CIA ALERT
02. May 2024
March 1, 20191min10340

Related Articles



‘અભિનંદન’ની રાહમાં આતૂર દેશ, અડધો દિવસ વિત્યો

Share On :
Print Friendly, PDF & Email

ગઇ તા.27મીએ પાકિસ્તાને પકડી લીધેલા ભારતીય વિંગ કમાંડર અભિનંદન આજે ભારત પરત ફરી રહ્યા છે. આખો દેશ તેમની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યો છે, અડધો દિવસ વિતી ચૂક્યો છે, સી.આઇ.એ. લાઇવની ટીમ સમગ્ર ઘટનાક્રમ પર સતત નજર રાખીને વેબસાઇટ અપડેટ કરી રહ્યું છે. વાંચો અત્યાર સુધીનો ઘટનાક્રમ

કાગઝી કાર્યવાહી પૂરી
વિંગ કમાંડર અભિનંદન અટારી પહોંચે તે પહેલા આજે સવારે સાડા નવ વાગ્યાના અરસામાં પંજાબના અટારી સીમા પર ભારતીય વાયુસેનાની ટીમ પહોંચી ગઈ હતી. અભિનંદનની મુક્તિની દિશામાં કામ શરૂ થઈ ગયું છે. પાકિસ્તાનમાં ભારતના ઉચ્ચાયુક્તે તેમની મુક્તિ માટે તમામ પ્રકારનું પેપર વર્ક ઔપચારિકતાઓ પૂરી કરી હતી, ક્યાંયે કોઇ પ્રતિકુળ સંજોગો સર્જાયા ન હતા.

બીટિંગ રિટ્રીટ દરમિયાન મુકિત સંભવ
પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાને પાકી સંસદમાં કરેલી જાહેરાત અનુસાર આજે તા.1લી માર્ચે 2019ના રોજ પાકિસ્તાન અભિનંદનને અટારી સીમા પર દરરોજ યોજાતી બીટિંગ રિટ્રીટ સેરેમની દરમિયાન ભારતને સોંપે તેવા સંજોગો ઉજળા જણાય રહ્યા છે, અભિનંદન ક્યારે છૂટશે એ બપોરે 1 વાગ્યા સુધી નિયત થઇ શક્યું ન હતું કે કોઇ જાહેરાત કરવામાં આવી ન હતી. હવે સાંજે 5 વાગ્યે શક્ય બની શકશે.  પરંતુ ભારત અભિનંદનને એ પહેલા જ સોંપવાની માંગણી કરી રહ્યું છે. અટારી-વાઘા બૉર્ડર પર સાંજે પાંચ વાગ્યો બીટિંગ રિટ્રીટ સેરેમની થાય છે.

ભારતે કહ્યું બિટીંગ રીટ્રીટ પહેલા મુક્ત કરો

ભારતના સૈન્ય અધિકારીએ પાકિસ્તાની સૈન્યને જાણ કરી છે કે વાઘા બોર્ડર પર બિટીંગ રીટ્રીટ દરમિયાન મોટી સખ્યામાં લોકો હશે અને એ સમયે મુક્ત કરવા કરતા પહેલા અભિનંદનને ભારતની સીમામાં પ્રવેશ કરાવી દેવામાં આવે. પાકિસ્તાની સૈન્યએ આ બાબતે હકારાત્મ પ્રતિસાદ આપ્યો હોવાનું જાણવા મળે છે.

વાઘા બૉર્ડર પર પહોંચી રહ્યા છે લોકો
વિંગ કમાંડર અભિનંદન વર્ધમાન આજે વાઘા બૉર્ડરથી પાછા આવશે. વાઘા બૉર્ડર પર મોટી સંખ્યામાં લોકો પહોંચી સવારે 10 વાગ્યાથી જ પહોંચી ચૂક્યા છે. મોટી સંખ્યામાં લોકોને બોર્ડર પર જતા રોકવા માટે પંજાબ પોલીસે પણ ભારે જહેમત ઉઠાવવી પડી રહી છે.

દિલ્હી ફ્લાઈટમાં સવાર વિંગ કમાંડરના માતા-પિતાને લોકોએ ઊભા થઈ માન આપ્યું

અભિનંદનને આવકારવા તેમના માતા-પિતા પણ વાઘા બોર્ડર પહોંચવા દિલ્હી ફ્લાઈટમાં પહોંચ્યા હતા અને તેઓ ત્યાંથી અમૃતસર જશે. દિલ્હીમાં ફ્લાઈટમાં જાબાંઝ જવાનને માતા-પિતાને ખૂબજ સમ્માન સાથે લોકોએ તાળિયોના ગડગડાટથી વધાવ્યા હતા અને તેના બદલામાં અભિનંદનના માતા-પિતાએ પણ લોકોનો ધન્યવાદ માન્યો હતો. આ અંગેના ફોટો અને વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યા છે.

વાયુસેનાના જાબાંઝ પાયલટ અભિનંદનના માતા-પિતા આ ફ્લાઈટમાં સવાર હતા. ફ્લાઈટમાં સવાર દરેક લોકોની આંખો આ શૂરવિર જવાનના માતા-પિતા પર મંડાયેલી હતી. તમામ લોકોએ ઊભા થઈને નિવૃત એર માર્શલ એસ વર્ધમાન તેમજ ડો. શોભા વર્ધમાનનું સ્વાગત કર્યું અને તેમને માન આપ્યું હતું. આટલું જ નહીં લોકોએ અભિનંદનના માતા-પિતાને સૌપ્રથમ ફ્લાઈટમાંથી નીચે ઉતરવા માટે રસ્તો આપ્યો હતો.

અભિનંદનની વાપસી, ભારતમાં ઉત્સવ

વીંગ કમાંડર અભિનંદનને તા.1લી માર્ચે મુક્ત કરવાની જાહેરાત તા.28મી માર્ચે સાંજે પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાને કરતા જ ભારતમાં ઉત્સવ ઉજવવાનું શરૂ થઇ ગયું હતું. આજે તા.1લી માર્ચને શુક્રવારે તો સવારથી જ ભારતના શહેરો, નગરો, ગામોમાં જાણે ઉત્સવનો માહોલ હોય એ રીતે લોકો પ્રફુલ્લિત જણાયા હતા. લોકો પોતાની ખુશીઓ સોશ્યલ મિડીયામાં વ્યક્ત કરી રહ્યા હતા.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :