CIA ALERT

સુરતીઓની દુનિયા Archives - Page 19 of 81 - CIA Live

December 22, 2022
cia_multi-1280x1045.jpg
1min619

સુરતના યંગસ્ટર્સ અનેક નીત નવી અને ઉડીને આંખે વળગે તેવી સિદ્ધીઓ હાંસલ કરી રહ્યા છે. મળતી માહિતી મુજબ સુરતના રહેવાસી હિમલ દેસાઇના પુત્ર અને નવોદિત બોલિવુડ એક્ટર નૈતિક દેસાઇ અને કચ્છ એક્ષપ્રેસ મૂવીની જાણિતી હિરોઇન હીના વારડે પર ફિલ્માંકિત કરવામાં આવેલા સોંગ આલ્બમને બોલીવુડની પેનોરમા મ્યુઝિક ચેનલ પેનોરમા મ્યુઝિક પર લોંચ કરવામાં આવ્યું છે.

અત્યાર સુધી દેશ વિદેશમાં હજારો લોકોએ સુરતના ફિલ્મ એક્ટર નૈતિક દેસાઇનું આ આલ્બમ સોંગ એ વક્ત રૂક જા જોયું છે એ તમામ તેની એક્ટિંગ, એપિરીયન્સને વખાણી રહ્યા છે.

નૈતિક દેસાઇએ મુંબઇની સુપ્રસિદ્ધ એક્ટીંગ કોલેજ, વ્હિસલીંગ વુડ્ઝમાં અભ્યાસ કર્યો છે.

નૈતિક દેસાઇ પર ફિલ્માંકિત એ વક્ત રૂક જા ના ગીતકાર અને પ્રોડ્યુસર પણ સુરતના જ રહેવાસી વિકેશ પટેલ છે. આ સોંગમાં નૈતિક દેસાઇ સાથે તેમના પિતા હિમલ દેસાઇએ પણ એક્ટીંગ કરી છે. સોંગનું મ્યુઝિક અને ગાયકી સોહમ નાયક અને ડીરેક્ટ કરવાનું કાર્ય શૈલેષ પટેલ તથા અતુલ સોનારે કરી છે.

સુરતના યંગ એક્ટર નૈતિક દેસાઇના આ આલ્બમ સોંગને વધુને વધુ નિહાળવા માટે સુરત સહિત સમગ્ર ગુજરાતના લોકોનો અનુરોધ કરવામાં આવે છે.

December 16, 2022
Cia_business_news-1280x936.jpg
1min477

ઘોડદોડ રોડ સ્થિત ઇન્ડોર સ્ટેડિયમ ખાતે તા. ૧૬, ૧૭ અને ૧૮ ડિસેમ્બર ર૦રર દરમ્યાન બીટુસી ધોરણે આયોજિત ત્રિદિવસીય સ્પાર્કલ ઇન્ટરનેશનલ જેમ્સ એન્ડ જ્વેલરી પ્રદર્શન– ર૦રર માં ૩૦થી વધુ ઝવેરાતની બ્રાન્ડ પોતાની વેરાઇટી ડિસ્પ્લેમાં મૂકશે 

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આયોજિત ત્રણ દિવસીય હીરા ઝવેરાતના સ્પાર્કલ મેગા એક્ઝિબિશન કમ સેલનો આરંભ આગામી તા.16મી ડિસેમ્બરના રોજ સુરતના ઘોડદોડ રોડ સ્થિત ઇન્ડોર સ્ટેડીયમ ખાતે કરવામાં આવશે. દેશના અનેક શહેરોમાંથી બાયર્સ તથા વિઝીટર્સ સ્પાર્કલ એક્ઝિબિશનની મુલાકાત લેશે અને આ વખતે સ્પાર્કલ અગાઉના એક્ષ્પોના વેચાણના તમામ રેકોર્ડ તોડી નાંખશે એ પ્રકારે સ્પાર્કલનું બ્રાન્ડિંગ કરવામાં આવ્યું છે. ચેમ્બર દ્વારા આ વખતે બીટુસી ધોરણે એકઝીબીશન યોજાશે.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું કે, સ્પાર્કલ પ્રદર્શન ગુણવત્તામાં સર્વશ્રેષ્ઠ છે અને વ્યાપારિક સંબંધો વિકસાવવામાં મદદરૂપ થાય છે. આ પ્રદર્શનમાં જ્વેલરી મેન્યુફેકચરર્સ અને ડિઝાઈનર્સ પોતાના વિવિધ ઉત્પાદનો પ્રદર્શિત કરે છે. સુરતમાં ડાયમંડ ટ્રેડીંગ અને જ્વેલરી મેન્યુફેકચરીંગ મોટા પાયા ઉપર થઇ રહયું છે.

સ્પાર્કલ ઇન્ટરનેશનલ પ્રદર્શનના ચેરમેન તુષાર ચોકસીએ જણાવ્યું હતું કે, સુરતના જ્વેલર્સ દ્વારા જ્વેલરીમાં આજે જે ટ્રેન્ડ ચાલી રહયો છે તે આજીવન ગ્રાહકોને પસંદ પડશે તે બાબતને ખાસ ધ્યાનમાં રાખીને બ્રાઇડલ જ્વેલરી બનાવવામાં આવી છે. લગ્નસરા વખતે ભારતીય પરિવારો દ્વારા જીવનમાં એક અથવા બે વખત જ લાઇફ ટાઇમ માટે પારિવારીક ઘરેણું ખરીદવામાં આવે છે. સમયાંતરે બ્રાઇડલ જ્વેલરીની કિંમત વધતી જ જાય છે. આથી ગ્રાહકોની લાગણીઓને ધ્યાને લઇને સોનામાં રિયલ એમરલ્ડ સ્ટોન, રૂબી સ્ટોન, મોતી, પોલકી ડાયમંડ, રોઝ કટ ડાયમંડ અને કલર સ્ટોનનો ઉપયોગ કરીને અલૌકિક ફયુઝન જ્વેલરી બનાવવામાં આવી છે, જે સ્પાર્કલમાં પ્રદર્શિત કરવામાં આવશે.મ્બરના ઓલ એકઝીબીશન્સ ચેરમેન તેમજ કન્વીનર બિજલ જરીવાલાએ જણાવ્યું હતું કે,સ્પાર્કલ પ્રદર્શનમાં ભારતભરમાંથી ૩૦થી વધુ જ્વેલરી બ્રાન્ડ પાર્ટીસિપેટ કરી રહી છે.

છ મહિનામાં જે પરિવારમાં લગ્ન થવાના છે તેઓ ખાસ આમંત્રિત

ચેમ્બર ઓફ કોમર્સના માનદ્‌ મંત્રી ભાવેશ ટેલરે જણાવ્યું હતું કે, સ્પાર્કલ પ્રદર્શનમાં સુરતના બાયર્સ આવતા જ હોય છે. પરંતુ લગ્નસરા હોવાથી આ વખતે સુરત, નવસારી, બારડોલી અને વાપી વિગેરે દક્ષિણ ગુજરાતમાંથી એનઆરઆઇને એક જ પ્લેટફોર્મ પરથી વિવિધ અવનવી ડિઝાઇનર્સ જ્વેલરી મળી રહે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. એટલું જ નહીં પણ ચેમ્બર દ્વારા પ૦૦ જેટલા પરિવારો કે જેમના ત્યાં આગામી ચાર – છ મહિનામાં લગ્ન થવાના છે તેઓને આઇડેન્ટીફાય કરી તેઓને સ્પાર્કલમાં ખાસ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ પરિવારોનું સ્પાર્કલમાં ચેમ્બર દ્વારા સન્માન કરવામાં આવશે. 

50 હજારથી એક કરોડ સુધીના આર્ટિકલ વેચવા મૂકાશે

સ્પાર્કલમાં પ્રદર્શિત થનાર જ્વેલરી છ મહિનાથી સ્પેશિયલ કારીગરો પાસે તથા જ્વેલરી ડિઝાઇનરો પાસે ડિઝાઇન કરવામાં આવી છે. આ પ્રદર્શનમાં હેરીટેજ જ્વેલરી, એકસકલુઝીવ બ્રાઇડલ કલેકશન, નવાબી કન્સેપ્ટ, ફયુજન જ્વેલરી, પોલકી અનકટ જ્વેલરી, બિકાનરી મીના અને રજવાડી જ્વેલરી, ફેન્સી ડાયમંડ અને એન્ટી ગોલ્ડ જેવી સુરતમાં ડિઝાઇન થતી જ્વેલરી જે ભારતભરમાં વખાણાય છે તેને પ્રદર્શિત કરવામાં આવશે. એકઝીબીશનમાં રૂપિયા પ૦ હજારથી લઇને રૂપિયા ૧ કરોડ સુધી બ્રાઇડલ જ્વેલરી પ્રદર્શિત કરાશે. ગુણવત્તાયુકત અને વિવિધ ડિઝાઇનીંગ સાથેની અલૌકિક જ્વેલરી રિઝનેબલ ભાવે મળી રહેશે.

November 24, 2022
cia_multi-1280x1045.jpg
1min622

સુરત ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસીએશનના વર્તમાન પ્રમુખ હેમંતભાઇ કોન્ટ્રાક્ટરની વરણી ગુજરાત ક્રિકેટ એસોસીએશનના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે કરવામાં આવતા આજે સુરત એસડીસીએ, લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડીયમના અગ્રણીઓએ હેંમતભાઇ કોન્ટ્રાક્ટરને શુભેચ્છાઓ પાઠવી હતી. ગુજરાત ક્રિકેટ એસોસીએશનમાં સુરતના હેમંતભાઇને વાઇસ પ્રેસિડેન્ટ પદ સાથે મળેલા પ્રતિનિધિત્વને કારણે સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના ક્રિકેટમાં નવું જોમ, ઉત્સાહ વધ્યો છે.

આજે સવારે હેમંતભાઇ કોન્ટ્રાક્ટરને શુભેચ્છા આપવા માટે શૈલેષભાઈ, નિસર્ગ પટેલ, મંયકભાઇ ત્રિવેદી, વિપુલ ભાઈ, હરીશભાઈ, સંજયભાઈ, મયંક ભાઈ, બિપિન ભાઈ, સાયમન કોરેથ, હનીફ મંજુ, વિજયભાઈ દેસાઈ વગેરે હાજર રહ્યા હતા.

November 24, 2022
Cia_business_news-1280x936.jpg
1min483

ગુજરાતમાં હાલ અમલી બનેલી વિધાનસભા ચૂંટણીની આચારસંહિતાના કારણે રાજ્યમાં હીરા ઝવેરાત ક્ષેત્રના જુદા જુદા સ્ટેક હોલ્ડર્સ પોતાના કિંમતી માલસામાનની હેરફેરમાં ભારે સમસ્યા અનુભવી રહ્યા છે. કેટલાક ઝવેરીઓનો કરોડો રૂપિયાના દાગીના સીઝ થયાના પણ બનાવો બન્યા છે. આવી સ્થિતિમાં જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (જીજેઇપીસી)ની રિજિયોનલ કચેરી, સુરતના ચેરમેન વિજય માગુકીયાની આગેવાનીમાં એક પ્રતિનિધિમંડળે તા.23મી નવેમ્બરે સાંજે સુરત કલેક્ટર અને મુખ્ય ચૂંટણી અધિકારી આયુષ ઑકને મળીને આ મુદ્દા પર ક્લેરિટી અને સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર અંગે સ્પષ્ટતા માગી હતી.

હજુ ચૂંટણીની આચારસંહિતા તા.8મી ડિસેમ્બર 2022 સુધી લાગૂ થવાની હોઇ, હવે પછીના દિવસોમાં હીરા ઝવેરાત ક્ષેત્રના વેપારીઓ, સ્ટેક હોલ્ડર્સ નિર્ધારિત પ્રક્રિયા પૂર્ણ કરીને પોતાના હીરા ઝવેરાત, દાગીનાની હેરફેર કરશે તો તેમને કોઇ સમસ્યાનો સામનો કરવો નહીં પડે.

જીજેઇપીસીના ચેરમેન વિજય માંગુકીયા, જીજેઇપીસીના ડે.ડાયરેક્ટર રજતભાઇ, સુરત જ્વેલરી મેન્યુફેક્ચરર્સ એસોસીએશનના પ્રમુખ જયંતિ સાવલિયા સહિતના મહાનુભાવોએ મુખ્ય ચૂંટણી અધિકારી એવા જિલ્લા કલેક્ટર આયુષ ઑકને રૂબરૂ મળીને રજૂઆતો કરી હતી.

શ્રી ઓકે GJEPC ના પ્રો-એક્ટિવ અભિગમની પ્રશંસા કરી અને એક સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) અમલી બનાવવાની ખાતરી આપી હતી. હીરા ઝવેરાત ઉદ્યોગ સાથે સંકળાયાલા સ્ટેક હોલ્ડર્સ જો એ એસ.ઓ.પી.ની પ્રક્રિયાનો અમલ કરશે તો તેમને તથા GJEPC સુરત ઑફિસ મેમ્બર્સને કિંમતી માલસામાનની હેરફેર બેરોકટોક પણે કરી શકશે.

તદુપરાંત જિલ્લા કલેક્ટરે હીરા ઝવેરાત ક્ષેત્રના પ્રતિનિધિમંડળને એવી પણ ખાતરી આપી હતી કે અત્યાર સુધી ઝવેરીઓના જે સમાન સીઝ કરાયો છે, એ નિયમાનુસાર પ્રક્રિયા બાદ બે દિવસમાં રિલિઝ પણ કરવામં આવશે.

GJEPC સુરત ઑફિસ SOP પર વેબિનારનું આયોજન કરશે અને SOP ને તમામ GJEPC મેમ્બર અને અગ્રણી એસોસિએશનને સરક્યુલેટ કરશે, જે એકવાર સુરતના કલેક્ટરની ઑફિસમાંથી પ્રાપ્ત થશે.

November 21, 2022
SGCCI.jpg
1min596

આગામી તા.16થી 19 ડિસેમ્બરના રોજ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના નેજા હેઠળ યોજાઇ રહેલા ઝવેરાત વેપારના સ્પાર્કલ એક્ષ્પોમાં સામાન્ય રૂ.10 હજારથી લઇને રૂ.1 કરોડથી વધુ રકમનો દાગીનો ડિસ્પ્લેમાં તો મૂકાશે જ પરંતુ, કોઇ ગ્રાહક ઇચ્છે તો તેને ઓન ધ સ્પોટ ખરીદ પણ કરી શકશે. જે પ્રકારે હાલમાં સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ તથા તેની સાથે સ્પાર્કલ એક્ઝિબિશનમાં સંકળાયેલી ઝવેરાતની સંસ્થાઓ દ્વારા સ્પાર્કલ 2022નું પ્રમોશન ચાલી રહ્યું છે એ જોતા આ વખતે સ્પાર્કલ અગાઉના તમામ રેકોર્ડ બ્રેક કરશે પછી એ એક્ઝિબિશનના હોય કે વેચાણના હોય.

સુરત શહેર અને આસપાસના અંદાજે 50 જેટલા જ્વેલર્સ ચાર દિવસ સુધી ઇન્ડોર સ્ટેડીયમમાં પોતાની ડિઝાઇન, પેટર્ન, મટિરિયલ, બ્રાન્ડ, કિંમત, ધાતુ વગેરેના અવનવા દાગીનાઓનું પ્રદર્શન અને વેચાણ કરશે.

સ્પાર્કલ એક્ષ્પોમાં એવા પરિવારોને તેડાવાયા છે જેમના પરિવારમાં આગામી મહિનાઓમાં લગ્ન લેવાના છે.

ચેમ્બર ઓફ કોમર્સના સાનિધ્ય યોજાનારા સ્પાર્કલ અંગે પ્રમુખ હિમાંશુ બોડાવાલા, ઉપપ્રમુખ રમેશ વઘાસીયા, સેક્રેટરી ભાવેશ ટેલર, બિજલ જરીવાલા સહિત અન્યોએ જણાવ્યું હતું કે, સ્પાર્કલ પ્રદર્શન ગુણવત્તામાં સર્વશ્રેષ્ઠ છે અને વ્યાપારિક સંબંધો વિકસાવવામાં મદદરૂપ થાય છે. આ પ્રદર્શનમાં જ્વેલરી મેન્યુફેકચરર્સ અને ડિઝાઈનર્સ પોતાના વિવિધ ઉત્પાદનો પ્રદર્શિત કરે છે. સુરતમાં ડાયમંડ ટ્રેડીંગ અને જ્વેલરી મેન્યુફેકચરીંગ મોટા પાયા ઉપર થઇ રહયું છે. આથી ડાયમંડ જ્વેલરી મેન્યુફેકચરીંગ હબ તરીકે સુરતમાં વેલ્યુ એડીશનનું કામ થઇ રહયું છે, ત્યારે સ્પાર્કલ પ્રદર્શનને કારણે હીરા ઉદ્યોગને નવી ઊંચાઇ અને એક નવો આયામ પ્રાપ્ત થશે.

સ્પાર્કલ ઇન્ટરનેશનલ પ્રદર્શનના ચેરમેન તુષાર ચોકસીએ જણાવ્યું હતું કે દેશના વિવિધ મેટ્રો શહેરોમાંથી રોજના પ૦થી પણ વધુ ગ્રાહકો સુરતની જ્વેલરી ખરીદવા માટે આવે છે, આથી સુરતના જ્વેલર્સને પ્લેટફોર્મ પૂરુ પાડવાના હેતુથી સ્પાર્કલ ઇન્ટરનેશનલ એકઝીબીશનનું આયોજન કરવામાં આવ્યું છે અને તેને રાષ્ટ્રીય જ નહીં પણ આંતરરાષ્ટ્રીય કક્ષાએ લઇ જવાનો ચેમ્બર ઓફ કોમર્સ પ્રયાસ કરી રહયું છે.

સ્પાર્કલ પ્રદર્શનના આયોજનમાં ચેમ્બરને

  • સુરત જ્વેલર્સ એસોસીએશન,
  • વરાછા – કતારગામ જ્વેલર્સ એસોસીએશન,
  • જ્વેલરી એસોસીએશન ઓફ અમદાવાદ,
  • વડોદરા જ્વેલર્સ એસોસીએશન,
  • નવસારી જ્વેલર્સ એસોસીએશન,
  • સુરત જ્વેલરી શો અને
  • ડાયમંડ ઇન્ડસ્ટ્રી કેરીયર ફાઉન્ડેશન જેવી સંસ્થાઓ સ્પાર્કલનું પ્રમોશન કરી રહી છે.
November 3, 2022
election_coverage-1280x1047.jpg
5min559

2017માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં સુરત શહેર જિલ્લામાં 40 લાખ જેટલા મતદારો નોંધાયેલા હતા. પાંચ જ વર્ષમાં સુરત શહેર જિલ્લામાં નવા મતદારોની સંખ્યા વધીને 7 લાખ 25 હજાર 840ની થઇ છે. કુલ 18.08 ટકા નવા મતદારો વધ્યા છે. જાણકારો કહે છેકે સુરતમાં ત્રણ નવી મતદાર વિધાનસભા બેઠકો વિકસાવી શકાય તેટલા મતદારો વધી ચૂક્યા છે.

5.65 લાખ મતદારો ધરાવતી ચોયાર્સી બેઠક સુરતની જ નહીં ગુજરાતની મોટામાં મોટી વિધાનસભા બેઠક

ચૂંટણી પંચે આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખોનું એલાન કરતા જ વહીવટીતંત્રનો માહોલ હવે ચૂંટણી લક્ષી બન્યો છે. વિધાનસભા બેઠકોવાર ચૂંટણી તંત્ર ગોઠવાઇ ચૂક્યું છે. રિટર્નિંગ ઓફિસરોની નિયુક્તિ પણ કરી દેવામાં આવી છે. સુરત શહેર જિલ્લામાં કુલ 16 વિધાનસભા બેઠકો આવેલી છે. જેમાં મતદારની દ્રષ્ટીએ સુરતની ચોર્યાસી વિધાનસભા સીટ સુરતની જ નહીં પણ સમગ્ર ગુજરાતનો સૌથી મોટો વિધાનસભા મત વિસ્તાર છે. ચોર્યાસી વિધાનસભા મત વિસ્તારમાં કુલ 5 લાખ 65 હજાર 111 મતદારો છે. જેમાં 3.20 લાખ પુરુષ મતદારો અને 2.44 લાખ સ્ત્રી મતદારો મતદાન કરી શકે તે માટે કુલ 526 મતદાન મથકો ઉભા કરવામાં આવશે.

સુરત પૂર્વ ઉત્તર વિધાનસભા મત વિસ્તાર સુરત શહેર જિલ્લામાં મતદારની દ્રષ્ટીએ સૌથી નાનો મત વિસ્તાર છે. સુરત ઉત્તરમાં કુલ મતદારોની સંખ્યા 1 લાખ 63 હજાર 124 છે. જેમાં 86059 પુરુષ મતદારો અને 77053 સ્ત્રી મતદારોનો સમાવેશ થાય છે.

વિધાનસભા સામાન્ય ચુંટણી-૨૦૨૨નો વિગતવાર કાર્યક્રમ

ક્રમવિગતપ્રથમ તબકકો
ચૂંટણી પંચનું જાહેરનામું/નોટીસ બહાર પાડવાની તારીખઃતા.૦૫/૧૧/૨૦૨૨ (શનિવાર)
ઉમેદવારી૫ત્રો ભરવાની છેલ્‍લી તારીખ તા.૧૪/૧૧/૨૦૨૨ (સોમવાર) બપોરના ૧૫.૦૦ કલાક સુઘી
ઉમેદવારી૫ત્રો ચકાસણીની તારીખ     તા.૧૫/૧૧/૨૦૨૨ (મંગળવાર)
ઉમેદવારી૫ત્રો પાછા ખેંચવાની છેલ્‍લી તારીખઃતા.૧૭/૧૧/૨૦૨૨ (ગુરૂવાર) બપોરના ૧૫.૦૦ કલાક સુઘી
મતદાનની તારીખ (પ્રથમ તબક્કો)     તા.૦૧/૧૨/૨૦૨૨ (ગુરૂવાર) સવારે ૦૭.૦૦ કલાક થી સાંજે ૧૮.૦૦ કલાક સુઘી
મતગણતરીની તારીખ તા.૦૮/૧૨/૨૦૨૨ (ગુરૂવાર)
ચૂંટણી પ્રક્રિયા પૂરી કરવાની છેલ્‍લી તારીખતા.૧૦/૧૨/૨૦૨૨ (શનિવાર)

સુરત જીલ્લામાં સમાવિષ્ટ ૧૬ વિધાનસભા બેઠકો પૈકી ૩ (ત્રણ) બેઠકો (૧૫૬-માંગરોળ, ૧૫૭-માંડવી તથા ૧૭૦-મહુવા) અનુસુચિત જનજાતિ માટે અનામત છે. જયારે ૧૬૯-બારડોલી બેઠક અનુસુચિત જાતિ માટે અનામત છે.

વિવિઘ વિઘાનસભા મત વિસ્તારના મતદાન મથકો તેમજ મતદારોની વિગતોઃ-

 ક્રમવિ.સ.મ.વિ.નું.નામમતદાન મથકોપુરુષસ્ત્રીઅન્યકુલ
૧૫૫-ઓલપાડ૪૩૯૨૪૧૦૮૯૨૧૩૭૪૧૪૫૪૮૩૮
૧૫૬- માંગરોળ(એસ.ટી)૨૬૩૧૧૪૫૦૬૧૧૦૯૬૧૨૨૫૪૭૦
૧૫૭-માંડવી (એસ.ટી)૨૯૭૧૨૧૦૭૭૧૨૫૬૫૮૨૪૬૭૩૬
૧૫૮- કામરેજ૫૧૮૨૯૬૭૧૩૨૪૯૬૪૧૫૪૬૩૬૦
૧૫૯-સુરત પૂર્વ૨૧૨૧૦૮૬૬૭૧૦૫૯૮૦૪૧૨૧૪૬૮૮
૧૬૦- સુરત ઉત્તર૧૬૩૮૬૦૫૯૭૭૦૫૩૧૨૧૬૩૧૨૪
૧૬૧- વરાછા રોડ૧૯૯૧૨૦૮૯૪૯૪૮૦૩૨૧૫૭૦૨
૧૬૨ – કરંજ૧૭૬૧૦૧૧૮૨૭૫૪૪૬૧૭૬૬૩૫
૧૬૩- લિંબાયત૨૬૯૧૬૯૭૮૧૧૩૪૯૩૦૧૩૩૦૪૭૨૪
૧૦૧૬૪- ઉધના૨૫૦૧૫૬૨૧૭૧૧૪૨૫૪૧૭૨૭૦૪૮૮
૧૧૧૬૫- મજુરા૨૫૬૧૫૧૪૯૪૧૨૭૦૫૩૨૭૮૫૫૬
૧૨૧૬૬- કતારગામ૨૯૨૧૭૬૭૩૫૧૪૫૨૭૮૩૨૨૦૧૫
૧૩૧૬૭-સુરત પશ્ચિમ૨૨૨૧૩૦૪૮૮૧૨૫૯૮૧૨૫૬૪૭૨
૧૪૧૬૮- ચોર્યાસી૫૨૬૩૨૦૬૩૦૨૪૪૪૫૪૨૭૫૬૫૧૧૧
૧૫૧૬૯- બારડોલી (એસ.સી)૨૭૧૧૩૯૬૮૩૧૨૯૭૬૩૨૬૯૪૫૧
૧૬૧૭૦- મહુવા (એસ.ટી)  ૨૭૦૧૧૧૭૧૮૧૧૭૧૧૩૨૨૮૮૩૧
   કુલ૪૬૨૩૨૫૪૬૯૩૩૨૧૯૨૧૦૯૧૫૯૪૭૩૯૨૦૧
  • જીલ્લામાં કુલ ૪૬૩૭ મતદાન મથકો આવેલા છે. જે પૈકી ૧૪ મતદાન મથકો Auxiliary Polling Stations તરીકે ઉભા કરવામાં આવનાર છે. તમામ મતદાન મથકો પર ચૂંટણી પંચ દ્રારા નિર્ઘારીત ASSURED MINIMUM FACILITIES (AMF) પુરી પાડવામાં આવશે.
  • જીલ્લામાં દરેક વિઘાનસભા ક્ષેત્ર દીઠ ૦૭ મહિલા મતદાન મથકો, ૦૧ દિવ્યાંગો દ્રારા સંચાલીત મતદાન મથક, ૦૧ મોડેલ મતદાન મથક તથા ૦૧ ગ્રીન મતદાન મથક ઉભુ કરવામાં આવનાર છે. આમ, સુરત જીલ્લામાં કુલ ૧૧૨ મહિલા મતદાન મથકો, ૧૬ દિવ્યાંગો દ્રારા સંચાલીત મતદાન મથકો, ૧૬ મોડેલ મતદાન મથકો તથા ૧૬ ગ્રીન મતદાન મથકો તથા ૦૧ યુવા મતદાન મથક (તમામ પોલીંગ પર્સોનલ ૨૫ થી ૩૦ વય જુથના હશે) ઉભા કરવામાં આવશે.
  • જીલ્લામાં કુલ ૫૨૬ પોલીંગ સ્ટેશન લોકેશનને સંવેદનશીલ મતદાન મથક લોકેશન તરીકે નકકી કરવામાં આવેલ છે. આ તમામ લોકેશન પર મતદાનના દિવસે વેબ કાસ્ટીંગ કરવામાં આવશે. તથા જીલ્લાના કુલ મતદાન મથકોમાંથી ૨૬૩૨ મતદાન મથકો પર મતદાનના દિવસે વેબ કાસ્ટીંગ કરવામાં આવશે.
  • ૧૬૪-ઉઘના વિઘાનસભા મતદાર વિસ્તારને એક્ષપેન્ડીચર સેન્સીટીવ કન્સ્ટીટયુઅન્સી (ESC) તરીકે નકકી કરવામાં આવેલ છે.
  • સુરત જીલ્લામાં ૧૬ વિઘાનસભા મત વિસ્તારમાં તા.૧૦/૧૦/૨૦૨૨ ની સ્થિતીએ કુલ ૪૭૩૯૨૦૧ મતદારો નોંઘાયેલા છે. જેમાં ૨૫૪૬૯૩૩ પુરૂષ મતદારો, ૨૧૯૨૧૦૯ મહિલા મતદારો, ૧૫૯ થર્ડ જેન્ડર મતદારો નોંઘાયેલા છે. જે પૈકી ૬૨૦૩૭ મતદારો ૮૦ વર્ષથી ઉપરના, ૨૩૮૫૯ દિવ્યાંગ મતદારો તથા ૪૨૩ સર્વીસ મતદારો છે. ૧૮-૧૯ વય જુથમાં તા.૦૧/૧૦/૨૦૨૨ ની લાયકાત પ્રમાણે કુલ ૩૬૫૫૬ યુવા મતદારો સૌ પ્રથમવાર તેમના મતાધિકારનો ઉપયોગ કરશે.
  • દિવ્યાંગ મતદારો તથા ૮૦ વર્ષથી ઉપરના મતદારો માટે પોસ્ટલ બેલેટ મારફત મતદાનની સુવિઘા ઉપલબ્ઘ કરાવવામાં આવશે.
  • વિધાનસભા ૨૦૧૭ની ચુંટણીની સરખામણીમાં વિધાનસભા ૨૦૨૨ની ચુંટણી ૭,૨૫,૮૪૦ મતદારોનો વધારો થયેલ છે, જે ટકાવારીની દ્રષ્ટિએ ૧૮.૦૮% થયેલ છે.
  • જિલ્લામાં ચુંટણી દરમિયાન ઉપયોગમાં લેવા માટે પર્યાપ્ત સંખ્યામાં EVM-VVPAT મશીનો ઉપલબ્ઘ છે. જેની વિગત નીચે મુજબ છે.
જિલ્લાનું નામBUCUVVPAT
સુરત૮૮૫૯૭૦૩૧૮૬૨૫

ચુંટણી આચાર સંહિતાને લગતી જાણકારી/ફરિયાદ માટે હેલ્પલાઈન નંબર

  • જિલ્લા સેવા સદન-૨, બી-૧, કંટ્રોલ રૂમ શાખા, કલેકટર કચેરી, સુરત
  • કંટ્રોલ રૂમ ટોલ ફ્રી નં. ૧૮૦૦-૨૩૩-૨૧૨૦
  • લેન્ડ લાઈન ફોન નંબરઃ- ૦૨૬૧-૨૯૯૨૨૪૫/૨૨૪૬/૨૨૪૭/૨૨૪૯
  • જિલ્લા કક્ષાએ મતદાર સબંધિત હેલ્પલાઈન ટોલ ફ્રી નંબરઃ- ૧૯૫૦ 
  • જીલ્લામાં MCC લાગુ થતા FST, VST, VVT, AT વિગેરે ટીમો કાર્યરત કરવામાં આવેલ છે. તથા SST ટીમો જાહેરનામુ પ્રસિઘ્ઘ થયેથી કાર્યરત કરવામાં આવશે.
  • MCC ને લગતી c-Vigil એપ મારફતે નાગરીકો કોઇપણ MCC ભંગની ફરીયાદો નોંઘાવી શકે છે.     
  • ઉમેદવારો, રાજકીયપક્ષો અને સંબધિતને જરૂરી વહીવટી કામગીરી સરળતાથી થઈ શકે તે માટે સિંગલ વિન્ડો સીસ્ટમ શરૂ કરવામાં આવી છે.
  • મતદાનના સાત દિવસ પહેલા તમામ મતદારોને વોટર ઈન્ફોરમેશન સ્લીપ આપવામાં આવશે.
  • અતિ સંવેદનીશલ મતદાન મથકો પર સી.એ.પી.એફ તૈનાત થશે.
  • જિલ્લામાં સમાવિષ્ટ ૧૬ વિધાનસભા મતદાર વિભાગના ૪૯૪ ઝોનલ રૂટ કરવામાં આવ્યા છે.
  • વોટર ટર્નઆઉટ વઘારવા માટે અવસર રથ કાર્યરત કરવામાં આવેલ છે.
  • જીલ્લામાં વિવિઘ ચૂંટણી લક્ષી કામગીરીના સુચારૂ સંચાલન માટે કુલ ૧૮ વિષય માટે નોડલ ઓફીસરોની નિમણુંક કરવામાં આવેલ છે.
  • MCMC કમિટી દ્રારા તમામ ચૂંટણીલક્ષી જાહેરાતોનુ સર્ટીફીકેશન તથા મોનીટરીંગ કરવામાં આવશે.
October 30, 2022
cia_multi-1280x1045.jpg
1min4384

તાજેતરમાં ગુજરાત સરકારે સી.એન.જી. અને પી.એન.જી. ગેસ પર વસૂલાતા વેટના 15 ટકાના દરમાં 10 ટકાનો ઘટાડો કરવાનો નિર્ણય જાહેર કર્યો હતો. સી.એન.જી. ગેસ પંપ ધારકોએ વાહનચાલકોને 5 ટકા વેટ સાથે ગેસ ફિલિંગ કરી આપવાનું શરૂ કરી દીધું છે પરંતુ, હજુ સુધી ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (ગેસ સપ્લાય કરતી કંપનીઓ) દ્વારા સીએનજી પંપ ધારકો પાસેથી 15 ટકાના દરે જ વેટ વસૂલવાનું ચાલુ રાખતા આખરે સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના સીએનજી પંપ ધારકોએ તા.1લી નવેમ્બર 2022થી અચોક્કસ મુદત માટે હડતાળ પાડવાનું એલાન કર્યું છે. સીએનજી પંપ ધારકોની કમિશન વધારવા અંગેની માગણી ચારથી પાંચ વર્ષથી પેન્ડીંગ છે.

એક પત્રકાર પરિષદમાં સુરત અને તાપી ડિસ્ટ્રીક્ટ પેટ્રોલ પંપ ડિલર એસોસીએશનના પ્રમુખ સુરેશભાઇ દેસાઇ, સીએનજી એસોસીએશનના નિરજ મોદી સહિતના હોદ્દેદારોએ સંયુક્ત પણે જણાવ્યું હતું કે સીએનજી અને પીએનજી પર 10 ટકા વેટ ઘટાડા અંગેના રાજ્ય સરકારના નિર્ણય અંગે ગૂંચવાડાભરી સ્થિતિ જોવા મળી રહી છે. સરકારના આદેશ અનુસાર સીએનજી પંપ ધારકોએ તાત્કાલિક અસરથી સીએનજી પંપ પરથી વાહનોમાં ફિલિંગ કરી અપાતા ગેસ પર 5 ટકા પ્રમાણે વેટ વસૂલવાનું શરૂ કર્યું છે. પરંતુ, બીજી તરફ, સીએનજી પંપ ધારકોને ગેસ પુરવઠો પૂરો પાડી રહેલી ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ 15 ટકાના હિસાબે વેટ વસૂલવાનું જારી રાખ્યું છે. આવી સ્થિતિમાં સીએનજી પંપ ધારકોને 10 ટકા વેટની રકમની નુકસાની હાલ પ્રતિદિન ભોગવવાનો વખત આવ્યો છે. આ પ્રકારે ધંધો થઇ શકે નહીં આથી તા.1લી નવેમ્બર 2022થી સુરત અને તાપી જિલ્લામાં આવેલા તમામે તમામ સીએનજી ગેસ પંપો પરથી સીએનજી ગેસ વેચાણ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. અચોક્કસ મુદત માટે સીએનજી પંપો પરથી ગેસ પુરવઠો નહીં મળે.

સીએનજીનો દર રૂ.43 હતો ત્યારે જે કમિશન મળતું તે આજે રૂ.83એ પણ યથાવત્

સુરત અને તાપી ડિસ્ટ્રીક્ટ પેટ્રોલ પંપ ડિલર્સ એસોસીએશનના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે જ્યારે ગુજરાતમાં સીએનજી ગેસ પ્રતિ કિલોએ રૂ.43ના દરે વેચાતો હતો ત્યારે સીએનજી પંપ ધારકોને જે કમિશન મળતું હતું એ જ કમિશન આજે સીએનજીનો દર રૂ.83નો થયો છે ત્યારે પણ યથાવત છે. પંપ ધારકોના કમિશનમાં વધારાની માગણી છેક 2019થી પેન્ડીંગ છે. ઉલ્ટાનું કેન્દ્ર સરકારે વધારાનું કમિશન ચૂકવવાનો આદેશ આપ્યો છે છતાં કંપનીઓએ કરોડો રૂપિયાનું કમિશન જમા રાખ્યું છે અને પંપ ધારકોને ચૂકવતી નથી.

પંપ એસોસીએશનના હોદ્દેદારોએ જણાવ્યું કે જ્યાં સુધી તેમની પાસેથી સીએનજી ગેસ સપ્લાય પર 5 ટકા વેટ વસૂલવાનું શરૂ નહીં થાય ત્યાં સુધી સીએનજીનું વેચાણ નહીં કરવામાં આવે.

October 28, 2022
SDCA_logo.jpg
1min475

સુરત ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસીએશન તરફથી સૌને દિવાળી અને નૂતન વર્ષ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.

October 25, 2022
cia_multi-1280x1045.jpg
1min850

તા.24મી ઓક્ટોબરને મંગળવારની મોડી રાત્રે, જ્યારે સમગ્ર શહેરમાં લોકો ફટાકડા ફોડી રહ્યા હતા ત્યારે સુરતની હવામાં પ્રદૂષણનું પ્રમાણમાં અનહેલ્ધી એટલે કે બિમાર પાડી દે તે હદે પહોંચી ચૂક્યું હતું. તા.24મી ઓક્ટોબરની રાત્રે સુરતનો એર ક્વોલિટી ઇન્ડેક્ષ 296ના લેવલને પાર કરી ગયો હતો. એર ક્વોલિટી ઇન્ડેક્ષ એવું પરીમાણ છે કે જે હવાની ગુણુવત્તા સૂચવે છે.
સુરતના એર ક્વોલિટી ઇન્ડેક્ષ અંગે ભારતની ખ્યાતનામ સંસ્થાએ જારી કરેલા ડેટા મુજબ છેલ્લા સાત દિવસથી સતત સુરતનો એક્યુઆઇ (એર ક્વોલિટી ઇન્ડેક્ષ) ઉંચે જઇ રહ્યો છે. અને તેમાં પણ પીએમ 2.5 એટલે કે હવામાં સૂક્ષ્મ રજકણોનું પ્રમાણ અતિશય વધી ગયું હતું. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને નિર્ધારિત કરેલા પ્રમાણ કરતા સુરતની હવામાં રજકણોનું પ્રમાણ 6 ગણું વધી ગયું હતું.

સુરતના વાતાવરણના છેલ્લા એક સપ્તાહના આંકડા, એર ક્વોલિટી ઇન્ડેક્ષ ગયા બુધવારે દૈનિક સરેરાશ ફક્ત 57 હતો જે તા.25મીએ દૈનિક સરેરાશ 145 થઇ ગયો હતો.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને આદર્શ હવા માટે પી.એમ.2.5નું પ્રમાણ 15 સેટ કર્યું છે જેની સામે તા.24મીએ રાત્રે 9 વાગ્યાથી તા.25મીએ સવારે 10 વાગ્યા સુધીમાં સુરતમાં બે સ્થળોએથી ચકાસાયેલી સુરતની હવામાં પી.એમ.2.5નું પ્રમાણ 90 હતું. નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે સુરતમાં તા.25મી ઓક્ટોબરે સવારે સુરતનો એર ક્વોલિટી ઇન્ડેક્ષમાં એટલો ખરાબ હતો કે જેમાં શ્વાસ લેવાથી બિમારી થઇ શકે છે. આ એક જોખમી લેવલ છે.

તા.24મી ઓક્ટોબર 2022ને સોમવાર, દિવાળીની રાત્રેસ સુરતનો એર ક્વોલિટી ઇન્ડેક્ષનું હાઇએસ્ટ લેવલ 296 નોંધાયું છે

જાણકારો કહે છે કે એર ક્વોલિટી ઇન્ડેક્ષ ઉંચે જવા પાછળ ફટાકડાનું પ્રદૂષણ એકલું કારણભૂત નથી પરંતુ, ફટાકડા સાથે શિયાળો બેસી રહ્યો છે એટલે શુષ્ક વાતાવરણ પણ જવાબદાર મનાય છે. હવે સુરતમાં એક્યુઆઇ ઉંચે જતો જોવા મળશે.

સુરતમાં હવાની ગુણવત્તા અત્યંત નબળી બની છે, જેને ટેકનિકલ ભાષામાં પૂઅર કહેવાય છે. હવામાં અતિસૂક્ષ્મ રજકણોનું પ્રમાણ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને નિર્ધારિત કરેલા 15ના પ્રમાણ કરતા 6 ગણું વધારે એટલે કે 90 છે.