડાયેલા સુરતના ઉદ્યોગપતિઓ ઉદ્યોગપતિઓમાં શૈલેષ બાબુભાઇ ઢોલા, મયુર અગ્રવાલ, વિકાસ સુરેન્દ્ર ગડિયા, અક્ષર મિયાની અને હાર્દિક વસાની, જૈનમ શાહ, હેમલતા લોહાર, વિનોદરાય વત્સભાઇ રન્ક અને ચિંતન અરવિંદભાઈ રન્ક, વરૂણ કોન્ટ્રાકટર, લાલજીભાઇ કથિરિયા અને દેવ બાબરિયા અને રાજબહાદુર શર્માનો સમાવેશ થાય છે.

આ ઉદ્યોગપતિઓ ઇજનેરી, ટેક્સટાઇલ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, વોટર ટ્રીટમેન્ટ, ફાર્માસ્યુટિકલ્સ, સોના અને હીરા, ઓટોમોબાઇલ, હેવી માઇનિંગ ઇક્વિપમેન્ટ, આઈસીટી (ICT) અને હાઇજીન પ્રોડક્ટ્સ જેવા વિવિધ ક્ષેત્રોમાંથી જોડાયેલા હતા. આ મુલાકાતને કારણે ભારત અને આફ્રિકાના આ બંને દેશો સાથે વેપાર અને રોકાણના નવા માર્ગો ખુલશે તથા સુરત અને દક્ષિણ ગુજરાતના ઉદ્યોગોને આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ તકો પ્રાપ્ત થશે. આ તમામ ઉદ્યોગપતિઓ અને પ્રતિનિધિઓ વિવિધ ઉદ્યોગ ક્ષેત્રોમાં કાર્યરત છે અને તેઓએ આ આંતરરાષ્ટ્રીય ડેલિગેશનમાં ભાગ લઈને વૈશ્વિક સ્તરે વેપાર અને રોકાણની નવી તકો શોધવાનો પ્રયાસ કર્યો હતો.

કોનંગો મુલાકાત – 16 ફેબ્રુઆરી 2026 (DAY 01)

ચેમ્બરના પ્રતિનિધિમંડળની પ્રથમ મુલાકાત ઘાનાના કોનંગો શહેરમાં યોજાઈ હતી, જ્યાં Ebenezer Ekow Aidoo, મેયર – Asante Akim Central Municipal Assembly સાથે મુલાકાત યોજાઈ હતી. આ મુલાકાત દરમિયાન મેયર કચેરી અને બે રોયલ કચેરીઓ (સત્તાધિકારીઓ) સાથે આવક, રોકાણ અને જાહેર કલ્યાણ તેમજ જમીન ફાળવણી, જાળવણી અને લેન્ડ બેંક વિકાસ સંદર્ભે ચર્ચા થઇ હતી. ચેમ્બરના પ્રતિનિધિમંડળે પ્રોવિન્શિયલ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસની પણ મુલાકાત લીધી હતી.

ચેમ્બરના ઉપપ્રમુખ શ્રી અશોક જીરાવાલાએ દક્ષિણ ગુજરાત અને ભારતના મજબૂત ઉદ્યોગ માળખા તથા બિઝનેસ ઇકોસિસ્ટમ વિશે માહિતી આપી હતી. મ્યુનિસિપલ નેતૃત્વ દ્વારા ચેમ્બરના પ્રતિનિધિમંડળે રોકાણકારોની સુરક્ષા, વ્યવસાય કરવા માટે સરળ પ્રક્રિયા (Ease of Doing Business), માઇનિંગ અને કૃષિ ક્ષેત્રે મજબૂત સહકાર આપવાની ખાત્રી આપવામાં આવી હતી. મેયર Ebenezer Ekow Aidooએ સુરત શહેર સાથે “ટ્વિન સિટી એગ્રીમેન્ટ” કરવાની પ્રસ્તાવના મૂકી હતી.

કોનંગો ઇન્વેસ્ટમેન્ટ ફોરમ

મેયર કચેરી દ્વારા ઇન્વેસ્ટમેન્ટ ફોરમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પ્રતિનિધિમંડળના સન્માન સ્વરૂપે માનનીય સાંસદ દ્વારા 50 સ્થાનિક મહિલાઓને સ્વરોજગાર માટે સિલાઈ મશીનો, હેર ડ્રાયર્સ, દોરા (યાર્ન) અને જરૂરી સાધનો આપવામાં આવ્યા હતા. ઉપરાંત, Kwame Anyimadu-Antwi, સભ્ય સંસદ દ્વારા ભવિષ્યમાં સહકાર આપવા વિશ્વાસ આપવામાં આવ્યો હતો. ચીફ ઇમિગ્રેશન ઓફિસર (વીસા અને રહેણાંક સુવિધા) તથા ચીફ ઓફ પોલીસ (સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા અંગે ખાત્રી) સાથે પણ ચર્ચાઓ યોજાઈ હતી.

કુમાસી મુલાકાત

ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિમંડળે કુમાસી પ્રમુખ તથા અન્ય હોદ્દેદારો સાથે મુલાકાત કરી હતી. આ બેઠકમાં 20થી વધુ સ્થાનિક ઉદ્યોગપતિઓ અને વ્યાપારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. મુલાકાત દરમિયાન B2B (બિઝનેસ-ટુ-બિઝનેસ) બેઠકો યોજાઈ હતી, જેમાં બંને પક્ષે વ્યવસાયિક તકો અંગે સીધી ચર્ચા થઇ હતી. બંને ચેમ્બર ઓફ કોમર્સ વચ્ચે ભવિષ્યમાં સહકાર વધારવા માટે સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કરવાની સંમતિ આપવામાં આવી હતી.

અક્રા ખાતે બેઠકો – 17 ફેબ્રુઆરી 2026 (DAY 02)

ઘાનાની રાજધાની અક્રામાં Ghana Free Zones Authority (GFZA) ના વરિષ્ઠ અધિકારીઓની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી, જેમાં SGCCIના ઉપપ્રમુખ શ્રી અશોક જીરાવાલા પણ હાજર રહ્યા હતા.

આ બેઠકમાં મુખ્ય સરકારી સંસ્થાઓના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો, જેમાં ઘાના ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન સેન્ટર ના પ્રતિનિધિ, ફુડ એન્ડ ડ્રગ્સ ઓથોરિટી (FDA)ના પ્રતિનિધિ, ઘાના રેવન્યુ ઓથોરિટીના પ્રતિનિધિ, મિનિસ્ટ્રી ઓફ હેલ્થના પ્રતિનિધિ, મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટના પ્રતિનિધિ, ગોલ્ડ બોર્ડના ડેપ્યુટી ડિરેકટર, ઘાના એગ્રીકલ્ચર બોર્ડના ડિરેકટર, ઘાના ઇમીગ્રેશન વિભાગના ડિરેકટર અને ઇન્ફ્રા એન્ડ પોર્ટ ડેવલપમેન્ટના ડેપ્યુટી ડિરેકટરનો સમાવેશ થાય છે. આ બેઠકમાં રોકાણ ઝોન (Investment Zones) અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. ગોલ્ડ ટ્રેડ માટે લાઇસન્સ મેળવવાની પ્રક્રિયા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ બેઠક દ્વારા ઘાનામાં બિઝનેસ સ્થાપવા સંબંધિત તમામ પ્રક્રિયાઓ અંગે સ્પષ્ટ અને વ્યાપક માહિતી પ્રાપ્ત થઈ, જેના કારણે પ્રતિનિધિમંડળમાં વિશ્વાસ અને આત્મવિશ્વાસ વધ્યો હતો.

B2B બેઠકો અને ચેમ્બર ઇન્ટરેકશન – 18 ફેબ્રુઆરી 2026 (DAY 03)

ચેમ્બરના પ્રતિનિધિમંડળે અક્રાના વિવિધ સ્થળોએ અનેક B2B (બિઝનેસ-ટુ-બિઝનેસ) બેઠકો કરી હતી. ઘાના ઇન્ડિયા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી સાથે મુલાકાત કરી હતી, જેમાં ચેમ્બરના પ્રતિનિધિમંડળે Kwabena Ekremet (પ્રમુખ), David Brian Obro (ચેરમેન), Stephen Kwaku Darku (એક્ઝિક્યુટિવ ડિરેક્ટર) સાથે બેઠક કરી વ્યાપારિક જોડાણો સુલભ બનાવવા બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.

Jospong Group of Companiesની મુલાકાત

1995માં સ્થાપિત Jospong Group ઘાનાનું અગ્રણી કોન્ગ્લોમરેટ છે, જેના 15 ક્ષેત્રોમાં 75થી વધુ સહાયક કંપનીઓ કાર્યરત છે. આ ગ્રુપ આફ્રિકા ભરમાં સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, રોજગાર સર્જન અને ઇનોવેશન ક્ષેત્રે મહત્વપૂર્ણ યોગદાન આપે છે. તેમનો મુખ્ય ઉદ્દેશ લોકોના જીવનમાં સુધારો લાવવાનો અને રાષ્ટ્રીય વિકાસમાં ફાળો આપવાનો છે. આ ગ્રુપ દ્વારા તેમના નેતૃત્વ ટીમ સાથે વિશિષ્ટ ઉચ્ચસ્તરીય B2B બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં Samanjith Udumalagala (ગ્રુપ CEO), Haider Said (એક્ઝિક્યુટિવ ડિરેક્ટર), Akisi (ચીફ માર્કેટિંગ ઓફિસર), Ansar Ahmed Khan (મેનેજિંગ ડિરેક્ટર) અને Bright Kwabena Ofori (સ્પેશિયલ એઇડ)નો સમાવેશ થાય છે. આ બેઠક દ્વારા SGCCIના પ્રતિનિધિઓને ઘાનાના સૌથી મોટા ઉદ્યોગ સમૂહોમાંના એક સાથે સીધી ચર્ચા કરવાની અને સહકારની તક મળી હતી.

વિવિધ બેઠકો – 19 ફેબ્રુઆરી 2026 (DAY 04)

ચેમ્બરના પ્રતિનિધિમંડળે ચોથા દિવસે ઘાના સ્ટાન્ડર્ડ્‌સ ઓથોરિટીના હોદ્દેદારો સાથે બેઠક કરી હતી, જેમાં પ્રોડક્ટ સ્ટાન્ડર્ડ, સર્ટિફિકેશન અને લાઇસન્સિંગ અંગે ચર્ચા કરી હતી. ઘાના નેશનલ ચેમ્બર ઓફ કોમર્સ સાથે બેઠક કરી હતી, જેમાં બંને ચેમ્બરો વચ્ચે MoU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ બેઠકમાં ખાસ કરીને સભ્યથી સભ્ય વ્યાપારિક સહકાર પર વિશેષ ભાર મુકાયો હતો. ત્યારબાદ ઘાના ગોલ્ડ બોર્ડ સાથેની બેઠકમાં ગોલ્ડ લાઇસન્સિંગ અને કામગીરીની પદ્ધતિ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.

ઘાના સ્થિત ભારતીય દુતાવાસના વી. એન. પરમેશ્વરણ (Chargé d’Affaires) સાથે મુલાકાત કરી હતી, જેમાં વેપાર, શૈક્ષણિક વિનિમય અને સાંસ્કૃતિક સહકાર અંગે ચર્ચા કરવામાં આવી હતી.

આ ઉપરાંત, PwCની સુશ્રી Aisha Bedewiએ ઘાનાના બિઝનેસ અને રોકાણ વાતાવરણ અંગે માહિતી આપી હતી. તેમણે વિવિધ મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં ઊભરી રહેલી તકો દર્શાવી ચેમ્બરના પ્રતિનિધિમંડળને માર્ગદર્શન આપ્યું હતું.

આ તમામ બેઠકો અને મુલાકાતો દ્વારા ચેમ્બરના પ્રતિનિધિમંડળને ઘાનાના બજાર, નીતિઓ અને ઉદ્યોગિક માળખા વિશે વ્યાપક સમજ મળી હતી, જે ભવિષ્યના વેપાર અને રોકાણ માટે મહત્વપૂર્ણ સાબિત થશે.

મદીના ચેમ્બર ઓફ કોમર્સ મુલાકાત

ચેમ્બરના પ્રતિનિધિમંડળે મદીના ચેમ્બર ઓફ કોમર્સની મુલાકાત લીધી હતી, જ્યાં ચેમ્બરના સભ્યો અને સ્થાનિક ઉદ્યોગ સાહસિકો વચ્ચે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં બંને ચેમ્બરો વચ્ચે સહકારના વિવિધ માર્ગો અંગે ચર્ચાઓ થઈ હતી. બંને સંસ્થાઓ વચ્ચે સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. MoU હસ્તાક્ષર સમારોહ ઘાનાના મદીના મતવિસ્તારના સાંસદ Francis-Xavier Kojo Sosuની ઉપસ્થિતિમાં યોજાયો હતો.

સંસદ ભવન મુલાકાત – 20 ફેબ્રુઆરી 2026 (DAY 05)

ચેમ્બરના પ્રતિનિધિમંડળે ઘાનાના સંસદ ભવનની મુલાકાત લીધી હતી. જ્યાં પર્યાવરણ મંત્રાલયના ડેપ્યુટી મિનિસ્ટર સાથે મુલાકાત દરમિયાન પ્રતિનિધિમંડળે સંસદની જીવંત (Live) કાર્યવાહી નિહાળી, જેના દ્વારા તેમને ઘાનાની કાનૂની અને વિધાનસભાકીય પ્રક્રિયા વિશે નજીકથી સમજ પ્રાપ્ત થઈ હતી.

કેન્યા મુલાકાત – 21 ફેબ્રુઆરી 2026 (DAY 06)

ચેમ્બરના પ્રતિનિધિમંડળે કેન્યાની મુલાકાત લીધી હતી. કેન્યામાં વાઇલ્ડલાઇફ કન્ઝર્વેશન (વન્યજીવન સંરક્ષણ) પહેલો, Giraffe Centre (જિરાફ નેશનલ પાર્ક), સસ્ટેનેબલ ટુરીઝમ અને સંરક્ષણ પદ્ધતિઓ વિશે પ્રત્યક્ષ માહિતી મેળવી હતી.

ઘાનાની બિઝનેસ મુલાકાત સંદર્ભે ઉદ્યોગ સાહસિકોના મંતવ્યો,

SGCCIના ઉપપ્રમુખ શ્રી અશોક જીરાવાલા
ચેમ્બરના પ્રતિનિધિમંડળનો ઘાના અને કેન્યા પ્રવાસ અત્યંત સફળ રહ્યો. આ પ્રવાસ દરમિયાન મજબૂત વ્યાપારિક જોડાણો સ્થાપિત થયા. વિવિધ ક્ષેત્રોમાં રોકાણની તકોની શોધખોળ થઈ. ચેમ્બર-ટુ-ચેમ્બર સંબંધો વધુ મજબૂત બન્યા. ઘાના ઇન્ડિયા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને મદીના ચેમ્બર ઓફ કોમર્સની સાથે MoU થયા. સીધી B2B બેઠકો દ્વારા વ્યવસાયિક જોડાણો શક્ય બન્યા. ઘાના પ્રત્યે એક આશાસ્પદ રોકાણ સ્થળ તરીકે વિશ્વાસ વધ્યો. આ મુલાકાતે ભારત અને આફ્રિકા વચ્ચે લાંબા ગાળાના વેપાર અને રોકાણ માટે મજબૂત પાયો મૂકી દીધો છે.

Nienum Gemsના સુશ્રી હેમલતા લોહાર
ઘાનાના ગોલ્ડ ટ્રેડ ઇકોસિસ્ટમ, નિયમનકારી માળખું અને પારદર્શક વ્યવસાય પ્રણાલી વિશે નજીકથી સમજ મેળવી. ઘાનાની ગોલ્ડ ક્ષેત્રમાં પારદર્શિતા, કંપ્લાયન્સ અને ટ્રેડ મિકેનિઝમ પર ભાર આંતરરાષ્ટ્રીય સહકાર માટે આશાસ્પદ છે. આશરે રૂ. 400 કરોડના વ્યવસાયની અપેક્ષા છે.

Detox Group of Companiesના શ્રી વરૂણ કોન્ટ્રાકટર
ઘાના ખાતે એન્વાયરમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રે ખૂબ જ મોટો અવકાશ છે, આથી આ ક્ષેત્રે રૂ. રપ૦થી ૩૦૦ કરોડનો બિઝનેસ પ્રોજેકટ મળવાની સંભાવના છે. ડિટોકસ ગૃપ આફ્રિકાના પ્રોજેકટ બાબતે વિચારી રહ્યું છે.

Kisuki Healthcare LLPના શ્રી મયુર અગ્રવાલ
અક્રામાં ભારતીય હાઇ કમિશન સાથે જોડાણ અને સ્થાનિક ભાગીદારોની વિશ્વસનીયતા ચકાસવાની માર્ગદર્શનથી વ્યવસાયમાં વિશ્વાસ વધ્યો. આ જોડાણથી નજીકના ભવિષ્યમાં આશરે રૂ. 150 કરોડ સુધીનો વ્યવસાય હાંસલ થવાની સંભાવના છે અને ઘાનામાં મેન્યુફેક્ચરિંગ યુનિટ સ્થાપવાની પણ યોજના છે.

Orange Corporationના શ્રી રાજબહાદુર શર્મા
હેવી એન્જિનિયરીંગ ઇક્વિપમેન્ટ અને માઇનીંગ સેકટર્સ માટે જરૂરી સાધનોની માંગનું અવલોકન કર્યું, જેથી આગામી દિવસોમાં ટ્રક માઉન્ટેટ સ્વિપિંગ મશીનમાં કુલ રૂ. ૧રપ કરોડનો બિઝનેસ મળવાની પુરેપુરી સંભાવના છે.

Purewellના શ્રી જૈનમ શાહ
ઇન્ફલુઅન્ટ ટ્રિટમેન્ટ પ્લાન્ટ, સુએઝ ટ્રિટમેન્ટ પ્લાન્ટ, આર.ઓ., અને વોટર પ્યુરિફિકેશનના પ્રોજેકટ હેઠળ રૂ. ૧૦૦ કરોડથી વધારે બિઝનેસ મળી રહેશે. સવિશેષ, કુમાસી તથા મદીના વિસ્તાર માટે આગામી દિવસોમાં ઘાના સરકાર ડેમ બનાવવાના આયોજનમાં પ્યોરવેલ કંપનીની ભાગીદારી અપેક્ષિત લાગી રહી છે.

Gadia Groupના શ્રી વિકાસ સુરેન્દ્ર ગડિયા
ઘાના ખાતે ઉચ્ચસ્તરીય સત્તાધિકારીઓ, મંત્રીઓ અને ચેમ્બરના હોદ્દેદારો સાથે સીધી મુલાકાતે લાંબા ગાળાના ઔદ્યોગિક જોડાણો મજબૂત કર્યા. માઇનિંગ ક્ષેત્રમાં મહત્વપૂર્ણ સંપર્કો અને FMCG ક્ષેત્રમાં પૂછપરછથી ભવિષ્યમાં સતત વ્યવસાયની સંભાવના ઊભી થઈ છે. પરિણામે આશરે રૂ. 20 કરોડ જેટલા વાર્ષિક વ્યવસાયની સંભાવના છે.

Prayosha Impexના શ્રી અક્ષર મિયાની
ઘાના ખાતે વિવિધ બેઠકો ઉપયોગી રહી અને બિઝનેસ તકો વિષે વિસ્તૃત જાણકારી પ્રાપ્ત થઇ. આગામી સમયમાં ફોલોઅપ બેઠકો અને સંબંધિત સ્ટેકહોલ્ડર્સ સાથે જોડાણ થકી અંદાજે રૂ. 20 કરોડ જેટલા વ્યવસાયની સંભાવના છે.

Sunrise Internationalના શ્રી લાલજીભાઇ કથિરિયા અને શ્રી દેવ બાબરિયા
ઘાનાની મુલાકાત અત્યંત ફળદાયી અને વિવિધ તકોથી ભરપૂર રહી. ટેક્સટાઇલ ક્ષેત્રમાં ભાગીદારી માટે ચર્ચાઓ શરૂ થઈ છે અને આગળ સંવાદ ચાલી રહ્યો છે. મુલાકાત દરમિયાન પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિઓ સાથે મજબૂત સંબંધો સ્થાપિત થતા ભવિષ્યમાં સહકારના નવા દ્વાર ખુલ્યા છે. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના નેજા હેઠળ નવી શરૂઆત સરળ બની. આશરે રૂ. 10 થી 15 કરોડ સુધીના વ્યવસાયની સંભાવના છે.

Volubit Lubricants Industriesના શ્રી શૈલેષ બાબુભાઇ ઢોલા
ઘાના એ ચાર દેશોને જોડતું વ્યાપારિક કેન્દ્ર બિંદુ છે, આથી ત્યાં ઓઇલ, લુબ્રિકન્ટ્‌સ જેવી પ્રોડકટમાં આશરે રૂ. ર૦ કરોડ સુધીનો બિઝનેસ મળવાની સંભાવના છે, આથી ઘાનામાં ચેનલ ડિસ્ટ્રીબ્યુશન કરવાની દિશામાં કામગીરી શરૂ કરી દીધી છે. આગામી સપ્તાહમાં રૂ. ૩ કરોડનો ઓર્ડર મળવાની પુરેપુરી સંભાવના છે.

Litewave Healthcare Pvt. Ltd.ના શ્રી વિનોદરાય વત્સભાઇ રન્ક અને ચિંતન અરવિંદભાઈ રન્ક
ઘાના એ પશ્ચિમ આફ્રિકાનું કેન્દ્ર બિંદુ હોવાથી હાઇજીન પ્રોડકટ (ડાયપર, ટિશ્યુ) ક્ષેત્રે ત્યાં ખૂબ મોટું માર્કેટ છે, આથી આગામી દિવસોમાં હાઇજીન પ્રોડકટની વિસ્તરણ યોજના બનાવવાની દિશામાં આગળ વધીશું.

August 8, 2025
image-6.png
2min224

ગુજરાત સરકાર દ્વારા ગુજરાતી સિનેમાને પ્રોત્સાહન આપવા માટે ‘ગુણવત્તા સમન્વિત પ્રોત્સાહન નીતિ-2019’ અંતર્ગત વર્ષ 2023 માટેના ગુજરાતી ચલચિત્ર પારિતોષિકોની જાહેરાત કરવામાં આવી હતી. આ નીતિ હેઠળ ગુજરાતી ફિલ્મોના કલાકારો અને કસબીઓને વિવિધ શ્રેણીઓમાં રોકડ પુરસ્કાર અને પારિતોષિકો એનાયત કરવામાં આવે છે.

46 કેટેગરીમાંથી 40 કેટેગરીમાં વિજેતાઓની પસંદગી

વર્ષ 2023 દરમિયાન સિનેમાગૃહોમાં પ્રદર્શિત થયેલી ફિલ્મો માટે કુલ 46 કેટેગરીમાંથી 40 કેટેગરીમાં વિજેતાઓની પસંદગી કરવામાં આવી હતી. રાજ્ય સરકાર આગામી સમયમાં એક ભવ્ય સમારોહનું આયોજન કરી આ વિજેતા કલાકાર-કસબીઓને સન્માનિત કરશે અને રોકડ પુરસ્કાર તથા ટ્રોફી એનાયત કરશે. આ પારિતોષિકોનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાતી ફિલ્મ ઉદ્યોગને વધુ ગુણવત્તાયુક્ત ફિલ્મો બનાવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે, જેથી ગુજરાતી સિનેમાનો વ્યાપ વધે અને તેને રાષ્ટ્રીય તેમ જ આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ મળે. આ સન્માન સમારોહમાં કલાકારો, દિગ્દર્શકો અને ફિલ્મ ઉદ્યોગ સાથે જોડાયેલા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિ રહેશે.

કઈ ફિલ્મને મળ્યું શ્રેષ્ઠ ફિલ્મનું સન્માન?

2023 માટેના ગુજરાતી ચલચિત્ર પારિતોષિકોમાં શ્રેષ્ઠ ચલચિત્ર માટેનો અવોર્ડ ફિલ્મ ‘કર્મ’ માટે નિર્માતા ચિન્મય પુરોહિત, નીરજ નાઈક અને સુબ્રમણ્યમ ઐયરને જાહેર કરવામાં આવ્યો હતો. તેમજ દ્વિતીય શ્રેષ્ઠ ચલચિત્રનો એવોર્ડ ફિલ્મ ‘માય બેસ્ટ ફ્રેન્ડ દાદુ’ માટે નિર્માતા અને દિગ્દર્શક જશવંત ગાંગાણીને જાહેર કરવામાં આવ્યો હતો. શ્રેષ્ઠ લોકપ્રિય ચલચિત્ર માટેનો અવોર્ડ ફિલ્મ ‘શુભયાત્રા’ માટે નિર્માતા અને દિગ્દર્શક મનીષ સૈનીને જાહેર કરવામાં આવ્યો હતો.

કોને શ્રેષ્ઠ અભિનેતા અને શ્રેષ્ઠ અભિનેત્રીનું સન્માન

શ્રેષ્ઠ દિગ્દર્શનનો અવોર્ડ ફિલ્મ ‘સંબંધોમાં ખાલી જગ્યા’ માટે જયેશ ત્રિવેદીને, શ્રેષ્ઠ અભિનેતાનો અવોર્ડ ફિલ્મ ‘કર્મ’ માટે ચેતનકુમાર ધાનાનીને, શ્રેષ્ઠ અભિનેત્રીનો અવોર્ડ ફિલ્મ ‘કર્મ’ માટે બ્રિન્દા ત્રિવેદીને, શ્રેષ્ઠ બાળ કલાકાર માટેનો એવોર્ડ ફિલ્મ ‘માય બેસ્ટ ફ્રેન્ડ દાદુ’ માટે વિશાલ ઠકકર, શ્રેષ્ઠ પાર્શ્વ ગાયકનો એવોર્ડ ગીત ‘આવજો આવજો’ માટે ઉમેશ બારોટ તેમ જ શ્રેષ્ઠ પાર્શ્વ ગાયિકાનો અવોર્ડ ગીત ‘હું અને તું’ માટે મધુબંતી બાગચીને જાહેર કરવામાં આવ્યો હતો.

શ્રેષ્ઠ બાળ ચલચિત્રનો અવોર્ડ ‘નિક્કી’ ફિલ્મ માટે જાહેર

મહિલા સશક્તિકરણ અંગેનું શ્રેષ્ઠ ચલચિત્ર માટેનો અવોર્ડ ફિલ્મ ‘નિક્કી’ માટે નિર્માતા અને દિગ્દર્શક રૂપાંગ આચાર્ય, તે ઉપરાંત શ્રેષ્ઠ બાળ ચલચિત્રનો એવોર્ડ પણ રૂપાંગ આચાર્યને ‘નિક્કી’ ફિલ્મ માટે જાહેર કરવામાં આવ્યો હતો. દ્વિતીય શ્રેષ્ઠ બાળ ચલચિત્રનો એવોર્ડ ફિલ્મ ‘મસ્તીની પાઠશાળા’ માટે નિર્માતા વિપુલ શાહ તેમજ દિગ્દર્શક સુનીલ વાઘેલાને જાહેર કરવામાં આવ્યો હતો.

July 10, 2024
sgcci-cm-visit.jpeg
5min520

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ શ્રી વિજય મેવાવાલાની આગેવાનીમાં વિવિધ ક્ષેત્રોના હોદ્દેદારોની ગાંધીનગર ખાતે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ સમક્ષ ઉદ્યોગ – ધંધાઓને નડતરરૂપ પ્રશ્નોના નિરાકરણ હેતુ રજૂઆત

સુરત સહિત દક્ષિણ ગુજરાતના વિવિધ ઉદ્યોગ – ધંધાઓના ડેવલપમેન્ટ માટે નડતરરૂપ પ્રશ્નોનો ઝડપી ઉકેલ લાવવા મુખ્યમંત્રીશ્રીએ ખાત્રી આપી

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ શ્રી વિજય મેવાવાલાના નેતૃત્વમાં ઉપ પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસી, માનદ્‌ મંત્રી શ્રી નિરવ માંડલેવાલા અને માનદ્‌ ખજાનચી શ્રી મૃણાલ શુકલ તથા દક્ષિણ ગુજરાતના વિવિધ ક્ષેત્રોના હોદ્દેદારો સાથેના પ્રતિનિધિ મંડળે બુધવાર, તા. ૧૦મી જુલાઇ, ર૦ર૪ના રોજ સાંજે ૪:૦૦ કલાકે ગાંધીનગર ખાતે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની સાથે મિટીંગ કરી હતી.

In the Deligation

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ઓફિસ બેરર્સ ઉપરાંત ચેમ્બરના પૂર્વ પ્રમુખો

  • શ્રી આશીષ ગુજરાતી,
  • શ્રી રાજેન્દ્ર ચોખાવાલા,
  • શ્રી અશોક શાહ,
  • શ્રી બી.એસ. અગ્રવાલ તથા
  • ફોગવાના પ્રમુખ શ્રી અશોક જીરાવાલા,
  • કીમ–પિપોદરા વીવર્સ એસોસીએશનના અગ્રણી શ્રી કિરણ ઠુમ્મર,
  • ઝીંગા એસોસીએશનના પ્રતિનિધિ શ્રી ખલાસી,
  • ગૃપ ચેરમેન શ્રી હાર્દિક શાહ,
  • સીએ રાજીવ કપાસિયાવાલા,
  • ડેપ્યુટી સેક્રેટરી શ્રી પૌલિક દેસાઇ અને
  • ચેમ્બરના લાયઝનીંગ ઓફિસર શ્રી અજય સાયગલ સહિતના પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રીશ્રીને ઉપરોકત મામલે રજૂઆત કરી હતી.

આ મિટીંગમાં SGCCIના પ્રમુખ શ્રી વિજય મેવાવાલાએ માનનીય મુખ્યમંત્રીશ્રીને સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના વિવિધ ઉદ્યોગ – ધંધાઓને નડતરરૂપ નીચે મુજબના વિવિધ પ્રશ્નોનો રાજ્ય સરકાર દ્વારા ઝડપી નિરાકરણ લાવવામાં આવે તે માટે રજૂઆત કરી હતી.

ગુજરાત સરકારની ટેક્ષ્ટાઇલ પોલિસી બાબતે સરકારશ્રી સાથે ઓકટોબર ર૦ર૩થી મિટીંગો શરૂ થઇ હતી અને ચૂંટણી પહેલા ટેક્ષ્ટાઇલ પોલિસીની જાહેરાત થઇ જવાની તૈયારી હતી, પરંતુ હજી સુધી ટેક્ષ્ટાઇલ પોલિસીની જાહેરાત કરવામાં આવી નથી. જેથી કરીને સુરતના ઉદ્યોગકારોને ઘણું નુકસાન થાય છે અને ઘણા પ્રોજેકટો અટકી ગયા છે તે બાબતે મુખ્યમંત્રીશ્રીનું ધ્યાન દોરવામાં આવ્યું હતું.

  • ટેક્ષ્ટાઇલ પોલિસીમાં કેપિટલ સબસિડી ૩૦ ટકા,
  • વ્યાજ સબસિડી ૬ ટકા, સોલાર અને
  • રિન્યુએબલ એનર્જી જે યુનિટ વાપરતું હોય એને ૧ રૂપિયો પર યુનિટ પાવર સબસિડી,
  • ગારમેન્ટમાં દર મહિને રૂપિયા ૧પ૦૦ લેબરની કમ્પેન્સેશન સબસિડી આપવા રજૂઆત કરવામાં આવી હતી. આ સાથે
  • પીએમ મિત્રા પાર્કના માસ્ટર ડેવલપર વહેલી તકે નકકી થાય અને એની ગાઇડલાઇન જલ્દી બહાર પડે તો આ બાબતે પણ ઉદ્યોગકારોએ રજૂઆત કરી હતી. આ ઉપરાંત
  • પીએમ મિત્રા પાર્કમાં SGCCIના પ્રતિનિધિને પ્રાઇઝીંગ કમિટી અને એલોટમેન્ટ કમિટીમાં સ્થાન મળે તે માટે રજૂઆત કરી હતી.

ગુજરાત સરકારની ટેક્ષ્ટાઇલ પોલિસી– ર૦૧૯માં રૂપિયા ૧૦ કરોડથી વધારાનું રોકાણ કરતા એકમો ધરાવતા ઉદ્યોગકારોએ સબસિડી માટે અરજી કરી હતી. આ સ્કીમની ગાઇડ લાઇન મુજબ સ્ટેટ લેવલ એમ્પાવર કમિટીમાં ચર્ચા થયા બાદ જ તેની સબસિડી અંગેની અરજીને મંજૂરી આપવામાં આવનાર હતી. છેલ્લા દોઢ વર્ષથી આ મિટીંગ મળી ન હતી, આથી અગાઉ ચેમ્બર પ્રમુખ દ્વારા કરાયેલી રજૂઆતને પગલે આ મિટીંગ મળી હતી અને હવે મોટા એકમોની લાંબા સમયથી જે સબસિડી અટકેલી હતી તે હવે કલીયર થશે તેવો આશાવાદ વ્યકત થયો હતો.

ગુજરાત સરકારની ટેક્ષ્ટાઇલ પોલિસી– ર૦૧૯, ડિસેમ્બર ર૦ર૩માં સમાપ્ત થઇ ગઇ છે. ત્યારબાદ ટેક્ષ્ટાઇલ માટે નવી પોલિસીની જાહેરાત થઇ નથી. જેથી ગુજરાત સરકારની નવી ટેક્ષ્ટાઇલ પોલિસીની વહેલી તકે જાહેરાત કરવામાં આવે અને તેમાં કોઇ પણ બ્લેક આઉટ પિરિયડનો અવકાશ નહીં રહે અને તા. ૧લી જાન્યુઆરી ર૦ર૪થી તેની અમલવારી થાય તે માટે મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરાઇ હતી.

ગેમઝોન ઉદ્યોગને રાહત આપવા રજૂઆત કરાઇ, વહેલી તકે નિરાકરણની ખાત્રી મળી

સાઉથ ગુજરાત ગેમઝોન એન્ડ એમ્યુઝમેન્ટ પાર્ક એસોસીએશન દ્વારા ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીને તેઓના પ્રશ્નો અંગે રજૂઆત કરવામાં આવી હતી. સરકારની ગાઇડ લાઇન તેમજ કાયદા મુજબની પરવાનગી હોવા છતાં સુરતમાં ગેમ ઝોનને બંધ કરી દેવામાં આવ્યા છે, આથી ચેમ્બરના પ્રમુખ શ્રી વિજય મેવાવાલાએ ગેમઝોનના ઉદ્યોગકારોને રાહત આપવા માટે મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી હતી. મુખ્યમંત્રી તરફથી આ બાબતે સકારાત્મક અભિગમ દાખવવામાં આવ્યો હતો, જેથી વહેલી તકે આ પ્રશ્નનું નિરાકરણ લાવવાની ખાત્રી મુખ્યમંત્રીશ્રી તરફથી મળી હતી.

જીઆઇડીસીને લગતા વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે વિસ્તૃત રજૂઆત કરાઇ

  • (૦૧) જીઆઇડીસીમાં લીઝ ટ્રાન્સફર વખતે વિભાગ દ્વારા કલેઇમ કરવામાં આવતા ૧૮ ટકા જીએસટી બાબતે ચેમ્બર પ્રમુખે રજૂઆત કરી હતી કે, આ પ્રકારના વ્યવહારમાં જીએસટી નહીં લાગે તે પ્રકારની સ્પષ્ટતા કરવા રાજ્ય સરકાર, કેન્દ્ર સરકારમાં રજૂઆત કરે.
  • (૦ર) જીઆઇડીસી પ્લોટ્‌સ સબ ડિવીઝન માટે પણ ટ્રાન્સફર ફી ઘણી ઊંચી છે, જે માત્ર ટોકન પૂરતી જ હોવી જોઇએ.
  • (૦૩) એનસીએલટી/ડીઆરટી ઓકશનમાંથી કોઇ જીઆઇડીસીમાં આવેલ પ્રોપર્ટી પરચેઝ કરે છે તે સમયે જૂના લેણાંનો કલેઇમ જીઆઇડીસી દ્વારા એનસીએલટી કે ડીઆરટીમાં કરવાનો હોય છે, આ અંગેની સ્પષ્ટ નીતિનો ઉલ્લેખ જીઆઇડીસી દ્વારા વર્ષ ર૦ર૧માં તેનો તા. ર૦/૦૪/ર૦ર૧ના રોજ જાહેર કરેલ પરિપત્રમાં કરવામાં આવ્યો છે તેમ છતાં જીઆઇડીસી દ્વારા ઉપરોકત સમયે જૂની કંપનીના બાકી લેણાં નવા ખરીદદારો પાસે માંગવામાં આવે છે અને જ્યાં સુધી ન આપે ત્યાં સુધી લીઝ ટ્રાન્સફર થતી નથી. આવા કેસમાં મસમોટી ટ્રાન્સફર ફી લેવામાં આવે છે, આથી આવા કેસમાં માત્ર ટોકન ટ્રાન્સફર ફી માત્ર પ ટકા જ લેવાવી જોઇએ એવી નીતિ બનાવવા માટે રજૂઆત કરવામાં આવી હતી. આવા પ્રકારના વ્યવહારોમાં જીઆઇડીસી નવા પરચેઝર પાસે જૂની કંપનીના બાકી લેણાં માંગ્યા વગર ટ્રાન્સફર એનઓસી આપી દે તે અંગેનો પરિપત્ર બહાર પાડવા વિનંતી કરવામાં આવી હતી.

CGDCR ટેબલ નં.૬, ૮ મુજબ પેઈડ FSIનો લાભ કોમર્શિયલ વપરાશકર્તાની જેમ ઈન્ડસ્ટ્રીયલ વપરાશકર્તાને પણ આપવા માટે રજૂઆત કરાઇ

ગુજરાતના CGDCRના ટેબલ નં. ૬, ૮માં ઈન્ડસ્ટ્રીયલ ઝોનમાં આવતા વિસ્તારમાં બેઝ FSI ૧.૦૦ મળવા પાત્ર છે તથા આ વિસ્તારમાં કોમર્શિયલ વપરાશ માટે FSI ૧.૦૦ તથા ૦.૮ પેઈડ FSI મળીને કુલ ૧.૮૦ FSI મળવા પાત્ર છે. આ વિસ્તારમાં પાવર લૂમ, એમ્બ્રોઈડરી, ગારમેન્ટ જેવા નાના નાના ઉદ્યોગો ધમધમે છે, આથી CGDCR મુજબ આવી ઈન્ડસ્ટ્રીઝને માત્ર ૧.૦૦ FSI મળવા પાત્ર છે. જેથી તેઓને જરૂરીયાત મુજબનું પુરતું બાંધકામ મળતું નથી માટે તેઓને નિયમ મુજબ મળવા પાત્ર બાંધકામ કરતાં વધારે બાંધકામ કરવાની ફરજ પડે છે. આમ CGDCRના ટેબલ નં. ૬, ૮માં જણાવ્યા મુજબ કોમર્શિયલ વપરાશ માટે ૦.૮ પેઈડ FSI મળવા પાત્ર છે. તે પેઈડ FSIનો લાભ ઈન્ડસ્ટ્રીયલ વપરાશકર્તાને પણ મળે તો ઈન્ડસ્ટ્રીયલ ઝોનમાં આવતા વિસ્તારમાં કોઈ ગેરકાયદેસર બાંધકામ નહીં થાય અને આ ૦.૮ પેઈડ FSIથી સરકારને પણ મોટી આવક થઈ શકે તેમ હોવાથી આ અંગે યોગ્ય જોગવાઈ કરવા માનનીય મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી હતી.

ગુજરાત અનઅધિકૃત વિકાસ નિયમબદ્ધ કરવા અંગેના વટહુકમ ર૦રર (ગ્રડા–ર૦રર)ના બાંધકામ નિયમબદ્ધ કરવા માટેના બાંધકામની સ્થળ સ્થિતિ ધ્યાને લેતા નિયમોમાં જુના ગ્રડા–ર૦૧૧ના નિયમ તથા શરતો મુજબ છુટછાટ આપવા વિનંતી કરવામાં આવી હતી.

બાંધકામ ઉદ્યોગને સાનુકુળ પરિસ્થિતિમાં લાવવા અનુરોધ કરવામાં આવ્યો

બાંધકામ ઉદ્યોગની સાથે સંકળાયેલા બિલ્ડરોએ જમીનમાં રોકાણ કરી સરકારની પરવાનગી મેળવી બાંધકામ કરેલા છે, પરંતુ છેલ્લાં ઘણા વર્ષોથી (ર૦થી રપ વર્ષથી)સુરત જિલ્લાના ઘણા વિસ્તારોમાં ડ્રાફટ ટી.પી. સ્કીમ જાહેર થઇ છે, પરંતુ હજુ પણ તેને ફાઈનલ કરવામાં આવી નથી. આ જાહેર ટી.પી. સ્કીમોને ધ્યાને લઈને બાંધકામ ઉદ્યોગકારોએ મોટા પાયે રોકાણ કર્યું છે, આથી તેમના ઉદ્યોગ – ધંધાને ભારે નુકસાની થઇ રહી છે. આ સ્થિતિને ધ્યાને લઈ છેલ્લા ર૦થી રપ વર્ષથી જે કોઈ પણ ટી.પી સ્કીમ ડ્રાફટ, સ્થગિત કે પ્રાઇમરી લેવલ પર છે તેઓને ફાઈનલ મંજૂરી આપી બાંધકામ ઉદ્યોગને સાનુકુળ પરિસ્થિતીમાં લાવવા અનુરોધ કર્યો હતો. જો આમ કરવું શકય નહીં હોય તો ઓ.પી.માં એફ.પી. ફાળવી બાંધકામ પરવાનગી આપવા વિનંતી કરાઇ હતી.

ડીજીવીસીએલ એરિયામાં ટ્રાન્સમીશન ઇન્ફ્રા.નું અપગ્રેડેશન કરાવવા બાબતે રજૂઆત કરાઇ

ડીજીવીસીએલના કીમ, કરંજ તથા મોટા બોરાસરા સબ ડિવીઝનથી ઉદ્યોગને મળતી વીજળીની ગુણવત્તામાં સુધારો કરવા વિનંતી કરવામાં આવી હતી. રજૂઆતમાં જણાવવામાં આવ્યું હતું કે, વીજ કંપની દ્વારા ગમે ત્યારે ગમે તેટલી વાર પાવર કટનો મેસેજ મોકલી પાવર બંધ કરી દેવામાં આવે છે, જેને લીધે વિવિંગ યુનિટો સહિત તમામ ફેકટરીઓને ખૂબ જ હાલાકી ભોગવવી પડે છે. ડીજીવીસીએલ એરિયામાં ટ્રાન્સમીશન ઇન્ફ્રાસ્ટ્રકચરનું અપગ્રેડેશન તાત્કાલિક ધોરણે કરાવવા બાબતે રજૂઆત કરવામાં આવી હતી.

દક્ષિણ ગુજરાત સિવાયના વિસ્તારોમાં સોલાર પ્લાન્ટ સ્થપાય તે માટે અને દક્ષિણ ગુજરાતના ઉદ્યોગોને તેનો લાભ મળે તે માટે ટ્રાન્સમીશન ચાર્જ અને વિલીંગ ચાર્જ ઘટાડવા રજૂઆત

સોલાર પ્લાન્ટ સ્થાપવા માટે દક્ષિણ ગુજરાતમાં હવે જગ્યા રહી નથી, જેથી દક્ષિણ ગુજરાત સિવાયના વિસ્તારોમાં તેવા પ્લાન્ટ સ્થપાય તે માટે અને દક્ષિણ ગુજરાતના ઉદ્યોગોને તેનો લાભ મળે તે માટે ટ્રાન્સમીશન ચાર્જ અને વિલીંગ ચાર્જ ઘટાડવા જોઇએ. હંગામી NA કરવાની નીતિ આવકારદાયક છે પણ તેમાં ૩૦ વર્ષના રૂપાંતરકરણ એકસાથે લઇ લેવાની વાત યોગ્ય નથી, તેને બે તબકકામાં લેવાવા જોઇએ. ભરૂચ જિલ્લામાં કેટલાક ગામોમાં જંત્રીના દર વાસ્તવિક દર કરતા વધારે છે, તેથી તેને વાસ્તવિક દરની નજીક લાવવા જોઇએ. લો ટેન્શન ધરાવતા ઉદ્યોગો સોલારનો ઉપયોગ કરી શકે તે માટે ટીવીએમની છુટ આપવી જોઇએ અને એબીટી મીટરનો આગ્રહ રાખવો જોઇએ નહીં. આદિવાસીઓ પોતાની જમીન સોલાર પ્લાન્ટ માટે ભાડે આપી શકે તે માટે તેના ફોર્મમાં તે અંગેનું પ્રોવિજન કરવું જોઇએ અને તે માટેની પરવાનગી આપવી જોઇએ.

નાના ઉદ્યોગકારો પણ ઓપન એકસેસ મિકેનિઝમમાં ટીવીએમ નાંખી શકે તેવી જોગવાઇ કરવા રજૂઆત કરાઇ
ગુજરાત રિન્યુએબલ પોલિસી– ર૦ર૩માં નાના ઉદ્યોગકારો પણ ઓપન એકસેસ મિકેનિઝમમાં ટીવીએમ નાંખી શકે તેવી જોગવાઇ કરવા રજૂઆત કરવામાં આવી હતી. નાના ગ્રાહકો ઓપન એકસેસ મિકેનિઝમ થકી જ્યારે પોતાના પ્રોજેકટ સ્થાપે છે ત્યારે તેઓએ પોતાના ઉત્પાદન સ્થળે એનર્જી એકાઉન્ટીંગ માટે ટીવીએમ મીટર નાંખી શકે તે માટેની સ્પષ્ટતા ઉર્જા તથા પેટ્રો કેમિકલ વિભાગ દ્વારા લેખિતમાં થાય તે માટે મુખ્યમંત્રીશ્રીને ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રતિનિધિ મંડળ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.

રિફંડ ચાલુ કરવા માટે જીએસટી કાઉન્સીલને ભલામણ કરવા મુખ્યમંત્રીને વિનંતી કરાઇ

આર્ટિફિશિયલ જરીના દર જ્યારથી પ ટકા કરવામાં આવ્યા છે ત્યારથી તેના ઉપર પોલિએસ્ટર ફિલ્મનું ઇન્વર્ટેડ ડયુટી હેઠળ મળતું રિફંડ બંધ કરવામાં આવ્યું હતું, જેથી નાના ઉદ્યોગોને ખૂબ જ નાણાંકીય મુશ્કેલી સહન કરવી પડતી નથી. તેથી આ રિફંડ ચાલુ કરવા માટે જીએસટી કાઉન્સીલને ભલામણ કરવાનું સૂચન કરવા મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરવામાં આવી હતી. સાથે જ નેરો ફેબ્રિકસ કે જે પ૮૦૮ હેઠળ આવે છે એના ઉપર ૧ર ટકા જીએસટી લાગે છે એને બીજા HSNના નેરો ફેબ્રિકસના દર કે જે પ ટકા છે તેના સમકક્ષ કરવા જીએસટી કાઉન્સીલને ભલામણ કરવા માટે સૂચન કરવા મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરાઇ હતી. આ ઉપરાંત વેટ સમાધાન યોજના નવેસરથી લાગુ કરવા અને તેમાં વેરામાં પણ રાહત આપવા મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરાઇ હતી.

ઝીંગા ઉછેર કરતા ખેડૂતોને જમીન ફાળવણીની પ્રક્રિયા સરળ બનાવવા બાબતે રજૂઆત

ગુજરાત રાજ્યમાં આવેલ ઝીંગા ફાર્મિંગ પ્રવૃત્તિને કૃષિ દરે વીજળીનો દર નક્કી કરવા બાબતે, ઝીંગા ઉછેર કરતા ખેડૂતોને જમીન ફાળવણીની પ્રક્રિયા સરળ બનાવવા બાબતે અને કલેકટર કક્ષાથી CAA લાયસન્સની પ્રક્રિયા ઝડપી કરવા બાબતે રજૂઆત કરવામાં આવી હતી.

સુરત, તાપી, નવસારી અને વલસાડ જિલ્લામાં રેતી ખનન માટે ફાળવેલા બ્લોકની સંખ્યામાં વધારો કરવા રજૂઆત કરાઇ
સાદી રેતી કવોરી લીઝની મુદતમાં ૩ વર્ષનો વધારો કરવામાં આવ્યો છે, જે તા. ૩૧ માર્ચ ર૦ર૪ સુધી ચાલુ રાખવા જણાવવામાં આવ્યું હતું, આ સમય મર્યાદામાં વધારો કરવાની રજૂઆત કરવામાં આવી હતી. સાદી રેતી કવોરી લીઝ ૧ર કલાક ચલાવવામાં આવે છે અને બ્લેક ટ્રેપ કવોરી લીઝ ર૪ કલાક ચલાવવામાં આવે છે તો આ અંગે બંને રેતી કવોરી લીઝનો સમય સરખો એટલે કે ર૪ કલાક કરવાની વિનંતી કરવામાં આવી હતી. આ ઉપરાંત સુરત, તાપી, નવસારી અને વલસાડ જિલ્લામાં રેતી ખનન માટે ફાળવેલા બ્લોકની સંખ્યામાં વધારો કરવાની રજૂઆત કરાઇ હતી.

ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની આગેવાનીમાં દક્ષિણ ગુજરાતના વિવિધ ઉદ્યોગ – ધંધાઓને નડતરરૂપ પ્રશ્નોને ખૂબ જ શાંતિથી સાંભળ્યા હતા. તેમણે સંબંધિત વિભાગોના મંત્રીશ્રીઓ અને સચિવશ્રીઓ સાથે મિટીંગમાં પ્રશ્નોના નિરાકરણ માટે ચર્ચા કરી હતી. ગુજરાત સરકાર દ્વારા ઉદ્યોગ – ધંધાઓના ડેવલપમેન્ટ માટે વિવિધ પ્રશ્નોના ઝડપી ઉકેલ લાવવામાં આવશે તેવી ખાત્રી મુખ્યમંત્રીશ્રીએ SGCCIના પ્રતિનિધિ મંડળને આપી હતી.

January 17, 2024
sgcci-food-1280x625.jpg
6min492

આગામી ફેબ્રુઆરી મહિનાની તા.10થી 12 દરમિયાન સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે એક સાથે બે જુદા જુદા વિષયો પર બે એક્ષ્પોનું આયોજન એક જ સ્થળે કરીને ચેમ્બર ઓફ કોમર્સ એક નવો ઇતિહાસ સર્જવા માટે આગળ વધ્યું છે. તા.10થી 12 દરમિયાન શહેરમાં પહેલો હેલ્થ એન્ડ વેલનેસ એક્ષ્પો યોજાશે અને સાથે જ કન્વેન્શન સન્ટરમાં જ ફુડ એન્ડ એગ્રિટેક એક્ષ્પોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. બન્નેની થીમ અલગ હોવા છતાં ટાર્ગેટ ઓડિયન્સ સમાન હોવાનો મત ચેમ્બરના અગ્રણીઓએ વ્યક્ત કર્યો હતો.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રેસિડેન્ટ રમેશ વઘાસીયા, આઇપીપી હિમાંશુ બોડાવાલા, વીપી વિજય મેવાવાલા, સેક્રેટરી નિખીલ મદ્રાસી, ખજાનચી કિરણ ઠુમ્મર, બિજલ કાપડીયાએ સંયુક્તપણે જણાવ્યું હતું કે સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા આગામી તા. ૧૦/૦ર/ર૦ર૪થી ૧ર/૦ર/ર૦ર૪ દરમિયાન સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ‘હેલ્થ એન્ડ વેલનેસ– ર૦ર૪’નું ભવ્ય પ્રદર્શન યોજાશે. આ પ્રદર્શનનો સમય સવારે ૧૦:૦૦ થી સાંજે ૬:૦૦ કલાક સુધીનો રહેશે.

કોરોના પછી બધાને આરોગ્યનું મહત્વ સમજાયું છે અને લોકો હવે આરોગ્યની જાળવણી માટે સજાગ થયા છે ત્યારે હેલ્થ સંબંધિત ઇન્ડસ્ટ્રીઝ, સ્ટાર્ટ–અપ અને ઉદ્યોગ સાહસિકોને પ્લેટફોર્મ આપવાના ભાગ રૂપે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ‘હેલ્થ એન્ડ વેલનેસ એક્ષ્પો– ર૦ર૪’ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી કરીને હેલ્થ ઇન્ડસ્ટ્રીઝમાં ઝંપલાવી રહેલા યુવા ઉદ્યોગ સાહસિકો અને સ્ટાર્ટ–અપ, સરકારની આરોગ્ય સંબંધિત જુદી–જુદી યોજનાઓથી વાકેફ થઇ શકે અને તેનો લાભ લઇ પોતાના ઉદ્યોગોનો ઝડપી વિકાસ સાધી શકે.

હેલ્થ એક્ષ્પોમાં એલોપેથી, આયુર્વેદિક, હોમિયોપેથી સારવારથી સાધન સુધીની સુવિધાઓ

હેલ્થ એકઝીબીશન્સ ચેરપર્સન ડો. પારુલ વડગામાએ જણાવ્યું હતું કે, આ પ્રદર્શનમાં આરોગ્યના ક્ષેત્રે સુરતમાં કાર્યરત જુદી–જુદી હોસ્પિટલો, આંતરરાષ્ટ્રીય કક્ષાની તબીબી સુવિધા આપતી હોસ્પિટલો, આયુર્વેદિક હોસ્પિટલો, હેલ્થ ઇન્ડસ્ટ્રી, મેડીકલ પ્રોડકટ, સોફટવેર, લેબોરેટરી તેમજ મેડીકલ ઇકવીપમેન્ટનું ઉત્પાદન કરતા ઉત્પાદકો તેમજ તે અંગેની સર્વિસ આપતી કંપનીઓ દ્વારા ભાગ લેવામાં આવશે. આશરે પ૦થી વધુ એકઝીબીટર્સ દ્વારા આ પ્રદર્શનમાં ભાગ લેવામાં આવશે. એક્ષ્પોમાં ભાગ લેનારા એકઝીબીટર્સ પર એક નજર કરીએ તો હોસ્પિટલ્સ, ડોકટર્સ, નર્સિંગ હોમ્સ, લેબ્સ (ડાયગ્નોસ્ટીક સેન્ટર્સ), બાયોમેડિકલ કંપનીઝ, હોસ્પિટલ ફર્નિચર, ઇમ્પોર્ટર એન્ડ એક્ષ્પોર્ટર, ફાર્મા કંપનીઝ, ઇન્સ્યુરન્સ કંપનીઝ, મેડિકલ આર્કિટેકટ્‌સ, મેડિકલ/હોસ્પિટલ કન્સલ્ટન્ટ, મેડિકલ ટુરીઝમ, આયુર્વેદા, હોમિયોપેથિક, ફિઝીયોથેરાપી સેન્ટર, આઇવીએફ સેન્ટર્સ, બેરિયાટ્રિક સર્જરી, પેઇન મેનેજમેન્ટ, હોમ કેર સર્વિસ પ્રોવાઇડર્સ, વેલનેસ સેન્ટર્સ, ન્યુટ્રિશન, કિલનિકલ રિસર્ચ, માર્કેટીંગ કંપનીઝ, જીમ – હેલ્થ કલબ, યોગા કલાસિસ, વેલનેસ ફુડ પ્રોડકટ, એચઆર રિકુ્રટર્સ – નર્સિસ એન્ડ સ્ટાફ, મેડિકલ કોલેજીસ, નર્સિંગ કોલેજીસ, ફિઝીયો કોલેજીસ, પેરામેડિકલ કોલેજીસ, એડમિશન એજન્સીઝ, ઓડિયોલોજી એન્ડ હિયરીંગ એડ, મેડિકલ લેજર્સ, ડેન્ટલ લેબ્સ, ટેલીમેડિસીન રેડિયોલોજી, સોફટવેર પ્રોવાઇડર્સ, મેડિકલ ફાયનાન્શીયલ પ્રોવાઇડર્સ, બ્લડ બેન્ક, મેડિકલ ડિવાઇસ કેલીબ્રેશન સર્વિસિસ, આયુષ એન્ડ અલ્ટરનેટીવ ટ્રિટમેન્ટ સેન્ટર, આઇટી ઇન મેડિકલ સેકટર અને મેન્ટલ હેલ્થની સર્વિસ આપનારાઓનો સમાવેશ થાય છે.

ફુડ એન્ડ એગ્રીટેક એક્ષ્પો ખેડૂતોના એક્ષ્પોર્ટર બનાવશે

ફુડ એગ્રિટેક એક્ષ્પોના ચેરમેન કે.બી. પીપલીયાએ જણાવ્યું હતું કે સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા આગામી તા. ૧૦/૦ર/ર૦ર૪થી ૧ર/૦ર/ર૦ર૪ દરમિયાન સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ‘ફુડ એન્ડ એગ્રીટેક એક્ષ્પો– ર૦ર૪’નું ભવ્ય પ્રદર્શન યોજાશે. આ એકઝીબીશનનો સમય સવારે ૧૦:૦૦ થી સાંજે ૬:૦૦ કલાક સુધીનો રહેશે. ફુડ એન્ડ એગ્રીટેક એક્ષ્પોમાં કૃષિ ક્ષેત્રે એગ્રીકલ્ચર મશીનરી એન્ડ ઇકવીપમેન્ટ્‌સ, એગ્રો કેમિકલ્સ, પેસ્ટીસાઇડ્‌સ એન્ડ ફર્ટિલાઇઝર્સ, કવોલિટી કન્ટ્રોલ સર્વિસિસ, હેન્ડલીંગ માટેના ઇકવીપમેન્ટ, માઇલીંગ એન્ડ મિકસીંગ, ડ્રાયર્સ, કલીનર, સિલોસ એન્ડ સ્ટોરેજ સિસ્ટમ્સ, ડેરી એન્ડ મિલ્ક પ્રોસેસિંગ ઇકવીપમેન્ટ, એગ્રીકલ્ચર ઇકવીપમેન્ટ, ઇરીગેશન સિસ્ટમ્સ, બાયો ટેકનોલોજી, સીડ્‌સ એન્ડ પ્લાન્ટીંગ મશીનરી, ગ્રીન હાઉસિસ, પોલી હાઉસિસ, હાયડ્રોપોનિકસ એન્ડ એકવાપોનિકસ, નર્સરીઝ, સોલાર પ્રોડકટ્‌સ એન્ડ સોલ્યુશન્સ, ટેરેસ ગાર્ડનીંગ અને ડ્રોન ટેકનોલોજીનું પ્રદર્શન કરવામાં આવશે.આ પ્રદર્શનમાં ફુડ પ્રોસેસિંગ ક્ષેત્રે ફુડ પ્રોસેસિંગ ઇકવીપમેન્ટ્‌સ એન્ડ મશીનરી, પેકેજિંગ મશીનરી એન્ડ મટિરિયલ્સ, કોલ્ડ ચેઇન ઇકવીપમેન્ટ એન્ડ રેફ્રીજરેશન એપ્લાયન્સિસ, વેર હાઉસિંગ એન્ડ કાર્ગો હેન્ડલીંગ, ફુડ ટેસ્ટીંગ લેબોરેટરીઝ, ઇન્સ્યુરન્સ એજન્સીઝ, ફાયનાન્શિયલ સોલ્યુશન્સ, ડ્રાયડ, ફ્રોઝન એન્ડ કેનડ ફુડ, બેકરી એન્ડ ગ્રોસરીઝ, બેવરેજ એન્ડ ડ્રીન્કસ (નોન આલ્કોહોલિક), ફુડ પાર્કસ અને કન્ઝયુમર પેકેજડ ગુડ્‌સનું પ્રદર્શન કરાશે.આ પ્રદર્શનમાં ૧૦૦થી વધુ એકઝીબીટર્સ ભાગ લઈ રહયાં છે. આ પ્રદર્શનથી ખાદ્ય ઉદ્યોગ, સંસ્થાઓ અને વિદ્યાર્થીઓ માટે ઉજળી તક મળશે. ભવિષ્યમાં ઉદ્યોગ સાહસિકોને પણ સારુ પ્લેટફોર્મ મળી રહેશે. આ પ્રદર્શનમાં એકજ સ્થળે સુરતીઓને ૬૦૦થી પણ વધુ ટેસ્ટી તથા હેલ્ધી વાનગીઓનો સ્વાદ માણવાનો મોકો મળશે.

સુરતમાં મેડિકલ ટુરિઝમ વિકસાવવાના ભાગ રૂપે ચેમ્બરનો પ્રથમ પ્રયાસ છે, NRI/NRG તથા સામાન્ય લોકોને સુરતની કઇ હોસ્પિટલમાં કયા રોગની સારવાર મળી રહે છે? તેના વિશેની માહિતી મળી રહે તે હેતુથી પ્રદર્શન યોજાશે : ચેમ્બર પ્રમુખ રમેશ વઘાસિયા

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા આગામી તા. ૧૦-૦ર-ર૦ર૪થી ૧ર-૦2-૦ર૪ દરમિયાન સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ‘હેલ્થ એન્ડ વેલનેસ– ર૦ર૪’નું ભવ્ય પ્રદર્શન યોજાશે. આ પ્રદર્શનનો સમય સવારે ૧૦:૦૦ થી સાંજે ૬:૦૦ કલાક સુધીનો રહેશે.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયાએ જણાવ્યું હતું કે, કોરોના પછી બધાને આરોગ્યનું મહત્વ સમજાયું છે અને લોકો હવે આરોગ્યની જાળવણી માટે સજાગ થયા છે ત્યારે હેલ્થ સંબંધિત ઇન્ડસ્ટ્રીઝ, સ્ટાર્ટ–અપ અને ઉદ્યોગ સાહસિકોને પ્લેટફોર્મ આપવાના ભાગ રૂપે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ‘હેલ્થ એન્ડ વેલનેસ એક્ષ્પો– ર૦ર૪’ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી કરીને હેલ્થ ઇન્ડસ્ટ્રીઝમાં ઝંપલાવી રહેલા યુવા ઉદ્યોગ સાહસિકો અને સ્ટાર્ટ–અપ, સરકારની આરોગ્ય સંબંધિત જુદી–જુદી યોજનાઓથી વાકેફ થઇ શકે અને તેનો લાભ લઇ પોતાના ઉદ્યોગોનો ઝડપી વિકાસ સાધી શકે. ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આ એક્ષ્પો થકી દક્ષિણ ગુજરાતમાં હેલ્થ ઇન્ડસ્ટ્રીમાં હેલ્ધી વાતાવરણ ઉભું કરવાનો પ્રયાસ કરવામાં આવશે.

આ ઉપરાંત સુરતમાં મેડીકલ ટુરીઝમ વિકસાવવા માટે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા એક પ્રયાસના ભાગ રૂપે પણ આ પ્રદર્શનનું આયોજન કરાયું છે. વિશ્વના જુદા–જુદા દેશોમાંથી બિન નિવાસી ભારતીયો અને બિન નિવાસી ગુજરાતીઓ સુરતમાં આવે છે અને તબીબી સારવાર પણ લેતા હોય છે ત્યારે તેઓને સુરતની કઇ હોસ્પિટલમાં મેડીકલ ટુરિઝમ છે તેના વિશે પણ વિસ્તૃત માહિતી મળી રહે તે હેતુથી પણ આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. સુરતમાં મેડીકલ ક્ષેત્રે સ્પેશિયલ તબીબી સ્કીલ્સ, સ્પેશિયલ રોબોટસ અને સારી મેડીકલ સર્વિસિસ મળી રહે છે તેની માહિતી એનઆરઆઇ, એનઆરજી અને દેશના અન્ય લોકો સુધી પહોંચાડી શકાશે.

ચેમ્બરના ઉપ પ્રમુખ વિજય મેવાવાલાએ જણાવ્યું હતું કે, આ પ્રદર્શન થકી મેડીકલ સંસાધનોના ઉત્પાદકોને તેમજ સર્વિસ આપનારાઓને સીધું માર્કેટ પૂરું પાડવાનો હેતુ તો છે જ પણ તેની સાથે સાથે આ એકઝીબીશનને કારણે જાહેર જનતામાં તબીબી સારવાર માટેની જનજાગૃતિ કેળવાશે અને મેડીકલ ફેટર્નિટીને પણ તેનો લાભ થશે. સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં કઇ હોસ્પિટલની કયા રોગ માટેની સારવાર માટે શું વિશેષતા છે? તેની જાણ સામાન્ય લોકોને થશે. જેથી કરીને તેઓ સંબંધિત રોગની સારવાર માટે સંબંધિત હોસ્પિટલમાં લેતા થશે.

તત્કાલિન પૂર્વ પ્રમુખ હિમાંશુ બોડાવાલા, માનદ્‌ મંત્રી નિખિલ મદ્રાસી અને માનદ્‌ ખજાનચી કિરણ ઠુમ્મરે જણાવ્યું હતું કે, આ પ્રદર્શનના આયોજન માટે ગુજરાતના આરોગ્ય મંત્રી ૠષીકેશ પટેલ, શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરીયા, સુરતના મેયર દક્ષેશ માવાણી અને સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશ્નર શાલીની અગ્રવાલનું માર્ગદર્શન મેળવવામાં આવ્યું છે. સુરત શહેરમાં તેમજ રાજ્યમાં મેડીકલ ટુરીઝમને વિકસાવવા માટે આ પ્રદર્શન મહત્વની ભૂમિકા ભજવી શકે છે તેના વિશે તેઓની સાથે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને તેઓનું પણ માર્ગદર્શન ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા મેળવવામાં આવ્યું હતું. આથી મેડીકલ ટુરિઝમને વિકસાવવા માટે સહિયારો પ્રયાસ કરવામાં આવી રહયો છે.

ઓલ એકઝીબીશન્સ ચેરમેન બિજલ જરીવાલાએ જણાવ્યું હતું કે, આ પ્રદર્શનમાં આરોગ્યના ક્ષેત્રે સુરતમાં કાર્યરત જુદી–જુદી હોસ્પિટલો, આંતરરાષ્ટ્રીય કક્ષાની તબીબી સુવિધા આપતી હોસ્પિટલો, આયુર્વેદિક હોસ્પિટલો, હેલ્થ ઇન્ડસ્ટ્રી, મેડીકલ પ્રોડકટ, સોફટવેર, લેબોરેટરી તેમજ મેડીકલ ઇકવીપમેન્ટનું ઉત્પાદન કરતા ઉત્પાદકો તેમજ તે અંગેની સર્વિસ આપતી કંપનીઓ દ્વારા ભાગ લેવામાં આવશે. આશરે પ૦થી વધુ એકઝીબીટર્સ દ્વારા આ પ્રદર્શનમાં ભાગ લેવામાં આવશે. આ ઉપરાંત ચેમ્બર ઓફ કોમર્સની ટીમે સુરતની સાથે ફલાઇટ કનેકટેડ શહેરોની પણ મુલાકાત લેવામાં આવી છે અને તે શહેરોની હોસ્પિટલની મુલાકાત લઇને તેઓને પણ પ્રદર્શનમાં ભાગ લેવા અનુરોધ કરાયો છે.

‘હેલ્થ એન્ડ વેલનેસ એક્ષ્પો– ર૦ર૪’ના ચેરપર્સન ડો. પારૂલ વડગામાએ જણાવ્યું હતું કે, આ એક્ષ્પોમાં ભાગ લેનારા એકઝીબીટર્સ પર એક નજર કરીએ તો હોસ્પિટલ્સ, ડોકટર્સ, નર્સિંગ હોમ્સ, લેબ્સ (ડાયગ્નોસ્ટીક સેન્ટર્સ), બાયોમેડિકલ કંપનીઝ, હોસ્પિટલ ફર્નિચર, ઇમ્પોર્ટર એન્ડ એક્ષ્પોર્ટર, ફાર્મા કંપનીઝ, ઇન્સ્યુરન્સ કંપનીઝ, મેડિકલ આર્કિટેકટ્‌સ, મેડિકલ/હોસ્પિટલ કન્સલ્ટન્ટ, મેડિકલ ટુરીઝમ, આયુર્વેદા, હોમિયોપેથિક, ફિઝીયોથેરાપી સેન્ટર, આઇવીએફ સેન્ટર્સ, બેરિયાટ્રિક સર્જરી, પેઇન મેનેજમેન્ટ, હોમ કેર સર્વિસ પ્રોવાઇડર્સ, વેલનેસ સેન્ટર્સ, ન્યુટ્રિશન, કિલનિકલ રિસર્ચ, માર્કેટીંગ કંપનીઝ, જીમ – હેલ્થ કલબ, યોગા કલાસિસ, વેલનેસ ફુડ પ્રોડકટ, એચઆર રિકુ્રટર્સ  નર્સિસ એન્ડ સ્ટાફ, મેડિકલ કોલેજીસ, નર્સિંગ કોલેજીસ, ફિઝીયો કોલેજીસ, પેરામેડિકલ કોલેજીસ, એડમિશન એજન્સીઝ, ઓડિયોલોજી એન્ડ હિયરીંગ એડ, મેડિકલ લેજર્સ, ડેન્ટલ

August 19, 2023
WhatsApp-Image-2023-08-18-at-16.58.56-2-1280x853.jpeg
2min893

બિઝનેસ વુમન, વર્કિંગ વુમન નવા નવા આઇડીયા પર કામ કરેઃ ડો. રેણુકા ગર્ગ

સુરત શહેર હવે ‘બિઝનેસ વુમન સિટી’તરીકે ઓળખાય તે દિશામાં મહિલા સાહસિકોએ પ્રયાસ કરવાની જરૂર છે : મેયર હેમાલી બોઘાવાલા

ડો. રેણુકા ગર્ગે મહિલા સાહસિકોને બિઝનેસમાં ટકી રહેવા સેલ્ફ મોટીવેશન, એબિલિટી, અનુભવ, ફિઝીબલ આઇડિયા અને રિસોર્સ વિષે સમજણ આપી

સુરતઃ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના વુમન આંત્રપ્રિન્યોર સેલ દ્વારા ગુરૂવાર, તા. ૧૭ ઓગસ્ટ, ર૦ર૩ના રોજ સાંજે પઃ૦૦ કલાકે સંહતિ, સરસાણા, સુરત ખાતે ‘એમ્પાવરમેન્ટ સર્કલ’ વિષે સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મેયર હેમાલી બોઘાવાલા અને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના બિઝનેસ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ મેનેજમેન્ટના પૂર્વ વિભાગીય વડા ડો. રેણુકા ગર્ગે મહિલા સાહસિકોને બિઝનેસમાં આગળ વધવા અને બિઝનેસ વુમન તરીકે પોતાની ઓળખ ઉભી કરવા પ્રોત્સાહિત કર્યા હતા.

મેયર હેમાલી બોઘાવાલાએ જણાવ્યું હતું કે, મહિલાઓ હવે કોઇપણ ક્ષેત્રે પાછળ નથી. તેઓને દરેક ક્ષેત્રે આગળ વધવાની તક મળી રહી છે અને તેઓ આગળ વધી રહી છે. જો કે, મહિલાઓ માટે કામ કરવાની ઘણી ચેલેન્જ હોય છે ત્યારે આવી પરિસ્થિતિમાં તેઓએ પરિવારને સાચવીને આગળ વધવું જોઇએ. પહેલો સહકાર પરિવાર તરફથી લેશો તો કોઇ દિવસ પાછળ રહેશો નહીં. તેમણે કહયું કે, ગુજરાત જીઆઇડીસીમાં રૂપિયા ૧૭૦૦ કરોડનો બિઝનેસ માત્ર મહિલાઓ કરે છે ત્યારે ડાયમંડ સિટી, સિલ્ક સિટી, બ્રિજ સિટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે ‘બિઝનેસ વુમન સિટી’તરીકે ઓળખાય તે દિશામાં મહિલા સાહસિકોએ પ્રયાસ કરવાનો છે.

ડો. રેણુકા ગર્ગે જણાવ્યું હતું કે, ઉદ્યોગ સાહસિકતા માટે જે આઇડિયા આપણી પાસે હોય છે તેને અમલમાં નહીં મુકાય ત્યાં સુધી એ આઇડિયા બેકાર છે. જે પ્રોડકટનું ઉત્પાદન કરી તેને માર્કેટમાં લઇ જવી છે તેની માર્કેટમાં ડિમાન્ડ જ ન હોય તો પણ આઇડિયા બેકાર છે, આથી આઇડિયા હમેશા ફિઝીબલ હોવો જોઇએ. બિઝનેસ માટે રિસ્ક લેવો પડશે. આજે બિઝનેસની શરૂઆત કરી અને કાલથી પરિણામ મળશે એ જરૂરી નથી. બિઝનેસમાં ટકી રહેવા માટે પણ નવા નવા આઇડિયાઝ લાવવા પડશે. બિઝનેસમાં નવિનતા લાવવી પડશે ત્યારે જ બિઝનેસમાં લાંબા ગાળે ટકી શકાય છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, બિઝનેસમાં ટકી રહેવા માટે માત્ર માર્કેટીંગ અને ફાયનાન્સ જ નહીં પણ ૩૬૦ ડીગ્રી એન્ગલથી વિચારવું પડશે. બિઝનેસ મેનેજમેન્ટના જેટલા પણ ફંકશન છે તેના વિષે વિચારવું પડશે. બિઝનેસમાં ટકી રહેવા માટે સ્પર્ધા ઘણી છે, પરંતુ હમેશા સ્પર્ધક બનીને નહીં પણ સહકારની ભાવના સાથે એકબીજાને સહયોગ આપીને પણ બિઝનેસને ડેવલપ કરવો પડે છે. બિઝનેસમાં નવી ટેકનોલોજી અપનાવી ગ્રાહકોની જરૂરિયાત મુજબ પ્રોડકટ ડેવલપ કરવી પડશે. તેમણે બિઝનેસમાં ટકી રહેવા માટે સેલ્ફ મોટીવેશન, એબિલિટી, એકસપિરિયન્સ, ફિઝીબલ આઇડિયા અને રિસોર્સ વિષે વિસ્તૃત સમજણ આપી હતી.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયાએ સ્વાગત પ્રવચન કરી મહિલા સાહસિકોને પ્રોત્સાહિત કર્યા હતા. ચેમ્બરના ઉપ પ્રમુખ વિજય મેવાવાલાએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. તત્કાલિન ભૂતપૂર્વ પ્રમુખ હિમાંશુ બોડાવાલા, માનદ્‌ મંત્રી નિખિલ મદ્રાસી અને ગૃપ ચેરપર્સન ડો. બંદના ભટ્ટાચાર્ય સેશનમાં હાજર રહયા હતા.

વુમન આંત્રપ્રિન્યોર સેલના ચેરપર્સન કૃતિકા શાહે કાર્યક્રમની રૂપરેખા આપી હતી. એડવાઇઝર સ્વાતિ શેઠવાલાએ કાર્યક્રમનું સંચાલન કરી મેયર હેમાલી બોઘાવાલાનો પરિચય આપ્યો હતો. કો–ચેરપર્સન નિમિષા પારેખે વકતા ડો. રેણુકા ગર્ગનો પરિચય આપ્યો હતો. લેડીઝ વીંગના એડવાઇઝર જ્યોત્સના ગુજરાતીએ સર્વેનો આભાર માન્યો હતો અને ત્યારબાદ સેશનનું સમાપન થયું હતું.

July 6, 2023
WhatsApp-Image-2023-07-06-at-18.43.54-1280x534.jpeg
2min1255

‘સીટેક્ષ – સુરત ઈન્ટરનેશનલ ટેક્ષ્ટાઇલ એક્ષ્પો– ર૦ર૩’

ભારતમાં પ્રથમ વખત ટેક્ષ્ટાઇલ પ્રોસેસિંગ મીલ અને ડાઇંગ ઇન્ડસ્ટ્રી માટે એફલુએન્ટ વોટર રિસાયકલિંગ સિસ્ટમ સીટેક્ષમાં લોન્ચ કરાશે

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર તથા સુરત ટેક્ષમેક ફેડરેશનના સંયુકત ઉપક્રમે આગામી તા. ૮, ૯ અને ૧૦ જુલાઇ, ર૦ર૩ ના રોજ સવારે ૧૦:૦૦ થી સાંજે ૬:૦૦ વાગ્યાના સમયગાળા દરમ્યાન સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ત્રિદિવસીય ‘સીટેક્ષ – સુરત ઈન્ટરનેશનલ ટેક્ષ્ટાઇલ એક્ષ્પો– ર૦ર૩’નું આયોજન કરવામાં આવ્યું છે.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયાએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે, ચેમ્બર દ્વારા યોજાતા સમગ્ર ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીની મશીનરીને આવરી લેનારા પ્રદર્શન ‘સીટેક્ષ’શ્રેણીનું આ આઠમું પ્રદર્શન છે. ચેમ્બરના અતિ મહત્વકાંક્ષી આ પ્રદર્શનનો પ્રમુખ ઉદ્દેશ શહેરના ટેક્ષ્ટાઇલ ઉદ્યોગને એક નવી દિશા અને ગતિ આપવાનો છે. ટેક્ષ્ટાઇલ ટેકનોલોજી એન્ડ મશીનરી માટે યોજાનારા આ એકઝીબીશનનો સીધો લાભ સુરતના વિકાસશીલ ટેક્ષ્ટાઇલ ઉદ્યોગને મળશે. ‘સીટેક્ષ– ર૦ર૩’એ કાપડની કવોલિટી અપગ્રેડ કરી વધુમાં વધુ એક્ષ્પોર્ટ કરવાની દિશામાં મહત્વનું યોગદાન આપશે, જે ઉત્પાદતામાં વૃદ્ધિની સાથે સાથે મોટા પાયે રોજગારી નિર્માણ કરવામાં ખૂબ જ મદદરૂપ બની રહેશે. મને આનંદ છે કે, આ પ્રદર્શનના આયોજનમાં સુરત ટેક્ષમેક ફેડરેશન સહયોગી બન્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ ર૦ર૭ સુધીમાં ભારતને પ ટ્રિલિયન ડોલર ઇકોનોમી બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે, જેમાં ગુજરાત રિજનમાંથી રૂપિયા ૮૪૦૦૦ કરોડનો બિઝનેસ જીડીપીમાં આપવાનો સંકલ્પ કરી તે દિશામાં પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. વડાપ્રધાને, દેશના ઉદ્યોગકારોને ૧ ટ્રિલિયન ડોલરના એક્ષ્પોર્ટનો લક્ષ્યાંક આપ્યો છે ત્યારે ચેમ્બર ઓફ કોમર્સે SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪ અંતર્ગત સુરત સહિત સમગ્ર ગુજરાતમાંથી એક્ષ્પોર્ટ વધારી શકાય તે માટેના પ્રયત્ન શરૂ કરી દેવામાં આવ્યા છે. ચેમ્બર ઓફ કોમર્સ, તમામ ઔદ્યોગિક એસોસીએશનોને સાથે લઈને આગળ વધશે. જેથી કરીને ભારતને વિશ્વમાં સૌથી મોટી ત્રીજી ઇકોનોમી બનાવવાની દિશામાં યોગદાન આપી શકાય.

ચેમ્બરના ઉપ પ્રમુખ વિજય મેવાવાલાએ જણાવ્યું હતું કે, સીટેક્ષ એક્ષ્પોનો ઉદ્‌ઘાટન સમારોહ શનિવાર, તા. ૮ જુલાઇ, ર૦ર૩ ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે યોજાશે. જેમાં મુખ્ય મહેમાન તથા ઉદ્‌ઘાટક તરીકે ભારતના કેન્દ્રિય ટેક્ષ્ટાઇલ અને રેલ્વે રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશ ઉપસ્થિત રહેશે અને તેમના હસ્તે એકઝીબીશનનું ઉદ્‌ઘાટન કરવામાં આવશે. ઉદ્‌ઘાટન સમારોહમાં ટેક્ષ્ટાઇલ મંત્રાલયના એડિશનલ ટેક્ષ્ટાઇલ કમિશનર એસ.પી. વર્મા અને અલિધરા ટેક્ષટુલ એન્જીનિયર્સ પ્રા.લિ.ના ચીફ મેનેજિંગ ડિરેકટર હંસરાજ એ. ગોંડલિયા અતિથિ વિશેષ તરીકે સ્થાન શોભાવશે.

ચેમ્બરના તત્કાલિન ભૂતપૂર્વ પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું કે, ભારતના કેન્દ્રિય કાપડ મંત્રી પીયુષ ગોયલે વર્ષ ર૦૩૦ સુધીમાં ટેક્ષ્ટાઇલ ઉદ્યોગને રપ૦ બિલિયન યુએસ ડોલર સુધી લઇ જવા તથા દેશમાંથી ટેક્ષ્ટાઇલના એક્ષ્પોર્ટને ૧૦૦ બિલિયન યુએસ ડોલર સુધી લઇ જવા માટે ટેક્ષ્ટાઇલ ઉદ્યોગકારોને હાકલ કરી છે ત્યારે ચેમ્બર દ્વારા યોજાનાર સીટેક્ષ એકઝીબીશન આ દિશામાં સફળ થવા માટે ચોકકસપણે ભૂમિકા ભજવશે.

આ પ્રદર્શનની મુલાકાત માટે અત્યાર સુધીમાં ર૦ હજારથી વધુ વિઝીટર્સ દ્વારા ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવામાં આવ્યું છે. જેમાં સુરત સહિત સમગ્ર ગુજરાત તથા દેશભરના વિવિધ રાજ્યોના ટેક્ષ્ટાઇલ વ્યાપારીઓ, ઉદ્યોગકારો અને ઉદ્યોગ સાહસિકોનો સમાવેશ થાય છે. દેશમાં કાપડની જે મોટી મંડીઓ છે ત્યાંથી ટેક્ષ્ટાઇલ વ્યાપારીઓનું ગૃપ તથા ડેલીગેશન્સ પણ સીટેક્ષ એક્ષ્પોની મુલાકાતે આવવાના છે.

ચેમ્બરના ઓલ એકઝીબીશન્સના ચેરમેન બિજલ જરીવાલાએ જણાવ્યું હતું કે, જર્મની ખાતે એક્ષ્પોર્ટ કરાતા તેમજ ત્યાં બીએમડબ્લ્યુ કારમાં જે ફેબ્રિકસનો ઉપયોગ કરવામાં આવે છે એ ફેબ્રિકસનું ઉત્પાદન જે વિવિંગ મશીન પર થાય છે એ મશીનરી પણ સીટેક્ષ એક્ષ્પોમાં પ્રદર્શિત કરાશે. હાઇ સ્પીડ હેવી ડેન્સીટી ફેબ્રિકસ બનાવતી આ મશીનરીનો લાઇવ ડેમો પ્રદર્શનમાં જોવા મળશે. મેક ઇન ઇન્ડિયા કોન્સેપ્ટથી ભારતમાં જ બનતા ૧૦૦૦ આરપીએમ સ્પીડ ધરાવતું ‘આર્મી’ઇલેકટ્રોનિક જેકાર્ડ મશીન તથા ફકત ૯.પ ફૂટની હાઇટમાં ચાલતું એકમાત્ર ઇલેકટ્રોનિક જેકાર્ડ મશીન કે જે આજ સુધીમાં અંદાજિત ૧૦ હજારથી પણ વધુ મશીન સુરતમાં ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે તેવી મશીનરીઓનું પ્રદર્શન કરાશે.

આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય બજારની માંગને પહોંચી વળવા તથા એક્ષ્પોર્ટની ‘વિસ્કોસ’ જેવી કવોલિટીનું ડિફેકટલેસ કાપડ બનાવવા માટેનું સ્પેશિયલી તૈયાર કરાવવામાં આવેલું ૧૦૦૦ થી વધુ આરપીએમની સ્પીડ ધરાવતું એરજેટ મશીન પણ પ્રદર્શનમાં આકર્ષણનું કેન્દ્ર બનશે.

નીચે મુજબની અદ્યતન ટેક્ષ્ટાઇલ મશીનરીઓ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.

– મેક ઇન ઇન્ડિયા કોન્સેપ્ટથી ભારતમાં જ બનતા ૧૦૦૦ આરપીએમ સ્પીડ ધરાવતું ‘આર્મી’ ઇલેકટ્રોનિક જેકાર્ડ મશીન
– ફકત ૯.પ ફૂટની હાઇટમાં ચાલતું એકમાત્ર ઇલેકટ્રોનિક જેકાર્ડ મશીન
– ‘વિસ્કોસ’ જેવી કવોલિટીનું ડિફેકટલેસ કાપડ બનાવવા માટેનું સ્પેશિયલી તૈયાર કરાવવામાં આવેલું ૧૦૦૦ થી વધુ આરપીએમની સ્પીડ ધરાવતું ચાઇનીઝ એરજેટ મશીન
– એરજેટ ડોબી વીથ ડબલ બીમ રનીંગ ૭પ૦ આરપીએમ
– સુપર હાઇસ્પીડ ટીએફઓ
– એરજેટ JDF9100 plus ન્યુ હાઇ સ્પીડ મશીન
– વોટરજેટ JDF408 plus સ્પીડ upto 550 મશીન

સીટેક્ષ એક્ષ્પોના ચેરમેન સુરેશ પટેલે જણાવ્યું હતું કે, સરસાણા સ્થિત ‘સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ૧.૩૦ લાખ સ્કવેર ફૂટમાં પ્રદર્શન યોજાશે. પીલરલેસ એસી હોલમાં ૬૦ વધુ એકઝીબીટર્સ દ્વારા અદ્યતન ટેક્ષ્ટાઇલ મશીનરીઓનું પ્રદર્શન કરાશે. આ પ્રદર્શનમાં ટેક્ષ્ટાઇલ મશીનરી, ટેક્ષ્ટાઇલ એન્સીલરી અને મશીનરીઓ, એમ્બ્રોઇડરી એન્ડ બ્રીડીંગ મશીનરી તથા એસેસરીઝ, ટેક્ષ્ટાઇલ એન્જીનિયરીંગ, ટેકિનકલ ટેક્ષ્ટાઇલ સંબંધિત મશીનરી, પોઝીશન અને ડિજીટલ પ્રિન્ટીંગ મશીન અને એસેસરીઝનું પ્રદર્શન કરવામાં આવશે. આથી અમને તમામ સેકટર્સના એકઝીબીટર્સ તરફથી ખૂબ સારો પ્રતિસાદ પણ મળ્યો છે.

ભારતમાં પ્રથમ વખત ટેક્ષ્ટાઇલ પ્રોસેસિંગ મીલ અને ડાઇંગ ઇન્ડસ્ટ્રી માટે એફલુએન્ટ વોટર રિસાયકલિંગ સિસ્ટમ લોન્ચ કરાશે, લાઇવ ડેમો આપવામાં આવશે

ભારતમાં પ્રથમ વખત ટેક્ષ્ટાઇલ પ્રોસેસિંગ મીલ અને ડાઇંગ ઇન્ડસ્ટ્રી માટે ઇ.ડી.આર. સિસ્ટમ લોન્ચ કરવામાં આવશે. એફલુએન્ટ વોટર રિસાયકલિંગ ઝેડએલડી પ્લાન્ટ પ્રથમ વખત ભારતમાં લોન્ચ કરવામાં આવશે અને તેનું લોન્ચીંગ સીટેક્ષ એક્ષ્પોમાં કરવામાં આવશે. આ પ્રદર્શનમાં ભારતમાં પ્રથમ વખત ઇલેકટ્રોનિકની સાથે ચાલનારા શટલ લુમનું પણ પ્રદર્શન કરવામાં આવશે. આ શટલ લુમ પર ડિફેકટ લેસ ચાર કલરનું ફેબ્રિક બને છે. સાથે જ બોર્ડર ઉપર બ્રાન્ડ નેમ પણ પ્રિન્ટ કરે છે. આ લુમ પર પેન ડ્રાઇવ થકી વિવિંગ ડિઝાઇન પણ ઓટોમેટિકલી બદલાય છે, જેને સરળતાથી ઓપરેટ કરવામાં આવે છે.

સુરત ટેક્ષમેક ફેડરેશનના પ્રમુખ મુકેશ પટેલે જણાવ્યું હતું કે, આ એકઝીબીશનમાં ટેક્ષ્ટાઇલ મશીનરી, એસેસરીઝ મેન્યુફેક્‌ચરર્સ તેમની વિશ્વની સૌથી અદ્યતન ટેકનોલોજી ધરાવતી એરજેટ લૂમ્સ, વોટર જેટ લૂમ્સ, રેપીયર લૂમ્સ, ઈલેક્‌ટ્રોનિક જેકાર્ડ, ડોબી મશીન, વેલવેટ વિવિંગ મશીન, સકર્યુલર નીટિંગ, યાર્ન ડાઇંગ, વોર્પિંગ મશીન, ડિજીટલ પ્રિન્ટીંગ મશીનરી, પોઝીશન પ્રિન્ટીંગ મશીન, વિવિધ પ્રિન્ટીંગ ઈન્ક, સ્યુઇંગ મશીન, હીટ ટ્રાન્સફર મશીન, હોટ ફિકસ મશીન, ટીએફઓ તેમજ એસેસરીઝનું પ્રદર્શન કરવામાં આવશે.

એક્ષ્પોર્ટ ઓપોર્ચ્યુનિટીઝ માટે સેમિનાર યોજાશે, ઉદ્યોગકારોને માર્ગદર્શન અપાશે

સીટેક્ષ એકઝીબીશન દરમ્યાન રવિવાર, તા. ૯ જુલાઇ ર૦ર૩ ના રોજ સાંજે ૪:૦૦ કલાકે એકઝીબીશનના સ્થળે જ એક્ષ્પોર્ટ ઓપોર્ચ્યુનિટીઝ માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં યાર્ન, ફેબ્રિક, જરી, એપરલ, મશીનરી, ફર્નિશિંગ વગેરેનું એક્ષ્પોર્ટ કરનારા નિર્યાતકારોની કેસ સ્ટડી ઉદ્યોગકારો સમક્ષ મુકવામાં આવશે. જેના કારણે નવા એક્ષ્પોર્ટર તૈયાર કરવાની દિશામાં મોટું કામ થશે. આ ઉપરાંત સુરતથી એક્ષ્પોર્ટ વધારવા માટે ઉદ્યોગકારોને મહત્વનું માર્ગદર્શન આપવામાં આવશે.

July 3, 2023
WhatsApp-Image-2023-07-02-at-19.58.05-1280x863.jpeg
2min1290

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીનો ૮૩મો પદગ્રહણ સમારોહ રવિવાર, તા. ૦ર જુલાઇ ર૦ર૩ ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે યોજાયો હતો. જેમાં ચેમ્બરના વર્ષ ર૦ર૩–ર૪ના પ્રમુખ તરીકે રમેશ વઘાસિયા અને ઉપ પ્રમુખ તરીકે વિજય મેવાવાલાએ પદભાર સંભાળ્યો હતો. રમેશ વઘાસિયા ચેમ્બર ઓફ કોમર્સના ૭૭મા પ્રમુખ બન્યા છે.

SGCCIના ઓનરરી સેક્રેટરી તરીકે નિખિલ મદ્રાસી અને ઓનરરી ટ્રેઝરર તરીકે કિરણ ઠુમ્મરની વરણી

આ સમારંભમાં મુખ્ય મહેમાન તરીકે ભારતના કેન્દ્રિય ટેક્ષ્ટાઇલ્સ એન્ડ રેલ્વે રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશ ઉપસ્થિત રહયા હતા. ગુજરાતના ગૃહ મંત્રી (રાજ્ય કક્ષા) હર્ષભાઇ સંઘવી, શિક્ષણ મંત્રી (રાજ્ય કક્ષા) પ્રફૂલ પાનશેરીયા, સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિના ચેરમેન પરેશ પટેલ, યુકેના અમદાવાદ સ્થિત ડેપ્યુટી હાઇ કમિશનર સ્ટીવન હિકલીંગ, શ્રી રામકૃષ્ણ એક્ષ્પોર્ટ્‌સ પ્રા.લિ.ના ફાઉન્ડર એન્ડ ચેરમેન ગોવિંદભાઇ ધોળકિયા અને સુરત ડાયમંડ બુર્સ એન્ડ કિરણ જેમ્સના ચેરમેન વલ્લભભાઇ પટેલ (લાખાણી) અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહયા હતા.

વિદેશી પ્રતિનિધિ મંડળોમાં પાંચ દેશોના એમ્બેસેડર અને કોન્સુલ જનરલ સમારોહમાં ખાસ ઉપસ્થિત રહયા હતા. જેમાં અમદાવાદ સ્થિત યુકેના ડેપ્યુટી હાઇ કમિશનર સ્ટીવન હિકલીંગ, નવી દિલ્હી સ્થિત ફેડરેલ ડેમોક્રેટીક રિપબ્લીક ઓફ ઇથોપિયાના ડેપ્યુટી હેડ ઓફ મીશન બિઝુનેશ મેસેરેટ, મુંબઇ સ્થિત મલેશિયાના કોન્સુલ જનરલ અહમદ ઝુવેરી યુસોફ, મુંબઇ સ્થિત રિપબ્લીક ઓફ ઇન્ડોનેશિયાના એકટીંગ કોન્સુલ જનરલ તોલ્લાહ ઉબૈદી અને નવી દિલ્હી સ્થિત એમ્બેસી ઓફ ધ રિપબ્લીક ઓફ વિયેતનામના ટ્રેડ કાઉન્સેલર બુઇ ટ્રન્ગ થોન્ગનો સમાવેશ થાય છે.

ચેમ્બરના વર્ષ ર૦રર–ર૩ ના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ પદગ્રહણ સમારોહમાં સર્વેને આવકાર્યા હતા અને પ્રારંભિક ઉદ્‌બોધન કર્યું હતું. તેમણે તેમના કાર્યકાળ દરમ્યાન ચેમ્બર દ્વારા કરવામાં આવેલી નોંધનીય કામગીરીનો અહેવાલ રજૂ કરી વર્ષ ર૦ર૩–ર૪ ના પ્રમુખ રમેશ વઘાસિયાનો પરિચય આપી તેમને પ્રમુખ તરીકેની બાગડૌર સંભાળવા અનુરોધ કર્યો હતો.

પદગ્રહણ સમારોહમાં સૌથી મહત્વની બાબત એટલે ચેમ્બરના વર્ષ ર૦ર૩–ર૪ના પ્રમુખ તરીકે રમેશ વઘાસિયા અને ઉપ પ્રમુખ તરીકે વિજય મેવાવાલાએ પદભાર સંભાળ્યો હતો. પ્રમુખ રમેશ વઘાસિયાએ તેમના કાર્યકાળ દરમ્યાન માનદ્‌ મંત્રી તરીકે નિખિલ મદ્રાસી અને માનદ્‌ ખજાનચી તરીકે કિરણ ઠુમ્મરની જાહેરાત કરી હતી. જ્યારે લેડીઝ વીંગના ચેરપર્સન તરીકે મનિષા હિમાંશુ બોડાવાલાની જાહેરાત કરી હતી.

રમેશ વઘાસિયાએ સર્વેનો આભાર વ્યકત કરી ચેમ્બરના પ્રમુખપદનો સ્વીકાર કરતા પોતાના ઉદ્‌બોધનમાં જણાવ્યું હતું કે, SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪ના ભાગ રૂપે ચેમ્બર ઓફ કોમર્સ વિશ્વના ૮૪ દેશોની સાથે વ્યાપાર વધારવાની દિશામાં પ્રયાસ કરાશે.

SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪ અંતર્ગત સુરત સહિત સમગ્ર ગુજરાતમાંથી એક્ષ્પોર્ટ વધારી શકાય તે માટેના પ્રયાસના ભાગ રૂપે ૮૪૦૦૦ જેટલા યુવા ટેલેન્ટેડ આંત્રપ્રિન્યોર્સને જોડવામાં આવશે અને વિશ્વના જુદા–જુદા ૮૪ દેશોમાં વસતા ભારતીય યુવા ઉદ્યોગ સાહસિકોને ઓનબોર્ડ કરાશે. આ ઉપરાંત ભારતની ૮૪ જેટલી ચેમ્બર ઓફ કોમર્સને તથા વિશ્વના ૮૪ દેશોની ચેમ્બર ઓફ કોમર્સને એક પ્લેટફોર્મ ઉપર લાવવામાં આવશે અને ઉદ્યોગકારોની સાથે સંવાદ યોજાશે. એવી જ રીતે ભારતના ૮૪ દેશોમાં કોન્સુલ જનરલને તેમજ ૮૪ દેશોના ભારત સ્થિત કોન્સુલ જનરલને જોડાશે અને તેઓના દેશો સાથે વ્યાપાર માટે જે કાયદા અને નિયમો છે તેના વિષે ઉદ્યોગકારોને માર્ગદર્શન આપી દિશા નિર્દેશ કરવામાં આવશે.

કયા દેશમાં કઇ પ્રોડકટની માંગ તથા જરૂરિયાતો છે તેના વિષે ખાસ ચર્ચા કરાશે અને તેની જાણકારી ઉદ્યોગકારોને આપવામાં આવશે, જેથી કરીને ભારતથી એક્ષ્પોર્ટ વધારી શકાશે. તદુપરાંત વર્લ્ડ બેંક, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન અને વર્લ્ડ ઇકોનોમિક ફોરમ, યુનો વગેરે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં કાર્યરત ભારતીય સ્કોલરને આમંત્રિત કરી ઉદ્યોગકારોને માર્ગદર્શન અપાશે.

તા. ર૧ ઓકટોબર ર૦ર૩ થી ચેમ્બર ઓફ કોમર્સનું ૮૪ મું વર્ષ શરૂ થશે. ચેમ્બરની સ્થાપના દિવસના ૮૪મા દિવસે એટલે તા. ૧૩ જાન્યુઆરી ર૦ર૪ ના રોજ રૂપિયા ૮૪ હજાર કરોડના બિઝનેસ કરવા માટે એમઓયુ કરાશે, જે અંતર્ગત ઇન્ટરનેશનલ ટ્રેડ માટે વધુ સારું પ્રોત્સાહન ઉદ્યોગકારોને પૂરું પાડવામાં આવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ ર૦ર૭ સુધીમાં ભારતને પ ટ્રિલિયન ડોલર ઇકોનોમી બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે, જેમાં ગુજરાત રિજનમાંથી રૂપિયા ૮૪૦૦૦ કરોડનો બિઝનેસ જીપીડીમાં આપવાનો સંકલ્પ કરી તે દિશામાં અથાગ પ્રયાસ કરાશે. વડાપ્રધાને, દેશના ઉદ્યોગકારોને ૧ ટ્રિલિયન ડોલરના એક્ષ્પોર્ટનો લક્ષ્યાંક આપ્યો છે, તેમાં વધુમાં વધુ એક્ષ્પોર્ટ ગુજરાત રિજનમાંથી થાય તે દિશામાં મકકમ પ્રયાસ કરાશે. એના માટે ચેમ્બર ઓફ કોમર્સ, તમામ ઔદ્યોગિક એસોસીએશનોને સાથે લઈને આગળ વધશે. જેથી કરીને ભારતને વિશ્વમાં સૌથી મોટી ત્રીજી ઇકોનોમી બનાવવાની દિશામાં યોગદાન આપી શકાય.

પ્રમુખ રમેશ વઘાસિયા દ્વારા સંકલ્પ લેવામાં આવ્યો હતો કે તેમના કાર્યકાળ દરમ્યાન એક વર્ષમાં ચેમ્બરને નવા ૧૦૦૦ સભ્યો અને તેના દ્વારા રૂપિયા પાંચ કરોડની આવક કરી આપવામાં આવશે.

મુખ્ય મહેમાન કેન્દ્રિય મંત્રી દર્શનાબેન જરદોશના હસ્તે SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪નું લોન્ચીંગ કરવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, હવે ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રી અને તેને લગતા એજ્યુકેશનના ભવિષ્ય ઉપર ચેમ્બર ઓફ કોમર્સે કામ કરવું પડશે. છેલ્લાં પાંચ વર્ષમાં સરકાર સાથે વાન્ીતના આધારે ઇન્ડસ્ટ્રીના પ્રશ્નોનું નિરાકરણ લાવ્યા છે. હવે ભવિષ્યમાં નવા રોકાણ સાથે ઇન્ડસ્ટ્રીએ આગળ વધવું પડશે. ટ્રિપલ એન્જીનની સરકાર ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ માટે ખૂબ જ સારું કામ કરી રહી છે. વધુમાં તેમણે કહયું હતું કે, એક ભારત શ્રેષ્ઠ ભારતની દિશામાં ચેમ્બરના પ્રમુખ રમેશ વઘાસિયા નવા ઊંચા સંકલ્પ સાથે આગળ વધશે અને તેના માટે તેમણે શુભેચ્છા આપી હતી.

ગુજરાતના ગૃહ તેમજ ઉદ્યોગ (રાજ્ય કક્ષા) મંત્રી હર્ષભાઇ સંઘવીએ જણાવ્યું હતું કે, સુરતના બધા જ ઉદ્યોગોને દિશા આપવાનું કામ ચેમ્બર ઓફ કોમર્સ કરે છે. આખા દક્ષિણ ગુજરાતના વ્યાપાર – ઉદ્યોગોનું પ્રતિનિધિત્વ કરનાર ચેમ્બર ઓફ કોમર્સ ઉદ્યોગોના હિત માટે માંગણી લઇને આવે અને એ અમે પૂર્ણ કરીશું. મોટી રોજગારીનું સર્જન થાય અને વેપારીઓને નવી દિશા મળી શકે તે માટે પીએમ મિત્રા પાર્ક સુરતને મળી ગયો છે. ૧૩મીએ પીએમ મિત્રા પાર્કનું એમઓયુ પણ થનાર છે. સુરત – નવસારી ખાતે પીએમ મિત્રા પાર્ક દેશમાં સૌથી પહેલા અને ઝડપથી બને તે માટે પ્રયાસ કરાઇ રહયા છે. સુરત ડાયમંડ બુર્સ વિશ્વમાં દેશનું સૌથી મોટું ડાયમંડ હબ બનશે. ગુજરાતને સૌથી સુરક્ષિત રાજ્ય બનાવ્યું છે અને વધુ સુરક્ષિત બનાવવાની પ્રતિજ્ઞા લીધી છે.

ચેમ્બરના નવનિયુકત પ્રમુખ રમેશ વઘાસિયાએ ગુજરાતના ૮૪ હજાર યુવા ઉદ્યોગ સાહસિકોને જોડવાનો સંકલ્પ લીધો છે ત્યારે બ્રાન્ડ સુરત માટે કેવી રીતે સફળતા પ્રાપ્ત કરી શકાય છે તે દિશામાં પણ આગળ વધવું પડશે. નાના વેપારીઓની સબસિડી અટકેલી હોય તો તેઓને મળે તે માટેનું કામ ચેમ્બર ઓફ કોમર્સે કરવાનું છે.

વધુમાં તેમણે કહયું કે, ચેમ્બર ઓફ કોમર્સના સુરત ઇન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટરને વધુ વિકસાવવામાં આવશે તો મુંબઇ, બેંગ્લોરની જેમ આંતરરાષ્ટ્રીય કક્ષાના એકઝીબીશન કરી શકાશે. એના માટે ગુજરાત સરકારે રૂપિયા ર૪ કરોડ મંજૂર કરવા લીલી ઝંડી આપી દીધી છે.

અમદાવાદ સ્થિત યુકેના ડેપ્યુટી હાઇ કમિશનર સ્ટીવન હિકલીંગે જણાવ્યું હતું કે, ભારત અને અમેરિકા વચ્ચે દ્વિપક્ષીય વ્યાપાર વધારવાની દિશામાં ખૂબ જ સારું વાતાવરણ નિર્માણ થઇ ગયું છે. બંને દેશો ટ્રેડ, ફાયનાન્સ, ઇન્વેસ્ટમેન્ટ, ટ્રાન્સપોર્ટ, વેસ્ટ મેનેજમેન્ટ, એજ્યુકેશન, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ વગેરે ક્ષેત્રે એકબીજાને સહયોગ આપવા માટે આગળ વધી રહયા છે.

ચેમ્બરના ભૂતપૂર્વ પ્રમુખ બી.એસ. અગ્રવાલે, પ્રમુખ તરીકે હિમાંશુ બોડાવાલાએ તેમના કાર્યકાળ દરમિયાન દક્ષિણ ગુજરાતના ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીના ડેવલપમેન્ટ હેતુ જે કામગીરી કરી હતી તે અંગેના સન્માન પત્રનું વાંચન કર્યું હતું. ચેમ્બરના ભૂતપૂર્વ પ્રમુખ મહેન્દ્ર કાજીવાલાને ચેમ્બર દ્વારા લાઇફ ટાઇમ એચીવમેન્ટ સન્માન પત્ર આપી તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું, જેનું વાંચન ભૂતપૂર્વ પ્રમુખ પ્રફુલ શાહે કર્યું હતું. આ ઉપરાંત માનદ્‌ મંત્રી ભાવેશ ટેલર, માનદ્‌ ખજાનચી ભાવેશ ગઢીયા અને ઓલ એકઝીબીશન્સ ચેરમેન બિજલ જરીવાલાને વર્ષ દરમ્યાન કરાયેલી કામગીરી માટે સન્માન પત્ર એનાયત કરવામાં આવ્યા હતા, જેનું વાંચન અનુક્રમે ગૃપ ચેરમેન દીપક કુમાર શેઠવાલા, પરેશ લાઠીયા અને મૃણાલ શુકલ દ્વારા કરાયું હતું.

ચેમ્બર ઓફ કોમર્સના સમૃદ્ધિ મેગેઝીનના વર્ષ ર૦રર – ર૩ ના એજીએમ ઇશ્યુનું વિમોચન કરવામાં આવ્યું હતું. સાથે જ વર્ષ દરમ્યાન આયોજિત સાતથી આઠ એકઝીબીશનોની જાહેરાત કરવામાં આવી હતી.

પદગ્રહણ સમારોહમાં તત્કાલિન ભૂતપૂર્વ પ્રમુખ આશીષ ગુજરાતી તથા ધારાસભ્યો અરવિંદભાઇ રાણા અને કાંતિભાઇ બલર ઉપસ્થિત રહયા હતા. માસ્ટર ઓફ સેરેમની ચેમ્બરની મેનેજિંગ કમિટીના સભ્ય ડો. રિન્કલ જરીવાલા અને ચેમ્બરના સભ્ય ડો. સંજય પટેલ (ડુંગરાણી)એ કરી હતી.

પદગ્રહણ સમારોહને અંતે વર્ષ ર૦ર૩–ર૪ ના ઉપ પ્રમુખ તરીકે પદભાર સંભાળનાર વિજય મેવાવાલાએ સર્વેનો આભાર માન્યો હતો અને ત્યારબાદ સમારોહનું સમાપન થયું હતું.

પાંચ દેશોના કોન્સુલ જનરલ અને સુરતના ઉદ્યોગકારો વચ્ચે સંવાદ યોજાયો

ચેમ્બર ઓફ કોમર્સના પદગ્રહણ સમારોહમાં પધારનાર ઇન્ડોનેશિયા, ઇથોપિયા, વિયેતનામ, યુકે સહિતના એશિયન રાષ્ટ્રોના એમ્બેસેડર તથા કોન્સુલ જનરલ સાથે ઉદ્યોગકારોનું ઇન્ટરેકટીવ સેશન યોજાયું હતું. પદગ્રહણ સમારોહ બાદ બપોરે રઃ૩૦ કલાકે યોજાયેલા આ સેશનમાં બે દેશોની ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી માટેની જરૂરિયાતો વિષે ચર્ચા કરવામાં આવી હતી.

અમદાવાદ સ્થિત યુકેના ડેપ્યુટી હાઇ કમિશનર સ્ટીવન હિકલીંગ, નવી દિલ્હી સ્થિત ફેડરેલ ડેમોક્રેટીક રિપબ્લીક ઓફ ઇથોપિયાના ડેપ્યુટી હેડ ઓફ મીશન બિઝુનેશ મેસેરેટ, મુંબઇ સ્થિત મલેશિયાના કોન્સુલ જનરલ અહમદ ઝુવેરી યુસોફ, મુંબઇ સ્થિત રિપબ્લીક ઓફ ઇન્ડોનેશિયાના એકટીંગ કોન્સુલ જનરલ તોલ્લાહ ઉબૈદી અને નવી દિલ્હી સ્થિત એમ્બેસી ઓફ ધ રિપબ્લીક ઓફ વિયેતનામના ટ્રેડ કાઉન્સેલર બુઇ ટ્રન્ગ થોન્ગ સાથે સુરતના ઉદ્યોગકારોએ વન ટુ વન મિટીંગો કરી હતી.

જેમાં સુરતના ઉદ્યોગકારો અન્ય દેશોમાં તેમજ અન્ય દેશોના ઉદ્યોગકારો ભારતમાં કયા કયા ઉદ્યોગોમાં તથા ક્ષેત્રોમાં રોકાણ કરી શકે તે માટે મહત્વની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. બે દેશો વચ્ચે દ્વિપક્ષીય વ્યાપાર વધારવા માટેની જરૂરિયાતો અને તકો સમજવા માટે ખાસ પ્રયાસ કરવામાં આવ્યો હતો.

February 4, 2023
Cia_business_news-1280x936.jpg
1min531

મુંબઇ સ્થિત અમેરિકાના કોન્સુલ જનરલ માઇક હેન્કી સહિતના ડેલીગેશને સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ખાતે ચેમ્બરના ઓફિસ બેરર્સ, ઉદ્યોગકારો તેમજ મહિલા સાહસિકો સાથે મિટીંગ કરી

મુંબઇ સ્થિત અમેરિકાના કોન્સુલ જનરલ માઇક હેન્કી સહિતના ડેલીગેશને બુધવાર, તા. ૧ ફેબ્રુઆરી ર૦ર૩ ના રોજ સાંજે ૭:૦૦ કલાકે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ખાતે ચેમ્બરના ઓફિસ બેરર્સ, ઉદ્યોગકારો તેમજ મહિલા સાહસિકો સાથે મિટીંગ કરી હતી. જેમાં ભારતમાં ખાસ કરીને સુરત સહિત દક્ષિણ ગુજરાતના વેપાર – ઉદ્યોગ સાથે અમેરિકાનો દ્વિપક્ષીય વેપાર વધારવા માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું કે દક્ષિણ ગુજરાત એ ભારતના એમએસએમઇ હબ તરીકે ઓળખાય છે, આથી એમએસએમઇમાં કલાયમેટ ચેન્જ અંગે અમેરિકાની કન્સલ્ટન્ટ કંપનીઓ માર્ગદર્શન આપી શકે તેમ છે. આ ઉપરાંત ભારતની કઇ કઇ પ્રોડકટ માટે અમેરિકામાં માર્કેટ છે તેની યાદી ચેમ્બરને આપવા તેમણે યુએસ કોન્સુલ જનરલને અનુરોધ કર્યો હતો.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સુરતના ઉદ્યોગકારોને ગ્લોબલી પ્લેટફોર્મ આપવાના હેતુથી ચેમ્બર દ્વારા આગામી એપ્રિલ અને મે – ર૦ર૩ માં અમેરિકાના ડલાસ અને એટલાન્ટા શહેરમાં ‘ઇન્ડિયા ફર્નિચર એન્ડ ડેકોર એક્ષ્પો’નું આયોજન કરાયું છે. તેમણે અમેરિકાના સૌથી મોટા હોટેલ એસોસીએશન આહોઆએ સુરત ખાતે ઉદ્યોગકારો સાથે કરેલી મિટીંગ વિષે પણ માહિતી આપી હતી.

