CIA ALERT

Slider Archives - Page 470 of 492 - CIA Live

August 8, 2018
textile.jpg
1min5030

ટેક્સટાઈલ્સની 328 આઈટમો પર આયાત ડ્યૂટી 10 ટકાથી વધારીને 20 ટકા કરાઈ છે. લોકલ ઉત્પાદનને વેગ આપવા અને સસ્તા આયાતી માલ સામે સ્થાનિક એકમોની સુરક્ષા અર્થે આ સંબંધી નાટિફિકેશન નાણાખાતાના રાજ્ય કક્ષાના પ્રધાન પી. રાધાકૃષ્ણને મંગળવારે તા.7 ઓગસ્ટ 2018ના રોજ લોકસભામાં મૂક્યું હતું.


નોટિફિકેશન પ્રમાણે કસ્ટમ એક્ટ – 1962ની કલમ 159 હેઠળ 328 ટેક્સટાઈલ પ્રોડક્ટની કસ્ટમ ડ્યૂટી 10 ટકાથી વધારીને 20 ટકા કરાઈ છે. હાલ આયાત ડ્યૂટી ઓછી હોવાથી આયાતી માલ સસ્તા પડે છે તેની લોકલ ઉત્પાદકોને અસર થાય છે.

સરકારના આ પગલાંથી ઉત્પાદન પ્રવૃત્તિ વધવાની સાથે રોજગારમાં વૃદ્ધિ થશે. હાલ ટૅક્સટાઈલ ઉદ્યોગ સીધી કે આડકતરી રીતે 10 કરોડથી વધુ લોકોને રોજગારી પૂરી પાડે છે.

જુલાઈમાં સરકારે 50 ટૅક્સટાઈલ પ્રોડક્ટો પરની આયાત ડ્યૂટી બમણી કરી હતી અને અમુક આઈટમમાં એડવોલેરમ ડ્યૂટી વધારી હતી તે માટે સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈન્ડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમ (સીબીઆઈસી)એ નોટીફિકેશન બહાર પાડ્યું હતું.

નિષ્ણાતોના મતે સરકાર ટૅક્સટાઈલ ક્ષેત્રને સીધુ નિકાસ પ્રોત્સાહન આપી શકે નહીં તેથી લોકલ ઉત્પાદનને પ્રોત્સાહન આપવાના પગલાં લે છે. ટૅક્સટાઈલ યાર્ન, ફેબ્રિક્સ, મેઈડઅપ આર્ટીકલની આયાત 8.58 ટકા વધી છે, જ્યારે કોટન યાર્ન, ફેબ્રિક્સ, મેઈડઅપ, હેન્ડલૂમ પ્રોડક્ટની નિકાસ 24 ટકા વધી છે.

August 7, 2018
7.jpg
1min6410

સુરત મહાનગરપાલિકાની ટ્રાન્સપોર્ટ કમિટીના ચેરપર્સન શ્રીમતી હેમાલી બોઘાવાલાએ આજે આનંદ મહલ રોડ થી પાલ આર.ટી.ઓ સુધીના #BRTS રૂટ પર બસમાં મુસાફરી કરીને જાત નિરીક્ષણ કર્યું હતું.

 

 

તેમણે વિઝીટ દરમિયાન બસ ટર્મિનલ ઉપરની સુવિધાઓ ચકાસી સાથે મુસાફરો સાથે સંવાદ કરી તેમના અભિપ્રાય જાણ્યા હતા. ટ્રાન્સપોર્ટ કમિટીના ચેરપર્સન તરીકે તેમણે સુરત મહાનગરપાલિકા દ્વારા પૂરી પાડવામાં આવતી બસ સેવાઓને વધુ સુદ્રઢ તેમજ વધુ લોકાભિમુખ કેવી રીતે બનાવી શકાય તે જાણવા માટે પ્રયાસો કર્યા હતા. તેમના અા અભિગમને મુસાફરોએ વધાવ્યો હતો.

તેમણે જણાવ્યું હતું કે સુરતીઓને શ્રેષ્ઠ પરિવહન સુવિધા પુરી પાડવા સુરત મહાનગરપાલિકા સંકલ્પિત છે.

 

 

 

August 7, 2018
cruise-holiday.jpg
1min6270

સસ્તા ક્રૂઝ હોલિડેના વધી રહેલી માગને પગલે રોયલ કેરેબિયન, સેલિબ્રિટી ક્રૂઝ, MSC અને કોસ્ટા ક્રૂઝ જેવી વૈશ્વિક ક્રૂઝ કંપનીઓ ભારતીયોને આકર્ષવાની યોજનાના ભાગરૂપે મુંબઈ, ગોવા અને કોચીના પોર્ટ્સ પર સર્વિસ શરૂ કરવાની યોજના પર કામ કરી રહી છે.
ભારતીય પર્યટકોની માગ અનુસાર સસ્તી અને ઓછા સમયની ક્રુઝ સર્વિસ ડિઝાઇન કરવામાં આવી રહી છે.

ભારતીય પર્યટકો માટે ખાસ ડિઝાઇન કરાયેલી હોલિડે ક્રુઝનું પેકેજ ત્રણ રાત્રિના ₹27,000થી શરૂ થાય છે. જેની તુલનામાં પનામા કેનાલ, અલાસ્કા અને સાઉથ પેસિફિકની મહિનાઓ ચાલતી ક્રૂઝની સફર અલ્ટ્રા લક્ઝુરિયસ અને ઘણી મોંઘી હોય છે. ભારતીય પર્યટકોને આકર્ષવા માટે પેકેજીસને ઇન્સ્ટોલમેન્ટ થકી પેમેન્ટ કરી શકે તેવી પણ સુવિધા આપવામાં આવી રહી છે.

ન્યુ ઇયરને અનુલક્ષીને ખાસ મુંબઇ-કોચીથી યુએઇ સુધીનું 8 નાઇટનું પેકેજ 

માયામી સ્થિત સેલિબ્રિટી ક્રૂઝ 6 ડિસેમ્બરથી મુંબઈ અને કોચીથી UAEની 8 રાત્રિની સર્વિસ લોન્ચ કરી રહી છે. ક્રિસમસ અને ન્યૂ યરની ઉજવણીને ધ્યાનમાં રાખીને આ ક્રૂઝ ટૂર ડિઝાઇન કરવામાં આવી છે. જેમાં નવા વર્ષની રાત્રે દુબઈ ખાતે આતશબાજી સહિતનાં આકર્ષણોનો સમાવેશ થાય છે. ભારતીયોને તેમના જ દેશમાંથી લક્ઝરી ક્રૂઝ સર્વિસ મળી શકે એ માટે આ સફર શરૂ કરવામાં આવી છે, જે ભારત અને UAEના વિવિધ પોર્ટ્સ પરથી પસાર થશે. ક્રૂઝ પેકેજમાં ભોજન અને સ્ટાન્ડર્ડ બેવરેજિસનો સમાવેશ થાય છે. ભોજનમાં સ્પેશિયલ ભારતીય મેનુ રાખવામાં આવ્યું છે. ઉપરાંત, અન્ય પ્રવૃત્તિઓ સહિત ગેસ્ટ દીઠ 731 ડોલર ચૂકવવાના રહેશે.

એફોર્ડેબલ ક્રૂઝ માટેની વધી રહેલી માંગનો લાભ મેળવી શકશે. ભારતમાંથી જ અબુ ધાબી, ગોવા, દુબઈ અને સર બાની યસ જેવાં સ્થળોની મુલાકાતને કારણે ભારતીયો શિયાળાની હોલિડે સીઝનમાં ક્રૂઝની મજા માણવાનું પસંદ કરશે.

ઇટલીની કોસ્ટા ક્રૂઝ ત્રણ વર્ષથી મુંબઈ-માલદિવ્સની સફર કરાવે છે. સારા પ્રતિસાદને ધ્યાનમાં રાખીને કંપની વધુ રૂટ્સની શક્યતા ચકાસી રહી છે. ભારતમાં કોસ્ટા ક્રૂઝ પ્રવક્તાએ જણાવ્યું હતું કે તેમની કંપનીના જહાજ ડિસેમ્બરમાં આવશે અને માર્ચ સુધી રોકાશે.
મુંબઈથી માલદિવ્સ સુધીની સર્વિસ આપીશું. અત્યાર સુધી પ્રતિસાદ સારો રહ્યો છે. છેલ્લાં બે વર્ષમાં મધ્યમ વર્ગના લોકોએ અમારી ક્રૂઝમાં સફર કરી છે.

ભારતમાં આમઆદમી માટે ક્રૂઝની સફર હવે વ્યાજબીદરની બની છે. કોસ્ટાનું મુંબઈથી માલીનું સાત રાત્રિનું ટૂર પેકેજ ₹40,000નું છે. જ્યારે કોચીથી માલીનું ત્રણ રાત્રિના પેકેજનો ખર્ચ ₹26,800થી શરૂ થાય છે. જહાજ મેંગલોર, કોચીન અને માલદિવ્સના રૂટથી પસાર થાય છે. જ્યારે કોલમ્બો અને ગોવા થઈ તે પરત ફરે છે.

August 7, 2018
tv-1280x840.jpg
1min9580

સેમસંગે ગત જુન 2018માં કેટલાંક મોડલ્સના ભાવમાં 10-20 ટકાનો ઘટાડો કર્યો હતો અને હવે લગભગ તમામ સાઇઝના ટીવીના ભાવ ઘટાડ્યા છે. સ્માર્ટફોનની જેમ ટેલિવિઝન માર્કેટમાં પણ બજારહિસ્સો ગુમાવવો પડશે તેવી બીકને કારણે ટીવી માર્કેટની નંબર વન કંપની સેમસંગે છેલ્લા બે મહિનામાં બીજી વખત ટેલિવિઝનના ભાવમાં ઘટાડો કર્યો છે.

કંપનીએ આ વખતે સૌથી વધુ વેચાતા 32થી 43 ઇંચના ટીવીના ભાવમાં પાંચ ટકા (અથવા ₹1,000થી ₹2,500) જેટલો ઘટાડો કર્યો છે જ્યારે 75 ઇંચના વિશાળ કદના ટીવીના ભાવમાં 15 ટકા અથવા ₹45,000નો ઘટાડો કર્યો છે. માર્કેટમાં વેચાતા કુલ ટીવીમાં 80 ટકાથી પણ ‌વધુ હિસ્સો 32થી 43 ઇંચના ટીવીનો હોય છે.

ઓનલાઇન વેચાણ પર ભાર મૂકતી TCL, શાઓમી, BPL, Vu, સાન્યો અને કોડાક જેવી બ્રાન્ડ્સના ભાવ સાથેનો તફાવત ઘટાડવા માટે સેમસંગે નવાં મોડલ લોન્ચ કર્યાના બે મહિનાની અંદર જ તેનો ભાવ ઘટાડ્યો હોય તેવી આ પ્રથમ ઘટના છે. નવી આવેલી ચાઇનીઝ અને અન્ય બ્રાન્ડ્સે ટીવી માર્કેટમાં 14 ટકા બજારહિસ્સો મેળવી લીધો છે અને સસ્તી કિંમતને કારણે આ બ્રાન્ડ્સની માંગ ધીમે ધીમે વધી રહી છે.

ભાવ ઘટાડ્યા બાદ પણ સેમસંગના 43 ઇંચના ટીવીનો ભાવ ₹37,000 છે, જેની સામે TCLનો ભાવ ₹28,490 અને થોમ્સનનો ભાવ ₹27,999 છે. પરંતુ સેમસંગ અન્ય પ્રતિષ્ઠિત બ્રાન્ડ્સ (LG, સોની અને પેનાસોનિક)ની જેમ બ્રાન્ડ વેલ્યૂ અને આફ્ટર-સેલ્સ સર્વિસના જોરે ગ્રાહકોને આકર્ષતી રહેશે તેવી અપેક્ષા છે.

વૈશ્વિક સ્તરે ટેલિવિઝન પેનલના ભાવમાં વધારો થયો હોવાથી ઉદ્યોગ ભાવમાં વધારો કરવાની તૈયારી કરી રહ્યો હતો તેવા સમયે સેમસંગે ભાવમાં ઘટાડો કર્યો છે, જેથી LG, પેનાસોનિક અને સોની જેવી હરીફ કંપનીઓ પણ ભાવમાં ઘટાડો કરશે અથવા તો ભાવ યથાવત્ સ્તરે જાળવી રાખશે. પેનાસોનિકે તાજેતરમાં જ 40 ઇંચથી મોટા કદના ટીવીનાં કેટલાંક મોડલ્સના ભાવમાં ઘટાડો કર્યો હતો.

ભાવની બાબતમાં આક્રમક ટીવી બ્રાન્ડ્સ ધીમે ધીમે બજારહિસ્સો કબજે કરી રહી છે અને સેમસંગ આ કંપનીઓના ભાવની બરોબરી કરવાનો પ્રયાસ કરી રહી છે. ગ્રાહકોને વાજબી ભાવમાં સારી વસ્તુ આપવા માટે સેમસંગે પ્રત્યેક કદનાં એન્ટ્રી-લેવલ મોડલ્સના ભાવમાં ઘટાડો કર્યો છે.”

August 7, 2018
rakesh-maria-and-meghna-1533547219-lb.jpg
1min8620

અનિલ અંબાણીના રિલાયન્સ એન્ટરટેઇનમેન્ટનું પ્રોડક્શન-હાઉસ ફૅન્ટમ ફિલ્મ્સ આ વેબ-સિરીઝ બનાવશે.

મુંબઈના ભૂતપૂર્વ પોલીસ-કમિશનર અને એક બાહોશ પોલીસ-અધિકારી રાકેશ મારિયાએ તેમની જુદી જુદી જગ્યાઓની ફરજ દરમિયાન ઉકેલેલા વિવિધ કેસ પર આધારિત હોય એવી એક રસપ્રદ વેબ-સિરીઝ બનાવવાનું કામ શરુ થયું છે, આ વેબ સિરીઝનું નિર્દેશન મેઘના ગુલઝાર કરશે. આ સિરીઝમાં રાકેશ મારિયાના અનુભવોને કંડારવામાં આવશે. વિવિધ ગુના અને આતંકવાદના ઘટનાક્રમને ઉમેરીને લોકોને પોલીસ ખાતાની કામગીરીથી માહિતગાર કરવામાં આવશે. મેઘના ગુલઝારે કહ્યું હતું કે ‘આ સિરીઝ માટે કન્ટેન્ટ વિશાળ છે, જેને લઈને હું ખૂબ એક્સાઇટેડ છું.’

રાકેશ મારિયાએ ૧૯૮૧ના બૅચમાં IPSની પરીક્ષા પાસ કરી હતી. ૧૯૯૩માં તેઓ ટ્રાફિક-પોલીસ વિભાગમાં ડેપ્યુટી પોલીસ-કમિશનર હતા અને એ વર્ષે મુંબઈમાં થયેલા શ્રેણીબદ્ધ બૉમ્બધડાકાનો કેસ તેમણે ઉકેલ્યો હતો. ત્યાર બાદ તેઓ ક્રાઇમ ડિપાર્ટમેન્ટમાં ડેપ્યુટી પોલીસ-કમિશનર અને બાદમાં જૉઇન્ટ પોલીસ-કમિશનર બન્યા હતા. તેમણે ૨૦૦૩માં ગેટવે ઑફ ઇન્ડિયા અને ઝવેરી બજારના ટ્વિન બ્લાસ્ટ કેસને ઉકેલ્યો હતો એટલું જ નહીં, તેમને ૨૦૦૮માં ૨૬ નવેમ્બરે મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલાની તપાસની સાથે આતંકવાદી અજમલ કસબની પૂછપરછ કરવાની જવાબદારી પણ સોંપવામાં આવી હતી. વેબ-સિરીઝ સંદર્ભે રાકેશ મારિયાએ કહ્યું હતું કે ‘આ આખી જર્નીને ફરીથી જીવવા માટે હું ખૂબ એક્સાઇટેડ છું. મેઘના ગુલઝાર જેવી શાનદાર અને સંવેદનશીલ ડિરેક્ટર એને નવો આયામ આપશે.’

મેઘનાની પ્રશંસા કરતાં રિલાયન્સ એન્ટરટેઇનમેન્ટના વાઇસ ચૅરમૅન અમિતાભ ઝુનઝુનવાલાએ કહ્યું હતું કે ‘તે દેશની સૌથી વધુ ટૅલન્ટેડ યંગ ડિરેક્ટર્સમાંની એક છે. શહેરના પ્રતિષ્ઠિત ઑફિસર રાકેશ મારિયાના જીવન પર સિરીઝ બનાવવા માટે મેઘના સાથે કામ કરવા માટે અમે ઉત્સાહિત છીએ. તેમની કરીઅરની સિદ્ધિઓને અને મુંબઈ પોલીસના હજારો સદસ્યોના યોગદાનને તથા આપણા શહેરની આખું વર્ષ ચોવીસે કલાક સુરક્ષા કરતા અધિકારીઓના કામને બિરદાવવામાં આવશે.’

August 7, 2018
uk.jpg
1min13100

વિદેશી વિજ્ઞાનીઓ અને રિસર્ચર્સને આકર્ષવા નવી કેટેગરી જાહેર

બ્રિટને તેના રિસર્ચ સેક્ટરના વિકાસને પ્રોત્સાહન આપવા માટે ભારતીયો સહિત વિદેશી વિજ્ઞાનીઓ અને સંશોધકો માટે વિઝાની નવી કેટેગરી જાહેર કરી છે. જેનાથી ભારતીય વિજ્ઞાનીઓ અને શૈક્ષણિક ક્ષેત્રે નિષ્ણાતોને લાભ થશે.

નવી UKRI સાયન્સ, રિસર્ચ એન્ડ એકેડેમિયા સ્કીમ યુરોપીય પંચથી બહારના સંશોધકો, વિજ્ઞાનીઓ માટે ખોલવામાં આવી છે. હાલમાં અમલી ટિયર પાંચ (ટેમ્પરરી વર્કર, સરકાર માન્ય એક્સચેન્જ) વિઝા રૂટમાં ઉમેરવામાં આવનારી આ સ્કીમ હેઠળ યુરોપીય પંચ બહારના લોકો બ્રિટન આવીને બે વર્ષ સુધી કામ કરી શકશે.

આ સ્કીમ જારી કરતાં યુકેના ઇમીગ્રેશન મંત્રી કેરોલિન નોક્સે જણાવ્યું હતું કે ‘બ્રિટન રિસર્ચ અને ઇનોવેશનક્ષેત્રે વૈશ્વિક આગેવાન છે અને આ ફેરફારોથી આ દેશમાં આંતરરાષ્ટ્રીય રિસર્ચર્સ માટે કામ કરવું અને તાલીમ લેવું સહેલું બની જશે.’

તેમણે કહ્યું કે ‘આપણી પાસે એક એવી ઇમીગ્રેશન સિસ્ટમ હોવી જોઇએ કે જેનાથી આપણે આંતરરાષ્ટ્રીય ટેલેન્ટને આકર્ષી શકીએ અને તેમના જ્ઞાન અને નિપુળતાથી આપણને લાભ મળે. હું માનું છું કે વિજ્ઞાનના મહત્વના ફાળાથી યુકેના અર્થતંત્રને ઘણો ફાયદો થાય છે અને હું પ્રતિબદ્ધ છું કે બ્રિટન વિશ્વભરમાંથી અગ્રણી સાયન્ટિફિક અને રિસર્ચ ટેલેન્ટને આવકારવાનું ચાલુ રાખશે.’

August 7, 2018
power-1280x720.jpg
1min5740

રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પક્ષ (એનસીપી)ના વડા શરદ પવારે યુનાઈટેડ પ્રોગ્રેસિવ ઍલાયન્સ (યુપીએ)નાં અધ્યક્ષા સોનિયા ગાંધી, ભૂતપૂર્વ વડા પ્રધાન એચ.ડી. દેવ ગોવડા અને તેઓ(શરદ પવાર) વડા પ્રધાન બનવાની મહત્ત્વાકાંક્ષા ધરાવતા ન હોવાથી તેમણે એકજૂટ થઈને આખા દેશનો પ્રવાસ ખેડીને લોકોનો વિશ્ર્વાસ જીતવો જોઈએ અને 2019ની લોકસભાની ચૂંટણી પહેલાં જ ભાજપનો જબ્બર પ્રતિકાર કરવો જોઈએ.

પવારે મહારાષ્ટ્રમાં એનસીપી-કૉંગ્રેસની યુતિના દ્વાર બહુજન સમાજ પક્ષ માટે પહેલીવાર ખુલ્લા મૂકીને જણાવ્યું હતું કે બીએસપીનાં વડાં માયાવતી સાથે આ મુદ્દે ચર્ચા નથી કરી તેમ છતાં તેઓ જોડાશે તો તેમને ખુશી થશે.

એક અંગ્રેજી અખબારને આપેલા ઇન્ટરવ્યૂમાં તેમણે 2019માં વિરોધી પક્ષો માટેની રૂપરેખા દોરી હતી અને હાલની રાજકીય પરિસ્થિતિને 1975-77ની પરિસ્થિતિ સાથે સરખાવતાં એવી દલીલ કરી કે તે સમયે ઇન્દિરા ગાંધીની બાબતે લોકોનો ભ્રમ ભાંગી ગયો હતો તેવી જ રીતે નરેન્દ્ર મોદીની બાબતે પ્રવર્તતી લહેર ઓસરી રહી છે. તેમણે સૂચવ્યું હતું કે વિરોધી પક્ષોએ રાષ્ટ્રીય સ્તરે જોડાણ કરવાને બદલે રાજ્યમાં જોડાણ કરવું જોઈએ. ચૂંટણી થઈ ગયા પછી નેતાગીરીના પ્રશ્ર્ને વિચારવું જોઈએ. રાજ્યોના પક્ષ સાથે ભાગીદારીનો તર્કસંગત અભિગમ અપનાવવાની કૉંગ્રેસને અરજ કરતાં તેમણે કહ્યું કે તાજેતરમાં રાહુલ ગાંધી સાથેની વાતચીત પરથી તેમનામાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું હોવાનું જણાય છે. હાલનું રાજકીય વાતાવરણ અને 1975-77ની પરિસ્થિતિ સમાંતર હોવાનું ભારપૂર્વક જણાવતાં તેમણે કહ્યું કે તેઓ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન હતા ત્યારે ઇન્દિરા ગાંધીએ પ્રસાર માધ્યમો, સરકાર અને સરકારી એજન્સીઓ પર પાબંદી લાગુ કરી હતી. તેમણે કહ્યું કે તે સમયે લોકો તેમને પડકારવા વૈકલ્પિક મંચ, સંસ્થા અને નેતાનો અભાવ હોવાનો નિર્દેશ કરતા હતા.

ફરક એ છે કે જયપ્રકાશ જેવા રાજકીય નેતાઓ તે વખતે હતા. લોકો તેમની સલાહ લેતા હતા. આખરે મોટા ભાગના નેતાઓ પોતાના પક્ષને ભૂલી ગયા હતા. ચૂંટણી પત્યા પછી જનતા પક્ષ એકત્રિત થયો અને મોરારજી દેસાઈ પર નેતાની પસંદગીનો કળશ ઢોળાયો હતો. સાચું કહું તો મને વડા પ્રધાન બનવાની ખેવના નથી. પણ મારી મહત્ત્વાકાંક્ષા બધા વિરોધી પક્ષો એકત્ર થઈને વિકલ્પ પૂરો પાડવાની છે, એમ તેમણે કહ્યું હતું.

આજે જય પ્રકાશ નારાયણ જેવા નેતા હયાત નથી પણ કેટલાક નેતાઓ ભારતભરનો પ્રવાસ કરીને લોકોને વિશ્ર્વાસમાં લઈ શકે તેમ છે, એમ તેમણે કહ્યું હતું. પવારની આ ટિપ્પણી સામે ભાજપે કોઈ પ્રતિક્રિયા વ્યકત કરી ન હતી.

August 7, 2018
images.jpg
1min12290

ઓનલાઇન વેચાણને કેન્દ્રસ્થાને રાખીને બિઝનેસ કરતી ચીનની કંપની વનપ્લસે પ્રથમવાર ભારતના ₹30,000થી મોંઘી કિંમતના સ્માર્ટફોન માર્કેટમાં ટોચનું સ્થાન હાંસલ કર્યું છે. એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં દક્ષિણ કોરિયાની સેમસંગ અને અમેરિકાની એપલનું માર્કેટ શેરીંગ સાવ ઘટ્યું છે અને સામે પક્ષે વનપ્લસે 40 ટકા બજારહિસ્સો કબજે કર્યો છે, ભારતમાં પ્રીમિયમ સેગમેન્ટમાં પણ ચાઇનીઝ કંપનીનું પ્રભુત્વ સ્થપાવાનું શરૂ થઈ ગયું છે એવું કહેવું અતિશયોક્તિભર્યું નથી. ચાલુ વર્ષે હુઆવી, ઓપ્પો, વિવો અને શાઓમી જેવી કંપનીઓ અનેક નવા ફોન લોન્ચ કરવાની હોવાથી ભારતના પ્રીમિયમ સ્માર્ટફોન માર્કેટમાં ચાઇનીઝ બ્રાન્ડ્સનું પ્રભુત્વ વધશે.

વનપ્લસ ઇન્ડિયાના બ્રાન્ડ ત્રણ વર્ષ કરતાં પણ ઓછા સમયમાં ભારતમાં સૌથી મોટી પ્રીમિયમ બ્રાન્ડ બની ગઈ છે. સતત ત્રણ ક્વાર્ટર્સથી બીજા ક્રમે રહેલી વનપ્લસ 10 ઓફલાઇન સ્ટોર્સ શરૂ કરવાની યોજના ધરાવે છે. ઉપરાંત, કંપની તમામ સ્માર્ટફોનનું ઉત્પાદન ભારતમાં કરી રહી છે અને બજારની જરૂરિયાત પ્રમાણે ફોન બનાવવા માટે ભારતમાં R&D સેન્ટરની પણ સ્થાપના કરી રહી છે.

આધારભૂત સાધનોના અહેવાલો મુજબ ભારતમાં પ્રીમિયમ સેગમેન્ટ મોબાઇલ ફોન ક્ષેત્રમાં ગત એપ્રિલ-જૂન 2018 ક્વાર્ટરમાં વનપ્લસનો બજારહિસ્સો 40.50 ટકા થયો હતો, જે જૂન ’17 ક્વાર્ટરમાં 8.80 ટકા જ હતો. સેમસંગ 34.40 ટકા બજારહિસ્સા સાથે બીજા ક્રમે ધકેલાઈ ગઈ હતી એપલ 13.60 જેટલા વિક્રમ નીચા બજારહિસ્સા સાથે પહેલીવાર ત્રીજા સ્થાને પહોંચી ગઈ હતી.

સમગ્ર મોબાઇલ ફોન માર્કેટની વાત કરીએ તો, સેમસંગ અને શાઓમી વચ્ચે જબરજસ્ત સ્પર્ધા ચાલી રહી છે. સેમસંગે બે ક્વાર્ટર્સ પછી એક ટકા માર્જિન સાથે લીડરશિપ પાછી મેળવી છે. સંશોધકોના અંદાજ પ્રમાણે, ચાઇનીઝ બ્રાન્ડ્સ હવે ભારતના 62 ટકા માર્કેટ પર અંકુશ ધરાવે છે. 2014માં ચાઇનીઝ બ્રાન્ડ્સ પાસે માત્ર 17 ટકા બજાર હતું, પરંતુ ₹20,000થી ઓછી કિંમતના ફોનના સેગમેન્ટમાં મળેલી સફળતાને કારણે ચાઇનીઝ બ્રાન્ડ્સનો દબદબો વધ્યો છે.

ભારતના સમગ્ર સ્માર્ટફોન માર્કેટમાં ₹30,000થી વધુ કિંમતના પ્રીમિયમ સેગમેન્ટનો હિસ્સો વોલ્યુમની રીતે 3 ટકા અને આ‌વકની રીતે 12 ટકા છે. આ માર્કેટ વાર્ષિક ધોરણે 19 ટકાના દરે વિકસી રહ્યું છે.

August 7, 2018
humza.jpg
1min8550
હમઝા વિમાન હાઈજેક કરનાર મોહમ્મદ અટ્ટાનો જમાઈ બન્યો

આતંકવાદી જૂથ ઓસામા બિન લાદેનના પુત્ર હમઝા બિન લાદેને લગ્ન કર્યા છે અને એ પણ અમેરિકામાં આતંકવાદી હુમલો કરનારની દિકરી સાથે, આ જ કારણે ઓસામા બિન લાદેનનો પુત્ર હાલમાં વિશ્વભરમાં ટોક ઓફ ધ વર્લ્ડ બન્યો છે.

હમઝા બિન લાદેન અમેરિકામાં 9/11ના આતંકી હુમલા માટે વિમાન હાઈજેક કરનાર મોહમ્મદ અટ્ટાની પુત્રી સાથે લગ્ન કર્યા હોવાની વિગતો વાઇરલ થવા પામી છે. ખુદ ઓસામા બિન લાદેનના પરિવારજનોએ જુદા જુદા માધ્યમો સમક્ષ લગ્નની વાતને સમર્થન આપ્યું છે. ઓસામા બિન લાદેનના સાવકા ભાઈઓએ એક ઈન્ટરવ્યૂમાં આ વાતનો ઉલ્લેખ કર્યો હતો.

અહમદ અને હસન અલ-અત્તાસે કહ્યું હતું કે તેમને લાગે છે કે હમઝાને હવે અલ-કાયદામાં ખૂબ ઊંચું પદ મળી ગયું છે અને તે પોતાના પિતાના મોતનો બદલો લેવાની ફિરાકમાં છે. સાત વર્ષ પહેલા અમેરિકાએ ઓસામા બિન લાદેનને ઠાર કર્યો હતો.

હમઝા બિન લાદેન ઓસામાની એ ત્રણ જીવિત રહેલી પત્નીઓમાંથી એકનો પુત્ર છે. લાદેનની આ પત્ની અમેરિકા પરના હુમલા વખતે એબટાબાદમાં રહેતી હતી. અહમદ અલ-અત્તાસે કહ્યું હતું, ‘અમે સાંભળ્યું છે કે તેણે મોહમ્મદ અટ્ટાના પુત્ર સાથે લગ્ન કર્યા છે. અમે ચોક્કસ ખ્યાલ નથી કે ક્યાં લગ્ન કર્યા છે પણ કદાચ તેમના લગ્ન અફઘાનિસ્તાનમાં થયા છે.’

સૂત્રોના પ્રમાણે, હમઝાની પત્ની ઈજિપ્તની નાગરિકતા ધરાવે છે.ઓસામા બિન લાદેનના મોત પછી તેની પત્નીઓ અને બાળકો સાઉદી અરેબિયા ગયા હતા, જ્યારે તેમને પૂર્વ પ્રિન્સ મોહમ્મદ બિન નાયેફે આશરો આપ્યો હતો. ઓસામાની પત્નીઓ અને તેમના બાળકો સતત લાદેનની માતા આલિયા ઘાનેમના સંપર્કમાં રહ્યા હતા.

August 7, 2018
IMG-20180807-WA0005-1280x719.jpg
1min10200

વડતાલે ફૂલવાડી હીંડોળો આંબાની ડાળ, વા’લો મારો હીંચે હીંડોળો આંબાની ડાળ.”

❏ વડતાલનો ભવ્ય હીંડોળા મહોત્સવ ❏ હીંડોળા મહોત્સવ એટલે આપણી કલ્પનાકૃતિઓને સથવારે શ્રી હરિને સાધવાનો અનોખો ભક્તિયોગ !! ૩૭ દિવસના આ અનુપમ પર્વમાં પ્રેમાનંદની અનુભૂતિનો નર્યો અહેસાસ..!

વડતાલધામ કે જ્યાં સાક્ષાત્ સ્વરૂપે શ્રી હરિ બિરાજે તે પાવન તીરથનો મહિમા કંઇ નાનો સૂનો નથી. આપણા નંદ સંતો જેમને શ્રી હરિની ઐશ્વર્યશક્તિની પ્રત્યક્ષ અનુભૂતિ થઇ હતી ને એ હકીકત તેમણે સ્વરચિત સાહિત્ય: ગદ્ય પદ્ય દ્વારા આપણને પ્રસાદીરૂપે પીરસી છે જેનું રસપાન કરી આપણે ધન્ય બનીએ છીએ!

 

વડતાલધામ જ્યાં શ્રી હરિકૃષ્ણ મહારાજ તથા શ્રી લક્ષ્મીનારાયણ દેવના બેસણાં છે તે પવિત્ર તીરથભૂમિ મધ્યે આવો પ્રથમવાર ભવ્યાતિભવ્ય હીંડોળા મહોત્સવ આયોજાતો હોય ત્યારે કોને હૈયે હરખ ન ઊભરે…! હીંડોળો એ શ્રી હરિને હેતુથી ઝૂલાવવાનું પર્વ છેઃ વડતાલ મંદિરમાં એક વિશાળ સમિયાણામાં શ્રી હરિને વિધવિધ રૂપે, પ્રતિકૃતિરૂપે નિહાળવા એ પણ એક ભાવભક્તિ, લ્હાવો છેઃ

કલાદ્રષ્ટા સંત પૂજ્ય શ્યામવલ્લભ સ્વામી અને ડૉ.સંતવલ્લભ સ્વામીને દેવકૃપા થકી ઘટના ઇતિહાસને ઉજાગર કરતી પ્રતિકૃતિઓ ભાવિકોના દર્શનાર્થે પ્રદર્શિત કરવાનો સુવિચાર સ્ફૂર્યો અને વડતાલ મેનેજિંગ ટ્રસ્ટી બોર્ડના ચેરમેન પૂજ્ય દેવપ્રકાશ સ્વામી સહિતના સભ્યોએ એ વિચારને મૂર્તિમંત કરવા મહોર મારી અને પ.પૂ.આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજના આશિર્વાદ સાથે મુખ્ય કોઠારી શાસ્ત્રી પૂજ્ય ઘનશ્યામપ્રકાશ સ્વામીએ Exibition ને આખરી ઓપ આપતા આ સમગ્ર મહોત્સવે આકાર ધારણ કર્યો છે..!!

આ મહોત્સવનો તા.૫ મીથી શુભારંભ થયો છેઃ અહીં સહુ દર્શકોના આકર્ષણનું કેન્દ્ર છે. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી રચિત બાર બારણાંનો પ્રભાવિ હીંડોળો!! જે ૨૦૦ વર્ષ પછી પ્રથમવાર આ રીતે મૂળ સ્વરૂપે નિર્દર્ષિત થઇ રહ્યો છે..!!! જેની ઝાંખી સત્સંગજગત કરે તેવી વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છેઃ

❏પ્રેરક પૂજ્ય શ્યામવલ્લભ સ્વામી વડતાલ સંસ્થાન વડતાલ

❏ આલેખન બાલુભાઇ વરિષ્ઠ પત્રકાર વડતાલ સેન્ટર આણંદ ( Reco.by Govt.of Gujarat; Gandhinagar )