એશિયન ચૅમ્પિયન પૂજા રાની (૭૫ કિલોગ્રામ)એ થાઈલૅન્ડની પૉર્નિપાને હરાવી કૉન્ટિનેન્ટલ ક્વાલિફાયરની સેમીફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો અને એ સાથે જ તે આ વરસે યોજાનારી ટોક્યો ઑલિમ્પિક્સ માટે ક્વાલિફાય થનારી પ્રથમ ભારતીય બૉક્સર બની હતી.
ચૌથી ક્રમાંકિત ૨૯ વર્ષની પૂજા રાનીએ ૧૮ વર્ષની પ્રતિસ્પર્ધીને ૫-૦થી પરાજય આપ્યો હતો અને ચંદ્રક મેળવવાની સાથેસાથે ટૉકિયો ઑલિમ્પિક્સ માટે ક્વૉલિફાય થનારી પ્રથમ ભારતીય બૉક્સર બની હતી.
૯ અને ૧૦ માર્ચે હોળી- ધુળેટીનો તહેવાર છે. ખાસ કરીને ધુળેટીના તહેવારના દિવસે ઇમરજન્સી કેસો સામાન્ય દિવસ કરતા વધુ જોવા મળે છે. ગત વર્ષ ૨૦૧૯ કરતા આ વર્ષે હોળીના દિવસે ઇમરજન્સી કેસોમાં ૬.૬૬ અને ધુળેટીના દિવસે ૧૫.૫૫ ટકા કેસમાં વધારો નોંધાવવાની શક્યતા ૧૦૮ ઇમરજન્સી સર્વિસ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જેના પગલે ૧૦૮ ઇમરજન્સી સેવા દ્વારા ઇમરજન્સીમાં મદદ માટેની તમામ તૈયારીઓ કરી દીધી છે.
૧૦૮ના ચીફ ઓપરેટિંગ ઓફિસર જશવંત પ્રજાપતિએ જણાવ્યું હતું કે, સામાન્ય દિવસોમાં રાજ્યમાં ૩૦૯૧ જેટલા કેસો નોંધાય છે. જ્યારે આ વર્ષે હોળીના તહેવારના દિવસે ૩૨૯૭ અને ધુળેટીના દિવસે ૩૫૭૬ જેટલા કેસો નોંધાવવાની શક્યતા છે. તહેવારમાં ઇમરજન્સી કેસોમાં વધારો નોંધાતો હોય છે જેના પગલે અમે ઇમરજન્સી પ્રકાર અને કેસોને જોઈ ૧૦૮ એમ્બ્યુલન્સમાં લોકેશન ગોઠવીએ છીએ. એમ્બ્યુલન્સ રોડ પરથી પસાર થાય ત્યારે તમામ પાયલોટ, ઇએમટીને સચેત રહેવા જણાવ્યું છે. વિવિધ હોસ્પિટલમાં પણ ૧૦૮ના કર્મચારીઓને મદદ માટે મૂકવામાં આવશે. રાજ્યભરમાં ૫૮૭થી વધુ ૧૦૮ એમ્બ્યુલન્સ તહેનાત કરવામાં આવશે. અમદાવાદમાં ૨૦થી વધુ એમ્બ્યુલન્સ ખડેપગે રહેશે. દરેક ૧૦૮ એમ્બ્યુલન્સની સાથે સ્ટાફના બે લોકો અને સરકારી હોસ્પિટલમાં પણ ૧૦૮ના સ્ટાફને તહેનાત કરવામાં આવશે.
ઓપેક અને સહયોગી દેશો વચ્ચે મતભેદ પડતા શરૂ થયેલી ક્રૂડ ઓઇલ પ્રાઇસ વોરથી ભારત જેવા મોટા ગ્રાહક ફાયદાકારક પરિસ્થિતિમાં મુકાયો છે. શુક્રવારની બેઠકમાં પ્રતિદિન ૧. ૫ મિલિયન બેરલ્સ પર ડે (એમબીપીડી)ના વધારાના ઉત્પાદન કરતી ઓપેક (ઓર્ગેનાઇઝેશન ઑફ ધ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ ક્ધટ્રીઝ)ની દરખાસ્ત સાથે રશિયા સંમત નહીં થતા ક્રૂડ ઓઇલ પ્રાઇસ સતત ઘટી રહ્યા છે. સાઉદી અરેબિયાએ ઉત્પાદન વૃદ્ધિ જાહેર કર્યુ છે, યુએસ શેલ ઓઇલનું મબલખ પ્રમાણમાં ઉત્પાદન થઇ રહ્યું છે ત્યારે પ્રોડ્કશન કટ નહીં થતા ક્રૂડના ભાવમાં ઘટાડો થઇ રહ્યો છે.
એક અગ્રણી બૅંકરે રવિવારે કહ્યું કે ૬૫ ડોલરથી ૪૫ ડોલર પ્રતિ બેરલનો ક્રૂડ ઓઇલનો ભાવ થવાથી ભારતને પ્રતિ વર્ષ ૩૦ અબજ ડોલરની બચત થશે. બીજી બાજુ વૈશ્ર્વિક વ્યાજદર પણ ઘટી રહ્યા છે ત્યારે વૃદ્ધિદરને વેગ મળી શકશે. એક અંદાજ પ્રમાણે ક્રૂડ ઓઇલની કિંમતમાં પ્રતિ બેરલ એક ડોલરનો ઘટાડો વાર્ષિક ધોરણે ભારતના આયાતબિલમાં ૧૦,૭૦૦ કરોડ રૂપિયાનો ઘટાડો કરે છે. એક બાજુ નાણાકીય ખાધ વધી રહી છે અને ચાલુ ખાતાની ખાધ પણ વધુ છે ત્યારે આયાત ખર્ચ ઘટવાથી ભારતની આર્થિક સ્થિતિ બહેતર થશે. તાજેતરમાં સબસિડી વગરના કૂકિંગ ગૅસના ભાવમાં ઘટાડો જાહેર કરવામાં આવ્યો હતો.
દરમ્યાન સાઉદી અરેબિયાની કંપની સાઉદી આરામ્કોએ ક્રૂડની કિંમતમાં જંગી ડિસ્કાઉન્ટ ઓફર આપતા રવિવારે કંપનીના શેર્સ ૬.૦ ટકા જેટલા તૂટી ગયા હતા. કંપનીના શેર્સની આઇપીઓ કિંમત ૩૨ સાઉદી રિયાલ હતી જે ઘટીને ૩૧.૯૮ રિયાલ થયા હતા સાઉદી સ્ટોક માર્કેટ ઓપનિંગ બેલ પછીની મિનિટોમાં ૭.૭ ટકા તૂટ્યું હતું.
કોરોના વાઇરસ અંગે યુદ્ધના ધોરણે પગલાં લઇ રહેલી ભારત સરકાર અને રાજ્ય સરકારોના પગલાંની બીજી તરફ આજે રવિવાર તા.8મી માર્ચે ભારતમાં કોરોનાના એક સાથે 5 કન્ફર્મ કેસો કેરેલાથી મળી આવતા સર્વત્ર ચકચાર મચી ગઇ છે. ઇટલીથી કેરળ આવેલા એક પરિવારને કોરોનાના લક્ષણો બાદ તેનું ટેસ્ટિંગ કરવામાં આવતા એક જ પરિવારના 5 લોકોને કોરોના કન્ફર્મ થયો હતો.
શનિવાર સુધી કોરોના કેસોની સંભ્યા 34 હત એ રવિવારે સવારે ભારતમાં કોરોના દર્દીઓની સંખ્યા વધીને 39 થઈ ગઈ છે.
પરિવાર હાલમાં જ ઈટાલીથી પરત ફર્યો હતો જ્યાં મોટી સંખ્યામાં કોરોના વાયરસના કેસ સામે આવ્યા છે.
કેરળના સ્વાસ્થ્ય મંત્રી કેકે શૈલજાએ જણાવ્યું છે કે, પરિવારે એરપોર્ટ પર પોતાની યાત્રા અંગે જાણકારી આપી નહતી જેને કારણે તેમની તપાસ થઈ શકી નહતી. જે પાંચ લોકોમાં કોરોનાની પુષ્ટિ થઈ છે તેમાં એક બાળક પણ સામેલ છે.
રાજ્યાના સ્વાસ્થ્ય મંત્રીએ જણાવ્યું કે, બાળક અને તેના માતા-પિતા હાલમાં જ ઈટાલી ગયા હતા. ત્યાંથી પરત ફર્યા બાદ તેઓ તેમના કેટલાક સંબંધીઓ સાથે પણ મળ્યા હતા. તેમના સંબંધીઓ પહેલા હોસ્પિટલમાં પહોંચ્યા હતા જેમનામાં કોરોના વાયરસના લક્ષણ જોવા મળ્યા હતા. તેમને હોસ્પિટલમાં અલગ રાખવામાં આવ્યા હતા ત્યારબાદ પીડિત પરિવારને પણ હોસ્પિટલમાં અલગ રાખવામાં આવ્યા હતા.
Coronavirus impact: IndiGo waives rescheduling charge for international, domestic flights
The airline has waived rescheduling charges for all bookings for travel between March 12 and March 31.
On March 6, union aviation minister Hardeep Singh Puri said Air India has waived cancellation charges for flights to affected countries.
Globally, German airline Lufthansa also announced its group airlines have waived re-booking charges until March 31.
વિશ્વભરના 75થી વધુ દેશોમાં મહામારીની જેમ ફેલાઇ રહેલા કોરોના વાઇરસને કારણે અનેક દેશોએ તેમના મુસાફરોને ડોમેસ્ટીક તેમજ ઇન્ટરનેશનલ ટૂર નહીં કરવા પહેલા એડવાઇઝરી અને હવે તાકીદ કરવા માંડી છે. આવી સ્થિતિમાં મુસાફરોએ વિવિધ ફ્લાઇટ્સમાં કરાવેલા એડવાન્સ બુકિંગ કેન્સલ તેમજ રિશેડ્યુલ કરવામાં આવી રહ્યા છે.
એરલાઇન કંપનીઓના નિયમો મુજબ કેન્સલેશન તેમજ રિશેડ્યુલમાં મુસાફરો પાસેથી તોતિંગ ચાર્જ કાપી લેવામાં આવે છે. પરંતુ, ઇન્ડીગો એરલાઇન્સે જાહેરાત કરી છે કે તેઓ તા.12મી માર્ચથી તા.31મી માર્ચ 2020 દરમિયાનની ઇન્ટરનેશનલ ફ્લાઇટ કે ડોમેસ્ટિક ફ્લાઇટ્સની બુક્ડ ટિકીટ જો કોઇ મુસાફર રિશેડ્યુલ કરાવે તે તેમની પાસેથી વધારાનો કોઇ ચાર્જ લેવામાં આવશે નહીં.
ઇન્ડીગો એરલાઇન્સે જાહેરાત કરી છે કે દરેક પ્રકારની બુક્ડ ટિકીટ પરથી રિશેડ્યુલિંગ ચાર્જ વેવ કરવામાં આવે છે. હાલ તા.31 માર્ચ 2020 સુધી રિશેડ્યુલિંગ ચાર્જ વેવ કરવાની ઘોષણા કરવામાં આવી છે.
As passengers postpone their travel plans due to concerns over the spread of coronavirus, budget carrier IndiGo has waived rescheduling charges for domestic and international flights.
The airline has waived rescheduling charges for all bookings for travel between March 12 and March 31. It has also said that rescheduling charges will be waived on bookings made between March 12 and March 31 as the situation is still evolving.
This is expected to be seen as a huge relief for a large number of passengers as IndiGo commands nearly half of the entire domestic aviation market share.
વિશ્વભરમાં કોરોનાનો હાહાકાર મચ્યો છે. અફવાઓ અને ગેરમાન્યતાઓ એવું નથી કે એકલા ભારતમાં પ્રવર્તી રહી છે. કોરોના અંગે વિશ્વના દરેક દેશોમાં અફવાઓ છે. ઓસ્ટ્રેલિયામાં કોરોનાએ એવો કહેર મચાવ્યો છે ટોઇલેટ પેપરની ભારે કમી ઉદભવી છે. મોલ્સ, શોપિંગ સેન્ટર્સ વગેરે જાહેર સ્થળો ટોઇલેટ પેપર વિનાના બની ચૂક્યા છે. લોકો ટોઇલેટ પેપરની તીવ્ર માગ કરી રહ્યા છે.
ઓસ્ટ્રેલિયામાં ટોઇલેટ પેપરની કમી દૂર કરવા માટે એન.ટી. ન્યુઝ નામના એક ટેબ્લોઇડ અખબારે કુલ 8 પાના કોરા છાપ્યા છે. અખબારે ફ્રન્ટ પેજ પર જાહેરાત કરી છે કે 8 પાના ઇરાદાપૂર્વક કોરા છોડવામાં આવ્યા છે. લોકો આ પાનાનો ઉપયોગ ટોઇલેટ પેપર તરીકે કરી શકે છે.
The editor of NT News, Matt Williams, said in an interview with the Guardian Australia that it was “certainly not a crappy edition.”
લોકો ટોઇલેટ પેપર તરીકે ઉપયોગ કરી શકે એ માટે અખબારના 8 પાના કોરા છાપનાર ઓસ્ટ્રેલિયન અખબાર એન.ટી. ન્યુઝના એડીટર મેટ વિલિયમ્સે જણાવ્યું કે અમે ઇરાદાપૂર્વક આઠ પાના કોરા છાપ્યા છે. ઓસ્ટ્રેલિયામાં ટોઇલેટ પેપરની ભારે કમી છે. મોલ્સમાં એક ગ્રાહકને વધુમાં વધુ 4 રોલ્સ ટોઇલેટ પેપર મળે છે. પબ્લિક ટોઇલેટમાં ટોઇલેટ પેપર્સ આઉટ ઓફ સ્ટોક છે. આવી સ્થિતિમાં અમારી ફરજ છે કે અમે અમારા કસ્ટમર્સને કોઇપણ રીતે ઉપયોગી નિવડીએ.
વિશ્વ પ્રસિદ્ધ ન્યુઝ મિડીયા CNN એ ઓસ્ટ્રેલિયાના અખબાર વિશે શું છાપ્યું વાંચો અહીં
વિશ્વ પ્રસિદ્ધ ન્યુઝ મિડીયા CNN એ ઓસ્ટ્રેલિયાના અખબાર વિશે શું છાપ્યું એ વાંચવા માટે નીચેની લિંક ક્લીક કરો.
An Australian newspaper has printed an extra eight pages to be used as toilet paper after coronavirus fears prompted customers to bulk buy supplies, leaving some supermarket shelves bare.In a bid to tackle the shortage, The NT News provided a practical — if unconventional — solution.Australians living in the Northern Territories would have noticed on Thursday that eight pages in the paper had been left bare, except for watermarks and a cut-out guide edition.”Run out of loo paper? The NT News cares,” the newspaper read.”That’s why we’ve printed an eight-page special liftout inside, complete with handy cut lines, for you to use in an emergency.”
ઓસ્ટ્રેલિયાના અખબારમાં ટોઇલેટ પેપર તરીકે 8 પાના કોરા છાપવામાં આવ્યા, નીચેની લીંક ક્લીક કરો અને જુઓ વિડીયો
વિશ્વભરમાં હાહાકાર મચાવી રહેલા કોરોના વાઇરસના દર્દીઓની સંખ્યા તા.7મી માર્ચ 2020ના રોજ 1 લાખની સંખ્યાને આંબી ગઇ હતી. હવે વિશ્વભરમાં 75 દેશોમાં કોરોના વાઇરસ પહોંચી ચૂક્યો છે. તા.22મી ડિસેમ્બર 2020થી ચીનના વુહાનથી શરૂ થયેલા કોરોના વાઇરસના કહેરમાં હાલમાં 3500 લોકો મોતને ભેટી ચૂક્યા છે. ચીનમાં શરૂ થયેલો કોરોનાનો કહેર હવે ચીનમાં ઘટવા માંડ્યો છે અને ઇટલી તેમજ ઇરાનમાં હાલ કોરોના ભારે હાહાકાર મચાવી રહ્યાના અહેવાલો મળ્યા છે.
ચીનની બહાર કોરોના વાઇરસનો ચેપ લાગ્યો હોય તેવા વિશ્વભરમાં કુલ 20,290 દર્દીઓ છે. ચીનની બહાર કોરોનાથી મોતને ભેટેલો દર્દીઓની સંખ્યા 414ની છે.
On Saturday અમૃતસરમાં કોરોનાના 2 દર્દીઓ કન્ફર્મ કેસ, ભારતમાં કુલ કેસ 33 થયા
ભારતની વાત કરીએ તો સદનસીબે ભારતમાં હજુ 33 લોકો કન્ફર્મ કેસ તરીકે નોંધાયેલા છે અને તેમાંના અડધોઅડધ ઇટાલિયન નાગરીકો છે. તા.7મી માર્ચ 2020ના રોજ અમૃતસર ખાતે કોરોનાથી પીડીત હોય તેવા બે દર્દીઓના સેમ્પલ પોઝીટીવ આવ્યા હોવાની જાહેરાત સાથે ભારતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા શનિવારે 33 પર પહોંચી છે.
ભારતનું સદનસીબ એ પણ છે કે હજુ સુધી એકપણ દર્દીનું મોત નિપજ્યું નથી અને હાલમાં કોરોનાથી ઇન્ફેક્ટેડ દર્દીઓ પૈકી કોઇની સ્થિતિ ક્રિટીકલ (સિરીયસ) નથી.
Total coronavirus cases has crossed one lakh globally, with almost 3,500 deaths. Outside China, a total of 20,290 cases have been recorded around the world since the epidemic began, including 414 deaths. In India, a Delhi resident became the 31st person testing positive. Stay with TOI for live updates.
Incoming flights to/from Kuwait are temporarily suspended for following countries (Bangladesh, Philippines, India, Sri Lanka, Syria, Lebanon, Egypt) starting from March 7, 2020 until one week: Kuwait’s low cost carrier Jazeera Airways
કરોડોના કૌભાંડો કરનાર એટલા મૂર્ખ હોય કે પોતાના ઘરે કોન્ફીડેન્સીયલ દસ્તાવેજો સંતાડતા હશે?
