CIA ALERT
03. May 2024
March 17, 202019min8480

Related Articles



Corona Update : ભારતમાં કન્ફર્મ કેસની સંખ્યા 169

Share On :
Print Friendly, PDF & Email

કોરોનાને કેવી રીતે ઓળખવો ? ICMR Guidelines

કોરોના વાઇરસને લઇને સોશ્યલ મિડીયામાં અનેક ગેરસમજો, ખોટા સમાચારો પ્રસરી રહ્યા છે. હરહંમેશ આપને ઓથેન્ટીક સમાચારો, નક્કર માહિતી પહોંચાડવાનો અમારો પ્રયાસ છે. તા.19મી માર્ચ 2020ને ગુરુવારે સવારે 10 કલાકે ભારતમાં કોરોનાના કન્ફર્મ કેસોની સંખ્યા 169 હોવાનું કેન્દ્ર સરકારની ઓથોરિટીએ સત્તાવાર રીતે જણાવ્યું હતું.

ભારતની અપડેટેડ માહિતી

ભારતમાં મુંબઈમાં સૌથી વધુ 47 પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે બીજા નંબર પર 25 કેસ સાથે કેરળ છે અને આ પછી ઉત્તરપ્રદેશમાં 16, કર્ણાટકમાં 13, દિલ્હીમાં 10, તેલંગાણામાં 10, લદ્દાખમાં 8 કેસ છે. અત્યાર સુધીમાં કોરોના વાયરસના કારણે 14 લોકો એકદમ સ્વસ્થ થઈને પોતાના ઘરે પરત ફર્યા છે. જેમાં ઉત્તર પ્રદેશમાં 5, કેરળ અને રાજસ્થાનમાં 3-3 અને દિલ્હીમાં 2 તથા તેલંગાણામાં 1 દર્દીનો સમાવેશ થાય છે. ભારતમાં કોરોનાના કારણે મૃત્યુ પામનારા લોકોની સંખ્યા ત્રણ છે. આ દર્દીઓ દિલ્હી, કર્ણાટકા અને મહારાષ્ટ્રના છે.

તા.19મી માર્ચની સ્થિતિએ કયા દેશમાંથી ભારત આવી ન શકાય

કોરોનાને કેવી રીતે ઓળખવો ? ICMR Guidelines

COVID-19 Case Definitions

Suspect Case:

A patient with acute respiratory illness (fever and at least one sign/ symptom of respiratory disease (e.g., cough, shortness of breath) AND a history of travel to of residence in a country/area or territory reporting local transmission (See NCDC website for updated list) of COVID-19 disease during the 14 days prior to symptom onset;

OR

A patient / Health care worker with any acute respiratory illness AND having been in contact with a confirmed COVID-19 case in the last 14 days prior to onset of symptoms;

OR

A patient with severe acute respiratory infection (fever and at least one sign/symptom of respiratory disease (e.g., cough, shortness breath) AND requiring hospitalization AND with no other etiology that fully explains the clinical presentation;

OR

A case for whom testing for COVID-19 is inconclusive

Laboratory Confirmed case:

A person with laboratory confirmation of COVID-19 infection, irrespective of clinical signs and symptoms.

Click below to download ICMR Guidelines on Covid19

https://www.mohfw.gov.in/pdf/GuidelinesfornotifyingCOVID-19affectedpersonsbyPrivateInstitutions.pdf

Reported on 18 March 4pm

2 લાખ પૈકી 82,813 દર્દીઓ સાજા થઇ ચૂક્યા : હાલમાં 1.09 લાખ એક્ટીવ કેસ એમાં પણ 94 ટકાને માઇલ્ડ ઇન્ફેકશન

વિશ્વમાં દર્દીઓની સંખ્યાનો આંક 2 લાખ : 90,823 કેસમાં અંતિમ પરિણામ મળી ચૂક્યા છે

તા.18મી માર્ચ બુધવારે બપોરે 3.45 કલાકે સમગ્ર વિશ્વમાં કોરોનાથી પીડીત લોકોની સંખ્યા 2 લાખના આંકને પાર કરી ગઇ હતી. હાલમાં વિશ્વમાં કુલ 2 લાખ 106 લોકો કોરોનાથી પીડીત થયા હોવાના અહેવાલો મળ્યા છે. આ એ સંખ્યા છે જેમાં કોરોનાથી મોતને ભેટેલા લોકો, કોરોનાથી બિલકુલ સાજા થઇ ચૂકેલા લોકો તેમજ હાલમાં ઇન્ફેકશન ધરાવતા હોય એવા તમામ લોકોનો સમાવેશ 2,00,016ની સંખ્યામાં થાય છે.

કુલ 8010 લોકોને કોરોના વાઇરસે યમસદન પહોંચાડી દીધા છે.

વિશેષ રાહતની વાત એ છે કે કોરોનાથી પીડીત કુલ 90,823 દર્દીઓનું છેવટનું પરીણામ આવી ચૂક્યું છે. આ સંખ્યા પૈકી 91 ટકા લોકો એટલે કે 82,813 દર્દીઓ સંપૂર્ણપણે સાજા થઇને પોતાના ઘરે પહોંચી ચૂક્યા છે. આ પૈકી 9 ટકા લોકો એટલેકે 8010 દર્દી ના મોત નિપજી ચૂક્યા છે.

સૌથી મહત્વની વાત એ છે કે તા.18મી માર્ચ 2020ની સ્થિતિએ વિશ્વમાં કુલ 1,09,283 દર્દીઓનો એક્ટીવ કોરોનાથી પીડીત હોવાના અહેવાલો મળ્યા છે. જેમાંથી 94 ટકા એટલે કે 1,02,860 દર્દીઓનો કોરોનાનો માઇલ્ડ ચેપ લાગ્યો છે અને 6 ટકા એટલે કે 9,423 દર્દીઓની સ્થિતિ ક્રિટીકલ બતાવવામાં આવી રહી છે.

Reported on 18/03/20 ભારતમાં નવા 9 કેસ મળતા સંખ્યા 152

વિશ્વભરમાં હાહાકાર મચાવી રહેલો કોરોના વાઇરસ ભારતમાં હજુ સુધી ઝાઝું નુકસાન કરી શક્યો નથી. આમ છતાં તા.18મી માર્ચ 2020ની બપોરે 4 વાગ્યાની સ્થિતિ અનુસાર ભારતમાં કોરોના વાઇરસથી પીડીત દર્દીઓની સંખ્યા મંદ ગતિઓ આગળ વધતી 152 પર પહોંચી છે. કુલ 3 નો મોત નિપજ્યા છે. તેમજ 14 દર્દીઓ રિકવર થઇને પોતાના ઘરે પરત ફરી ચૂક્યા છે. 18મી માર્ચે બપોરે 4 વાગ્યા સુધીમાં ભારતમાં કોરોનાના નવા 9 કન્ફર્મ કેસો મળતા ભારતમાં કુલ એક્ટીવ દર્દીઓની સંખ્યા 130 થઇ છે.

18 માર્ચ 2020 બપોરે 1 વાગ્યે ભારતમાં કોરોનાના કેસોનું સ્ટેટસ

STATE/UTCONFIRMEDDEATHS
MAHARASHTRA411
KERALA270
HARYANA160
UP160
KARNATAKA111
DELHI101
LADAKH80
TELANGANA50
RAJASTHAN40
J&K30
TAMIL NADU10
PUNJAB10
ANDHRA PRADESH10
UTTARAKHAND10

વિશ્વની સ્થિતિ તા.18મી માર્ચ બપોરે 1 વાગ્યે

વિશ્વભરમાં કોરોનાના દર્દીઓની સંખ્યાનો આંક 1,97,168 પર પહોંચ્યો છે. કુલ Deaths 7,905, કુલ Recovered 80,840, કુલ Active 108,423 કેસો હોવાનું જાણવા મળે છે.

COUNTRYCONFIRMEDDEATHS
CHINA81,0583,230
ITALY31,5062,503
IRAN16,169988
SPAIN11,748533
GERMANY9,25724
SOUTH KOREA8,32081
FRANCE7,683148
UNITED STATES6,421108
SWITZERLAND2,70027
UNITED KINGDOM1,96056
NETHERLANDS1,70843
NORWAY1,4633
AUSTRIA1,3323
BELGIUM1,24310
SWEDEN1,1907
DENMARK1,0244
JAPAN87829
CRUISE SHIP6967
MALAYSIA6732
CANADA4785
AUSTRALIA4525
PORTUGAL4481
QATAR4390
CZECH REPUBLIC3960
GREECE3875
ISRAEL3370
BRAZIL3211
FINLAND3210
SLOVENIA2751
SINGAPORE2660
POLAND2385
PAKISTAN2360
BAHRAIN2281
ESTONIA2250
IRELAND2232
ICELAND2201
CHILE2010
EGYPT1964
PHILIPPINES18712
ROMANIA1840
THAILAND1771
INDONESIA1725
SAUDI ARABIA1710
IRAQ15411
INDIA1473
LUXEMBOURG1401
KUWAIT1300
LEBANON1203
PERU1170
RUSSIA1140
SAN MARINO1097
UNITED ARAB EMIRATES980
MEXICO820
ARMENIA780
TAIWAN771
SLOVAKIA720
PANAMA691
ARGENTINA682
BULGARIA672
VIETNAM660
COLOMBIA650
SERBIA650
CROATIA650
SOUTH AFRICA620
ALGERIA604
ECUADOR582
BRUNEI560
ALBANIA551
HUNGARY501
LATVIA490
TURKEY471
CYPRUS460
SRI LANKA440
COSTA RICA410
ANDORRA390
MOROCCO382
MALTA380
BELARUS360
JORDAN340
GEORGIA340
KAZAKHSTAN330
VENEZUELA330
CAMBODIA330
MOLDOVA300
URUGUAY290
AZERBAIJAN281
NORTH MACEDONIA260
BOSNIA AND HERZEGOVINA260
SENEGAL260
LITHUANIA250
OMAN240
TUNISIA240
AFGHANISTAN220
DOMINICAN REPUBLIC211
GUADELOUPE180
MARTINIQUE161
BURKINA FASO150
UKRAINE142
MALDIVES130
JAMAICA120
NEW ZEALAND120
FRENCH GUIANA110
BOLIVIA110
BANGLADESH100
UZBEKISTAN100
CAMEROON100
REUNION90
PARAGUAY90
HONDURAS80
LIECHTENSTEIN70
MONACO70
RWANDA70
GHANA70
GUYANA71
GUATEMALA61
CUBA50
COTE D’IVOIRE50
TRINIDAD AND TOBAGO50
MONGOLIA50
ETHIOPIA50
SEYCHELLES40
CONGO30
GUAM30
KENYA30
NIGERIA30
ARUBA30
KOSOVO20
SAINT LUCIA20
BARBADOS20
NAMIBIA20
MONTENEGRO20
CONGO (BRAZZAVILLE)10
TOGO10
GREENLAND10
GABON10
ESWATINI10
EQUATORIAL GUINEA10
SAINT VINCENT AND THE GRENADINES10
CENTRAL AFRICAN REPUBLIC10
THE GAMBIA10
BENIN10
VATICAN CITY10
ANTIGUA AND BARBUDA10
BHUTAN10
THE BAHAMAS10
GUINEA10
TANZANIA10
LIBERIA10
MAURITANIA10
SURINAME10
SUDAN11
MAYOTTE10
NEPAL10
SOMALIA10
GUERNSEY00
JERSEY00
PUERTO RICO00
REPUBLIC OF THE CONGO00
OCCUPIED PALESTINIAN TERRITORY00

તા.17મી માર્ચ 2020ના રોજની સ્થિતિ

તા.17મી માર્ચે રાત્રે 12 કલાકે જ્યારે આ લખાઇ રહ્યું હતું ત્યારે ભારતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 137ની થઇ હતી. કુલ 3 દર્દીઓના મોત નિપજ્યા છે જ્યારે 14 દર્દીઓ કોરોના વાઇરસથી બિલકુલ સાજા થઇ ગયા હોવાના અહેવાલો છે.

ભારતમાં સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં કુલ 39 અને કેરેલામાં 26 કેસો નોંધાયા છે.

ભારતમાં સોમવારે કોરોના વાઈરસના દર્દીઓની સંખ્યા વધીને ૧૧૪ થઈ હતી. ઓડિશામાં પ્રથમ દર્દી નોંધાયો છે. લદ્દાખ, જમ્મુ અને કાશ્મીર, કેરળમાં સોમવારે એક એક નવો કેસ નોંધાયો છે. કોરોના વાઈરસ રોગચાળાનો ફેલાવો અટકાવવા રાજ્યોએ ઘણાં ખરાં પગલાં ભર્યાં છે. ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ડૉક્ટરો, નર્સ અને હેલ્થકેર વર્કસની પ્રશંસા કરી હતી. મહારાષ્ટ્રમાં ચાર વધુ દર્દી નોંધાયા હતા.

ભુવનેશ્ર્વરના એક અધિકારીએ કહ્યું હતું કે ઈટલીથી પાછો આવેલો એક રિસર્ચરનો કોરોના વાઈરસ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ ૩૩ વર્ષીય વૈજ્ઞાનિક છઠ્ઠી માર્ચે ઈટલીથી દિલ્હી પહોંચ્યો હતો. તે પછી ટ્રેન દ્વારા ૧૨ માર્ચે ભુવનેશ્ર્વર પહોંચ્યો હતો. ઓડિશા સરકારના મુખ્ય પ્રવકતા સુબ્રતો બાગચીએ કહ્યું કે, “તેમની હાલત સ્થિર છે અને તેમને અન્ય કોઈ તકલીફ નથી. દર્દી દિલ્હીથી ભુવનેશ્ર્વર આવ્યો હતો આથી તે કોના કોના સંપર્કમાં આવ્યો હતો તેની તપાસ ઓડિશા સરકારે શરૂ કરી દીધી છે. દર્દીના પરિવારના સભ્યોને ‘ક્વોરન્ટાઈન’ કરવામાં આવ્યા છે અને તેમનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.

દરમ્યાન દેશભરમાં વિવિધ સ્થળે હજારો વિદ્યાર્થીઓએ ઘરોમાં પુરાઈ રહેવું પડ્યું હતું. વહીવટીતંત્રો દ્વારા લેવાયેલા પગલાંને કારણે કર્મચારીઓએ ‘વર્ક ફ્રોમ હોમ’ કર્યું હતું. ઘણાં રાજ્યોમાં જિમખાનાઓ, સિનેમા હોલ, સ્વિમિંગ પુલો વિગેરે બંધ જાહેર કરવામાં આવ્યા હતા. ૫૦ માણસથી વધુ લોકો ભેગા થઈ શકે તેવા તમામ ધાર્મિક, સામાજિક, સાંસ્કૃતિક અને રાજકીય મેળાવડાઓ પર દિલ્હીની ‘આપ’ સરકારે ૩૧ માર્ચ સુધી પ્રતિબંધ મૂક્યો છે.

દેશભરની જેલોમાં નબળું ઈન્ફ્રાસ્ટ્રકચર અને વધુ પડતી ગીચ પરિસ્થિતિની સુપ્રીમ કોર્ટે ‘સુઓ મોટો’ (આપમેળે) નોંધ લીધી હતી. સુપ્રીમ કોર્ટમાં વકીલો, પક્ષકારો અને અન્યોનું થર્મલ સ્ક્રિનિંગ (તાવની તપાસ) કરવામાં આવ્યું હતું.

વિદેશમાં અટવાયેલા ભારતીયોનું એરલિફ્ટ કરવાનું સોમવારે પણ ચાલુ રહ્યું હતું. વિદેશ પ્રધાન એસ. જયશંકરે એક નિવેદનમાં કહ્યું હતું કે, “બાવન વિદ્યાર્થીઓ અને એક શિક્ષક એમ ૫૩ ભારતીયોનો ચોથો બેચ ઈરાનના તહેરાન અને શિરાઝથી પાછો ફર્યો હતો. ઈરાનથી કુલ ૩૮૯ ભારતીયોને લાવવામાં આવ્યા છે.

દરમ્યાન કોચીમાં પોલીસે એક કાર્યક્રમ યોજનારા ૭૯ વ્યક્તિઓ સામે કેસ કર્યો હતો. આવા કાર્યક્રમો પર પ્રતિબંધ હોવા છતાં આયોજકોએ એક રિયાલિટી શોના સ્ટારનો સત્કાર સમારંભ યોજ્યો હતો. કેરળમાં યુકેના નાગરિક સહિત બે જણ કોરોના વાઈરસ પોઝિટિવ મળી આવ્યા હતા. વાઈરસનો ફેલાવો અટકાવવા કેરળ સરકારે ‘બ્રેક ધ ચેઈન’ પહેલ શરૂ કરી છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :
Print Friendly, PDF & Email

Share On :