વિશ્વના લગભગ 50થી વધુ દેશોમાં ઝડપથી પ્રસરેલા કોરોના વાઇરસના આખરે બે કેસો ભારતમાંથી પણ મળી આવ્યા છે. બન્ને કેસોના દર્દીઓ સ્ટેબલ સ્થિતિમાં છે. બન્ને દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી વિદેશની છે. એક દર્દી ઇટલીથી ભારત આવ્યો હતો જ્યારે અન્ય દર્દી દુબઇથી ભારત આવ્યો હતો. અગાઉ કોરોના વાઇરસના ભારતમાં ત્રણ કેસો કેરેલા ખાતેથી મળ્યા હતા, ત્રણેય દર્દીઓ સંપૂર્ણપણે રીકવર થઇ ચૂક્યા હોવાનું જાણવા મળે છે.
ભારત સરકારની એક સત્તાવાર અખબારી યાદીમાં જણાવાયું હતું કે નવી દિલ્હીમાં એક કોરોના વાઇરસથી પીડીત મુસાફર મળી આવ્યો હતો. જ્યારે અન્ય એક દર્દી તિલંગાનાથી મળ્યો છે. દિલ્હીથી મળી આવેલા કોરોનાગ્રસ્ત દર્દી ઇટલીથી પરત ફર્યો હોવાની હિસ્ટ્રી જાણવા મળી છે. જ્યારે તિલંગાના દર્દી દુબઇથી પરત ફર્યો હોવાનું જાણવા મળ્યું હતું.
ભારત સરકાર બન્ને દર્દીઓ અને તેના સંપર્કમાં આવેલા તમામ લોકોનો સરવે કરી રહી છે. આ બન્ને દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે અને બન્ને રિકવર થઇ જાય તેવી સ્થિતિમાં હોવાનું તબીબોએ જણાવ્યું હતું.
કોરોના વાઇરસ અપડેટ્સ
કુલ મૃત્યુંઆંક 2912 (ચીનમાં)
કુલ કન્ફર્મ કેસ 80,026 (ચીનમાં)
કુલ મૃત્યુ (ચીન સિવાય) વિશ્વમાં 141
કુલ કન્ફર્મ કેસ (ચીન સિવાય) વિશ્વમાં 9,049
Azlan Shah Cup hockey tournament postponed due to coronavirus
બેન્ક કર્મચારીઓના અલગ-અલગ સંગઠનોએ બોલાવેલી ત્રણ દિવસની દેશવ્યાપી હડતાલને રદ કરવામાં આવી છે. ઓલ ઇન્ડિયા બેન્ક એમ્પ્લોયિઝ એસોસિએશને તેના એક નિવેદનમાં આ અંગેની જાણકારી આપતા કહ્યુ કે શનિવારે મુંબઇમાં ભારતીય બેન્ક સંગઠન સાથે થયેલી બેઠકમાં સકારાત્મક સંકેત મળ્યા પછી હડતાલ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ બેઠકમાં અઠવાડિયામાં પાંચ દિવસ બેન્ક ચાલુ રાખવા અને પગારમાં 15% વધારા મુદ્દે મંત્રણા કરવામાં આવી હતી.
આ પહેલા 11થી 13 માર્ચ સુધી સતત ત્રણ દિવસ માટે બેન્ક હડતાલની આશંકા હતી. બેન્ક કર્મચારીઓએ પગાર વધારા માટે માંગ કરતા ત્રણ દિવસની હડતાલ બોલાવી હતી.
ગુડ્સ એન્ડ સર્વિસિસ ટેક્સ નેટવર્ક (GSTN)એ જીએસટી હેલ્પડેસ્ક (GST Helpdesk) માટે એક નવો ટોલ ફ્રી નંબર (Toll Free Number) શરૂ કર્યો છે. આ નંબર પર વર્ષભર એટલે કે 365 દિવસ ઓનલાઈન GST રિટર્ન ભરવાને
લગતાં સવાલોના જવાબ મેળવી શકશો.
GST Helpdesk has become multi-lingual. We are supporting 12 languages at Toll Free number – 1800 103 4786 (from 9AM to 9PM, 7 days a week). Existing contact number will no longer be available to connect with GST Helpdesk
GSTN દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, તેણે GST હેલ્પડેસ્કને વધુ સારું બનાવ્યું છે. આ સાથે જ ટેક્સપેયર્સની સુવિધાને ધ્યાનમાં રાખીને નવાં ફીચર્સ લોન્ચ કરવામાં આવ્યાં છે. GSTNએ એમ પણ જણાવ્યું છે કે, નવો ટોલ ફ્રી નંબર જારી કર્યા પછી GST હેલ્પડેસ્કનો હાલનો નંબર 0120- 24888999 બંધ કરાયો છે.
GST હેલ્પડેસ્કને એક દિવસમાં સરેરાશ 8,000થી 10,000 ફોન કોલ્સ મળે છે.
GST હેલ્પડેસ્ક માટે નવો ટોલ ફ્રી નંબર 1800-103-4786
નાણામંત્રી નિર્મલા સીતારામણે સામાન્ય બજેટમાં ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (GST) રીટર્નને લઈને કહ્યું હતું કે, જીએસટી રીટર્નની પ્રક્રિયા સરળ થઈ જશે. એક સરળ નવી રીટર્ન સિસ્ટમ 1 એપ્રિલ 2020થી શરૂ કરવામાં આવશે.
GSTNએ GST
હેલ્પડેસ્ક માટે નવો ટોલ ફ્રી નંબર 1800-103-4786 શરૂ કર્યો છે.
આ નંબર પર ઇનડાયરેક્ટ ટેક્સ સાથે
જોડાયેલા સવાલો અથવા સમસ્યાના સમાધાન માટે સંપર્ક કરી શકશો.
આ ટોલ ફ્રી નંબર 365 દિવસ કામ કરશે. આ નંબર પર સવારે 9 વાગ્યાથી લઇને
રાત્રે 9
વાગ્યા સુધીમાં ગમે તે સમયે ફોન કરી
શકાશે.
આ હેલ્પડેસ્ક પર હવે 10 નવી ભાષાઓમાં જાણકારી મેળવી શકાશે. અત્યાર સુધી GST હેલ્પડેસ્ક પર ફક્ત હિન્દી અને અંગ્રેજીમાં જ માહિતી મળતી હતી.
હવે બંગાળી, મરાઠી,
તેલેગુ, તમિળ, ગુજરાતી,
કન્નડ, ઓડિશા, મલયાલમ,
પંજાબી અને આસામી ભાષાઓમાં પણ GST હેલ્પડેસ્ક એજન્ટ સાથે વાત કરી શકાશે.
દિલ્હીની જવાહરલાલ નહેરુ યૂનિવર્સિટીમાં કથિત દેશ વિરોધી નારાના કેસમાં સ્પેશિયલ સેલને કેજરીવાલ સરકાર તરફથી મંજૂરી મળતા હવે જેએનયુ છાત્ર સંઘના પૂર્વ અધ્યક્ષ કન્હૈયા કુમાર સામે રાજદ્રોહનો કેસ ચલાવવામાં આવશે.
સ્પેશિયલ સેલને મંજૂરી આપવાની ફાઈલ લાંબા સમયથી વિલંબમાં હતી.’ આ મામલે દિલ્હી સરકારે ઉમર ખાલીદ, અનિર્બાન, આકિબ હુસૈન, મુજીબ, ઉમર ગુલ, બશરત અલી અને ખાલિદ બસીર સામે પણ રાજદ્રોહનો મુકદ્દમો ચલાવવાની મંજૂરી આપી દીધી છે.
થોડો સમય પહેલા પટિયાલા હાઉસ કોર્ટમાં સુનાવણી દરમિયાન દિલ્હી પોલીસે કહ્યું હતું કે દિલ્હી સરકાર તરફથી રાજદ્રોહનો મુકદ્દમો ચલાવવાની મંજૂરી મળવાની બાકી છે. જેના કારણે દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલને નિર્દેશ આપવામાં આવ્યો હતો કે દિલ્હી સરકારને પત્ર લખીને વલણ સ્પષ્ટ કરવા કહેવામાં આવે.
સૂરતમાં બિલ્લીપગે ફેલાયો હાથીપગો, રાજ્યમાં સૌથી વધુ 248 કેસ સૂરતથી મળ્યા
ગુજરાતમાંથી હાથીપગા નામનો રોગ નેસ્ત નાબૂદ થઇ ચૂક્યો હોવાની સરકારી જાહેરાતોની ભીંતરમાં ગુજરાતના ચાર જિલ્લાઓમાંથી હાથીપગાના સેંકડો કેસો મળી આવતા રાજ્યનું આરોગ્ય ખાતું હરકતમાં આવી ગયું છે. ગુજરાતમાં હજુ પણ હાથીપગાનો રોગ અસ્તિત્વમાં એની પ્રતીતી કરાવતી બનેલી ઘટનાઓમાં સુરત જિલ્લા અને શહેરના મળીને કુલ ૨૪૮ કેસો હાથીપગાના દર્દીઓના મળી આવ્યા છે, એવી જ રીતે દક્ષિણ ગુજરાતમાં સૂરતને અડીને આવેલા નવસારી જિલ્લામાં ૨૦, રાજકોટ જિલ્લામાં ૧૬ કેસ, જૂનાગઢમાં જિલ્લામાં હાથી પગાના 5 દર્દીઓ મળી આવ્યા હોવાની સત્તાવાર માહિતી સરકારના પ્રવક્તા નીતિન પટેલે આપી છે.
નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, હાથીપગા રોગના નિયંત્રણ માટે રાજ્ય સરકારે નક્કર આયોજન કર્યું છે. નવસારી જિલ્લામાં ૨૦ દર્દીઓ હાથીપગા રોગના નોંધાયા છે જેમને કાયમી ધોરણે વિનામૂલ્યે દવાની સુવિધા રાજ્ય સરકાર દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે.
હાથીપગા રોગના નોંધાયેલા દર્દીઓના અંગે ગુજરાત વિધાનસભામાં પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં નાયબ મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે, આ રોગ એ ચેપ લાગવાથી થાય છે. એ માટે સ્વયં માવજત તથા જાગૃતિ અનિવાર્ય છે. આ રોગના દર્દીઓ તેમના દર્દમાંથી રાહત મેળવી શકે તે માટે સર્જરી, સ્વમાવજતની તાલીમ માટે જરૂરી સાધન સામગ્રી પૂરી પાડવામાં આવે છે.
નાગરિકોનું આરોગ્ય જોખમાય નહીં તથા નાગરિકો શુદ્ધ તથા સાત્વિક મીઠાઈઓ આરોગી શકે તે માટે મીઠાઈ ઉત્પાદકોએ પ્રિ-પેકેઝડ મીઠાઈ ઉપર ઉત્પાદન તારીખ તથા બેસ્ટ બીફોર તારીખ ફરજિયાત છાપવાની રહેશે એવું ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર એચ.જી. કોશિયા દ્વારા જણાવ્યું હતું.
કોશિયાએ વધુમાં કહ્યું હતું કે, નાગરિકોના આરોગ્યને ધ્યાને રાખી મીઠાઈની ગુણવત્તા જોખમાય નહીં તે હેતુથી પરંપરાગત રીતે બનાવાતી દૂધની મીઠાઈઓનું વેચાણ કરતી વખતે પેકેટ ઉપર તથા જે મીઠાઈના વેપારીઓ લુઝ અથવા પેકિંગ કર્યાં વિના મીઠાઈનું વેચાણ કરતાં હોય તેમણે મીઠાઈની ટ્રે ઉપર ઉત્પાદન તારીખ અને બેસ્ટ બીફોર તારીખ ફરજિયાત જણાવવાની રહેશે.
ઉત્પાદનની બેસ્ટ બીફોર તારીખ જે તે વિસ્તાર, જે તે સમયનું તાપમાન તથા ઉત્પાદનના પ્રકારને ધ્યાને રાખી નક્કી કરવાની રહેશે. ઉત્પાદન તારીખ તથા બેસ્ટ બીફોર તારીખ જણાવ્યા વગર મીઠાઈનું વેચાણ કરનાર વેપારી સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડસ એક્ટ-૨૦૦૬ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
કોરોનાની ગંભીર અસરના ભયે શુક્રવારે બેન્ચમાર્ક BSE સેન્સેક્સમાં 1448 પોઈન્ટ્સનો તોતિંગ કડાકો જોવા મળ્યો હતો.
દિવસ દરમિયાન BSE સેન્સેક્સ ઉપરમાં 39,087.47 અને નીચામાં 38,219.97 પોઈન્ટ્સની રેન્જમાં ટ્રેડ થયા બાદ 1448.37 પોઈન્ટ્સ અથવા 3.64 ટકાના જંગી કડાકા સાથે 38,297.29 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો.
નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ ઉપરમાં 11,384.80 અને નીચામાં 11,175.05 પોઈન્ટ્સ વચ્ચે ટ્રેડ થયા બાદ 414.10 પોઈન્ટ્સ અથવા 3.56 ટકા તૂટીને 11,219.20 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો.
BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 3.13 ટકા અને 3.52 ટકા ઘટીને બંધ રહ્યા હતા.
આજે શેરબજારમાં સાર્વત્રિક વેચવાલી જોવા મળી હતી. ગભરાટભર્યા માહોલમાં BSEના તમામ સેક્ટોરલ ઈન્ડાઈસિસ રેડ ઝોનમાં બંધ રહ્યા હતા. આજે સવારથી જ મેટલ, રિયલ્ટી, IT, ટેકનો, કેપિટલ ગૂડ્ઝ, ઓટો, બેન્ક, ઓઈલ-ગેસ શેરોમાં ધૂમ વેચવાલી જોવા મળી હતી.
તા.27મી ફેબ્રુઆરીને ગુરુવારે વિશ્વભરના બજારોમાં કડાકાની અસર આજે તા.28મી ફેબ્રુઆરીને શુક્રવારે સવારે એશિયાના બજારોમાં પણ જોવા મળી હતી. કોરોનાની ગંભીર અસરના ભયે આજે સવારે વિશ્વના અન્ય બજારોની જેમ ભારતીય શેરબજારના બેન્ચમાર્ક BSE સેન્સેક્સમાં 1100 પોઈન્ટ્સનો તોતિંગ કડાકો બોલી ગયો હતો.
આજે સવારે શેરબજાર નીચે ગેપમાં ખૂલ્યા બાદ વધુ ગગડ્યું હતું. સવારે 9.45 વાગ્યે BSE સેન્સેક્સ 1118.75 પોઈન્ટ્સ અથવા 2.81 ટકાના જંગી કડાકા સાથે 38,626.91 પોઈન્ટ્સની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ 339.35 પોઈન્ટ્સ અથવા 2.92 ટકા તૂટીને 11,293.95 પોઈન્ટ્સની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો.
BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 3.64 ટકા અને 3.51 ટકા ઘટીને ટ્રેડ થઈ રહ્યા હતા.
આજે સવારથી જ શેરબજારમાં સાર્વત્રિક વેચવાલી જોવા મળી હતી. ગભરાટભર્યા માહોલમાં BSEના તમામ સેક્ટોરલ ઈન્ડાઈસિસ રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. આજે સવારથી જ મેટલ, રિયલ્ટી, IT, ટેકનો, કેપિટલ ગૂડ્ઝ, ઓટો, બેન્ક, ઓઈલ-ગેસ શેરોમાં ધૂમ વેચવાલી જોવા મળી હતી.
આજરોજ તા.28મી ફેબ્રુઆરી 2020ને શુક્રવારે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર આયોજિત મેગા બિલ્ડ એક્ષ્પોનું ઉદઘાટન સમારોહ સરસાણા સ્થિત કન્વેન્શન સેન્ટર ખાતે યોજાશે.
આજથી તા.ર માર્ચ ર૦ર૦ દરમિયાન ચાર દિવસ માટે સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ‘મેગા બીલ્ડ એક્ષ્પો– ર૦ર૦’ પ્રદર્શનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે.
આયોજક સંસ્થાઓ
ચેમ્બર દ્વારા સુરત હાર્ડવેર એન્ડ બિલ્ડીંગ મટીરિયલ મર્ચન્ટ એસોસિએશન, સુરત સિરામીક એસોસિએશન, ધી સુરત આયર્ન એન્ડ સ્ટીલ મર્ચન્ટ એસોસિએશન, સુરત પેન્ટ્સ મર્ચન્ટ એસોસિએશન, સુરત મશીન ટૂલ્સ હાર્ડવેર એન્ડ વેલ્ડીંગ મર્ચન્ટ્સ એસોસિએશન, સુરત ઇલેકટ્રીકલ મર્ચન્ટ્સ એસોસિએશન અને સુરત ફર્નીચર એસોસિએશનની સાથે મળીને ‘મેગા બીલ્ડ એક્ષ્પો– ર૦ર૦’ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યુ છે.
ચેમ્બરના પ્રમુખ શ્રી કેતન દેસાઇએ ‘મેગા બીલ્ડ એક્ષ્પો– ર૦ર૦’ અંગે જણાવ્યુ હતુ કે, દક્ષિણ ગુજરાતના વ્યાપાર અને ઉદ્યોગના વિકાસ માટે સતત પ્રયત્નશીલ એવી સંસ્થા ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં કન્સ્ટ્રકશન ઇન્ડસ્ટ્રીઝમાં હાલની માર્કેટ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બિલ્ડીંગ મટીરિયલ્સ પ્રોડકટને બુસ્ટઅપ કરવા માટે પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યુ છે. આ પ્રદર્શનને કારણે ગ્રાહકોને પ્રોડકટની ડિટેલ આસાનીથી મળી રહેશે.
સુરતમાં વસતિ વધારાને સમાવવા માટે નવા ઇન્ફ્રાસ્ટ્રકચરની જરૂરિયાત પડવાની હોવાથી નવા ટાઉન પ્લાનીંગ મંજૂર કરવામાં આવ્યા છે. સુરત મહાનગરપાલિકાએ ૬૬ જેટલી નવી ડ્રાફટ ટીપી સ્કીમો તૈયાર કરી છે અને રાજય સરકાર પાસેથી મંજૂરી મેળવવા માટે આગળ ધપાવી છે. સુરત, વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતા શહેરોની યાદીમાં સમાવિષ્ટ છે અને દક્ષિણ ગુજરાત પણ ગુજરાત રાજયમાં માથાદીઠ આવકમાં મોખરે હોવાથી લોકોની ખરીદશકિત પણ વધારે છે. દક્ષિણ ગુજરાતના શહેરોમાં મોડર્ન કન્સ્ટ્રકશન સિસ્ટમને સ્વીકારવામાં આવી છે ત્યારે રીયલ એસ્ટેટને નવી ઉંચાઇએ પહોંચાડવા માટે આ પ્રદર્શન ખૂબ જ મહત્વનું બની રહેશે.
ચેમ્બરના એકઝીબીશન સેલના હેડ શ્રી દેવેશ પટેલે જણાવ્યુ હતુ કે, સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ૯૦ હજાર સ્કવેર ફૂટ એરીયામાં મેગા બીલ્ડ એક્ષ્પો પ્રદર્શન યોજાશે. જેમાં ફર્નીચર એન્ડ સ્ટીલ સેગ્મેન્ટ, ફર્નીચર એન્ડ ફર્નીશીંગ સેગ્મેન્ટ, હાર્ડવેર સેગ્મેન્ટ, સિરામીક સેગ્મેન્ટ, પેન્ટ સેગ્મેન્ટ, ઇલેકટ્રીકલ સેગ્મેન્ટ અને મશીન ટૂલ્સ સેગ્મેન્ટને આવરી લેવામાં આવ્યા છે.
આ પ્રદર્શનમાં સુરત ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, રાજકોટ, વલસાડ, સેલવાસ, જામનગર, હિમ્મતનગર, મોરબી, કચ્છ, મુંબઇ, ઠાણે, હરીયાણા અને ગુડગાવથી કુલ મળીને ૧૪૦ જેટલા એકઝીબીટર્સે ભાગ લીધો છે. ગુજરાત અને મહારાષ્ટ્ર ઉપરાંત દેશના અન્ય રાજયોમાંથી ખૂબ જ મોટી સંખ્યામાં બાયર્સ આ પ્રદર્શનની મુલાકાત લેશે.
‘મેગા બીલ્ડ એક્ષ્પો પ્રદર્શન’ના ચેરમેન શ્રી હિરેન શાહે જણાવ્યુ હતુ કે, રીયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રી સંબંધિત નવી પ્રોડકટ એનર્જી અને કોસ્ટ ઇફેકટીવ હશે. આર્કીટેકટ, ઇન્ટીરીયર ડિઝાઇનર અને જાહેર જનતા સુધી નવી પ્રોડકટ અને તેની પ્રાઇઝ રેટની અવેરનેસ પહોંચાડવા માટે આ પ્રયાસ કરવામાં આવ્યો છે.
આંતરરાષ્ટ્રીય કક્ષાના આ પ્રદર્શનમાં ચાર દિવસ દરમિયાન રીયલ એસ્ટેટ સંબંધિત વિવિધ કોન્ફરન્સ અને સેમિનારો યોજાશે. વિવિધ સેગ્મેન્ટમાં નવી ડિઝાઇન અને અદ્યતન ટેકનોલોજીનું પ્રદર્શન કરવામાં આવશે. બીટુબી મિટીંગો યોજાશે તેમજ બ્રાન્ડ પ્રમોશન માટેની તકો આપવામાં આવશે.
આ પ્રદર્શનનું ઉદ્ઘાટન શુક્રવારે, તા. ર૮ ફેબ્રુઆરી ર૦ર૦ના રોજ સવારે ૧૦ઃ૩૦ કલાકે ભારત સરકારની મિનિસ્ટ્રી ઓફ માઇક્રો, સ્મોલ એન્ડ મિડિયમ એન્ટરપ્રાઇઝીસના સ્પેશિયલ સેક્રેટરી એન્ડ ડેવલપમેન્ટ કમિશનર શ્રી રામ મોહન મિશ્રા (આઇએએસ)ના હસ્તે કરવામાં આવશે. આ પ્રદર્શનમાં અતિથિ વિશેષ તરીકે હીકોકી પાવર ટૂલ્સ ઇન્ડિયા પ્રા. લિ.ના એકઝીકયુટીવ ડાયરેકટર એન્ડ સેક્રેટરી શ્રી દત્તાત્રય જોશી ઉપસ્થિત રહેશે.
મેગા બીલ્ડ એક્ષ્પો પ્રદર્શનના આયોજનમાં ડાયમંડ સ્પોન્સર તરીકે શ્રીજી ગૃપ ઓફ કંપની તથા પ્લેટીનમ સ્પોન્સર તરીકે એ–વન ફાયર સેફટી સર્વિસિસ અને ઓલીવ જોડાયુ છે. જયારે સુરત મહાનગરપાલિકા, એચડીએફસી બેંક, એચબીએલએફ, મેરીયોટ સુરત, એરલીન્ક અને આર.કે. ઇન્ફ્રાટેલનો સહકાર પ્રાપ્ત થયો છે.
‘મેગા બીલ્ડ એક્ષ્પો’ પ્રદર્શન જાહેર જનતા માટે સવારે ૧૦:૦૦ થી સાંજે ૬:૦૦ કલાક સુધી ખુલ્લુ રહેશે.
ગુજરાત સરકારનું કુલ જાહેર દેવું કૂદકે ને ભૂસકે વધતું જાય છે. સુધારેલા અંદાજ મુજબ સરકારનું જાહેર દેવું રૂ.૨,૬૭,૬૫૧ કરોડે પહોંચશે, જે ૨૦૨૦-૨૧ના નવા નાણાંકીય વર્ષના અંતે રૂ. ૨૮,૬૧૭ કરોડ વધીને કુલ રૂ.૨,૯૬,૨૬૮ કરોડ થશે, તેમ રાજ્યના બજેટ દસ્તાવેજોમાં જણાવાયું છે.
રાજ્ય સરકારનું જે કુલ રૂ.૨,૬૭, ૬૫૧ કરોડનું જાહેર દેવું ૩૧મી માર્ચ-૨૦૨૦ના રોજ રહેવાનો અંદાજ દર્શાવાયો છે, તેમાં નાની બચત યોજનાઓ યાને એનએસએસએફની લોનનું દેવું રૂ. ૩૫,૭૫૬ કરોડ, કેન્દ્ર સરકારની રૂ. ૭,૭૦૨ કરોડની લોનનું દેવું, બજાર લોન તથા પાવર બોન્ડનું રૂ. ૨,૦૮,૦૨૩ કરોડનું દેવું તેમ જ બૅંકો-નાણાકીય સંસ્થાઓ પાસેથી લીધેલી લોનોનું રૂ. ૧૬,૧૬૯ કરોડનું દેવું સામેલ છે. રાજ્ય સરકારે જાહેર કર્યું છે કે, ૨૦૧૯-૨૦ના વર્ષમાં તે રૂ. ૪૪,૦૦૧ કરોડનું કરજ કરશે, જ્યારે ૨૦૧૫-૧૬માં રૂ. ૨૩,૪૮૬ કરોડનું, ૨૦૧૬-૧૭માં રૂ. ૨૭,૬૬૮ કરોડનું, ૨૦૧૭-૧૮માં રૂ.૨૬,૯૫૩ કરોડનું તથા ૨૦૧૮-૧૯માં રૂ.૪૩,૧૪૬ કરોડનું જાહેર દેવું કરવામાં આવ્યું હતું.
રાજ્ય સરકારે જાહેર દેવા સામે ૨૦૧૫-૧૬માં રૂ. ૧૪,૪૫૬ કરોડનું, ૨૦૧૬-૧૭માં રૂ. ૧૬,૦૮૭ કરોડનું, ૨૦૧૭-૧૮માં રૂ. ૧૭,૧૪૬ કરોડનું, ૨૦૧૮-૧૯માં રૂ. ૧૮,૦૭૭ કરોડનું તેમ જ સુધારેલા અંદાજ મુજબ ૨૦૧૯-૨૦માં રૂ.૨૦,૩૬૫ કરોડનું વ્યાજ ચૂકવ્યું હતું.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.