CIA ALERT
07. May 2024

JIOનો આઇડિયા સૌથી પહેલાં ઈશાએ આપ્યો હતો : મુકેશ અંબાણી

Share On :
Print Friendly, PDF & Email

ભારતમાં ચોથા નંબરની ટેલિકૉમ કંપની બનેલી રિલાયન્સ જીઓ ૨૦૧૬ના સપ્ટેમ્બર મહિનામાં લૉન્ચ થઈ હતી અને માત્ર ૧૭૦ દિવસમાં એણે ૧૦ કરોડ કસ્ટમરો મેળવ્યા હતા.

માત્ર બે વર્ષથી ઓછા સમયમાં રિલાયન્સ જીઓએ ભારતને મોબાઇલ બ્રૉડબૅન્ડ ડેટાનો ઉપયોગ કરનારો સૌથી મોટો દેશ બનાવ્યો છે. જોકે આ કંપની શરૂ કરવાનો આઇડિયો સૌથી પહેલાં કોને આવ્યો એનો ખુલાસો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચૅરમૅન મુકેશ અંબાણીએ ગુરુવારે કર્યો હતો.

લંડનમાં ફાઇનૅન્શ્યલ ટાઇમ્સ આર્સેલરમિત્તલ બોલ્ડનેસ ઇન બિઝનેસ અવૉર્ડ્સ સમારોહમાં વિવિધ બિઝનેસમાં કાર્યરત અગ્રણી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને ‘ડ્રાઇવર્સ ઑફ ચેન્જ’નો અવૉર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. ‘ફાઇનૅન્શ્યલ ટાઇમ્સ’ના પત્રકારો તથા નિષ્પક્ષ નિર્ણાયકોએ છેવટે બાકી રહેલી છ કંપનીઓમાંથી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પસંદગી કરી હતી. રિલાયન્સે હાઇડ્રોકાર્બનના એક્સપ્લોરેશન અને ઉત્પાદન, પેટ્રોલિયમ રિફાઇનિંગ ઍન્ડ માર્કેટિંગ, પેટ્રોકેમિકલ્સ, રીટેલ અને ૪G ડિજિટલ સર્વિસિસ ક્ષેત્રે હિંમતભરી પહેલ કરીને પોતાનું ગજું કાઢ્યું એ બદલ એને બિરદાવવા માટે આ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. અગાઉ આ પુરસ્કાર ડીપમાઇન્ડ ટેક્નૉલૉજીઝ, ઍમેઝૉન, ઍપલ, અલીબાબા વગેરે કંપનીઓને મળી ચૂક્યો છે.

આ સમારોહમાં બોલતાં મુકેશ અંબાણીએ કહ્યું હતું કે ‘રિલાયન્સ જીઓનો સૌપ્રથમ આઇડિયા ઈશાએ ૨૦૧૧માં આપ્યો હતો. ૨૦૧૧માં તે અમેરિકામાં યેલ યુનિવર્સિટીની સ્ટુડન્ટ હતી અને રજાઓમાં ઘરે આવી હતી. તે કંઈક કોર્સ-વર્ક સબમિટ કરવા માગતી હતી અને ત્યારે તેણે મને કહ્યું હતું કે ડૅડી, આપણા ઘરનું ઇન્ટરનેટ એકદમ સ્લો છે. એ વખતે મારા પુત્ર આકાશે કહ્યું કે એક સમયે ટેલિકૉમમાં કંપનીઓએ વૉઇસ-કૉલ દ્વારા કમાણી કરી, પણ હવે આધુનિક સમયમાં બધું ડિજિટલ છે. ભાઈ-બહેન બન્નેએ મારા ગળે વાત ઉતારી કે બ્રૉડબૅન્ડ ઇન્ટરનેટ આધુનિક સમયની આવશ્યક ટેક્નૉલૉજી છે અને ભારત એમાં પાછળ ન રહી શકે. એ અરસામાં ભારતમાં કનેક્ટિવિટી ઘણી જ નબળી હતી અને ડેટા મોંઘો મળતો હતો. આથી જીઓએ સસ્તા ભાવે ભરપૂર પ્રમાણમાં ડેટા ઉપલબ્ધ કરાવ્યો અને આજે એ આખા દેશમાં ઉપલબ્ધ છે.’

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :