CIA ALERT
29. April 2024
March 2, 20191min3680

Related Articles



અભિનંદન ભારત પરત

Share On :
Print Friendly, PDF & Email

દુશ્મન દેશ પાકિસ્તાનના કબજામાંથી છૂટીને ભારત પાછા ફરેલા હવાઇદળના પાઇલટ વિંગ કમાંડર અભિનંદન વર્ધમાનનું શુક્રવારે મોડી રાતે સરહદ પરની અટ્ટારી – વાઘા સીમા પર ભવ્ય સ્વાગત કરાયું હતું. સ્વદેશ પાછા ફરેલા અભિનંદનના ચહેરા પર ખુમારી અને શૌર્ય છલકતાં હતાં. પાઇલટ અભિનંદન ભારતીય હવાઇદળના ગણવેશમાં નહિ, પરંતુ સ્યૂટમાં સજ્જ હતો. સરહદ પરની ઇમિગ્રૅશનની કાર્યવાહી પૂરી થયા બાદ તેને તાત્કાલિક તબીબી તપાસ માટે લઇ જવાયો હતો. અગાઉ, પાકિસ્તાને ભારતને અભિનંદન આપવામાં ઘણો વિલંબ કર્યો હતો. સરહદ સહિત દેશભરમાં ઉત્સવનું વાતાવરણ ઊભું થયું હતું. ફટાકડા ફોડવામાં આવ્યા હતા, મીઠાઇઓ વહેંચાઇ હતી અને ઢોલનગારાં વગાડવાની સાથે દેશભક્તિના નારા પોકારવામાં આવ્યા હતા. પાઇલટ અભિનંદનને સરહદ પર આવકારવા ભારતીય હવાઇદળ સહિત સુરક્ષા દળના અનેક ઉચ્ચ અધિકારીઓ, રાજકીય નેતાઓ અને સામાન્ય જનતા મોટી સંખ્યામાં હાજર રહી હતી.

પાઇલટ અભિનંદન ભારતને શુક્રવારે બપોરના જ મળવાનો હતો, પરંતુ પાકિસ્તાને અજાણ્યા કારણસર તેની સોંપણીમાં વિલંબ કર્યો હતો.

સરહદ પર પાઇલટ અભિનંદનને આવકારવા 20,000થી વધુ લોકો હાજર રહ્યા હતા. અનેકના હાથમાં

ત્રિરંગો ધ્વજ હતો. અહીં પ્રસારમાધ્યમના લોકો મોટી સંખ્યામાં મીટ માંડીને બેઠા હતા.

અગાઉ, અભિનંદને સરહદ પરની ઇમિગ્રૅશન ઑફિસ ખાતે સલામતીની કડક તપાસમાંથી પસાર થવું પડ્યું હોવાનું કહેવાય છે. આ ઉપરાંત, તેની તબીબી ચકાસણી પણ કરાઇ હતી.

પાકિસ્તાનના યુદ્ધવિમાનોને ભારતીય હવાઇસીમાથી દૂર રાખવાના પ્રયાસમાં પાઇલટ અભિનંદન પાકિસ્તાનના હાથમાં સપડાઇ ગયો હતો, પરંતુ જીનિવા કરારને કારણે ભારતીય પાઇલટની સોંપણી કરવા પાકિસ્તાનને ફરજ પડી હતી.

દેશમાં માત્ર સરહદ પરના જ નહિ, પરંતુ અંતરિયાળ વિસ્તારમાંના લોકો પણ પાઇલટ અભિનંદન વર્ધમાન પાછો ફરતા આનંદિત થઇ ગયા હતા.

ઘણી જગ્યાએ લોકો મોડી રાત સુધી અભિનંદનના ફૉટા અને બૅનર લઇને ભેગા થયા હતા. અનેક સ્થળે ફટાકડા ફોડાયા હતા, મીઠાઇઓ વહેંચાઇ હતી અને નાચગાન પણ કરાયું હતું.

અમદાવાદ સહિત ગુજરાતના અનેક સ્થળે ગરબા ગવાયા હતા, બેંગલોરમાં ડાન્સ કરાયો હતો, પુરીમાં રેતશિલ્પ તૈયાર કરાયું હતું અને ઘણી જગ્યાએ યજ્ઞ અને પૂજા-અર્ચના કરાઇ હતી.

અટ્ટારી સીમાથી અંદાજે 30 કિલોમીટર દૂર આવેલા અમૃતસર સુધીના માર્ગ પર લોકો અને વાહનોની ભારે ભીડ જામી હતી.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :