CIA ALERT

Slider Archives - Page 292 of 491 - CIA Live

November 4, 2019
CIA_Live_Logo_New2.jpg
1min5680

તળાજા પંથકના અનેક ગામડાઓમાં છેલ્લા બે ત્રણ દિવસથી ઘેટાંઓ ટપોટપ મરી રહ્યા છે. આશરે એકાદ હજાર ઘેટાંઓ મર્યાની આશંકા વચ્ચે પશુ ડોકટરોએ લોહી અને સિરમના સેમ્પલ લઈ રાજ્યની લેબોરેટરીમાં મોકલ્યા છે. ત્યાંથી રોગનો પ્રકાર જાણવા મળ્યા બાદ વધુ સઘન કાર્યવાહી કરવામાં આવશે.

તળાજાના પાદરી(ગો)ના સરપંચ સુખુભા ગોહિલના જણાવ્યા પ્રમાણે બે દિવસમાં પાંચેક માલધારીના 164 ઘેટાંઓ એકજ ગામમાં ભેદી રોગચાળાને લઈ મરી ગયા છે. પશુ દવાખાનાના ડોકટર ભૂતના જણાવ્યા પ્રમાણે આખો દિવસ તેઓ પોતાની નીચે આવતા પીપરલા, ઇસોર, દેવલી, તરસરા, પાદરી સહિતના ગામડાઓમાં ટપોટપ ઘેટાં મરી રહ્યા છે તેને બચાવવા માટે કામગીરી કરી રહ્યા છે. કરમિયા વિરોધી દવા આપી રહ્યા છે. તેઓએ વિશેષમાં જણાવ્યું હતું કે મોટી ઉંમરના ઘેટાંજ મરી રહ્યા છે.

રોગનો પ્રકાર જાણવા માટે અલગ અલગ જૂથના 38 ઘેટાંઓના લોહી, સિરમના સેમ્પલ લઈ અમદાવાદ સ્થિત લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.

November 4, 2019
UddhavFadnavis-1.jpg
1min6290

મહારાષ્ટ્રના રાજકારણનું ડહોળાયેલું ચિત્ર આજે થોડુંઘણું સ્પષ્ટ થવાના સંકેતો છે. દિલ્હી ખાતે આજે એનસીપીના વડા શરદ પવાર અને કૉંગ્રેસનાં અધ્યક્ષા સોનિયા ગાંધી વચ્ચે બેઠક થનારી છે. આ સાથે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પણ આજે દિલ્હી ખાતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને મળવાના છે.

રાજ્યમાં એનસીપીને ૫૪ અને કૉંગ્રેસને ૪૪ બેઠક મળી હોવાથી આ બન્ને પક્ષ મળી સત્તા સ્થાપી શકે તેમ નથી, પરંતુ ભાજપ (૧૦૫) અને શિવસેના (૫૬) વચ્ચે સોગઠું ન ગોઠવાતા શિવસેનાને સમર્થન આપી સત્તામાં આવવાના દ્વાર બન્ને પક્ષ માટે ખુલ્યા છે અને તેથી આજની આ બેઠક પર સમગ્ર દેશની નજર છે. પવાર અને ગાંધી દેશની આર્થિક સ્થિતિની ચર્ચા કરવા આજે મળશે તેવું સત્તાવાર રીતે કહેવામાં આવે છે.

બીજી બાજુ સત્તાવાર રીતે મળતી માહિતી અનુસાર ફડણવીસ રાજ્યમાં સર્જાયેલા લીલા દુકાળની સ્થિતિને પહોંચી વળવા માટે નેશનલ ડિઝાસ્ટર રિલીફ ફંડમાંથી મદદ માટે શાહને મળી રહ્યા છે, પરંતુ સ્વાભાવિક છે કે તેઓ રાજ્યની રાજકીય સ્થિતિ અંગે શાહને અવગત કરશે. દિલ્હીમાં થઈ રહેલી આ બે મુલાકાત રાજ્યમાં નવી સરકાર અંગેના ચિત્રને સ્પષ્ટ કરે તેવી સંભાવના છે.

November 4, 2019
work_place.png
1min5140

કાઇઝાલા એપ્લિકેશન બાદ શિક્ષણ વિભાગે શિક્ષકો એક મંચ પર આવે તે માટે ફેસબુકની વર્કપ્લેસ એપ્લિકેશનનો ઉપયોગ કરવા જણાવ્યું હતું. અત્યાર સુધી રાજ્યની સ્કૂલોના ૬૦ હજાર કરતાં વધુ શિક્ષકો વર્કપ્લેસ એપ્લિકેશન પર જોડાયા હતા.

સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ્યના અનેક જિલ્લાના શિક્ષકો વર્કપ્લેસ પર ઓનલાઇન ઓગમેન્ટેડ રિયાલિટી શીખી રહ્યાં છે અને અન્ય બીજા શિક્ષકોને શીખવી રહ્યાં છે, જેનો ફાયદો વિદ્યાર્થીઓને થાય છે. વિજ્ઞાન જેવા અઘરા વિષયોમાં વિદ્યાર્થીઓ સરળતાથી સમજી શકે તે માટે ઓગમેન્ટેડ રિયાલિટીની મદદ શિક્ષકો લઇ રહ્યાં છે. જેથી અઘરા મુદ્દાઓને બહુ સરળતાથી વિદ્યાર્થીઓ શીખે છે. આ માટે શિક્ષકો પ્લેટફોર્મ પર પોતે તૈયાર કરેલા વિડિયો પણ એકબીજાને શેર કરી રહ્યાં છે. અત્યાર સુધી ૬૦ હજાર કરતાં વધુ શિક્ષકો વર્કપ્લેસ એપ્લિકેશનથી જોડાયા છે. આ પ્લેટફોર્મ પર શિક્ષકો પોતાના ક્રિએટિવ આઇડિયાની આપ-લે કરે છે. શહેરી વિસ્તારના શિક્ષકો અને છેવાડાના ગામની સ્કૂલોમાં અભ્યાસ કરાવતા શિક્ષકો પોતાની સ્કૂલની સારા અને મુશ્કેલ મુદ્દાઓ એકબીજાને જણાવી રહ્યાં છે.

November 3, 2019
maha.jpg
1min6490

ગુજરાત પર મંડળાય રહેલા મહા વાવાઝોડાના ખતરામાં રોજેરોજ નવા ડેવલપમેન્ટ થઇ રહ્યા છે. મહા વાવાઝોડું હાલ અરબી સમુદ્રમાં સક્રિય છે, આજે આ વાવાઝોડું ગંભીર સ્વરૂપ ઘારણ કરશે. હાલમાં ભારે પવનના કારણે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. ગુજરાતના બંદરો પર બે નંબરનું ભયજનક સિગ્નલ યથાવત છે. વેરાવળ બંદર પર બોટના ઢગલા જોવા મળી રહ્યા છે. પ્રાપ્ત વિગતો મુજબ હજુ પણ કેટલીક બોટ મધદરિયામાં છે.

તા. 6 નવેમ્બરે દીવ-દ્વારકાની વચ્ચે ટકરાય તેવી સંભાવના તા.3 નવેમ્બર 2019ના રોજ દેશના હવામાન વિભાગે વ્યક્ત કરી હતી.

તા.3 નવેમ્બર 2019ની બપોરે જ્યારે આ લખાઇ રહ્યું હતું ત્યારે મહાવાવાઝોડું પૂર્વ સમુદ્ર તરફ જઈ રહ્યું છે પરંતુ, તેની પેટર્ન જોતા સોમવાર તા.4 નવેમ્બરે તે કર્વ લઈને ગુજરાત તરફ ફરી ફંટાશે.

ગુજરાત પર હવે ફરીથી વાવાઝોડું ટકરાવાની શક્યતા છે. જ્યારે વાવાઝોડું ગુજરાત પર ટકરાશે ત્યારે પવનની ઝડપ 100 કિ.મીથી 110 કિ.મી. રહેશે. હવામાન વિભાગના મતે 6 નવેમ્બરના મધરાતે તેમજ 7મીના વહેલા વાવાઝોડું ગુજરાતને ઘમરોળી શકે છે.

November 3, 2019
indiavsbangla.jpg
1min5220

ટીમ ઇન્ડિયા આજે તા.3 નવેમ્બર 2019ને રવિવારે સાંજે નવી દિલ્હી સ્થિત ફિરોજશા કોટલા ગ્રાઉન્ડ ખાતે બાંગલાદેશ સામે પહેલી ટી-20 મેચમાં ટકરાશે, મેચ માચે ભારતે યુવા ખેલાડીઓ ટી-20 વર્લ્ડકપ પૂર્વે ટીમમાં સ્થાન આપ્યું છે.

દિવાળી બાદ દિલ્હીમાં પ્રદૂષણનું પ્રમાણ જોખમી સ્તરે પહોંચી ગયું છે ત્યારે જ અહીં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચના આયોજને સવાલ સર્જ્યા છે. બી.સી.સી.આઇ.એ છેલ્લી ઘડીએ અન્યત્ર આયોજનનો ઇન્કાર કરી દીધો હતો.

વિરાટ કોહલીની ગેરહાજરીમાં જેને કપ્તાની સોંપાઇ છે એ રોહિત શર્માને નેટ પ્રેક્ટિસ દરમ્યાન સાથળમાં દડો વાગી ગયો હતો પણ તેની ઇજા ગંભીર નથી. ટીમ ઇન્ડિયા ફેવરિટ તરીકે ઊતરશે. આગામી વરસે ઓસ્ટ્રેલિયામાં આયોજિત ટી-20 વર્લ્ડકપ પૂર્વે ટીમ ઇન્ડિયાએ 20 જ મેચ રમવાની છે ત્યારે ભારતીય ટીમ યોગ્ય સંયોજન મેળવી લેવા માટે પ્રયત્નશીલ છે.

ભારતે આ સિરીઝ માટે અનેક યુવાઓનો સમાવેશ કર્યો છે ત્યારે મુંબઇનો ઓલરાઉન્ડર શિવમ દુબે, મુંબઇનો જ શાર્દૂલ ઠાકુર અને રાજસ્થાનના દીપક ચહર જેવા ખેલાડીઓ તક ઝડપી લેવા આતુર છે. સ્પિનર ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદર પણ મોકો મળ્યે પ્રતિભા બતાવવા મથશે.

November 2, 2019
FMGE_logo.jpeg
2min11330

વિદેશમાં મેડીકલ ભણવા જનારા વિદ્યાર્થીઓ માટે ‘શિક્ષણ સર્વદા’ એ રજૂ કરી ઉપયોગી માહિતી

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ભારતમાં, ગુજરાતમાં મેડીકલ કોલેજોની અપૂરતી સગવડને કારણે દર વર્ષે હજારો વિદ્યાર્થીઓ ધો.12 બાયોલોજી ગ્રુપ પાસ કર્યા બાદ ડોક્ટર બનવાનું પોતાનું સપનું પૂરું કરવા માટે વિદેશોમાં ખાસ કરીને ચીન, રશીયા, ફિલિપાઇન્સ, કઝાકિસ્તાન, વેસ્ટ ઇન્ડીઝ, નેપાળ, જ્યોર્જિયા વગેરે દેશોમાં આવેલી મેડીકલ કોલેજોમાં પ્રવેશ લઇને ભણવા માંડે છે. આ પ્રકારે વર્ષે દહાડો 200 કરોડથી વધુ ભારતીય ચલણ ફોરેનમાં ઘસડાય જઇ રહ્યું છે. ખેર અહીં મુદ્દો એ નથી પણ અહીં એક અગત્યની વાત પર દિશા નિર્દેશ કરવાનો પ્રયત્ન કરી રહ્યો છું કે વિદેશની યુનિવર્સિટીમાં સસ્તુ છે એટલે, સારું છે એટલે મળ્યું એટલે પ્રવેશ લઇ લેવાની મનોવૃતિ છોડીને વિદેશની કઇ યુનિવર્સિટીના મેડીકલ ગ્રેજ્યુએટ ભારતમાં ફોરેન મેડીકલ ગ્રેજ્યુએટ એક્ઝામ પાસ કરી શકે છે એ જોઇને પ્રવેશ લેવો જોઇએ.

ફોરેન મેડીકલ ગ્રેજ્યુએટ એક્ઝામ

ભારતમાં મેડીકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ નિયમ બનાવ્યો છે કે ફોરેનમાં અમેરિકા, યુ.કે. ઓસ્ટ્રેલિયા, ન્યુઝિલેન્ડ અને કેનેડા દેશમાંથી મેડીકલ ગ્રેજ્યુએટ કરીને આવેલા હોય એવા ઉમેદવારો સિવાય બાકીના કોઇપણ દેશમાંથી મેડીકલ ગ્રેજ્યુએશન કર્યા બાદ ભારતમાં તબીબી પ્રેક્ટીસ કે પોસ્ટ ગ્રેજ્યુએશન સ્ટડી કરવા ઇચ્છતા ઉમેદવારોએ ફોરેન મેડીકલ ગ્રેજ્યુએટ એકઝામ આપવી ફરજિયાત છે. રશીયા, ચાઇના, ફિલિપાઇન્સ, કઝાકિસ્તાન, નેપાળ, વેસ્ટ ઇન્ડીઝ વગેરેથી મેડીકલ ગ્રેજ્યુએશન કરીને આવેલા તબીબો માટે આ પરીક્ષા પાસ કરવી એટલે લોઢાના ચણા ચાવવા બરાબર કહેવાય છે.

2015-2018 સુધીમાં કેટલા FMGE પાસ કરી શક્યા? વાંચો અહીં

ભારતમાં નેશનલ બોર્ડ ઓફ એક્ઝામ NBE (એન.બી.ઇ.) દ્વારા FMGE એફ.એમ.જી.ઇ. પરીક્ષા લેવામાં આવે છે અને આ એફ.એમ.જી.ઇ. પરીક્ષામાં ગત 2015થી લઇને 2018 એટલે કે ગયા વર્ષ સુધી ફિલિપાઇન્સ, રશીયા, ચાઇના અને કઝાકિસ્તાનની કઇ યુનિવર્સિટીના કેટલાક વિદ્યાર્થીઓ બેઠા હતા? અને તેમાંથી કેટલા પાસ થયા? તેની સઘળી માહિતી અહીં રજૂ કરવામાં આવી છે. આગામી વર્ષોમાં મેડીકલ ભણવા માટે ફોરેન જવાનું પ્લાનિંગ કરી રહેલા વિદ્યાર્થીઓ માટે આ ઉપયોગી ડેટા સાબિત થશે જે નિર્ણય લેવામાં પણ સહાયભૂત નિવડશે.

ચીનની કઇ યુનિ.ના કેટલા ભારતીય વિદ્યાર્થીઓ FMGE પાસ કરી શક્યા વાંચો અહીં

રશીયાની કઇ યુનિ.ના કેટલા ભારતીય વિદ્યાર્થીઓ FMGE પાસ કરી શક્યા વાંચો અહીં

ફિલિપાઇન્સની કઇ યુનિ.ના કેટલા ભારતીય વિદ્યાર્થીઓ FMGE પાસ કરી શક્યા વાંચો અહીં


વિદેશ અભ્યાસ કે ભારતમાં કોર્સ, યુનિવર્સિટી સંબંધી અગર કારર્કિદી માર્ગદર્શન માટે મળી શકાય, અમે સૂરતમાં મળી શકીએ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 98253 44944

November 2, 2019
nirbhayasuprem.png
1min5120

અયોધ્યા, શબરીમાલા, રાફેલ અને RTI પર સુપ્રીમ કોર્ટ આપી શકે છે મહત્વના ચુકાદાઓ

આગામી 10 દિવસમાં દેશની સર્વોચ્ચ અદાલત દ્વારા હાથ ધરવામાં આવનારા 4 અત્યંત મહત્વના અને સંવેદનશીલ મુદ્દાઓ પર પોતાનો અંતિમ ફેંસલો સંભળાવી શકે. કદાચ સુપ્રીમ કોર્ટમાં આ મુદ્દાઓ પર અંતિમ ફેંસલાઓ ન પણ હોય તો પણ સમગ્ર ભારતમાં તેમના રુલિંગ, હિયરીંગ ચર્ચાનો મુદ્દો બનશે. આ 4 સંવેદનશીલ મુદ્દાઓ આ મુજબ છે.

