CIA ALERT
25. April 2024

Uncategorized Archives - Page 2 of 13 - CIA Live

August 21, 2022
cia_multi-1280x1045.jpg
1min501

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ઇન્ડીયન મેડીકલ એસોસીએશન IMA સુરતના વાઇસ પ્રેસિડેન્ટની 2 પોસ્ટ માટે આજરોજ તા.21મી ઓગસ્ટ 2022ને રવિવારે યોજાયેલી ચૂંટણી તબીબી આલમ સમેત શિક્ષણ જગતના લોકોમાં ખાસ્સી ચર્ચાસ્પદ બની હતી. કેટલાક જાણિતા તબીબોએ આ ચૂંટણીમાં પોતાના ઉમેદવારને જીતાડવા માટે અદ્દલ રાજકીય સ્ટાઇલથી ચૂંટણી લડી હતી પરંતુ, આખરે પરીણામ તેમની ધારણાથી વિપરીત આવ્યું હતું.

ઇન્ડીયન મેડીકલ એસોસીએશન સુરતના પ્રમુખ સમેતના અન્ય હોદ્દેદારો માટે સર્વસંમતિ સધાઇ ચૂકી હતી પરંતુ, વાઇસ પ્રેસિડેન્ટ પદ માટે સર્વસંમતિ નહીં સધાતા આજે ચૂંટણી યોજાઇ હતી.

IMA સુરતના વાઇસ પ્રેસિડેન્ટની 2 પોસ્ટ માટે ત્રણ ઉમેદવારો મેદાનમાં હતા. જેમાં શહેરના જાણિતા સિનિયર ગાયનેકોલોજીસ્ટ ડો. દિપ્તી પટેલ (લવ એન્ડ કેર હોસ્પિટલ), ડો. હિરેન મકવાણા અને ડો. સુરેન્દ્ર પ્રજાપતિનો સમાવેશ થાય છે. આજે સવારથી નાનપુરા સ્થિત દિલીપ પરેશ રોટરી હોલ ખાતે થયેલા મતદાન બાદ સાંજે મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

મતગણતરીના અંતે રાંદેર રોડ તાડવાડી ખાતે હોસ્પિટલ ધરાવતા ગાયનેકોલોજીસ્ટ ડો.દિપ્તી પટેલને કુલ 971 મતો મળ્યા હતા. IMA સુરતના વાઇસ પ્રેસિડેન્ટની દ્વિતીય પોસ્ટ માટે ડો. હિરેન મકવાણાને 859 મતો મળ્યા હતા. જ્યારે ડો. સુરેન્દ્ર પ્રજાપતિને 357 મતો મળ્યા હતા.

IMA સુરતના વાઇસ પ્રેસિડેન્ટ માટેની ચૂંટણી ટાળી શકાઇ હોત, પરંતુ, કેટલાક તબીબોને ડો. દિપ્તી પટેલ વાઇસ પ્રેસિડેન્ટ બને તે સ્વીકાર્ય ન હતું. આથી પરાણે ચૂંટણી યોજવી પડી હતી. જેમાં ડો. દિપ્તી પટેલ હાઇએસ્ટ મતથી ચૂંટાઇને IMA સુરતના વાઇસ પ્રેસિડેન્ટ પદે ચૂંટાઇ આવ્યા છે.

May 11, 2022
srilanka.jpg
1min285

શ્રીલંકામાં સોમવારે 9/5/22 શરૂ થયેલી હિંસાએ હવે વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે. અહેવાલો અનુસાર, શ્રીલંકાના સંરક્ષણ મંત્રાલયે મંગળવારે Dated 10/5/22 સૈનિકોને વિરોધીઓ પર ગોળીબાર કરવાનો આદેશ આપ્યો હતો જેમણે સંપત્તિને લૂંટી અને નુકસાન પહોંચાડ્યું હતું. પ્રદર્શનકારીઓએ સોમવારે અનેક કેબિનેટ મંત્રીઓ, સાંસદો, મેયર અને પૂર્વ વડાપ્રધાન મહિન્દા રાજપક્ષેના ઘરોને આગ ચાંપી દીધી હતી. ટોળાએ મહિન્દા રાજપક્ષેના સત્તાવાર નિવાસસ્થાન પર પણ હુમલો કર્યો હતો, ત્યારપછી મંગળવારે સવારે સેનાએ રાજપક્ષે અને તેમના પરિવારને બહાર કાઢીને નેવી બેઝ પર મોકલી દીધા હતા.

સમાચાર એજન્સી અનુસાર, મંત્રાલયે કહ્યું કે સુરક્ષા દળોને જાહેર સંપત્તિની લૂંટ કરનાર અથવા જીવનને નુકસાન પહોંચાડનાર કોઈપણને જોતા જ ગોળીબાર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. મીડિયાએ સેનાના પ્રવક્તાના હવાલાથી કહ્યું કે, મંત્રાલયે ત્રણેય સેનાઓને આદેશ આપ્યો છે કે જેઓ લૂંટ ચલાવે છે અને અન્યને નુકસાન પહોંચાડે છે તેમના પર ગોળીબાર કરે. અગાઉ શ્રીલંકાના રાષ્ટ્રપ્રમુખ ગોટાબાયા રાજપક્ષે સૈન્ય અને પોલીસને કટોકટીની સત્તાઓ સોંપતા લોકોને વોરંટ વિના જ ધરપકડ કરવાની છૂટ આપી છે.

લાંબા સમયથી આર્થિક સંકટ અને વિરોધનો સામનો કરી રહેલું શ્રીલંકા સોમવારે ભડકે બળ્યું. સરકારના સમર્થકોએ વિરોધીઓ પર હુમલો કર્યો અને મહિન્દા રાજપક્ષેએ વડાપ્રધાન પદેથી રાજીનામું આપ્યું. હવે આ હિંસામાં સત્તાધારી પક્ષના સાંસદ સહિત આઠ લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં 200થી વધુ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. ગોટાબાયા રાજપક્ષેએ લોકોને હિંસા રોકવાની અપીલ કરી છે.

પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે દેશના ઘણા ભાગોમાં સેના તૈનાત કરવામાં આવી છે અને બુધવાર સુધી કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યો છે. મહિન્દા રાજપક્ષે સોમવારે તેમના સમર્થકોને સંબોધિત કર્યા હતા પરંતુ હિંસા અટકવાને બદલે વધી ગઈ. સોમવારે શ્રીલંકાના પીએમના સત્તાવાર નિવાસસ્થાન, ટેમ્પલ ટ્રીઝ પર લોકોએ પેટ્રોલ બોમ્બ ફેંક્યા, જેના માટે સુરક્ષા કર્મચારીઓએ તેમને કાબૂમાં લેવા માટે ગોળીબાર અને ટીયરગેસના શેલ છોડવા પડ્યા હતા.

May 7, 2022

1min399

હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે દક્ષિણ આંદામાન સમુદ્ર અને દક્ષિણપૂર્વ બંગાળની ખાડી પરનું લો પ્રેશર વિસ્તાર ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધે તેવી શક્યતા છે.

ભારતના હવામાન વિભાગ (IMD)xના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે નીચા દબાણનો વિસ્તાર ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધવાની સંભાવના છે, જેના પરિણામે પૂર્વ-મધ્ય બંગાળની ખાડી પર ચક્રવાતી તોફાન સર્જાશે. તેમણે કહ્યું કે તે 10 મેના રોજ દરિયાકાંઠે પહોંચવાની શક્યતા છે. મહાપાત્રાએ કહ્યું કે તે પહેલા ક્યાં આવશે તે અંગે હજુ સુધી કોઈ આગાહી કરવામાં આવી નથી.

મહાપાત્રાએ કહ્યું, ‘જ્યારે વાવાઝોડું દરિયાકિનારાની નજીક પહોંચે છે, ત્યારે અમે કહી શકીએ છીએ કે તે ક્યાં ટકરાશે. 9 મેથી દરિયાની સ્થિતિ બગડી શકે છે, તેથી માછીમારોએ દરિયો ન ખેડવો જોઈએ. અનુમાન અનુસાર ચક્રવાતી તોફાનની ઝડપ દરિયામાં 80-90 કિમી પ્રતિ કલાકની રહેશે. ચક્રવાતી વાવાઝોડાની સંભાવનાને ધ્યાનમાં રાખીને, હવામાન વિભાદે આગામી સપ્તાહે મંગળવારથી શુક્રવાર સુધી ગંગા નદી વિસ્તારમાં પડતા પશ્ચિમ બંગાળના જિલ્લાઓમાં વીજળી અને ભારે વરસાદની ચેતવણી આપી છે.

ઓડિશાના વિશેષ રાહત કમિશનર (SRC) પીકે જેનાએ જણાવ્યું હતું કે NDRFની 17 ટીમો, ODRAFની 20 ટીમો અને ફાયર વિભાગની 175 ટીમોને હાઈ એલર્ટ પર મૂકવામાં આવી છે. ફાયર સર્વિસના મહાનિર્દેશક એસ કે ઉપાધ્યાયે જણાવ્યું હતું કે ફાયર બ્રિગેડના તમામ કર્મચારીઓની રજાઓ રદ કરવામાં આવી છે.

April 27, 2022
1min250

ગુજરાતથી વારાણસી માટે એક નવી સ્પેશિયલ ટ્રેન શરૂ કરવામાં આવી છે. આ સમર સ્પેશિયલ સુપરફાસ્ટ ટ્રેન છે જે ઉધના સ્ટેશન પરથી ચાલશે. કાનપુર સેન્ટ્રલ થઈને આ ટ્રેન બનારસ પહોંચશે. આ સ્પેશિયલ ટ્રેન ૨૬ એપ્રિલથી ૬ મે સુધી ચલાવવામાં આવશે. આ અઠવાડિયક સ્પેશિયલ ટ્રેન રહેશે જે સપ્તાહમાં એક જ દિવસ ચાલશે. ગુજરાતમાં આ ટ્રેનની શરૂઆત મંગળવારે થઈ છે. બીજા દિવસે આ ટ્રેન વારાણસી પહોંચશે. આ ટ્રેનમાં એર-કંડીશન કોચ સિવાય જનરલ અને સ્લીપર કોચ રહેશે. આ ટ્રેન માટે સોમવારથી બુકિંગ શરૂ થઈ ગઈ છે. આ ટ્રેનનો નંબર ૦૯૦૧૩ છે.

ટ્રેન નંબર ૦૯૦૧૩ ગુજરાતના ઉધના રેલ્વે સ્ટેશન પરથી ૨૬ એપ્રિલથી ૩ મે સુધી દરેક મંગળવારે સવારે ૭.૨૫ વાગ્યે રવાના થશે. બુધવારે સવારે ૫.૨૫ વાગ્યે ગોવિંદપુરી રેલ્વે સ્ટેશન પર પાંચ મિનિટ ઉભી રહેશે. સવારે ૧૦.૫૦ વાગ્યે પ્રયાગરાજ થઈને વારાણસી રેલ્વે સ્ટેશન પહોંચશે. આ સિવાય ટ્રેન નંબર ૦૯૦૧૪ ૨૯ એપ્રિલથી ૪ મે સુધી દરેક બુધવારે વારાણસીથી સાંજે ૬.૧૦ વાગ્યે રવાના થશે. ગોવિંદપુરી રાત્રે ૧૦.૪૦ વાગ્યે પહોંચશે અને પાંચ મિનિટ બાદ રવાના થશે. બીજા દિવસે ગુરૂવારે રાત્રે ૮.૧૦ વાગ્યે આ ટ્રેન ઉધના પહોંચશે.

આ ટ્રેનમાં ચાર જનરલ કોચ, ૧૨ સ્લીપર, ત્રણ એસી થર્ડ અને એક એસી સેક્ધડ ક્લાસ કોચ રહેશે. ગરમીના વાતાવરણને જોઈને સમર સ્પેશિયલ ટ્રેન શરૂ કરવાની ઘોષણા કરવામાં આવી છે. સમર સ્પેશિયલ ટ્રેન પ્રવાસીઓની ભીડને જોઈને શરૂ કરવામાં આવી છે અને કેટલાક દિવસો માટે દોડી શકે છે. આ ગરમીમાં આ પ્રકારની સ્પેશિયલ ટ્રેનનું સંચાલન કરવામાં આવે છે.

April 18, 2022
1min502

આજે તા.18મી એપ્રિલ 2022ને સોમવાર, સપ્તાહના પહેલા જ દિવસે ભારતીય શેરબજારમાં મોટો કડાકો બોલી હતો. માર્કેટના મુખ્ય ઇન્ડેક્સ પૈકી એક બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ આજે 1300થી વધુ પોઈન્ટના ઘટાડા સાથે 57,338 પર ખૂલ્યો હતો. જે આ પહેલાના કામકાજના સત્રમાં એટલે કે 13 એપ્રિલ બુધવારના રોજ 58,338 પોઈન્ટ પર બંધ થયો હતો. અહીં નોંધનીય છે કે આ વખતે શેરમાર્કેટમાં ચાર દિવસનો વીકેન્ડ આવ્યો હતો.

માર્કેટ ગુરુવાર, શુક્રવાર અને શનિ-રવિ બંધ રહ્યું હતું. બીજી તરફ નેશનલ સ્ટોક એક્સચેન્જનો મુખ્ય ઇન્ડેક્સ Nifty50 પણ આજે 250 પોઈન્ટના કડાકા સાથે ખૂલ્યો છે. છેલ્લા કામકાજના દિવસ 13 એપ્રિલ, બુધવારના રોજ નિફ્ટી 17,475 પર બંધ થઈ હતી. જે આજે 17,183 પોઈન્ટ પર ખૂલી રહી. મહત્વનું છે કે છેલ્લા 15 જ દિવસમાં શેરબજાર ફરી એકવાર 57 હજારની આસપાસ આવી ગયું છે. જે માર્ચ એન્ડ અને એપ્રિલની શરુઆતમાં વધીને 4 એપ્રિલના રોજ 60,611 સુધી પહોંચી ગયું હતું. જે બાદ માર્કેટમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે અને 4 એપ્રિલથી 18 એપ્રિલ પંદર જ દિવસના સમયગાળમાં માર્કેટ કુલ 3000 પોઈન્ટ તૂટ્યું છે.

શેરબજારમાં આજે પડેલા ગાબડા પાછળ આંતરરાષ્ટ્રીય બજારનું વિપરિત વલણ અને આંતરાષ્ટ્રિય બજારોમાં બોલેલા કડાકાને આભારી છે. ભારતીય બજારોએ આંતરરાષ્ટ્રીય શેરબજારની સ્થિતિને અનુરુપ પોતાનું આજનું પ્રદર્શન કર્યું હતું. તો બીજી તરફ આંતરરાષ્ટ્રીય બજારમાં યુક્રેન રશિયા વચ્ચે યુદ્ધ હજુ પણ લાંબુ ખેચાવાની શક્યતા વચ્ચે કડાકો બોલ્યો હતો. આજે શેરબજારની સાથે સાથે માર્કેટના મિડકેપ અને લાર્જકેપ ઇન્ડેક્સમાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો હતો. જેમાં નિફ્ટિ મિડકેપ 100 તેના પાછલા બંધ 30796થી 269 પોઈન્ટ તૂટીને 30565 પોઈન્ટ પર પહોંચી ગયો હતો. તો નિફ્ટી બેંક પણ 592 ટકા જેટલો ઘટીને 36870 પહોંચી ગયો હતો.

December 15, 2021
1min300

ગુજરાતમાં સરકારી બેન્કોના 70,000 જેટલા કર્મચારીઓ હડતાલ પર ઉતરશે. સરકારી બેંકોનું મોટું નેટવર્ક ગ્રામિણ વિસ્તારોમાં કાર્યરત છે. શહેરી વિસ્તારોના બેંક ખાતેદારો મોટા ભાગે ઇલેક્ટ્રોનિક બેંકિંગ કરે છે તેમને હડતાળની ઝાઝી અસર નહીં થાય, એટલું જ નહીં પણ શહેરી વિસ્તારોમાં પ્રાઇવેટ બેંકોનું ચલણ વધારે છે. આથી સરકારી બેંકોની બે દિવસની હડતાળની સીધી અસર ગુજરાતમાં ગ્રામીણ વિસ્તારો પર પડશે.

જાહેર ક્ષેત્રની બેન્કોના પ્રસ્તાવિક ખાનગીકરણના વિરોધમાં બેન્કના અધિકારીઓ અને અન્ય કર્મચારીઓએ બે દિવસ હડતાલ રાખવાની જાહેરાત કરી છે. મહા ગુજરાત બેન્ક એમ્પલોઈસ અસોસિએશનના અનુમાન અનુસાર બે દિવસ સુધી ગુજરાતમાં લગભગ 4800 બેન્ક શાખાઓ બંધ રહેવાની છે, જેના પરિણામે 20,000 કરોડના ટ્રાન્ઝેક્શન પ્રભાવિત થશે.

બેન્કો બંધ રહેશે તો વેપાર મોટા પ્રમાણમાં પ્રભાવિત થશે. બેન્ક કર્મચારીઓની ફરિયાદ અને સમસ્યા ચોક્કસપણે સ્વાભાવિક અને ગંભીર હશે પરંતુ આ રીતે બેન્કો બંધ રાખવાથી બિઝનેસને કોઈ ફાયદો નહીં થાય. ગામડાઓ અને નાના શહેરોમાં સરકારી બેન્કોનું નેટવર્ક ઘણું વધારે છે. માટે જો સતત બે દિવસ બેન્કો બંધ રાખવામાં આવશે તો આ જગ્યાઓએ પણ વેપાર ઘણો પ્રભાવિત થશે.

બે દિવસ દરમિયાન ઓનલાઈન ટ્રાન્ઝેક્શન તો થઈ શકશે પરંતુ જે કામગીરી બેન્કમાં આવીને કરવાની હોય છે તે બેન્ક ખુલ્યા પછી જ પૂરી થઈ શકશે. આ હડતાલમાં આશરે 70,000 બેન્ક કર્મચારીઓ અને અધિકારીઓ ભાગ લેશે તેવી શક્યતા છે.

કેન્દ્ર સરકાર સામે આરોપ

જાહેર ક્ષેત્રની બેન્કો કર્મચારીઓ અને અધિકારીઓ કેન્દ્ર સરકારના બેન્કિંગ રેગ્યુલેશન એક્ટનો વિરોધ એટલા માટે કરી રહ્યા છે કેમકે એક્ટ અંતર્ગત રાષ્ટ્રીયકૃત બેન્કોના ખાનગીકરણનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. સરકારી યોજનાઓ જાહેર ક્ષેત્રની બેન્કો દ્વારા અસરકારક રીતે અમલમાં મૂકવામાં આવે છે. આ બેન્કોને વધારે મજબૂત કરવાના સ્થાને સરકાર તેમને બંધ કરવાની યોજના તૈયાર કરી રહી છે.

November 28, 2021
uptet.jpg
1min326

ઉત્તર પ્રદેશમાં શિક્ષકોની ભરતી માટેની યુપી- ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ (UP TET)નું પેપર લીક થઈ જતા રાજ્યભરમાં રવિવારે યોજાનારી પરીક્ષા રદ કરવામાં આવી છે. સચિવ પરીક્ષા નિયામક સંજય કુમાર ઉપાધ્યાયે જણાવ્યું કે બે તબક્કામાં લેવાનારી પરીક્ષા રદ કરી દેવામાં આવી છે. 

પ્રાપ્ત માહિતી મુજબ પેપર શરૂ થતા પૂર્વે જ મથુરા, ગાઝિયાબાદ અને બુલંદશહેરના વોટ્સએપ ગ્રુપમાં પેપર વાયરલ થયું હતું. એસટીએફએ આ અંગે તપાસનો ધમધમાટ હાથ ધરતા મેરઠથી ત્રણ લોકોને ઝડપ્યા હતા. પકડાયેલા લોકોની સઘન પૂછપરછ ચાલુ છે.

ઉલ્લેખનીય છે કે યુપી ટેટ 2021ની પરીક્ષા બે પાળીમાં 2,554 કેન્દ્રો પર યોજાનાર હતી. પ્રથમ સેશનમાં 12,91,628 અને બીજા સેશનમાં 8,73,553 ઉમેદવારો પરીક્ષા આપવાના હતા. આ માટે ગુરુવારે ઉચ્ચ અધિકારીઓએ વીડિયો કોન્ફરન્સ કરી પરીક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. પ્રથમ વખત યુપી ટેટમાં પરીક્ષા કેન્દ્રો પર લાઈવ સીસીટીવીના માધ્યમથી નજર રાખવાની યોજના હતી. પરીક્ષા ખંડમાં અંદર મોબાઈલ ફઓન તેમજ અન્ય ઈલેક્ટ્રિક ઉપકરણો લઈ જવા પર સંપૂર્ણ પ્રતિબંધ હતો. 

યુપી ટેટ 28 નવેમ્બરે બે તબક્કામાં યોજાનાર હતી અને 21 લાખ જેટલા ઉમેદવારોનું ભાવી નક્કી થવાનું હતું. પરીક્ષા આપવા માટે વિવિધ ગામોમાંથી ઉમેદવારો રાત્રે જ પરીક્ષા કેન્દ્રો પર પહોંચ્યા હતા. કેટલાક ઉમેદવારોએ રેલવે અને બસ સ્ટેશન પર જ રાત વિતાવી હતી. રાત ઉજાગરો કરીને સવારે પેપર આપવાના આશાવાદ સાથે પહોંચેલા પરીક્ષાર્થીઓને સવારે પેપર લીક થયું હોવાથી પરીક્ષા રદ થવાની જાણ થતા નિરાશા મળી હતી.

હાલમાં એસટીએફ દ્વારા કેટલાક લોકોને પકડીને પૂછપરછ કરવામાં આવી રહી છે. મેરઠથી ત્રણ શખ્સોને પકડવામાં આવ્યા છે. આ ઉપરાંત અન્ય સ્થળે પણ તપાસ ચાલુ છે. યુપી સરકાર હવે આગામી એક મહિનાની અંદર ફરીથી ટેટની પરીક્ષાનું આયોજન કરી શકે છે.  

October 9, 2021
tataairindia.jpg
1min269

ટાટા સન્સે પોતાના દ્વારા અંદાજે ૯૦ વર્ષ પહેલાં શરૂ કરાયેલી ઍરલાઇન – ઍર ઇન્ડિયા ફરી હસ્તગત કરી હતી.

Breaking: After 67 years, Air India heads back to founder Tata Sons -  BusinessToday

સરકારે આર્થિક મુશ્કેલીમાં સપડાયેલી ઍર ઇન્ડિયાને સંપૂર્ણ ફરી હસ્તગત કરવા માટેની ટાટા સન્સની રૂપિયા ૧૮,૦૦૦ કરોડની બિડને મંજૂરી આપી હતી. ઇન્વૅસ્ટમેન્ટ ઍન્ડ પબ્લિક અસૅસમેન્ટ મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટના સેક્રેટરી તુહિનકાંતા પાણ્ડેયે શુક્રવારે ટૂંકમાં સંબંધિત માહિતી આપતા જણાવ્યું હતું કે ટાટા સન્સની હૉલ્ડિંગ કંપનીના યુનિટ – ટાલસે પ્રાઇવેટ લિમિટેડની વિજેતા બિડમાં રૂપિયા ૨,૭૦૦ કરોડની રોકડ અને રૂપિયા ૧૫,૩૦૦ કરોડનું દેવું પોતાના પર લેવાનો સમાવેશ થાય છે.

ટાટાએ સ્પાઇસજેટના પ્રમૉટર અજય સિંહના નેતૃત્વ હેઠળના જૂથે રજૂ કરેલી બિડને હરાવી હતી. પાણ્ડેયે જણાવ્યું હતું કે ઍર ઇન્ડિયા હસ્તગત કરવાની પ્રક્રિયા ડિસેમ્બર સુધીમાં પૂરી થવાની આશા રખાય છે. અગાઉ, ઍર ઇન્ડિયાનું ૧૯૫૩માં રાષ્ટ્રીયકરણ કરાયું હતું. ઍર ઇન્ડિયામાં સ્થાનિક ઍરલાઇન ઇન્ડિયન ઍરલાઇન્સનું ૨૦૦૭માં વિલીનીકરણ કરાયું હતું અને ત્યાર બાદ તે મોટી ખોટ કરી રહી છે.

ટાટા સન્સના માનદ અધ્યક્ષ રતન ટાટાએ કંપનીના ભૂતપૂર્વ અધ્યક્ષ જે. આર. ડી. ટાટા ઍર ઇન્ડિયાના વિમાનમાંથી ઊતરતા હોય એવો જૂનો ફૉટો ટ્વીટ કર્યો હતો.
ઍર ઇન્ડિયાનું રાષ્ટ્રીયકરણ કરાયું, તેના અંદાજે ૭૦ વર્ષ પછી ટાટા સન્સે સરકાર પાસેથી આ ઍરલાઇન પાછી હસ્તગત કરી છે.

રતન ટાટાએ લખ્યું હતું કે ઍર ઇન્ડિયા, વૅલકમ બૅક. ટાટા ગ્રૂપે ઍર ઇન્ડિયાની બિડ જીતી તે મોટા સમાચાર ગણાય. ઍર ઇન્ડિયાને ફરી બેઠી (સધ્ધર) કરવા ઘણી મહેનત કરવી પડશે, પરંતુ તેને લીધે મુલકી ઉડ્ડયન ક્ષેત્રે ટાટા ગ્રૂપ માટે ઘણી તક ઊભી થશે.

October 7, 2021
CIA-1280x937.jpg
1min331

આજે તા.7મી ઓક્ટોબર 2021 માતાજીના આરાધ્ય પર્વ નવરાત્રીની પહેલી જ પ્રભાતે એવા સમાચાર આવ્યા કે જે સુરતવાસીઓ માટે જાણવા જરૂરી હતા. સુરત મહાનગરપાલિકાની અધિકૃત જાણકારી મુજબ તા.7મીએ સવારે 6 વાગ્યે સુરતના ઉપરવાસમાં આવેલા ઉકાઇ ડેમ ખાતે પાણીનું લેવલ 345 ફૂટ નોંધાયું હતું. ઉકાઇ ડેમની ભયજનક સપાટી પણ 345 ફૂટ છે. હાલ ઉકાઇ ડેમના ઉપરવાસમાં વરસાદની શક્યતા નથી પરીણામે ઉકાઇ ડેમ છલોછલ ભરાયો હોવા છતાં તાપી નદીમાં પાણી છોડવું પડે તેવી પણ કોઇ સ્થિતિ ન હોવાનું અધિકારીઓ જણાવી રહ્યા છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર આજે સવારે છ વાગ્યે ઉકાઇ ડેમમાં વોટર લેવલ તેમજ અન્ય પેરામીટર્સ આ પ્રમાણે નોંધાયા હતા.

𝗨𝗸𝗮𝗶 𝗗𝗮𝗺
Date :07/10/2021
Time : 05:00 hrs
Rule Level : 345.00 ft (7414.29)
Level : 345.00 ft
Gross Storage : 7414.29
MCM (100%)
Live storage :6729.90 MCM 𝗜𝗻𝗳𝗹𝗼𝘄 : 46397 Cusecs
Outflow :
Canal: 1100 cusecs
Hydro: 10374 cusecs
Gate: 0 cusecs
Total 𝗢𝘂𝘁 𝗙𝗹𝗼𝘄: 11474 Cusec𝗌

ઉકાઇ ડેમમાં હાલ 14 હજાર ક્યુસેક્સ જેટલું પાણી આવી રહ્યું છે અને તેટલું જ પાણી રિલીઝ પણ કરી દેવામાં આવી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર હવે ઉકાઇ ડેમના ઉપરવાસમાં વરસાદની કોઇ શક્યતા નથી. જો હજુ પણ વરસાદની સંભાવના હશે તો હવે એવી સિસ્ટમ વિકસાવી દેવામાં આવી છે કે ડેમમાં કેટલો પાણીનો આવરો થઇ શકે તેની અંદાજિત ગણતરી એડવાન્સમાં થઇ શકે અને પાણી ડેમમાં આવે તેના કરતા પહેલા ડેમમાંથી રિલીઝ કરી દેવામાં આવે છે જેથી નવું પાણી ડેમમાં સમાઇ શકે. આ પ્રકારનું વોટર મેનેજમેન્ટ છેલ્લા ઘણાં વર્ષોથી કરવામાં આવી રહ્યું હોઇ, સુરતમાં કે તાપી નદીમાં પૂરની શક્યતાઓ નહીવત્ બની છે.

September 25, 2021
italy.png
1min250

રોમમાં ભારતીય દૂતાવાસે જણાવ્યું હતું કે રોમે કોવિશિલ્ડ રસીને માન્યતા આપી છે અને જે લોકોને આ રસી મળી છે તેઓ હવે ગ્રીન પાસ માટે પાત્ર છે.

ઇટલીની માન્યતા સાથે, કુલ 19 યુરોપિયન યુનિયન (EU) રાષ્ટ્રોએ કોવિશિલ્ડને માન્યતા આપી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા અને તેમના ઇટાલિયન સમકક્ષ રોબર્ટો સ્પેરન્ઝા વચ્ચે G20 આરોગ્ય મંત્રીઓની બેઠકનું આ પરિણામ છે, એમ દૂતાવાસે એક ટ્વીટમાં જણાવ્યું હતું.

“ભારતીય રસી કાર્ડ હોલ્ડર્સ હવે ગ્રીન પાસ માટે પાત્ર છે.” તેમાં ઉમેર્યું હતું કે આ પહેલા, ઇટાલીએ ફાઇઝર, મોર્ડેના, વેક્સઝેરવિયા – એસ્ટ્રાઝેનેકા અને જોહ્ન્સન એન્ડ જોહ્નસનની રસીઓને માન્યતા આપી હતી.