CIA ALERT

Slider Archives - Page 288 of 491 - CIA Live

November 19, 2019
Digital-Gujarat-1280x549.png
1min5480

સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી ઇશ્વરાસિંહ પરમારે જણાવ્યું છે કે, રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાના લાભો પારદર્શિતાથી નાગરિકોને સત્વરે મળી રહે તે માટે રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કર્યો છે. જેના ભાગરૂપે આજે સમાજ કલ્યાણ વિભાગની વધુ 13 વ્યક્તિલક્ષી યોજનાઓ ઓનલાઇન કરાઇ છે.

તા.18મી નવેમ્બર 2019ના રોજ ગાંધીનગર ખાતે સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ હસ્તકની 13 યોજનાઓનું ઓનલાઇન લોન્ચિંગ કરતાં મંત્રી શ્રી ઇશ્વરસિંહ પરમારે કહ્યું કે, ડિજિટલ ગુજરાતના નિર્માણ માટે રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીનાં માર્ગદર્શન હેઠળ શિષ્યવૃત્તિ સિવાયની અન્ય યોજનાઓમાં પણ લાભાર્થી સરળતાથી, ઝડપી તેમજ પારદર્શિતાથી સહાય/લાભ તેઓના બેન્ક ખાતામાં સીધો મેળવી શકે તે હેતુથી આ વ્યક્તિલક્ષી યોજનાનો અમલ પણ ઓનલાઇન કરવાનો રાજ્ય સરકારને નિર્ણય કર્યો છે.

જેમાં મખ્યત્વે

  • ડો. આંબેડકર આવાસ યોજના,
  • માનવ ગરિમા યોજના,
  • કુંવરબાઇનું મામેરું યોજના,
  • વિદેશ અભ્યાસ લોન,
  • કોમર્શિયલ પાયલોટ લોન,
  • પંડિતદિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના,
  • બસ પાસ યોજના,
  • સાધન સહાય યોજના,
  • સંત સુરદાસ યોજના જેવી યોજનાઓ ઓન લાઇન કરાઇ છે.
    ઉપરોક્ત યોજનામાં પાત્રતા ધરાવતા લાભાર્થીઓ ‘ઇ સમાજ કલ્યાણ’ વેબ સાઇટ મારફત ઓનલાઇન અરજી કરીને સરળતાથી ઝડપી લાભ મેળવી શકશે.

શ્રી પરમારે ઉમેર્યું કે, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળની અનુસૂચિત જાતિ કલ્યાણ,  નિયામક, વિકસતી જાતિ કલ્યાણ તથા નિયામક સમાજ સુરક્ષાની કચેરી દ્વારા જુદી જુદી શિષ્યવૃત્તિ તેમજ પ્રજાલક્ષી યોજનાઓનો અમલ કરવામાં આવી રહ્યો છે. જેમાં પ્રિ એસ.એસ.સી. તેમજ પોસ્ટ એસ.એસ.સી. શિષ્યવૃત્તિઓ વર્ષ-2017-18થી ડિજિટલ ગુજરાત પોર્ટલ દ્વારા ઓનલાઇન કરીને ચૂકવવામાં આવે છે.

November 19, 2019
Studying-Abroad.jpg
1min5970

અમેરિકા ખાતે ૨૦૧૮-૨૦૧૯માં ભણવા જનારા વિદ્યાર્થીઓમાં ભારતીયોનો ક્રમ ચીન પછી બીજો છે.

ભારત ખાતેથી ૨૦૧૮-૨૦૧૯માં ૨,૦૨,૦૦૦થી વધુ વિદ્યાર્થી અમેરિકા ગયા હતા. અમેરિકા જતાં ચીનના વિદ્યાર્થીઓની સંખ્યા સતત દસ વર્ષથી સૌથી વધુ રહી છે.

‘૨૦૧૯ ઑપન ડૉર્સ રિપૉર્ટ ઑન ઇન્ટરનેશનલ એજ્યુકેશનલ એક્સ્ચેન્જ’એ જણાવ્યું હતું કે અમેરિકા ખાતે ૨૦૧૮-૨૦૧૯માં આવનારા વિદ્યાર્થીઓની સંખ્યા અત્યાર સુધીની સૌથી વધુ હતી. અમેરિકા આવતા વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા સતત ચોથા વર્ષે દસ લાખથી વધુ રહી હતી.

અમેરિકાના વાણિજ્ય વિભાગના આંકડા મુજબ અમેરિકાના અર્થતંત્રમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓએ ૨૦૧૮માં ૪૪.૭ અબજ ડૉલરનો ફાળો આપ્યો હતો. આ રકમ આગલા વર્ષની સરખામણીમાં ૫.૫ ટકા વધુ હતી. અમેરિકામાં ચીને ૨૦૧૮-૨૦૧૯માં ૩,૬૯,૫૪૮ અને ભારતે ૨,૦૨,૦૧૪ વિદ્યાર્થી મોકલ્યા હતા. તે વર્ષે અહીં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યા ૧૦,૯૫,૨૯૯ હતી. આ આંકડો આગલા વર્ષની સરખામણીમાં ૦.૦૫ ટકા વધુ હતો.

અમેરિકામાં ઉચ્ચ શિક્ષણ લેતા વિદ્યાર્થીઓમાં આંતરરાષ્ટ્રીય (વિદેશી) વિદ્યાર્થીઓની કુલ ટકાવારી ૫.૫ ટકા છે.

અમેરિકા ભણવા જતાં વિદેશી વિદ્યાર્થીઓમાં ચીન, ભારત પછી દક્ષિણ કોરિયા, સઉદી અરેબિયા અને કેનેડાના વિદ્યાર્થીઓનો ક્રમ આવે છે.

November 18, 2019
passport-police-verification.jpg
1min7950

પાસપોર્ટ : અરજદારના ઘરે જઇને પોલીસ વેરિફિકેશન કરવાનો નિયમ

પાસપોર્ટ મેળવવા પોલીસ વેરિફિકેશન માટે હવે નાગરિકોને પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી. જેમાં પોલીસકર્મીઓને અરજદારના ઘરે જઈ અને મોબાઈલ પોકેટકોપ મારફતે એપ્લિકેશન દ્વારા વેરિફિકેશન કરવાની હોય છે. ત્યારે પોલીસકર્મીઓ અરજદારના ઘરે જવાની જગ્યાએ વેરિફિકેશન માટે અરજદારને પોલીસ સ્ટેશનમાં બોલાવતા હતા. જેની જિલ્લા પોલીસવડાએ ગંભીર નોંધ લઈ અરજદારને પોલીસ સ્ટેશન બોલાવવાની જગ્યાએ ઘરે જઇ વેરિફિકેશન કરવાના આદેશ આપ્યા હતા.

નિયમ વિરુદ્ધ લોકોને પોલીસ સ્ટેશન બોલાવાઈ રહ્યા હોવાની ફરિયાદો થતાં અમદાવાદના ઈન્ચાર્જ પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ તમામ પોલીસ સ્ટેશનોને અરજદારના ઘરે જઈ વેરિફિકેશન કરવા માટે સૂચના આપી છે. અધિકારીઓનું માનવું છે કે, જો પોલીસ જ ઘરે જાય તો અરજદારના એડ્રેસનું રુબરુ વેરિફિકેશન ઉપરાંત તે ગુનાઈત પ્રવૃત્તિમાં રોકાયેલો છે કે કેમ તે ચકાસી શકાય.

ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (એસસીઆરબી) ગાંધીનગર દ્વારા મોબાઈલ એપ્લિકેશનનું મોનિટરિંગ કરતા પાસપોર્ટ વેરિફિકેશનનું કામ કરતા પોલીસકર્મીઓ નાગરિકોને પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવતા હોવાનું ધ્યાને આવતા જિલ્લા પોલીસવડાએ તેની ગંભીરતાથી નોંધ લઈ નાગરિકોને પોલીસ સ્ટેશનમાં ન બોલાવવા જણાવ્યું હતું. શહેર પોલીસ કમિશનરે આ બાબતે પરિપત્ર કરી તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓને જાણ કરી હતી. જેમાં વેરિફિકેશન કરતા અધિકારીઓને આ બાબતે કડક સૂચના આપી તે મુજબ કાર્યવાહી કરવા જણાવ્યું હતું.

November 17, 2019
aadhar.png
1min7760

ભારતમાં આધાર કાર્ડ ધરાવતી કોઇપણ વ્યક્તિ આધાર કાર્ડમાં નામ, જન્મતારીખ, જાતી માં ફેરફાર કોઇપણ પ્રકારના ડોક્યુમેન્ટ સબમિશન વગર કરાવી શકશે. આધાર ઓથોરિટીએ તાજેતરમાં નવી ગાઇડલાઇન્સ જારી કરી છે. આ માટે ફક્ત આધારકાર્ડ લઇને નિર્ધારિત એપોઇન્ટમેન્ટના સમયે આધાર સેન્ટર પર પહોંચી જવાનું રહેશે.

યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI)એ પોતાના તાજેતરના એક ટ્વિટમાં કહ્યું કે ફોટોગ્રાફ, બાયોમેટ્રિક્સ, લિંગ, મોબાઈલ નંબપર તેમજ ઇ-મેલ આઈડીમાં ફેરફાર કરવા માટે કોઈ પ્રકારના ડોક્યુમેન્ટ્સની જરુરિયાત નથી.

આ ફેરફાર કરવા માટે બસ તમારે તમારું આધાર કાર્ડ લઈને નજીકના આધાર સેન્ટર પર જવાનું છે અને પોતાની ડિટેઇલ અપડેટ કરાવવાની છે. જ્યારે આ 6 સેવાઓમાં તમે તમારા એડ્રેસને ઓનલાઇન અપડેટ અથવા ચેન્જ કરી શકો છો. આ એડ્રેસને ઓનલાઇન ચેન્જ કરવા માટે મોબાઇલ નંબર જરુરી છે. કેમ કે આ માટે OTP તમાર રજીસ્ટર મોબાઇલ નંબર પર જ આવશે.

નવા આધાર કાર્ડની સાથે લોકો જૂના આધાર કાર્ડમાં નામ અપડેટ, એડ્રેસ અપડેટ, મોબાઈલ નંબર અપડેટ, ઈ-મેલ અપડેટ, ડેથ ઓફ બર્થ અપડેટ, જાતી તેમજ બાયોમેટ્રિક્સ અપડેટ કરવા માટે આધાર સેવા કેન્દ્ર પાસેથી એપોઇન્ટમેન્ટ લઈ શકે છએ.

ભારતના નિવાસી કોઈપણ નાગરીક UIDAIની વેબસાઈટ પરથી પણ આ એપોઇન્ટમેન્ટ બુક કરી શકે છે. તેમજ UIDAIએ એક યુટ્યુબ વીડિયો પણ શેર કર્યો છે જેમાં આધાર સેવા કેન્દ્રની સેવા પ્રક્રિયા અંગે જણાવવામાં આવે છે.

November 17, 2019
BIS_logo.jpg
1min6610

પીવાનું પાણી શુદ્ધ ન હોવાની આખા દેશમાંથી આવતી ફરિયાદોને ધ્યાનમાં લઇને ચારેય મેટ્રો અને ૧૭ રાજ્યની રાજધાનીના પીવાના પાણીની તપાસમાં મુંબઇના નળનું પાણી સૌથી શુદ્ધ, પણ ૧૭ રાજ્યની રાજધાની અને અન્ય મેટ્રો શહેરોનું પાણી પીવા માટે અસુરક્ષિત હોવાની વાત જાણવા મળી હતી.

આ સર્વેક્ષણ બ્યુરો ઑફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ (બીઆઇએસ)એ કર્યું હતું.

ગ્રાહકોની બાબતના કેન્દ્રીય પ્રધાન રામવિલાસ પાસવાને પત્રકાર પરિષદ યોજીને જણાવ્યું હતું કે ગુણવત્તાના ૧૧ માપદંડમાં મુંબઇનું પાણી ૧૦૦ ટકા ખરું ઉતર્યું હતું, પણ બાકીના ત્રણ મેટ્રો શહેર દિલ્હી, કોલકાતા અને ચેન્નઇ એમાં નાપાસ થયાં હતાં. તેમાંય દિલ્હીનું પાણી અત્યંત અસુરક્ષિત હોવાની વાત જાણવા મળી હતી.

આ રીતે કરવામાં આવેલા સર્વેક્ષણમાં ૧૭ અન્ય રાજ્યની રાજધાનીના પાણીના સેમ્પલ પર પીવાના પાણી માટેના ઇન્ડિયન સ્ટાન્ડર્ડ (આઇએસ) – ૧૦૫૦૦:૨૧૨ પ્રમાણે તપાસ કરવામાં આવી હતી.

પાસવાને જણાવ્યું હતું કે ૨૦ રાજ્યની રાજધાનીમાંથી પાઇપ દ્વારા પહોંચાડાતા પીવાના પાણીના સેમ્પલ ભેગાં કરવામાં આવ્યા હતા. ગુણવત્તાના ૧૧ માપદંડમાં મુંબઇનું પાણી ૧૧ માપદંડમાં ચોખ્ખું સાબિત થયું હતું, પણ અન્ય શહેરના પાણીમાં એક યા બીજા માપદંડ પ્રમાણે અયોગ્ય જણાયું હતું.

આ સમસ્યાનો ઉપાય આખા દેશમાં પાઇપથી પહોંચાડાતા પીવાના પાણી માટે કડક નિયમ અને કાયદો બનાવવાનો છે. મંત્રાલયે આ મામલે રાજ્ય સરકારોને પત્ર લખીને જાણ કરી છે.

પાઇપના પાણી માટે હાલ ગુણવત્તાનું સ્ટાન્ડર્ડ ફરજિયાત ન હોવાથી એ માટે કોઇ સખત પગલાં લઇ શકાય એમ નથી.

૧૩ રાજ્યની રાજધાનીના પાણીના સેમ્પલ આઇએસ પ્રમાણે અયોગ્ય ઠર્યા હતા.

શુદ્ધતાની દૃષ્ટિએ કયાં શહેરનો કેટલામો ક્રમ આવ્યો:

  • ૧. મુંબઇ.
  • ૨. હૈદરાબાદ.
  • ૩. ભુવનેશ્ર્વર.
  • ૪. રાંચી.
  • પ. રાયપૂર.
  • ૬. અમરાવતી.
  • ૭. શિમલા.
  • ૮. ચંડીગઢ.
  • ૯. ત્રિવેન્દ્રમ.
  • ૧૦. પટના.
  • ૧૧. ભોપાલ.
  • ૧૨. ગુવાહાટી.
  • ૧૩. બેંગલુરુ.
  • ૧૪. ગાંધીનગર.
  • ૧૫. લખનઊ.
  • ૧૬. જમ્મુ.
  • ૧૭. જયપુર.
  • ૧૮. દેહરાદુન.
  • ૧૯. ચેન્નઇ.
  • ૨૦. કોલકાતા.
  • ૨૧. દિલ્હી. 

November 16, 2019
CIAlive_surat_BJP5-1280x853.jpg
1min5680

રાફેલના મુદ્દે રાહુલ ગાંધી દેશની માફી માગે : સૂરત ભાજપ

ભારતીય જનતા પાર્ટી, સૂરત મહાનગર દ્વારા આજરોજ તા.16મી નવેમ્બર 2019 ને શનિવારે રાફેલના મુદ્દે સુપ્રીમ કોર્ટ દ્વારા કેન્દ્ર સરકારને આપવામાં આવેલી ક્લીન ચીટના સમર્થનમાં અને રાફેલના મુદ્દે એન.ડી.એ. સરકાર અને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી પર એલફેલ આક્ષેપો કરનાર કોંગ્રેસના તત્કાલિન પ્રમુખ રાહુલ ગાંધી જાહેરમાં દેશની માફી માગે એવી માગણી સાથે પ્રતિક ધરણા તેમજ દેખાવો યોજવામાં આવ્યા હતા.