એન્ફૉર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ શુક્રવારે તા.6 માર્ચ 2020ની મોડીરાત્રે યસ બૅંકના સ્થાપક રાણા કપૂરના મુંબઈ ખાતેના નિવાસસ્થાન પર દરોડો પાડ્યો હતો. આ રેઇડ તેમની સામેના મની લૉન્ડરિંગને લગતી તપાસના સંદર્ભમાં હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. અહીં તાર્કિક દલીલ એ છે કે યસ બેંકને ડૂબાડવામાં જેમની ભૂમિકા રહી છે એ રાણા કપૂરે કૌંભાડના દસ્તાવેજો પોતાના ઘરે રાખ્યા હશે કે તેમના ઘરે ઇ.ડી.એ. રેઇડ કરીને મિડીયાને માહિતી પણ આપી દીધી, બીજો સવાલ એ થાય કે કોઇ બેંક કે કચેરીના ઉચ્ચાધિકારીઓ પોતાના ઘરે કોન્ફીડેન્સીયલ ડોક્યુમેન્ટસ રાખતા હોય કે તેમની અન્ય ખુફીયા કચેરીઓ કે અડ્ડાઓ પર રાખતા હોય. કોમન સેન્સનો સવાલ છે આટલા મોટા કૌભાંડ કરનારા એટલા મૂર્ખ હોય કે કૌભાંડના દસ્તાવેજો પોતાના ઘરમાં સંતાડીને રાખતા હોય.
અધિકારીઓએ કહ્યું હતું કે મુંબઈમાં પશ્ચિમ વિભાગમાં કપૂરના સમુદ્ર મહલ નિવાસસ્થાન પર દરોડો પાડવામાં આવ્યો છે. કહેવાય છે કે રાણાએ એક જાણીતી કંપનીને લોન આપવાની સાથે પછીથી કટકી લીધી હતી. એ કટકી તેની પત્નીના ખાતાઓમાં સ્વીકારવામાં આવી હોવાનું મનાય છે. અન્ય કેટલીક ગેરરીતિઓ વિશે પણ તપાસ ચાલુ છે.
યસ બૅંક લોન ભરપાઈ કરવામાં ડિફોલ્ટર બનેલી કૉક્સ ઍન્ડ કિંગ્સની સૌથી મોટી ધિરાણકર્તા હતી. યસ બૅંક તરફથી એ કંપનીને ૨,૨૮૫ કરોડ કરતાં વધુ રૂપિયાની લોન અપાઈ હોવાનું મનાય છે. આ ડિફોલ્ટર કંપની કૉક્સ ઍન્ડ કિંગ્સ પાસેથી કુલ ૫,૯૧૧ કરોડ રૂપિયા લેવાના નીકળતા હોવાનું એના આર્થિક લેણદારોએ રજૂ કરેલા દાવાઓમાં જણાવાયું હતું. પુણે નજીકની પિંપરી ચિંચવડ સુધરાઈએ શુક્રવારે જણાવ્યું હતું કે યસ બૅંકમાં એની કુલ ૯૦૦ કરોડ કરતાં પણ વધુ રકમ ડિપોઝિટ તરીકે છે.
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા ખાનગી ક્ષેત્રની યસ બેન્ક પર લાદેલા કડક નિયંત્રણો બાદ ફાઇનાન્સિયલ ટેક્નલોજી કંપની PhonePe ની સેવાઓ પણ ભારત તેમજ વિદેશોમાં ખોરવાઇ જવાના અહેવાલો અને ફરીયાદો ઉપસ્થિત થઇ છે. પેમેન્ટ રીસીવ અને પેમેન્ટ કરવા માટે PhonePe ની સેવાઓ નિયમિત લેતા ગ્રાહકો મુશ્કેલીમાં મૂકાઇ ગયા હતા. મોટા ભાગના ગ્રાહકોને એ વાતની ખબર ન હતી કે યસ બેંક એ PhonePe ની પાર્ટનર કંપની છે અને તેના પર લદાયેલા નિયંત્રણોને કારણે PhonePe ની સેવાઓને ભારે અસર પહોંચી છે.
યસ બેન્ક પર લાગેલ રોક બાદ ડિજિટલ પેમેન્ટ સર્વિસનું મુખ્ય પ્લેટફોર્મ યૂનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI)આધારિત લેવડદેવડ અટકી ગઈ છે અને તેનાથી બેન્કનાં સૌથી મોટા પેમેન્ટ પાર્ટનર PhonePe ખરાબ રીતે સંકટમાં ફસાઈ છે.
PhonePeના CEO સમીર નિગમે ટ્વિટર પર ગ્રાહકોને જણાવ્યું છે કે લાંબી અડચણ બદલ અમે દિલગીરી વ્યક્ત કરીએ છીએ. અમારી પાર્ટનર બેન્ક પર RBIએ પ્રતિબંધ લગાડી દીધા છે. તેઓએ કહ્યું હતું કે અમારી સમગ્ર ટીમે રાત દરમિયાન સેવાઓ ચાલુ રાખવા માટે કામ કર્યું છે. અમને આશા છે કે તે ટૂંક સમયમાં ઠીક થઇ જશે.
એક ફાઇનાન્સિયલ ટેક્નોલોજી કંપનીએ જણાવ્યું હતું કે કંઈપણ હોય, આ એક લેવડદેવડ કરે છે જેને કારણે બેંકે કામ બંધ કરવું પડ્યું છે.
ભારતીય રિઝર્વ બેન્ક (આરબીઆઈ)એ નાણાંકીય કટોકટીને પગલે ખાનગી બેન્ક, યસ બેન્કના ખાતેદારોને એક મહિના સુધી 50 હજારથી વધુની રકમના ઉપાડ પર પ્રતિબંધ મૂકી દીધો છે. પરિણામે બેન્કના અંદાજે 2.50 લાખથી વધુ ડીપોઝીટરોના 2.50 લાખ કરોડથી વધુ નાંણાં સલવાઈ ગયા છે. આ સાથે આરબીઆઈએ તાત્કાલીક અસરથી યસ બેન્કના બોર્ડને સુપરસીડ કરી દીધું છે. કેન્દ્ર સરકાર સાથે વાટાઘાટો કર્યા પછી આરબીઆઈએ યસ બેન્કને ઉગારવા આ પગલું લીધું હતું.
રિઝર્વ બેંકે યસ બેન્ક સામે કરેલી નિયંત્રણાત્મક કામગીરી બાદ આજે તા.6 માર્ચે શેરબજારના પહેલા ટ્રેડિંગ સેશનમાં જ અપેક્ષા મુજબ યસ બેંકના શેરમાં 85 ટકા સુધીનું તોતિંગ ગાબડું પડ્યું હતું. ગતરોજ યસબેંકના શેરમાં છેતરામણી તેજી હતી એથી લોકોએ આ શેર ખરીદ્યો હતો, પરંતુ, રાત્રે રિઝર્વ બેંક નિયંત્રણો બાદ આજે સવારે યસ બેંકના શેરમાં કડાકો બોલી ગયો હતો.
આ સાથે જ યસ બેન્કના માર્કેટ કેપમાં પણ 5,432 કરોડનું ધોવાણ થઈ ગયું હતું. યસ બેન્કના બોર્ડને રદ કરી એસબીઆઈને ટેકઓવર કરવાના આરબીઆઈના નિર્દેશ તેમજ રોકડ ઉપાડની મર્યાદા 50,000 મર્યાદીત કરાતા શેરમાં પેનિક બટન દબાયું હતું. યસ બેન્કનો શેર ગઈકાલના બંધ 36.85 સામે આજે 33.20 પર ખૂલીને દિવસના તળિયે 5.55ની સપાટીને સ્પર્શી ગયો હતો. શેર ટોચથી તે 85 ટકા તૂટ્યો હતો. નીચેના સ્તરેથી શેરમાં લેવાલી જોવા મળી હતી અને શેર રૂ. 17 થયો હતો. યસ બેન્કના માથે સંકટ ઘેરું બનવાના એંધાણથી રોકાણકારોએ પોર્ટફોલિયોમાંથી શેરને કાઢતા ચારેકોરથી વેચવાલીના દબાણથી શેરમાં પ્રચંડ કડાકો બોલ્યો હતો.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.