CIA ALERT
18. May 2024
October 19, 20192min16200

Related Articles



પારુલ યુનિવર્સિટીએ MBBSમાં 15 વિદ્યાર્થીઓને બારોબાર આપેલા પ્રવેશ હાઇકોર્ટે ગેરકાયદે ઠરાવ્યા

Share On :
Print Friendly, PDF & Email

એડમિશન કમિટીને ભાજીમૂળા સમજતી પારુલ યુનિવર્સિટી હાઇકોર્ટનો તમાચો

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

જે યુનિવર્સિટીના પ્રમોટર સામે રેપ કેસ ચાલી રહ્યો છે પારુલ યુનિવર્સિટીના સંચાલકો ખોટું કરવા માટે ટેવાયેલા હોય તેવું જણાય આવે છે. 2017-18માં પારુલ યુનિવર્સિટીએ મેડીકલ એડમિશન કમિટીને પૂછ્યા મૂક્યા વગર એમ.બી.બી.એસ.માં 15 વિદ્યાર્થીઓને મનસ્વી રીતે (કેવા વ્યવહારો કર્યા હશે એ તો પારુલના સંચાલકો જ જાણે) પ્રવેશ ફાળવી દીધા હતા. એમ.બી.બી.એસ. જેવા ભારતના સૌથી ડીમાન્ડેડ અને મહત્વના કોર્સમાં એડમિશન કમિટીની ઉપરવટ જઇને આપેલા પ્રવેશ મેડીકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના સ્કેનરમાં આવી ગયા હતા અને પહેલા જ વર્ષે મેડીકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ પારુલ યુનિવર્સિટીના સત્તાધીશોએ મનસ્વી રીતે, ગુજરાતની એડમિશન કમિટીની જાણ બહાર આપેલા 15 પ્રવેશને અમાન્ય ગણીને તેમને માન્યતા આપવાનો ઇન્કાર કરી દીધો હતો.

પારુલ યુનિવર્સિટીમાં પ્રવેશ લેતા પહેલા વિચારવા જેવું

15 વિદ્યાર્થીઓનું ભવિષ્ય, વિદ્યાર્થી હિતને આગળ ધરીને પારુલ યુનિવર્સિટીના સત્તાધીશોએ 15 વિદ્યાર્થીઓના પ્રવેશને કાયદેસર કરી આપવે સબબની એક પીટીશન ગુજરાત હાઇકોર્ટમાં કરી હતી. ગુજરાત હાઇકોર્ટે આ પીટીશનના હિયરીંગમાં પારુલ યુનિવર્સિટીના સત્તાધીશોની આકરી ટીકા કરતા ટાંક્યું હતું કે વિદ્યાર્થી હિત આગળ ધરીને ગેરકાનૂની રીતે અપાયેલા પ્રવેશ કેવી રીતે રેગ્યુલરાઇઝ કરી શકાય.

ગુજરાતમાં મેડીકલ એડમિશન ઓનલાઇન સેન્ટ્રલાઇઝ્ડ સિસ્ટમથી હાથ ધરાય છે, ગુજરાત સરકારની કમિટી આ કામ કરે છે, ગમે તેવા સંજોગો ઉપસ્થિત થાય, એડમિશન કમિટીએ ફાળવેલા વિદ્યાર્થીઓને જ કોલેજોએ પ્રવેશ ફાળવવા પડે છે. પારુલ યુનિવર્સિટીમાં 15 જગ્યા ખાલી પડી હોય તેથી શું થયું, એડમિશન કમિટીની જાણ બહાર મનસ્વી રીતે, મેરીટ લિસ્ટની અવગણના કરીને પારુલ યુનિવર્સિટીએ આપેલા પ્રવેશને વિદ્યાર્થી હિત આગળ ધરીને રેગ્યુલરાઇઝ કરી આપવાનો હાઇકોર્ટે સ્પષ્ટ ઇન્કાર કરી દીધો છે.

બે વર્ષથી પારુલ યુનિવર્સિટીમાં એમબીબીએસ ભણતા 15 વિદ્યાર્થીઓને પારુલ યુનિવર્સિટીના સંચાલકોએ જ રઝળાવી માર્યા

આ સાથે જ છેલ્લા 2 વર્ષથી પારુલ યુનિવર્સિટીની મેડીકલ કોલેજમાં અભ્યાસ કરનારા 15 વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગાડવાના ધંધા પારુલ યુનિવર્સિટીએ કર્યા એની જવાબદારી કોની, આ વિદ્યાર્થીઓનું હવે શું થશે, પારુલ યુનિવર્સિટીએ 2018માં આ પ્રવેશ આપવાના બદલામાં કેવા વ્યવહારો કર્યા એ બધી જ વિગતો હવે તપાસનો વિષય બની છે.

પારુલ યુનિ.એ બારોબાર આપેલા પ્રવેશમાં નીટની લાયકાત હશે કે કેમ એ પણ શંકા

પારુલ યુનિવર્સિટીએ જે 15 વિદ્યાર્થીઓને મેડીકલમાં પ્રવેશ આપ્યા હતા, તેમના નામો મેડીકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના મેરીટ લિસ્ટમાં પણ ઉપલબ્ધ ન હતા, જેનો અર્થ એ પણ કાઢી શકાય કે પ્રવેશાર્થીઓએ નીટનું ક્વોલિફિકેશન પણ મેળવ્યું હશે કે કેમ એ સવાલ છે. પારુલ યુનિવર્સિટીએ એવી દલીલ કરી હતી કે પ્રવેશ સમિતિએ ફાળવેલા વિદ્યાર્થીઓ પૈકી 15 વિદ્યાર્થીઓએ મેડીકલમાં પ્રવેશ કેન્સલ કરાવ્યા હતા, એથી તેમની 15 બેઠકો ખાલી પડી રહી હતી. 15 ખાલી બેઠકો પર પ્રવેશાર્થી ફાળવવા માટે પારુલ યુનિવર્સિટીએ એડમિશન કમિટીને એપ્રોચ કર્યો હતો પરંતુ, એડમિશન કમિટીએ રિસ્પોન્સ નહીં આપતા બારોબાર પ્રવેશ આપવા પડ્યા હતા, આ પ્રકારની કેફિયત પારુલ યુનિવર્સિટી દ્વારા હાઇકોર્ટ સમક્ષ કરવામાં આવી હતી.

Media Reports on Parul University Medical Admission issue

https://ahmedabadmirror.indiatimes.com/ahmedabad/education/hc-turns-down-plea-to-regularise-admissions-of-15-mbbs-students/articleshow/71621984.cms

Gujarat Guardian Dt. 19/10/2019

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :