પાલઘરના બે ફિશરમેનને લૉટરી લાગી

પાલઘરના બે માછીમારો મહેશ અને ભરતને જાણે દરીયામાં માછલી પકડી વખતે બમ્પર લોટરી લાગી હોય તેવી અનૂભુતિ થઇ છે. ગયા સપ્તાહે દરીયો ખેડવા ગયેલા મહેશ મેહેર અને ભરત મેહેર નામના આ માછીમારોની જાળમાં ૩૦ કિલો વજનની ઘોલ ફિશ ફસાઈ અને એ માટે બન્નેને ૫.૫૦ લાખ રૂપિયા મળ્યા હતા.
પાલઘરના મુરભે સમુદ્રકિનારે સાંઈ લક્ષ્મી નામની બોટ લઈને બે માછીમારો મહેશ અને ભરત ફિશ પકડવા ગયા હતા. સ્ટેટ ગવર્નમેન્ટે મૉન્સૂન શરૂ હોવાથી ફિશિંગ કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો તેમ જ આ ફિશનો બ્રીડ કરવાનો પણ સમય હોય છે એટલે પહેલી ઑગસ્ટથી ફરી ફિશિંગની સીઝન શરૂ થઈ ગઈ છે.

મહેશે કહ્યું હતું કે ‘શુક્રવારે બપોરે અમે ફિશિંગ કરવા બોટ લઈને ગયા હતા અને રવિવારે પાછા ફર્યા હતા. અમે લોકોએ ઘોલ ફિશ પકડી છે એની જાણ થતાં જ ફિશ ટ્રેડર્સ પહેલેથી જ સમુદ્રકિનારે અમારા આવવાની રાહ જોઈને ઊભા રહ્યા હતા. તા.5મી ઓગસ્ટે સવારે આ ફિશનું ઑક્શન કરાયું અને ત્યાર બાદ સૌથી વધુ બોલી બોલનાર બિહારી ફિશ ટ્રેડરે ૩૦ કિલો વજનની ફિશને ૫.૫૦ લાખ રૂપિયામાં ખરીદી હતી.’
આ માછલીની કિંમત વધુ કેમ છે એ અંગે મહેશે કહ્યું હતું કે ‘ઘોલ ફિશનું સાયન્ટિફિક નામ પ્રોટોનીબિઆ ડાયાકેન્થસ (Protonibea diacanthus) છે જે ક્રૉકર ફિશ જેવી છે અને એનું ઇન્ડોનેશિયા, સિંગાપોર અને મલેશિયામાં ખૂબ મોટું માર્કેટ છે. આ ફિશ મેડિકલ પ્રૉપર્ટીઝ ધરાવે છે અને સર્જરી વખતે ટાંકા લેવા માટે ઉપયોગમાં આવતો દોરો પણ એમાંથી બનાવી શકાય છે. સિંગાપોર અને ઇન્ડોનેશિયામાં પણ આ ફિશનો કૉસ્મેટિક્સમાં વિવિધ રીતે ઉપયોગ કરવામાં આવે છે. પાલઘરમાં ઘોલ ફિશ ૧૫૦૦ રૂપિયા પ્રતિ કિલો વેચીએ છીએ. પર્યાવરણમાં ફેરફારને કારણે ગરીબ માછીમારોએ ફિશિંગ કરવા માટે સમુદ્રની ખૂબ અંદર સુધી જવું પડે છે. ફિશિંગ પર પ્રતિબંધ મુકાયો હોવાથી અમે લોકો આર્થિક રીતે ખૂબ હેરાન થઈ રહ્યા હતા, પરંતુ આ ફિશને કારણે અમે સારીએવી કિંમત મેળવી શક્યા છીએ.’
ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર ડેમની સપાટી સતત ઘટી રહી છે. હાલ સરદાર ડેમની સપાટી 111.07 મીટર છે. રવિવારે ડેમની સપાટી 111.17 મીટર હતી. ડેમમાં પાણીની આવક કરતા જાવક બમણી હોવાને કારણે સપાટી સતત ઘટી રહી છે. જો આવી જ પરિસ્થિતિ રહી તો ગુજરાત પર વધુ એક વર્ષ જળસંકટ સર્જાઇ શકે છે. નર્મદા ડેમની સપાટી ઘટીને 111.07 મીટર થઇ છે. પાણીની આવક કરતા જાવક બમણી થઇ છે.

બીજી બાજુ વરસાદ ખેંચાતા રાજ્યમાં દુષ્કાળનું સંકટ તોળાઇ રહ્યું છે. રાજ્યના મોટાભાગના જળાશયો તળિયા ઝાટક થયા છે. રાજ્યમાં સીઝનનો માત્ર 54.61 ટકા જ વરસાદ આવ્યો છે. ઉત્તર ગુજરાત, કચ્છ, મધ્ય ગુજરાતમાં જળસંકટનો ભય વ્યાપી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં પણ પાણીની અછતથી ખેડૂતો ચિંતિત છે. નર્મદા ડેમમાં પણ અઠવાડિયું ચાલે તેટલુ પાણી રહ્યું છે. કચ્છના 20 જળાશયોમાં માત્ર 9.69 ટકા જ પાણી બચ્યું છે. છેલ્લા 24 કલાકમાં નર્મદા ડેમની સપાટીમાં 10 સે.મી.નો ઘટાડો નોંધાયો છે. હાલ ડેમમાં લાઇવ સ્ટોકનો માત્ર 57 જથ્થો ઉપલબ્ધ છે. આ પ્રમાણે જ રહ્યું તો લાઇવ સ્ટોકનું પાણી પૂરું થઇ જશે અને સાર મહિનામાં બીજી વાર ડેડ સ્ટોકનું પાણી વાપરવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થઇ શકે છે. જેથી સિંચાઇનું પાણી આપી નહીં શકાય. ઈન્દિરાસાગર ડેમ પણ હજુ 10 મીટર ખાલી છે. ઈન્દિરાસાગર ડેમમાંથી પાણી છોડાય તો જ સરદાર સરોવરને પાણી મળી શકે તેમ છે.
નર્મદા નદી પરના અન્ય ડેમની સ્થિતિના અન્ય ડેમો ની જળસપાટી પર નજર નાખીએ તો, બર્ગી ડેમ બે મીટર ખાલી (પાણીનો જથ્થો- 2604 એમસીએમ), તવા ડેમ 8 મીટર ખાલી (પાણીનો જથ્થો- 733 એમસીએમ), ઈન્દિરાસાગર 10 મીટર ખાલી (પાણીનો જથ્થો- 3357 એમસીએમ), ઓમકારેશ્ર્વર 4 મીટર ખાલી, મંડલેશ્ર્વર- 18 મીટર ખાલી, હોશંગાબાદ 8 મીટર ખાલી, બર્મનઘાટ 13 મીટર ખાલી અને ગુજરાતનો સરદાર સરોવર ડેમ સરદાર સરોવર 27 મીટર ખાલી (પાણીનો જથ્થો- 57 એમસીએમ) રહ્યો છે.
ગુજરાતમાં ટેકાનાં ભાવથી ખરીદાયેલી લાખો ટન મગફળીમાં પહેલા આગ અને પછી માટીનું મિશ્રણ પ્રકાશમાં આવ્યા બાદ મગફળીના મેગા કૌભાંડથી રાજકારણ ગરમાયું છે. સમગ્ર રાજ્યમાં મગફળી ખરીદીમાં આરોપો મુકવામાં આવ્યા છે. જેના પર ભાજપના નેતાઓ તરફ આંગળી ચીંધવામાં આવી રહી છે. જેને લઈ ગાંધીનગરમાં મુખ્ય પ્રધાનના નિવાસ સ્થાને ખાતે બેઠકનો દોર શરૂ થયો હતો. દરમિયાન આ બેઠકમાં મુખ્ય સચિવ, કૃષિ વિભાગના અધિક સચિવ હાજર રહ્યા હતા. આ ઉપરાંત બેઠકમાં રાજ્યમાં વરસાદ ખેંચાતા ઊભી થયેલી પરિસ્થિતિ પર પણ ચર્ચા કરવામાં આવી હતી.


રાજ્યમાં મગફળી કૌભાંડ ઠરવાનું નામ ના લેતું હોય તેમ એક પછી એક પ્રકરણ સામે આવી રહ્યા છે. આ પ્રકરણમાં રાજકીય નેતાઓની સંડોવણી પણ બહાર આવી રહી છે. જોકે, સમગ્ર પ્રકરણમાં હજુ સુધી ઉપરછલ્લી જ તપાસ કરવામાં આવી રહી હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. આ કૌભાંડમાં ભાજપના પૂર્વ પ્રધાન ચિમન સાપરિયાનું નામ પણ સામે આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે મોટા ભાગે ભાજપના કાર્યકરો, આગેવાનો, અને નેતાઓ સંડોવાયેલા હોવાથી આજ દિવસ સુધી આ કૌભાંડની વધારે વિગતો બહાર નથી આવી. જામજોધપુર યાર્ડમાંથી જે મગફળીની ખરીદી દરમિયાન ધૂળ- ઢેફા પથ્થરા, મળી આવ્યા હતા. આ અંગે ભાજપના પૂર્વ પ્રધાન ચિમન સાપરિયા સંકળાયેલા હોવાની ફરિયાદ કલેક્ટરને કરવામાં આવી હતી. દરમિયાન માહિતી અનુસાર જામજોધપુર માર્કેટિંંગ યાર્ડમાં સ્થાનિક ધારાસભ્યની ઉપસ્થિતિમાં નાયબ મામલતદાર, યાર્ડના સેક્રેટરી અને તાલુકા પંચાયતના અધિકારીઓની હાજરીમાં મગફળીનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. જે દરમિયાન ભાંડો ફૂટ્યો હતો અને હલકી ગુણવતા વાળો માલ મળી આવ્યો હતો. જેની તપાસમાં 25 કિલોની મગફળીની સરખામણીમાં 26 કિલો ગ્રામના માલમાં ધૂળ અને કાંકરા મળી આવ્યા હતા. ચિમન સાપરિયાએ લાખો રૂપિયાની મગફળી વેચી હતી જેમાં ભેળસેળની વ્યાપક ફરિયાદ થઈ હોવાથી સ્થાનિક ધારાસભ્યએ લેખિતમાં ફરિયાદ કરતા ફરીથી તપાસ કરવામાં આવી છે.
❏ ચકલાસીનો દિવ્યાંગ અશ્વિન વાઘેલા મહાપૂજા કરાવીને ધન્ય બને છે…..!!
DOSTI—-” જબ કોઇ રાહ ન પાયે મેરે સંગ આયે કે પગ પગ દીપ ઝલાયે; મેરી દોસ્તી મેરા પ્યાર…!! ”




વડતાલથી નજીક આવેલ ચકલાસી ગામના બે યુવા હરિભક્ત મિત્રોની મૈત્રી સહુકોઇ માટે પ્રેરણારૂપ છે અને આ અતૂટ દોસ્તી વડતાલમાં બિરાજમાન પ્રતાપી દેવ શ્રી હરિકૃષ્ણ મહારાજ અને અક્ષરમૂર્તિ ગોપાળાનંદ સ્વામીના આસન સુધી આસાનીથી મહાપૂજા અર્થે દોરી લાવે છે…! બે મિત્રોમાં અશ્વિન રમેશભાઈ વાઘેલા છેલ્લા બાર વર્ષથી બંને પગે પરાધિન–દિવ્યાંગ છે અને તેને હૈયે શ્રધ્ધાભક્તિનો દીપ જલતો રહે છે અને એ શ્રધ્ધાને સહારે અને મિત્ર મહેશ વાઘેલાની મદદથી તે વડતાલધામમાં ગોપાળાનંદ સ્વામીના સિંહાસને વ્હીલચેરમાં આવી વ્હીલચેરમાં બેસી સુખશાંતિ અર્થે મહાપૂજા કરાવે છે ત્યારે તે જોઇ દર્શનાર્થિઓ અને પૂજાવિધિ કરાવનાર ભૂદેવનું હ્રદય પણ પીગળી જાય છે.! અશ્વિન પગે સાવ પરાધિન હોવાથી તેને તેનો મિત્ર મહેશ ગોટાભાઇ વાઘેલા વડતાલ દર્શને લાવવાની તથા તેને બાળકની જેમ ઊંચકીને હરવા ફરવા લઇ જવાની બધી જ મદદ કરે છે અને દોસ્તી નિભાવે છે..!! મહેશ કહે છે કે આ દોસ્તી સૂતરના કાચા તાતણાની નથી પણ પાકી હીરને દોરે ગૂંથાયેલી દોસ્તી છેઃ અશ્વિન—મહેશની દોસ્તી સહુને માટે પ્રેરણારૂપ છે એટલે તો—— ” મેરી દોસ્તી મેરા પ્યાર….! ”
@ વૃતાંત પ્રેરક Associate પૂજ્ય શ્યામવલ્લભ સ્વામી વડતાલ સંસ્થાન
❏ અહેવાલ બાલુભાઇ વરિષ્ઠ પત્રકાર વડતાલ સેન્ટર આણંદ
મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી એ ગુજરાત ની મહિલાઓ માતાઓ બહેનો ઝડપી અને સચોટ તત્કાલ મદદ સેવા માટેની અભિનવ પહેલ 181 અભયમ મોબાઈલ એપ નું લોન્ચિંગ કર્યું છે.
રાજ્યમાં ક્યાંય પણ કોઇ પણ મુસીબત માં મહિલાઓ ને ગણતરી ની પળો માં જ મદદ પુરી પાડવા માં આ એપ્લિકેશન સહાયક બનશે.
આ એપ સ્માર્ટ ફોન માં ગૂગલ પ્લેસ્ટોરમાંથી તેમજ એપલ આઇ ઓ એસ પરથી ડાઉનલોડ કરી શકાય છે.
રાજ્ય સરકાર ના મહિલા બાળ કલ્યાણ વિભાગ ગૃહ વિભાગ તેમજ મહિલા આયોગ દ્વારા આ 181 અભયમ મોબાઈલ એપ જીવીકે ઈ એમ આર આઈ ના સહયોગ થી વિકસાવવામાં આવી છે.




શુક્રવારની રેલીને આગળ ધપાવતા BSE સેન્સેક્સ સોમવારે સવારે 200 પોઈન્ટ્સ વધીને 37,790.72 પોઈન્ટ્સની નવી ટોચે ટ્રેડ થઈ રહ્યો હતો અને નિફ્ટીએ પણ સૌપ્રથમવાર 11,400ની મનોવૈજ્ઞાનિક સપાટી વટાવી દીધી હતી. સવારે સેન્સેક્સ 234.56 પોઈન્ટ્સ અથવા 0.62 ટકા વધીને 37,790.72 પોઈન્ટ્સની નવી ટોચને સ્પર્શી ગયો હતો અને 1 ઓગસ્ટની 37,711.87ની ટોચનો વિક્રમ તોડી નાખ્યો હતો. સોમવારે સવારથી જ ડોમેસ્ટિક ઈન્સ્ટીટ્યૂશનલ ઈન્વેસ્ટર્સ(DIIs)ની નવી લેવાલી અને અમેરિકન ડોલર સામે રૂપિયાની મજબૂતીને પગલે રોકાણકારોના સેન્ટિમેન્ટમાં સુધારો જોવા મળ્યો હતો.

વૈશ્વિક બજારોના પોઝિટિવ સંકેતને પગલે આજે સવારથી જ કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, PSU અને બેન્ક શેરોમાં ધૂમ લેવાલી જોવા મળી હતી.
નિફ્ટી પણ આજે 1 ઓગસ્ટની 11,390.55 પોઈન્ટ્સની ઊંચી સપાટીને વટાવી ગયો હતો. આજે નિફ્ટીએ 62.80 પોઈન્ટ્સ અથવા 0.55 ટકા વધીને 11,423.60 પોઈન્ટ્સની નવી ટોચ રચી હતી.
આજે કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, PSU, બેન્ક, હેલ્થકેર, મેટલ, પાવર, ઈન્ફ્રાસ્ટર્ક્ચર, IT, ટેકનો, ઓટો, FMCG અને ઓઈલ-ગેસ શેર્સ 1.03 ટકા સુધી વધીને ટ્રેડ થઈ રહ્યા હતા. ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં સામાન્ય વરસાદ થવાની ભારતીય હવામાન ખાતાની આગાહી બાદ ગ્રામીણ માંગમાં સુધારાની આશા સાથે સોમવારે શેરબજારમાં મજબૂત હવામાન જોવા મળ્યું હતું.
આજે ICICI બેન્ક, SBI, યસ બેન્ક, વેદાંતા, ટાટા સ્ટીલ, અદાણી પોર્ટ્સ, ભારતી એરટેલ, એક્સિસ બેન્ક, ટાટા મોટર્સ, ઈન્ફોસિસ, કોલ ઈન્ડિયા, હીરો મોટો કોર્પ, ONGC, RIL, M&M, સન ફાર્મા, બજાજ ઓટો, NTPC, TCS, ITC, L&T અને પાવર ગ્રીડના શેર્સ 2.59 ટકા સુધી વધીને ટ્રેડ થઈ રહ્યા હતા.
શુક્રવારે અમેરિકાના શેરબજાર વધીને બંધ રહ્યા બાદ આજે સવારે એશિયાના અન્ય બજારોમાં પણ તેજી તરફી ચાલ જોવા મળી હતી. જાપાનનો નિક્કાઈ 0.35 ટકા, હોંગકોંહનો હેંગસેંગ ઈન્ડેક્સ 0.94 ટકા વધીને ટ્રેડ થઈ રહ્યા હતા જ્યારે ચીનનો શાંઘાઈ કોમ્પોઝિટ ઈન્ડિકેસ 0.14 ટકા ઘટીને ટ્રેડ થઈ રહ્યો હતો.
દેવાધિદેવ મહાદેવજી, શનિ અને પિતૃઓની કૃપા મેળવવાનો ઉત્તમ દિવસ એટલે શનૈશ્ચરી અમાસ. અષાઢી અમાસ શનિવારે આવી રહી છે. સાથોસાથ આ દિવસે ચતુર્ગ્રહી યોગનો પણ સમન્વય થઈ રહ્યો છે. કર્ક રાશિમાં સૂર્ય-ચંદ્ર ઉપરાંત બુધ અને રાહુ પણ સાથે આવી રહ્યાં છે. આ અમાસ અને ચતુર્ગ્રહી યોગમાં જ ખંડગ્રાસ સૂર્યગ્રહણ પણ થવાનું છે, જોકે તે ભારતમાં દેખાવાનું નહીં હોવાથી ધાર્મિક દૃષ્ટિએ પાળવાનું નથી.

સામાન્ય રીતે કોઈપણ મહિનાની અમાસનાં દિવસે દેવાધિદેવ મહાદેવજીનું પૂજન-અર્ચનનું સવિશેષ મહત્ત્વ હોય છે અને પિતૃકાર્ય પણ કરવામાં આવતું હોય છે, પરંતુ આ વર્ષે અષાઢી અમાસ શનિવારે આવે છે, તેથી શનૈશ્ચરી અમાસ થાય છે. જ્યારે કર્ક રાશિમાં ચાર ગ્રહો હોવાથી ચતુર્ગ્રહી યોગ સર્જાય છે અને મંગળ સાથે કેતુ મકર રાશિમાં છે. જોકે, આ દિવસે અમાસ બપોરે ૩.૨૯ સુધી જ રહેશે.
અષાઢી શનૈશ્ચરી અમાસ, ચતુર્ગ્રહી યોગની સાથે જ તા.૧૯મી ઓગસ્ટ સુધી બુધ વક્રી છે, તા.૨૭મી ઓગસ્ટ સુધી મંગળ વક્રી છે અને તા.૬ સપ્ટેમ્બર સુધી શનિ વક્રી છે એટલે કે ત્રણ ગ્રહો વક્રી પણ છે. આ બધી જ સ્થિતિઓને જોતાં પ્રજાને માથે ભાર વધે તેવી ઘટનાઓ આકાર લે અને તેને કારણે સંઘર્ષ-ઘર્ષણની સ્થિતિઓનું પણ નિર્માણ થતું જોવા મળે. આ સમય ગાળા દરમિયાન રાજકીય ક્ષેત્રે સંકળાયેલા સત્તાધીશોએ હિતશત્રુઓથી સંભાળવું હિતાવહ બની રહે.
તા.૧૧મી ઓગસ્ટના રોજ અષાઢી અમાસ છે. માટે જ આ દિવસે ‘દિવાસો’, એવ્રત-જીવ્રત વ્રતની ઉજવણી પણ કરવામાં આવશે. જ્યારે આ દિવસ શ્રાવણ માસના પ્રારંભની અમાસ હોવાથી અનેક શ્રદ્ધાળુઓ અમાસથી અમાસ સુધી એક મહિનાનું વ્રત પણ કરતાં હોય છે. તેઓ માટે પણ શિવપૂજન માટે મહત્ત્વનો દિવસ બની રહેશે.
ટ્રેડ વોરના આંચકા ચીની શેરબજારમાં વર્તાવાના શરૂ થયા છે. ચીનની બીજા નંબરની જગ્યા હાંસલ કરતા જાપાન ચાર વર્ષ પછી ફરી વિશ્વમાં બીજા નંબરનું સૌથી મોટું શેરબજાર ધરાવતો દેશ બન્યો છે.
જાપાનના શેરબજાર વધીને રહેતાં તેનું માર્કેટ કેપ 6.17 ટ્રીલિયન અબજ ડોલર રહેતાં ચીનને ઓવરટેક કરી ગયું જતાં વિશ્વમાં અમેરિકા પછી બીજા નંબરનું સૌથી મોટું શેરબજાર બન્યું હતું. અમેરિકાનું શેરબજાર 31 ટ્રીલિયન ડોલર સાથે વિશ્વના સૌથી મોટું માર્કેટ કેપ ધરાવે છે.

જાપાન પાસેથી બીજા નંબરનું સ્થાન ચીને જાન્યુઆરી 2014માં છીનવી લીધું હતું અને ત્યાર પછી 2015માં માર્કેટ કેપ એક તબક્કે વધીને 10 ટ્રીલિયન ડોલર સુધી વધ્યું હતું. ચીનનો શાંઘાઈ આંક 2018માં ઇમર્જીંગ માર્કેટમાં સૌથી નબળું રિટર્ન આપનારા શેરબજારમાં છે અને તે 17 ટકા તૂટ્યો છે. ચીનનો યુઆન અમેરીકન ડોલર સામે 10 વર્ષની નીચી સપાટી તરફ સરક્યો છે. છેલ્લા છ મહિનામાં ડોલર સામે ચીનની કરન્સી 8 ટકા તૂટી છે અને સતત આઠમાં સપ્તાહમાં ઘટીને રહી હતી. આ સપ્તાહને અંતે યુઆન 6.862ના સ્તરે બંધ રહ્યો હતો.
ચીનની કરન્સી યુઆન ડોલર સામે દસ વર્ષની નીચી સપાટી તરફી સરકી ગઈ છે અને તેના પગલે શેરબજાર પણ વિશ્વના બીજા મોટા શેરબજારનું સ્થાન ગુમાવીને ત્રીજા સ્થાને આવી ગયા છે.
અમેરિકા દ્વારા ચીનના 200 અબજ ડોલરના વેપાર પર 25 ટકા ટેરિફની વધતી પ્રબળ સંભાવના પાછળ ચીનના શેરબજાર ઘટ્યા છે અને તા.3 ઓગસ્ટે વધુ તૂટતાં ચીનની ઇક્વિટીનું માર્કેટ કેપ 6.09 ટ્રીલિયન ડોલરની સપાટીએ ગબડ્યું હતું.
ચીને અમેરિકા પર વળતો પ્રહાર કરીને અમેરિકાથી આયાત થતી પ્રોડક્ટ પર 60 અબજ ડોલરની ટેરિફ લાદવાની ચિમકી આપી છે. અમેરિકાએ તાજેતરમાં ચીનની 200 અબજ ડોલરની આયાત પર 25 ટકા ટેરિફ લાદવાના સંકેત આપતાં તેના પ્રત્યુતરમાં ચીન પણ અમેરિકાની પ્રોડક્ટ પર ટેરિફ વધારશે.
