CIA ALERT
07. May 2024
February 28, 20191min4100

Related Articles



પાકિસ્તાનની શરણાગતિ પાછળ કપટની બદબૂ

Share On :
Print Friendly, PDF & Email

કાશ્મીરના પુલવામા ખાતે ગઇ તા.14મી ફેબ્રુઆરી 2019ના રોજ સીઆરપીએફ પર આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાનની સામે લાલઆંખ કરીને પાકિસ્તાન પ્રેરિત આતંકવાદ પર ભારતે કુટનીતિક, રાજનીતિક પ્રહારો તો કર્યા જ પણ સાથોસાથ પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીરમાં આવેલા જૈશ એ મહોમદની છાવણીઓ પર બોંબમારો પણ કર્યો. અત્યાર સુધીની પાકિસ્તાનની કથની એવી રહી છે કે એણે ક્યારેય શરણાગતિ કે શાંતિથી વાતો કરી નથી. આ વખતે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાનખાન ગળે નહીં ઉતરે એવી ભાષામાં ભારત સાથે ડાયલોગ કરી રહ્યા છે.

તા.26 અને તા.27મીના ઘટનાક્રમ બાદ આજે તા.28મી ફેબ્રુઆરી 2019ના રોજ ઇમરાનખાને પાકિસ્તાનની સંસદમાં ઘોષણા કરીને ભારતના એક યુદ્ધ કૈદીને તા.1લી માર્ચે છોડવાની જાહેરાત કરી, એ પછી સમગ્ર વિશ્વભરના રાજનીતિજ્ઞોમાં અચરજ ફેલાયું છે. પાકિસ્તાન જે રીતે શરણાગતિ અને શાંતિની વાતો કરી રહ્યું છે તેનો કદી ભરોસો થાય તેમ નથી અને કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર અને અધિકારીઓ પણ આ વાત સારી રીતે જાણે છે એટલે પાકિસ્તાનનો જરાય ભરોસો કર્યા વગર પોતાની નીતિઓનો અમલ ભારત કરી રહ્યું છે.

એક રાષ્ટ્ર તરીકે ભારત સામે લડી શકે તેવો એકેય મોરચો નહીં હોવા છતાં ભારતના પેંગડામાં પગ ઘાલવાનો પ્રયાસ કરી રહેલા પાકિસ્તાનને આ વખતે જે વલણ અખત્યાર કર્યું છે એ શરણાગતિની પાછળ કપટીપણાની બદબૂ ગંધાય રહી છે. જાણકારો કહે છે કે પાકિસ્તાન વિશ્વના દેશોને, યુનાઇટેડ નેશન્સને જાહેરમાં એવું દર્શાવવા માગે છે કે આતંકવાદ સામે એ ભારતની સાથે છે અને એ જ પાકિસ્તાન આગામી દિવસોમાં આતંકવાદ પ્રેરિત દુસાહસો કરીને ભારતને પજવી શકે તેમાં કોઇ શંકા નથી. એટલે જ પાકિસ્તાનીઓની કોઇ વાત કે તેમનું કોઇ સ્ટેન્ડ ભરોસાપાત્ર ગણી શકાય નહીં.

પુલવામા હુમલાને પગલે ભારતે કરેલી જવાબી કાર્યવાહીથી ડઘાઈ ગયેલા પાકિસ્તાને હવે શાંતિમંત્રણાની સુફિયાણી વાતો શરૂ કરી છે. બુધવારે ભારત દ્વારા પાકિસ્તાનના F-16 વિમાનને તોડી પાડવામાં આવ્યા બાદ ભારતના એક મિગ-21 વિમાન નષ્ટ થયું હતું અને એલઓસી પાસેથી પાકે. ભારતીય વાયુ સેનાના વિંગ કમાન્ડર અભિનંદનને ઝડપી લીધો હતો. પાકે. દાવો કર્યો હતો કે ભારતીય વાયુસેનાના ઓફિસર તેમના કબજામાં છે બાદમાં ભારતે આ વાતની પુષ્ટી કરી હતી.

ભારતની સૈન્ય શક્તિ સામે પાકે. ઘૂંટણીયા ટેકવી દેતા પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશીને ટાંકીને સ્થાનિક મીડિયાએ જણાવ્યું હતું કે, પાકિસ્તાન ભારતીય વાયુસેનાના અધિકારીને પરત કરવા તૈયાર છે પરંતુ તે ઈચ્છ છે કે ભારત દ્વારા હવે કોઈ ઉશ્કેરણી ના કરવામાં આવે. પુલવામા હુમલા અંગેના ભારતના ડોઝિયરની પાક. સમીક્ષા કરશે. આના વળતા જવાબમાં ભારતે પણ પાકિસ્તાનને સ્પષ્ટ આદેશ આપ્યો છે કે તેઓએ વિંગ કમાન્ડર માટે કોન્સ્યુલર એક્સેસ નથી માંગ્યું અને પાક. સાથે મંત્રણાનો કોઈ સવાલ જ ઊભો થતો નથી. પાકિસ્તાન વહેલી તકે વાયુસેનાના અધિકારી ભારતને સોંપે. ભારત પાક.ની કોઈપણ શરત સ્વીકારવા તૈયાર નથી.

પુલવામા આતંકી હુમલા બાદ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ઠેકાણાઓ પર ભારતીય વાયુસેના દ્વારા કરાયેલી એર સ્ટ્રાઇકને અમેરિકાએ સમર્થન આપ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ, જૈશના આતંકી ઠેકાણાઓ પર હુમલા બાદ બુધવારે મોડી રાત્રે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને અમેરિકના વિદેશ મંત્રી માઇક પોમ્પિઓની ટેલિફોન પર વાતચીત થઇ હતી.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :