CIA ALERT

WE Archives - Page 18 of 63 - CIA Live

June 30, 2021
tofel.png
2min799

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

Educational Testing Service ETS એ ભારતીય વિદ્યાર્થીઓ માટે એવી મહત્વની અને ઉપયોગી જાહેરાત કરી છે કે વિદેશ જવા માટે જરૂરી ટૉફ્લ અને જીઆરઇ જેવી પરીક્ષા આપવા ઇચ્છતા વિદ્યાર્થીઓ પાસે પાસપોર્ટ નહીં હોય તો પણ આધાર આઇન્ડેન્ટીટીની મદદથી તેઓ પરીક્ષા માટે નોંધણી કરાવીને પરીક્ષા આપી શકશે. તા.1લી જુલાઇ 2021થી હંગામી ધોરણે, બીજો આદેશ નહીં થાય ત્યાં સુધી ફક્ત ભારતમાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓ માટે આ સુધારો લાગૂ કરવામાં આવશે.

ભારતમાં હાલ કોરોનાના કારણે વિદેશ જવા ઇચ્છતા અનેક વિદ્યાર્થીઓ પોતાનો પાસપોર્ટ કઢાવી શકતા નથી કે રિન્યુ કરાવી શક્તા નથી. વિદેશ જવા માટે જરૂરી ઇંગ્લીશ ટેસ્ટ ટૉફ્લ તથા જીઆરઇ વગેરેના રજિસ્ટ્રેશન માટે પાસપોર્ટ હોવો ફરજિયાત છે. પરંતુ, હાલની ભારતીય વિદ્યાર્થીઓની પરિસ્થિતિને જોતા ઇટીએસ સંસ્થાએ ભારતીય વિદ્યાર્થીઓ માટે સુધારો કર્યો છે અને ભારતીય વિદ્યાર્થીઓ આધાર આઇ.ડી.ની મદદથી ટૉફ્લ જીઆરઇ જેવી પરીક્ષાઓ આપી શકશે.

પાસપોર્ટ નહીં હોય તો આધાર આઇ.ડી.થી નીચે જણાવેલી પરીક્ષા આપી શકાશે

  • TOEFL iBT test,
  • TOEFL iBT Home Edition,
  • TOEFL Essentials test (beginning Aug. 2021),
  • GRE General Test, GRE General Test at home and
  • GRE Subject Tests (beginning Oct. 2021)
GRE and TOEFL Advice – BITS R&D

ETS has announced that beginning July 1, 2021, the Aadhaar Card will be temporarily considered as an acceptable form of identification for applicants taking TOEFL and GRE tests in India until further notice.

The exception is applicable to the TOEFL iBT test, TOEFL iBT Home Edition, TOEFL Essentials test (beginning Aug. 2021), GRE General Test, GRE General Test at home and GRE Subject Tests (beginning Oct. 2021).

Indian students will be required to furnish an original full version of their Aadhaar Card as received in the mail, which can be used for TOEFL and GRE tests either taken in-person from a third-party test centre, or at home.

June 24, 2021
cg-copy.jpg
3min1473

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

આગામી જુલાઇ 2021માં જાહેર થનારા ધો.12ના પરીણામ બાદ વિદ્યાર્થીઓના ઉચ્ચ અભ્યાસ, કોલેજ પ્રવેશ માટે દક્ષિણ ગુજરાતની 5 યુનિવર્સિટીઓએ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ પાંચ યુનિવર્સિટીઓ

  • વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી
  • ઉકા તરસાડીયા યુનિવર્સિટી, બારડોલી-મહુવા રોડ, સુરત
  • પી.પી. સવાણી યુનિવર્સિટી, અંકલેશ્વર
  • સાર્વજનિક યુનિવર્સિટી, અઠવાલાઇન્સ, સુરત
  • વનિતા વિશ્રામ વુમન્સ યુનિવર્સિટી, અઠવા લાઇન્સ, સુરત

આજે તા.24 જુન 2021ના રોજના સ્ટેટસ અનુસાર વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવિસર્ટીને બાદ કરતા બાકીની ઉપરોક્ત તમામ યુનિવર્સિટીઓએ ધો.12 પછી જુદા જુદા અભ્યાસક્રમોમાં પ્રવેશ કાર્યવાહી હાથ ધરી દીધી છે.

કઇ યુનિવર્સિટીમાં કયા અભ્યાસક્રમો ઉપલબ્ધ

વીર નર્મદ યુનિવર્સિટી 82 હજાર વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવશે, જેના અભ્યાક્રમો તથા તેમાં ઉપલબ્ધ બેઠકોની માહિતી નીચે દર્શાવવામાં આવી છે

Academic Year : 2021-22
Total Seats
Sr.NoProgramme NameTotal Seats
1B.Sc. *13925
2 B.Sc. (Computer Science)825
3B.Com. & B.Com. (Honrs)31875
4B.A.25102
5B.B.A.3750
6B.C.A.4725
7B.R.S.375
8B.Com. LL.B.150
9M.Sc. Integrated Biotechnology *75
10M.Sc. IT150
115 Year Integrated Programme in Sustainable Development 75
12Bachelor of Fine Arts100
13Bachelor of Interior Design88
 Total81215

વધુ ડિટેઇલમાં પર્સનલ કાઉન્સેલિંગ માટે અહીં સંપર્ક કરો 98253 44944

June 17, 2021
covid_cia.jpg
1min477

સરકારે કોરોનાવાઇરસની સારવાર માટે dt 17/6/21, બુધવારે જાહેર કરેલી માર્ગદર્શિકામાં કોવિડ-૧૯ના પુખ્ત વયના દરદીઓને સારવારમાં અપાતી આઇવર્મેક્ટિન, હાઇડ્રોક્સિક્લોરોક્વીન, ફેવિપીરાવિર અને ડોક્સિસાઇક્લિન તેમ જ એઝીથ્રોમાઇસીન જેવી એન્ટિબાયોટિક્સ બાળકોને હાલમાં નહિ આપવાની સલાહ આપીએ છીએ.

કોરોનાવાઇરસની ત્રીજી લહેરમાં બાળકોને વધુ અસર થવાની હોવાના ભયને ધ્યાનમાં રાખીને સરકારે સંબંધિત માર્ગદર્શિકા જાહેર કરી હતી.

બાળકોને કોરોનાવાઇરસ સામેની રસી આપવા મંજૂરી મળી જાય તે પછી અન્ય બીમારીઓ ધરાવતા બાળકોના રસીકરણને પ્રાધાન્ય આપવા માગીએ છીએ.

કેન્દ્રના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે આઇવર્મેક્ટિન, હાઇડ્રોક્સિક્લોરોક્વીન, ફેવિપીરાવિર અને ડોક્સિસાઇક્લિન તેમ જ એઝીથ્રોમાઇસીન જેવી એન્ટિબાયોટિક્સનું બાળકોમાં કોવિડ-૧૯ની સારવાર માટે જરૂરી પરીક્ષણ હજી પૂરું નથી કરાયું અને તેથી આ દવા બાળકોને નહિ આપવાની સલાહ આપીએ છીએ.

7 more children die of AES in Bihar; govt starts survey | Latest News India  - Hindustan Times

આગામી ત્રણથી ચાર મહિનામાં લૉકડાઉન ઉઠાવી લેવાય અને શાળાઓ ખોલાય તે પછી જો કોરોનાવાઇરસનો રોગચાળો ફરી વધુ ફેલાય તો બધાએ (ખાનગી અને જાહેર ક્ષેત્રે) તેનો સાથે મળીને સામનો કરવો જોઇએ.

માર્ગદર્શિકામાં જણાવાયું હતું કે બાળકોમાં કોવિડ-૧૯ના વધતા દૈનિક કેસને ધ્યાનમાં રાખીને તેઓની સારવાર માટેના બૅડ્સ વગેરે સુવિધાને વધારવી જોઇએ. તેણે જણાવ્યું હતું કે કોરોનાથી અસરગ્રસ્ત બાળકોની સારવાર માટે જરૂર પડે તો ડૉક્ટરો અને નર્સને પણ વધારાની સુવિધા પૂરી પાડવી જોઇએ. કોવિડ-૧૯નો ચેપ જે બાળકોને લાગ્યો હોય તેઓની સારવાર માટે હૉસ્પિટલમાં અલગ બૅડ્સ સહિતની સુવિધા રાખવી જોઇએ.

આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે જે બાળકોને કોરોનાનો ચેપ લાગ્યો હોય પરંતુ તેના લક્ષણ દેખાતા ન હોય અથવા ઓછી અસર દેખાતી હોય તેઓને માતા-પિતા ઘેર રાખીને પણ ડૉક્ટરોની મદદથી સારવાર અપાવી શકે છે.

તેણે જણાવ્યું હતું કે કોરોનાના દરદીઓને તાવમાં પેરાસિટામોલ જેવી દવા અપાય છે અને તેઓના શ્ર્વાસોચ્છ્વાસ તેમ જ ઑક્સિજન પર સતત નજર રાખવી જરૂરી છે.

June 16, 2021
women_military_police.jpg
2min1845

Jayesh Brahmbhatt 98253 44944

ઇન્ડિયન આર્મી દ્વારા ફક્ત મહિલા ઉમેદવારો માટે મિલીટરી પોલીસ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ વર્ગમાં ધો.10 પાસ હોય તેવી મહિલાઓને ભરતી કરવામાં આવશે. રજિસ્ટ્રેશન ગઇ તા.6 જુન 2021થી શરૂ થઇ ચૂક્યા છે અને તા.20 જુલાઇ 2021 રજિસ્ટ્રેશન માટેની અંતિમ તારીખ છે.

આ રહી લિંક https://joinindianarmy.nic.in/

ઈન્ડિયન આર્મીમાં સોલ્જર જનરલ ડ્યુટી (વુમેન મિલિટ્રી પોલીસ)માં જોડાવા માટેની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ માટેની અરજી કરવા સંબંધિત શૈક્ષણિક લાયકાત, વયમર્યાદામાં છૂટછાટ, પરીક્ષા પદ્ધતિની વિગતો, ઓનલાઈન અરજી કરવાની પદ્ધતિ, પરીક્ષા ફી વગેરે સંબંધિત તમામ સૂચનાઓ http://joinindianarmy.nic.in વેબસાઈટ પરથી મેળવી શકાશે.

મહિલા મિલીટરી પોલીસ ભરતી પ્રક્રિયાના નોટિફિકેશનના પહેલા બે પેજ અહીં પ્રસ્તુત છે

આ ભરતી પ્રક્રિયાનું નોટિફિકેશન પીડીએફ ફાઇલ ડાઉન લોડ કરવા માટે નીચેની લિંક પર ક્લીક કરો

https://joinindianarmy.nic.in/writereaddata/Portal/Notification/747_1_women_MP_rally_notification_-_28_May_2021.pdf

June 11, 2021
CIA_Live_Logo_New2.jpg
1min1188

ગોધરા ખાતે તા.૫ થી ૨૨મી ઓગસ્ટ દરમિયાન લશ્કરની વિવિધ ૭ કેટેગરીમાં લશ્કરી ભરતી રેલીનું આયોજન

Indian Army recruitment racket: Kingpin questioned over links with  Pakistan's ISI - The Economic Times

લશ્કરી ભરતી કચેરી,અમદાવાદ દ્વારા ગુજરાતનાં ૨૦ જિલ્લાઓ અને ૨ કેન્દ્ર શાસિત પ્રદેશોના ઉમેદવારો આવરી લેતા આર્મી ભરતી કેમ્પનું આયોજન હાથ ધર્યું છે.

આગામી તા:૦૫ થી તા:૨૨ ઓગસ્ટ દરમિયાન પંચમહાલ જિલ્લાના ગોધરા સ્થિત કનેલાવ સ્પોર્ટસ કોમ્પ્લેક્સ, કનેલાવ ખાતે લશ્કરી ભરતી યોજાશે.

લશ્કરની વિવિધ સાત કેટેગરીમાં યોજાનાર આ રેલીમાં

  • સોલ્જર જનરલ ડ્યુટી, 
  • સોલ્જર ટ્રેડસમેન, 
  • સોલ્જર ટેક્નિકલ (એવિએશન/કમ્યુનિકેશન એકઝામિનર), 
  • સોલ્જર નર્સિંગ આસિસટન્ટ/નર્સિંગ વેટરનરી અને
  • સોલ્જર ક્લાર્ક/ સ્ટોરકીપર/ ટેક્નિકલ ઇન્વેન્ટરી મેનેજમેન્ટની જગ્યાઓનો સમાવેશ થાય છે.

જેમાં ધો.૮ પાસથી લઇ ધો.૧૨/ડિપ્લોમા/ડિગ્રીધારક અપરિણિત યુવાનો વિવિધ જગ્યાઓને અનુરૂપ વયમર્યાદાને ધ્યાને રાખી આર્મી ભરતી રેલીમાં ભાગ લઇ શકશે. આ ભરતીમાં પંચમહાલ, આણંદ, વલસાડ, તાપી, ડાંગ, નવસારી, સાબરકાંઠા, વડોદરા, મહેસાણા, સુરત, બનાસકાંઠા, નર્મદા, મહીસાગર, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, છોટાઉદેપુર, ભરૂચ, ખેડા, દાહોદ, દમણ, દાદરા અને નગર હવેલીનો જિલ્લાના ઉમેદવારો ભાગ લઈ શકશે.                

આ લશ્કરી ભરતીમાં ભાગ લેવા ઇચ્છતા સુરત જિલ્લાના ઉમેદવારોએ

વેબસાઈટ www.joinindianarmy.nic.in પર મૂકાયેલા નોટિફિકેશનનો અભ્યાસ કરી તા:૨૦ જુલાઈ ૨૦૨૧ સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે.

વધુ વિગત માટે લશ્કરી ભરતી કચેરી,અમદાવાદમાં હેલ્પલાઇન નં. ૦૭૯-૨૨૮૬૧૩૩૮ અથવા ૯૯૯૮૫૫૩૯૨૪ ઉપર સંપર્ક કરવો. આ ઉપરાંત રોજગાર સેતુ નં. ૬૩૫૭૩૯૦૩૯૦ ઉપર કોલ કરી આપના જિલ્લાની રોજગાર કચેરીઓનો સંપર્ક કરી શકાશે.

June 11, 2021
kids-mask.png
1min710

ત્રીજી લહેરમાં બાળકોને વધુ જોખમની અટકળો વચ્ચે ભારતમાં આરોગ્ય સેવાઓના મહાનિર્દેશકે જણાવ્યું છે કે, પાંચ વર્ષથી નાની વયના બાળકોને બચવા માટે માસ્ક પહેરવાની ભલામણ નથી કરાઈ.

વધુમાં છથી 11 વર્ષનાં બાળકો માવતરો, તબીબોનાં નિરીક્ષણ હેઠળ માસ્ક પહેરી શકે, તેવું આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની સંસ્થાએ જણાવ્યું હતું.

કેન્દ્ર સરકારે ખાસ બાળકોને કોવિડથી બચાવવા માટે સર્વગ્રાહી માર્ગદર્શિકા જારી કરી છે, તે મુજબ રેમડેસીવીર જેવી દવાઓ બાળકોને આપવાની નથી.

ઉપરાંત બાળકને કોરોના છે કે નહીં તે જાણવા માટે એચઆરસીટી ઈમેજિંગનો ઉપયોગ પણ જરૂર પડે તો જ વિવેકપૂર્વક કરવાની સલાહ અપાઈ છે.

કેન્દ્રની નવી માર્ગદર્શિકામાં લક્ષણ વગરના કે હળવાં લક્ષણવાળા સંક્રમિત બાળકમાં સ્ટીરોઈડનો ઉપયોગ નુકસાન કરી શકે છે તેવી ચેતવણી અપાઈ છે. આરોગ્ય સેવાઓના મહાનિર્દેશક (ડીજીએચએસ) દ્વારા માત્ર હોસ્પિટલમાં દાખલ કરાયા હોય તેવા ગંભીર અસરવાળા બાળકોમાં જ સ્ટીરોઈડ આપવાની ભલામણ કરાઈ છે. માર્ગદર્શિકામાં હાઈરિઝોલ્યુશન’ સીટીસ્કેન (એચઆરસીટી) ફેફસાં પર અસર ગંભીર હદે થઈ હોવાની શક્યતા જણાય તેવા સંજોગોમાં જ બુદ્ધિપૂર્વક કરવાની સલાહ અપાઈ છે.

June 9, 2021
gseb-1280x720.jpg
1min620

સરકારે ધોરણ 10ના નિયમિત વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી પાસ કરવાની જાહેરાત કર્યા બાદ તેમના પરિણામ તૈયાર કરવા માટેની માર્ગદર્શિકા જાહેર કરી હતી.

ધોરણ 10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન મળ્યા બાદ તેમના સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ (LC)માં માસ પ્રમોશનથી પાસ લખવાનો નિર્ણય લેવાયો છે. આ અંગે શિક્ષણ બોર્ડ દ્વારા તમામ ડીઈઓને પરિપત્ર કરી તેમના તાબાની સ્કૂલોને આ અંગે સૂચના આપવા તાકીદ કરાઈ છે.

વિદ્યાર્થીઓના ઓનલાઈન ગુણ મોકલવામાં બેદરકારી દાખવનારા શાળાના આચાર્ય સામે કાર્યવાહી કરવાનો નિર્ણય પણ લેવાયો છે. આ વર્ષે બોર્ડ દ્વારા ગુણ ચકાસણી કરવામાં આવનાર ના હોવાથી શાળાઓને ગુણ મોકલવામાં ખાસ તકેદારી રાખવાનું જણાવાયું છે.

સ્કૂલોને માર્ક મોકલવા માટેની સૂચના આપવામાં આવી છે કે સ્કૂલોએ માસ પ્રમોશનની ફોર્મ્યુલા પ્રમાણે, ગુણપત્રક તૈયાર કરી વિદ્યાર્થીના નામ, એપ્લિકેશન નંબરની સામે 80+20 ગુણ બોર્ડ કક્ષાના વિષયમાં દર્શાવાના રહેશે. દ્યારે શાળા કક્ષાના વિષયમાં 50+50+20 ગુણ અપલોડ કરવાના રહેશે.

RMAS સંચાલિત શાળાઓમાં વ્યવસાયલક્ષી વિષય ભણાવવામાં આવતો હોય તો 30+20 પ્રમાણે ગુણાંકન કરવાનું રહેશે અને 80+20 મુજબ ઓનલાઈન ભરવાનું રહેશે. ઓનલાઈન ગુણ અપલોડ કરવાની તમામ જવાબદારી શાળાના આચાર્યની રહેશે. જો કોઈ વિદ્યાર્થીના ગુણ ભરવામાં બેદરકારી ધ્યાનમાં આવશે કે બેદરકારીભર્યું ગુણાંકન કરવામાં આવશે તો તેની સામે શિસ્ત વિષયક કાર્યવાહી બોર્ડ દ્વારા કરાશે, તેમ જણાવાયું છે. શાળા દ્વારા ઓનલાઈન મૂકવામાં આવેલા ગુણ અને ગુણપત્રકમાં પ્રિન્ટ થયેલા ગુણ બાબતે કોઈ વિસંગતતા જણાય તો સ્કૂલે બોર્ડમાં રજૂઆત કરવાની રહેશે.

રજૂઆત કરતા ઓનલાઈન ભરેલા ગુણની પ્રિન્ટ, શાળા ગુણાંકન સંબંધિત તમામ દસ્તાવેજો અને વિદ્યાર્થીના ઓનલાઈન ભરાયેલા આવેદનપત્રની નકલ રજૂ કરવાની રહેશે. આ વર્ષે શાળા દ્વારા ગુણાંકન કરવામાં આવનાર હોવાથી ગુણ ચકાસણીની પ્રક્રિયા થશે નહીં.

ચાલુ વર્ષે ધોરણ 10ના નિયમિત વિદ્યાર્થીઓના શાળા છોડ્યાના પ્રમાણપત્રમાં રિમાર્ક્સના ખાનામાં ધોરણ 10ની પરીક્ષા માસ પ્રમોશનથી પાસ જાહેર થયેલા તેમ લખવાનું રહેશે. આમ, ધોરણ 10ના માસ પ્રમોશનથી પાસ થયેલા વિદ્યાર્થીઓની માર્કશીટમાં માસ પ્રમોશન પાસ નહીં લખાય પરંતુ LCમાં માસ પ્રમોશન પાસ લખાઈને આવશે. ઉપરાંત પરીક્ષામાં ઉપસ્થિત થનારા વિદ્યાર્થીનું મૃત્યુ કે ઉમેદવાર સ્કૂલ છોડીને લિવિંગ સર્ટિફિકેટ લઈ ગયા હોય તો તે વિદ્યાર્થીનું આવેદનપત્ર રદ કરવા પાત્ર થશે. તેવા આવેદનપત્રની યાદી બનાવી તેમજ અસલ પ્રવેશિકા પર લાલ સહીથી રિમાર્ક કરી બોર્ડની કચેરીએ મોકલવાની રહેશે તેવી સૂચના પણ બોર્ડ દ્વારા અપાઈ છે.

June 8, 2021
KN_chavda.jpg
1min496

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડો.કિશોરસિંહ ચાવડાએ ધો.12ના વિદ્યાર્થીઓ તથા વાલીઓને રાહત થાય એવી એક અગત્યની જાહેરાત કરતા જણાવ્યું છે કે ધો.12 પછી વીર નર્મદ યુનિવર્સિટી સંલગ્ન કોઇપણ અભ્યાસક્રમમાં પ્રવેશ કાર્યવાહી તા.21મી જૂન પછી શરૂ થશે. હાલ કોઇપણ પ્રકારની પ્રવેશ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી.

કેટલીક પ્રાઇવેટ યુનિવર્સિટીઓએ શરૂ કરેલી પ્રવેશ કાર્યવાહીને કારણે ધો.12ના વાલીઓ વિદ્યાર્થીઓમાં પ્રર્વતેલી ગેરસમજ અંગે સ્પષ્ટતા કરતા વીર નર્મદ યુનિવર્સિટીના કુલપતિ ડો.કિશોરસિંહ ચાવડા

વીર નર્મદ યુનિવર્સિટીના કુલપતિ ડો. ચાવડાએ કહ્યું કે વિદ્યાર્થીઓ અને વાલીઓ ખોટી અફવાથી ગેરમાર્ગે દોરાય નહીં. વીર નર્મદ યુનિવર્સિટી દ્વારા પ્રવેશ કાર્યવાહી માટે હાલ સિસ્ટમ ગોઠવવામાં આવી રહી છે. હજુ ધો.12ના પરીણામ અંગે કોઇ ક્લેરિટી નથી. આથી તા.21 જૂન 2021 પછી પ્રવેશ કાર્યવાહી અંગે જાહેરાત કરીને ઓનલાઇન રજિસ્ટ્રેશન શરૂ કરવા અંગે વિદ્યાર્થીઓ તેમજ વાલીઓને શુલભ હોય તેવા તમામ માધ્યમથી માહિતગાર કરવામાં આવશે. કોઇ વિદ્યાર્થી પ્રવેશ માટે રજિસ્ટ્રેશન વગર રહી નહીં જાય.

હાલમાં કોઇપણ પ્રકારની પ્રવેશ કાર્યવાહી વીર નર્મદ યુનિવર્સિટી દ્વારા શરૂ કરવામાં આવી નથી.

તેમણે કહ્યું કે વિદ્યાર્થીઓએ વીર નર્મદ યુનિવર્સિટીની વેબસાઇટ જોતા રહેવું.

June 4, 2021
gseb-1280x720.jpg
3min459

ધો.10ના પરીણામ અંગે ગુજરાત બોર્ડના સત્તાવાર નોટિફિકેશનને ડાઉનલોડ કરવા નીચેની લિંક ક્લીક કરો

https://www.gsebeservice.com/assets/news/1089%20DEO%20Letter.pdf

માસ પ્રમોશન બાદ ધોરણ દસની માર્કશીટ કઈ રીતે તૈયાર થશે?

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચર માધ્યમિક શિક્ષણ બોર્ડે સમિતિની ભલામણને આધારે ધોરણ 10નું પરિણામ તૈયાર કરવાની માર્ગદર્શિકા જાહેર કરી છે. 80માંથી આ રીતે અપાશે ગુણ.

  • ધો. 9 અને 10ની શાળા કક્ષાએ લેવાયેલી પરીક્ષાને આધારે તૈયાર થશે પરિણામ.
  • ધોરણ 9ના 40 અને ધોરણ 10ના 40 એમ કુલ 80 ગુણમાંથી અપાશે માર્ક્સ.
  • બે ભાગમાં થશે વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચર માધ્યમિક શિક્ષણ બોર્ડે સમિતિની ભલામણને આધારે ધોરણ 10નું પરિણામ તૈયાર કરવાની માર્ગદર્શિકા જાહેર કરી છે. જે મુજબ ધોરણ 10નું પરિણામ ધોરણ 9 અને 10ની શાળા કક્ષાએ લેવાયેલી પરીક્ષાને આધારે તૈયાર કરવાનો નિર્ણય લેવાયો છે. ધોરણ 9ની પરીક્ષાના 40 ગુણ અને ધોરણ 10ની પરીક્ષાના 40 ગુણ તેમજ ધોરણ 10ના શાળાકીય આંતરિક મૂલ્યાંકનના 20 ગુણના આધારે ધોરણ 10નું પરિણામ તૈયાર કરવામાં આવશે. પરીક્ષામાં કોઈપણ વિદ્યાર્થીને નાપાસ કરવામાં નહીં આવે. પાસ થવા માટે જેટલા ગુણ ખૂટતા હશે તેટલા ગુણ આપી પાસ કરી દેવાશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10ની પરીક્ષા લેવાના બદલે રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની જાહેરાત થઈ હતી. જે બાદ પરિણામ તૈયાર કરવા અંગેની માર્ગદર્શિકા જાહેર કરાઈ છે. જેમાં ધોરણ 10ના રેગ્યુલર વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન બે ભાગમાં કરવામાં આવશે. પ્રથમ ભાગમાં શાળાકીય આંતરિક મૂલ્યાંકન અને બીજા ભાગમાં શાળાકીય કસોટીના આધારે મૂલ્યાંકન કરવામાં આવશે.

શાળાકીય આંતરિક મૂલ્યાંકનના કુલ 20 ગુણ નક્કી કરાયા છે. જેમાં ધોરણ 10ના નિયમિત વિદ્યાર્થીઓનું આંતરિક મૂલ્યાંકન થશે. શાળા દ્વારા નિયમિત વિદ્યાર્થીઓને તેમણે પસંદ કરેલા વિષયોમાં બોર્ડ દ્વારા નિયત કરેલા ધારાધોરણ મુજબ 20 ગુણનું આંતરિક મૂલ્યાંકન કરવાનું રહેશે. શાળાકીય આંતરિક મૂલ્યાંકનના વિષયવાર 20 ગુણમાંથી મેળવેલા ગુણને બોર્ડ દ્વારા તૈયાર કરાયેલી ઓનલાઈન એપ્લિકેશનમાં ભરવાના રહેશે.



માસ પ્રમોશનના કારણે બોર્ડ દ્વારા યોજાતી 80 ગુણની પરીક્ષા લેવાઈ શકી નથી. જેથી તેના બદલે માધ્યમિક કક્ષાએ લેવામાં આવેલી કસોટીના આધારે ગુણાંકન કરવાનું રહેશે. તે માટે બોર્ડ દ્વારા પદ્ધતિ જાહેર કરવામાં આવી છે. જેમાં ધોરણ 9ની પરીક્ષાના 40 ગુણ અને ધોરણ 10ની પરીક્ષાના 40 ગુણ મળીને કુલ 80 ગુણના આધારે પરિણામ તૈયાર કરાશે.


વિદ્યાર્થીએ ધોરણ 9ની પ્રથમ સામાયિક કસોટીના કુલ 50 માર્કસમાંથી મેળવેલા માર્કસને 40 %માં રૂપાંતરિત કરવાની રહેશે. જેના મહત્તમ 20 ગુણ રહેશે. ધોરણ 9ની બીજી સામાયિક કસોટીના કુલ 50 માર્કસમાંથી મેળવેલા માર્કસને 40%માં રૂપાંતરિત કરેલા માર્કસ આપવાના રહેશે અને તે પણ મહત્તમ 20 માર્ક્સ હશે. જ્યારે ધોરણ 10ની 19 માર્ચ 2021થી 27 માર્ચ 2021 દરમિયાન ઓનલાઈન કે ઓફલાઈન યોજાયેલી પ્રથમ સામાયિક કસોટીના કુલ 80 માર્કસમાંથી મેળવેલા માર્કસને 37.5%માં રૂપાંતરિત કરેલા માર્કસમાંથી આપવાના રહેશે. આમાંથી મહત્તમ 30 માર્ક્સ આપી શકાશે. વિદ્યાર્થીના ધોરણ 10ની એકમ કસોટી (કુલ 25 માર્કસ)માંથી મેળવેલા માર્કસને 40%માં રૂપાંતરિત કરીને માર્ક્સ આપવાના રહેશે. આમાંથી મહત્તમ 10 ગુણ આપી શકાશે. આમ, ધોરણ 9 અને 10ના મળીને કુલ 80માંથી માર્ક્સ અપાશે.



ખૂટતા ગુણ માટે શું?

વિદ્યાર્થીને માસ પ્રમોશનના કારણે પાસ થવામાં ખૂટતા ગુણની તૂટ બોર્ડ દ્વારા પરિણામમાં દર્શાવીને ગુણ તૂટ ક્ષમ્ય ગણવામાં આવશે. વિદ્યાર્થીને પાસ થવામાં જેટલા ગુણ જોઈતા હશે તેટલા ગુણની તૂટ માફ કરીને પરિણામ પાસ જાહેર કરાશે. આવા ઉમેદવારના પરિણામ પત્રકમાં ડી-ગ્રેડ દર્શાવાશે. ધોરણ 10ની પરીક્ષામાં દરેક વિષયમાં 80માંથી 26 માર્ક્સ અને આંતરિક મૂલ્યાંકનના 20માંથી 7 માર્ક્સ મેળવી ના શક્યા હોય તેવા વિદ્યાર્થીઓને માસ પ્રમોશનના કારણે પાસ જાહેર કરાશે.

મૂલ્યાંકન માટે પસંદ કરવાના ધારા-ધોરણો પ્રમાણે કોવિડ-19ની પરિસ્થિતિ પહેલાના શૈક્ષણિક વર્ષોમાં કોઈ ઉમેદવારની બાબતમાં નિયત કરેલા એક અથવા એકથી વધુ ધારા-ધોરણોના માપદંડોમાં ઉમેદવાર ઉપસ્થિત ના હોય તેવું કદાચ બની શકે. આવા કિસ્સામાં માસ પ્રમોશનથી પાસ જાહેર કરવાના હોઈ બોર્ડ દ્વારા ખૂટતા ગુણની તૂટ ક્ષમ્ય કરીને પાસ જાહેર કરાશે. મૂલ્યાંકન માટે નિયત કરેલા માપદંડમાંથી કોઈ એક માપદંડમાં એક કરતાં વધુ માપદંડમાં ઉમેદવાર ગેરહાજર હોય તો તેવા કિસ્સામાં શૂન્ય ગુણ દર્શાવાના રહેશે.


શાળા પરિણામ સમિતિ રચાશે

ધોરણ 10ના પરિણામ તૈયાર કરવા માટે દરેક શાળાના આચાર્યની અધ્યક્ષતામાં માધ્યમિક શાળાના વિષય શિક્ષકોની એક સમિતિની રચના કરવાની રહેશે. પરિણામ તૈયાર થયા બાદ સમિતિએ તે માટે ઉપયોગમાં લીધેલા તમામ આધારો પર સહી કરીને તારીખ લખવાની રહેશે. શાળા પરિણામ સમિતિ માટે આ પરિણામ માટે જવાબદાર રહેશે.

જુલાઈના બીજા અઠવાડિયે આવશે માર્કશીટ

બોર્ડ દ્વારા જાહેર કરાયેલી પદ્ધતિ પ્રમાણે વિદ્યાર્થીઓના પરિણામનું શાળાઓએ 4 જૂનથી લઈને 10 જૂન સુધીમાં આખરીકરણ કરવાનું રહેશે. ત્યારબાદ શાળા દ્વારા તૈયાર કરેલા પરિણામ બોર્ડની વેબસાઈટ પર 8 જૂનથી 17 જૂન સુધી અપલોડ કરવાના રહેશે. બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓના ઓનલાઈન પરિણામની જાહેરાત જૂનના અંતિમ અઠવાડિયામાં કરાશે. જ્યારે ધોરણ 10ના વિદ્યાર્થીઓનું માર્કશીટ વિતરણ જુલાઈના બીજા અઠવાડિયાથી કરાશે.

June 2, 2021
cbse1.jpg
1min505

દેશભરમાં કોરોનાની મહામારીને કારણે નિર્માણ પામેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સીબીએસઈ બૉર્ડની બારમા ધોરણની પરીક્ષા રદ કરવાનો સરકારે મંગળવારે નિર્ણય લીધો હતો.

કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સીઆઈએસસીઈ બોર્ડે પણ બારમા ધોરણની પરીક્ષા રદ કરવાનો નિર્ણય લીધો હોવાનું બોર્ડના સેક્રેટરી ગેરી અરથાનુ કહ્યું હતું.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારપૂર્વક કહ્યું હતું કે વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને તેમ જ વિદ્યાર્થીઓ અને વાલીઓની બેચેનીનો અંત આણવા આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદ હેઠળ મળેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

સીબીએસઈ બૉર્ડ નિર્ધારિત સમયમર્યાદામાં પરિણામ તૈયાર કરવા પગલાં લે એવો નિર્ણય પણ બેઠકમાં લેવામાં આવ્યો હતો.

અનેક રાજ્યોમાં કોરોનાના કેસમાં થયેલા વધારા અને ભવિષ્યમાં આરોગ્ય સંબંધિત સમસ્યા ઊભી થવાની આશંકા વચ્ચે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાવતાં મોદીએ કહ્યું હતું કે વિદ્યાર્થીઓનું આરોગ્ય અને તેમની સુરક્ષા સર્વોપરી છે અને તેની સાથે કોઈ સમાધાન કરવામાં નહીં આવે.

સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં મોદીને એમ કહેતા ટાંકવામાં આવ્યા હતા કે વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોની બેચેનીનો અંત આણવો જોઈએ અને આવી તણાવપૂર્ણ પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓને પરીક્ષા આપવાની ફરજ ન પાડવી જોઈએ.

મોદીએ ભારપૂર્વક કહ્યું હતું કે સંબંધિત લોકોએ વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો માટે સંવેદનશીલતા દર્શાવવી જોઈએ.

સમીક્ષા બેઠકમાં અધિકારીઓએ રાજ્ય સરકાર સહિત, વાલીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવેલા અભિપ્રાય અને કરવામાં આવેલી વ્યાપક ચર્ચાવિચારણાની વિગતો રજૂ કરી હતી.

આ વિગતોની સમીક્ષા કર્યા બાદ સીબીએસઈ બૉર્ડની બારમા ધોરણની પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું તેમણે કહ્યું હતું.

કોરોનાની મહામારીએ શૈક્ષણિક વર્ષ પર વિપરીત અસર કરી હોવાનું જણાવતાં મોદીએ કહ્યું હતું કે બૉર્ડની પરીક્ષાએ વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોમાં તીવ્ર બેચેની ઊભી કરી હતી જેનો અંત આણવાની જરૂર હતી.

આ પરિસ્થિતિમાં સ્વાભાવિક રીતે જ વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો આરોગ્ય અંગે ચિંતિત હતા એમ જણાવતાં મોદીએ ભારપૂર્વક કહ્યું હતું કે આવી તણાવપૂર્ણ સ્થિતિમાં વિદ્યાર્થીઓને પરીક્ષા આપવાની ફરજ ન પાડવી જોઈએ.