CIA ALERT
26. April 2024

Related Articles



900 બેડ @ કિરણ હોસ્પિટલ, ગુજરાતની સૌથી મોટી ખાનગી હોસ્પિટલ મેડીકલ ટ્રીટમેન્ટ માટે હવે મુંબઇ જનારા ઘટ્યા, સુરતની કિરણ હોસ્પિટલે અત્યાધુનિક સુવિધાઓ ન્યૂનત્તમ દરે આપીને મુંબઇ જેવી મોટી હોસ્પિટલોની ગરજ સારી

Share On :
Print Friendly, PDF & Email

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

2016 સુધી કોઇ બિમાર હોય, ઓપરેશનની જરૂર પડે તો મોટા ભાગે એવું સંભળાતું કે મુંબઇની ફલાણી હોસ્પિટલમાં સારવાર માટે ગયા છે કે જઇ રહ્યા છે, પણ હવે મેડીકલ ટ્રીટમેન્ટ માટે મુંબઇ ગયા છે કે જવાના છે એવું સંભળાવાનું સાવ ઓછું થઇ ગયું છે. સુરતમાં અને ગુજરાતમાં હવે મેડીકલ ટ્રીટમેન્ટ જેવી જોઇએ તેવી ઉપલબ્ધ બની છે અને તેમાં પણ સુરતના કતારગામ ખાતે આવેલી કિરણ હોસ્પિટલે અત્યાધુનિક મેડીકલ સુવિધાઓ બિલકુલ ન્યૂનત્તમ દરે આપીને મોટી હોસ્પિટલની ગરજ સારી છે. સમગ્ર દક્ષિણ ગુજરાતના લોકોને કિરણ હોસ્પિટલનો લાભ મળી રહ્યો છે. રવિવાર તા.22મી જાન્યુઆરીએ કિરણ હોસ્પિટલના ફેઝ-2નું ઉદઘાટન 6 રક્તદાતા મહિલા, પુરુષોના હસ્તે કરવામાં આવ્યું ત્યારે એક માઇલસ્ટોન એ પણ સર્જાયો કે કિરણ હોસ્પિટલ હવે 900 બેડ ધરાવતી ગુજરાતની સૌથી મોટી ખાનગી હોસ્પિટલ બની છે.

સુરતના કતારગામ, સુમુલ ડેરી રોડ સ્થિત પાટીદાર આરોગ્ય ટ્રસ્ટ સંચાલિત કિરણ મલ્ટી સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલના ફેઝ-૨ અંતર્ગત ૩૫૦ બેડનો વધારો કરવામાં આવ્યો છે અને કુલ ૯૦૦ બેડની અત્યાધુનિક સુવિધાસજ્જ હોસ્પિટલ દર્દીઓની સેવામાં કાર્યરત થઈ છે. જિલ્લા કલેક્ટર આયુષ ઓક સહિત મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં રક્તદાતાઓના હસ્તે ફેઝ-૨ની તક્તી અનાવરણ કરવામાં આવ્યું હતું. આ સાથે કિરણ હોસ્પિટલે ખાનગી ક્ષેત્રની સૌથી મોટી હોસ્પિટલોમાં સ્થાન મેળવ્યું છે.

આ પ્રસંગે કલેક્ટરશ્રી આયુષ ઓકએ જણાવ્યું હતું કે, હેલ્થકેર અને શિક્ષણક્ષેત્રે વાઈબ્રન્ટ વિકાસ થાય તે ખૂબ જ જરૂરી હોય છે. છેલ્લા ૧૦ વર્ષમાં સુરતનો ડાયમંડ, ટેક્સટાઈલ, સોફ્ટવેર, જ્વેલરી, લેબગ્રોન, એપરલ ગારમેન્ટ સહિતના દરેકક્ષેત્રે ફરણફાળ વિકાસ થયો છે. સાથોસાથ સુરતમાં મેડિકલ ટુરિઝમક્ષેત્રમાં વિશાળ તકો છે.

આ પ્રસંગે પદ્મશ્રી મથુરભાઈ સવાણીએ જણાવ્યું હતું કે, દર્દીઓની સારવારમાં તબીબો પોતાનું સંપૂર્ણ યોગદાન આપી રહ્યા છે તેનું કિરણ હોસ્પિટલ જીવંત ઉદ્દાહરણ છે. દક્ષિણ ગુજરાતની કોઈ પણ હોસ્પિટલમાં દાખલ એવા લોહીની જરૂરીયાતમંદ દર્દીઓને રોજનું ૩૦૦ બોટલ રક્ત નિઃશુલ્ક મળી રહેશે.

વધુમાં મથુરભાઈએ કહ્યું કે, ભારત સરકારના આયુષ્યમાન કાર્ડ અંતર્ગત કિરણ હોસ્પિટલમાં ૭૫ હજારથી વધુ દર્દીઓને વિનામૂલ્યે સારવારનો લાભ મળ્યો છે. દુનિયાના સૌથી મોંઘા અતિઆધુનિક મેડિકલ સાધનો કિરણની હોસ્પિટલમાં ઉપલબ્ધ છે. આ સાથે તમામ પ્રકારના બોનમેરો, હાથનું ટ્રાન્સપ્લાન્ટ, કિડની, લીવર સહિતના ટ્રાન્સપ્લાન્ટ થાય છે.

નોંધનીય છે કે, કિરણ હોસ્પિટલના ફેઝ-૨ના ૩૫૦ વધુ બેડની તકતી અનાવરણ રક્તદાતાઓ પ્રફુલભાઈ ભજીયાવાલા, મેહુલભાઈ સોરઠીયા, પંકજભાઈ પુનેટકર, શ્રીમતી વિલાસબેન પટેલ, શ્રીમતી મણીબેન રાણા, શ્રીમતી કાજલબેન સાવલીયાના હસ્તે કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સામાજિક અને ઉદ્યોગ અગ્રણી સર્વશ્રી ગોવિંદભાઈ ધોળકીયા, લાલજીભાઈ પટેલ, રવજીભાઈ મોણપરા, મનજીભાઈ લાખાણી, સુરેશભાઈ કુકડીયા, વલ્લ્ભભાઈ શેટા, રાજુભાઈ વાનાણી, રાજેશભાઈ મકવાણા, મેહુલભાઈ પંચાલ, જયેશભાઈ લાઠીયા, મગનભાઈ ડોબરીયા સહિત ટ્રસ્ટીઓ, સમાજશ્રેષ્ઠીઓ, તબીબો, રક્તદાતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :