CIA ALERT

સુરતીઓની દુનિયા Archives - Page 70 of 81 - CIA Live

December 21, 2018
ms2-1280x853.jpg
1min10100
  • તા.૨૩મીએ પી. પી. સવાણી પરિવાર દ્વારા પિતાની છત્રછાયા ગુમાવનાર ૨૬૧ દીકરીઓનો જાજરમાન લગ્નોત્સવ યોજાશે
  • મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ‘લાડકડી’ લગ્નોત્સવમાં ઉપસ્થિત રહી પિતાવિહોણી દીકરીઓનું કન્યાદાન કરશે
  • નાત જાત કે ધર્મના ભેદભાવ વિના આજ સુધીમાં ૩૧૭૨ દીકરીઓના ધામધૂમથી લગ્ન કરાવનાર સુરતના ઉદ્યોગપતિ મહેશભાઈ સવાણીની પ્રેરણાદાયી પહેલ
  • નવદંપતિઓને લગ્નસ્થળે જ રાજ્ય સરકારની ‘કુંવરબાઈનું મામેરું’, સપ્તપદીના સાત ફેરા જેવી ઉપયોગી યોજનાઓથી લાભાન્વિત કરાશે
  • ‘લાડકડી’ લગ્નોત્સવના આયોજન સંદર્ભે આયોજક સવાણી ગ્રુપ અને મોવલિયા પરિવાર દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ

પિતાવિહોણી દિકરીઓ માટે પિતાતુલ્ય ભૂમિકા ભજવી હજારો દિકરીઓના રંગે ચંગે લગ્ન કરાવી સાસરે વળાવનાર સેવાભાવી ઉદ્યોગપતિ મહેશભાઈ સવાણી દ્વારા આ વર્ષે પણ આગામી તા.૨૩મીના રોજ પિતાની છત્રછાયા ગુમાવનાર ૨૬૧ દીકરીઓનો જાજરમાન ‘લાડકડી’ લગ્નોત્સવ યોજાશે. જેમાં રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી પણ વિશેષ ઉપસ્થિત રહી પિતાવિહોણી દીકરીઓનું કન્યાદાન કરશે. સવાણી પરિવારના પ્રેરણાદાયી કાર્યમાં ભોજલરામ ગ્રુપના બટુકભાઈ અને અશ્વિનભાઈનો મોવલિયા પરિવાર પણ ગત વર્ષની જેમ આ વર્ષે પણ સહભાગી બન્યો છે.

પી પી સવાણી ચૈતન્ય વિદ્યા સંકુલ, અબ્રામા ખાતે યોજાનાર લાડકડી લગ્નોત્સવ વિષે આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં મીડિયાને જાણકારી આપતા શ્રી મહેશભાઈ સવાણીએ જણાવ્યું હતું કે, પિતાવિહોણી દિકરીઓ અને પરિવારની વ્યથા સમજી લગ્નના આર્થિક ભારણને પહોંચી ન વળનાર પરિવારની દિકરીઓને પી. પી. સવાણી પરિવાર દર વર્ષે ભવ્ય લગ્ન સમારંભ યોજીને દીકરીઓને પરણાવે છે. આ વર્ષે પણ ૨૬૧ દીકરીઓના પિતા બની સવાણી અને મોવલિયા પરિવાર કોઇ પણ ધર્મ કે જ્ઞાતિના ભેદભાવ વિના પિતાવિહોણી તેમજ વિધવા બહેનોની દીકરીઓને પરણાવી સાસરે વળાવશે.

આ વર્ષે ૨૬૧ ‘લાડકડી દીકરીઓ’ પૈકી છ મુસ્લિમ, ત્રણ ખ્રિસ્તી દીકરીઓ પણ એમની પરંપરાગત રિતીરિવાજ-લગ્ન વિધિ મુજબ લગ્ન ગ્રંથિથી જોડાશે. રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિત દેશભરમાંથી ૫૦ રાજસ્વી મહાનુભાવો, બ્યુરોક્રેટસ, ઉચ્ચ અધિકારીઓ, વિવિધ ધર્મના સંતોમહંતો, મહાનુભાવો આ લાડકડીઓનું કન્યાદાન કરશે.

શ્રી મહેશભાઈએ એક નવી જ પહેલ કરી દરેક દીકરીને રાજ્ય સરકારની ‘કુંવરબાઈનું મામેરું’, સપ્તપદીના સાત ફેરા જેવી બીજી ઉપયોગી યોજનાનો લાભ મળે એનું પણ આયોજન કર્યું હોવાનું જણાવી ઉમેર્યું કે, દીકરીના ખાતામાં સરકાર અમુક રકમ ફિક્સ ડિપોઝીટમાં મુકે છે, જે ૨૦-૨૧ વર્ષ પછી એના બાળકને ૬ લાખથી વધુ રકમ મળે છે. આ યોજનાના લાભ સાથે જ “લાડકડી”ના મંડપમાં લગ્ન કરનાર નવયુગલને ‘પ્રધાનમંત્રી વિમા યોજના અંતર્ગત ૨-૨ લાખનું વિમા કવચ પણ મળશે. ઉપરાંત લગ્નસ્થળે જ સુરત મહાનગરપાલિકાના સહયોગથી મેરેજ સર્ટિફિકેટ એનાયત કરાશે.

લગ્ન કરનારી ૨૬૧ દીકરીઓની પસંદગી માટે પણ લાંબી કવાયત હાથ ધરીને ચોક્કસ નિયમો મુજબ પસંદગી કરવામાં આવી છે. લગ્ન માટેના ફોર્મ ભરવાની શરૂઆતમાં માત્ર ૨૫ દિવસમાં પિતાવિહોણી ૬00 દીકરીઓની અરજી આવી હતી. જેમાં માતા અને પિતા બંનેની છત્રછાયા વિનાની ૫૪ દીકરીઓને પસંદગીમાં પ્રાથમિકતા આપી છે. ત્યાર બાદ પિતા વિનાની ૧૧૮ દીકરીઓ પસંદ કરાઈ છે. આ વર્ષે ‘લાડકડી’માં કામરેજના આંબોલી સ્થિત જનનીધામમાં રહેતી ૪ એચ.આઈ.વી.ગ્રસ્ત દીકરીઓના પણ લગ્ન થશે એમ શ્રી સવાણીએ કહ્યું હતું.

મહેશભાઈ સવાણીએ વધુમાં કહ્યું કે, વર્ષ ૨૦૦૮માં ૦૨ દિકરીઓથી પ્રારંભ કરીને નાત જાત કે ધર્મના ભેદભાવ વિના આજ સુધીમાં ૩૧૭૨ દીકરીઓના નિ:સ્વાર્થભાવે ધામધૂમથી લગ્ન કરાવી તેમના સપના પૂરા કર્યા છે. કરિયાવરમાં અનેક જીવન જરૂરિયાત વસ્તુઓ આપીએ જ છીએ, સાથે જ લગ્ન પછી પણ પી.પી.સવાણી ગ્રુપ દીકરીની તમામ સામાજિક જવાબદારી નિભાવતું રહ્યું છે. પિતાની છત્રછાયા ગુમાવી ચૂકેલ દીકરાઓની ધો.૧૦ સુધીની અભ્યાસ ફી અને કોલેજ સુધીના અભ્યાસની ફી ભરવામાં આવે છે. શિક્ષણની સાથે વિધવા બહેનોના પરિવારની આરોગ્યની જવાબદારી પણ પી. પી. સવાણી પરિવાર ઉપાડે છે. સુરતના ૮૦૦૦ થી વધુ પરિવારના પાલકપિતા તરીકેની જવાબદારી આજે પી.પી. સવાણી પરિવાર નિભાવી રહ્યો હોવાની વિગતો તેમણે આપી હતી.

‘લાડકડી’ લગ્નોત્સવના ૨૬૧ નવયુગલોમાંથી લક્કી ડ્રો દ્વારા વિજેતા થયેલા ૧૦ દંપતિને આડતીયા ફાઉન્ડેશનના રિઝવાનભાઈ આડતીયાના સૌજન્યથી સીંગાપુર-મલેશિયા ક્રુઝ ટુર પ્રવાસ અને ૫૦ લક્કી કપલને કિઆન એરવેઝના કેપ્ટન નૈયુમભાઈ સૈયદ કિઆન એરવેઝ દ્વારા હેલિકોપ્ટર મારફત સુરત દર્શન પણ કરાવવામાં આવશે.

December 21, 2018
icai_logo.jpeg
4min22500

ચાર્ટર્ડ અકાઉન્ટન્ટસ કોર્સ તેમજ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટસ વ્યવસાયની સઘળી બાબતોનું સંચાલન જેના હાથમાં છે અને જે સંસ્થાને ભારતીય સંસદના ઠરાવથી અસ્તિત્વમાં લાવવામાં આવી છે એ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્સ ઓફ ઇન્ડિયા (આઇ.સી.એ.આઇ.)ની સેન્ટ્રલ કાઉન્સિલની ચૂંટણી પ્રક્રિયા અંતર્ગત તા.20મી ડિસેમ્બર 2018થી હાથ ધરાયેલી મતગણતરીની પ્રક્રિયામાં સુરતના આઇકોન યુથ અને સુરત સમેત દક્ષિણ ગુજરાતના યુવાનોમાં સૌથી વધુ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટસ તૈયાર કરનાર જય અજિત છૈરાનો પહેલા જ રાઉન્ડમાં પહેલા જ પ્રેફરન્સીયલ વોટથી પહેલા જ ક્રમે વિજય થયો છે.

આઇ.સી.એ.આઇ. ની સેન્ટ્રલ કાઉન્સિલમાં વેસ્ટર્ન રિજિયનમાંથી 11 ઉમેદવારો પ્રતિનિધિત્વ કરશે. વોટિંગ થયા બાદ દરેક ઉમેદવારે કુલ 3450 મત મળવા જોઇએ એવું ગણિત બેઠું હતું. પહેલા રાઉન્ડની ગણથરીમાં જ જય છૈરાને 3832 પ્રથમ પ્રેફરન્સીયલ મળી જતા તેઓ ચૂંટાયેલા જાહેર કરાયા છે. સુરત માટે આ ગૌરવશાળી બાબત છે કેમકે આઇ.સી.એ.આઇ. એ ભારતીય ઇકોનોમી બુસ્ટ કરે તેવી સંસ્થા છે. ભારતનાં ચાર્ટર્ડ અકાઉન્ટન્ટસ વ્યવસાયથી લઇને અભ્યાસક્રમને સંચાલિત કરે છે અને તેની સેન્ટ્રલ કાઉન્સિલમાં એક સુરતીનું ચૂંટાવું એ ખરેખર સુરત તેમજ ગુજરાત માટે ગૌરવવંતી બાબત છે. આ સાથે જય છૈરા બીજા વખત સેન્ટ્રલ કાઉન્સિલમાં ચૂંટાયા છે.

ઇન્સિટટ્યૂટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટસની સેન્ટ્રલ કાઉન્સિલની ચૂંટણીમાં કુલ 42,517 મત પડ્યા હતા. જેમાંથી 1192 મતો ઇનવેલિડ પુરવાર થયા હતા. કુલ 41,405 વેલિડ વોટ્સના આધારે 3450નો ક્વોટા સેન્ટ્રલ કાઉન્સિલ માટે અને 1800નો ક્વોટા રિજિયોનલ કાઉન્સિલ માટે નિયત કરવામાં આવ્યો હતો.

સેન્ટ્રલ કાઉન્સિલની ચૂંટણીમાં પરીણામ આ મુજબ રહ્યું હતું

Rank

Sr No.

Name City 1st Pref
1 4 CHHAIRA JAY AJIT SURAT 3832
2 5 CHHAJED PRAFULLA PREMSUKH MUMBAI 3786
3 9 JAMBUSARIA NIHAR NIRANJAN MUMBAI 3441
4 18 TALATI ANIKET SUNIL AHMEDABAD 2987
5 13 KHANDELWAL DHEERAJ KUMAR MUMBAI 2735
6 14 KHANDELWAL PURUSHOTTAMLAL HUKAMICHAND AHMEDABAD 2560
7 8 HEGDE NANDKISHORE CHIDAMBER MUMBAI 2476
8 12 KABRA DURGESH KUMAR MUMBAI 2427
9 6 CHITALE CHANDRASHEKHAR VASANT PUNE 2373
10 3 BHANDARI ANIL SATYANARAYAN MUMBAI 2362
11 15 KINARE MANGESH PANDURANG THANE 2269
12 11 JOSHI SHRINIWAS YESHWANT MUMBAI 2224
13 7 GHIA TARUN JAMNADAS MUMBAI 2131
14 1 ADUKIA RAJKUMAR SATYANARAYAN MUMBAI 1823
15 17 SHAH SHRUTI JAYESH MUMBAI 1329
16 10 JOSHI SARVESH NANDLAL PUNE 929
17 2 BANERJEE ROBIN MUMBAI 892
18 16 PAWAR SANJAY NARAYAN PUNE 747

WIRCમાં બાલકિશન અગ્રવાલ પણ

પહેલા જ રાઉન્ડમાં વિજેતા

સુરતમાં પ્રેક્ટિસ કરતા બાલકિશન અગ્રવાલે પણ વેસ્ટર્ન રિજિયન કાઉન્સિલમાં મેમ્બરની ચૂંટણીમાં ઝુકાવ્યું હતું. તેમણે પહેલા જ રાઉન્ડમાં ફર્સ્ટ પ્રેફરન્સિયલ વોટ સાથે કુલ 2336 મતો મેળવીને વિજેતા નિવડ્યા હતા. તેઓ પણ સુરત માટે ગૌરવ સમાન છે. સુરત આઇ.એસ.એ.આઇ.ના ચેરમેન ભાવિન હિંગરે જય છૈરા તેમજ બાલકિશન અગ્રવાલને ઝળહળતા વિજય બદલ શુભકામનાઓ પાઠવી છે.

December 18, 2018
nitin12.jpg
2min18280

(ઇટલી મોનાકોમાં હેર ડ્રેસિંગની ટ્રેનિંગ લઇ રહેલા સુરતના કટ્સ એન્ડ કલર્સના ઓનલ નીતિન)

(ઇટલીમાં હેર ડ્રેસિંગની ટ્રેનિંગ લઇ રહેલા સુરતના કટ્સ એન્ડ કલર્સના ઓનલ નીતિન)

(ઇટલીના મોનાકોમાં હેર ડ્રેસિંગની ટ્રેનિંગ લઇ રહેલા સુરતના કટ્સ એન્ડ કલર્સના ઓનલ નીતિન)

( સુરતના કટ્સ એન્ડ કલર્સના ઓનલ નીતિન માસ્ટર ટ્રેનર સાથે ઇટલીમાં )

ઇટલીમાં હેર ડ્રેસિંગની ટ્રેનિંગ લઇ રહેલા નીતિન લિંબાચીયા

(ઇટલીમાં હેર ડ્રેસિંગની ટ્રેનિંગ લઇ રહેલા નીતિન લિંબાચીયા પોતાના આર્ટથી ઇટલીમાં પણ નામના મેળવી રહ્યા છે)

કહેવાય છે ને કે નોકરી-ધંધામાં એ લોકો જ સફળ થાય છે જેઓ તેમના ધંધો-રોજગારને દિલોજાનથી ચાહતા હોય છે. સામાન્ય સંજોગોમાં આજે હાલતા-ચાલતા કોઇને પણ પૂછીએ કે નોકરી-ધંધો કેવો ચાલે છે, ત્યારે 99 ટકા જવાબો એવા જ આવે છે કે કશું બરાબર ચાલતું નથી, ફરીયાદોના ઢગલા થઇ જાય એટલું સાંભળવા મળે, ભાગ્યે જ એવા લોકો હોય કે જેમને પોતાના ધંધા-રોજગારથી પ્રેમ હોય. અહીં સુરતના એવા યુવાનની વાત કરી રહ્યો છું જે વ્યવસાયે વાળંદ છે પણ તેને પોતાના વ્યવસાય પ્રત્યે અનહદ પ્રેમ છે અને એટલે જ સુરતનો આ યુવાન નીતિન લિંબાચિયા ભારતનો જ નહીં પણ આંતર રાષ્ટ્રીય સ્તરે પોતાના ક્ષેત્રનો રોકસ્ટાર બની ચૂક્યો છે. અગાઉ ફેશન સિટી એમ્સટરડેમ ખાતે અને હાલમાં ઇટલીના મોનાકો, મોન્ટી કાર્લો ખાતે હેર ડ્રેસિંગની ઇન્ટરનેશનલ ટ્રેનિંગમાં પણ આ યુવાન વાહવાહી લૂટીં રહ્યો છે.

કટ્સ એન્ડ કલર્સના નીતિન કહે છે ઇટલીમાં હેર ડ્રેસિંગની ઇન્ટરનેશનલ ટ્રેનિંગનો લાભ સુરતના લોકોને જ મળવાનો છે 

હેર  ડ્રેસિંગમાં આંતર રાષ્ટ્રીય સ્તરે રોજેરોજ નીતનવી ટ્રીક્સ એન્ડ ટેકનિક્સ આવી જતી હોય છે

વાત કરી રહ્યો છું સુરતના ઘોડદોડ રોડ પર ક્રોમા નજીક આવેલા નીતિન્સ કટ્સ એન્ડ કલર્સના નીતિન લિંબાચીયાની. નીતિન હાલમાં ઇટાલીમાં છે અને હેર ડ્રેસિંગની લેટેસ્ટ ટેક્નોલોજી, ટ્રેન્ડસ જાણી રહ્યો છે. નીતિન કહે છે કે હેર ડ્રેસિંગ એ આર્ટ હોવાની સાથે સાયન્સ પણ છે. આ એટલું ડીપ સાયન્સ છે કે તેને સમજવામાં એક યુગ નીકળી જશે. અમારી પાસે આવતા ક્લાયન્ટસને ફક્ત એક હેરકટ, હેર સ્ટાઇલ કે બ્યુટી ટ્રીટમેન્ટથી એવો સંતોષ થાય કે તેમનું કમ્પલિટ મેકઓવર થયું છે, એનાથી મોટી ખુશી કઇ હોઇ શકે.

ઇટાલીના મોનાકોથી સી.આઇ.એ. લાઇવ સાથે વાત કરતા નીતિને કહ્યું કે હું જે કંઇપણ ટ્રેનિંગ નેશનલ, ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ પરથી લઇ રહ્યો છું એ ફક્તને ફક્ત મારા ક્લાયન્ટસ, કસ્ટમર્સ અને સુરતના લોકો માટે છે. હું સુરતના લોકોને તેમની હેયરસ્ટાઇલ થકી નવી પહેચાન આપવા માગુ છું. આજે પણ સુરતમાં નીતિન પાસે હેર ડ્રેસિંગ કે અન્ય ટ્રીટમેન્ટ કરાવનારાઓનો વર્ગ ખાસ્સો મોટો છે, એપોઇન્ટમેન્ટ વગર નીતિન પાસે જઇ શકાય નહીં. આવું થવા પાછળનું કારણ ફક્ત એ જ છે કે નીતિન સાયન્ટિફીક એપ્રોચ થકી પોતાના ક્લાયન્ટની હેર સ્ટાઇલ, હેર કટ કે અન્ય બ્યુટી ટ્રીટમેન્ટસને આકાર આપે છે.

(ઇટલીના મોનાકોમાં જે ટીમ સાથે રહીને ટ્રેનિંગ લઇ રહી છે એ ટીમ સાથે ગ્રુપ ફોટો)

પરંપરાગત રીતે દાયકાઓ સુધી સિમીત રહેનાર હેર ડ્રેસિંગ પ્રોફેશનને સુરતના નીતિનએ એવા સ્ટેજ પર મૂકી દીધું છે કે તેના ક્લાયન્ટસ ટોળામાં પણ અલગ જ તરી આવે. નીતિન કહે છે કે વ્યક્તિની પર્સનાલિટીમાં હેર સ્ટાઇલ સૌથી મહત્વની ભૂમિકા ધરાવે છે, અમારી પાસે જ્યારે કોઇ ક્લાયન્ટ હોય ત્યારે તેના ચહેરા પર કઇ હેર સ્ટાઇલ સૌથી વધુ શૂટ થશે એ નક્કી કરીને તેને ઓપ આપવા માટે વિઝન જરૂરી છે, ટ્રેનિંગ અને નોલેજ વગર વિઝન મેળવવું મુશ્કેલ છે અને એટલે જ ક્લાયન્ટને 100 ટકા આપવા માટે અમારે સમયનો ખૂબ ભોગ આપવો પડે છે.

નીતિન સાથે તેમના વાઇફ પણ વુમન્સ બ્યુટી પાર્લરનું સુપેરે સંચાલન કરી રહ્યા છે.

December 17, 2018
SDCA_logo.jpg
1min12500

લાલભાઇ સ્ટેડીયમ ખાતે વોલીબોલ, બાસ્કેટબોલ અને ફુટબોલ માટે અત્યાધુનિક સિન્થેટિક કોર્ટ

(પત્રકાર પરીષદને સંબોધતા સુરત ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસીએશનના શ્રી કનૈયાભાઇ કોન્ટ્રકાટર, શ્રી હેમંત કોન્ટ્રાક્ટર, શ્રી હિતેષભાઇ પટેલ, શ્રી નરેન્દ્રભાઇ ગાંધી દ્રશ્યમાન છે)

સુરત શહેરની સૌથી પ્રીમિયર સ્પોર્ટસ ક્લબ તરીકે ગણના પામતા લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડીયમ પરીસરમાં ધ સુરત ડિસ્ટ્રીકટ ક્રિકેટ એસોસીએશન દ્વારા તેમના મેમ્બર્સ માટે વધુને વધુ અત્યાધુનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓ પ્રસ્થાપિત કરવામાં આવી રહી છે. તાજેતરમાં ધ સુરત ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસીએશન દ્વારા બાસ્કેટબોલ, ફુટબોલ અને વોલીબોલની ગેમ્સ માટે સિન્થેટિક્સ કોર્ટ તૈયાર કરાવડાવી તેનું લોકાપર્ણ કર્યું હતું.

(લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડીયમ પરીરસમાં વોલીબોલ માટે અત્યાધુનિક સિન્થેટિક કોર્ટ ખુલ્લો મૂકવામાં આવ્યો, એ સમયે રમાયેલી પહેલી મેચની તસ્વીર)

આ પ્રસંગે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં વધુ વિગતો આપતા શ્રી કનૈયાલાલ કોન્ટ્રાક્ટર, હેમંતભાઇ કોન્ટ્રાક્ટર, શ્રી હિતેશભાઇ  ડી. પટેલ, શ્રીએસ.એ. રાવલ, શ્રી મયંક દેસાઇ, ડો. નૈમેષ દેસાઇ, નિલેશ પટેલ, વિપુલ મુન્સી, યશેષ સ્વામી, નરેન્દ્ર ગાંધી, સાયમનભાઇ કોરેથ વગેરેએ જણાવ્યું હતું કે સિન્થેટિક્સ કોર્ટ એ રમનારાઓ માટે સુવિધા સંપન્ન હોવા સાથે ફિટનેસ માટે પણ ઉપયોગી છે. આંતર રાષ્ટ્રીય સ્તરે હવે સિન્થેટિક્સ કોર્ટ સર્વસ્વીકૃત બન્યા છે.

(લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડીયમ પરીસરમાં ફુટબોલની રમત માટે તૈયાર કરવામાં આવેલા અત્યાધુનિક સિન્થેટિક કોર્ટ પર રમાયેલી પહેલી મેચની યાદગાત તસ્વીર)

આગેવાનોએ જણાવ્યું કે સુરત ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોશીએશન માટે એવી છાપ હતી કે ફક્ત ક્રિકેટની રમતને જ પ્રોત્સાહન મળે છે પરંતુ, અહીં હવે તમામ પ્રકારની રમતો સ્પર્ધાત્મક રીતે રમી શકાય તેવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસીત કરવામાં આવી રહ્યું છે. હાલના જીમ્નેશિયનને તોડીને નવું અત્યાધુનિક જીમ્નેશિયમ આકાર પામી રહ્યું છે. સ્વીમીંગ પુલ પણ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડનો બનાવવામાં આવી રહ્યો છે.

વધુમાં લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડીયમ પરીસરમાં જ ટૂંક સમયમાં ઇન્ડોર લોન ટેનિસ તેમજ બેડમિગ્ટન કોર્ટનું નિર્માણ કરીને તેને સભ્યો માટે ખુલ્લા મૂકવામાં આવશે.

ક્રિકેટની રમત અંગે સુરત ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસીએશનના આગેવાનોએ જણાવ્યું કે સુરતને આઇ.પી.એલ. કે અન્ય ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચ મળે તે માટે જરુરી માળખાગત સુવિધા વિકસાવવામાં આવી રહી છે. જેમકે આંતર રાષ્ટ્રીય સ્તરની મેચ માટે મિડીયા સેન્ટર હોવું જરૂરી હોઇ, કુલ 6000ની ક્ષમતા ધરાવતું મિડીયા સેન્ટર ઉભું કરવામાં આવી રહ્યું છે.

December 15, 2018
darshan1.jpg
1min6110
આજ રોજ શનિવાર, તા.15મી ડિસેમ્બર 2018ના રોજ સુરત સિંચાઇ વર્તુળ ખાતે ખેડૂત સમાજ ગુજરાત ના પ્રમુખ જયેશભાઈ પટેલ, દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ જયેશભાઇ એન.પટેલ, જિલ્લા પંચાયતના સભ્ય દર્શનભાઈ નાયક, ઓલપાડ તાલુકા ખેડૂત સમાજ ના પ્રમુખ રમેશભાઈ પટેલ, માંગરોળ તાલુકા પંચાયતના માજી પ્રમુખ જયચંદભાઈ વસાવા, માંગરોળ તાલુકાના ખેડૂત આગેવાન સુરેશભાઈ વસાવા, પીપોદરાગામના ડેપ્યુરિટી સરપંચ નશરૂમભાઈ શેખ, પીપોદરા સહકારી મંડળીના પ્રમુખ જયંતીભાઈ પટેલ દ્વારા સિંચાઇ વિભાગના અધિકારીઓ સાથે સુરત જિલ્લા તેમજ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આવેલા ખેડૂતોના પાકને નુકસાન ન થાય તે માટે સિંચાઇના પાણી રોટેશનથી વિતરીત કરવાનું વ્યવસ્થાતંત્ર ગોઠવવા બાબતે લંબાણપૂર્વકની ચર્ચા કરવામાં આવી હતી.
સુરત જિલ્લા તેમજ દક્ષિણ ગુજરાતનો સુરત સિંચાઇ વર્તુળમાં આવતા વિસ્તારમાં ખેતી કરી રહેલા ખેડૂતોને સિંચાઇ માટે પૂરતા પ્રમાણમાં ત્યારે જ મળી રહેશે જ્યારે રોટેશન પ્રમાણે પાણી વિતરણ કરવામાં આવે અન્યથા ધરતીપુત્રોને મોટી નુકસાની થવાની દહેશત છે. આ વર્ષે આમેય વરસાદ ઓછો પડ્યો છે અને સમગ્ર રાજ્યમાં જળસંકટ સર્જાય તેવી ભીંતી પ્રવર્તી રહી છે ત્યારે સુરત જિલ્લાના સામાજિક-રાજકીય આગેવાન શ્રી દર્શન નાયકે રજૂઆત કરી છે કે સુરતના ખેડૂતોને આયોજનબદ્ધ રીતે જો ખેતી સિંચાઇનું પાણી વિતરણ કરવામાં આવશે તો સમસ્યાને નિવારી શકાશે. ખેડૂતોની ફરીયાદો ઉપસ્થિત થાય એ પહેલા જ સિંચાઇ વિભાગે રોટેશનથી પાણી કેવી રીતે વિતરીત કરી શકાય એ માટેનું હોમવર્ક કરવું રહ્યું એમ દર્શન નાયકએ ઉમેર્યું હતું.
December 14, 2018
bni_lympic.jpg
1min7520

BNI સુરતની સૌથી મોટી ઇવેન્ટ BNI ઓલમ્પિક્સ રમતોત્સવ હાલમાં સુરતમાં ચાલી રહ્યો છે. BNI સુરતના 16 ચેપ્ટર્સના 1200થી વધુ મેમ્બર પ્લેયર્સ ઉપરાંત તેમના પરિવારજનો, બાળકો આ ઓલમ્પિક્સની જુદી જુદી રમતોમાં ભાગ લઇને ઇનામો જીતી રહ્યા છે.

કોઇપણ ઇવેન્ટ યોજાવાની હોય એટલે પહેલા તો તેનો ખર્ચ, વ્યવસ્થા, વેન્યુથી લઇને તેના સમાપન સમારોહ સુધીની બાબતો વિચારવી પડે. બી.એન.આઇ. ઓલમ્પિક્સ માટે શહેરની જાણીતી બ્રાન્ડસએ ઉદાર મનથી પોતાનાથી શક્ય એટલી હેલ્પ કરીને આ સમગ્ર ઇવેન્ટનું સંચાલન સરળ બનાવ્યું હોવાની નોંધ બી.એન.આઇ.ના જુદા જુદા ચેપ્ટર્સ અને તેના સભ્યો લઇ રહ્યા છે.

BNI સુરતે સી.આઇ.એ. લાઇવને જણાવ્યું કે BNI ઓલમ્પિક્સનો રમતોત્સવ તેમના સ્પોન્સર્સ અને પાર્ટનર્સ વગર આટલી ભવ્ય રીતે યોજી શકાયો ન હોત. BNI સુરતના ઓલમ્પિક્સમાં જુદા જુદા હેડ્સમાં પાર્ટનર્સ દ્વારા વીન-વીન સિચુએશન, બાર્ટર સિચુએશનથી BNI સુરત ઓલમ્પિક ગેમ્સને જે સપોર્ટ કર્યો છે એ માટે BNI તમામને આભારી છે. પાર્ટનર્સ અને સ્પોન્સર્સના કારણે રમતોત્સવ પાછળ થતા ખર્ચમાં ભારે ઘટાડો કરી શકાયો હોવાની નોંધ પણ લેવામાં આવી રહી છે.

BNI સુરત ઓલમ્પિક્સના મેઇન સ્પોન્સર્સ તેમજ કો-સ્પોન્સર્સ પર નજર કરીએ તો દરેક ચેપ્ટર દીઠ એક મેઇન સ્પોન્સર્સ રહ્યા છે. જેમાં

અલકેમિસ્ટ    માધવ પ્રિન્ટર્સ

બેંચમાર્ક        જલારામ ખીચડી

ચેમ્પિયન્સ       ધરતી સ્વીટ્સ એન્ડ નમકીન

ડાયમંડ           ફેસકોમ

ઇલાઇટ           એન.એક્સ.વિનઅર

ફાલ્કન           અંબા ટ્રેડિંગ

ગ્લેડિએટર       સ્કોઇ, ધ ઇન્સ્યુરન્સ સુપર માર્કેટ

હોલમાર્ક          સાઇ વર્લ્ડ ટ્રાવેલ

આઇકોન        મેટ્રો કુલ કોર્પોરેશન- 24 કેરેટ્સ

જ્યુપીટર          જ્યુપીટર

કામા                એન.એમ.

માર્વેલ                ઇઝ્ઝી-જી ટેલ

બાહુબલી            બુક એન ફ્લાય

ચાણક્ય               તોષલ ઇન્ફોટેક

 

કો-સ્પોન્સર્સ

હોમ સ્ટુડીયો

જૈનમ

શ્રી રંગ સરીતા

બ્રાઇડલ ઃ બી-મોર

રીચીરીચ

જય બાલાજી ડાયમંડ

ધ રીયલ એસ્ટેટ હબ

કોઝ્મો

બ્રહ્માણી

ટીઆરટી ટેક્નોલોજીસ્ટ એલએલપી

ગૌરાંગ ગ્રુપ

સ્વાસ્થયમ્ આયુર્વેદિક ક્લિનિક

ડિઝાઇન માય હોલીડેઝ

પ્રાઉડ પાર્ટનર્સમાં

ડીજીટર મિડીયા પાર્ટનર   ઓનલાઇન યુગ- સુરતીઝ

વિડીયોગ્રાફી પાર્ટનર     ડીએસએલઆર એકેડેમી

ફોટોગ્રાફી પાર્ટનર        ફોટોવાલે

એન્ટરટેઇનમેન્ટ પાટર્નર    વન-ઓ-સેવન

રેડીયો પાર્ટનર     બીગ એફ.એમ.

ઓનલાઇન ન્યુઝ બ્રાન્ડિંગ પાર્ટનર   સી.આઇ.એ. લાઇવ ન્યુઝ પોર્ટલ

બેનર્સ પાર્ટનર          ફેબ વર્લ્ડ

હેલ્થ એન્ડ મેડીકલ પાર્ટનર       બોમ્બે મેટરનિટી એન્ડ સર્જિકલ હોસ્પિટલ

ઇવેન્ટ પાર્ટનર           યુ.એન. આઇ. -ડી વોકા

હાઇડ્રેશન પાર્ટનર        વોટર જાપાન

પાવર પાર્ટનર        ફર્સ્ટ એનર્જી

મંડપ-ડેકોરેશન પાર્ટનર    ક્રિશ્ના મંડપ ડેકોરેશન

બેગ પાર્ટનર              હેમિશફિઅર

ગીફ્ટિંગ પાર્ટનર        સીઝનલ ડેકોર, આમંત્રણ, ફોન માસ્ટર, શ્રી સાઇનાથ સ્ટોર્સ

મેડલ્સ એન્ડ ટ્રોફી પાર્ટનર       ડીકેથ્લોન

બ્રાન્ડિંગ એન્ડ ડિઝાઇનિંગ પાર્ટનર       બ્રાન્ડ ઇન્ડિયા

સ્વીમીંગ વેન્યુ પાર્ટનર          સી.બી પટેલ હેલ્થ ક્લબ

વેન્યુ પાર્ટનર        પ્લેયર્સ સ્પોર્ટસ એન્ડ કાફે

ઇન્ડોર ગેમ વેન્યુ પાર્ટનર      સ્ટરલિંગ એકેડેમી

કેટરિંગ પાર્ટનર       સાઇ કેટરિંગ

December 12, 2018
vd.jpg
1min6840

કામરેજ વિધાનસભાથી ભાજપની ટિકીટ પરથી ચૂંટાયેલા વી.ડી. ઝાલાવડીયા અને તેમના સગાસબંધીઓના કારનામાઓથી સુરત ભાજપની જે બદનામી થઇ રહી છે એ જોતા આજે પ્રદેશ ભાજપના એક દિગ્ગજ નેતા બોલી ઉઠ્યા હતા કે ખુદ અમે ભાજપના લોકો ઝાલાવડીયાથી કંટાળી ચૂક્યા છે. ભાજપાના ઘણા નેતાઓ તેમની સાથે સ્ટેજ શેર કરવાનું પણ ટાળી રહ્યા છે એટલી હદે લોકોમાં તેમની છાપ ખરાબ થઇ ચૂકી છે.

કામરેજના વી.ડી. ઝાલાવડીયાની આ રીતરસમો ભાજપની છબિ ખરડી રહી છે

  1. સામાન્ય લોકોના કામો નહીં કરવાના
  2. બિલ્ડરો, ધનકુબેરો, લેન્ડ માફિયાઓની બ્રિફ લઇને તેમના કામો કરી આપવાના
  3. ગ્રાન્ટના કામો કાગળ પર મંજૂર થાય એટલે કટકીબાજને સક્રીય કરી દેવાના
  4. તેમના દિકરા અને મળતીયાઓ સામે દાદાગીરીના કેસો
  5. પાટીદાર અનામત માટે લડતા યુવકો અને તેમના પરિવારજનોની યેનકેન પ્રકારે હેરાનગતિ કરવી
  6. સામાન્ય દાખલાઓ લેવા આવતા લોકોને કોંગ્રેસી કહીને કાઢી મૂકવાના અનેક કિસ્સાઓ

વી.ડી. ઝાલાવડીયા સામે તાજા વિવાદ ભાજપના મોવડીઓ સુધી પહોંચ્યો

વી.ડી. ઝાલાવડીયા ફરીથી એક મોટા વિવાદમાં સપડાયા છે અને પોતાના મતવિસ્તારમાં બહુજન (સામાન્ય લોકો)નું હિત જોવાની જગ્યાએ ધનકુબેરોની બ્રિફ પકડીને ચાલતા વી.ડી. ઝાલાવડીયાને કહેવાય છે કે તેમના મતવિસ્તારના લોકોએ રીતસર ભગાડ્યા હતા. પોલીસે પરાણે તેમને ટોળામાંથી ઉગાર્યા હતા. એવી પણ વાતો વાઇરલ થઇ કે સીમાડા વિસ્તારમાં બિલ્ડરોને ફાયદો થાય એ રીતે અને સોસાયટીવાસીઓને અન્યાય થાય એ પ્રકારે વી.ડી. ઝાલાવડીયા તંત્રવાહકો પાસે કામ કરાવવા પહોંચ્યા હતા. વી.ડી. ઝાલાવડીયાની આ અન્યાયી હરકતથી ઉશ્કેરાયેલા લોક ટોળાએ ઝાલાવડીયાનો એવો તે હૂરીયો બોલાવ્યો કે તેણે સ્થળ છોડીને ભાગવાની ફરજ પડી હતી. આ સંઘર્ષ દરમિયાન કોઇ મહિલાએ વી.ડી. ઝાલાવડીયાને તેના કારનામાઓ બદલ લાફા ઠોકી દીધા હતા. જોકે, વી.ડી. ઝાલાવડીયા આ વાતને રદીયો આપી રહ્યા છે. પણ જે રીતે વિડીયો વાઇરલ થયો છે, એ જોતા સવાલ એ ઉપસ્થિત થાય છે કે સવાર પડે ને ફક્તને ફક્ત કમાણી થાય એવી ફાઇલ કે એવું કામ હાથ પર લેતા વી.ડી. ઝાલાવડીયા સામાન્ય લોકોના કામો ક્યારે કરતા હશે. યુ ટ્યુબલ અને ફેસબુક પર વી.ડી. ઝાલાવડીયાને ધક્કે ચઢાવતો વીડીયો ભારે વાઇરલ થયો છે અને તેને કારણે ભાજપના ભારે બદનામી થવા પામી છે.

વી.ડી. ઝાલાવડીયા માટે તો કહેવાય છે કે પોતાની ગ્રાન્ટના કામમાંથી પણ તેમના કેટલાક મળતીયાઓ કામ મંજૂર થાય એટલે કટકી પડાવવા માટે પહોંચી જાય છે. ઇરાદાપૂર્વક એવી વ્યક્તિને કટકી માટે મોકલાય છે કે જ્યારે મામલો વિવાદિત બને અને છાપરે ચઢીને પોકારે ત્યારે વી.ડી. ઝાલાવડીયા સરળતાથી છટકી જઇ શકે.

વી.ડી. ઝાલાવડીયાના આ તાજા વિવાદ અંગે પ્રદેશ પ્રમુખથી લઇને અમિત શાહ સુધી રજૂઆતો કરવામાં આવી છે. ભાજપની છબી આવા ભ્રષ્ટાચારી રીત રસમો અપનાવતા નેતાઓને કારણે જ ખરડાય રહી હોઇ, આગામી દિવસોમાં વી.ડી. ઝાલાવડીયા સામે ભાજપા મોવડીમંડળ આકરાં સરશંધાન વ્યક્ત કરે તો નવાઇ નહીં.

