CIA ALERT

Slider Archives - Page 218 of 492 - CIA Live

July 25, 2020
shivraj.jpg
1min5830

મધ્યપ્રદેશમાં ધારાસભ્યો અને મંત્રીઓ પછી હવે આજરોજ તા.25મી જુલાઇએ બપોરે બાર વાગ્યા બાદ ખુદ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહણ ટ્વીટ કરીને માહિતી જાહેર કરી હતી કે તેમનો પોતાનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે.

ભારતમાં કોઇ મુખ્યમંત્રીને કોરોના થયો હોય તેવા શિવરાજ સિંહ દેશમાં પહેલા મુખ્યમંત્રી છે.

July 25, 2020
ats_gujarat.png
1min6610

તાપી જિલ્લાના વ્યારા ખાતેથી ગુજરાત ATS(એન્ટી ટેરરિસ્ટ સ્કવોર્ડ)ની ટીમે વોન્ટેડ ત્રણ નક્સલીઓની ધરપકડ કરી છે. તેમની સામે આરોપ છે કે તેઓ આદિવાસી વિસ્તારમાં પથ્થરલગડી વિચારધારાનો પ્રચાર કરી હિંસક વાતાવરણ ઊભું કરી સરકાર ઉથલાવવા હિંસક ઉપાયો કરવાનું કાવતરું રચ્યું હતું.

આ અંગે ATS દ્વારા આપેલી માહિતી મુજબ ગુપ્ત ઈનપુટના આધારે નક્સલી સામુ ઓરેયા, બિરસા ઓરિયા, બબીતા કછપની તેમના વ્યારા ખાતેના ઘરેથી ધરપકડ કરવામાં આવી. જેઓ મુળ ઝારખંડના રહેવાસી છે હાલ વ્યારામાં રહેતા હતા. તપાસ દરમિયાન તેમની પાસેથી પ્રતિબંધિત સંગઠન કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયાને લગતી પત્રિકા અને અને મુદ્રિત સામગ્રી મળી આવી હતી. આ ઉપરાંત તેમના મોબાઈલ અને લેપટોપમાં પણ આ પ્રકારની સામગ્રી મળી આવી હતી.

બિસરા ઓરેયા અને સામુ ઓરેયા સહિતના આરોપીઓ દ્વારા ગુજરાતના આદિજાતિ વિસ્તારોમાં સ્થાનિક સતીપતી સંપ્રદાયના અનુયાયીઓમાં પથ્થરલગડી વિચારધારાનો પ્રચાર કરવા માટે નાણાં એકત્રિત કર્યા હતા. તેઓ સ્થાનિકોને હાલની સરકાર સામે તિરસ્કાર ઉત્પન કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પથ્થરલગડી આંદોલનની પદ્ધતિદ્વારા સ્થાનિક આદિવાસીઓમાં સરકાર વિરોધી હિંસક બળવાનું વાતાવરણ ઊભું કરી સરકારને ઉથલાવવા માટેનું કાવતરું ઘડી રહ્યા હતા. આ ત્રણેય આરોપીની ધરપકડ કરી તેમની સામે ભારતીય દંડ સહિતાની કલમ 121 A, 124 A, 153 A, અને 120 B મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

પથ્થલગડી ચળવળ ઝારખંડના ખૂંટી જિલ્લાના ઘણા ગામોમાં વર્ષ 2016ના અંતમાં ખૂબ કાર્યરત બની હતી. ઐતિહાસિક રીતે ‘પથ્થલગડી’ શબ્દ કોઈ મૃત વ્યક્તિની સમાધિ પર પથ્થર મૂકવાના આદિવાસી રીવાજમાંથી આવ્યો છે. આ પ્રથાને ધ્યાનમાં રાખીને ઝારખંડમાં આદિવાસી સમુદાયો મોટા પથ્થરો પર સંદેશા પ્રદર્શિત કરે છે. જેને સ્થાનિક રીતે પથ્થલગડી તરીકે ઓળખવામાં આવે છે. જો, કે, તેઓ તેમના ઉદ્દેશો માટે હિંસક અને ગેરકાયદેસર રીતે આ પ્રથાનો ઉપયોગ કરી રહ્યા છે, જેના કારણે ઝારખંડમાં હિંસાની વિવિધ ઘટનાઓ બની ચૂકી છે.

July 25, 2020
flag.jpg
1min5970

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે શુક્રવારે સ્વતંત્રતા દિવસ સાથે જોડાયેલી એડવાઇઝરી જાહેર કરી છે. આ બધા સરકારી ઑફિસ, રાજ્ય સરકાર અને રાજ્યપાલોને મોકલવામાં આવી છે. એડવાઇઝરીમાં સ્વતંત્રતા દિવસ પર સામુહિક આયોજનોથી બચવાની સલાહ આપવામાં આવે છે.

એડવાઇઝરીમાં જણાવવામાં આવ્યું છે કે આઝાદીનું પર્વ ઉજવવા માટે ટેક્નોલૉજીનો ઉપયોગ કરવામાં આવે. હોમ મિનિસ્ટ્રીએ આ પ્રકારની એડવાઇઝરી દેશમાં કોરોના વાયરસને કારણે વધતાં સંક્રમણને ધ્યાનમાં જારી કરી હોવાનું જણાવ્યું છે.

આ રહી કેન્દ્ર સરકારની એડવાઇઝરી

એડવાઇઝરીમાં કહેવામાં આવ્યું છે કે સંક્રમણના જોખમને જોતાં કેટલાક નિયમોનું પાલન કરવું જરૂરી છે. સોશિયલ ડિસ્ટેન્સિંગ, માસ્ક, સેનિટાઇઝેશન જેવા ઉપાયોનો સ્વીકાર કરવો પડશે. ભીડ એકઠી ન થાય, તેનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે. હોમ અને હેલ્થ મિનિસ્ટ્રીની પહેલાથી જાહેર કરવામાં આવેલી ગાઇડલાઇન્સનું પાલન કરવાનું રહેશે. વેબ કાસ્ટ દ્વારા સમારંભનું સીધું પ્રસારણ કરવામાં આવે.

રાજ્ય સરકારને સલાહ
રાજ્ય સરકારને સલાહ આપવામાં આવી છે કે કાર્યક્રમ માટે ડૉક્ટર્સ, બીજા હેલ્થ વર્કર્સ અને સફાઇ કર્મચારીઓને સન્માન આપવા માટે સમારંભમાં આમંત્રિત કરવા. એવો લોકો જેમણે કોરોનાને માત આપી છે, એટલે કે જે સંક્રમણ થયા પછી સ્વસ્થ થઈ ગયા છે, તેમને પણ સમારંભમાં બોલાવી શકાય છે.

July 25, 2020
ipl2020.jpg
1min5600

યૂએઇ (United Arab Emirates) માં રમાનાર આઇપીએલની 13મી સિઝન 19 સપ્ટેમ્બરથી શરૂ થશે અને તેનો ફાઇનલ મુકાબલો તા.8 નવેમ્બરે રમાશે. આ જાણકારી ખૂદ આઇપીએલના ચેરમેન બ્રિજેશ પટેલે તા.24 જુલાઇ 2020ના રોજ સાર્વજનિક કરી હતી.

આઇપીએલની ગવર્નિંગ કાઉન્સિલની બેઠક આવતા સપ્તાહે મળશે. જેમાં કાર્યક્રમને અંતિમ સ્વરૂપ આપીને મંજૂરી આપવામાં આવશે. જો કે બીસીસીઆઈ તમામ ફ્રેંચાઇઝીને સંભવિત કાર્યક્રમની જાણ કરી દીધી છે.

આઇપીએલના ચેરમેન બ્રિજેશ પટેલે જણાવ્યું હતું કે બેઠક તુરંતમાં મળશે, પણ અમે કાર્યક્રમ ઘડી કાઢયો છે. જે અનુસાર આઇપીએલ-2020નો પ્રારંભ યૂએઇમાં 19 સપ્ટેમ્બરથી થશે અને 8 નવેમ્બરે સમાપ્ત થશે. અમને સરકારને મંજૂરીની આશા છે. આ વખતે આઇપીએલ પ1 દિવસ સુધી રમાશે. પટેલે કહ્યંy કે કોવિડ-19 મહામારીના ખતરાથી બચવા માટે ગાઇડ લાઇન્સ તૈયાર કરવામાં આવી રહી છે. સ્ટેડિયમમાં દર્શકોને પ્રવેશ આપવો કે ન આપવો તેનો અધિકાર અમીરાત (યૂએઇ) સરકારનો છે. અમે આ ફેંસલો તેમના પર છોડી દીધો છે. જો કે સામાજિક દૂરીનું ચુસ્ત પાલન કરવું પડશે.

યૂએઇમાં ત્રણ મેદાન ઉપલબ્ધ છે. દુબઇ, અબુધાબી અને શારજાહના સ્ટેડિયમ પર આઇપીએલના તમામ મેચ રમાશે. એવા પણ રિપોર્ટ છે કે ટીમોની કેમ્પ માટે આઇસીસીની એકેડેમીનું મેદાન બીસીસીઆઇ ભાડે લેશે. જેમાં બે મેદાન, 38 ટર્ફ પિચ, 6 ઇન્ડોર પિચ અને પ700 સ્ક્વેર ફૂટનું આઉટડોર કન્ડીશનિંગ ફિલ્ડ છે. જેમાં ફિઝિયોથેરાપી અને મેડિકલ સેન્ટર પણ છે.

દુબઇ સરકારના નિયમ અનુસાર જે કોઇ વિદેશીનો કોવિડ-19 રિપોર્ટ નેગેટિવ આવે તો તેને ક્વોરન્ટાઇનમાં રહેવું પડતું નથી. આથી આઇપીએલ રમવા આવનાર તમામ ખેલાડીઓ, સપોર્ટ સ્ટાફ અને આયોજન સાથે જોડાયેલા લોકો જો કોરોનાગ્રસ્ત નહીં હોય તો તેમને ક્વોરન્ટાઇન થવાની જરૂર પડશે નહીં.

પ્રત્યેક ટીમ એક મહિના પહેલા યૂએઇ પહોંચશે. એવું જાણવા મળે છે કે મોટાભાગની ટીમ તા.20 ઓગસ્ટ સુધી તેમના ખેલાડીઓને યૂએઇમાં બોલાવી લેશે અને કેમ્પ શરૂ કરશે. આથી તેમને ચાર સપ્તાહનો સમય મળશે.

July 25, 2020
iphone11-1280x960.jpg
1min6080

કેન્દ્ર સરકારના મેક ઇન ઇન્ડિયા અભિયાન હેઠળ વિશ્વના લોકપ્રિય મોબાઇલ ફોન પૈકી એક Appleએ ચેન્નાઇ પાસે સ્થિત તેના પ્લાન્ટમાં ફ્લેગશિપ ફોન iPhone 11 બનાવવાનું શરુ કરુ દીધુ છે. Appleએ પહેલીવાર ભારતમાં ટોપ ઓફ ધ લાઇન મોડલ બનાવ્યુ છે. જેને ભારત માટે મેક ઇન ઇન્ડિયાની પહેલ હેઠળ મોટી સફળતા માનવામાં આવી રહી છે. 

જોકે તાજેતરમાં પડોસી દેશ ચીન સાથે વધેલા તણાવભર્યા સંબંધોમાં ભારતમાં ચાઇનીઝ પ્રોડક્ટનો બહિષ્કારની ઝુંબેશમાં ચીન માટે એપલના ટોપ મોડલનું ભારતમાં બનવુ અસહ્ય સાબિત થઇ શક છે. અહીં સુધી કે ભારતમાં બનેલા  iPhone 11 ને કંપની એક્સપોર્ટ કરવાનુ પણ વિચારી શકે એવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. 

જોકે હાલમાં ભારતમાં ચીનમાં બનેલા iPhone 11 હેન્ડસેટ્સ વેચાઇ રહ્યા છે તેથી ભારતમાં iPhone 11  બનવા છતા તેના ભાવોમાં ખાસ ફરક પડશે નહીં, પરંતુ ભવિષ્યમાં તેના ભાવમાં ઘટાડો થવાની સંભાવના જરુર રહેલી છે. લોકલ પ્રોડક્સનથી Appleને 22 ટકા ઇમ્પોર્ટ ડ્યુટીનો ફાયદો થાય છે. બીજી તરફ કંપની બેંગ્લુરુ પાસે આવેલા Wistron પ્લાન્ટમાં નવા iPhone SEનું પ્રોડક્શન કરવા પર વિચારી રહી છે, આ પ્લાન્ટમાં iPhone SEના પહેલાના મોડલ બનતા આવ્યા છે. 

Appleના અન્ય એક કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચર Pegatronએ હાલમાં જ ભારતમાં એક સબ્સિડરી કંપનીની નોંધણી કરી છે. ભારતમાં મોંઘા ફોનમાં Appleના હેન્ડસેટ્સનો દબદબો રહ્યો છે. જોકે ઓલઓવર ઇન્ડિયાના સ્માર્ટફોન માર્કેટમાં ચીનની શાઓમીની ટક્કરમાં કોઇ કંપની આવી નથી. 

July 25, 2020
corona-gujarat.jpg
1min4900

ગુજરાતમાં સતત ચોથા દિવસે કોરોનાથી સંક્રમિત દર્દીઓની દૈનિક સંખ્યા એક હજારથી વધુ જળવાઇ રહી છે. ચોવીસ કલાકમાં વધુ ૧૦૬૮ દર્દીઓ ચેપગ્રસ્ત હોવાનું સરકારે જાહેર કર્યું છે અને સારવાર હેઠળના ૨૮ દર્દીઓના મૃત્યુ થયા છે એમાં સૌથી વધારે ૧૨ સુરત શહેર અને જિલ્લાના દર્દીઓનો સમાવેશ થાય છે. સુરતમાં સતત વધતાં મૃત્યુ સાથે ફરીથી સંક્રમિત દર્દીઓનો આંક ૩૦૦ને પાર થઇ ૩૦૯ થયો છે એમાં જિલ્લામાંથી વિક્રમી ૯૩ દર્દીઓનો સમાવેશ થાય છે. આ સમયગાળામાં કુલ ૨૨૭ દર્દીઓ ડિસ્ચાર્જ પણ થયા છે.

અમદાવાદ મહાનગરમાં નવા ૧૬૧ દર્દીઓનો ઉમેરો થયો છે તો ૩ દર્દીઓના સારવાર દરમિયાન મૃત્યુ થયા છે. જ્યારે ૧૯૧ દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. જિલ્લાના દસક્રોઇ, ધંધૂકા, ધોળકા, બાવળા, વિરમગામ અને સાણંદમાંથી નવા પંદર કેસ મળ્યા છે. જિલ્લાના સારવાર હેઠળના ૧૪ દર્દી ડિસ્ચાર્જ થયા છે.

વડોદરા હવે ધીમે ધીમે દૈનિક એકસો દર્દી તરફ ગતિ કરી રહ્યું હોય તેમ મહાનગરમાંથી વધુ ૭૦ મળી કુલ ૯૨ દર્દીઓ સંક્રમિત થયાનું જાહેર કરાયું છે અલબત્ત, સારવાર હેઠળના મહાનગરના ૩ દર્દીઓના મૃત્યુ પણ સરકારે જાહેર કર્યા છે. આ જ રીતે રાજકોટ મહાનગરમાંથી નવા ૪૬ કેસ નોંધાયા છે અને જિલ્લામાંથી ૧૩ કેસ તેમજ એક દર્દીના મૃત્યુ નોંધાયું છે. ભાવનગર મહાનગરામાંથી ૨૧ મળી કુલ ૩૯ કેસ નોંધાયા છે તો જૂનાગઢમાં મહાનગરમાંથી ૧૭ સાથે કુલ ૨૮ કેસ ઉમેરાયા છે. જામનગરમાં મહાનગરના ૭ મળી કુલ ૧૨ કેસ નોંધાયા છે જ્યારે મહાનગરમાંથી એક દર્દીના મૃત્યુની જાહેરાત કરાઇ છે.

રાજ્યમાં કચ્છમાં ૩, મહેસાણા અને તાપી જિલ્લામાં એક એક દર્દીના મૃત્યુ કોવિડના સંક્રમણથી થયાનું હેલ્થ બુલેટિનમાં જાહેર કરાયું છે.

આ ઉપરાંત ભરૂચ જિલ્લામાંથી નવા ૩૦ દર્દીઓ સંક્રમિત સ્થિતિમાં શોધાયા છે તો અમરેલીમાંથી વધુ ૨૬, સુરેન્દ્રનગરમાં મુળી, ધ્રાંગધ્રા, પાટડી, સાયલા, વઢવાણમાંથી નવા ૨૫ કેસ નોંધાયા છે. સરહદી જિલ્લા કચ્છમાંથી વધુ ૨૨, પાટણ જિલ્લામાંથી ૨૦, ગીર સોમનાથ તથા નવસારીમાંથી ૧૯-૧૯ કેસ, દાહોદ અને વલસાડમાંથી ૧૮-૧૮ કેસ, આણંદ તથા તાપીમાં ૧૦-૧૦, નર્મદા અને સાબરકાંઠામાંથી ૯-૯ કેસ, બોટાદ, ખેડા, પંચમહાલમાંથી ૮-૮ કેસ, અરવલ્લીમાંથી ૭, મોરબીમાંથી ૬, છોટાઉદેપુર, દેવભૂમિ દ્વારકા, મહીસાગર તેમજ પોરબંદરમાંથી વધુ ૨-૨ કેસ ઉમેરાયા છે.

આમ, રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૫૩,૬૩૧ કેસ નોંધાયા છે પરંતુ છેલ્લા ચોવીસ કલાકમાં નવા ૮૭૨ દર્દીઓ ડિસ્ચાર્જ થતાં કુલ ૩૮૮૩૦ દર્દી રિવકર્ડ થયાં છે આમ, કુલ રિવકરી રેટ ૭૨.૪૦ ટકા સુધી પહોંચ્યો છે. જોકે, રાજ્યમાં ૨૨૮૩ દર્દીઓના સારવાર દરમિયાન મૃત્યુ થયા છે. હાલ રાજ્યમાં એક્ટિવ કેસ ૧૨૫૧૮ છે જ્યારે ૮૩ વેન્ટીલેટર ઉપર છે અને એમાંથી ૧૨૪૩૫ સ્ટેબલ છે.

રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસનો આંક ઝડપથી વધી રહ્યો છે એની પાછળ રોજેરોજ થતાં ટેસ્ટની સંખ્યા તબક્કાવાર રીતે વધારીને સરેરાશ દૈનિક ૧૪થી ૧૫ હજાર કરવામાં આવી છે. ચોવીસ કલાકમાં ૧૪૫૯૫ ટેસ્ટ કરાયા છે એ સાથે કુલ આંક છ લાખને પાર થઇ ૬,૦૬,૭૧૮ થયો છે. આમ, પ્રતિ મિલિયન ૨૨૪.૫૩ ટેસ્ટ દૈનિક થઇ રહ્યા છે, તેમ દાવો કરાયો છે. સરકારે આજે સૌથી વધારે સંક્રમિત દસ રાજ્યોના એક દિવસમાં નોંધાયેલા નવા કેસ, એક્ટિવ કેસ અને કુલ કેસના આંકડા જાહેર કરી દાવો કર્યો છે કે આ ત્રણેય ફેક્ટરમાં ગુજરાત સૌથી નીચે છે. પ્રથમ ક્રમે મહારાષ્ટ્રમાં શુક્રવારે ૯૮૯૫ કેસ નોંધાયા છે જ્યારે એક્ટિવ કેસ ૧,૪૦,૩૯૫ છે જ્યારે કુલ કેસ ૩,૪૭,૫૦૨ છે. આ પછી આંધ્રપ્રદેશ, તામીલનાડુ, કર્ણાટક, ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ, બિહાર, તેલંગણા, ઓરિસ્સા છે. આ ક્રમ એક જ દિવસમાં આવેલા કેસને ધ્યાને લઇ જાહેર કરાયો છે. આ પરિપ્રેક્ષ્યમાં ગુજરાત દસમા ક્રમે રહે છે.

July 24, 2020
crpatil.jpg
1min36290

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ખરો રાજકીય નેતા એ ને કહેવાય કે જે લોકોની નાડ પારખીને ચાલે. ગુજરાત ભાજપના નવનિયુક્ત પ્રમુખ અને સુરતના કદાવર નેતા એ આજે પુરવાર કરી દીધું કે એ ખરા લોક નેતા છે. જ્યારથી સુરતમાં તેમના સન્માન માટે કાર રેલીની જાહેરાત થઇ ત્યારથી ગુજરાતના બુદ્ધીજીવી વર્ગથી લઇને ખુદ ભાજપમાં પણ કોવીડ-19 પેન્ડેમિકમાં સુરત જેવા હોટસ્પોટ શહેરમાં રેલી યોજવાની વિરોધમાં મત આપી રહ્યા હતા. જો રેલી યોજાઇ હોત અને એ પછી સુરતમાં કોરોના કેસો વધ્યા હોત તો દોષનો ટોપલો સી.આર. પાટીલના શિરે ઢોળાયો હોત. આમેય રેલી યોજીને જેટલું માન સન્માન મળવાનું હતું એ મળી ચૂક્યું હતું, છેલ્લી ઘડીએ રેલી રદ કરીને સી.આર. પાટીલ રેલી યોજવા કરતા વધુ માન ખાટી ગયા.

બાજીગર ફિલ્મના ડાયલોગની યાદ આવી ગઇ

कभी कभी कुछ जितने के लिए कुछ हारना पडता है और हार कर जितने वाले को बाजीगर कहेते है

લાખો રૂપિયાના ખર્ચાની સામે કોરોના કેસોની નાલેષીની વધુ કિંમત ચૂકવવી પડી હોત

બીજી તરફ સુરતમાં સીઆર પાટીલના આગમન માટે તડામાર તૈયારીઓ પૂરી કરી દેવામાં આવી હતી. તેમના રેલી રૂટ માટે લાખો રૂપિયાના ખર્ચે ખાસ રથ તૈયાર કરવામાં આવ્યો હતો. રેલીના બબ્બે વખત રૂટ બદલવામાં આવ્યા હતા. અંદાજે એક લાખ માણસ કાર રેલીમાં જોડાય, સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરે એવું જડબેસલાક પ્લાનિંગ હતું.

તા.24મી જુલાઇએ બપોરે 2.25 કલાકે ખુદ સી.આર. પાટીલએ એવી જાહેરાત કરી કે વર્તમાન કોરોનાની પરિસ્થિતિને જોતા તેઓ પોતાના સન્માન માટે યોજાયેલી રેલી અને અભિવાદન કાર્યક્રમ રદ કરી રહ્યા છે.

રેલી યોજાઇ હોત તો કોરોનાના કેસોની નાલેષી મળી હોત

જો રેલી યોજવામાં આવી હોત તો હવે પછી સુરતમાં કોરોના કેસોની સંખ્યા માટે સીઆર પાટીલની રેલીને પર દોષારોપણ કરીને તેનો દોષનો ટોપલો સીઆર પાટીલના નામે નાલેષી સ્વરૂપે ઢોળાયો હોત. આ બધી બાબતોને ગંભીર ગણીને એ પ્રમાણે નિર્ણય લે એ ને જ ખરો લોક નેતા કહેવાય.

Read Also

July 24, 2020
kavach_CR-1-1280x960.jpg
6min9580

રાજકીય રેલીની એસેસરીઝ બદલાઇ ખેસ અને ટોપીની જગ્યા માસ્ક એ લીધી

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

અત્યાર સુધી રાજકીય નેતાઓ કે પાર્ટીઓની રેલીઓ યોજાઇ ત્યારે ત્યારે તેમના સિમ્બોલ ધરાવતા ખેસ કે ટોપીઓ જોવા મળતા, પણ હવે કોવીડ-19માં રાજકીય રેલીઓની એસેસરીઝમાં બદલાવ થયો છે.

આજે તા.24મી જુલાઇ એ દેશના કોરોના હોટસ્પોટ સિટી, કોરોનાગ્રસ્ત સુરત શહેરમાં કોરોના કાળ શરૂ થયા બાદ પહેલી જાહેર ઉજવણી થઇ રહી છે, અને આ જાહેર ઉજવણી ગુજરાત બીજેપી ચીફ બન્યા પછી પહેલી વખત સુરત આવી રહેલા સી.આર. પાટીલને સત્કારવા માટેની છે. ગુજરાત બીજેપી ચીફ બન્યા પછી સી.આર. પાટીલ હવે એક બ્રાન્ડ નેમ ફેમ બની ચૂક્યા છે.

તેમને સત્કારવા માટે કવચ હેલ્થકેર નામની કંપનીએ હાલ કોવીડ-19 પેન્ડેમિકમાં વિશ્વમાં જેનો સૌથી વધુ પ્રચાર થઇ રહ્યો છે એ ફેસ માસ્ક તૈયાર કયા છે.

કવચ હેલ્થકેર નામની કંપનીએ સી.આર. પાટીલના આગમન પૂર્વે ફેસમાસ્ક બજારમાં મૂક્યા

કવચ હેલ્થકેરના અમિત કનેરીયાએ કહ્યું

સુરતના કવચ હેલ્થકેર પ્રોડક્ટસના અમિત કનેરીયાની કંપની કવચ હેલ્થકેર પ્રોડ્ક્ટસએ ગુજરાત બીજેપી ચીફ બન્યા પછી પહેલી વખત સુરત આવી રહેલા સી.આર. પાટીલના આગમન રેલી માટે ખાસ ફેસમાસ્ક તૈયાર કર્યા

સુરતમાં કવચ હેલ્થકેર પ્રોડ્કટ્સના અમિત કનેરીયાએ સી.આઇ.એ. લાઇવને જણાવ્યું કે ગુજરાત ભાજપના પ્રમુખ પદે વરાયા પછી પહેલી વખત સી.આર. પાટીલ સુરત આવી રહ્યા છે અને તેના ઉપલક્ષમાં જ કંપનીને હાલ 300 જેટલા માસ્ક બનાવવાનો ઓર્ડર મળ્યો છે.

અમિત કનેરીયાએ કહ્યું કે આ ટુ લેયર કોટન બેઝ ફેબ્રિક માસ્ક છે. હાલમાં કોવીડ-19 પેન્ડેમિક સિચુએશનમાં માસ્ક પહેરવું અત્યંત જરૂરી છે ત્યારે કંપની દ્વારા કોરોના પ્રોટેકશન માટે આ પ્રકારના માર્ક સી.આર. પાટીલના પ્રદેશ પ્રમુખ બન્યા પછી પહેલી વખત આગમન રેલી માટે બનાવવામાં આવ્યા છે.

કંપનીઓ, સંસ્થાઓ પોતાની બ્રાન્ડ લોગો સાથે માસ્ક બનાવવા સંપર્ક કરે

કવચ હેલ્થકેર પ્રોડક્ટસના અમિત કનેરીયાએ જણાવ્યું કે તેઓ કોઇપણ સંસ્થા કે કંપની માટે તેમના નામ, લોગો, ડિઝાઇન અનુસાર ટુ લેયર, થ્રી લેયર ફેસ્કમાસ્ક તૈયાર કરી આપે છે. કોઇપણ સંસ્થા કે કંપની તેમનો સંપર્ક કરી શકે છે.

કવચ હેલ્થકેરની ફેસબુક પોસ્ટ

Our team prepared a Customized Mask for welcoming the New President of @bjp4gujarat, Shri C.R. Patil (@…

Kavach Healthcare Products यांनी वर पोस्ट केले गुरुवार, २३ जुलै, २०२०

કવચ હેલ્થકેરે ફેસબુક પોસ્ટમાં આ રીતે લખ્યું છે

Our team prepared a Customized Mask for welcoming the New President of @bjp4gujarat, Shri C.R. Patil (@crpaatil).

Welcome home sir!
We are proud of your achievements, keep making Surat proud with your incredible work.
#customizedmask#crpatil#bjp4gujarat#bjp4india#bjp#newpresident#surat#suratcity#suratlove#surti#kavachhealthcareproducts

July 24, 2020
1min6420

વિશ્વમાં હાલ અનેક દેશો કોરોનાની દવાઓ તેમજ વેક્સીન બનાવવાની તૈયારીમાં વ્યસ્ત છે. આ રેસમાં સૌથી ફ્રન્ટ રનર અને વિશ્વનસનીય વેક્સીન અત્યાર સુધીમાં યુ.કે.ના ઓક્સફર્ડના વૈજ્ઞાનિકો દ્વારા તૈયાર કરવામાં આવેલી વેક્સીન માનવામાં આવે છે. ભારતમાં ઓક્સફોર્ડે આ વેક્સીન ઉત્પાદન માટે એસઆઈઆઈની પસંદગી કરી છે જે વેક્સીનને લઈને અંતિમ મંજૂરી મળતા પહેલા તેનું ફિલ્ડ ટ્રાયલ કરશે.

ઓક્સફોર્ડની કોરોના વેક્સીન વૈશ્વિક ધોરણે બે વખત હ્યુમન ટ્રાયલ થઇ ચૂકી છે અને હવે ભારતમાં ટ્રાયલ શરૂ થવાની છે. આગામી ઓગસ્ટના અંતમાં કોરોનાથી સૌથી ખરાબ રીતે અસરગ્રસ્ત મહારાષ્ટ્રના મુંબઈ અને પુણેમાં આ વેક્સીનનું હ્યુમન ટેસ્ટિંગ કરવામાં આવશે. જે માટે આ બંને શહેરોના હોટસ્પોટમાંથી 4,000થી 5,000 વોલેન્ટિયર્સની પસંદગી કરવામાં આવશે.

આ માટે મુંબઈ અને પુણેના હોટસ્પોટમાંથી અંદાજીત 5,000 લોકોની પસંદગી કરવામાં આવી રહી છે. વેક્સીનના સ્થાનિક ઉત્પાદક SSIએ આશા વ્યક્ત કરી છે કે જો બધુ બરાબર રહેશે તો આગામી વર્ષે જૂન સુધી વેક્સીન લોન્ચ કરી દેવામાં આવશે.

ઓક્સફોર્ડ યુનિવર્સિટીએ તૈયાર કરેલી કોરોના વેક્સીનને વૈશ્વિક રીતે એટલા માટે વિશ્વાસપાત્ર માનવામાં આવે છે કેમકે અત્યાર સુધીના હ્યુમન ટ્રાયલ તેમજ વેક્સીનના ટેસ્ટના પરિણામો સંતોષજનક મળી રહ્યા છે અને હવે યુકેમાં તેને મોટા પાયે શરૂ કરી દેવામાં આવ્યા છે.

મહારાષ્ટ્રના મુંબઇ અને પૂણે એ બે શહેરોની જ ટ્રાયલ માટે પસંદગી એટલા માટે કરવામાં આવી છે કે ભારતના એ બે શહેરો મુખ્ય શહેરો છે અને એટલું જ નહીં કોરોનાના મોટા એક્ટીવ હોટસ્પોટ છે. સમગ્ર મહારાષ્ટ્રમાં કોરોનાના કેસોમાં અડધાથી વધારે આ બંને શહેરોમાં છે.

એસઆઈઆઈના સીઈઓ અદાર પુનાવાલાએ કહ્યું છે કે, મુંબઈ અને પુણેમાં વેક્સીન ટ્રાયલ માટે અમે ઘણી જગ્યાઓ શોર્ટલિસ્ટ કરી છે. આ શહેરોમાં કોરોનાના સૌથી વધારે હોટસ્પોટ છે. જેનાથી અમને વેક્સીનની અસરનું આકલન કરવામાં મદદ મળશે.

એસઆઈઆઈના સીઈઓ અદાર પુનાવાલાએ કહ્યું છે કે મંજૂરી મળ્યા બાદ ભારતમાં વેક્સીનના ફેઝ-3 ટ્રાયલ ઓગસ્ટમાં શરૂ કરવામાં આવશે. તેમણે કહ્યું છે કે કંપની ટ્રાયલ શરૂ કરવા માટે બે દિવસની અંદર દવા મહાનિયંત્રક પાસે લાઈસન્સ માટે અરજી કરશે. ત્યાંથી એકથી બે સપ્તાહમાં અમને મંજૂરી મળી જશે તેવી આશા છે. ત્યારપછી વોલેન્ટિયર્સને હોસ્પિટલ લાવવામાં ત્રણ સપ્તાહ લાગશે. આમ એકથી દોઢ મહિનામાં ટ્રાયલ શરૂ થવાની આશા છે.

અદાર પુનાવાલાના પિતા અને કંપનીના ચેરમેન સાઈરસ પુનાવાલાએ કહ્યું છે કે એસઆઈઆઈ ભારતમાં 1,000 પ્રતિ વેક્સીન કે તેનાથી ઓછા રૂપિયામાં વેચવાનો લક્ષ્યાંક છે. જો શરૂઆતની ટ્રાયલ સફળ રહેશે તો કંપની વર્ષના અંત સુધી 30થી 40 કરોડ ડોઝ તૈયાર કરી લેશે. તેમણે જણાવ્યું હતું કે એસ્ટ્રાજેનેકા સાથે જે કરાર થયો છે તે મુજબ એસઆઈઆઈ ભારત અને 70 બીજા મિડલ ઈનકમ ધરાવતા દેશો માટે 1 અબજ વેક્સીન ડોઝ બનાવી શકે છે.

સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયા વિશ્વની સૌથી મોટી રસી ઉત્પાદક કંપની છે. કંપની પ્રત્યેક વર્ષે 1.5 અબજ વેક્સીન ડોઝ તૈયાર કરે છે જેમાં પોલિયોથી લઈને મીજલ્સ સુધીની વેક્સીન સામેલ છે. ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાજેનેકાએ આ ભારતીય કંપનીને કોવિડ-19 વેક્સીન બનાવવા માટે પસંદ કરી છે. પુણેની આ કંપનીએ પહેલા કહ્યું હતું કે તે અંતિમ આદેશ મળ્યા પહેલા જ વેક્સીન બનાવવાનું શરૂ કરી દેશે જેથી જ્યાં સુધી તમામ મંજૂરીઓ મળી જાય ત્યાં સુધી સારા એવા પ્રમાણમાં વેક્સીન તૈયાર થઈ શકે.

July 24, 2020
adm_guide-1280x874.jpg
1min10100

નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટૅક્નોલોજી (એનઆઈટી) જેઈઈ ઍડવાન્સ (જૉઈન્ટ ઍન્ટ્રન્સ ઍક્ઝામ-ઍડવાન્સ)ના આધારે વિદ્યાર્થીઓને ઍડમિશન આપશે અને વિદ્યાર્થીઓએ બારમા ધોરણમાં માત્ર પાસ થવાની જ જરૂર હશે. કોરોના વાઈરસને કારણે ફાટી નીકળેલી મહામારી વચ્ચે સેન્ટ્રલ સીટ ઍલોકેશન બૉર્ડ (સીએસએબી)એ ગુરુવારે એનઆઈટી તેમ જ સેન્ટ્રલી ફંડેડ ટૅક્નિકલ ઈન્સ્ટિટ્યૂટ (સીએફટીઆઈ)માં ઍડમિશન માટેના નિયમો હળવાં કર્યાં હતાં.

મેરીટની ગણતરી યથાવત IITs માટે એડવાન્સ્ડ અને NITs, IIITs મેઇન્સના માર્કસના આધારે પ્રવેશ

એનઆઈટી સ્નાતક ન થયેલા વિદ્યાર્થીઓને જેઈઈ ઍડવાન્સના માર્ક્સને આધારે ઍડમિશન આપશે અને બારમા ધોરણમાં મેળવેલા માર્ક્સ ગણતરીમાં નહીં લે એમ જણાવતાં માનવસંસાધન અને વિકાસ ખાતાએ ગુરુવારે કહ્યું હતું કે વિદ્યાર્થી બારમા ધોરણમાં પાસ થયેલો હશે એ બાબત ઍડમિશન માટે પૂરતી હશે.

જેઈઈ મૅઈન ૨૦૨૦માં પાત્ર ઠરેલા ઉમેદવારે હવે માત્ર બારમા ધોરણનું પાસિંગ સર્ટિફિકેટ મેળવેલું હોય તે જરૂરી હશે, એમ માનવસંસાધન અને વિકાસ ખાતાના પ્રધાન ડૉ. રમેશ પોખરિયાલે કહ્યું હતું.

અગાઉ, એનઆઈટીમાં ઍડમિશન માટે વિદ્યાર્થીએ જેઈઈ-ઍડવાન્સમાં કરેલા દેખાવની સાથે સાથે બૉર્ડની પરીક્ષામાં તેણે ૭૫ કે તેથી વધુ ટકા મેળવ્યા હોય કે પછી જે તે બૉર્ડમાં ટોચના ૨૦ પર્સન્ટાઈલમાં સ્થાન મેળવ્યું હોય તે જરૂરી હતું.

અગાઉ, ઈન્ડિયન ઈન્સ્ટિીટ્યૂટ ઑફ ટૅક્નોલોજી (આઈઆઈટી)એ પણ કહ્યું હતું કે જેઈઈ-ઍડવાન્સમાં કરેલા દેખાવને આધારે તેઓ વિદ્યાર્થીઓને ઍડમિશન આપશે. આ વરસે આઈઆઈટીમાં ઍડમિશન મેળવવા માટે બારમા ધોરણના માર્ક્સ જરૂરી નહીં હોય, એમ તેમણે કહ્યું હતું.

કોરોનાને કારણે અનેક બૉર્ડની બારમા ધોરણની અમુક પરીક્ષાઓ રદ થઈ હોવાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું તેમણે કહ્યું હતું.