CIA ALERT

સુરતીઓની દુનિયા Archives - Page 55 of 79 - CIA Live

July 31, 2019
CIA_Live_Logo_New2.jpg
2min6820

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

જો તમે વિવિંગ ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા હોવ અને કંઇક નવું કરી છૂટવાની તમન્ના ધરાવતા હોવ તો આગામી તા.3થી 5 ઓગસ્ટ દરમિયાન સરસાણા એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા આયોજિત યાર્ન એક્ષ્પો 2019ની મુલાકાત જરૂર લેજો અને તેમાં પણ જો સગવડ થાય તો શનિવાર તા.3 ઓગસ્ટ 2019ની સાંજે એ જ સ્થળે આયોજિત શહેરના પ્રતિષ્ઠિત ટેક્સટાઇલ ઉદ્યોગ, લિબર્ટી ગ્રુપ (રિઘન ફેશન) દ્વારા આયોજિત ફેશન શૉ ની મુલાકાત જરૂર લેજો.

લિબર્ટી ગ્રુપ (રિઘન) આયોજિત ફેશન શૉ એ દર્શાવશે કે ફાઇબર ટુ ફેશન બનવા માટે સુરત અને સુરતના ઉદ્યોગપતિઓ, કારખાનેદારોમાં પોટેન્શિયલ છે, બસ ફક્ત જરૂર છે કેટલાક પગલાં ભરવાની.

લિબર્ટી ગ્રુપ (રિઘન ફેશન) ના ફેશન શૉ અંગે સંસ્થાના શ્રી દિનેશભાઇ ધનકાનીએ જણાવ્યું હતું કે ફેશન શૉમાં રેમ્પ પર કેટવૉક કરનાર મોડેલ્સ એવા ગારમેન્ટસનું નિદર્શન કરશે કે જે મલ્ટી બ્લેન્ડ યાર્નમાંથી બન્યા હશે. કેટલાક એવા પણ વસ્ત્રો હશે જે વિસ્કોસ ફિલામેન્ટ યાર્નમાંથી બનાવવામાં આવ્યા હશે.

ટેક્સટાઇલ ઉદ્યોગ જે બીબાઢાળ અને પરંપરાગત બ્લેન્ડ યાર્નથી ફેબ્રિક્સ બનાવે છે તેમાંથી બહાર નીકળીને આકર્ષક પરીણામો મલ્ટી બ્લેન્ડ યાર્નના ઉપયોગથી કેવી રીતે મળે એનું નિદર્શન આ ફેશન શૉમાંથી થશે.

લિબર્ટી ગ્રુપ (રિઘન)ના ફેશન શૉ ના આયોજક શ્રી દિનેશભાઇએ જણાવ્યું હતું કે ફેશન શૉ માં ડિસ્પ્લે થનાર ગારમેન્ટ્સના ફેબ્રિક્સ અલગ અલગ વિસ્કોસ ફિલામેન્ટ યાર્નના વિવિધ ડેનિયર કેવી રીતે બની શકે એ પણ જાણી શકાશે. વિસ્કોસ ફિલામેન્ટ યાર્નની સાથે ફેબ્રિક્સમાં અન્ય યાર્ન જેમકે કોટન, મોડાલ, લીનન અને એર ટેક્ષ્ચ્યુરાઇઝ્ડ યાર્નનો પણ ઉપયોગ કરીને આકર્ષક ફેબ્રિક બનાવવામાં આવ્યા છે, તેમાંથી વસ્ત્રો તૈયાર કરાયા છે અને એ વસ્ત્રો પરિધાન કરીને ફેશન શૉ માં મોડેલ્સ તેને ડિસ્પ્લે કરશે.

મલ્ટીબ્લેન્ડ યાર્ન અને વિસ્કોસ ફિલામેન્ટ યાર્નમાંથી બનેલા ફેબ્રિક્સના ગારમેન્ટસનું નિદર્શન ફેશન શૉમાં થશે

આ ઉપરાંત સ્પેશ્યલાઇઝ્ડ યાર્નમાં સિલ્ક કટ યાર્ન, ડલ યાર્ન અને મલ્ટી ફિલામેન્ટ યાર્નના ઉપયોગથી બનાવવામાં આવેલા ફેબ્રિક્સનું મોડેલ્સ દ્વારા પ્રદર્શન કરવામાં આવશે.

ટૂંકમાં કહીએ તો મલ્ટી બ્લેન્ડ યાર્નના ઉપયોગથી કેવા ક્રાંતિકારી ફેબ્રિક્સ તૈયાર કરીને સીધા ફાઇબર ટુ ફેશન કન્વર્ઝન કરી શકાય એ જો જોવું જાણવું હોય તો તા.3 ઓગસ્ટને શનિવારે યાર્ન એક્ષ્પોમાં યોજાઇ રહેલા લિબર્ટી ગ્રુપ (રિઘન ફેશન) ના ફેશન શૉ ને અવશ્ય નિહાળવો પડશે.

રિઘન ફેશન શૉ ના આયોજક અંગે

રિઘન ફેશન પ્રાઇવેટ લિ. એ સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગમાં જાણીતી કંપની છે. તેમની લિબર્ટી ગ્રુપ બ્રાન્ડ ટેક્સટાઇલ ઉદ્યોગમાં ક્વોલિટી માટે જાણીતી છે. આ કંપનીના ચેરમેન શ્રી દિનેશભાઇ ધનકાની છે જેઓ ચેમ્બરના યાર્ન એક્ષ્પો 2019માં ફેશન શૉ નું આયોજન કરી રહ્યા છે.

July 31, 2019
yarnexpo-1.jpg
1min6060

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આગામી તા.3થી 5 ઓગસ્ટ દ્વારા ટેક્સટાઇલ નગરી સુરત ખાતે મલ્ટીપર્પઝ યાર્ન એક્ષ્પો 2019નું આયોજન સરસાણા સ્થિત ધી સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે કરવામાં આવ્યું છે.

3થી 5 ઓગસ્ટ સુધી સરસાણા એક્ઝિબિશન સેન્ટર ખાતે યાર્ન એક્ષ્પો 2019નું આયોજન

હાલ ચોમાસાનો સમયગાળો છે આમ છતાં યાર્ન એક્ષ્પોનું આયોજન કેમ એવા પ્રશ્નનો ઉત્તર આપતા ચેમ્બર પ્રમુખ શ્રી કેતનભાઇ દેસાઇએ જણાવ્યું કે હાલમાં સુરતનો ટેક્સટાઇલ ઉદ્યોગ જે તબક્કા અને અવસ્થામાંથી પસાર થઇ રહ્યો છે એમાંથી બહાર આવીને પ્રોફિટ મેકિંગ સુધી લઇ જઇ શકે એ પ્રકારનો યાર્ન એક્ષ્પો છે. કેમકે આજે અનેક પ્રકારના યાર્ન અને તેમાંથી અનેક પ્રકારના આકર્ષક ફેબ્રિક કેવી રીતે બને તેનું પણ નિદર્શન યાર્ન એક્ષ્પોમાં કરવામાં આવ્યું છે. આમ જો વિવર્સ યાર્ન એક્ષ્પોનો યોગ્ય રીતે લાભ ઉઠાવે તો હાલના મંદીના સમયગાળામાં પણ તેઓ પ્રોફિટ મેકિંગ સુધી પહોંચી શકે તેમ છે.

ચેમ્બર પ્રમુખ શ્રી કેતન દેસાઇએ ઉમેર્યું કે યાર્ન એક્ષ્પો 2019 જે ગત વર્ષે કરવામાં આવ્યો હતો તેનાથી આ વખતે બમણી જગ્યામાં એક્ઝિબિટર્સ આવ્યા છે. દેશના અનેક નામી અનામી યાર્ન પ્રોડ્યુસર્સ સુરતમાં યોજાનારા યાર્ન એક્ષ્પોમાં ભાગ લઇ રહ્યા છે જેઓ પોતાની અવનવી પ્રોડક્ટસથી સુરત સમેત દક્ષિણ ગુજરાતના વિવર્સ અને ટેક્સટાઇલ ઉદ્યોગકારોને વાકેફ કરશે.

દેશભરના નામી અનામી યાર્ન પ્રોડ્યુસર્સ આખી લેટેસ્ટ યાર્ન પ્રોડકટ્સની આખી રેન્જ ડિસ્પ્લે કરશે

ચેમ્બરના એક્ઝિબિશન સેલના હેડ શ્રી દેવેશભાઇ પટેલે જણાવ્યું કે કુલ 10 હજાર ચો.મી. જગ્યા પર 90થી વધુ દેશના યાર્ન પ્રોડ્યુસર્સ પોતાના સ્ટોલ્સ લગાડીને વિવિંગ ઉદ્યોગકારો, કારખાનેદારોને પોતાની પ્રોડક્ટથી વાકેફ કરશે. આ પ્રદર્શનમાં રિલાયન્સ, ભિલોસા ઇન્સ્ટ્રીઝ, વેલનોન પોલીયેસ્ટર્સ, પરફેક્ટ ફિલામેન્ટસ, શાહલોન ગ્રુપ, ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ, આરએસડબલ્યુએમ લિ., નિમ્બાર્ક ફેશન્સ, સેન્ચુરી એન્કા, મધુસુદન ગ્રુપ, એ.આર. કોર્પોરેશન, ભુમિ યાર્ન, ડી.એન.એચ. સ્પીનર્સ, દોઢીયા સિન્થેટિક્સ, કે.કે.પી. સ્પીનીંગ મિલ્સ, કોમલ ઇન્ડસ્ટ્રીઝ, લક્ષ્મી ડાય યાર્ન, લેન્ઝીંગ, મહારાજા ઇન્ડસ્ટ્રીઝ, મેહેર ઇન્ટરનેશનલ, પાલ્લવ ગ્રુપ, રીઘન ફેશન્સ, શ્રી દુર્ગા સિન્ટેક્ષ, શ્રી દામોદર યાર્ન, શ્રઈ મુનિવર સ્પીનીંગ મિલ્સ, તનુશ્રી ઇન્ટરનેશનલ, આનંદ રેયોન, પીરામીડ ગ્રુપ વગેરે જાણીતા ઉત્પાદકો ભાગ લઇ રહ્યા છે.

નેચરલ અને મેનમેડ ફેબ્રિક્સમાં આવી રહેલા પરિવર્તનો અને વિકાસને દર્શાવતા કોટન, પોલીસ્ટર, વુલ, સિલ્ક, લિનન, વિસ્કોસ, રેમી અને સ્પાન્ડેક્ષ વગેરે ઉત્પાદનો પ્રદર્શિત કરવામાં આવશે એમ જણાવતા યાર્ન એક્ષ્પોના ચેરમેન શ્રી ગીરધરગોપાલ મુંદડાએ જણાવ્યું હતું કે આ ઉપરાંત ઇલાસ્ટીક, મેટાલિક, એમ્બ્રોઇડરી, ટેક્ષ્ચર્ડ, સ્લબ, ડોપ ડાઇન સ્પન, લો ટોર્ક અને ફેન્સી મિલેન્જ જેવા વિવિધ સ્પેશ્યાલિટી ફાઇબર પણ જોવા મળશે.

July 31, 2019
1min15730

છેલ્લા ત્રણ ચાર દિવસથી સમગ્ર ગુજરાતમાં થઇ રહેલી શ્રીકાર વર્ષાથી રાજ્ય સરકાર, ખેડૂત, ગુજરાતના લોકો સમેત તમામ ખુશ ખુશ થયા છે. ચોમાસાના આરંભે એકાદ બે ઝાપટા પછી યોગ્ય રીતે વરસાદ પડતો ન હોવાથી તમામ વર્ગમાં નબળા ચોમાસાને લઇને ચિંતા પેસી ગઇ હતી. પરંતુ, જે રીતે ગુજરાતમાં વરસાદે રમઝટ બોલાવી છે એ જોતા હવે તમામ વર્ગને હાશકારો વર્તાય રહ્યો છે.

તા.31મી જુલાઇએ બપોરે 12 વાગ્યે ઉકાઇ ડેમમાં પાણીની સપાટી 293 ફૂટ થઇ જવા પામી હતી. તા.30મીએ સાંજે 6 વાગ્યે ડેમમાં પાણીની સપાટી 286 ફૂટ હતી, છેલ્લા 18 કલાકમાં ઉકાઇ ડેમમાં એટલું પાણી આવ્યું કે સપાટી 7 ફૂટ વધીને 293 ફૂટ થઇ છે.

ઉકાઇ ડેમમાં પાણીના આવરાને પગલે સુરત સમેત તાપી જિલ્લાના ખેડૂતોમાં પણ રાહતની લાગણી વર્તાય જવા પામી છે. ખેતી સિંચાઇના મૂળ સ્ત્રોત ઉપરાંત સુરત શહેરનો પીવાના પાણીનો પણ મુખ્ય સ્ત્રોત ઉકાઇ ડેમ જ છે, આવી સ્થિતિમાં ચોમાસાના આરંભે ડેમમાં પાણીનો આવરો ન વધતા ચિંતા વધી હતી. પરંતુ, હવે જે રીતે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર ખાતેના ડેમના કેચમેન્ટ એરિયામાં વરસાદ પડી રહ્યો છે અને એ પાણીનો આવરો આવી રહ્યો છે, એ જોતા થોડી ગણી રાહત થવા પામી છે.

બપોરે બે વાગ્યે ઉકાઇ ડેમ ખાતે પાણીની સપાટી 294 ફૂટને આંબી ગઇ હતી. સત્તાવાર માહિતી આ મુજબ છે.

Ukai Dam.

FIle photo : Ukai Dam, Dist. Surat


Dt.31.07.19. Hr: 14.00hrs.
R.L : 333.00 ft.
P.W.L: 294.36 ft.
Inflow: 183543 cusecs.
G.S. : 1693.40 MCM
%age filling: 22.84 %
Increase in qty: 819.67 MCM
(w.r.t to mini storage of this yr)
Hathnur Level: 210.14 M.
Outflow: 84958.71 cusecs

બપોરે 2 વાગ્યે ડેમમાં પાણીનો આવરો 1.83 લાખ ક્યુસેક્સ હતો, જે અગાઉના ઇનફ્લો કરતા ઓછો થયો હોવાનું ડેમ સંબંધિત અધિકારીઓએ જણાવ્યું હતું.

July 31, 2019
valsad-rain-2.jpg
1min5000

રાજ્યમાં સાઇક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ લો પ્રેશર એરિયામાં પરિવર્તિત થઇ રહ્યુ ંછે જેના કારણે સમગ્ર ગુજરાતમાં સારો વરસાદ થઇ રહ્યો છે હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર યાથવત રહેશે જ્યારે’ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદ થવાની સંભાવના છે.’ આ ઉપરાંત કચ્છ અને દીવ દમણ, દાદરાનગર હવેલીમાં પણ મધ્યમ વરસાદ રહેશે. દરમિયાન રાજ્યના 231 તાલુકાઓમાં ક્યાંક ઝરમર તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં બારે મેઘ ખાંગા થયા હતા. સૌથી વધુ વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં 288 મી.મી. એટલે કે 11.5 ઇંચ, વઘઇમાં સાડા આઠ, કપરાડામાં પોણા આઠ, માંગરોળમાં સાડા સાત તથા પારડીમાં 6 ઇંચ વરસાદ ખાબક્યો છે તો ભારે વરસાદના પગલે નદીઓમાં પૂરની સ્થિતિથી અનેક કોઝ વે પાણીમાં ગરકાવ થઇ જતા અને ગામ સંપર્ક વિહોણો થયા હતાં.’ ડાંગના 17 કોઝવે ઉપર પાણી ફરી વળતા 30 થી વધુ ગામો સંપર્ક વિહોણા બન્યા હતાં.

વલસાડની કોલક નદીના પાણીની સપાટી વધી જતા પુલ પર પાણી ફરી વળ્યા હતા. નવસારીના વાંસદાનો જૂજ ડેમ ઓવરફ્લો થવાની’ તૈયારીમાં છે. મહુવા, ડાંગ-આહવામાં વરસાદી માહોલ જામ્યો છે. અંબિકા અને પૂર્ણા નદીના પાણીની આવકમાં સતત વધારો થઇ રહ્યો છે. બન્ને નદી ભયજનક સ્તરે વહી રહી છે. ડાંગમાં ગીરા ધોધનો અદ્દભૂત નજારો સર્જાયો છે. આ ધોધની સુંદરતા જોવા હજારો પ્રવાસીઓ ઉમટી પડયા છે. સુરતમાં સારા વરસાદના કારણે ઉકાઇ ડેમની જળસપાટીમાં પણ વધારો થયો છે. ઉકાઇ ડેમમાં કુલ 89,864 ક્યુસેક પાણીની આવક થતા ઉકાઇ ડેમની સપાટી 285.32 ફૂટ પર પહોંચી છે.’ ચોવીસ કલાકના ગાળામાં જ ઉકાઇ ડેમની સપાટીમાં 3 ફૂટનો વધારો થયો છે.

વાવમાં 9 ઇંચ વરસાદ પડતા અને માળખા ગામનું તળાવ ફાટતા પાણી ગામમાં ઘૂસી ગયા હતા જેમાં કોઇ ઘટાડો થયો નથી અને સ્થિતિ ઠેરની ઠેર છે.

July 30, 2019
mayor1.jpg
1min15320
તા.30મી જુલાઇ 2019નો દિવસ સુરતીઓને હંમેશા યાદ રહેશે. સુરતમાં મધરાતથી શરૂ થયેલો વરસાદ આખો દિવસ ઝરમરીયા અને ક્યારે ઝાપટા સાથે સુરતીઓને ભીંજવી રહ્યો હતો. એવામાં શહેરના મેયર ડો.જગદીશ પટેલ પણ પોતાને રોકી શક્યા ન હતા અને તેઓ પહોંચ્યા હતા, વિયર કમ કોઝ-વે ખાતે. આમ તો રાહદારીઓ માટે કોઝવે બંધ કરાયો હતો. પરંતુ, મેયર ડો. જગદીશ પટેલએ નિરીક્ષણ કરવા માટે ખુદ કોઝવે પરથી ફરી વળેલા પાણીમાં પહોંચ્યા હતા. એ વેળાની તસ્વીર. કોઇપણ શોખીન સુરતીને આ જ રીતે પાણી વચ્ચે જવાનું મન થાય એ સાહજિક અને સ્વાભાવિક છે. આમેય આજે તા.30મી જુલાઇને મંગળવારને શોખીન સુરતીઓએ કામધંધા છોડીને વરસાદને જ માણ્યો છે

તા.30મી જુલાઇ 2019નો દિવસ સુરતીઓ માટે એવો માહોલ લઇને આવ્યો હતો કે જેની સુરતીઓ દર ચોમાસે રાહ જોતા હોય છે. આજે આખો દિવસ વરસાદી માહોલ એટલે સુરતીઓને જાણો હિલ સ્ટેશન નો અનુભવ કરાવતા હોય. હજારો શોખીન સુરતીઓ જાણે આજનો દિવસ પાછો ન આવવાનો હોય એ રીતે કામકાજથી અળગા રહ્યા હતા. ભૂસા, ભજીયા, ફાફડાની જયાફત ઉડાડવા માટે સુરતીઓને બહાનું જોઇતું હોય અને આજના વરસાદભર્યા દિવસ જેવું બહાનું એટલે સોનામાં સુગંધ ભળે.

તા.30મી જુલાઇ 2019ના રોજ સાંજે સુરત શહેરના મેયર ડો. જગદીશ પટેલ વરસાદી માહોલ વચ્ચે વિયર કમ કોઝવે પર પહોંચ્યા હતા. રાંદેર અને સિંગણપોરને જોડતા કોઝવે પરથી પાણી ફરી વળતા વાહનચાલકો, રાહદારીઓ માટે કોઝવે બંધ કરાયો હતો. મેયર નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા, એ વેળાએ સુરતના સિનિયર જર્નલિસ્ટ વીટીવીના સુરતના પ્રતિનિધિ શ્રી શૈલેષભાઇ ત્રિવેદી અને વીટીવીના ક્રુએ કોઝવે પર જ તેમનો ઇન્ટરવ્યુ લીધો હતો.

વધુમાં સુરતમાં વરસાદી માહોલ વચ્ચે સારા સમાચાર એ પણ આવ્યા કે એક કરોડથી પણ વધુ લોકોના પીવાના પાણીના એકમાત્ર સ્ત્રોત ઉકાઇ ડેમમાં પાણીની સપાટીમાં પાંચ ફૂટનો વધારો જોવા મળ્યો છે. આજરોજ મંગળવાર સવારથી આ ડિસ્ચાર્જમાં ઘટાડો કરીને હથનુરના 11 ગેટ બંધ કરવામાં આવ્યા છે. હાલ 30 ગેટમાંથી કુલ 75 હજાર ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. જ્યારે ઊકાઈ ડેમાં 86 હજાર ક્યૂસેકની આવક સાથે ડેમની સપાટીમાં સડસડાટ પાંચ ફૂટનો વધારો નોંધાયો છે.

મંગળવાર, તા.30મી જુલાઇએ  બપોરે 1 કલાકો સપાટી 285.12 ફૂટ નોંધાઈ છે. ઊકાઈમાં 86,725 ક્યુસેકની આવક સામે માત્ર 600 ક્યુસેક ડિસ્ચાર્જ થઈ રહ્યો છે. ગત બે દવિસમાં ઊકાઈની સપાટીમાં પાંચ ફૂટ જેટલો વધારો નોંધાયો છે અને આગામી બે-ત્રણ દિવસ સુધી ઊકાઈમાં પાણીની આવક ચાલુ હોવાથી ડેમની સપાટીમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે.

July 28, 2019
CIA_Live_Logo_New2.jpg
1min12090

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ઢંગધડા વગરનું હાયર એજ્યુકેશન આપવા માટે બદનામ સુરતની ભગવાન મહાવીર કોલેજો કે જેની કાર્યપ્રણાલીને વાલીઓ વિદ્યાર્થીઓ પણ ઓળખી ચૂક્યા છે એ સુરતની ભગવાન મહાવીર કોલેજો ચલાવતી સંસ્થાને ગુજરાત સરકાર લાગવગશાહીના જોરે પ્રાઇવેટ યુનિવર્સિટીનો દરજ્જો આપી દીધો છે. તાજેતરમાં ગુજરાત વિધાનસભામાં એક સાથે 9 પ્રાઇવેટ યુનિવર્સિટીઓ બનાવવાની દરખાસ્ત મંજૂર કરી દેવામાં આવી છે. જેમાં સુરતના ભગવાન મહાવીર ગ્રુપને પણ પ્રાઇવેટ યુનિવર્સિટી માટેની દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે.

સુરતમાં ભગવાન મહાવીર ગ્રુપની કોલેજો એટલા માટ બદનામ છે કેમકે અભ્યાસ માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, લેબોરેટરી કે અન્ય સુવિધાઓ તો ઠીક પણ પૂરતી સંખ્યામાં પ્રોફેસરો પણ નહીં રાખતી ભગવાન મહાવીર કોલેજના સંચાલકો સામે અધ્યાપકોનું શોષણ કરવાની પણ સંગીન ફરીયાદો થઇ ચૂકી છે. આ ભગવાન મહાવીર ગ્રુપના ધંધાદારી સંચાલકો હવે યુનિવર્સિટીના નામે રીતસર શિક્ષણનો વેપલો કરવાનું લાઇસન્સ લઇ બેઠા છે.

ત્રણ ત્રણ ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજોનું લાઇસન્સ લઇને રોકડી કરી લેવાના અનિલ જૈન એન્ડ કંપનીના મનસુબા પાર પડ્યા નથી. આ વખતે ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજોમાં પ્રવેશાર્થીઓએ આ સુરતના ભગવાન મહાવીર ગ્રુપની ત્રણેય કોલેજોને જાકારો આપ્યો છે. માંડ દસેક ટકા બેઠકો ભરાવા પામી છે. આમ જ્યાં પ્રવેશ લેવા માટે કોઇ તૈયાર નથી અને ના છૂટકે પ્રવેશ લેતા હોય છે એવી સંસ્થાને હવે યુનિવર્સિટી તરીકેનું નામ વટાવી ખાવાનું લાઇસન્સ મળ્યું છે.

જે રીતે સરકાર શિક્ષણ ખાસ કરીને હાયર એજ્યુકેશનમાં પ્રાઇવેટાઇઝેશન કરી રહી છે એ જોતા એવું જણાય આવે છે કે ક્વોલિટી એજ્યુકેશન કરતા ક્વોન્ટીટી એજ્યુકેશનની નીતિનું અમલીકરણ થઇ રહ્યું છે. સુરતમાં ભગવાન મહાવીર એજ્યુકેશન ફાઉન્ડેશન કે જેની એન્જિનિયરિંગ કોલેજોમાં સાવ હલકી કક્ષાના શિક્ષણને લીધે 2019માં 85 ટકા બેઠકો ખાલી પડી રહી છે, આ કોલેજમાં કોઇ પ્રવેશ માટે લેવાલ નથી, એક સમયે મેનેજમેન્ટ ક્વોટામાં લાખો રૂપિયા ઉસેટીને જૈન બંધુઓએ શિક્ષણની હાટડી માંડી દીધી હતી ત્યાં એન્જિનિયરિંગ હોય કે મેનેજમેન્ટ કે પછી અન્ય અભ્યાસક્રમો કોઇ વિદ્યાર્થી પ્રવેશ લેવા તૈયાર નથી. એવા સુરતના ભગવાન મહાવીર ગ્રુપને પ્રાઇવેટ યુનિવર્સિટીનો દરજ્જો આપવાની દરખાસ્ત પર ગુજરાત સરકારે તો મંજૂરીની મહોર મારી દીધી છે.

ગુજરાત વિધાનસભાના છેલ્લા દિવસનું સત્ર ૧૭ કલાક અને ૪૦ મિનિટ ચાલતાં સૌથી લાંબા સમય માટે ચાલવાનો રેકોર્ડ બનાવ્યો હતો. આ સત્રના છેલ્લા દિવસે કુલ ૯ બિલો પર ચર્ચાવિચારણા કરવામાં આવી હતી.

વિધાનસભાના છેલ્લા દિવસે ખાનગી યુનિવર્સિટી સુધારા બિલ ૨૦૧૯ ગૃહમાં પસાર થયા હતા. આ સુધારા સાથે વહીવટી પ્રક્રિયા સાથે ભાઈકાકા યુનિવર્સિટી, સિલ્વર ઓક યુનિવર્સિટી, ભગવાન મહાવીર યુનિવર્સિટી, એલ.જે.કે. યુનિવર્સિટી, શ્રેયાર્થ યુનિવર્સિટી, જે.જી યુનિવર્સિટી, કેલોરેક્સ ટીચર્સ યુનિવર્સિટી, આઈટીએમ બરોડા યુનિવર્સિટી, ચારૂતર વિદ્યામંડળ યુનિવર્સિટી મળીને કુલ ૯ નવી ખાનગી યુનિવર્સિટીઓ ગુજરાતમાં કાર્યરત થવાની મહત્ત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી હતી. સરકારનો હેતુ રાજ્યમાં ઉચ્ચ શિક્ષણને પ્રોત્સાહન મળે તેવા હેતુ સાથે રાજ્યનાં જરૂરિયાતવાળા વિસ્તારોમાં ખાનગી યુનિવર્સિટીઓની સ્થાપના થાય અને ઉચ્ચ શિક્ષણ મળે તેવો છે.

9 નવી યુનિવર્સિટી માટેની દરખાસ્તોમાં સુરતમાં ઢંગધડા વગરનું હાયર એજ્યુકેશન આપવા માટે બદનામ બી.એમ.ઇ.એફ. (ભગવાન મહાવીર એજ્યુકેશ ફાઉન્ડેશન)ની પણ દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે.

July 27, 2019
CIA_Live_Logo_New2.jpg
1min26320

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

સુરતમાં મોરીસ ગેરેજીસની કાર મેળવવા માટે સુરતીઓએ જેવી પડાપડી કરી છે તેવી કદાચ ભારતભરમાં જોવા મળી નથી. ગઇ તા.4થી મે 2019થી સુરતના ડુમસ રોડ પર આવેલા એમ.જી. સુરત શો રૂમ ખાતે મોરીસ ગેરેજીસની ગાડીઓ માટે બુકિંગ શરૂ કરવામાં આવ્યું હતું. સુરતીઓએ 19મી જુલાઇ 2019 સુધીમાં કુલ 108 કરોડથી વધુ રકમની ગાડીઓનું બુકિંગ કરાવ લેતા કંપનીએ કારનું બુકિંગ બંધ કરી દેવાની ફરજ પડી છે. સુરતમાં હાલ મોરીસ ગેરેજ કાર માટે બુકિંગ થઇ રહ્યું નથી. 720 લોકોએ સુરત ડુમસ રોડના એમ.જી. શોરુમ ખાતે 51 હજાર રૂપિયા ભરીને બુકિંગ પેટે જ રૂ.3.67 કરોડ જેવી માતબર રકમ જમા કરાવી દીધી છે.

માર્કેટમાં મંદી મંદીની બૂમોની બીજી તરફ આ મોરીસ ગેરેજીસની હેક્ટર કાર લેવા માટે થઇ રહેલી પડાપડી થઇ રહી છે. મોરીસ ગેરેજીસના શો રૂમની મુલાકાત વખતે અમને એક સેલ્સ પર્સને કહ્યું કે મોરીસ ગેરેજીસ કારના શો રુમમાં આવો તો મંદીની કોઇ અસર વર્તાશે નહીં, શો રૂમની બહાર પગ મૂકશો તો મંદીની અસર જોવા મળશે.

મોરીસ ગેરેજીસની આ કાર સુરતીઓને ખૂબ પસંદ આવી છે, 4 મે થી 19 જુલાઇ સુધીમાં સુરતીઓએ કુલ 108 કરોડની જંગી રકમની આ કારો બુક કરાવી દીધી છે. બુકિંગ પેટે કુલ રૂ.3.67 કરોડની માતબર રકમ સુરતીઓએ ભરપાઇ પણ કરી દીધી છે. સુરત ડુમસ રોડ પર આવેલી એમજી સુરત શો રૂમ ખાતે હાલ બુકિંગ બંધ કરી દેવાની ફરજ પડી છે.

મોરીસ ગેરેજ કાર આમ તો કહેવાય છે કે 1924થી કાર મેન્યુફેક્ચરિંગનું કામ કરી રહી છે. પરંતુ, તાજેતરમાં ઇન્ડિયામાં નવેસરથી મોરીસ ગેરેજીસની કાર લોંચ કરવામાં આવી છે. આ કારનો પ્લાન્ટ ગુજરાતમાં જ હાલોલ ખાતે કાર્યરત છે.

મોરીસ ગેરેજીસ કાર દ્વારા ચાલુ કેલેન્ડર વર્ષમાં જ લોંચ કરવામાં આવેલી હેક્ટર સિરીઝની ગાડીઓ ભારતીયોને ખાસ કરીને સુરતીઓને બહુ જ પસંદ પડી રહી છે. ભારતમાં મોરીસ ગેરેજીસની કારનું બુકિંગ શરૂ કરવામાં આવતા જ દિલ્હી, મુંબઇ અને સુરત એમ ત્રણ કેન્દ્રો પર જબરદસ્ત રિસ્પોન્સ કંપનીને મળ્યો છે અને કહેવાય છે કે એક વર્ષમાં કંપનીની ઉત્પાદન ક્ષમતા જેટલા તો એડવાન્સ બુકિંગ મળી ચૂક્યા છે.

મળતી માહિતી મુજબ ભારતમાં દિલ્હી ખાતે સૌથી વધુ 2100 અને બીજા નંબરે મુંબઇમાં 1800 મોરીસ ગેરેજીસ હેક્ટર કારના બુકિંગ થયા છે. એ પછી સૌથી નોંધપાત્ર બુકિંગ કંપનીને સુરત ખાતેથી મળ્યા છે. દિલ્હી, મુંબઇ જેવા મેટ્રો સિટીની સરખામણીમાં સુરતમાંથી કંપનીને અપેક્ષા બહાર 720 જેટલા કન્ફર્મ બુકિંગ એટલે કે લોકોએ રૂ.51000ની રકમ ભરીને ગાડીઓ બુક કરાવી છે.

સુરતીઓને મોરીસ ગેરેજીસ હેક્ટર કાર એટલી પસંદ આવી છે કે બુકિંગના પહેલા જ સ્લોટમાં એકલા સુરત રિજિયનમાંથી 108 કરોડની રકમની કાર બુક થઇ જવા પામી છે.

સુરત ડુમસ રોડ પર આવેલો એમજી સુરત, મોરીસ ગેરેજીસ સુરત શો રૂમની તસ્વીર

સુરતમાં મોરીસ ગેરેજ કાર પાછળ સુરતીઓ એવા ઘેલા થયા છે કે આ સેગમેન્ટમાં અને આ રેન્જમાં મળતી અન્ય ગાડીઓ (અહીં અમે બીજા કોઇના ધંધાકીય હિતને નુકસાન ન થાય એ માટે કોઇ બીજી કારના નામો લખતા નથી)નું સેલિંગ તેમજ બુકિંગ પણ અસર પામ્યું છે. મોટા ભાગના શો રૂમમાં એક એક ગાડીઓ વેચવા પાછળ આઠ થી દસ દિવસનો સમય નીકળી રહ્યો હોવાનું પણ જાણવા મળે છે.

ડુમસ રોડ પર આવેલા એમજી સુરત શો રુમ ખાતે હાલ મોરીસ ગેરેજની કારનું બુકિંગ બંધ કરાયું છે. 720 લોકોએ બુક કરાવેલી કાર ડિલીવરી કરતા કંપનીને જાન્યુઆરી 2019 જેટલો સમય લાગી જાય તેમ છે.

July 26, 2019
Whisky.jpg
1min8970

ગુજરાતમાં દારૂબંધીનો અમલ ગેરવ્યાજબી હોવા અંગે તેમજ દારુ પીવો એ બંધારણિય અધિકાર છે અને રાજ્ય સરકાર જબરદસ્તીથી આ અધિકાર છીનવી રહી છે એવા મતલબની ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવેલી પીટીશનના અનુસંધાને ગુજરાત સરકારે પોતાનો જવાબ સોગંદનામા સ્વરૂપે રજૂ કર્યો હતો. રાજ્ય સરકારે જણાવ્યું કે ખાનગી જગ્યાઓ પર પણ ગુજરાતમાં દારૂ પીવાની છૂટ આપી શકાય નહીં. દારુબંધીના નિયમો હળવા કરવાની વાત રાજ્ય સરકારે સાફ શબ્દોમાં ફગાવતા એફિડેવિટમાં કહ્યું છે કે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે દારુબંધી જરુરી છે.

દારુ પીવાની બાબતને વાણી સ્વાતંત્ર્યના બંધારણીય હક્ક સાથે સરખાવી શકાય નહીં એવો પણ અભિપ્રાય સરકારે રજૂ કર્યો છે.

દારુ બંધી ગરીબોના હિતમાં છે એવું જણાવતા સરકારે પોતાના જવાબમાં લખ્યું છે કે ગરીબો જ દારુના દુષણનો સૌથી મોટો ભોગ બને છે દારુના વ્યસનને કારણે જ તેઓ ગુનાખોરી તેમજ ઘરેલુ હિંસા જેવા દૂષણ તરફ વળે છે.

દારુબંધીના નિયમો હળવા કરવા માટે હાઇકોર્ટમાં રીટ કરનાર અરજદારોની દલીલ હતી કે સરકારે ખાનગીમાં દારુ પીવાની છૂટ આપવી જોઈએ. જેમ બંધારણે સમાનતાનો, પ્રાઈવસીનો અને વાણી સ્વાતંત્ર્યનો હક્ક આપ્યો છે, તે જ રીતે વ્યક્તિએ શું ખાવું કે પીવું તેનો પણ તેને હક્ક હોવો જોઈએ.

ખાનગીમાં દારુ પીવા દેવાની માગ સામે પણ વિરોધ કરતા સરકારે જણાવ્યું હતું કે, જો ખાનગી સ્થળો પર દારુ પીવાની છૂટ અપાશે તો તે માત્ર સમાજના ભદ્ર વર્ગ સુધી મર્યાદિત નહીં રહે. જો આ રીતે દારુ પી શકાશે તો સમાજનો નબળો વર્ગ પણ તેનું સેવન કરશે, અને તેનાથી સામાજીક દૂષણો ઉભા થશે.

ગુજરાતમાં બીજા રાજ્યોમાંથી આવતા મુલાકાતીઓને દારુ પીવા દેવાય છે, પણ ગુજરાતીઓને તેનાથી દૂર રહેવાની ફરજ પડાય છે તેવી દલીલનો પણ સરકારે એફિડેવિટમાં જવાબ આપ્યો છે. સરકારે જણાવ્યું છે કે, રાજ્યમાં થોડા સમય માટે રોકાવવા માટે આવતા લોકોને તેમની લાઈફસ્ટાઈલમાં પરિવર્તન કરવાની સરકાર ફરજ ન પાડી શકે.

July 26, 2019
bitcoinamrely.jpeg
1min7420

અમેરિકાની એફબીઆઈના બે અધિકારીઓ બિટકનેકટની તપાસ માટે સુરત આવ્યાં હતા. જ્યાં બિટ કનેકટના માસ્ટર માઇન્ડ સતીશ કુંભાણીની પૂછપરછ કરી હતી. સતીશ કુંભાણીએ વિયેતનામ, મલયેશિય, ઈન્ડોનેશિયા, સાઉથ કોરીયા, જાપાન, ફિલિપાઇન્સ, દુબઈ, અમેરિકા વગેરે દેશોમાં પણ રોકાણ કરાવ્યું હતું. જેને લઈને એફબીઆઈએ આવવાની ફરજ પડી હતી. બિટકોઈન જેવી બિટકનેકટ લિમિટેડ કંપની બનાવી કરોડોનું કૌભાંડ કરનારા મુખ્ય સૂત્રધાર સતીશ કુંભાણીની એફબીઆઈએ પૂછપરછ કરી હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર એફબીઆઈના બે અધિકારીઓ ભારત આવ્યા હતા અને તેમણે સીઆઈડી ક્રાઇમના અધિકારીની હાજરીમાં બિટકનેકટના મુખ્ય કૌભાંડ સતીશ કુંભાણીની ત્રણ કલાક સુધી પૂછપરછ કરી હતી. જેમાં એફબીઆઈના સત્તાધીશોએ કુંભાણી પાસેથી ત્યાંના પ્રમોટરોની માહિતી મેળવી હતી અને ત્યાંના લોકો કંપનીનો કર્તાહર્તા તરીકે વીંડીનું નામ આવતું હતું. જોકે પાછળથી ખબર પડી કે બિટકનેક્ટમાં મુખ્ય કૌભાંડી સતિષ કુંભાણી જ છે. સીઆઈડી ક્રાઇમના સ્ટાફે સતીશ કુંભાણી સાથે સુરેશ ગોરસીયાને પણ લઈ આવી હતી. જો કે એફબીઆઈએ માત્ર સતીશ કુંભાણીની પૂછપરછ કરી હતી. 

અત્રે ઉલેખનીય છે કે, આ ગુનામાં મુખ્ય કૌભાંડીમાં સતીશ કુંભાણી, દિવ્યેશ દરજી, ધવલ વિજય માવાણી અને સુરેશ ગોરસીયાની ધરપકડ કરી હતી. સીઆઇડી ક્રાઇમે કૌભાંડીઓની અલગ અલગ ૧૦ પ્રોપર્ટીઓ કબજે કરી હતી. બિટકોઇનના નામે અલગ અલગ પ્રકારના કોઇનમાં રોકાણકારો મોટેભાગના આરોપીઓ સુરત વિસ્તારના છે. અત્યાર સુધીમાં બિટકોઈનની બાબતે સીઆઈડી ક્રાઇમમાં ૯ ગુનાઓ તેમજ કામરેજ અને સરથાણા પોલીસમાં એક ગુનો નોંધાયો હતો. ઉપરાંત બરોડા અને અમદાવાદમાં એક-એક ગુનો સીઆઈડી ક્રાઇમમાં દાખલ થયેલો છે. જેમાં અત્યાર સુધીમાં સીઆઈડી ક્રાઇમે સુરતમાંથી આ કેસોને લઈને લગભગ ૫૦થી વધુ કરોડની પ્રોપટી ટાંચમાં લીધી હતી.

July 25, 2019
CIA_Live_Logo_New2.jpg
1min5470

દિન દૂગની નહીં પણ દિન ચૌગૂની પ્રગતિ કરી રહેલા સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર વધુને વધુ ફ્લાઇટ સ્લોટ મળી રહ્યા છે.

Surat International Airport

એક નવી ઘોષણા મુજબ આગામી ઓક્ટોબર મહિનાના છેલ્લા શનિવારથી શરૂ થતા વિન્ટર શિડ્યુલમાં સુરત એરપોર્ટને ડોમેસ્ટિક ફ્લાઇટનો વધુ એક સ્લોટ ફાળવવામાં આવ્યો છે અને એ સુરતથી નાગપુરની બિલકુલ ફ્રેશ ફ્લાઇટ આપવામાં આવી છે. હવે પછી એ નક્કી થશે કે આ ફ્લાઇટ કઇ એરલાઇન્સ શરૂ કરે છે પરંતુ, એ વાત નક્કી થઇ ચૂકી છે કે સુરત એરપોર્ટથી હવે નાગપુરની ફ્લાઇટ આગામી વિન્ટર શિડ્યુલથી શરૂ થઇ રહી છે.

બીજી તરફ, અગાઉ સ્પાઇશ જેટ દ્વારા સ્થગિત કરવામાં આવેલી સુરત ઉદયપુરની ફ્લાઇટ પણ ફરીથી શરૂ કરવા માટે ચક્રો ગતિમાન થઇ ચૂક્યા છે.