શરદ વી.ડી. ઝાલાવડીયાની કરતૂત પોલીસ ફરીયાદ સ્વરૂપે દર્જ

(કામરોજના ધારાસભ્ય વી.ડી. ઝાલાવડીયા તેમના પુત્ર શરદ સાથે, ફાઇલ ફોટો)

અગાઉ ગત ફેબ્રુઆરી માસમાં જ વી.ડી. ઝાલાવડીયાના દિકરા શરદ સામે ગુનો નોંધાયો છે. રેતીની લીઝના મુદ્દે દાદાગીરી કરતા આ ધારાસભ્યના પુત્રના કારનામાઓ છોટા ઉદેપુરમાં પણ થયા છે.

દેશના અગ્રગણ્ય અંગ્રેજી અખબાર ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં વી.ડી. ઝાલાવડીયાના પુત્ર શરદના પરાક્રમ અંગે પ્રકાશિત અહેવાલની લિંક

https://timesofindia.indiatimes.com/city/surat/kamrej-bjp-mlas-son-booked-for-threatening-transporter/articleshow/62922751.cms

દેશના અગ્રગણ્ય મિડીયા સમૂહ નેટવર્ક 18માં વી.ડી. ઝાલાવડીયાના પુત્ર શરદના પરાક્રમ અંગે પ્રકાશિત અહેવાલની લિંક

https://gujarati.news18.com/news/south-gujarat/surat-illegal-drawing-issues-in-kamrej-743850.html

December 10, 2018
bni_lympic.jpg
2min6460

શહેરમાં વીકએન્ડ પર અનેક મહત્વપૂર્ણ ઇવેન્ટસએ આકાર લીધો. રાજકીય, સામાજિક, શૈક્ષણિક, સ્પોર્ટસ વગેરે ફિલ્ડમાં અનેક નોંધપાત્ર ઇવેન્ટસ આકાર પામી. પરંતુ, એમાં સૌથી વધુ ચર્ચાસ્પદ ઇવેન્ટ રહી સ્પોર્ટસની અને એ ઇવેન્ટ છે  BNI સુરત આયોજિત ઓલમ્પિક્સ.

ગત શનિ-રવિવારની રજાઓ દરમિયાન BNI સુરત ઓલમ્પિક્સમાં વોલીબોલથી શરૂ કરીને સ્વીમીંગ, એથ્લેટિક્સ, ફૂટબોલ, બેડમિગ્ટન વગેરે જેવી ઇવેન્ટ્સમાં બી.એન.આઇ.ના 16 જુદા જુદા ચેપ્ટસના મેમ્બર્સ તેમજ તેમના ફેમિલી મેમ્બર્સે ઉત્સાહભેર ભાગ લઈને BNI સુરત ઓલમ્પિક્સને વાઇબ્રન્ટ બનાવી દીધી હતી. શહેરના બિઝનેસમેન સર્કલ્સમાં બી.એન.આઇ. સુરતની આ ઇવેન્ટ મોટા ભાગે ચર્ચાસ્પદ રહી હતી.

BNI સુરત ઓલમ્પિક્સને સફળ બનાવવા પાછળ રહેલી ટીમે જબરદસ્ત પુરુષાર્થ કરીને દરેક ઇવેન્ટ સુપેરે પાર પડે તે માટે જબરદસ્ત વ્યવસ્થાતંત્ર ગોઠવ્યું હતું. જુદા જુદી ઇવેન્ટસમાં બાળકોથી લઇને મોટેરાઓ પાર્ટીસિપેટ્સને કોઇ તકલીફ ન પડે એ રીતે સ્મૂધલી સમગ્ર ઓલમ્પિક્સ યોજાઇ રહ્યો છે. હજુ તા.23મી ડિસેમ્બર સુધી આ રમતોત્સવ જારી રહેશે.

પ્રસ્તુત છે બી.એન.આઇ. સુરત આયોજિત ઓલમ્પિક્સની કેટલીક યાદગાર તસ્વીરો

ડીકેથ્લોન ખાતે આયોજિત એથ્લેટિક્સની ચિલ્ડ્રન વિભાગમાં વિજેતાઓને પ્રાઇઝ આપીને સન્માનિત કરાયા એ પ્રસંગની તસ્વીર

ડીકેથ્લોન ખાતે આયોજિત એથ્લેટિક્સની ચિલ્ડ્રન વિભાગમાં વિજેતા નિવડેલી વિદ્યાર્થિનીએ તેના માતા-પિતા સાથે તસ્વીર ખેંચાવી હતી.

ડીકેથ્લોન ખાતે આયોજિત એથ્લેટિક્સ પુખ્તવયનાઓ માટેની સ્પર્ધાના વિજેતાને સન્માનિત કરાયા એ પ્રસંગની તસ્વીર

બી.એન.આઇ. ઓલમ્પિક્સમાં બાળકો માટેની ચેસ ચેમ્પિયનશીપમાં બાળકો એ મોટી સંખ્યામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.

બી.એન.આઇ. ઓલમ્પિક્સમાં સ્વીમીંગ કોમ્પિટીશન સૌથી વધુ ચર્ચાસ્પદ રહી હતી. તસ્વીરમાં રવિવારે સવારે યોજાયેલી ચેમ્પિયનશીપમાં ખેલાડીઓ કડકડતી ઠંડી વચ્ચે પણ તરણ સ્પર્ધામાં ભાગ લીધો હતો.

બી.એન.આઇ. ઓલમ્પિક્સમાં સ્વીમીંગ કોમ્પિટીશન સૌથી વધુ ચર્ચાસ્પદ રહી હતી. તસ્વીરમાં રવિવારે સવારે યોજાયેલી ચેમ્પિયનશીપમાં ખેલાડીઓ કડકડતી ઠંડી વચ્ચે પણ તરણ સ્પર્ધામાં ભાગ લીધો હતો.

બી.એન.આઇ. ઓલમ્પિક્સમાં વીકએન્ડ દરમિયાન યોજાયેલી બેડમિંગ્ટન મેચીસ દરમિયાન જુદા જુદા ચેપ્ટર્સના પ્લેયર્સના ફોટોગ્રાફ્સ

 

 

December 8, 2018
embroidery.jpg
1min6770

સુરતના એમ્બ્રોઇડરી થ્રેડ (દોરા) અને જરી ઉત્પાદક એસોસીએશનની તાજેતરમાં મળેલી બેઠકમાં કરાયેલા એક મહત્વપૂર્ણ ઠરાવમાં એમ્બ્રોઇડરી કારખાનાઓ-મશીન્સમાં ઉપયોગમાં આવતા દોરા અને જરી વેચાણ બાદ પેમેન્ટ ક્રેડીટ પેટે આપવામાં આવતી 90 દિવસની મુદતમાં ઘટાડો કરીને 60 દિવસ કરવામાં આવ્યા છે. સુરતના હજારો એમ્બ્રોઇડરી કારખાનેદારો માટે આ નિર્ણય કપરો સાબિત થાય તેમ છે. એમ્બ્રોઇડરી થ્રેડ (દોરા) અને જરી ઉત્પાદક એસોસીએશનના ઉક્ત ઠરાવની ઘેરી અસર એમ્બ્રોઇડરી ઉદ્યોગમાં એવી થશે કે તમામ પ્રોસેસની સાઇકલ (સમયની મુદત) બદલાશે. દોરા અને જરી ઉત્પાદકો કેશ લિક્વિડીટીના અભાવનો સામનો કરી રહ્યો હોઇ, પેમેન્ટ ક્રેડિટની મુદતમાં એક મહિનાનો ધટાડો કરી દેવામાં આવ્યો છે. આ જ બેઠકમાં એવું પણ ઠરાવાયું છે કે કોઇપણ જરી-દોરા ઉત્પાદક પાર્ટી પાસેથી સિક્યુરિટી ચેક લીધા વિના વેપાર નહીં કરે.

 

એમ્બ્રોઇડરી થ્રેડ (દોરા) અને જરી ઉત્પાદક એસોસીએશન શું નિર્ણય લીધા

  1. પેમેન્ટ ક્રેડીટ પેટે અપાતા 90 દિવસને બદલે હવે 60 દિવસની મુદત
  2. કોઇપણ ઉત્પાદક સિક્યુરિટી ચેક લીધા વિના માલ સપ્લાય નહીં કરે

ખાસ નોંધનીય બાબત એ છે કે એમ્બ્રોઇડરી ઉધોગ આમે ય છેલ્લા ઘણા મહિનાઓથી મંદ ચાલી રહ્યો છે. કાપડઉદ્યોગમાં નબળી સ્થિતિનાં કારણે શહેરમાં ઘણાં એમ્બ્રોઈડરી કારખાનેદારોએ મશીન્સ વેચી કાઢીને ધંધો જ બદલી નાંખ્યો છે. આવા કિસ્સામાં જરી અને દોરા ઉત્પાદકોએ સપ્લાય કરેલા માલનું પેમેન્ટ નહીં થતાં ઉપરોક્ત નિર્ણય લેવાયા છે.

 

December 7, 2018
jica1-1280x960.jpg
1min6850

નરેન્દ્ર મોદીના કહેવાતા ડ્રીમ પ્રોજેક્ટ મુંબઇ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં જાપાનની જે કંપની 8000 કરોડ રૂપિયાનું ફાઇનાન્સ કરવાની છે એ જીકા કંપનીના પ્રતિનિધિમંડળે આજે કઠોર ખાતે સુરત અને ભરૂચ જિલ્લાના પ્રોજેક્ટ અસરગ્રસ્ત ખેડૂતો સાથે મિટીંગ યોજીને રજૂઆતો સાંભળી હતી. જીકા કંપની અને ખેડૂતોની આ મિટીંગ મેરેથોન રહી હતી અને 4 વાગ્યે શરૂ થયેલી મિટીંગ સાંજે 7 વાગ્યા જ્યારે આ લખાઇ રહ્યું છે ત્યારે પણ યથાવત હતી.

ખેડૂત આગેવાન તરફે દર્શન નાયક, આનંદભાઇ યાજ્ઞિક, જયેશભાઇ દેલાડ, જયેશભાઇ પટેલ પાલ સમેત 600થી વધારે ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. જીકા કંપનીના પ્રતિનિધિ મંડળ સામે ખેડૂતોએ સ્પષ્ટ, મુદ્દાસર, આક્રમક અને નક્કર રજૂઆતો કરી હતી. ખેડૂતોની રજૂઆતોનો સૂર એ રહ્યો હતો કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સાકાર કરવાના ઇરાદે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ ખેડૂતોના મૂળભૂત હકોને પણ વિસરી જવાની પેરવી કરતા ખેડૂતોએ આક્રમક વલણ અપનાવવું પડ્યું હતું. ખેડૂતોની આક્રમક રજૂઆતોના મુખ્ય મુદ્દા આ મુજબ રહ્યા હતા.

  1. પ્રોજેક્ટ માટે જમીન આપનારા ખેડૂતોને મળતા વળતરના ભાવોમાં અસમાનતા
  2. જમીનના બદલામાં વળતરનો રેટ માર્કેટ રેટ આધારિત હોવો જોઇએ
  3. જેમના મકાનો જઇ રહ્યા છે તેમના રેટની ગણતરીમાં ભારે અન્યાયની ભીંતિ
  4. પ્રોજેક્ટ માટે જમીન વપરાયા બાદ બાકી બચેલી પડતર જમીનનો મુદ્દો
  5. સ્થાનિકોને રોજગારીનો મુદ્દો

મોડીસાંજે અંંધારુ થઇ ગયા બાદ પણ ખેડૂતોની આક્રમક રજૂઆતોનો દૌર ચાલ્યો હતો. ખેડૂતો તરફે રજૂઆત કરી રહેલા સુરત જિલ્લાના સામાજિક, રાજકીય આગેવાન શ્રી દર્શન નાયકએ સી.આઇ.એ. લાઇવને જણાવ્યું હતું કે ખેડૂતોએ બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ માટે જમીન સંપાદન કરવામાં રાજ્ય સરકારે જે સરમુખત્યારશાહીભર્યું વલણ અપનાવ્યું તેની પણ આકરી ટીકા કરી હતી. પ્રોજેક્ટને સફળ બનાવવા માટે હવાતિયા મારી રહેલી સરકારે ખેડૂતોના મૂળભૂત હકો છીનવી લેવા ઉપરાંત ખેડૂતોના પરિવારો જેના પર દાયકાઓથી નિર્ભર છે એ જમીન છીનવી લેવાની પેરવી કરતા ખેડૂતોએ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સામે બાંયો ચઢાવવી પડી હતી.

દર્શન નાયકે કહ્યું કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટના બદલામાં ખેડૂતોને જે દરથી વળતર આપવાની જાહેરાત કરવામાં આવી છે, એ દરો સાવ બેબુનિયાદ છે. માર્કેટ રેટ અને રાજ્ય સરકારના રેટ વચ્ચે ભારે અસમાનતા રહેલી છે. એથી વિશેષ અરીયાવાઇઝ પણ દરોમાં અસમાનતા હોઇ, ખેડૂતો જમીન આપવાના મૂડમાં નથી.