વુમન્સ વર્લ્ડ Archives - Page 9 of 21 - CIA Live

October 20, 2020
schoolgirlsoldiers.jpg
2min17200

જામનગરના બાલાચડી સ્થિત સૈનિક સ્કુલ છોકરીઓને ધો.6માં પ્રવેશ આપશે : આજ 20/10 થી એપ્લિકેશન શરૂ

જામનગરના બાલાચડીમાં આવેલી સૈનિક સ્કૂલ 2021થી કન્યાઓને પણ એડમિશન : પ્રથમ 10 દિકરીઓને ધો.6માં પ્રવેશથી શરૂઆત

ગુજરાતના જામનગરથી 32 કિમી સ્થિત બાલાચડી ખાતે કાર્યરત ગુજરાતની એક માત્ર સૈનિક સ્કુલમાં આગામી શૈક્ષણિક વર્ષથી કન્યાઓને પ્રવેશ આપવામાં આવશે. ધો.12 પછી આર્મી, નેવી, એરફોર્સમાં ઉચ્ચઅભ્યાસ અને નોકરીની તક માટે નેશનલ ડિફેન્સ એકેડમી (NDA)ની તૈયારી કરી શકે એ માટે બાલાચડી ખાતે સૈનિક સ્કુલની સ્થાપના કરવામાં આવી હતી. જ્યાં અત્યાર સુધી ફક્ત બોયઝ (છોકરાઓ)ને પ્રવેશ અપાતો હતો. પંરતુ, હવે આગામી વર્ષથી 10 છોકરીઓને પ્રવેશ સાથે કન્યાઓ માટે સૈનિક સ્કુલના દ્વાર ખોલવામાં આવ્યા છે. કન્યાઓ તરફથી કેવો રિસ્પોન્સ મળે છે તેના આધારે ભવિષ્યના વર્ષોમાં કન્યાઓની સંખ્યા વધારવામાં આવશે.

જામનગરના બાલાચડી સ્થિત સૈનિક સ્કુલમાં કન્યાઓ માટેની કુલ બેઠકો પૈકી 67% બેઠકો ગુજરાતની શાળાઓની છોકરીઓ માટે રિઝર્વ રાખવામાં આવશે.

છોકરાઓ અને છોકરીઓએ સૈનિક સ્કુલમાં પ્રવેશ મેળવવા શું કરવું

ગુજરાતના જામનગર અને દેશભરમાં આવેલી 33 સૈનિક સ્કુલોમાં ધો.6 અને ધો9માં પ્રવેશ ફાળવવા માટે નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા એક પ્રવેશ પરીક્ષા લેવામાં આવે છે જેનું નામ All India Sainik Schools Entrance Examination (AISSEE) 2021 છે. આ પરીક્ષામાં રજિસ્ટ્રેશનની પ્રક્રિયા તા.20મી ઓક્ટોબરથી શરૂ થઇ છે. જે 19 નવેમ્બર સુધી ચાલશે.

આાગમી શૈક્ષણિક સત્ર માટેની ઓનલાઈન એડમિશન પ્રક્રિયા આજ તા.20 ઓક્ટોબર 2020થી શરુ થશે અને 19 નવેમ્બર સુધી રહેશે. 10 જાન્યુઆરી, 2021ના રોજ પ્રવેશ પરીક્ષા લેવામાં આવશે.

ધો.6 અને ધો.9 માં પ્રવેશ માટે 10 જાન્યુઆરી 2021ના રોજ પરીક્ષા લેવાશે

2018માં ભારતના સંરક્ષણ મંત્રાલયે દેશની 33 સૈનિક સ્કૂલોમાંથી કેટલીક સ્કુલોમાં કન્યાઓને પ્રવેશ આપવાનો સૈદ્ધાંતિક નીતિ વિષયક નિર્ણય લેવાયો હતો જેના ભાગરૂપે ગુજરાતના બાલાચડી સ્થિત સૈનિક સ્કુલમાં કન્યાઓના પ્રવેશને મંજૂરી આપવામાં આવી હોવાનું જાણવા મળે છે.

સૈનિક સ્કૂલ બાલાચડીના પ્રિન્સિપાલ ગ્રુપ કેપ્ટન રવિન્દ્ર સિંહે જણાવ્યું હતું કે, ‘નિયમ પ્રમાણે, કુલ ખાલી જગ્યાના 10 ટકા અથવા ઓછામાં ઓછા 10, બંનેમાંથી જે વધારે હશે તે છોકરીઓ માટે અનામત રહેશે. અમારે ત્યાં દર વર્ષે 60 જેટલી ખાલી જગ્યા રહે છે તેથી આગામી શૈક્ષણિક વર્ષથી 10 છોકરીઓને એડમિશન આપવામાં આવશે. ગુજરાત માટે 67 ટકા અનામત રહેશે અને SC, ST, OBC માટે અનામત નિયમો મુજબ લાગુ કરવામાં આવશે’.

October 17, 2020
neetresults-1280x1168.jpg
1min10520

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ઓરિસ્સાના શોએબ આફતાબ 720માંથી 720 માર્ક્સ તેમજ દિલ્હીની આકાંક્ષા સિંહે પણ NEETની પરીક્ષામાં 720માંથી 720 માર્ક્સ મેળવ્યા

NEET Result 2020: Here is why Aftab got 1st rank while Akansha got 2nd

તા.16મી ઓક્ટોબર 2020ના રોજ જાહેર થયેલા નીટ 2020 પરીક્ષાના પરીણામમાં કુલ 13 લાખ 40 હજાર પૈકી શોએબ આફતાબ નામનો એક છોકરો અને આકાંક્ષા સિંહ નામની દિલ્હીની એક છોકરી બન્નેએ કુલ 720માંથી 720 માર્કસ મેળવ્યા છે. આમ છતાં છોકરા શોએબ આફતાબ ને પહેલો નંબર ઓલ ઇન્ડિયા રેન્ક 01 આપવામાં આવ્યો જ્યારે છોકરી આકાંક્ષાસિંહ ને ઓલ ઇન્ડિયા રેન્ક 02 આપવામાં આવ્યો.

છોકરો અને છોકરી બન્નેને ફુલ માર્ક, હાઇએસ્ટ, સેન્ટ પરસેન્ટ માર્કસ મેળવ્યા છતાં છોકરીને બીજો રેન્ક કેમ મળ્યો. આ અંગે આખા દેશમાં ભારે ચર્ચાઓ ચાલી છેલ્લે એન.ટી.એ. (નેશનલ ટેસ્ટિંગ એજન્સી)ના અધિકારીએ સ્પષ્ટતા કરવી પડી છે.

આકાંક્ષાસિંહની ઉંમર ઓછી હોવાથી તેને ફુલ માર્ક 720 હોવા છતાં બીજો રેન્ક આપવામાં આવ્યો

એન.ટી.એ.ના અધિકારીએ સ્પષ્ટતા આપતા કહ્યું કે બન્નેના માર્કસ સરખા હોય ત્યારે ઉંમરનો નિયમ જોવામાં આવે છે. આ કિસ્સામાં આકાંક્ષાસિંહની ઉંમર આફતાબ કરતા ઓછી હોવાથી તેને બીજો રેન્ક આપવો પડ્યો છે. આ નિયમો પૂર્વનિર્ધારિત હોય છે.

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ની ટાઈ-બ્રેકિંગ નીતિ (સમાન અંક મળવા પર વરિષ્ઠતાના આધારે રેન્ક નક્કી કરવી) અંતર્ગત ઓછી ઉંમર હોવાના કારણે તેને બીજી રેન્ક મળી. અધિકારીઓએ જણાવ્યું કે, ટાઈ-બ્રેકર નીતિમાં ઉંમર, વિષયોમાં માર્ક્સ્ અને ખોટા જવાબને ધ્યાનમાં લેવામાં આવે છે. આથી ઉંમરના આધાર પર રેન્કીંગ નક્કી કરવામાં આવ્યું હતું.

એન.ટી.એ.ના નિયમો મુજબ સમાન માર્ક્સ ની સ્થિતિ સર્જાય ત્યારે ટાઇ બ્રેકર તરીકે પહેલા કેમેસ્ટ્રી ગણતરીમાં લેવાય, એ સરખા હોય તો પછી બાયોલોજીના માર્ક્સની સરખામણી કરવામાં આવે છે. જો બંને વિષયોમાં સમાન માર્ક્સ હોય તો પછી પરીક્ષામાં ખોટા જવાબ પર વિચાર કરવામાં આવે છે. અહીં પણ નિર્ણય ન થવા પર ઉંમરને આધાર બનાવવામાં આવે છે.

October 14, 2020
Kaumudi-Munshi.jpg
1min6540

સુપ્રસિદ્ધગાયિકા અને સ્વરકાર કૌમુદી મુન્શી એટલે ‘ધ નાઈન્ટિંગલ ઑફ ગુજરાત’.કંઠની મીઠાશ જાણે તેમના સ્વભાવમાં પણ ભળી ગયેલી. ઠુમરી, ગઝલ, ચૈતી, હોરી અને ઉત્તર પ્રદેશના લોકગીતોની તાલીમ મેળવી ચૂકેલાં કૌમુદીબહેને સુગમ સંગીતના શિખરો તેમના જીવનસાથી અને સુપ્રસિદ્ધ સંગીતકાર નિનુ મઝુમદારસાથે રહીને સર કર્યાં હતા. સંગીતનો એ સિતારો આજે સંગીતના નભમંડળમાંથી ખરી પડ્યો.

kaumudi munshi News in Gujarati, Latest kaumudi munshi news, photos, videos  | Zee News Gujarati

હા, કૌમુદીબહેન આજે આપણી વચ્ચે નથી રહ્યા. ૧૩ ઑક્ટોબરની વહેલી સવારે બે વાગે ૯૧વર્ષની વયે તેમણે ટૂંકીબીમારી બાદ મુંબઈમાં આ ફાની દુનિયા છોડી દીધી. કોરોના-૧૯ના ખપ્પરમાં તેઓ હોમાઇ ગયા. તેમનેહૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અનેત્યાં જ તેમનું પ્રાણ પંખેરું ઉડી ગયું. તેમના પુત્ર ઉદય મઝુમદાર પણ સ્વાસ્થ્ય સારું ન હોવાથી અત્યારે હોસ્પિટલમાં જ છે.

તેમનું આખું જીવન સંગીતમાં જ વીત્યું હતું. જીવનના અંતિમ શ્ર્વાસ સુધી તેઓ સંગીતની સેવા કરતા રહે તે તેમનો ધ્યેય હતો. તેઓ જીવનમાં ક્યારેય દુ:ખી નહોતા રહેતા, હંમેશાં આનંદમાં રહેતા. ૯૧ વર્ષની વયે પણ તેઓ સદાબહાર ગીતો ગાતા હતા. ‘ગીત કૌમુદી’, ‘તારો વિયોગ’, ‘સ્મરણાંજલિકા’ જેવા તેમના સંગીત આલબમો ખૂબ જ પ્રસિદ્ધ થયા હતા. કૌમુદીબહેન મૂળ બનારસનાં એટલે હિન્દી ભાષા પર ખૂબ જ સારું પ્રભુત્વ ધરાવે. ઉત્તર પ્રદેશ, રાજસ્થાનના લોકગીતોનો તેમની પાસે ખજાનો. પચાસ વર્ષ સુધી ગુજરાતી સુગમ સંગીતમાં સર્વ શ્રેષ્ઠ સ્થાન ભોગવનાર કૌમુદી મુન્શી ૨૧મી સદીમાં ગાયિકા તરીકે નિવૃત્ત થયા એમ કહી શકાય. જોકે, સંગીત ગુરુ તરીકે તો ૨૦૨૦ સુધી અથવા તો કોરોના સુધી સક્રિય રહ્યા. ગુજરાતી સુગમ સંગીતમાં તેમનું અદ્વિતીય અને મહામૂલું યોગદાન છે. તેમણે ગુજરાતી ફિલ્મ ‘કાશીનો દીકરો’માં ‘ઝીણા ઝીણા રે આંકેથી અમને ચાળીયા’ ગીત ગાયું હતું. ‘કોઇ આઘે આઘેથી વેણુ વાય છે’ જેવું તેમનું ગીત ખૂબ જ જાણીતું થયું હતું.

કૌમુદી મુન્શીનો જન્મ ૩ ફેબ્રુઆરી, ૧૯૨૮ના રોજ વારાણસીમાં થયો હતો. વારાણસીમાં મોટા જમીનદારના ઘરમાં તેમનો જન્મ. વારાણસીમાં પુરુષો સંગીતના શોખીન, પણ તે માટે તેઓ બહાર ગાવા-વગાડવા જાય. તે સમયે પારંપારિક રીતે ઠુમરી વગેરે ગણિકા ગાન કહેવાતું. ઘરની સ્ત્રીઓ શરીફ ઔરત ગણાય એટલે એમનો અવાજ પણ બહાર સંભળાવવો ન જોઇએ. વિદ્યાર્થીની તરીકે કૌમુદીબહેન રિયાઝ કરે ત્યારે તેમની માતા બારી બારણાં સખત રીતે બંધ કરી દેતા. કૌમુદીબહેન આ બધી વાડો ઓળંગીને છેક ‘દાલકી મંડી’ જેવી બદનામ વસ્તીમાં જઇને પણ ઠુમરી સંગીતના મહારાણી કહેવાતા સિદ્ધેશ્ર્વરી દેવીપાસે ઠુમરી,દાદરા, હોરી, ચૈતી વગેરે શીખ્યા. આ વાડ કુદવામાં તેમના પતિ નીનુ મઝુમદારનો મોટો સાથ હતો.

આ યુગલની સંગીતયાત્રા ૧૯૫૨માં શરૂ થઇ હતી. નીનુ મજુમદાર તે સમયે ગાયક, સંગીતકાર, ગીતકાર તરીકે જાણીતા હતા. કૌમુદીબહેનના મધુર અવાજ અને શાસ્ત્રીય સંગીતની તાલીમથી નીનુભાઇ અભિભૂત થયેલા અને તેમનો અવાજ એચએમવીની રેકોર્ડમાં અને રેડિયોના સંગીત રૂપકોમાં ઉપયોગ કરેલો. ૧૯૫૪માં નીનુભાઇના પ્રથમ પત્ની શારદાબહેનનું અવસાન થતાં બંનેનો સંબંધ લગ્નમાં પલટાયો હતો.

તેમનો પુત્ર ઉદય મઝુમદારપણ જાણીતા ગાયક-સંગીતકાર છે અને તેમની ત્રણ બહેનો ગાયિકા રાજુલ મહેતા, નારીવાદી કર્મશીલ લેખિકા સોનલ શુક્લ અને અભિનેત્રી મીનળ પટેલ શારદા નિનુ મઝુમદારની પુત્રીઓ છે.

દિગ્ગજોનીસંગીતાંજલિ

* વડાપ્રધાનનરેન્દ્ર મોદીએ તેમને સંગીતાંજલિ આપતા કહ્યું હતું કે ગુજરાતી સુગમ સંગીતનાં શિરમોર ગાયિકા કૌમુદી મુનશીના અવસાનથી દુ:ખ અનુભવું છું. ગુજરાતી સુગમ સંગીતને લોકપ્રિય બનાવવામાં તેમનું યોગદાન સંગીતપ્રેમી પેઢીઓ માટે હંમેશાં યાદગાર રહેશે. શોકગ્રસ્ત પરિવાર અને તેમના વિશાળ ચાહકવર્ગને સાંત્વના. ઇશ્ર્વર તેમના આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના.

* ગુજરાતના મુખ્યમંત્રી વિજયરૂપાણીએ કૌમુદીબહેનને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું હતું કે ગુજરાતીસુગમ સંગીતના શિરમોર ગાયિકા કૌમુદીબહેનેપોતાના મધુર સ્વરથી ગુજરાતી રચનાઓને ઘેર-ઘેર ગૂંજતી કરી હતી. તેમનું આ યોગદાન ગુજરાતી સુગમ સંગીતમાં દીર્ઘકાલીન બની રહેશે.

*દિગ્ગજ ગાયક-સંગીતકાર પુરુષોત્તમ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે મને હજુ પણ યાદ છે કે કૌમુદીબહેન વારાણસીથી મુંબઈમાં આવ્યા ત્યારે તેમના ભાઇના ઘરે સાંતાક્રુઝમાં રહેતા. હું પણ સાંતાક્રુઝમાં રહેતો અને તે સમયે પ્રસિદ્ધ સંગીતકાર અવિનાશ વ્યાસ સાથે જોડાયેલો હતો. અવિનાશભાઇએ કૌમુદીબહેન પાસે પ્રથમ ગુજરાતી ગરબો ગવડાવેલો, ‘અલી ઓરે બજાર વચ્ચે બજાણીઓ’. તે ગીત બેસાડવા તેેમની પાસે હું ગયો હતો અને આખું ગીત તેમને ગવડાવ્યું હતું. તેઓ વારાણસીથી આવેલા એટલે તેમનું હિન્દી બહુ સારું હતું. પછી તો નીનુભાઇ સાથે તેમને પ્રેમ થયો. બંને ભવન્સ પાસે આવેલી હોટેલ અન્નપૂર્ણામાં મળતા અને સંગીતની ચર્ચાઓ કરતા અને બંનેના લગ્ન પણ થયા. તેઓ ગુજરાતીમાં એકમાત્ર મહિલા હતા, જેઓ ઠુમરીમાં ઉસ્તાદ હતા.

September 19, 2020
mital_sojitra.jpg
1min6560

સુરતની મહિલા ચિત્રકાર મિતલ સોજીત્રા (Mittal Sojitra)એ અનુકરણીય રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી કરી છે. તા.17મી સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 70મો જન્મદિવસે સમગ્ર દેશમાં ઉજવાય રહ્યો હતો ત્યારે સુરતના મહિલા ચિત્રકાર મિતલ સોજીત્રાએ 70 બાળકોને દત્તક લીધા હતા. એક મહિલાએ આ પ્રકારે અનુકરણીય અને અનોખી પહેલ કરી છે.

સુરતના ઉત્રાણ વિસ્તારમાં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત સંચાલિત ક્રુષ્ણકુમાર સિંહ પ્રાથમિક શાળાના 70 વિધાર્થીઓ જ્યાં સુધી અભ્યાસ કરશે ત્યાં સુધી તેમની જરૂરિયાતની વસ્તુઓ માટે મિતલ સોજીત્રા અને તેમના સહયોગી વર્ષા અલગીયા તેમને સહાયભૂત થશે. દત્તક લેવાનો અર્થ અહીં એ છે કે 70 બાળકોના શિક્ષણ, સ્ટેશનરીથી માંડીને જરૂરિયાતની દરેક વસ્તુમાં મદદ કરવામાં આવશે.

https://www.facebook.com/photo?fbid=3462476700486021&set=pcb.3462490277151330

પોતાનો અભિગમ સ્પષ્ટ કરતા મિતલ સોજિત્રાએ જણાવ્યું હતું કે

વિદ્યાર્થીઓને સરકારી શાળામાંથી જરૂરીયાતની વસ્તુઓ આપવામાં આવે છે. પરંતુ અમુક સામગ્રી એવી હોય છે જે આપવામાં આવતી ન હોય. તેમજ અમુક વિદ્યાર્થીઓની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાને કારણે જરૂરી વસ્તુઓ ખરીદી શકતા નથી. જેથી તેમના વિકાસમાં અડચણો ઉભી થાય છે. વિદ્યાર્થીઓના વિકાસમાં અડચણ ઉભી ન થાય એટલા માટે જ બે બાળકોનો આધાર બનાવનું નક્કી કર્યું અને આ પહેલ શરૂ કરી છે.

મિતલ સોજીત્રા જાણીતા ચિત્રકાર છે. તેમણે “બેટી બચાઓ બેટી પઢાવો”નું  127 ફૂટ લાંબુ પેઇન્ટિંગ બનાવી ગિનીસ બુકના રેકૉર્ડમાં પણ સ્થાન મેળવ્યું છે. આવનારા સમયમાં તેઓ નરેન્દ્ર મોદીની બાયોગ્રાફી પણ લોન્ચ કરવાના છે. જેમાં તેમના નાનપણથી લઈને અત્યાર સુધીના 100 ચિત્રો હશે સાથે જ તેના વિશેની માહિતી આપવામાં આવશે.

September 14, 2020
mahila_kalyan.jpg
1min10900

ગુજરાતની મહિલાઓ સશક્ત અને આત્મનિર્ભર બને તે માટે મુખ્ય પ્રધાન વિજય રૂપાણી એ ‘મહિલા કલ્યાણ યોજના’ની જાહેરાત કરી છે. તે માટે ગુજરાત સરકારે 175 કરોડ રૂપિયાનું બજેટ ફાળવ્યું છે. આ યોજના અંતર્ગત મહિલાઓને અનેક છૂટછાટ આપવામાં આવશે.

‘મહિલા કલ્યાણ યોજના’ અંતર્ગત 10 લાખથી વધુ મહિલાઓને વગર વ્યાજની લોન આપવામાં આવશે. આત્મનિર્ભર ભારતના વડાપ્રધાનના સંકલ્પને સાકાર કરવામાં ગુજરાતની મહિલા શક્તિ આગળ આવશે. વડાપ્રાધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે 17 સપ્ટેમ્બરે ‘મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના’ની રાજ્યની માતૃશક્તિને ભેટ આપવામાં આવશે. આ નિર્ણયથી કોરોના પછીની બદલાયેલી આર્થિક સામાજિક જીવનશૈલીમાં મહિલા માટે આત્મનિર્ભરતાનો નવો માર્ગ ખુલશે.

રાજ્યના 1 લાખ મહિલા જૂથની કુલ 10 લાખ માતા-બહેનોને ‘મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના’નો લાભ મળશે. કુલ 1000 કરોડ સુધીનું ધિરાણ મહિલા જૂથોને અપાશે. બેંક લોનનું વ્યાજ રાજ્ય સરકાર ભોગવશે. આ લોન માટે જરૂરી સ્ટેમ્પ ડ્યુટીમાં માફી અપાશે. મહિલા જૂથ દીઠ રૂ. 1 લાખનું લોન-ધિરાણ સરકારી, સહકારી, ખાનગી બેંકો, આરબીઆઈ માન્ય ધિરાણ સંસ્થાઓમાંથી મળશે. રાજ્ય સરકાર બેન્કો સાથે ટૂંક સમયમાં યોજનામાં જોડાવા અંગેના એમઓયુ કરશે. 10 મહિલાઓ-બહેનોના એક જૂથ એમ 1 લાખ જૂથ બનાવાશે. પ્રત્યેક જૂથને એક લાખનું લોન ધિરાણ મળશે. પ્રત્યેક માતા-બહેનોને પોતાનો વ્યવસાય, ગૃહ ઉદ્યોગ, વેપાર શરૂ કરવા વગર વ્યાજે લોન ધિરાણ મળી રહેશે.

રાજ્યની લાખો બહેનોના આત્મનિર્ભરતા સાથે સ્વમાન ભેર જીવવાનાં સપનાં-અરમાન પાર પાડવામાં ‘મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના’ ઉદીપક બનશે. હવે આ યોજનાથી મહિલાઓને તેમના નાના વ્યવસાયો, ગૃહ ઉદ્યોગ શરૂ કરી પોતાનું કૌશલ્ય અને સપનાં સાકાર કરવાની તક આપવામાં આવશે.

September 7, 2020
Kangana_Ranaut_PTI.jpg
2min4960

શિવસેના સાથેનો વિવાદ વકરતા કંગનાને Y કેટેગરીની સુરક્ષા

ગૃહ મંત્રાલય દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર કંગના રણૌતને Y કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે. આ સુરક્ષા આપવામાં આવતા વીઆઈપી લોકો માટે 11 સુરક્ષાકર્મીઓને ખડેપગે રાખવામાં આવે છે. 11 સુરક્ષાકર્મીઓમાં એક અથવા બે કમાન્ડો અને બે પીએસઓનો પણ સમાવેશ થાય છે. નોંધનીય છે કે ગયા વર્ષે જ કેન્દ્ર સરકારે Y કેટેગરી અંતર્ગત 11થી વધારે લોકોને Y કેટેગરીની સુરક્ષા આપી હતી. જેમાં ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી દિનેશ શર્માનો સમાવેશ થાય છે. 

સુશાંત સિંહ રાજપૂતના કેસના મામલે લોકપ્રીય અભિનેત્રી કંગના રણૌત અને શિવસેના નેતાઓ વચ્ચે શાબ્દિક યુદ્ધ અટકવાનું નામ જ નથી લઈ રહ્યું. બંને એકબીજા પર વાક્બાણ છોડીને પ્રહાર કરી રહ્યા છે. આ દરમિયાન કંના રણૌત 9 સપ્ટેમ્બરના રોજ મુંબઈ પહોંચી રહી છે. શિવસેનાના કાર્યકર્તાઓ દ્વારા થયેલા કેટલાક વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં લઈને હવે કંગનાને કેન્દ્ર સરકાર તરફથી Y કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે. 9 સપ્ટેમ્બરના રોજ જ્યારે કંગના રણૌત મુંબઈ એરપોર્ટ પર ઉતરશે ત્યારે સુરક્ષાકર્મીઓ તેની સાથે હશે. 

August 29, 2020
vinesh-phogat-2-1280x720.jpg
1min5510

દિગ્ગજ ભારતીય મહિલા રેસલર વિનેશ ફોગાટનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવિયો છે. તેને આવતીકાલે એટલે કે શનિવારના રોજ જ ખેલ જગતના સર્વોચ્ચ ગણાતા એવા રાજીવ ગાંધી એવોર્ડથી સમ્માનિત કરવાની હતી. તેને વર્ષ 2016માં પણ અર્જુન એવોર્ડથી સમ્માનિત કરવામાં આવી હતી.

એશિયન અને કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનાર વિનેશ ફોગાટનો કોરોનાનો રિપોર્ટ શુક્રવારના રોજ પોઝિટિવ આવ્યો છે. આ વર્ષે તેની પસંદગી દેશમાં ખેલ જગતના સર્વોચ્ચ ગણાતા એવા રાજીવ ગાંધી એવોર્ડથી સમ્માનિત થવા માટે કરવામાં આવી હતી. હાલમાં તે પોતાના કોચ ઓમ પ્રકાશની દેખ-રેખ હેઠળ સોનીપતમાં અભ્યાસ કરી રહી હતી.

ફ્રીસ્ટાઈલ રેસલર વિનેશ ફોગાટે કહ્યું કે, ખેલ પુરસ્કારોની તૈયારીઓ અંતર્ગત મારો કોરોના વાયરસનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો. સોનીપતમાં કોરોના માટે મારો ટેસ્ટ કરાયો હતો જે પોઝિટિવ આવ્યો છે. ભગવાન ઈચ્છશે તો હું બહું જલ્દી સ્વસ્થ થઈ જઈશ.

હરિયાણાની 26 વર્ષીય વિનેશ ફોગાટ એ ગીતા અને બબીતા ફોગાટની પિતરાઈ બહેન છે. તેણે ગયા વર્ષે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પણ મેડલ જીત્યા હતા. તેમજ ગયા આગામી વર્ષે યોજાનારા ટોક્યો ઓલમ્પિક માટે પણ તે ક્વોલિફાય થઈ હતી.

August 12, 2020
girl.jpg
1min7060

નવી દિલ્હી: એક મહત્વનો ચુકાદો આપતા સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે હિન્દુ અવિભક્ત કુટુંબમાં પારિવારિક સંપત્તિ પર દીકરીનો પણ સરખો હક્ક છે. કોર્ટે જણાવ્યું હતું કે, પિતા, દાદા, પરદાદાની સંપત્તિ પર જેટલો હક્ક દીકરાનો છે, તેટલો જ હક્ક દીકરીઓનો પણ છે. કોર્ટે એમ પણ કહ્યું હતું કે વર્ષ 1956થી દીકરીઓ આ હક્ક મેળવવાને પાત્ર છે.

હિન્દુ અવિભક્ત કુટુંબમાં દીકરીને પિતા, દાદા કે પરદાદાની સંપત્તિ પર દીકરાને જેટલો હક્ક મળે છે કેટલો જ હક્ક મળશે: કોર્ટ

જસ્ટિસ અરુણ મિશ્રા, એસ અબ્દુલ નઝીર અને એમઆર શાહની બેન્ચે હિન્દુ વારસાઈને લગતા સેક્શન 6 અંગે સ્પષ્ટતા આ ચુકાદો આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ કાયદામાં 9 સપ્ટેમ્બર 2005ના રોજ સુધારો કરવામાં આવ્યો હતો. જેમાં કોર્ટે જણાવ્યું હતું કે પિતા જીવતા હોય કે ના હોય, પરંતુ સપ્ટેમ્બર 2005 પહેલા જન્મેલી હિન્દુ મહિલા પૈતૃક સંપત્તિમાં હક્ક મેળવવાનો સરખો અધિકાર ધરાવે છે.

કોર્ટે મંગળવારે આપેલા પોતાના ચુકાદામાં કહ્યું હતું કે હિન્દુ વારસાઈ કાયદા, 1956ના સેક્શન 6માં થયેલા એમેડમેન્ટ પહેલા કે બાદમાં જન્મેલી તમામ દીકરી પૈતૃક સંપત્તિ કે જવાબદારીમાં સરખી હિસ્સેદારી ધરાવે છે. 121 પાનાનાં ચુકાદામાં જસ્ટિસ મિશ્રાએ જણાવ્યું હતું કે સપ્ટેમ્બર 2005 પહેલા જન્મેલી દીકરી પણ પૈતૃક સંપત્તિમાં પોતાનો હક્ક માગી શકે છે.

પોતાના ચુકાદામાં કોર્ટે એ વાતની પણ સ્પષ્ટતા કરી છે કે જે મિલકતની 20 ડિસેમ્બર 2004 પહેલા વહેંચણી થઈ ચૂકી છે, તેમાં કોઈપણ મહિલા પોતાનો હક્ક માગી કશે નહીં. આ પ્રકારની પ્રોપર્ટીમાં પરિવારના અન્ય સભ્યોને જે અનુસાર હક્ક અપાયો છે તે અકબંધ રહેશે, અને સુપ્રીમ કોર્ટના આ ચુકાદાની તેના પર કોઈ અસર નહીં પડે.

હાલનો ચુકાદો દીકરીઓને મળતા હક્કને વધુ સ્પષ્ટ કરે છે, અને અન્ય સંબંધીઓને સેક્સન 6 હેઠળ જે હક્ક આપવામાં આવ્યો છે તેની તેના પર કોઈ અસર નહીં પડે, કારણકે તે અમેડેન્ટ પહેલાથી જ અસ્તિત્વમાં છે તેવું પણ કોર્ટે જણાવ્યું હતું. ત્રણ જજની બેન્ચે એમ પણ સ્પષ્ટ કર્યું હતું કે આ કાયદો 1956માં અમલમાં આવ્યો ત્યારથી દીકરી તેનો લાભ મેળવવાને પાત્ર છે. જોકે, જે કૌટુંબિક મિલકતના ભાગલા પડી ગયા છે તેના પર હક્ક નહીં માગી શકાય.

July 25, 2020
teacher_hug.jpg
1min13460

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

બ્રાઝીલ હાલ વિશ્વમાં સૌથી વધુ કોરોના પીડીત દેશોમાં અમેરીકા પછી બીજા નંબરે આવે છે. બ્રાઝીલમાં કોરોનાના 18 લાખ જેટલા કેસો છે. બ્રાઝીલમાં પણ કોરોનાને કારણે સ્કુલો બંધ છે પરંતુ, બ્રાઝીલની એક શિક્ષિકા બંધ સ્કુલો વચ્ચે પણ તેના બાળકોને મળ્યા વગર નથી રહી શક્તી અને આ શિક્ષિકાએ તેના બાળકોને ઘરે મળવા જવાની તરકીબ શોધી કાઢી. એ બાળકોને તેમના ઘરે મળવા પહોંચી જાય છે. બાળકોને હ્રદયસ્પર્શી જાદુની જપ્પી આપે છે અને બાળકોને ખુશખુશાલ કરી દે છે.

સમગ્ર વિશ્વમાં હાલ બ્રાઝીલની આ શિક્ષિકા સોશ્યલ મિડીયા સેન્સેસન બની ચૂકી છે. કોરોનાથી ડર્યા વગર, કોરોના સંક્રમણ પ્રત્યે સાવચેતી રાખીને પણ એ શિક્ષિકા બાળકોને પ્રેમથી મળે છે અને બાળકો પણ પોતાની શિક્ષિકાને દિવસો, મહિનાઓ પછી પ્રત્યક્ષ મળીને ભાવવિભોર બની રહ્યા છે.

શિક્ષિકા બની સોશ્યલ મિડીયા સેન્સેશન

આ પણ વાંચો

July 8, 2020
CIA_devas_topper_girl.jpg
2min11190

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

રાજ્યમાં બોર્ડમાં ટોપર આવતા વિદ્યાર્થીઓને વિવિધ પ્રકારે સન્માનિત, બહુમાનિત કરીને તેમનો જુસ્સો વધારવામાં આવે છે. પરંતુ, મધ્યપ્રદેશના દેવાસ જિલ્લામાં ધો.10માં ટોપર આવેલી વિદ્યાર્થિનીનો જુસ્સો એવી રીતે વધારવામાં આવ્યો કે થોડી ક્ષણો તો વિદ્યાર્થિનીને એવું લાગ્યું કે તેણે જોયેલું સપનું પૂરું થઇ ચૂક્યું છે.

એમ.પી.ના દેવાસ જિલ્લાના કલેક્ટરે સમગ્ર મધ્યપ્રદેશ રાજ્યમાં ત્રીજા ક્રમે અને દેવાસમાં પહેલા ક્રમે ધો.10માં પાસ થયેલી વિદ્યાર્થિનીને પોતાની ખુરશીમાં બેસાડીને તેને સિવિલ સર્વિસીઝની પરીક્ષામાં પાસ થઇને ફરી અહીં બેસવાનો જુસ્સો અપાવ્યો હતો. આ ખુશનસીબ વિદ્યાર્થિનીનું નામ યુક્તા ચૌધરી છે અને તે દેવાસમાં રહે છે. તેનું સપનું છે કે તેણે સિવિલ સર્વિસીઝની પરીક્ષા પાસ કરીને આઇ.એ.એસ. બનવું છે.

મધ્યપ્રદેશના દેવાસના કલેક્ટર ચંદ્રમૌલી શુક્લની આ પ્રકારે જુસ્સો વધારવાની રીત સોશ્યલ મિડીયામાં હાલ ખુબ વાઇરલ થઇ છે.

Yukta Choudhary of Dewas, who secured third position in MP board by obtaining 299/300 marks, had hardly imagined to realize her dream of ‘becoming collector’ in reality, even for a while, even before clearing one of the toughest UPSC exams.

યુક્તા ચૌધરી નામની મધ્યપ્રદેશના દેવાસ જિલ્લાની ધો.10ની ટોપર વિદ્યાર્થિનીને દેવાસ કલેક્ટરે પોતાની ખુરશી ખાલી કરી તેના પર બેસાડી જુસ્સો વધાર્યો

દેવાસના કલેક્ટર ચંદ્રમૌલી શુક્લાએ કહ્યું ધો.10માં મારા તો ફક્ત 70 ટકા જ આવ્યા હતા

દેવાસ અને મધ્યપ્રદેશ બોર્ડમાં ધો.10માં ઝળહળતું પરીણામ લાવનારી યુક્તા ચૌધરી નામની વિદ્યાર્થિનીને પોતાની દેવાસ કલેક્ટરની ખુરશીમાં બેસાડીને દેવાસ કલેક્ટર ચંદ્રમૌલી શુક્લાએ કહ્યું કે મારા તો ધો.10માં ફક્ત 70 ટકા માર્કસ આવ્યા હતા. આમ છતાં, હું કલેક્ટર બની શક્યો છું. યુક્તા, તમે તમારું આઇ.એ.એસ.નું ડ્રીમ સરળતાથી પૂર્ણ કરી શકશો જો તમે તમારા લક્ષ્યાંક પ્રત્યે સજાગ, સચેત અને સંનિષ્ઠ રહેશો તો.

In Hindi

देवास कलेक्टर चंद्रमाैली शुक्ला ने 10वीं में जिले से सबसे ज्यादा अंक लाने वाली उत्कृष्ट स्कूल की छात्रा युक्ता चाैधरी काे अपनी कुर्सी पर बैठा दिया। हुआ यूं कि प्रदेश और जिले की मैरिट में अने वाले विद्यार्थियाें काे सम्मान के लिए कलेक्टर ने साेमवार सुबह कलेक्टाेरेट बुलाया था। 

कलेक्टर ने जिले से सबसे ज्यादा अंक लाकर प्रदेश की मैरिट लिस्ट में तीसरे स्थान पर अाई युक्ता से पूछा-आप क्या बनना चाहती हाे। युक्ता ने कहा- आईएएस ऑफिसर। कलेक्टर ने कहा- ताे बैठाे मेरी कुर्सी पर। वे उठे और युक्ता काे अपने कुर्सी पर बैठाया। कलेक्टर ने अन्य सभी टाॅपराें का भी सम्मान किया। उत्कृष्ट प्राचार्य चंद्रावती जाधव, पूर्णिमा बिंदल, सैयद माेकीत अली, मिर्जा मुसाहिद बैग, नीरज कानूनगाे काे अच्छा रिजल्ट घाेषित हाेने पर बधाई दी। प्राचार्य जाधव ने बताया- स्कूल के बच्चाें ने इस बार गजब ही कर दिया है। पहली बार ऐसा माैका आया है कि स्कूल के 6 बच्चे टाॅप 10 में और 6 ही बच्चे जिले की टाॅप 10 में अपना स्थान बनाने में कामयाब हाे सके।

Read also on this web