CIA ALERT

Slider Archives - Page 315 of 487 - CIA Live

August 9, 2019
ukai.jpg
1min8380

Dt.09.08.19. Hr: 14.00 hrs.

  • Rule Level : 335.00 ft.
  • Present Water Level : 327.39 ft.
  • Inflow: 669029 cusecs.
  • G.S. : 4630.52 MCM
  • %age filling: 62.45 %
  • Increase in qty: 3757 MCM (w.r.t to mini storage of this yr)
  • Hathnur Level: 211.60 mt. Outflow : 234827 cusecs

હજુ 20 દિવસ પહેલા ઉકાઇ ડેમમાં તળીયું દેખાતું હતું, ડેમમાં ડૂબેલી મિલકતો દેખાઇ રહી હતી અને સરકાર સમેત સુરતવાસીઓ પાણી બાબતે ચિંતાતૂર હતા. કુદરતની બલિહારી અકળ રહી છે, વીસ જ દિવસમાં ઉકાઇ ડેમમાં પાણીની સપાટી 327 ફૂટ પર પહોંચાડી દીધી છે. સુરતવાસીઓ ઉપરાંત ખેડૂતોની પાણીની જરૂરીયાત આખું વર્ષ પૂરી થતી રહે તેટલું પાણી ડેમમાં આવી ચૂક્યું છે.

આજરોજ તા.9મી ઓગસ્ટ 2019ને શુક્રવારે બપોરે 2 વાગ્યે ઉકાઇ ડેમમાં પાણીનો આવરો 6 લાખ 69 હજાર ક્યુસેક્સ નોંધાયો હતો. ઉકાઇ ડેમમાં પાણીની સપાટી 327 ફૂટને પાર થઇ ગઇ હતી.

ઉકાઇ ડેમના અધિકૃત સૂત્રોએ આપેલી માહિતી મુજબ બપોરે બે વાગ્યે ઉકાઇ ડેમમાં પાણીનો આવરો 6.69 લાખ ક્યુસેક્સ હતો અને ડેમ કુલ 62.45 ટકા જેટલો ભરાઇ જવા પામ્યો છે.

તા.9મી ઓગસ્ટ બપોરે 4 વાગ્યાથી ઉકાઇ ડેમમાંથી કુલ 75 હજાર ક્યુસેક્સ પાણી છોડવાનું શરૂ કરવામાં આવશે. જિલ્લા કલેક્ટર શ્રી ડો. ધવલ પટેલે પોતાના વોઇસ મેસેજમાં જણાવ્યું છે કે ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડવાની કોઇ ગંભીર અસર હાલ વર્તાશે નહીં, કોઇએ ખોટી અફવાથી દોરવાવું નહીં.

તંત્રવાહકો હવે એવી અસમંજસભરી સ્થિતિમાં મૂકાયા છે કે હવે શું કરવું, ડેમમાં પાણીની સપાટી આ રીતે વધશે તો હજુ એક મહિનો વરસાદ પડે તેવી સ્થિતિમાં ડેમાં રૂલ લેવલ કરતા વધુ પાણી આવે તેમ છે.

એ પૂર્વે દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ તેમજ ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને પગલે ઉકાઇ ડેમની સવારે 10 વાગ્યે નોંધાયેલી પાણીની સપાટી 325.97 ફૂટ છે, જે રૂલ લેવલ ૩૩5થી 10 ફૂટ ઓછી છે.

જૂનના બીજા વીકે તો ઉકાઇનું લેવલ ડેડસ્ટોરેજ સુધી પહોંચી ગયું હતું. હાલમાં ઉકાઇ ડેમમાં ૩૧૪૩ એમસીએમ પાણીનું લાઇવ સ્ટોરેજ છે. ડેમની કુલ લાઇવ સ્ટોરેજ કેપેસીટી ૬૭૩૦ એમસીએમ છે. ઉકાઇ ડેમ 60 ટકા ભરાયો છે.

હજુ ચોમાસાને દોઢ મહિનો બાકી છે જેથી ચાલુ સિઝનમાં સારા વરસાદથી સપાટી રૂલ લેવલ નજીક ડેમની સપાટી ૩૩૦ ફૂટ પહોંચી જશે ત્યારે સુરત શહેર અને ખેડૂતોને આખું વર્ષ પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે એટલો જથ્થો ડેમમાં આવી ચૂક્યો હશે.

દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ તેમ જ ઉપરવાસમાં પડેલા ધોધમાર વરસાદને પગલે હથનુર ડેમની સપાટી 9મી ઓગસ્ટને શુક્રવારે, સવારે 7 કલાકે 210.49 મીટર નોંધાઇ હતી અને ત્યાંથી 1,74,297 ક્યુસેકસ જેટલી મોટી માત્રામાં પાણી છોડવામાં આવી રહ્યું હતું.

હથનૂર ડેમમાંથી છોડવામાં આવેલું પાણી ઉકાઈ ડેમમાં આવતા ડેમની સપાટીમાં વધારો થયો હતો.

બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશનર સક્રિય થવાના કારણે આગામી ૧૦ ઑગસ્ટ સુધી સુરત, ડાંગ, નવસારી, તાપી, દમણ સહિત ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે

August 8, 2019
Mansoor-khan.jpg
1min12940
પોન્ઝીસ્કીમ ચલાવીને કર્ણાટક, બેંગલુરુ અને આસપાસના વિસ્તારોને 30 હજાર લોકો પાસેથી કરોડો રૂપિયા ખંખેરી લેનાર ભેજાબાજ મન્સુર ખાન દુબઇ ભાગી છૂટ્યો હતો, જેવો દિલ્હી ઉતર્યો, પોલીસે તેને ઝબ્બે કરી લીધો હતો.

કર્ણાટકના બેંગલુરુ ખાતે પોન્ઝી સ્કીમ ચલાવીને અંદાજે 30 હજાર લોકો પાસેથી રૂપિયા પડાવીને છેલ્લા ઘણાં મહિનાથી દુબઇ ફરાર થઇ ગયેલા મન્સુર ખાન નામના ચીટરને બે દિવસ પહેલા પોલીસે દિલ્હી એરપોર્ટથી ઝબ્બે કર્યો હતો. બાદમાં તેના સ્થળો પર પાડવામાં આવેલા દરોડા દરમિયાન એક મિલ્કતના સ્વીમીંગ પુલની નીચે સંતાડીને રાખવામાં આવેલું 300 કિલો જેટલું નકલી સોનુ ઝડપી પાડવામાં આવ્યું હતું. આ નકલી સોનું પણ ચીટર મન્સુર ખાન લોકોને પધરાવી દઇને ફ્રોડ કરવાની ફિરાકમાં હતો.

આ અસલી સોનું નથી પણ નકલી સોનું છે, કર્ણાટકના ચીટર મન્સુરખાને સ્વીમીંગ પુલની નીચે 303 કિલો વજન ધરાવતા 5880 નકલી સોનાના બિસ્કીટ છૂપાવી રાખ્યા હતા.

પોન્ઝી સ્કીમ ચલાવીને કરોડો રૂપિયાનું કરી નાંખનારા IMAના સ્થાપક મંસૂર ખાને સ્વિમિંગ પૂલને જ સોનાથી ભરી દીધો. સ્વીમીંગ પુલની નીચે સિફતપૂર્વ સંતાડીને રાખવામાં આવેલા 5880 સોનાના બિસ્કીટના રૂપમાં 303 કિલો નકલી સોનું પોલીસે જ્યારે ઝબ્બે કર્યું ત્યારે તમામ ચોકીં ઉઠ્યા હતા, કેમકે પહેલી નજરમાં તો તમામને સોનું અસલી જ લાગ્યું હતું.

આટલી મોટી સંખ્યામાં નકલી સોનાના બિસ્કીટનો ઉપયોગ થવાનો હતો તે જોઈને ઓફિસરોના પણ હોંશ ઉડી ગયા.

IMAના સંસ્થાપક મંસૂર ખાનના ઘરે SITએ રેઈડ પાડી હતી. તેના ઘરે છઠ્ઠા માળે બનેલા સ્વિમિંગ પૂલની નીચેથી 303 કિલો નકલી સોનાના બિસ્કીટ મળ્યા છે. આ મામલામાં વસીમ નામના એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.

હકીકતમાં કરોડોના સ્કેમમાં મુખ્ય આરોપી અને IMA જ્વોલર્સના સંસ્થાપક મંસૂર ખાનને દુબઈથી આવ્યા બાદ દિલ્હી પોલીસે એરપોર્ટ પર જ પકડી લીધો હતો. SITએ કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા લુકઆઉટ નોટિસ જારી કરીને ઈન્ટરપોલ સહિત બધી સંબંધિત એજન્સીઓને મંસૂર ખાનની જાણકારી આપી દીધી હતી.

કર્ણાટકની સરકારે તેની 300 કરોડની કિંમતની 23 પ્રોપર્ટી જપ્ત કરી છે.

August 8, 2019
narmada.jpg
1min5170

સમગ્ર ગુજરાતની જીવાદોરી સમાન બની ચૂકેલા નર્મદા ડેમમાં ડેમમાં તા.7મી ઓગસ્ટ 2019ના રોજ પાણીની સપાટી 127.90 મીટર નોંધાઇ હતી. ડેમના કેચમેન્ટ એરિયામાં સતત વરસી રહેલા વરસાદને પગલે નર્મદા ડેમમાં પાણીની સપાટીમાં વધારો થઈ રહ્યો છે. એવું માનવામાં આવી રહ્યું છે કે ગુજરાત સરકાર ડેમને 131 મીટર પાણી ભરાવો કરશે.

રાજ્ય સરકારના સિંચાઇ વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ નર્મદા નદીના આસપાસના વિસ્તારોમાં સારો વરસાદ પડ્યો હોવા છતાં આ વર્ષે સરદાર સરોવર ડેમ હાઇએસ્ટ લેવલ 138.68 મીટરના સંપૂર્ણ જળાશય સ્તર પર ભરાઈ તેવી કોઈ શક્યતા નથી. આવું એટલા માટે કારણ કે ડેમને FRL સુધી ભરવા માટેનો પ્રસ્તાવ નર્મદા કંટ્રોલ ઓથોરિટી પાસે પેન્ડિંગ છે.

નર્મદા ડેમને 138.68 મીટરના સંપૂર્ણ જળાશય સ્તર પર ભરવા માટેની મંજૂરીની પ્રક્રિયા ચાલુ છે.

એક વખત નર્મદા ડેમમાં જળસ્તરની સપાટી 131 મીટરે પહોંચી જાય બાદમાં રાજ્ય સરકારે નર્મદા કંટ્રોલ ઓથોરિટી પાસેથી વધારાની મંજૂરી લેવી પડશે.

August 8, 2019
team-india-ap-fb.jpg
1min8120
London: India’s captain Virat Kohli, third left, and teammates leave the field after their loss against New Zealand in the Cricket World Cup warm up match at The Oval in London, Saturday, May 25, 2019. New Zealand won the match by six wickets. AP/PTI(AP5_25_2019_000314B)

ટી20 શ્રેણીમાં’ વેસ્ટ ઈન્ડિઝનો વ્હાઈટ વોશ કર્યા બાદ હવે ભારત ગુરૂવારે ગયાનામાં યજમાન ટીમ સામે ત્રણ મેચની વનડે શ્રેણીનો પહેલો મેચ રમશે.’ વિશ્વકપ 2019 સેમીફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે હાર બાદ ભારતનો વનડે પ્રારુપમાં આ પહેલો મેચ બનશે.

વિશ્વકપ દરમિયાન ઈજાગ્રસ્ત બનેલો શિખર ધવન પણ વનડેમાં વાપસી કરશે. ભારત તરફથી કેએલ રાહુલ ચોથા ક્રમાંકે ઉતરે તેવી સંભાવના છે. જ્યારે કોહલી પસંદગીના ત્રીજા સ્થાને મેદાનમાં ઉતરશે. મેચનું પ્રસારણ સાંજે 7 વાગ્યાથી થશે.

કેદાર જાધવ મેચમાં પાંચમા કે છઠ્ઠા ક્રમાંકે ઉતરે તેવી સંભાવના છે અને ઋષભ પંતને ક્યા ક્રમાંકે ઉતારવામાં આવશે તેના નિર્ણયની અસર કેદાર જાધવના બેટિંગ ક્રમ ઉપર પડશે. મધ્યક્રમમાં એક અન્ય સ્થાન માટે દાવેદારી મનીષ પાંડે અને શ્રેયસ અય્યર વચ્ચે થશે.’ પાંડે ટી20માં આશા પ્રમાણે પ્રદર્શન કરી શક્યો નથી. જેથી અય્યરને તક આપવાનો વિચાર થઈ શકે છે.

એક અઠવાડીયાની અંદર બે દેશમાં ત્રણ ટી20 મેચ રમનારા ભુવનેશ્વર કુમારને આરામની સંભાવના છે. તેવામાં મોહમ્મદ શમી ઝડપી બોલિંગ આક્રમણની આગેવાની કરશે. જ્યારે નવદીપ સૈની વનડેમાં ડેબ્યૂ કરશે. વિશ્વકપ સેમીફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે હાર બાદ વિરાટ કોહલી ટીમને એકજુથ કરવામાં સફળ રહ્યો છે અને ટી20 શ્રેણીમાં વેસ્ટ ઈન્ડિઝને 3-0થી હરાવ્યું છે. તેવામાં વિશ્વકપમાં પાંચ સદી ફટકારનારો રોહિત શર્મા પોતાના શાનદાર ફોર્મને યથાવત રાખવાનો પ્રયાસ કરશે. આ દરમિયાન ઁવેસ્ટ ઈન્ડિઝની ટીમ કેપ્ટનશિપ ઉપર સવાલો ઉઠાવનારા લોકોને જવાબ આપવા માટે ભારત સામે મેદાનમાં ઉતરશે. રમતના સૌથી નાના પ્રારુપમાં વ્હાઈટ વોશ બાદ વેસ્ટ ઈન્ડિઝને આશા રહેશે કે ગેઈલની વાપસથી ટીમ મજબુત બનશે. ગેઈલે ઘોષણા કરી હતી કે ભારત સામેની શ્રેણી તેની અંતિમ શ્રેણી રહેશે. વનડે શ્રેણી માટે બેટ્સમેન જોન કેમ્પેબલ, રોસ્ટન ચેઝ સહિતના ખેલાડીઓની 14 સભ્યની ટીમમાં વાપસી થઈ છે.
ભારત –

વિરાટ કોહલી(કેપ્ટન), રોહિત શર્મા, શિખર ધવન, કેએલ રાહુલ, શ્રેયસ અય્યર, મનીષ પાંડે, ઋષભ પંત, રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, યજુર્વેન્દ્ર ચહલ,’ કેદાર જાધવ, મોહમ્મદ શમી, ભુવનેશ્વર કુમાર, ખલીલ અહેમદ, નવદીપ સૈની

વેસ્ટ ઈન્ડિઝ-

જેસન હોલ્ડર (કેપ્ટન), ક્રિસ ગેલ, જોન કેમ્પેબલ, ઈવિન લુઈસ, શાઈ હોપ, શિમરોન હેટમાયર, નિકોસલ પુરણ, રોસ્ટન ચેઝ, ફેબિયન એલન, કાર્લાસ બ્રેથવેટ, કીમો પોલ, શેલ્ડન કોટરેલ, ઓશાને થોમસ, કેમાર રોચા

August 8, 2019
weather-forecast.jpg
1min5570

દક્ષિણ ગુજરાતમાં અપર એર સરક્યુલેશનની અસરો ઘટવાને કારણે વરસાદનું જોર ઓછું થયું હતું જેથી પૂરના પાણી ઓસરતાં લોકોને રાહત મળી હતી ત્યારે રાજ્યના હવામાન વિભાગે આગાહી કરી હતી કે બંગાળની ખાડીમાં લો-પ્રેશર ડીપ્રેશન સિસ્ટમ સક્રિય થઈ રહી હોઈ બે દિવસમાં એટલે ૮ અને ૯ તારીખ દરમિયાન રાજ્યનાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે જેને પગલે તંત્રને ફરી સજ્જ રહેવાના આદેશો અપાયા હતા.

ગુજરાતમાં ફકત દક્ષિણ ગુજરાતમાં સીઝનનો સરેરાશ ૯૦ ટકા વરસાદ પડ્યો હતો. અને સમગ્ર દક્ષિણ ગુજરાતમાં પાણી પાણી થઈ જતાં જનજીવન પર ભારે અસર થઈ હતી ત્યારે માડ પૂરના પાણી હજુ ઓસર્યા હતા. ત્યાં જ રાજ્ય હવામાન વિભાગે આગાહી કરી હતી કે, દક્ષિણ ગુજરાત તેમજ બંગાળની ખાડીનાં ઉત્તર પશ્ર્ચિમ, દક્ષિણ છત્તીસગઢ અને દક્ષિણ ઓડિશામાં સાયક્લોનિક સર્ક્યૂલેશન સર્જાયું છે. તેમજ બંગાળની ખાડીનું લો-પ્રેશર ડીપ્રેશનમાં ફેરવાયું છે, જેને પગલે ૮ ઓગસ્ટની આસપાસ ગુજરાત સુધી પહોંચતાં રાજ્યનાં વાતાવરણમાં પલટો આવશે. તેમજ તા.૯ ઓગસ્ટથી ત્રણ દિવસ દરમિયાન રાજ્યમાં સાર્વત્રિક વરસાદની પ્રબળ શક્યતા છે. જેથી અમદાવાદમાં પણ તા.૯મી ઓગસ્ટ અને તા.૧૦મી ઓગસ્ટ સુધીમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરી છે તેમજ દ.ગુજરાત, સૌરાષ્ટ્ર સહિત મધ્ય ગુજરાત અને ઉ.ગુજરાતમાં પણ ભારે વરસાદ પડશે. આની સાથે આગામી બે દિવસ રાજ્યમાં ગરમીની સાથે બફારાનું પ્રમાણ વધવાની શક્યતા છે. તેમજ મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતનાં અનેક વિસ્તારોમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

August 7, 2019
jammu.jpg
1min8870

તા. 6 ઓગસ્ટ 2019 ને મંગળવારે ભારતની લોકસભામાં જમ્મુ કાશ્મીરનું વિભાજન કરીને ત્યાં કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવાની દરખાસ્ત મંજૂર કર્યાના એક દિવસ બાદ આજરોજ તા.7મી ઓગસ્ટ 2019ના રોજ જમ્મુ સચિવાલય ખાતે સવારે વટ કે સાથ તિરંગો ફરકાવવામાં આવ્યો હતો. ઉપરોક્ત તસ્વીર આજે સવારે લેવાયેલી છે જેમાં જમ્મુ સચિવાલયની ઇમારત પર ભારતના રાષ્ટ્રધ્વજને ફરકાવવામાં આવ્યો હતો. એ પણ નોંધનીય છે કે ભારતીય રાષ્ટ્ર ધ્વજની સાથે ગઇકાલ સુધી જમ્મુ કાશ્મીરનો અલગ રાષ્ટ્રધ્વજ હતો એ પણ ફરકાવવામાં આવ્યો હતો. સૂત્રો જણાવે છે કે કેટલીક પ્રક્રીયાઓ પછી અહીં ફક્ત તિરંગો જ ગર્વભેર લહેરાતો જોવા મળશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર જમ્મુ, કાશ્મીર, લેહ, લદ્દાખની સરકારી અધિકારીઓની ગાડીઓ પર પણ ભારતના રાષ્ટ્રધ્વજને ગૌરવભેર ફરકાવવામાં આવ્યો હતો.

સાથોસાથ સંસદ અને રાષ્ટ્રપતિ દ્વારા જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370ને હટાવવા સંબંધિત બિલને મંજૂરી મળ્યા પછી જમ્મુ-કાશ્મીરના પૂર્વ ડેપ્યુટી સીએમ ડૉ. નિર્મલ સિંહે પોતાની કાર પરથી જમ્મુ-કાશ્મીરનો ઝંડો હટાવી દીધો હતો.

જમ્મુ સચિવાલયની ઇમારત પર તિરંગો લહેરાતા જોઇને ત્યાના સ્થાનિક રહેવાસીઓમાં પણ ખુશાલી છવાય ગઇ હતી.

August 7, 2019
rbi.png
1min15790

રિઝર્વ બેંક દ્વારા આજરોજ તા.7મી ઓગસ્ટ 2019ને બુધવારે પોતાની ત્રિમાસિક આર્થિક નીતિ અંગેની જાહેરાત કરતા 0.35 ટકાનો વ્યાજના દરમાં ઘટાડો અમલમાં મૂકવાની જાહેરાત કરવામાં આવી હતી. ચાલુ હિસાબી વર્ષમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ સતત ચોથીવાર વ્યાજના દરોમાં ઘટાડો કર્યો છે.

અગાઉ 2019-20ના હિસાબી વર્ષમાં જ રિઝર્બ બેંક દ્વારા રેપો રેટ એટલે કે વ્યાજના દરમાં 0.25 ટકાનો ઘટાડો ત્રણ વખત કરવામાં આવી ચૂક્યો છે. હાલમાં મંદીનો માહોલ સર્વત્ર વ્યાપી ગયો હોઇ આ વખતે રિઝર્વે બેંકે અપેક્ષા મુજબ 0.35 ટકાનો ઘટાડો કર્યો છે.

રેપોરેટ એટલે શું

રેપો રેટ એટલે રિઝર્વ બેંક જે દર પર અન્ય બેંકોને નાણાં ધીરે છે તે રેટ. આજે થયેલા ઘટાડા બાદ હવે આરબીઆઈ દ્વારા બેંકોને ધીરવામાં આવતા નાણાં પરનું વ્યાજ ઘટીડને 5.40 ટકા થઈ ગયું છે.

સામાન્ય રીતે બેંકો આરબીઆઈ પાસેથી મળતા નાણાં કસ્ટમર્સને પોતાનું કમિશન ઉમેરીને ધીરતી હોય છે. જોકે, હવે આરબીઆઈએ વ્યાજ દરમાં મસમોટો ઘટાડો કરતા બેંકો પણ હોમ લોન, કાર લોન તેમજ અન્ય લોન્સ સસ્તી બનાવે તેવી શક્યતા છે.

રિઝર્વ બેંકના ગવર્નરે તાજેતરમાં જ બેંકોને ઘટેલા રેપો રેટનો ફાયદો ગ્રાહકોને આપવા માટે ભારપૂર્વક જણાવ્યું હતું. સરકાર પણ બેંકો લોન્સના વ્યાજ દર ઘટાડે તે માટે પ્રયાસો કરી રહી છે. આ વર્ષમાં જ ઘટેલા વ્યાજ દરનો આંકડો જોવામાં આવે તો, ત્રણ વાર 0.25 ટકાનો ઘટાડો કર્યા બાદ આજે 0.35 ટકાનો ઘટાડો ગણતરીમાં લઈએ તો આરબીઆઈ અત્યારસુધીમાં વ્યાજના દર 1.10 ટકા ઘટાડી ચૂકી છે. જોકે, ગણતરીની બેંકોએ જ તેનો લાભ ગ્રાહકોને આપ્યો છે.

હાલ અર્થતંત્રમાં જોરદાર મંદીનો માહોલ છે, ઉત્પાદન ક્ષેત્ર ઠપ્પ છે, ઓટોમોબાઈલ ક્ષેત્ર પણ માંગમાં તીવ્ર ઘટાડાનો સામનો કરી રહ્યું છે ત્યારે આરબીઆઈ પાસેથી વ્યાજ દરમાં અડધા ટકાની અપેક્ષા સેવાઈ રહી હતી.

August 7, 2019
CIA_Live_Logo_New2.jpg
7min24110

ભારતીય ટપાલ વિભાગ દ્વારા સૌથી મોટી ભરતી અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ભારતીય પોસ્ટ્સ દ્વારા ગુજરાત સમેત પાંચ રાજ્યોમાં ગ્રામિણ ડાક સેવકની કુલ 10,066 પોસ્ટ્સ માટે ભરતી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.

  • Important Dates Online Application Begins: August 5, 2019
  • Last Date to Apply: September 4, 2019

ફક્ત ધો.10માં ગણિત અને અંગ્રેજી વિષય સાથે પાસ થયેલા ઉમેદવારો ભારતીય પોસ્ટ્સની આ સરકારી નોકરી માટે લાયકાતપાત્ર ગણવામાં આવ્યા છે. તા.5મી ઓગસ્ટ 2019થી ગ્રામિણ ડાક સેવક (GDS) ની પોસ્ટ્સ માટે ઓનલાઇન એપ્લિકેશન્સ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.

ધો.10 ગણિત અને અંગ્રેજી વિષય સાથે પાસ હોય તેવા ઉમેદવારો નીચેની લીંક પરથી પોતાની એપ્લિકેશન રજિસ્ટર્ડ કરી શકે છે.

http://www.appost.in/gdsonline/home.aspx

The India Post has invited online applications for recruitment of Gramin Dak Sevak (GDS) vacancies.

The candidates who wish to apply for the India Post GDS job vacancies are advised to visit the official website – appost.in – to check the detailed notification and submit applications for the recruitment process.

The India Post is conducting this recruitment drive for selection of the Gramin Dak Sevak (GDS) posts for Assam, Bihar, Gujarat, Karnataka, Kerala, and Punjab post circle.

A total of 10066 Gramin Dak Sevak (GDS) Posts will be filled in through this recruitment process.

 The eligible candidates are advised to submit their online application for the post of India Post GDS through the official website – www.appost.in.

The application process for the same started on August 5, 2019, and the last date to submit the application form is September 4, 2019.

Education qualification

Education qualification Candidates who have passed class 10th with Mathematics and English as compulsory or elective subjects from a recognized Board of School Education can apply for the India Post Gramin Dak Sevak posts.

Age Limit (as on 05-08-2019) 8/7/2019 India Post Recruitment 2019:

Applications invited for Gramin Dak Sevak vacancies @appost.in

Minimum Age: 18 Years Maximum

Age: 40 Years Age relaxation is applicable to SC/ ST/ OBC/ PWD/ EWS Candidates as per rules

Vacancy details

The India Post is conducting this recruitment drive for selection of candidates for a total of 10,066 vacancies available in Assam, Bihar, Gujarat, Karnataka, Kerala, and Punjab Post Circle.

Post Circle wise vacancy break-up

  • Assam- 919 Post
  • Bihar- 1063 Posts
  • Gujarat- 2510 Posts
  • Karnataka- 2637 Posts
  • Kerala- 2086 Posts
  • Punjab- 851 Posts

India Post Gramin Dak Sevak 2019 recruitment:

એપ્લાય કરવા માટે આ મુજબની પ્રક્રિયા અનુસરો

Steps to ApplyStage 1.Registration Initially candidate has to register in the Registration module once per cycle and obtain unique registration number 
Stage 2.Fee Payment UR/OBC/EWS Male need to make fee payment. Offline payments can be made at any  Head Post Office. List of Post Offices
Stage 3.Apply OnlineStep 1 . Fill Application. Step 2 . Upload documents. Step 3 . Submit Post preferences. Preview and take print out.Completion of these three steps will only be treated as submission of application.

Stage 1.Registration Initially candidate has to register in the Registration module once per cycle and obtain unique registration number 
Stage 2.Fee Payment UR/OBC/EWS Male need to make fee payment. Offline payments can be made at any  Head Post Office. List of Post Offices
Stage 3.Apply OnlineStep 1 . Fill Application. Step 2 . Upload documents. Step 3 . Submit Post preferences. Preview and take print out.Completion of these three steps will only be treated as submission of application.

August 7, 2019
bhim_app.jpg
1min13870

કેન્દ્ર સરકારની પેમેન્ટ એપ ભીમ એપને અપગ્રેડ કરવામાં આવી રહી છે. ઑક્ટોબરમાં રજૂ થનારા ભીમ એપના અપડેટેડ વર્ઝનમાં આ એપ દ્વારા એક યુઝર પોતાના અનેક બેંકના ખાતાઓ (મલ્ટીપલ અકાઉન્ટ્સ) ઉમેરી શકશે અને પોતે ઇચ્છશે એ અકાઉન્ટમાંથી પેમેન્ટ કરી શકશે.’

મનું આગામી વર્ઝન પ્રાઈવેટ સેક્ટરના પેમેન્ટ પ્લેટફોર્મ્સને આકરી ટક્કર આપશે. અધિકારીએ કહ્યું કે, ‘ભીમના માધ્યમથી જનવસુવિધાઓના બિલોની ચૂકવણી પહેલેથી કરી શકાય છે. અમે ઘણી અન્ય સુવિધાઓને તેની સાથે જોડી રહ્યા છીએ. આનાથી કન્ઝ્યૂમર્સ તેમની પ્રૉડક્ટ અને સેવાઓની ખરીદી કરી શકશે અને એપ દ્વારા પેમેન્ટ કરી શકશે.’

કોઈપણ પ્રયોગકર્તા જેણે પોતાના મોબાઈલ ફોન નંબરને બેંક ખાતા જોડેલો છે, ભીમ એપ દ્વારા લેવડ-દેવડ કરી શકે છે. જૂનમાં ભીમ એપ દ્વારા 6202 કરોડ રૂપિયાના દોઢ કરોડ ટ્રાન્ઝેક્શન થયા છે.

August 7, 2019
nirbhayasuprem.png
1min5090

મધ્યસ્થતા કોઈ સ્પષ્ટ ઉકેલ લાવવામાં વિફળ રહ્યા બાદ આખરે આજથી સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા રામ જન્મભૂમિ અને બાબરી મસ્જિદનાં વિવાદની સુનાવણી શરૂ કરી દેવામાં આવી છે. જેમાં આજે સૌપ્રથમ નિર્મોહી અખાડાનાં વકીલે પોતાનો પક્ષ રજૂ કરતાં કહ્યું હતું કે, 100 વર્ષોથી આ વિવાદિત ભૂમિ ઉપર તેનો કબજો રહેલો છે. આ કેસ હવેથી અઠવાડિયામાં ત્રણ દિવસ- મંગળવાર, બુધવાર અને ગુરુવારે સાંભળવામાં આવશે તેવું અદાલતે ઠરાવ્યું છે. દરમિયાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાં વિચારક એન.ગોવિંદાચાર્યે આયોધ્યા કેસની સુનાવણીનું જીવંત પ્રસારણ કરવાની માગણી સુપ્રીમ કોર્ટમાં કરી હતી. જેને અદાલતે ખારિજ કરી નાખી છે.

અયોધ્યા વિવાદ ઉકેલવા માટે મધ્યસ્થતા સમિતિને આપવામાં આવેલાં નિશ્ચિત સમયમાં તે કોઈ નિરાકરણ લાવી શકી નહોતી. જેને પગલે સર્વોચ્ચ અદાલતે આજથી આ મામલાની રોજિંદી સુનાવણી શરૂ કરી દીધી છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી પાંચ સદસ્યોની બનેલી બંધારણીય ખંડપીઠ આ મામલો સાંભળે છે. આ બંધારણીય ખંડપીઠમાં જસ્ટિસ એસ.એ.બોબડે, ડી.વાય. ચંદ્રચૂડ, અશોક ભૂષણ અને એસ.એ.નઝીર સામેલ છે.

નિર્મોહી અખાડાનાં ધારાશાત્રી સુશીલ કુમાર જૈને આજે પોતાનો પક્ષ રજૂ કરતાં દલીલ આપી હતી કે, આ જમીન ઉપર તેનો સેંકડો વર્ષોથી હક હતો. તેમણે નક્શો દેખાડતા જણાવ્યું હતું કે તેમનો દાવો વિવાદિત પરિસરનાં આંતરિક ભાગનો છે. આ જમીન ઉપર અખાડાનો જ કબજો હતો પણ પછી અન્યોએ બળપૂર્વક તેમાં અતિક્રમણ કર્યુ હતું. અખાડાની માગ માત્ર પરિસરનાં આંતરિક ભાગની છે. જેમાં સીતા રસોઈ અને ભંડાર ગૃહ સામેલ છે. ડિસેમ્બર 1992 બાદ ઉપદ્રવીઓએ નિર્મોહી અખાડાનું મંદિર પણ ધ્વસ્ત કરી દીધું હતું. જૂના ફેંસલાઓનો હવાલો આપતાં કહેવામાં આવ્યું હતું કે, તે મુજબ એવા સ્થાનને મસ્જિદ ગણાવી શકાય નહીં જ્યાં નમાઝ પઢાતી ન હોય. આ દરમિયાન સુન્ની વક્ફ બોર્ડનાં વકીલ રાજીવ ધવને હસ્તક્ષેપ કરતાં અદાલતે તેમને ઠપકો આપતાં કહ્યું હતું કે, તેનો પક્ષ પણ સમય આવ્યે સાંભળવામાં આવશે.