બ્રાઝીલ હાલ વિશ્વમાં સૌથી વધુ કોરોના પીડીત દેશોમાં અમેરીકા પછી બીજા નંબરે આવે છે. બ્રાઝીલમાં કોરોનાના 18 લાખ જેટલા કેસો છે. બ્રાઝીલમાં પણ કોરોનાને કારણે સ્કુલો બંધ છે પરંતુ, બ્રાઝીલની એક શિક્ષિકા બંધ સ્કુલો વચ્ચે પણ તેના બાળકોને મળ્યા વગર નથી રહી શક્તી અને આ શિક્ષિકાએ તેના બાળકોને ઘરે મળવા જવાની તરકીબ શોધી કાઢી. એ બાળકોને તેમના ઘરે મળવા પહોંચી જાય છે. બાળકોને હ્રદયસ્પર્શી જાદુની જપ્પી આપે છે અને બાળકોને ખુશખુશાલ કરી દે છે.
સમગ્ર વિશ્વમાં હાલ બ્રાઝીલની આ શિક્ષિકા સોશ્યલ મિડીયા સેન્સેસન બની ચૂકી છે. કોરોનાથી ડર્યા વગર, કોરોના સંક્રમણ પ્રત્યે સાવચેતી રાખીને પણ એ શિક્ષિકા બાળકોને પ્રેમથી મળે છે અને બાળકો પણ પોતાની શિક્ષિકાને દિવસો, મહિનાઓ પછી પ્રત્યક્ષ મળીને ભાવવિભોર બની રહ્યા છે.
રાજ્યમાં બોર્ડમાં ટોપર આવતા વિદ્યાર્થીઓને વિવિધ પ્રકારે સન્માનિત, બહુમાનિત કરીને તેમનો જુસ્સો વધારવામાં આવે છે. પરંતુ, મધ્યપ્રદેશના દેવાસ જિલ્લામાં ધો.10માં ટોપર આવેલી વિદ્યાર્થિનીનો જુસ્સો એવી રીતે વધારવામાં આવ્યો કે થોડી ક્ષણો તો વિદ્યાર્થિનીને એવું લાગ્યું કે તેણે જોયેલું સપનું પૂરું થઇ ચૂક્યું છે.
એમ.પી.ના દેવાસ જિલ્લાના કલેક્ટરે સમગ્ર મધ્યપ્રદેશ રાજ્યમાં ત્રીજા ક્રમે અને દેવાસમાં પહેલા ક્રમે ધો.10માં પાસ થયેલી વિદ્યાર્થિનીને પોતાની ખુરશીમાં બેસાડીને તેને સિવિલ સર્વિસીઝની પરીક્ષામાં પાસ થઇને ફરી અહીં બેસવાનો જુસ્સો અપાવ્યો હતો. આ ખુશનસીબ વિદ્યાર્થિનીનું નામ યુક્તા ચૌધરી છે અને તે દેવાસમાં રહે છે. તેનું સપનું છે કે તેણે સિવિલ સર્વિસીઝની પરીક્ષા પાસ કરીને આઇ.એ.એસ. બનવું છે.
મધ્યપ્રદેશના દેવાસના કલેક્ટર ચંદ્રમૌલી શુક્લની આ પ્રકારે જુસ્સો વધારવાની રીત સોશ્યલ મિડીયામાં હાલ ખુબ વાઇરલ થઇ છે.
Yukta Choudhary of Dewas, who secured third position in MP board by obtaining 299/300 marks, had hardly imagined to realize her dream of ‘becoming collector’ in reality, even for a while, even before clearing one of the toughest UPSC exams.
યુક્તા ચૌધરી નામની મધ્યપ્રદેશના દેવાસ જિલ્લાની ધો.10ની ટોપર વિદ્યાર્થિનીને દેવાસ કલેક્ટરે પોતાની ખુરશી ખાલી કરી તેના પર બેસાડી જુસ્સો વધાર્યો
દેવાસના કલેક્ટર ચંદ્રમૌલી શુક્લાએ કહ્યું ધો.10માં મારા તો ફક્ત 70 ટકા જ આવ્યા હતા
દેવાસ અને મધ્યપ્રદેશ બોર્ડમાં ધો.10માં ઝળહળતું પરીણામ લાવનારી યુક્તા ચૌધરી નામની વિદ્યાર્થિનીને પોતાની દેવાસ કલેક્ટરની ખુરશીમાં બેસાડીને દેવાસ કલેક્ટર ચંદ્રમૌલી શુક્લાએ કહ્યું કે મારા તો ધો.10માં ફક્ત 70 ટકા માર્કસ આવ્યા હતા. આમ છતાં, હું કલેક્ટર બની શક્યો છું. યુક્તા, તમે તમારું આઇ.એ.એસ.નું ડ્રીમ સરળતાથી પૂર્ણ કરી શકશો જો તમે તમારા લક્ષ્યાંક પ્રત્યે સજાગ, સચેત અને સંનિષ્ઠ રહેશો તો.
In Hindi
देवास कलेक्टर चंद्रमाैली शुक्ला ने 10वीं में जिले से सबसे ज्यादा अंक लाने वाली उत्कृष्ट स्कूल की छात्रा युक्ता चाैधरी काे अपनी कुर्सी पर बैठा दिया। हुआ यूं कि प्रदेश और जिले की मैरिट में अने वाले विद्यार्थियाें काे सम्मान के लिए कलेक्टर ने साेमवार सुबह कलेक्टाेरेट बुलाया था।
कलेक्टर ने जिले से सबसे ज्यादा अंक लाकर प्रदेश की मैरिट लिस्ट में तीसरे स्थान पर अाई युक्ता से पूछा-आप क्या बनना चाहती हाे। युक्ता ने कहा- आईएएस ऑफिसर। कलेक्टर ने कहा- ताे बैठाे मेरी कुर्सी पर। वे उठे और युक्ता काे अपने कुर्सी पर बैठाया। कलेक्टर ने अन्य सभी टाॅपराें का भी सम्मान किया। उत्कृष्ट प्राचार्य चंद्रावती जाधव, पूर्णिमा बिंदल, सैयद माेकीत अली, मिर्जा मुसाहिद बैग, नीरज कानूनगाे काे अच्छा रिजल्ट घाेषित हाेने पर बधाई दी। प्राचार्य जाधव ने बताया- स्कूल के बच्चाें ने इस बार गजब ही कर दिया है। पहली बार ऐसा माैका आया है कि स्कूल के 6 बच्चे टाॅप 10 में और 6 ही बच्चे जिले की टाॅप 10 में अपना स्थान बनाने में कामयाब हाे सके।
અમદાવાદ શહેરના પશ્ર્ચિમ મહિલા પોલીસ સ્ટેશનમાં ઇન્ચાર્જ પીઆઇ તરીકે ફરજ બજાવતી યુવા પીએસઆઇ શ્ર્વેતા જાડેજા બળાત્કારના આરોપી પાસેથી રૂ. ૨૦ લાખનો તોડ કરવા મામલે પોલીસે રિમાન્ડ પર લીધી છે.
જીએસપી ક્રોપ કંપનીના એમડીને બે રેપ કેસમાં પાસા કરવાની ધમકી આપી ૨૦થી ૩૫ લાખનો તોડ કરનાર મહિલા પીએસઆઇ શ્ર્વેતા જાડેજાને એડિ.સેશન્સ જજ એ ત્રણ દિવસના રિમાન્ડ આપ્યા છે. કોર્ટે આરોપીના રિમાન્ડ મંજૂર કરતા નોંધ્યું હતું કે, આરોપીની હાજરીમાં પોલીસ તપાસ થઇ શકે તેમ છે.
મુખ્ય સરકારી વકીલે રજૂઆત કરી હતી કે, આ રેપ કેસની તપાસ પીએસઆઇ શ્ર્વેતા જાડેજા કરતા હતાં. તેમણે કેનલ શાહને પાસાની ધમકી આપી રૂ.૨૦ લાખની માગણી કરી હતી. આ રૂપિયા કેનલ શાહે તેમની ઓફિસની એકાઉન્ટન્ટ જૈનાલી શાહ મારફતે સીજી રોડની આર.સી.આંગડિયા પેઢી મારફતે જાનકી નામથી જામજોધપુરના જયુભાને ફેબ્રુઆરી મહિનામાં મોકલ્યા હતા.
પોલીસે તપાસ હાથ ધરીને જૈનાલી શાહ અને આરોપી પીએસઆઈ શ્ર્વેતા જાડેજા વચ્ચે થયેલા વોટ્સ એપ ચેટિંગના સ્ક્રીન શોટ તેમજ કોલ રેકોર્ડિગ પુરાવા એકત્રિત કરવામાં આવ્યા છે. તેમ જ પૈસાની લેવડ-દેવડની તપાસ કરવા બેંક સ્ટેટમેન્ટ અને આંગડિયા પેઢીના માલિકે પણ બે વાર આ વ્યવહારો થયા અંગે નિવેદન આપ્યું છે. આ આખા કેસની વિગત એવી છે કે, પીએસઆઇ શ્ર્વેતા હમીરભાઈ જાડેજાના પોરબંદરના નાના એવા ગામમાંથી આવતી ૨૫ વર્ષીય શ્ર્વેતા જાડેજા અમદાવાદમાં આવીને રાતોરાત રૂપિયા કમાઈ લેવા મોટા તોડકાંડમાં ઝડપાઈ ગઈ છે. રૂપિયાના આ ખેલમાં તેની સાથે તેના કથિત જીજાજી સામેલ હોવાનું પણ બહાર આવ્યું છે. શ્ર્વેતા જાડેજા ૨૦૧૮ના સેટેલાઇટના કથિત ગેંગરેપ પ્રકરણમાં સોશિયલ મીડિયા ચેટ શોધવાની મહત્ત્વની જવાબદારી નિભાવી ચૂકી છે, પરંતુ ઘણા સમયથી રૂપિયાના ખેલમાં તેના પર અલગ અલગ એજન્સી નજર રાખી રહી હતી. શ્ર્વેતા વર્ષ ૨૦૧૭ની બેચમાં પીએસઆઇ બની અને ત્યાર બાદ તેનું પોસ્ટિંગ અમદાવાદમાં થયું હતું. અમદાવાદમાં ૨૦૧૮માં સેટેલાઇટના કથિત ગેંગરેપ કેસમાં પણ શ્ર્વેતા જાડેજાને મહત્ત્વની તપાસ સોંપવામાં આવી હતી. તપાસ એજન્સીને શ્ર્વેતા જાડેજા દ્વારા તોડ કરવામાં આવી રહ્યો હોવાની આશંકા હતી. તપાસ એજન્સી તેના પર સતત નજર રાખી રહી હતી. જે માટે અલગ અલગ તપાસ કરી રહ્યાં હોવાનું પણ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.
ભારતમાં જેના કરોડો આશિક છે, એક સમયની પોર્ન સ્ટાર અને બાદમાં બોલીવુડની હીરોઇન સુધી સફળતાના શિખરો સર કરનાર સન્ની લિયોની લૉકડાઉન શરૂ થાય એ પહેલા જ અમેરીકા પહોંચી ગઇ છે.
સન્ની લિયોનીએ મધર્સ ડે પર ઇન્સ્ટાગ્રામ મારફતે પોસ્ટ મૂકી હતી કે સંતાનોના ઉછેરની પ્રાયોરિટીને કારણે બીજા કામો પડતા મૂક્યા છે. તેણે અદ્રશ્ય શત્રુ કોવીડથી પોતાના સંતાનોને બચાવવા માટે લોસ એન્જેલિસ સેફ હોવાનું જણાવ્યું છે.
જાણીતાં ગુજરાતી લેખિકા કુન્દનિકા કાપડિયાનું ગુરુવારે અવસાન થયું હતું. તેઓ ૯૩ વર્ષનાં હતાં. ખાસ કરીને ‘સાત પગલાં આકાશમાં’ નવલકથા માટે જાણીતાં કુન્દનિકાબેને વલસાડ જિલ્લામાં નંદીગ્રામ આશ્રમ ખાતેના નિવાસસ્થાને ગુરુવારે સવારે અંતિમ શ્ર્વાસ લીધા હતા.૨૦૧૮માં તેમણે આંતરડાના કૅન્સરની સારવાર કરાવી હતી અને ત્યાર બાદ સ્વસ્થતાપૂર્વક રાબેતા મુજબનું જીવન જીવી રહ્યાં હતાં. જોકે, છેલ્લાં થોડા દિવસોથી તેમની તબિયત બગડી ગઈ હતી, એમ તેમના આશ્રમ સાથે સંકળાયેલી એક વ્યક્તિએ જણાવ્યું હતું.કુન્દનિકાબેન અને જાણીતા કવિ મકરંદ દવેએ સમાજના નબળા વર્ગોના લોકોની સહાય માટે તેમ જ આધ્યાત્મિક જીવન ગાળવાના આશયથી ૧૯૫૯માં નંદીગ્રામ આશ્રમની સ્થાપના કરી હતી.
હાલમાં લૉકડાઉનને લીધે દુરદર્શન રામાયણ સિરિયલ બતાવી રહ્યું છે, જેમાં ત્રીસેક વર્ષ પહેલાની દિપીકા ચિખલીયા સીતાના પાત્રમાં જોવા મળી રહી છે. આ દિપીકાએ ૨૫ વર્ષ બાદ ગુજરાતી ફિલ્મ નટસમ્રાટથી ફિલ્મજગતમાં પુનરાગમન કર્યું હતું અને હવે તે ભારતની બુલબુલ તરીકે ઓળખાતી સ્વાતંત્ર્ય સેનાની સરોજિની નાયડુના પાત્રને ભજવવાની છે.
એક ઈન્ટરવ્યુમા તેમણે જણાવ્યું હતું કે તેમને સરોજિની નાયડુની બાયોપિક ઑફર કરવામાં આવી છે. આ ઉપરાંત તેઓ ગાલિબ અને દિનદયાલ એક યુગપુરુષ ફિલ્મમાં પણ કામ કરી રહ્યા છે. જોકે હજુ તેમણે ફિલ્મ સત્તાવાર રીતે સાઈન કરી નથી, પરંતુ ફિલ્મના લેખક અને ડિરેક્ટર ધીરજ મિશ્રાએ આ અંગે તેમની સાથે વાત કરી છે અને તેઓ કથાનક પર કામ કરી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે આ ભૂમિકા કરવા માટે હું ખૂબ ઉત્સુક છું, કારણ કે ઐતિહાસિક પાત્રો મેં કરેલા છે.
પોતાની બે ફિલ્મો ગાલિબ અને યુગપુરુષ વિશે તેમણેજણાવ્યું હતું કે ગાલિબમાં મેં અફઝલ ગુરુની પત્નીનો રોલ કર્યો છે. કોઈ આતંકવાદીનું મૃત્યુ તેના પરિવારને કઈ રીતે અસર કરે છે, તે અંગેની ફિલ્મ છે. યુગપુરષમાં મેં અખબારના તંત્રીનો રોલ કર્યો છે. આમાં મારો રોલ નકારાત્મક છે, તેમ તેમણે ઉમેર્યું હતું. એક સમયે ટીવીના પડદા પર રામાયણની સીતાની લોકોએ પૂજા કરી હતી અને દિપીકાને જાહેરમાં લોર્કોંએ વંદન કર્યા હોય કે તેમના ચરણસ્પર્શ કર્યા હોય તેવી ઘટનાઓ પણ બનતી હતી.
ગર્ભાવસ્થાના અંતિમ દિવસ સુધી કોરોનાની ઇન્ડીયન ટેસ્ટીંગ કીટ વિકસાવવા કામ કર્યું : કીટને મંજૂરી મળીને બીજા દિવસે પુત્રીને જન્મ આપ્યો
જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
પૂણા ખાતે સ્થિત ભારતની સૌથી મહત્વની લેબોરેટરીમાં ફરજ બજાવતા મિનલ દાખવે ભોંસલે નામની મહિલાએ પોતે ગર્ભાવસ્થામાં હોવા છતાં કોરોના વાયરસની તપાસ માટેની એવી કિટ તૈયાર કરી છે જે વિદેશી કિટની સરખામણીમાં ખૂબ જ સસ્તી છે.
देश का पहला कोरोना टेस्टिंग किट बनाने वाली महिला जिन्होंने प्रेग्नेंसी के आखिरी दिनों में भी किया काम
ખાસ વાત એ છે કે મીનલ દાખવે ભોંસલે નામની મહિલાએ તેની પ્રેગ્નેન્સીના છેલ્લા મહિનાઓ જઇ રહ્યા હોવા છતાં દેશ માટે આ કિટ પર કામ કર્યું અને એનું પરીણામ લાવીને રહ્યા.
દેશની આ પહેલી કોરોના વાયરસ ટેસ્ટિંગ કિટ છે જે કોરોના સામેની લડાઈમાં મહત્વની ભૂમિકા ભજવશે.
વાયરોલોજિસ્ટ મીનલે પૂનાની એક ડાયગ્નોસ્ટિક ફર્મ માઈલેબ ડિસ્કવરી સોલ્યુશન્સના પ્રોજેક્ટ પર ફેબ્રુઆરીમાં કામ શરૂ કર્યું હતું. તેઓ પ્રેગ્નેન્ટ હતા અને ગત અઠવાડિયે જ બાળકીને જન્મ આપ્યો છે. મીનલે જણાવ્યું કે આ જરૂરી હતું, મેં એક પડકારના ભાગરૂપે આ કિટ તૈયાર કરી છે.
મિનલ દાખવે તેમની ટીમના તમામ 10 સભ્યોએ કઠિન પરિશ્રમ કરીને પ્રોજેક્ટ પૂર્ણ કર્યો હતો. તેમણે તૈયાર કરેલી ટેસ્ટિંગ કિટને નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી (NIV)ને તારીખ 18 માર્ચના દિવસે સોંપવામાં આવી હતી. અને તેના એક દિવસ પછી મીનલ દાખવેએ બાળકીને જન્મ આપ્યો હતો.
દેશી ટેસ્ટિંગ કીટ કેમ વિદેશી કીટથી બહેતર છે વાંચો અહીં
મિનલ દાખવે અને તેમની ટીમે તૈયાર કરેલી કોવીડ-19 ટેસ્ટીંગ કીટ ફક્ત અઢી કલાકમાં ટેસ્ટિંગનું રિઝલ્ટ આપે છે જ્યારે વિદેશી કિટમાં ટેસ્ટિંગ માટે 6થી 7 કલાકનો સમય લાગે છે. દરેક માઈલેબ કિટથી 100 સેમ્પલનું ટેસ્ટિંગ કરી શકાય છે અને તપાસ માટેનો ખર્ચ 1200 રૂપિયા થાય છે. જ્યારે વિદેશી કિટમાં ટેસ્ટિંગનો ખર્ચો 4500 રૂપિયા થાય છે. માઈલેબ ડિસ્કવરી સૉલ્યુશન્સની પાસે દરરોજ 15 હજાર ટેસ્ટિંગ કિટ તૈયાર કરવાની ક્ષમતા છે.
देश का पहला कोरोना टेस्टिंग किट बनाने वाली महिला जिन्होंने प्रेग्नेंसी के आखिरी दिनों में भी किया काम
देश का पहला कोरोना टेस्टिंग किट मार्केट में आ चुका है
पुणे की वायरॉलजिस्ट मीनल दाखवे भोंसले ने कमाल कर दिखाया
उन्होंने प्रेग्नेंसी के आखिरी दिनों में प्रॉजेक्ट पर काम किया और डेडलाइन मीट की
अब हर दिन 15 हजार किट तैयार हो रहे हैं जो विदेशी किट के मुकाबले किफायती हैं
कुछ करने का जज्बा हो तो मुश्किलें हल हो जाती हैं। मिनल दाखवे भोंसले ने जो कर दिखाया है, उसे जानकर तो यह फिर से साबित हो रहा है। उन्होंने कोरोना वायरस की जांच के लिए ऐसा किट तैयार किया जो विदेशी किट के मुकाबले बेहद सस्ता है। खास बात यह है कि मीनल ने अपनी प्रेग्नेंसी के आखिरी महीनों में इस किट पर काम किया। देश का यह पहला टेस्टिंग किट कोरोना के खिलाफ लड़ाई में बड़ी भूमिका अदा कर सकता है।
वायरॉलजिस्ट मीनल ने पुणे के एक डायग्नोस्टिक फर्म माइलेब डिस्कवरी सोल्युशन्स के प्रॉजेक्ट पर फरवरी में काम शुरू किया था। वह प्रेग्नेंट थीं। पिछले हफ्ते ही उन्हें बच्ची हुई। उन्होंने कहा, ‘यह जरूरी था, इसलिए मैंने इसे चुनौती के रूप में लिया। मुझे अपने देश की सेवा करनी है।’ उन्होंने बताया कि उनकी टीम के सभी 10 सदस्यों ने कठिन परिश्रम किया है। प्रॉजेक्ट पूरा होने पर टेस्टिंग किट नैशनल इंस्टिट्यूट ऑफ वायरॉलजी (NIV) को 18 मार्च को सौंप दिया गया और अगले दिन ही मीनल को बेटी हुई।
મુંબઈ ઇન્ડિયન્સ ક્રિકેટ ટીમની માલિકણ નીતા અંબાણીને સ્પૉર્ટ્સમાંની ૨૦૨૦ની સૌથી વધુ દસ વગદાર મહિલાઓમાં સ્થાન મળ્યું છે.
યાદીમાં ટેનિસ સુપરસ્ટાર સેરેના વિલિયમ્સ અને જિમ્નેસ્ટ સાયમન બિલ્સનો પણ સમાવેશ થયો છે. સાયમન બિલ્સને વિશ્ર્વની મહાન ઍથ્લેટ્સમાંની એક ગણવામાં આવે છે.
સ્પૉર્ટ્સ બિઝનેસ નેટવર્ક ‘આઇસ્પૉર્ટ્સકનેક્ટ’ દ્વારા બહાર પાડવામાં આવેલી ‘સ્પૉર્ટ્સમાંની સૌથી વધુ દસ વગદાર મહિલાઓ’માં જણાવાયું હતું કે નિષ્ણાતોની સમિતિના અભિપ્રાયને ધ્યાનમાં રાખીને વગદાર મહિલાઓની આ યાદી તૈયાર કરાઇ છે. નિષ્ણાતોની સમિતિમાં ટેલ્સટ્રાના ગ્લૉબલ સેલ્સ હૅડ એન્ના લૉકવુડ, વાય સ્પૉર્ટના મેનેજિંગ પાર્ટનર સેલી હેનકોક, આઇસીસીનાં મીડિયા રાઇટ્સનાં ભૂતપૂર્વ વડાં આરતી દબાસ અને આઇસ્પૉર્ટકનેક્ટના ચીફ એક્ઝિક્યૂટિવ ઑફિસર શ્રી વર્માનો સમાવેશ થાય છે.
તેમણે જણાવ્યું હતું કે ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની મુંબઈ ઇન્ડિયન્સની ટીમનાં માલિકણ નીતા અંબાણી દેશમાં વિવિધ સ્પૉર્ટ્સ પ્રૉજેક્ટ માટે મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યા છે.
એશિયન ચૅમ્પિયન પૂજા રાની (૭૫ કિલોગ્રામ)એ થાઈલૅન્ડની પૉર્નિપાને હરાવી કૉન્ટિનેન્ટલ ક્વાલિફાયરની સેમીફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો અને એ સાથે જ તે આ વરસે યોજાનારી ટોક્યો ઑલિમ્પિક્સ માટે ક્વાલિફાય થનારી પ્રથમ ભારતીય બૉક્સર બની હતી.
ચૌથી ક્રમાંકિત ૨૯ વર્ષની પૂજા રાનીએ ૧૮ વર્ષની પ્રતિસ્પર્ધીને ૫-૦થી પરાજય આપ્યો હતો અને ચંદ્રક મેળવવાની સાથેસાથે ટૉકિયો ઑલિમ્પિક્સ માટે ક્વૉલિફાય થનારી પ્રથમ ભારતીય બૉક્સર બની હતી.
ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલા મહિલા ટી20 વર્લ્ડ કપમાં ગ્રુપ એમાં અજેય રહીને સેમિફાઈનમાં પ્રવેશનારી ભારતીય ટીમને જેકપોટ મળ્યો છે. વરસાદને પગલે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની સીડની ખાતેની સેમિફાઈનલ મેચ ધોવાઈ જતા ભારતને એડવાન્ટેજ મળ્યો છે અને તે ફાઈનલમાં પહોંચ્યું છે.
વરસાદને પગલે ટોસમાં વિલંબ થયો હતો અને બાદમાં મેચ ઓફિશિયલ્સે એકપણ બોલ ફેંક્યા વગર મેચ રદ કરવાનો નિર્ણય કર્યો હતો. આઈસીસી દ્વારા રિઝર્વ ડે નહીં રાખવામાં આવતા ભારતને ફાઈનલમાં પ્રવેશ અપાયો હતો. ઈંગ્લેન્ડની ટીમ રમ્યા વગર સેમિફાઈનલમાંથી બહાર થઈ જતા ખેલાડીઓની આંખોમાં આંસુ આવી ગયા હતા.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.