CIA ALERT

Slider Archives - Page 265 of 491 - CIA Live

February 5, 2020
icai_logo.jpeg
3min9070

C.A. ફાઉન્ડેશન, ઇન્ટરમિડીયેટ અને ફાઇનલ્સ પરીક્ષા માટે રજિસ્ટ્રેશન શરૂ : જાણો કેવી રીતે રજિ. થાય ?

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ઇન્સ્ટીટ્યુટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટસ ઓફ ઇન્ડિયા દ્વારા આગામી મે 2020માં લેવામાં આવનારી સી.એ. કોર્સની તમામ ત્રણેય સ્તરની પરીક્ષા માટેના ઓનલાઇન આવેદનપત્ર (રજિસ્ટ્રેશન પ્રક્રિયા)નો આરંભ કરી દીધો છે. જે વિદ્યાર્થીઓ મે 2020માં ફાઉન્ડેશન, ઇન્ટરમિડીએટ (જૂનો અને નવો કોર્સ) તેમજ ફાઇનલ્સ (જૂનો અને નવો કોર્સ)ની પરીક્ષા આપવા ઇચ્છતા હોય એવા ઉમેદવારોને તા.26મી ફેબ્રુઆરી 2020 સુધીમાં રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પૂર્ણ કરી દેવા માટે સૂચના આપવામાં આવી છે.

વધુ માહિતી માટે સંપૂર્ણ વિગત સાથેની ફાઇલ ડાઉનલોડ કરો

https://icaiexam.icai.org/Announcements/May_2020_Announcement.pdf

How to apply for ICAI CA May 2020 exam?

1) Open the official website of the ICAI – icaiexam.icai.org and click on Login/Register

Click here to register for ICAI CA May 2020 exam

2) Select your program, enter the seven digits of your registration number, date of birth, email ID, phone number and other details as asked in the form and click on Register

3) Fill the application form and select an exam centre

4) Upload all the documents as asked in the application process

5) Make application fee payment and download the PDF of registration form

6) Make sure your Photo is appearing on the PDF. If not, take a print out of PDF, paste a passport size photo and send it to ICAI. Also, keep a copy of the same with you for future reference

February 5, 2020
gujarateducation.jpg
1min6800

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા હવે સેન્ટ્રલ બોર્ડની શાળાઓની માફક શાળાઓમાં પરીક્ષા પૂર્ણ થયા બાદ તાકીદે શાળાઓ શરૂ કરી દેવાનો મહત્ત્વનો નિર્ણય લેવાયો છે. ચાલુવર્ષ ૨૦૨૦-૨૧થી નવું શૈક્ષણિક વર્ષ તા.૨૦મી એપ્રિલથી શરૂ કરવામાં આવશે. જ્યારે ઉનાળુ વેકેશન તા.૪થી મેથી લઇને તા.૭મી જૂન સુધી યથાવત રાખવામાં આવશે. એટલે કે હવે એપ્રિલ માસના પ્રથમ સપ્તાહથી જ નવુ શૈક્ષણિક સત્ર શરૂ કરી દેવામાં આવશે. 

બોર્ડ દ્વારા કરાયેલી જાહેરાત પ્રમાણે ચાલુ વર્ષ અને હવે પછીના તમામ શૈક્ષણિક વર્ષોમાં એપ્રિલના પ્રથમ સપ્તાહથી જ શૈક્ષણિક કાર્ય શરૂ કરી દેવાનુ રહેશે. મે માસના પ્રથમ સપ્તાહથી લઇને જૂન માસના પ્રથમ સપ્તાહના અંત સુધી એટલે કે પાંચ સપ્તાહનુ વેકેશન યથાવત રાખવાનુ રહેશે. આ પ્રમાણેના દિવસોને ધ્યાનમાં રાખીને તમામ શાળાઓને વ્યવસ્થા કરવા સૂચના આપી દેવામાં આવી છે. પરીક્ષા પૂરી થયા બાદ એપ્રિલમાં શરૂ થનારુ શૈક્ષણિક સત્ર પછીના વર્ષમાં માર્ચ માસ સુધી રહે તે પ્રમાણે કામગીરી કરવાની રહેશે.

February 5, 2020
trains.jpg
1min6350

હાલમાં લગ્નની સીઝન ચાલી રહી છે ત્યારે ટ્રેનોમાં વેઇટિંગ લિસ્ટ ઘટાડવા પશ્ચિમ રેલવે દ્વારા મુંબઈથી ગુજરાત જતી અને આવતી ટ્રેનોમાં થોડા સમય માટે વધારાના એસી કોચ, ચૅરકાર અને સ્લીપર કોચ જોડવામાં આવ્યા છે.

પશ્ચિમ રેલવે દ્વારા જુદી જુદી ૩૬ જેટલી જોડી ટ્રેનોમાં અસ્થાયી રૂપથી વધારાના કોચ જોડવામાં આવ્યા છે, જેમાં બાંદરા ટર્મિનસ, દાદર અને મુંબઈ સેન્ટ્રલથી ઉપડતી ભાવનગર એક્સપ્રેસ, પાલિતાણા સુપરફાસ્ટ, ભુજ સયાજીનગરી એક્સપ્રેસ, જામનગર એક્સપ્રેસ, ભુજ કચ્છ એક્સપ્રેસ અને ડબલ ડેકર ટ્રેનમાં વધારાના કોચની સુવિધા ઊભી કરાઈ છે.

બાંદરા ટર્મિનસ – પાલિતાણા સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનમાં એક વધારાનો સ્લીપિંગ કોચ ઉમેરવામાં આવશે. આ સુવિધા તા.૭ ફેબ્રુઆરીથી તા.૨૮ ફેબ્રુઆરી સુધી અને પાલિતાણાથી આ સુવિધા તા. ૮ ફેબ્રુઆરીથી તા.૨૯ ફેબ્રુઆરી સુધી રહેશે.

દાદર–ભુજ સયાજીનગરી એક્સપ્રેસ ટ્રેનમાં એક વધારાનો એસી થ્રી ટિયર કોચ ઉમેરવામાં આવ્યો છે. આ વધારાના કોચની સુવિધા દાદરથી શરૂ થઈ છે જે તા.૧ માર્ચ સુધી તથા ભુજથી મુંબઈ આવતા તા. ૨૯ ફેબ્રુઆરી સુધી રહેશે.

બાંદરા ટર્મિનસ–ભુજ કચ્છ એક્સપ્રેસ ટ્રેનમાં એક વધારાનો એસી થ્રી ટિયર કોચ ઉમેવામાં આવ્યો છે. બાંદરાથી તેની શરૂઆત થઈ છે અને તા.૧ માર્ચ સુધી તથા ભુજથી બાંદરા આવતા આ સુવિધા તા. ૨૯ ફેબ્રુઆરી સુધી રહેશે.

બાંદરા ટર્મિનસ–ભાવનગર એક્સપ્રેસ ટ્રેનમાં એક વધારાનો સ્લીપિંગ કોચ રહેશે. આ વધારાના કોચની સુવિધા બાંદરાથી તા. ૪ ફેબ્રુઆરીથી તા. ૩ માર્ચ સુધી રહેશે. જ્યારે ભાવનગરથી બાંદરા માટે આ સુવિધા શરૂ કરી છે જે તા. ૨૯ ફેબ્રુઆરી સુધી ઉપલબ્ધ રહેશે.

બાંદરા ટર્મિનસથી જામનગર એક્સપ્રેસ ટ્રેનમાં એક વધારાનો સ્લીપિંગ કોચ ઉમેરવામાં આવ્યો છે. જેની સુવિધા તા. ૧ માર્ચ સુધી મળશે. જામનગરથી બાંદરા જવા માટે ગઈ કાલથી આ સુવિધા શરૂ થઈ છે જે તા.૨ માર્ચ સુધી મળશે.

બાંદરા ટર્મિનસ–ભુજ એક્સપ્રેસ ટ્રેનમાં એક વધારાનો એસી ટુ ટિયર અને એક એસી થ્રી ટિયર કોચ ઉમેરવામાં આવશે. જેની સુવિધા શરૂ થઈ છે અને તે તા.૨૮ ફેબ્રુઆરી સુધી મળશે. જ્યારે ભુજથી બાંદરા આવતા આ સુવિધા ગઈ કાલથી શરૂ કરી છે અને તા. ૨૯ ફેબ્રુઆરી સુધી વધારાનો કોચ મુસાફરોને ઉપલબ્ધ રહેશે.

મુંબઈ સેન્ટ્રલ – અમદાવાદ ડબલ ડેકર એક્સપ્રેસ ટ્રેનમાં એક વધારાનો એસી ચૅરકાર કોચ ગઈ કાલથી ઉમેરવામાં આવ્યો છે. જે તા.૨૯ ફેબ્રુઆરી સુધી ઉપલબ્ધ રહેશે. વડોદરાથી મુંબઈ આવતા આ સુવિધા તા.૨૯ ફેબ્રુઆરી સુધી મળશે.

February 5, 2020
gst.jpg
1min4850

ગ્રાહકોને ખરીદી કરતી વખતે બિલ લેવા માટે પ્રોત્સાહિત કરવા માટે સરકાર જીએસટી અંતર્ગત રૂ. ૧૦ લાખથી ૧ કરોડ સુધીની લોટરીની યોજના બનાવી રહી છે.

સેન્ટ્રલ બૉર્ડ ઑફ ડાઇરેક્ટ ટૅક્સ અને કસ્ટમ્સ (સીબીઆઇસી)ના સભ્ય જ્હોન જોસેફે જણાવ્યું હતું કે ગુડ્ઝ અને સર્વિસ ટૅક્સ (જીએસટી) હેઠળના દરેક બિલ ગ્રાહકોને લોટરી જીતવાની તક પૂરી પાડશે અને તે ટૅક્સ ચૂકવવા માટે પ્રોત્સાહક તરીકે કામ કરશે.

‘અમે નવી લોટરીની સિસ્ટમ લઇને આવ્યા છીએ. જીએસટી હેઠળ દરેક બિલ વિજેતા લોટરીની ટિકિટ હોવાનું માનવામાં આવે છે. તે ડ્રો માટે જશે અને ભાવ એટલા ઊંચા છે કે ૨૮ ટકા બચાવ્યા વિના મારી પાસે રૂપિયા દસ લાખથી લઇને એક કરોડ સુધી જીતવાની તક છે. લોકોની માનસિકતામાં બદલાવ લાવવાનો આ પ્રશ્ર્ન છે,’ એમ જોસેફે એસોચેમના કાર્યક્રમમાં જણાવ્યું હતું.

આ યોજના મુજબ ખરીદીના બિલ પોર્ટલ પર અપલોડ કરવામાં આવશે. અને આપમેળે ડ્રો થઇ જશે અને વિજેતાને જણાવવામાં આવશે. ચાર સ્તરના જીએસટી અંતર્ગત માલ અને સેવાઓ પર ૫, ૧૨,૧૮ અને ૨૮ ટકા કર લાગે છે. આ ઉપરાંત લક્ઝરી, સીન અને ડીમેરિટ ગુડ્ઝ પર સૌથી વધુ ટૅક્સ રેટ ઉપરાંત સેસ પણ લગાવવામાં આવે છે. નાણાપ્રધાન નિર્મલા સીતારામનની અધ્યક્ષતા હેઠળ રાજ્યના નાણાપ્રધાનોની બનેલી જીએસટી કાઉન્સિલ પ્રસ્તાવિત લોટરી યોજનાની તપાસ કરશે. લોટરીની યોજના માટે પાત્ર બનવા મિનિમમ કેટલી રકમનું બિલ હોવું જોઇએ એ પણ નક્કી કરવામાં આવશે. યોજના મુજબ ગ્રાહક કલ્યાણ ભંડોળમાંથી આ લોટરી યોજના માટે નાણાં આવશે.

જીએસટીની આવકના છિંડા (લુપહોલ્સ) પૂરવા માટે સરકાર લોટરી અને ક્યુઆર કોડ આધારિત ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહિત કરવા સહિત બિઝનેસથી ગ્રાહક સોદાના વિકલ્પ અંગે વિચારણા કરશે.

જીએસટીની આવકમાં વધારો કરવાના પગલાં સૂચવવા સરકારે અધિકારીઓની કમિટી બનાવી છે. જીએસટીમાં તબક્કાવાર ફેરફારો સૂચવવાનું કામ પેનલને સોંપવામાં આવ્યું છે. કર માળખાના વિસ્તરણ માટે ઇનપૂટ્સ આપવા પણ તેમને જણાવવામાં આવ્યું છે.

૧૮ ડિસેમ્બરના રોજ કમિટીએ જીએસટી કાઉન્સિલ સમક્ષ રજૂઆત કરી હતી અને સંસાધનો વધારવા મુક્તિની સૂચિ ઘટાડવાનું સૂચન કર્યું હતું.

February 5, 2020
airindia.jpg
1min4760

ચીનના કોરોના વાઈરસે વિશ્ર્વભરમાં હાહાકાર મચાવ્યો છે. અત્યાર સુધીમાં ૪92 લોકોના મોત થયા છે, અનેક દેશોએ ચીનની હવાઈસેવા બંધ કરી છે. ચીનમાં રહેલા નાગરિકોને પાછા લઈ આવ્યા છે.

ઍર ઈન્ડિયાએ ૮ ફેબ્રુઆરીથી દિલ્હી-હૉંગકૉંગ ફલાઈટ બંધ કરવાનો નિર્ણય કર્યો છે, એમ ઍર ઈન્ડિયાના ચેરમેન અને એમ. ડી. અશ્ર્વિની લોહાનીએ કહ્યું હતું. કોરોના વાઈરસ ઝડપથી આસપાસના દેશોમાં ફેલાયો છે.

દિલ્હી-હૉંગકૉંગની છેલ્લી ફલાઈટ એવન-૩૧૪ની ઉડાન બાદ ૮ ફેબ્રુઆરીથી બંધ થશે. અગાઉ ઈન્ડિગોએ ભારત-ચીન વચ્ચેની તમામ ત્રણ ફલાઈટ બંધ કરી હતી. કોલકાતા-ગુચાંગઝેની ફ્લાઇટ પણ બંધ કરી છે. ઍર ઈન્ડિયાએ દિલ્હી-શાંઘાઈ ફલાઈટ રદ કરી છે. દિલ્હી-હૉંગકૉંગ માર્ગની ફલાઈટમાં કાપ મુકાયો હતો. ૮ ફેબ્રુઆરીથી તમામ ફલાઈટ બંધ થશે.

February 5, 2020
no_nrc.jpg
1min5030

એનઆરસી મુદ્દે દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. સીએએ અને એનઆરસીને સાથે જોડીને વિરોધ થઈ રહ્યો છે, જોકે સરકારે મંગળવારે સંસદમાં સ્પષ્ટતા કરી હતી કે, રાષ્ટ્રીય સ્તરે નેશનલ રજિસ્ટર ઑફ ઈંડિયન સિટીઝન (એનઆરઆઈસી) તૈયાર કરવા બાબતમાં કેન્દ્ર સરકારે હજુ સુધી કોઈ નિર્ણય લીધો નથી. આ માહિતી ગૃહખાતાના રાજ્યકક્ષાના પ્રધાન નિત્યાનંદ રાયે આપી હતી.

એનઆરસી મુદ્દે સંસદમાં પુછાયેલા એક પ્રશ્ર્નના ઉત્તરમાં તેમણે જણાવ્યું હતું. સંસદના ગત સત્રમાં નાગરિકતા સંશોધન બિલ પસાર કરાયું હતું અને બાદમાં સીએએ ઍક્ટ બન્યો હતો.

એનઆરસી મુદ્દે ગૃહપ્રધાને અગાઉ જણાવ્યું હતું કે દેશમાં એ લાગુ કરાશે ત્યાર બાદ આસામ, ત્રિપુરા, બંગાળ સહિત દેશભરમાં હિંસક પ્રદર્શન થયાં છે. એક રેલીમાં વડા પ્રધાન મોદીએ પણ કહ્યું હતું કે હજુ સુધી એનઆરસીને લઈ કોઈ બેઠક થઈ નથી. હવે ગૃહમંત્રાલયે પણ સ્પષ્ટતા કરી છે બજેટ સત્રના પ્રથમ દિવસે રાષ્ટ્રપતિએ સંબોધન કર્યું ત્યારે પણ એનઆરસીનો ઉલ્લેખ કરાયો નહોતો.

દરમિયાન નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર (એનપીઆર)ના અપડેટ દરમિયાન કોઈ ડોક્યુમેન્ટ લેવાશે નહીં. વસતિ ગણતરીની કામગીરી દરમિયાન આધાર નંબર પૂરો પાડવાનું મરજિયાત છે, એમ ગૃહ ખાતાના રાજ્યકક્ષાના પ્રધાન નિત્યાનંદ રાયે સંસદમાં જણાવ્યું હતું.

એનપીઆરની તૈયારી બાબતમાં જે રાજ્યોને ચિંતા છે તેમની સાથે સરકાર ચર્ચા કરી રહી છે. તમામ વ્યક્તિ અને પરિવારની વિગતોની ડેમોગ્રાફિક ભેગી કરીને અપડેટ કરાશે.

એનપીઆરની અપડેટ કામગીરી દરમિયાન કોઈ ડોક્યુમેન્ટ લેવાશે નહીં બીજું જેની નાગરિકતા શંકાસ્પદ છે તેનું કોઈ વેરિફિકેશન કરાશે નહીં.

એનપીઆરની કામગીરી ૧ એપ્રિલથી ૩૦, સપ્ટેમ્બર સુધી ચાલશે. ઘરે ઘરે જઈને વસતિ ગણતરી કરાશે. દરેક નાગરિક સાચી માહિતી પૂરી પાડે એમ જણાવાયું છે. એનપીઆર પ્રથમવાર ૨૦૧૦માં તૈયાર કરાયું હતું, જેે ૨૦૧૫માં અપડેટ કરાયું હતું. આસામ સિવાય દેશના અન્ય ભાગમાં એનપીઆર માટે માહિતી ભેગી કરાશે.

પશ્ર્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ ઈશાનના રાજ્યો અને ભાજપ સિવાયના રાજ્યોના તેમના સમકક્ષને અપીલ કરી છે કે એનપીઆર ફોર્મનો કાળજીપૂર્વક અભ્યાસ કરે. એનપીઆરની કામગીરી જોખમી ગણાવી છે.

કેરળ સરકારે એનપીઆરમાં સહકાર નહીં આપવા જાહેરાત અગાઉ કરી હતી. એનપીઆર અને એનઆરસીનો વિરોધ વધારે જોવાયો છે. સીએએને પણ તેની સાથે જોડી દેવાયું છે. 

February 4, 2020
sensex-up.jpg
1min4690

આજે તા.4 ફેબ્રુઆરીને મંગળવારે એનર્જી, કેપિટલ ગૂડ્ઝ, ઓઈલ-ગેસ, ફાઈનાન્સ અને મેટલ શેરોમાં ધૂમ લેવાલીથી BSE સેન્સેક્સ સવારે 11.35 વાગ્યે 492.74 પોઈન્ટ્સ અથવા 1.24 ટકા વધીને ટ્રેડ થઈ રહ્યો હતો. ભારતના શેરબજાર એક દિવસ અપ અને એક દિવસ ડાઉન ટ્રેડ કરી રહ્યા છે. રોકાણકારો હવે એટલા ફ્રસ્ટ્રેટ છે કે શું કરવું શું ન કરવું ખબર પડતી નથી કેમકે શેરબજારનું કશું ઠેકાણું નથી.

નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ 200 પ્લસ પોઈન્ટ્સ અથવા 2 ટકાના હાઈજમ્પ સાથે 12 હજાર નજીક ની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો.

BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ 0.86 ટકા અનુક્રમે અને 0.94 ટકા વધીને ટ્રેડ થઈ રહ્યા હતા.

આજે સવારે BSEમાં રિયલ્ટી અને ટેલીકોમને બાદ કરતાં તમામ સેક્ટોરલ ઈન્ડાઈસિસ ગ્રીન ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા.

February 4, 2020
CIA_Live_Logo_New2.jpg
3min6630

સૂરતની ભગવાન મહાવીર આર્કિ. કોલેજમાં 96 ટકા અને વિદ્યામંદિર વુમન કોલેજમાં 94 ટકા સીટો ખાલી

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

સમગ્ર દેશમાં આવેલી આર્કિટેક્ચર કોલેજોના પહેલા વર્ષમાં પ્રવેશ માટે આર્કિટેક્ચર કાઉન્સિલ દ્વારા લેવામાં આવતી પ્રવેશ પરીક્ષા નાટા (નેશનલ એપ્ટીટ્યુડ ટેસ્ટ ઇન આર્કિટેક્ચર) 2019થી વર્ષમાં બે વખત લેવામાં આવે છે.

2020 માટે નાટા-1 પરીક્ષા તા.19મી એપ્રિલ 2020ના રોજ લેવામાં આવશે જ્યારે નાટા-2 પરીક્ષા તા.31મી મે 2020ના રોજ લેવામાં આવશે.

ધો.12 મેથ્સ ગ્રુપના વિદ્યાર્થીઓ અને ડિપ્લોમા આર્કિટેક્ચરના વિદ્યાર્થીઓ જ લાયકાતપાત્ર

નાટા પ્રવેશ પરીક્ષા માટેના રજિસ્ટ્રેશન તા.1લી ફેબ્રુઆરી 2020થી શરૂ થઇ ચૂક્યા છે. નાટા-1 પરીક્ષા માટે રજિસ્ટ્રેશન કરાવવાની અંતિમ તારીખ 16મી માર્ચ 2020 છે. નાટા-2ના રજિસ્ટ્રેશન માટેની અંતિમ તારીખ 4 મે 2020 રાખવામાં આવી છે.

Click here to Apply for NATA 2020

The Council of Architecture conducts NATA 2020 is conducted twice a year for admission to Architecture courses.

  • The last date to submit the application form for NATA 2020 examination is March 16, 2020.

How to apply for NATA 2020?

The aspirants can follow the step-by-step guide provided below to check and apply for the NATA 2020 examination:

1) Open the official website of NATA 2020 – nata.in

2) Click on the NATA 2020 Registration Link or click on the direct link provided below

3) Sign up to register for NATA

4) Fill the application form and submit the application fee online

ગુજરાતની આર્કિટેક્ચર કોલેજોમાં 2019માં 51 ટકા સીટો ખાલી રહી હતી

ગુજરાતમાં કુલ 35 આર્કિટેક્ચર કોલેજોમાં સ્ટેટ ક્વોટાની 1690 સીટોમાંથી 857 બેઠકો ખાલી હતી અને 833 ભરાઇ હતી

ભગવાન મહાવીર અને વિદ્યામંદિર વુમન આર્કિટેક્ચ કોલેજમાં કોઇ પ્રવેશ લેતું નથી

સૂરતની ભગવાન મહાવીર આર્કિટેક્ચર કોલેજ અને વેસુ ખાતે આવેલી વિદ્યામંદિર વુમન આર્કિટેક્ચર કોલેજમાં વિદ્યાર્થીઓ પ્રવેશ લેવાનું ટાળે છે. ભગવાન મહાવીર કોલેજ અપૂરતી સુવિધાઓ, અપર્યાપ્ત ઇન્ફ્ર્રાસ્ટ્રક્ચર, અપૂરતા સ્ટાફ માટે ભારે બદનામ છે. એવી જ રીતે વિદ્યામંદિર આર્કિટેક્ચર કોલેજના અધ્યાપકો વિદ્યાર્થિનીઓને એટલો માનસિક ત્રાસ આપતા હોવાની ફરીયાદો ભૂતકાળમાં ઉઠી ચૂકી છે. આવી સ્થિતિમાં આ બે કોલેજોમાં પ્રવેશાર્થીઓ પ્રવેશ લેવાનું ટાળી રહ્યા છે જેની પ્રતીતિ ઉપરોક્ત ટેબલ પરથી થઇ ને રહે છે. બે રાઉન્ડના અંતે પ્રવેશ સમિતિએ જાહેર કરેલી ખાલી બેઠકોની યાદીમાં સૂરતની ભગવાન મહાવીર આર્કિટેક્ચર કોલેજ અને વિદ્યામંદિર વુમન આર્કિટેક્ચર કોલેજોમાં અનુક્રમે 96 ટકા અને 94 ટકા બેઠકો ખાલી પડી રહી છે.

February 4, 2020
indvspak.jpg
1min5190

ચાર વખતની ચેમ્પિયન ભારતીય યુવા ટીમ અન્ડર-19 વર્લ્ડ કપના ફાઇનલમાં સતત ત્રીજીવાર પહોંચવા માટે આજે 4 February મંગળવારે સેમિ ફાઇનલમાં પરંપરાગત હરીફ પાકિસ્તાન સામે ટકરાશે. બન્ને ટીમ અપરાજિત રહીને સેમિ ફાઇનલમાં પહોંચી છે. અન્ડર-19 વર્લ્ડ કપના આ મુકાબલાને સૌથી હાઇ વોલ્ટેજ માનવામાં આવે છે. બન્ને ટીમ ફાઇનલમાં પહોંચવાની પ્રબળ દાવેદાર છે. જે ટીમ મેદાન પર દબાણમાં આવ્યા વિના શાનદાર દેખાવ કરશે તેને ફાઇનલ નસીબ થશે.

મેચનો પ્રારંભ મંગળવારે બપોરે 1-30થી થશે. જેનું લાઇવ ટેલિકાસ્ટર સ્ટાર સ્પોર્ટ્સની ચેનલ પર થશે.

ભારતીય યુવા ટીમ આ પહેલા ગત સપ્ટેમ્બરમાં એશિયા કપમાં પાકિસ્તાનની ટીમને હાર આપી ચૂકી છે. આથી અન્ડર-19 વર્લ્ડ કપમાં પણ પ્રિયમ ગર્ગના સુકાનીપદ હેઠળની ભારતીય યુવા ક્રિકેટ ટીમનો હાથ ઉપર રહેશે તેવું માનવમાં આવી રહ્યંy છે. ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાને હરાવીને અને પાકિસ્તાનની ટીમ અફઘાનિસ્તાનને હાર આપીને સેમિમાં પહોંચી છે. ભારતના કાર્તિક ત્યાગી અને આકાશસિંઘ શાનદાર ફોર્મમાં છે. બીજી તરફ પાક.ની બોલિંગ ધાર વધુ મજબૂત છે. આવતીકાલે રમાનાર આ સેમિ ફાઇનલના મેચમાં વરસાદ વિઘ્ન સર્જી શકે છે. આથી ટોસની ભૂમિકા મહત્ત્વની બની રહેશે.

February 4, 2020
aadhaar-pan-link.jpg
1min4950

આધાર કાર્ડ સાથે પેનકાર્ડ લિન્ક કરનારાની સંખ્યા ૩૦ કરોડને વટાવી ગઈ છે. આ બંનેને લિન્ક કરવાની સમયમર્યાદા એક વર્ષ લંબાવી છે, એમ નાણાં ખાતાના રાજ્યકક્ષાના પ્રધાન અનુરાગ ઠાકુરે સંસદમાં સોમવારે જણાવ્યું હતું. તેમણે લોકસભામાં માહિતી આપી હતી કે ૨૭, જાન્યુઆરી, ૨૦૨૦ના રોજ આધાર નંબર સાથે પેનકાડ લિન્ક કરનારાની સંખ્યા ૩૦,૭૫,૦૨,૮૨૪ થઈ છે. આ બંનેના લિન્ક કરવાની મુદત લંબાવીને ૩૧, માર્ચ-૨૦૨૦ કરાઈ છે.

૧૭,૫૮,૦૩,૬૧૭ નાગરિકે પેન સાથે આધાર લિન્ક કર્યું નથી. તેઓને વધુ સમય મળશે. સેન્સિટીવ ડાટા લિન્ક નહીં થાય તેની ખાતરી અપાયેલી છે.

ઈન્કમ ટૅક્સ ઍક્ટ, ઈન્ફોર્મેશન ટૅક્નોલોજી ઍક્ટ અને અન્ય સંબંધિત કાનૂનની જોગવાઈ અંતર્ગત યોગ્ય પગલાં લેવાયા છે, જેથી કરીને ડાટાની વિશ્ર્વસનીયતા જળવાઈ રહે, એમ તેમણે કહ્યું હતું. બેનામી સંપત્તિ પર અંકુશ લાવીને પારદર્શકતા લાવવા પગલાં લેવાયા છે. ૮૫ ટકા ચાલુ અને બચત ખાતા આધાર – પેનકાર્ડ સાથે લિન્ક થયેલા છે. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઑફ ઈન્ડિયાના ડાટા અનુસાર બૅંક દ્વારા ૫૯.૧૫ કરોડ રૂપે કાર્ડ ઈસ્યૂ થયા છે.