CIA ALERT
26. April 2024

Related Articles



સુરતના ફિલ્મ એક્ટર નૈતિક દેસાઇનું આલ્બમ સોંગ ए वक्त रूक जा जरा.. પેનોરમા મ્યુઝિક ચેનલ પર લોંચ કરાયું એવું સોંગ જેમાં સુરતના રહીશ પિતા-પુત્ર (હિમલ દેસાઇ-નૈતિક દેસાઇ) બન્ને પર ફિલ્માંકિત

Share On :
Print Friendly, PDF & Email

સુરતના યંગસ્ટર્સ અનેક નીત નવી અને ઉડીને આંખે વળગે તેવી સિદ્ધીઓ હાંસલ કરી રહ્યા છે. મળતી માહિતી મુજબ સુરતના રહેવાસી હિમલ દેસાઇના પુત્ર અને નવોદિત બોલિવુડ એક્ટર નૈતિક દેસાઇ અને કચ્છ એક્ષપ્રેસ મૂવીની જાણિતી હિરોઇન હીના વારડે પર ફિલ્માંકિત કરવામાં આવેલા સોંગ આલ્બમને બોલીવુડની પેનોરમા મ્યુઝિક ચેનલ પેનોરમા મ્યુઝિક પર લોંચ કરવામાં આવ્યું છે.

અત્યાર સુધી દેશ વિદેશમાં હજારો લોકોએ સુરતના ફિલ્મ એક્ટર નૈતિક દેસાઇનું આ આલ્બમ સોંગ એ વક્ત રૂક જા જોયું છે એ તમામ તેની એક્ટિંગ, એપિરીયન્સને વખાણી રહ્યા છે.

નૈતિક દેસાઇએ મુંબઇની સુપ્રસિદ્ધ એક્ટીંગ કોલેજ, વ્હિસલીંગ વુડ્ઝમાં અભ્યાસ કર્યો છે.

નૈતિક દેસાઇ પર ફિલ્માંકિત એ વક્ત રૂક જા ના ગીતકાર અને પ્રોડ્યુસર પણ સુરતના જ રહેવાસી વિકેશ પટેલ છે. આ સોંગમાં નૈતિક દેસાઇ સાથે તેમના પિતા હિમલ દેસાઇએ પણ એક્ટીંગ કરી છે. સોંગનું મ્યુઝિક અને ગાયકી સોહમ નાયક અને ડીરેક્ટ કરવાનું કાર્ય શૈલેષ પટેલ તથા અતુલ સોનારે કરી છે.

સુરતના યંગ એક્ટર નૈતિક દેસાઇના આ આલ્બમ સોંગને વધુને વધુ નિહાળવા માટે સુરત સહિત સમગ્ર ગુજરાતના લોકોનો અનુરોધ કરવામાં આવે છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :