CIA ALERT
28. April 2024
August 10, 20181min8620

Related Articles



સુરત રામપુરા સ્વામિનારાયણ મંદિરના કોઠારીપદે પી.પી.સ્વામીની નિયુક્તિ 

Share On :
Print Friendly, PDF & Email
સુરતના ઐતિહાસિક અને પ્રસાદીભૂત સ્વામિનારાયણ મંદિરના મહંત કોઠારીપદે વડતાલના પી.પી.સ્વામી તરીકે જાણીતા સંત પુરુષોત્તમપ્રકાશદાસજીની નિમણૂક થઇ છે. પી.પી.સ્વામી એક વિદ્વાન અને સાથે એક વિકાસશિલ સંત છેઃ સ્વામીએ હોસ્પિટલ અને મંદિરના નિર્માણના પરોપકારના કાર્યો કર્યાં છેઃ સ્વામી હાલ જલગાવ ખાતે લાલ પથ્થરનું કલાત્મક મંદિરનું નિર્માણ કરી રહ્યા છેઃ   પી.પી.સ્વામી વહિવટ નિપૂણ સંત છેઃ આ અગાઉ  તેમણે માલેગાંવ સાવદા ખંભાત વડોદરા અને મુંબઇ વગેરે મંદિરોમાં કોઠારી તરીકે સેવા આપી અને વિકાસના કાર્યો કર્યાં છેઃ
સ્વામી એક સારા વક્તા પ્રવક્તા અને જાણીતા કથાકાર છેઃ અમેરિકા લંડન વગેરે દેશોમાં ગુજરાતી સમાજમાં તેમનો પ્રભાવ છેઃ સ્વામીના દાદા ગુરુ કૃષ્ણકેશવ શાસ્ત્રી સંપ્રદાયના વિદ્વાન પુરુષ હતા.
પી.પી.સ્વામીના બે નાના સંતો નયન સ્વામી તથા વિનય સ્વામી યુવા કથાકાર છેઃ પી.પી.સ્વામીના ગુરુ પૂજ્ય ગોવિંદપ્રસાદ સ્વામી, શાસ્ત્રી હરિચરણ સ્વામી તથા ભંડારી ગોપાલજીવન સ્વામી તથા પાર્ષદ પોપટ ભગત વગેરેનું એક સારુ મંડળ ગણાય છેઃ
સુરત રામપુરાના વિશાળ સત્સંગ સમાજને કથાવાર્તા માટે પી.પી.સ્વામીના ઘડાયેલા સંતોનો સારો લાભ મળી રહેશે. વડતાલ મેનેજિંગ ટ્રસ્ટી બોર્ડે પી.પી.સ્વામીની સુરત રામપુરા મંદિરના કોઠારી તરીકે નિયુક્તિ કરતા પૂજ્ય નૌતમ સ્વામીએ પી.પી.સ્વામી સહિતના મંડળના સંતોને શુભેચ્છાઓ પાઠવી પૂષ્પમાળાઓ પહેરાવી હતી. પૂજ્ય નૌતમ સ્વામીનું આ માનીતું મંડળ છેઃ જલગાંવમાં જે મંદિરનું નિર્માણ થઈ
રહ્યું છે તેમાં પણ પૂજ્ય નૌતમ સ્વામીનો પૂર્ણ સાથ સહયોગ છેઃ
❏ અનેક શુભેચ્છાઓ…….. ચેરમેન પૂજ્ય દેવપ્રકાશ સ્વામી: કોઠારી પૂજ્ય ઘનશ્યામ સ્વામી: પૂજ્ય બાપુ સ્વામી વગેરે સંતોએ પણ પી.પી.સ્વામીને શુભેચ્છાઓ પાઠવી હતી.
❏ બાલુભાઇ વરિષ્ઠ પત્રકાર
વડતાલ સેન્ટર આણંદ ગુજરાત
Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :