CIA ALERT

WE Archives - Page 63 of 63 - CIA Live

May 23, 2018
women-gun.jpg
1min19020

રાજધાની નવી દિલ્હીમાં છેલ્લા કેટલાક સમયથી મોટી સંખ્યામાં વર્કિંગ વુમન્સે ગન-લાઇસન્સ માટે ઍપ્લિકેશન કરતાં પોલીસ ચોંકી ઊઠી છે. શહેરમાં રેપ, લૂંટ અને છેડતીની અનેક ઘટનાઓને પગલે મહિલાઓ સ્વરક્ષણ માટે હથિયારનું લાઇસન્સ મેળવવા માગે છે. છેલ્લાં બે વર્ષમાં દિલ્હી પોલીસને ગન-લાઇસન્સ માટે ૯૦૦થી વધુ મહિલાઓની અરજી મળી છે. ૨૦૧૦માં આવી કુલ ૩૨૦ ઍપ્લિકેશન મળી હતી, જ્યારે ૨૦૧૧માં ૫૦૦ અરજી મળી હતી. ટૂંકમાં અત્યારે હથિયારનું લાઇસન્સ મેળવવા માટે કરવામાં આવેલી અરજીઓમાં ૨૦-૨૨ ટકા અરજીઓ મહિલાઓએ કરી છે.

જોકે પોલીસના લાઇસન્સ વિભાગના એક અધિકારીએ કહ્યું હતું કે અનેક મહિલાઓ તેમના પિતા કે પતિનું લાઇસન્સ વારસામાં મેળવવા માગે છે અને આ જ કારણોસર લાઇસન્સ મેળવવા ઇચ્છતી મહિલાઓની સંખ્યામાં વધારો થયો છે. ૨૦૧૦માં પોલીસે ૧૭ મહિલાઓને લાઇસન્સ ઇશ્યુ કર્યા હતાં, જ્યારે ૨૦૧૧માં ૩૩ મહિલાઓને લાઇસન્સ ઇશ્યુ કરવામાં આવ્યાં હતાં. છેલ્લાં બે વર્ષમાં ૬૦૦થી વધુ અરજીઓ રિજેક્ટ કરવામાં આવી હતી.

May 23, 2018
tanasha.jpg
1min14880

ICSE બોર્ડની બારમાની પરીક્ષામાં કથીડ્રલ ઍન્ડ જૉન કૉનન સ્કૂલની તાનસા કાર્તિક શાહે ૯૯.૫૦ ટકા મેળવીને સ્કૂલ સાથે મહારાષ્ટ્ર રાજ્યનું ગૌરવ વધાર્યું છે. દેશભરના સાત વિદ્યાર્થીઓને ૯૯.૫૦ ટકા મળ્યા છે જેમાં બે વિદ્યાર્થીઓ મુંબઈના છે અને એમાંની એક તાનસા શાહ છે.

નૅશનલ લૉ સ્કૂલ ઑફ ઇન્ડિયા યુનિવર્સિટીમાં ઍડ્મિશન લઈને ઍડ્વોકેટ બનવાની મારી ઇચ્છા છે એમ જણાવીને નેપિયન સી રોડ પર રહેતી તાનસા શાહે કહ્યું હતું કે ‘વર્ષની શરૂઆતથી જ દરરોજ બેથી ત્રણ કલાક ફરજિયાત સ્ટડીને આપતી હતી. હું દર અઠવાડિયે મારો ગોલ સેટ કરતી હતી અને એનો મને સ્ટડીમાં ઘણો લાભ થયો હતો. શરૂઆતથી જ ભણવાની કન્સિસ્ટન્સી બની ગઈ હતી અને ડિસિપ્લિન જાળવીને ભણતી હતી. હંમેશાં પ્રેપરેશન પર ધ્યાન આપ્યું હતું એથી છેલ્લી ઘડીએ પરીક્ષા સમયે ડરી નહોતી. એકદમ શાંત મને અને એકચિત્તે પરીક્ષા આપી હતી. એ ઉપરાંત CETની પરીક્ષા આપી હતી. ભણવા માટે મને ક્યારેય દબાણ કરવામાં નહોતું આવતું. મારા પેરન્ટ્સ અને ટીચરોએ મને પ્રોત્સાહન આપી એન્કરેજ કરી હતી.’

May 22, 2018
mukesh-ambani.jpg
1min12310

ભારતમાં ચોથા નંબરની ટેલિકૉમ કંપની બનેલી રિલાયન્સ જીઓ ૨૦૧૬ના સપ્ટેમ્બર મહિનામાં લૉન્ચ થઈ હતી અને માત્ર ૧૭૦ દિવસમાં એણે ૧૦ કરોડ કસ્ટમરો મેળવ્યા હતા.

માત્ર બે વર્ષથી ઓછા સમયમાં રિલાયન્સ જીઓએ ભારતને મોબાઇલ બ્રૉડબૅન્ડ ડેટાનો ઉપયોગ કરનારો સૌથી મોટો દેશ બનાવ્યો છે. જોકે આ કંપની શરૂ કરવાનો આઇડિયો સૌથી પહેલાં કોને આવ્યો એનો ખુલાસો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચૅરમૅન મુકેશ અંબાણીએ ગુરુવારે કર્યો હતો.

લંડનમાં ફાઇનૅન્શ્યલ ટાઇમ્સ આર્સેલરમિત્તલ બોલ્ડનેસ ઇન બિઝનેસ અવૉર્ડ્સ સમારોહમાં વિવિધ બિઝનેસમાં કાર્યરત અગ્રણી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને ‘ડ્રાઇવર્સ ઑફ ચેન્જ’નો અવૉર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. ‘ફાઇનૅન્શ્યલ ટાઇમ્સ’ના પત્રકારો તથા નિષ્પક્ષ નિર્ણાયકોએ છેવટે બાકી રહેલી છ કંપનીઓમાંથી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પસંદગી કરી હતી. રિલાયન્સે હાઇડ્રોકાર્બનના એક્સપ્લોરેશન અને ઉત્પાદન, પેટ્રોલિયમ રિફાઇનિંગ ઍન્ડ માર્કેટિંગ, પેટ્રોકેમિકલ્સ, રીટેલ અને ૪G ડિજિટલ સર્વિસિસ ક્ષેત્રે હિંમતભરી પહેલ કરીને પોતાનું ગજું કાઢ્યું એ બદલ એને બિરદાવવા માટે આ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. અગાઉ આ પુરસ્કાર ડીપમાઇન્ડ ટેક્નૉલૉજીઝ, ઍમેઝૉન, ઍપલ, અલીબાબા વગેરે કંપનીઓને મળી ચૂક્યો છે.

આ સમારોહમાં બોલતાં મુકેશ અંબાણીએ કહ્યું હતું કે ‘રિલાયન્સ જીઓનો સૌપ્રથમ આઇડિયા ઈશાએ ૨૦૧૧માં આપ્યો હતો. ૨૦૧૧માં તે અમેરિકામાં યેલ યુનિવર્સિટીની સ્ટુડન્ટ હતી અને રજાઓમાં ઘરે આવી હતી. તે કંઈક કોર્સ-વર્ક સબમિટ કરવા માગતી હતી અને ત્યારે તેણે મને કહ્યું હતું કે ડૅડી, આપણા ઘરનું ઇન્ટરનેટ એકદમ સ્લો છે. એ વખતે મારા પુત્ર આકાશે કહ્યું કે એક સમયે ટેલિકૉમમાં કંપનીઓએ વૉઇસ-કૉલ દ્વારા કમાણી કરી, પણ હવે આધુનિક સમયમાં બધું ડિજિટલ છે. ભાઈ-બહેન બન્નેએ મારા ગળે વાત ઉતારી કે બ્રૉડબૅન્ડ ઇન્ટરનેટ આધુનિક સમયની આવશ્યક ટેક્નૉલૉજી છે અને ભારત એમાં પાછળ ન રહી શકે. એ અરસામાં ભારતમાં કનેક્ટિવિટી ઘણી જ નબળી હતી અને ડેટા મોંઘો મળતો હતો. આથી જીઓએ સસ્તા ભાવે ભરપૂર પ્રમાણમાં ડેટા ઉપલબ્ધ કરાવ્યો અને આજે એ આખા દેશમાં ઉપલબ્ધ છે.’

May 22, 2018
angelina1.jpg
1min23270

ઈરાનના તેહરાન શહેરમાં રહેતી બાવીસ વર્ષની સહર તબર નામની યુવતી ઍન્જેલિના જોલીની ડાઇ હાર્ડ ફૅન હોવાથી તેના જેવા જ સુંદર દેખાવાની તેની ખ્વાહિશ હતી.

 

જો તેનો મૂળ ચહેરો જુઓ તો તે પોતે કંઈ ઓછી સુંદર નહોતી, પણ અમેરિકન ઍક્ટ્રેસ ઍન્જેલિના જોલી જેવા દેખાવાનું ભૂત તેના મગજ પર એવું સવાર થયેલું કે તેણે એક પછી એક નાની-મોટી પ્લાસ્ટિક સર્જરીઓની હારમાળા પોતાના જ શરીર પર શરૂ કરાવી દીધી. ઍન્જલિનાની જેમ શાર્પ જડબાં, પાઉટ પોઝ આપી શકાય એવા ભરાવદાર હોઠ, સહેજ ઊંચું અને તીણું નાક બનાવવા માટે તેણે સર્જરીનો સહારો લીધો હતો. ‘અલ અરેબિયા’ વર્તમાનપત્રમાં છપાયેલા અહેવાલ મુજબ સહરે લગભગ પચાસ કૉસ્મેટિક સર્જરીઓ કરાવી છે. સહર ખૂબ સ્ટ્રિક્ટ ડાયટિંગ કરીને પોતાનું વજન ૪૫ કિલોથી વધવા નથી દેતી. નવાઈની વાત એ છે કે આવો ભદ્દો લુક ધરાવતી છોકરીના ઇન્સ્ટાગ્રામ પર ૩.૧૮ લાખથી વધુ ફૉલોઅર્સ છે. જોકે કેટલાય લોકો તેના આ લુકની ભારોભાર ટીકા કરે છે અને ઝોમ્બી અને ડાકણ જેવા નામે ચિડાવે છે. એમ છતાં આ બહેન પોતાના શરીરના પ્રેમમાં છે અને ઇન્સ્ટાગ્રામ પર નિયમિત પોતાની તસવીરો પોસ્ટ કર્યે જાય છે. તેના જ ફૉલોઅર્સમાંના કેટલાક લોકો માને છે કે તેની મેકઅપ ટ્રિકને કારણે તે આવી લાગે છે.

May 21, 2018
kareena.jpg
1min14400

કરીના કપૂર ખાનનું કહેવું છે કે છોકરીઓને શિક્ષણ આપવું એ તેમને સશક્ત બનાવવા તરફનું પહેલું સ્ટેપ છે.

kareena

રવિવારે મધર્સ ડે હોવાથી દિલ્હીમાં યુનાઇટેડ નેશન્સ ચિલ્ડ્રર્ન્સ ફન્ડ દ્વારા એક ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટમાં કરીનાએ કહ્યું હતું કે ‘સશક્તીકરણ અને છોકરીઓના શિક્ષણ વચ્ચે એક ડાયરેક્ટ લિન્ક છે. છોકરીઓને શિક્ષણ પૂરું પાડવું ખૂબ જ જરૂરી છે. બાલ્યાવસ્થા અને પુખ્ત વય વચ્ચે જો પ્રેગ્નન્સી આવી તો એનાથી મમ્મી અને બાળક બન્નેને પ્રૉબ્લેમ થઈ શકે છે. આ માટે પણ બાળકોને એ વિશે એજ્યુકેશન આપવું ખૂબ જ જરૂરી છે. છોકરીઓને શિક્ષણ આપવું ખૂબ જ જરૂરી છે. એક દિવસ તેઓ પણ મમ્મી બનશે અને એ માટે તેમને પૂરતી સમજ હોવી જરૂરી છે. તેમને સશક્ત બનાવવા માટે છોકરીઓને એજ્યુકેશન આપવું એ પહેલું સ્ટેપ છે.’

March 7, 2017
3_1464364658.jpg
1min23190

સેવા સંસ્થાએ બનાવેલી મહિલાઓ માટેની હંસિબાની પ્રોડક્ટ્સની ફિલ્મ કિંગ ખાને તેના ફેસબુક-પેજ પર લૉન્ચ કરી જેને ૫.૭ મિલ્યનથી વધુ વ્યુઝ મળ્યા