અમેરિકાના કોન્સુલ જનરલ માઇક હેન્કીએ જણાવ્યું હતું કે, અમેરિકા હવે ભારત સાથે આર્થિક અને સામાજિક સંબંધો વિકસાવવાની દિશામાં આગળ વધી રહયું છે. ખાસ કરીને વેપાર ઉદ્યોગ માટે બંને દેશો એકબીજાને કેવી રીતે મદદરૂપ થઇ શકે છે ? તેના માટે પ્રયાસો થઇ રહયાં છે. બિઝનેસ ડેવલપમેન્ટ, વ્યકિતગત સંપર્કો અને સાંસ્કૃતિક સંબંધો વિકસાવવા તથા હયુમન ટ્રેઇનીંગ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી રહયાં છે. જેના ભાગ રૂપે તેઓ ભારતના જુદા–જુદા રાજ્યોમાં ઉદ્યોગ અગ્રણીઓ સાથે વાર્તાલાપ કરી રહયાં છે. અમેરિકામાં બિઝનેસ વધારવા માંગતા ઉદ્યોગકારોને તુરંત રિસ્પોન્સ આપવામાં આવે છે.

ઇકોનોમિક અને બિઝનેસ કલ્ચર ડેવલપ થાય તે રીતે યુએસ પોલિસી બનાવવામાં આવી છે. અન્ય દેશોના વિદ્યાર્થીઓ અમેરિકામાં અભ્યાસાર્થે આવે તેવી સિસ્ટમ ઉભી કરવામાં આવી છે. આ ઉપરાંત બિઝનેસ વીઝા, સ્ટુડન્ટ વીઝા અને મેરીટલ વીઝા ઉપર ફોકસ કરવામાં આવી રહયો છે. કલ્ચરલ કનેકશન માટે મહારાષ્ટ્ર, છત્તીસગઢ અને ગુજરાતના વિવિધ શહેરોની મુલાકાત લઇ રહયાં છે. ગુજરાતમાં વડોદરા અને હવે સુરતની મુલાકાત લીધી છે.

સુરત શહેર એ પ્રેકટીકલ બિઝનેસ કલ્ચર ધરાવે છે. અહીં કો–ઓપરેટીવ કલ્ચર જોવા મળ્યું છે. સુરતમાં મહિલા સાહસિકો જુદા–જુદા ઔદ્યોગિક સેકટરમાં તેઓનું યોગદાન આપી રહી છે. મહિલા સાહસિકોનું યોગદાન વધે તે હેતુથી પેકેજિંગ ઇન્ડસ્ટ્રી માટે અમેરિકાની કંપનીઓ દ્વારા ફાયનાન્સ પ્રોવાઇડ કરવામાં આવશે. અમેરિકામાં દક્ષિણ ગુજરાતના ઉદ્યોગકારો પોતાનો બિઝનેસ વધારી શકે તે દિશામાં ખાસ પ્રયાસ કરાશે. આ ઉપરાંત ઇલેકટ્રીકલ વ્હીકલ મોબિલિટી પ્લાન્ટના અમલીકરણ માટે પણ મદદ કરવા પ્રયાસ કરાશે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ભારતમાં બનતી ટેક્ષ્ટાઇલ અને જ્વેલરી પ્રોડકટ ડોમેસ્ટીક માર્કેટમાં વેચાઇ રહી છે પણ આ પ્રોડકટ્‌સ ગ્લોબલી માર્કેટને ધ્યાને લઇને બનાવી એક્ષ્પોર્ટ કરવામાં આવે. પશ્ચિમ બંગાળમાં કલાયમેટ ચેન્જ અંગે પેપ્સીકો કંપની દ્વારા બનાવવામાં આવેલો રિપોર્ટ તેઓ ચેમ્બર ઓફ કોમર્સને આપશે. સાથે જ અમેરિકાના માર્કેટ માટે ભારતીય પ્રોડકટની યાદી પણ તેઓ ચેમ્બરને આપશે. તેમણે કહયું કે, યુએન એન્વાયરમેન્ટ પ્રોગ્રામ માટે ચેમ્બર ઓફ કોમર્સના ટેક્ષ્ટાઇલ સંબંધિત સૂચનોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ઉપરોકત મિટીંગમાં ચેમ્બરના ઉપ પ્રમુખ રમેશ વઘાસિયા, માનદ્‌ મંત્રી ભાવેશ ટેલર, માનદ્‌ ખજાનચી ભાવેશ ગઢીયા, ચેમ્બરની કોન્સ્યુલેટ લાયઝન/ઇન્ટરનેશનલ બિઝનેસ ડેલીગેશન કમિટીના ગૃપ ચેરમેન અમિષ શાહ અને ચેરમેન હર્ષલ ભગત તથા મહિલા ઉદ્યોગ સાહસિકોમાં ચેમ્બરના ગૃપ ચેરપર્સન ડો. બંદના ભટ્ટાચાર્ય, વુમન આંત્રપ્રિન્યોર સેલના ચેરપર્સન સ્વાતિ શેઠવાલા અને કો–ચેરપર્સન કૃતિકા શાહ, ઇન્ડસ્ટ્રીયલ વર્કર્સ હેલ્થ કમિટીના ચેરપર્સન ડો. અમિ યાજ્ઞિક, બેન્કીંગ (કો–ઓપરેટીવ સેકટર્સ) કમિટીના ચેરપર્સન ડો. જયના ભકતા, જ્વેલરી બિઝનેસ સાથે સંકળાયેલા પૂર્વી પચ્ચીગર અને વુમન આંત્રપ્રિન્યોર સેલના સભ્ય સંગિતા ચોકસી ઉપસ્થિત રહયાં હતાં.

November 21, 2022
SGCCI.jpg
1min577

આગામી તા.16થી 19 ડિસેમ્બરના રોજ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના નેજા હેઠળ યોજાઇ રહેલા ઝવેરાત વેપારના સ્પાર્કલ એક્ષ્પોમાં સામાન્ય રૂ.10 હજારથી લઇને રૂ.1 કરોડથી વધુ રકમનો દાગીનો ડિસ્પ્લેમાં તો મૂકાશે જ પરંતુ, કોઇ ગ્રાહક ઇચ્છે તો તેને ઓન ધ સ્પોટ ખરીદ પણ કરી શકશે. જે પ્રકારે હાલમાં સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ તથા તેની સાથે સ્પાર્કલ એક્ઝિબિશનમાં સંકળાયેલી ઝવેરાતની સંસ્થાઓ દ્વારા સ્પાર્કલ 2022નું પ્રમોશન ચાલી રહ્યું છે એ જોતા આ વખતે સ્પાર્કલ અગાઉના તમામ રેકોર્ડ બ્રેક કરશે પછી એ એક્ઝિબિશનના હોય કે વેચાણના હોય.

સુરત શહેર અને આસપાસના અંદાજે 50 જેટલા જ્વેલર્સ ચાર દિવસ સુધી ઇન્ડોર સ્ટેડીયમમાં પોતાની ડિઝાઇન, પેટર્ન, મટિરિયલ, બ્રાન્ડ, કિંમત, ધાતુ વગેરેના અવનવા દાગીનાઓનું પ્રદર્શન અને વેચાણ કરશે.

સ્પાર્કલ એક્ષ્પોમાં એવા પરિવારોને તેડાવાયા છે જેમના પરિવારમાં આગામી મહિનાઓમાં લગ્ન લેવાના છે.

ચેમ્બર ઓફ કોમર્સના સાનિધ્ય યોજાનારા સ્પાર્કલ અંગે પ્રમુખ હિમાંશુ બોડાવાલા, ઉપપ્રમુખ રમેશ વઘાસીયા, સેક્રેટરી ભાવેશ ટેલર, બિજલ જરીવાલા સહિત અન્યોએ જણાવ્યું હતું કે, સ્પાર્કલ પ્રદર્શન ગુણવત્તામાં સર્વશ્રેષ્ઠ છે અને વ્યાપારિક સંબંધો વિકસાવવામાં મદદરૂપ થાય છે. આ પ્રદર્શનમાં જ્વેલરી મેન્યુફેકચરર્સ અને ડિઝાઈનર્સ પોતાના વિવિધ ઉત્પાદનો પ્રદર્શિત કરે છે. સુરતમાં ડાયમંડ ટ્રેડીંગ અને જ્વેલરી મેન્યુફેકચરીંગ મોટા પાયા ઉપર થઇ રહયું છે. આથી ડાયમંડ જ્વેલરી મેન્યુફેકચરીંગ હબ તરીકે સુરતમાં વેલ્યુ એડીશનનું કામ થઇ રહયું છે, ત્યારે સ્પાર્કલ પ્રદર્શનને કારણે હીરા ઉદ્યોગને નવી ઊંચાઇ અને એક નવો આયામ પ્રાપ્ત થશે.

સ્પાર્કલ ઇન્ટરનેશનલ પ્રદર્શનના ચેરમેન તુષાર ચોકસીએ જણાવ્યું હતું કે દેશના વિવિધ મેટ્રો શહેરોમાંથી રોજના પ૦થી પણ વધુ ગ્રાહકો સુરતની જ્વેલરી ખરીદવા માટે આવે છે, આથી સુરતના જ્વેલર્સને પ્લેટફોર્મ પૂરુ પાડવાના હેતુથી સ્પાર્કલ ઇન્ટરનેશનલ એકઝીબીશનનું આયોજન કરવામાં આવ્યું છે અને તેને રાષ્ટ્રીય જ નહીં પણ આંતરરાષ્ટ્રીય કક્ષાએ લઇ જવાનો ચેમ્બર ઓફ કોમર્સ પ્રયાસ કરી રહયું છે.

સ્પાર્કલ પ્રદર્શનના આયોજનમાં ચેમ્બરને

  • સુરત જ્વેલર્સ એસોસીએશન,
  • વરાછા – કતારગામ જ્વેલર્સ એસોસીએશન,
  • જ્વેલરી એસોસીએશન ઓફ અમદાવાદ,
  • વડોદરા જ્વેલર્સ એસોસીએશન,
  • નવસારી જ્વેલર્સ એસોસીએશન,
  • સુરત જ્વેલરી શો અને
  • ડાયમંડ ઇન્ડસ્ટ્રી કેરીયર ફાઉન્ડેશન જેવી સંસ્થાઓ સ્પાર્કલનું પ્રમોશન કરી રહી છે.
October 6, 2022
viscose-yarn.jpg
1min870

સુરતના ટેક્ષટાઇલ ઉદ્યોગ પર ફરીથી આયાતી ડ્યૂટીનું સંકટ આવ્યું છે. કેન્દ્ર સરકારે ટેક્ષટાઇલ ઉદ્યોગકારોને ખાસ કરીને ફેબ્રિક મેન્યુફેક્ચરર્સને પોતાની મશીનરી અપગ્રેડ કરવા માટે પ્રોત્સાહિત કર્યા, કરોડો રૂપિયાની સબસિડી આપીને સુરતના અનેક કારખાનેદારોએ એરજેટ, રેપિયર, વોટરજેટ જેવા મશીનો સ્થાપ્યા, હવે આ મશીનરીમાં વપરાતા આયાતી (ઇમ્પોર્ટેડ) વિસ્કોસ યાર્ન પર એન્ટી ડમ્પીંગ ડ્યૂટી લાદવા માટેની અરજી ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ સમક્ષ કરવામાં આવી છે.

આયાતી વિસ્કોસ યાર્નનો સૌથી વધુ વપરાશ સુરતના કારખાનેદારો કરી રહ્યા છે, જો સ્થાનિક વિસ્કોસ યાર્ન ઉત્પાદકોના ઇશારે આયાતી યાર્ન પર એન્ટી ડમ્પીંગ ડ્યૂટી લાદવામાં આવે તો સુરતમાં કરોડો રૂપિયાના ખર્ચે હાઇટેક મશીનરી ખરીદનારા કારખાનેદારોને કરોડો રૂપિયાની નુકસાની વેઠવાનો વખત આવશે.

સુરતના ટેક્ષટાઇલ ઉદ્યોગકારો જેમાં ચેમ્બર પ્રેસિડેન્ટ હિમાંશુ બોડાવાલા, પૂર્વ પ્રમુખ આશિષ ગુજરાતી, ફિયાસ્વીના ચેરમેન ભરતભાઇ ગાંધી, મયુરભાઇ ગોળવાલા, સુરેશ પટેલ સહિતના આગેવાનોની એક અગત્યની અનૌપચારિક મિટીંગ આજે ચેમ્બર ઓફ કોમર્સમાં મળી હતી.

તપાસ કરાતા જાણવા મળ્યું કે મિટીંગમાં મુદ્દો અત્યંત અગત્યનો હતો. સુરતમાં છેલ્લા ત્રણ વર્ષમાં મોટી સંખ્યામાં હાઇસ્પીડ લૂમ્સ જેવા કે એરજેટ, રેપિયર, વોટરજેટ ઇન્સ્ટોલ કરનાર કારખાનેદારો ક્વોલિટી કાપડના ઉત્પાદન માટે સૌથી વધુ જે યાર્નનો વપરાશ કરે છે એ વિસ્કોસ યાર્ન પર એન્ટી ડમ્પિંગ ડ્યૂટી લાગૂ કરવા માટેની અરજી કરી દેવામાં આવી છે. સુરતના કારખાનેદારોએ 60 લાખથી રૂ.1 કરોડ સુધીનું એક મશીન આવે છે એવા અનેક મશીનો પોતાના કારખાનામા સ્થાપ્યા છે અને તેમાં કાપડના ઉત્પાદન માટે જે યાર્ન વાપરવામાં આવે છે તેની ક્વોલિટી આયાતી વિસ્કોસ યાર્નના વપરાશથી જ સારી બને છે.

હવે આયાતી વિસ્કોસ યાર્ન પર ડ્યૂટી લાગશે તો સ્થાનિક કપડું મોંઘુ થશે અને કારખાનેદારને જે નફો મળવો જોઇએ તે મળશે નહીં અને કરોડો રૂપિયાના રોકાણ સામે વળતરમાં મોટી નુકસાની વેઠવી પડે તેમ છે.

સ્થાનિક યાર્નની ક્વોલિટી અને સપ્લાય બન્નેમાં સમસ્યા

આયાતી વિસ્કોસ યાર્ન મોંઘુ વેચાય તો જ સ્થાનિક વપરાશકારો દેશી યાર્ન ખરીદવા માટે મજબૂર થશે એ ગણતરીએ ભારતના દેશી યાર્ન ઉત્પાદકો (સ્પીનર્સ) દ્વારા ઇમ્પોર્ટેડ વિસ્કોસ યાર્ન પર ડ્યૂટી લાગૂ કરવા માટે એપ્લિકેશન કરવામાં આવી છે. ઇમ્પોર્ટેડ વિસ્કોસ યાર્નની જરૂરીયાત સામે ભારતના લોકલ યાર્ન ઉત્પાદકો ફક્ત 65થી 70 ટકા જથ્થો જ સપ્લાય કરી શકે છે, બાકીનો 30 ટકા જથ્થો ઇમ્પોર્ટ કરવાની ફરજ પડે છે. તદુપરાંત દેશી વિસ્કોસ યાર્નની ક્વોલીટીમાં પણ અનેક મુશ્કેલીઓ આવે છે, દેશી યાર્નમાંથી કાપડની ક્વોલિટી સારી રીતે જળવાઇ શકતી ન હોવાથી એરજેટ, રેપિયર, વોટરજેટ જેવી મશીનરી ધારકો વિસ્કોસમાં ઇમ્પોર્ટેડ યાર્નનો જ વપરાશ કરવાનું પસંદ કરે છે. 

સમગ્ર ભારતમાં ઇમ્પોર્ટેડ વિસ્કોસ યાર્નના સૌથી વધુ વપરાશકારો સુરતમાં

સ્થાનિક ઉદ્યોગકારોએ જણાવ્યું હતું કે આયાતી વિસ્કોસ યાર્નનો સૌથી વધુ વપરાશ એરજેટ, રેપિયર, વોટરજેટ લૂમ્સના કારખાનામાં થાય છે. ભારતમાં આ મશીનરી સૌથી વધુ ગુજરાત અને ગુજરાતમાં આવી મશીનરી સૌથી વધુ સુરતમાં સ્થપાઇ ચૂકી છે. આથી સુરતમાં જ આયાતી વિસ્કોસ યાર્ન વધુ વપરાય છે આથી જો આયાતી વિસ્કોસ યાર્ન પર એન્ટી ડમ્પિંગ ડ્યૂડી લાગૂ કરવામાં આવશે તો સુરતના ઉદ્યોગકારોને જ સૌથી મોટો ગેરફાયદો થશે.