અયોધ્યા ખાતે રામજન્મભૂમિના વિવાદમાં અંતિમ નિર્ણય આવી શકે

અયોધ્યા મામલે ચુકાદો જે 1858થી દેશના સામાજીક-ધાર્મિક મામલે મુખ્ય બિંદુ રહ્યો છે. જેના પર 1885થી કેસ ચાલી રહ્યો છે. હવે આ કેસના લાંબા ઈતિહાસમાં એક મહત્વપૂર્ણ અધ્યાય નોંધાશે.

દક્ષિણ ભારતના સુપ્રસિદ્ધ શબરીમાલામાં મહિલાઓના પ્રવેશ ના વિવાદમાં

સબરીમાલા અયપ્પા મંદિરમાં તમામ ઉંમરની મહિલાઓના પ્રવેશ અંગે મંજૂરી આપવાના સુપ્રીમ કોર્ટના નિર્ણયની સમીક્ષા અપીલ પર ચુકાદો આગામી 10 દિવસમાં આવી શકે એમ છે.

રાફેલ સોદામાં મોદી સરકાર સામે થયેલી રિટી પીટીશનો બાદ ક્લીન ચીટ આપવા સંદર્ભનો ચુકાદો આવી શકે

મોદી સરકાર દ્વારા ફ્રાન્સ પાસેથી ખરીદવામાં આવેલા યુદ્ધ વિમાનો રાફેલના સોદામાં કેન્દ્ર સરકાર સામે ભ્રષ્ટાચાર આચરવાથી લઇને રિલાયન્સના અનિલ અંબાણીની તરફદારી સુધીના અનેક આક્ષેપો થયા, રિટ પીટીશન્સ થઇ હતી. હવે આ કેસમાં કેન્દ્રની મોદી સરકારને ક્લિન ચીટ આપવાના સંદર્ભનો નિર્ણય પણ આગામી 10 દિવસમાં આવી શકે.

ચીફ જસ્ટીશને રાઇટ ટુ ઇન્ફર્મેશન એક્ટ હેઠળ લાવવા સંદર્ભે

દેશમાં રાઇટ ટુ ઇન્ફર્મેશન એક્ટ અમલમાં આવ્યો છે. આ કાયદાથી કોઇ પર નથી પરંતુ, સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીશ ઓફ ઇન્ડિયા કે જે અત્યાર સુધી આ કાયદાના દાયરામાં આવ્યા નથી, તેમને પણ આર.ટી.આઇ. હેઠળ લાવવા સંદર્ભે સુપ્રીમ કોર્ટમાં રિટ પીટીશન કરવામાં આવી છે. CJIને RTI અંતર્ગત લાવવાના મામલે પણ ચુકાદો આગામી 10 દિવસમાં આવી શકે એમ છે.

November 2, 2019
bolbala.jpg
1min7260

ગુજરાતમાં પહેલીવાર રાજકોટના બોલબાલા ટ્રસ્ટ દ્વારા તમામ ગરીબો સુધી ભોજન પહોંચી રહે તે માટે એક ઉમદા વિચાર અમલમાં મૂકીને ગરીબો માટે ફૂડ ડિલિવરી સર્વિસ ચાલુ કરાઈ છે. જેનાથી ગરીબોને ગરમાગરમ ભોજન મળી રહેશે.

ટ્રસ્ટના પ્રમુખ જયેશ ઉપાધ્યાયના જણાવ્યા અનુસાર ગરીબો અને જરૂરિયાતમંદોની સેવા કરવાના ઉદ્દેશથી આ સુવિધા શરૂ કરાઈ છે.

હાલ 9 સ્કૂટર દ્વારા ફૂડ ડિલિવરી સર્વિસ શરૂ કરાઈ છે. એનજીઓ દ્વારા કૂક, ડિલિવરી બોય તેમજ ફોન રિસિવર અને કો-ઓર્ડિનેટર્સ માટેના 22 લોકોને કામ પર પણ રાખવામાં આવ્યા છે. રાજકોટ શહેરમાં કોઈપણ 2237000 અથવા 9374103523 નંબર પર ફોન કરીને પોતાનું એડ્રેસ આપશે તેની મિનિટોમાં તેના સુધી જમવાનું પહોંચી જશે. જે સ્કૂટરથી ડિલિવરી કરાશે તેમાં રખાયેલું જમવાનું ગરમ રહે તે માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

સવારે 9 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી જમવાનું આપવામાં આવશે અને ફોન કર્યાના વધુમાં વધુ એકથી દોઢ કલાકની અંદર જમવાનું પહોંચી જશે.

ટ્રસ્ટ 15 કિમીના વિસ્તારમાં ભોજન પહોંચાડશે. જો શહેરના બહારના વિસ્તારમાંથી ફોન આવશે તો તેમના સુધી પહોંચવા પણ ડિલિવરી બોય પ્રયાસ કરશે. ફોન કરનારા કોઈપણ વ્યક્તિને વિના મૂલ્યે ખિચડી કઢી અને ભાખરી પહોંચાડવામાં આવશે. જો કોઈ વ્યક્તિ પાસે પોતાનું વાસણ ન હોય તો તેને ડિલિવરી બોય પેપર કે થર્મોકોલની ડિશ પણ આપશે.

હાલ રોજના 200-250 લોકોને આ રીતે ફ્રીમાં જમાડવામાં આવી રહ્યા છે. વધુ લોકો સુધી પહોંચી શકાય તે માટે ટ્રસ્ટ દ્વારા પ્રયાસ કરાઈ રહ્યા છે. હાલ તો સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીઓના સગાસંબંધીઓ તરફથી સૌથી વધુ ફોન આવી રહ્યા છે. હાલ ટ્રસ્ટને સરકારની કોઈ સહાયતા મળતી નથી પરંતુ દાતાઓ તરફથી જે ડોનેશન મળે છે તેમાંથી જ તેનો ખર્ચ કાઢવામાં આવે છે તેમ ટ્રસ્ટના પ્રમુખ જયેશ ઉપાધ્યાયે જણાવ્યું હતું.

November 2, 2019
unemployment.jpg
1min4970

દેશમાં 2011-12થી 2017-18ના છ વર્ષમાં પહેલીવાર 90 લાખ જેટલી મોટી સંખ્યામાં નોકરીમાં ચિંતાજનક ઘટાડો થયો છે. અઝીમ પ્રેમજી યુનિવર્સિટીના સેન્ટર ઓફ સસ્ટેનેબલ એમ્પ્લોયમેન્ટ તરફથી જારી કરાયેલાં એક સંશોધન હેવાલ મુજબ દર વર્ષે 26 લાખ નોકરીઓ ઘટે છે.

સંતોષ મેહરોત્રા અને જે.કે. પરિદાએ તૈયાર કરેલા હેવાલ મુજબ 2011-12માં દેશમાં 47.4 કરોડ નોકરી હતી જે 2017-18 સુધી ઘટીને 45.7 કરોડ પર પહોંચી ગઈ. અલબત્ત, આ હેવાલના તારણો લવીશ ભંડારી અને અમરેશ દુબે દ્વારા તૈયાર કરાયેલા હેવાલના તારણોથી અલગ છે. ભંડારી અને દુબેના રિપોર્ટમાં જણાવાયું હતું કે, 2011-12માં 83.3 કરોડ નોકરી હતી જે 2017-18માં વધીને 45.7 કરોડ થઈ ગઈ.

મેહરોત્રા અને પરિદાનો અભ્યાસ નેશનલ સેમ્પલ સર્વે ઓફિસ (એન.એસ.એસ.ઓ.)ના 2004-05 થી 2011-12ના રોજગાર સર્વેક્ષણ અને પીરિયોડીક લેબર ફોર્સ સર્વેના 2017-18ના આંકડાના આધારે કરવામાં આવ્યો છે.

November 2, 2019
nutfarmars.jpg
1min4810
file photo

રાજકોટ શહેરના માર્કેટ યાર્ડમાં તા.1લી નવેમ્બર 2019ને શુક્રવારે સવારથી જ કપાસ અને મગફળીના જથ્થા ભરેલા વાહનોનોની કતારો લાગી ગઇ હતી.

રાજકોટ યાર્ડમાં મગફળીની ૮૦થી ૯૦ હજાર ગૂણીની આવક થતા મગફળીની આવકો બંધ કરાતા હરાજી બંધ કરાતા ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો.

યાર્ડમાં રોજની ૨૦થી ૨૫ હજાર મગફળીની ગૂણીનું વેચાણ થાય છે. પડતર મગફળીના જથ્થાનું ક્રમશ: વેચાણ થયા બાદ નવી મગફળીની આવકો શરૂ કરવામાં આવશે. રાજકોટ યાર્ડમાં મગફળી એક મણના ભાવ ૮૫૦થી ૧૦૦૦ સુધી મળ્યા હતા. તેમ જ ૬૬ નંબર મગફળીના ભાવ ૧૩૦૦થી ૧૪૦૦ના ભાવે વેચાઇ હતી.

દિવાળી બાદ મગફળીના ભાવમાં ૧૫થી ૨૦ રૂપિયાનો સુધારો થયો છે. તેવી જ રીતે રાજકોટ યાર્ડમાં કપાસની ૧૦ થી ૧૨ મણની આવક થઇ હતી અને કપાસ એક મણના ભાવ ૯૫૦થી ૧૧૨૦ રૂપિયા ભાવ રહ્યા હતા. વેપારી સૂત્રોના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્ર-ગુજરાતના માર્કેટ યાર્ડોમાં કુલ અઢી લાખ ગૂણીની આવકો થઇ છે. કમોસમી વરસાદને કારણે આવકો ઘટી છે, પરંતુ આગામી દિવસોમાં હજુ પણ આવકો વધશે તેમ જ દિવાળી બાદ મગફળીના ભાવમાં વધારો થતા ખેડૂતોને સારા ભાવ મળશે તેવી આશા જાગી છે.

લાભપાંચમથી ટેકાના ભાવથી મગફળીની ખરીદી શરૂ થઇ ચૂકી છે. રજિસ્ટ્રેશન કરાવેલા ખેડૂતોને મેસેજ થઈ જાણ કરવામાં આવી છે. પહેલા દિવસે એક કેન્દ્ર દીઠ ૨૫ ખેડૂતોને બોલાવવામાં આવ્યા છે. ટેકાનો ભાવ ૧૦૧૮ નક્કી કરવામાં આવ્યો છે. રાજકોટ શહેર અને જિલ્લામાં કુલ ૧૧ કેન્દ્રો પર મગફળીની ખરીદી થઇ રહી છે. એક ખેડૂત પાસેથી વધુમાં વધુ ૨૫૦૦ કિલો મગફળી ખરીદવામાં આવશે. કુલ ૮૧ હજારથી વધુ ખેડૂતોએ ટેકાના ભાવે મગફળીના વેચાણ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે.

ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાએ જણાવ્યું હતું કે, ટેકાના ભાવે મગફળી ખરીદીમાં ખેડૂતોને હેરાન કરવામાં આવે છે. હવાનું પ્રમાણ વધુ છે, ૩૫ કિલો ભરતી નથીના બહાના આપી હેરાન કરવામાં આવે છે. ધોરાજીમાં ૭૦૮૦ અને ઉપલેટામાં ૯૫૦૦ ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. ૨૦ ખેડૂતોની મગફળી ખરીદવા આવે તો એક વર્ષે પણ ખરીદી ન થાય, યોગ્ય રીતે ખરીદી નહીં થાય તો કૉંગ્રેસ આંદોલન કરશે.