ભાજપા, સૂરત મહાનગર દ્વારા આજે તા.16મી નવેમ્બર 2019ના રોજ રાફેલના મુદ્દે કોંગ્રેસ દ્વારા ચલાવાયેલા જુઠ્ઠાણા સામે દેખાવો યોજીને કોંગ્રેસના રાહુલ ગાંધી દેશની અને વડાપ્રધાન શ્રી મોદીની જાહેર માફી માગે તેવી માગ કરીને પ્રતિક ધરણા યોજ્યા હતા. CIA Live News, Surat

સૂરત ભાજપા મહાનગરના પ્રમુખ શ્રી નીતિન ભજીયાવાળાના નેતૃત્વમાં ભાજપાના દેખાવોમાં મોટી સંખ્યામાં કાર્યકરો, નેતાઓ, કોર્પોરેટરો, ધારાસભ્યો, સાંસદો વગેરે જોડાયા હતા.

ભાજપા, સૂરત મહાનગરના પ્રમુખ શ્રી નીતિનભાઇ ભજીયાવાલાએ રાફેલના મુદ્દે કોંગ્રેસના જુઠ્ઠાણાનો પર્દાફાશ લખેલા પ્લેકાર્ડ સાથે પ્રતિક ધરણામાં બેઠા હતા એ વેળા લેવાયેલી તસ્વીર CIA Live News, Surat
ભાજપા, સૂરત મહાનગર દ્વારા આજે તા.16મી નવેમ્બર 2019ના રોજ રાફેલના મુદ્દે કોંગ્રેસ દ્વારા ચલાવાયેલા જુઠ્ઠાણા સામે દેખાવો યોજીને કોંગ્રેસના રાહુલ ગાંધી દેશની અને વડાપ્રધાન શ્રી મોદીની જાહેર માફી માગે તેવી માગ કરીને પ્રતિક ધરણા યોજ્યા હતા. CIA Live News, Surat

ભાજપાના આ કાર્યક્રમમાં ભાજપાના કાર્યકરો, નેતાઓ ઉપરાંત મહિલા ભાજપા, યુવા ભાજપ સમેત અને મોરચા, સેલના આગેવાનો, પદાધિકારીઓ, મ્યુનિસિપલ પદાધિકારીઓ પણ જોડાયા હતા.

દરમિયાન ભાજપાના નેતાએ જણાવ્યું હતું કે રાફેલ ડિલના મુદ્દે એ સમયે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધી અને અન્ય નેતાઓએ રજનું ગજ કરીને વડાપ્રધાન શ્રી મોદી તેમજ કેન્દ્ર સરકાર પર એલફેલ આક્ષેપો કર્યા હતા. આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં પીટીશનો કરી હતી. પણ છેવટે સુપ્રીમ કોર્ટે આ મામલે વડાપ્રધાન શ્રી મોદી અને કેન્દ્ર સરકારને ક્લીન ચીટ આપીને કોંગ્રેસની હવા કાઢી નાંખી છે. હવે ભાજપાની માગણી છે કે રાહુલ ગાંધીએ દેશની અને વડાપ્રધાન શ્રી મોદીની જાહેર માફી માગવી જોઇએ.

November 16, 2019
sushant_singh.jpg
1min6020

સાજીદ નડિયાદવાલાની છીછોરેમાં અભિનય કરીને પ્રશંસા મેળવી જનારો અભિનેતા સુશાંત સિંહ રાજપૂત ત્યાર બાદ બ્રેક લઇને યુરોપ ફરવા ગયો હતો. આ પ્રવાસમાં તેના બકેટલિસ્ટમાંની પચાસ બાબતો કરવાની ઇચ્છા પૂરી કરવાની હતી. તે પેરીસના ડિઝનીલેન્ડમાં પણ ગયો હતો. જોકે, ત્યાંથી આવ્યા બાદ સુશાંતની તબિયત થોડી બગડી હતી અને બધા ટેસ્ટ કરાવતા તેને ડેન્ગ્યુ હોવાની જાણ થઈ હતી.

શારીરિક નબળાઈ આવી જવાને કારણે ડૉકટરે સુશાંતને આરામ કરવાની સલાહ આપી છે. આથી તેણે આ સપ્તાહે અબુ ધાબી જવાના કાર્યક્રમને પણ રદ કરવો પડયો છે.’ નોંધનીય છે કે ગયા વર્ષે શ્રદ્ધા કપૂર પણ મચ્છરોથી થતી આ બીમારીનો ભોગ બની હતી. જ્યારે ગયે મહિને ધર્મેન્દ્રને ડેન્ગ્યુ થયો હતો. હવે સુશાંત દિલ બેચારા ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મ હૉલીવૂડની ફિલ્મ ધ પોલ્ટ ઇન અવર સ્ટાર પરથી બનશે જે જોન ગ્રીન્સની આ જ નામની બેસ્ટ સેલર પરથી બની હતી.’

November 16, 2019
100281353-gold_bars_piles_gettyP.530x298.jpg
1min6230

સમગ્ર દુનિયામાં લોકો બચત ખાતા અને જીવન વીમા બાદ હવે સોનાની ખરીદીમાં સૌથી વધારે રોકાણ કરી રહ્યા છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલે પોતાના નવા હેવાલમાં આ મુજબનો દાવો કર્યો છે.
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ દ્વારા પોતાના હેવાલમાં કહેવામાં આવ્યું છે કે સોનાની ખરીદી કરવા અને તેમાં રોકાણ કરવા અંગે લોકો ખાસ રસ ધરાવે છે. સોનામાં રિટેલ રોકાણ અને જ્વેલરી માર્કેટના સંબંધમાં નવા ટ્રેન્ડ અંગે માહિતી આપવામાં આવી છે.

રિસર્ચ રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે સોનું સૌથી વધારે લોકોના પસંદગીનો વિકલ્પ બની રહ્યું છે. સંશોધનમાં કહેવામાં આવ્યું હતું કે’ 56 ટકા રિટેલ રોકાણકારોએ સોનામાં ખરીદીને પ્રાથમિકતા આપી છે. આનાથી વધારે લોકોએ બચત ખાતા અને જીવન વીમામાં રોકાણ કરવાને લઇને ઇચ્છા વ્યક્ત કરી છે.

સર્વેમાં સામેલ કરવામાં આવેલા લોકો પૈકી 78 ટકા લોકો એવા રહ્યા છે જે બચત ખાતામાં રોકાણ કરવાને લઇને વધારે પ્રાથમિકતા આપી રહ્યા છે. આવી જ રીતે 54 ટકા લોકો એવા છે જે જીવન વીમામાં રોકાણ કરવા માટે ઇચ્છુક છે.

‘આ રિસર્ચ રિપોર્ટ માટે 18000 લોકોને સર્વેમાં આવરી લેવામાં આવ્યા હતા. આ સર્વેમાં ચીન, ભારત, ઉત્તરી અમેરિકા, જર્મની અને રશિયા સહિતના દેશોના લોકોને આવરી લેવામાં આવ્યા હતા.

November 15, 2019
CIA_live_waterbreak_logo-1280x1280.jpg
1min6190

શાળાઓમાં ‘વૉટર બ્રેક’ વિદ્યાર્થીઓને નિયમિત અંતરાલે પાણી પીવાનું યાદ અપાવે છે

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

વિજ્ઞાન, શાસ્ત્રો અને તબીબો નિયમિત રીતે એવું કહી રહ્યા છે કે માનવીએ દિવસમાં શક્ય હોય તેટલું વધુ પાણી પીવું જોઇએ, કમનસીબે બહુ જૂજ લોકો નિયમિત અંતરાળે પાણી પી ને સ્વાસ્થય સારુ રાખે છે, બિમારીઓને દૂર રાખી શકે છે. મોટા ભાગના લોકો વિદ્યાર્થીઓ સમેત કહેવાતી વ્યસ્તતા ને કારણે શરીરને પાણીથી કલાકો વંચિત રાખે છે અને તેને કારણે જાત જાતની બીમારીઓ નોંતરે છે. CIA Live આવું ન થાય તે હેતુથી કેરળની શાળાઓમાં બાલ દિન પૂર્વે પ્રાયોગિક ધોરણે ‘વૉટર બ્રેક’ શરૂ કરાયો હતો. દરેક પીરિયડમાં વિદ્યાર્થીઓને પાણી પીવા માટેનો સમય આપવામાં આવે છે. વિદ્યાર્થીઓને પાણી પીવડાવવાનું યાદ અપાવવા માટે ખાસ બેલ વગાડવામાં આવે છે.

કેરળની પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ નિયમિત રીતે પાણી પીએ એ માટે ખાસ વોટર બ્રેક અભિયાન શરૂ થયું છે. સમગ્ર દેશમાં આ અભિયાનને સકારાત્મક પ્રતિસાદ સાંપડ્યો છે. કેરળ પછી કર્ણાટક અને મહારાષ્ટ્રમાં વોટર બ્રેક માટે અનુકુળ માહોલ સર્જાયો છે. હવે આ વોટર બ્રેક અભિયાન સમગ્ર દેશમાં શરૂ થાય એ દિવસો દૂર નથી. CIA Live

આ યોજનાને હાલમાં શરૂ કરાયેલા અસોસિયેશન ઓફ પ્રાયમરી એજ્યુકેશન (એપીઇઆર) અને સંશોધને Water Break નામની ઝુંબેશ હેઠળ દેશભરની તમામ શાળાઓમાં લાગુ કરવાને અપીલ કરવામાં આવી છે. CIA Live

મુંબઇ સહિત પુણે, હૈદરાબાદ, બૅંગ્લોર અને ચેન્નઇના શિક્ષકો અને વિદ્યાર્થીઓના વાલીઓના ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા હતાં, તેમાં 6થી 10 વર્ષની વયના ૬૮ ટકા વિદ્યાર્થીઓ પાણી ભરેલી બૉટલ ઘરે પાછી લાવતા હોય છે. તેથી શાળાઓના વિદ્યાર્થીઓને પાણી પીવાનું યાદ અપાવવા માટે ખાસ ઘંટ વગાડવામાં આવે તેવી અપીલ અસોસિયેશન કરી રહ્યું છે.

અનેક ક્ષેત્રોમાં પહેલ કરતા સૂરત શહેરની શાળાઓએ વોટર બ્રેકનો કન્સેપ્ટ અપનાવવામાં વિલંબ ન કરવો જોઇએ

સૂરત શહેરની વાત કરીએ તો સૂરત શહેરમાં 1200થી વધુ શાળાઓ, 150થી વધુ કોલેજો, ટ્યુશન-કોચિંગ ક્લાસીસો વગેરે કાર્યરત છે. સૂરત ગુજરાતનું મોટામાં મોટું એજ્યુકેશનલ હબ બની ચૂક્યું છે. સૂરત શહેરનું નામ પહેલ કરવામાં અગ્રેસર છે. સ્વચ્છતા અભિયાન હોય, ગ્રીનરી વિકસાવવાની હોય, પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપના પ્રોજેક્ટસ હોય કે પછી ટેક્સ ભરવાનો હોય, સૂરત શહેરના લોકોએ પહેલ કરી છે અને પછી ગુજરાત રાજ્ય અને દેશભરમાં એ પહેલને અનુયાયીઓ મળ્યા છે. સી.આઇ.એ. લાઇવ CIA Live અને શિક્ષણ સર્વદા (વિદ્યાર્થીઓનું અખબાર) સૂરત શહેરની શાળાઓ, સંચાલકો, આચાર્યો, શિક્ષકો વગેરેને અપીલ કરે છે કે સૂરતના વિદ્યાર્થીઓના સ્વાસ્થય હિતમાં વોટર બ્રેકનો અમલ સત્વરે શરૂ કરવો જોઇએ.

સૂરતના બાળકોના શરીરમાં શાળાકીય સમયના 5થી 6 કલાકમાં એકથી દોઢ લીટર પાણી જશે તો બાળકો અનેક બિમારીઓથી દૂર રહેશે અને તેઓ ફીટ રહેવા માંડશે. CIA Live


November 15, 2019
CIA_BMC_pothole_chellenge.jpg
1min16500

મુંબઇ Pothole Challenge : ખાડા નહીં પૂરનાર અધિકારીના પગારમાંથી ઇનામ અપાય છે

Jayesh Brahmbhatt 98253 44944

પાલિકાને રસ્તાના ખાડા અંગેની ફરિયાદ કર્યા બાદ તેનું ૨૪ કલાકની અંદર સમારકામ ન થાય તો ફરિયાદીને ૫૦૦ રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાત બાદ મુંબઈગરાને ૫૦૦ રૂપિયા ઈનામની રકમ મળવાની શરૂઆત થઇ ચૂકી છે.

બૃહદ મુંબઇ મહાનગરપાલિકામાં આ વખતે વરસાદની સીઝન અને એ પછીના દિવસોમાં માર્ગો પર પડેલા ખાડાઓને કારણે અનેક રાહદારીઓ, વાહનચાલકોના મોત નિપજ્યા હતા. લોકોમાં ભારે આક્રોશ હતો. માર્ગો પર ખાડાના કારણે ટ્રાફિક જામની સમસ્યાઓ પણ સર્જાઇ હતી. આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે પાલિકાએ પોથોલ ચેલેન્જ એક સપ્તાહની યોજના અમલમાં મૂકી હતી. જેમાં મુંબઇ મહાનગરપાલિકા વિસ્તારના કોઈપણ માર્ગ પર કોઇપણ વ્યક્તિ ખાડો જુએ તો તેણે મુંબઇ પાલિકાની પોથોલ ફિક્સીટ નામની એપ્લિકેશન પર તેનો ફોટો અપલોડ કરવાનો રહે છે અને એ ખાડો 24 કલાકમાં ન પૂરાય તો ફોટો અપલોડ કરનાર વ્યક્તિને રૂ.500નું ઇનામ આપવામાં આવે છે. એક સપ્તાહની ચેલેન્જ પૂરી થતા હવે ફોટો અપલોડ કરીને વિજેતા બનેલાઓને રૂ.500નું ઇનામ આપવાનું શરૂ કરાયું છે. ઇનામની રકમ મુંબઇ મહાનગરપાલિકાના સંબંધિત અધિકારીના ખીસ્સામાંથી એટલેકે પગારમાંથી કાપી લેવામાં આવી રહી છે.

પાલિકાના અધિકારીના જણાવ્યા અનુસાર હજુ ૧૦૦ જેટલા ફરિયાદીને ઈનામ આપવાની પ્રક્રિયા શરૂ છે, જે આ અઠવાડિયાના અંત સુધીમાં ચૂકવી દેવામાં આવશે.

પાલિકા પાસેથી ઇનામની રકમ મેળવનાર અંધેરીના રહેવાસીએ ટ્વિટ કર્યું હતું કે ‘પોથોલ ચેલેન્જ દરમિયાન સમયસર ખાડા ભરવામાં નિષ્ફળ રહેતા પાલિકા પાસેથી ૫૦૦ રૂપિયા મળ્યા છે. આશા રાખું છું કે શહેરના રસ્તાઓને જાળવવામાં તેઓ વધુ સક્રિય બને. આગામી ચોમાસામાં ડિજિટલ માધ્યમથી ઈનામની રકમ ચૂકવામાં આવે તો સારું રહેશે’.

આ ટ્વિટર યુઝરે બીકેસી કામે જતી વખતે સહાર રોડ પર આવેલા ખાડા અંગે ફરિયાદ કરી હતી. તેણે કાર રોકીને ખાડાનો ફોટો લીધો અને તેને પાલિકાના ફિક્સઇટ ઍપ પર અપલોડ કર્યો. આ ખાડાને પૂરવાનું કામ પાલિકાએ કર્યું હતું, પરંતુ તે ૨૪ કલાકની અંદર થયું ન હોવાથી ૫૦૦ રૂપિયાનું ઇનામ અપાયું હતું.

નોંધનીય છે કે પાલિકા દ્વારા પહેલી નવેમ્બરથી સાતમી નવેમ્બર સુધી એક અઠવાડિયાની પોથોલ ચેલેન્જ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ ઝુંબેશ હેઠળ મુંબઈગરાને મોબાઇલ ઍપ હેઠળ ખાડા અંગેની ફરિયાદ કરવાનું આહ્વાન કરવામાં આવ્યું હતું. ફરિયાદ કર્યાના ૨૪ કલાકમાં આ ખાડાને પૂરવામાં ન આવે તો સંબંધિત ફરિયાદીને ૫૦૦ રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાત કરાઇ હતી. આ ઈનામની રકમ સંબંધિત પાલિકા અધિકારીને તેના ખિસ્સામાંથી ચૂકવવાની હતી.