CIA ALERT

Slider Archives - Page 202 of 486 - CIA Live

August 23, 2020
corona-gujarat.jpg
1min4540

22 August 2020 છેલ્લા ચોવીસ કલાકમાં નવા ૭૫૨૫૮ ટેસ્ટ સાથે રાજ્યના કુલ ટેસ્ટનો આંક ૧૬,૯૫,૩૨૫ થયો છે. જ્યારે કુલ ૮૫,૬૭૮ કેસમાંથી કુલ ૬૮,૨૫૭ ડિસ્ચાર્જ થયા છે. છેલ્લા ચોવીસ કલાકમાં વધુ ૯૮૦ દર્દીનો પણ સમાવેશ થાય છે. આ સાથે રાજ્યનો રિકવરી રેટ ૮૦ ટકા જળવાયેલો રહ્યો છે. હાલ એક્ટિવ કેસની સંખ્યા ૧૪૫૩૮ છે એમાં ૮૫ દર્દીને વેન્ટીલેટરી સપોર્ટ ઉપર રખાયા છે અને ૧૪૪૫૩ સ્ટેબલ છે.

ગુજરાતમાં કોરોના વાયરસના સંક્રમણની નવી ૧૨૦૦ દૈનિક કેસની સપાટી સતત બીજા દિવસે જળવાઇ રહી છે. પાછલા ચોવીસ કલાકમાં નવા ૧૨૧૨ કેસ સાથે રાજ્યના કુલ પોઝિટિવ કેસનો આંક ૮૫૦૦૦ને પાર થઇ ૮૫,૬૭૮ સુધી પહોંચ્યો છે. આ સમયગાળામાં સંક્રમિત લોકોને શોધવા માટે પાણો લાખ જેટલા વિવિધ ટેસ્ટ કરાયાનો પણ વિક્રમ સર્જાયો છે. બીજી તરફ  સંક્રમિત લોકોની ચાલી રહેલી સારવારમાં રાજ્યની વિવિધ હોસ્પિટલોમાં વધુ ૧૪ દર્દીના મૃત્યુ થતાં કુલ આંક ૨૮૮૩ સુધી પહોંચી ગયો છે. આ આંક ૩.૪ ટકા છે, પરંતુ સમગ્ર દેશમાં હજુ પણ ઊંચો છે.

August 23, 2020
coronaindia-1-1280x1044.jpg
1min4770

કોરોના મહામારીને લીધે લોકડાઉન કરાયેલા ભારતમાં અનલોકની સામાન્ય સ્થિતિ આવતા સમય લાગશે, પરંતુ આ દરમિયાન કેન્દ્ર સરકારે રાજ્યો સરકારોને આદેશ આપ્યા છે કે અનલોકની પ્રક્રિયા દરમિયાન કોઇપણ રાજ્યની અંદર અથવા આંતરરાજ્યોમાં વ્યક્તિઓ અને સામાનની અવર-જવર પર રોકટોક કરવી નહીં. 

કેન્દ્ર સરકાર દ્વારા તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત રાજ્યોના મુખ્ય સચિવોને મોકલવામાં આવેલા પત્રમાં કહેવામાં આવ્યુ હતું કે, કેટલાક જીલ્લાઓ અને રાજ્યો દ્વારા સ્થાનિક અવર-જવર પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો, અનલોકના દિશા-નિર્દેશને ધ્યાનમાં રાખતા ગૃહ સચિવ અજય ભલ્લાએ કહ્યુ કે, આવા પ્રતિબંધોથી માલસામાન અને સેવાઓમાં આંતરરાજ્યો અવર-જવરમાં સમસ્યાઓ પેદા થઇ રહી છે અને પૂરવઠા પર વિપરીત અસર પડી રહી છે. જેની સીધી અસર આર્થિક અને રોજગાર તંત્ર પર પણ જોવા મળી રહી છે. મુદ્દાઓને ધ્યાનમાં રાખતા તેમણે રાજ્યોને આ પ્રકારના પ્રતિબંધો ન મૂકવાના આદેશ આપ્યા હતા. અનલોક 3 ના નિયમો મુજબ આંતરરાજ્યોમાં વેપાર અને આવાગમન માટે કોઇપણ મંજૂરી કે ઇ પરમિટની જરુર હવે રહી નથી. 

કેન્દ્ર સરકારે કોરોના વાયરસના વધી રહેલા સંક્રમણને તોડવા માટે 25 માર્ચે લોકડાઉન પ્રક્રિયા લાગૂ કરી હતી, જે પછી લંબાવીને 31મે સુધી કરવામાં આવી હતી. ત્યારબાદ એક જૂનથી દેશમાં અનલોક પ્રક્રિયા શરુ કરવામાં આવી હતી. 

August 22, 2020
real_cia-1-1280x1022.jpg
2min8660

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

એન્જિનિયરિંગ અને મેડીકલ-ડેન્ટલની પ્રવેશ પરીક્ષા NEET/JEE ની તારીખો કોવિડ પેન્ડેમિકને કારણે બે વખત લંબાઇ ચૂકી છે પરંતુ, હવે સપ્ટેમ્બર 2020માં નિર્ધારિત તારીખોએ બન્ને પરીક્ષા લેવાશે જ એવી જાહેરાત નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ કરી છે. હવે પરીક્ષાર્થીઓ કે વાલીઓ એવા ભ્રમમાં ન રહે કે આ પરીક્ષાઓ હજુ પાછી ઠેલાશે.

સુપ્રીમ કોર્ટે ચાલુ સપ્તાહના સોમવારે જ NEET/JEE મુલતવી રાખવા માટેની રીટ પીટીશનને ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટે ટકોર પણ કરી હતી કે એક વર્ષનો અભ્યાસ બગાડની આ દેશે ઘણી કિંમત ચૂકવવી પડે એમ છે. સુપ્રીમ કોર્ટની ટકોરને પગલે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ હવે તબક્કાવાર શૈક્ષણિક સંસ્થાઓ, શૈક્ષણિક ગતિવિધિઓ શરૂ કરવાની દિશામાં પ્રયાસો શરૂ કરી દીધા છે.

NEET 13 સપ્ટેમ્બર 2020 / JEE 1-6 સપ્ટેમ્બર દરમિયાન લેવાશે

NEET/JEE અગાઉ ગુજરાતમાં તા.24મી ઓગસ્ટે ગુજકેટ યોજાઇ રહી છે. આમ ધો.12 સાયન્સમાં અભ્યાસ કરી ચૂકેલા વિદ્યાર્થીઓ માટે હવે નિર્ણાયક સમય આવી ચૂક્યો છે.

નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ ટ્વીટ કરીને જાણકારી આપી

NTA on Friday 21st August 2020

The Centre on Friday, 21 Aug. said that the Joint Entrance Examination (Main) and National Eligibility cum Entrance Test (undergraduate) will be conducted on September 1-6 and September 13, 2020 respectively as scheduled.

Following the Supreme Court’s order on Monday, the National Testing Agency (NTA) released the admit cards for the JEE (main) and as on Friday, 6,49,223 aspirants have downloaded theirs.

The SC in its order said, “We find that there is absolutely no justification in the prayer made for postponement of the examination in question relating to NEET UG-2020 as well as JEE (main) April, 2020. In our opinion, though there is a pandemic situation, ultimately life has to go and the career of the students cannot be put on peril for long and a full academic year cannot be wasted.”

August 22, 2020
Damanganga01.jpg
1min4340

સૌરાષ્ટ્રમાં છેલ્લાં ૧૦ વર્ષનો સૌથી વધારે જળસંગ્રહ આ ચોમાસામાં થયો છે. આ વખતે સૌરાષ્ટ્રમાં ૮૨ ટકા સંગ્રહ છે જે ગત વર્ષે ૫૨ ટકા હતું. ૨૦૧૯માં મધ્ય ગુજરાતના જળાશયોમાં ૯૨ ટકા પાણી હતું, આ વર્ષે માત્ર ૪૨ ટકા છે.

છેલ્લાં ૧૦ વર્ષના ચોમાસાના ૧૮ ઓગસ્ટ સુધીની સ્થિતિએ છેલ્લાં ૧૦ વર્ષના આંકડાઓ મુજબ, ૨૦૧૯માં સૌથી વધારે જળસંગ્રહ ૭૪ ટકા, જ્યારે સૌથી ઓછો જળસંગ્રહ ૨૦૧૩માં ૩૯ ટકા હતો. ૨૦૧૨માં સૌરાષ્ટ્રના જળાશયોમાં માત્ર ૭ ટકા સ્ટોરેજ જ્યારે ૨૦૧૪માં કચ્છમાં ૯ ટકા સ્ટોરેજ જ હતું. ઉત્તર ગુજરાતમાં ૧૦માંથી ૪ વર્ષ જળસંગ્રહ ૩૦ ટકાથી નીચે રહ્યું છે. આ વર્ષે અત્યાર સુધી કચ્છમાં ૧૫૦ ટકા વરસાદ છે, ડેમોમાં ૪૩ ટકા જળસંગ્રહ છે. ૨૦૧૯માં ૧૮ ઓગસ્ટ સુધી ૧૦૨ ટકા વરસાદ હતો અને જળસંગ્રહ ૬૧ ટકા હતો.

રાજ્યના ૧૦૧ ડેમ ૯૦ ટકાથી ઉપર ભરાતા હાઈએલર્ટ, ૯ ડેમ ૮૦ ટકાથી ૯૦ ટકા ભરાતા એલર્ટ અને ૧૪ ડેમ ૭૦ થી ૮૦ ટકા ભરાતા વોર્નિંગ જાહેર કરવામાં આવ્યા છે, જ્યારે ૮૧ ડેમમાં ૭૦ ટકાથી ઓછો જળસંગ્રહ છે. કચ્છ ઝોનમાં ૧૫૦ ટકા, ઉત્તર ગુજરાતમાં ૬૨ ટકા, પૂર્વ-મધ્યમાં ૬૬ ટકા, સૌરાષ્ટ્રમાં ૧૧૭ ટકા અને દક્ષિણ ગુજરાતમાં ૮૫ ટકા સરેરાશ વરસાદ છે.

August 22, 2020
corona-gujarat.jpg
1min4210

ગુજરાતમાં કોરોના મહામારીના છ મહિનામાં પહેલી વખત એક જ દિવસમાં ૭૨,૮૫૭ ટેસ્ટ કરાયા હતા અને એમાં અત્યાર સુધીના સૌથી વિક્રમી ૧૨૦૬ પોઝિટિવ કેસ મળ્યા છે બીજી તરફ આઇસીએમઆરની ગાઇડલાઇન્સ મુજબ ૧૩૨૪ દર્દી એક જ દિવસમાં ડિસ્ચાર્જ થયા છે. આ સાથે રાજ્યનો કુલ પોઝિટિવ કેસનો આંક ૮૪,૪૬૬ સુધી પહોંચ્યો છે જ્યારે સાજા થનારા દર્દીઓનો આંક ૬૭,૨૭૭ થતાં રાજ્યનો રિકવરી રેટ ૮૦ ટકા થઇ ગયો છે. અલબત્ત, છેલ્લા ચોવીસ કલાકમાં વધુ ૧૪ દર્દીઓના મૃત્યુ સાથે કુલ આંક ૨૮૬૯ સુધી પહોંચ્યો છે.

૮૪૪૬૬ પોઝિટિવ કેસમાંથી ૬૭૨૭૭ સાજા થતાં રિવકરી રેટ ૮૦ ટકા થયો, મૃત્યુ આંક ૨૮૬૯, સુરતમાં ૫, અમદાવાદ ૩, વડોદરા ૨, રાજકોટ, ભાવનગર, આણંદ અને પંચમહાલમાં એક એક મળી કુલ ૧૪ મૃત્યુ

છેલ્લા ચોવીસ કલાકમાં સુરત શહેરમાંથી નવા ૧૬૯ કેસ અને ગ્રામ્યમાંથી વધુ ૮૨ મળી ૨૫૧ કેસ નોંધાયા છે જ્યારે અનુક્રમે ૩ અને ૨ મળી પાંચ દર્દીના કોવિડ સંક્રમણને લીધે મૃત્યુ થયા છે. અમદાવાદ શહેરમાં સતત બીજા દિવસે દોઢસોથી વધુ કેસ એટલે કે ૧૫૬ કેસ નોંધાયા છે જ્યારે ગ્રામ્યમાંથી નવા ૨૩ કેસ ઉમેરાયા છે. અલબત્ત શહેરમાંથી જ વધુ ૩ દર્દીના મૃત્યુ થયા છે. વડોદરા શહેરમાંથી નવા ૯૭ કેસ અને ગ્રામ્યમાંથી પણ નવા ૨૩ કેસ મળી ૧૨૦ કેસ નોંધાયા છે. શહેરના વધુ બે દર્દીના મૃત્યુ થયા છે. ગાંધીનગર શહેરમાંથી નવા ૧૨ કેસ સાથે એક દર્દીનું મૃત્યુ નોંધાયું છે ગ્રામ્યમાંથી નવા ૧૫ કેસ નોંધાયા છે.

સૌરાષ્ટ્રમાં સૌથી વધારે ૬૯ કેસ જામનગર શહેરમાંથી નોંધાયા છે. જ્યારે ગ્રામ્યમાંથી ૮ કેસ નવા નોંધાયા છે. રાજકોટ શહેરમાંથી ૬૦ અને ગ્રામ્યમાંથી ૩૭ કેસ મળી ૯૭ કેસ નોંધાયા છે. રાજકોટ શહેરમાંથી વધુ એક દર્દીનું મૃત્યુ કોવિડથી થયું હોવાનું સરકારે સ્વીકાર્યું છે. જૂનાગઢમાંથી કુલ ૩૨ કેસ મળ્યા છે એમાં ગ્રામ્યમાંથી ૧૯ કેસનો સમાવેશ થાય છે. ભાવનગરમાંથી કુલ ૨૭  કેસ નોંધાયા છે એમાં પણ ગ્રામ્યમાંથી આવેલા ૧૫ કેસનો સમાવેશ થાય છે.

મધ્ય ગુજરાતમાં સૌથી વધારે આદિવાસી જિલ્લા પંચમહાલમાંથી સતત નવા કેસ મોટી સંખ્યામાં ઉમેરાઇ રહ્યા છે છેલ્લા ચોવીસ કલાકમાં નવા ૪૪ કેસ નોંધાયા છે એની સાથે કચ્છ જિલ્લામાંથી નવા ૩૮ કેસ, ભરૂચમાંથી ૩૧, અમરેલીમાંથી ૨૯ અને દાહોદ જિલ્લામાંથી ૨૮ કેસ નવા નોંધાયા છે. આ તમામ જિલ્લાઓમાં સતત કેસ વધી રહ્યા છે. આની પાછળ સરકારે સઘન ટેસ્ટીંગ, ટ્રેકિંગ અને ટ્રીટમેન્ટની પધ્ધતિ ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે એ કારણભૂત છે.

અન્ય જિલ્લાઓની સ્થિતિ જોઇએ તો, મહેસાણામાંથી નવા ૨૭ કેસ નોંધાયા છે તો બનાસકાંઠમાંથી ૨૩, મોરબીમાંથી ૨૦, ગીરસોમનાથથી ૧૭, પાટણમાંથી ૧૫, આણંદમાંથી ૧૪ કેસ નવા નોંધાયા છે. નર્મદામાંથી ૧૧ અને ખેડામાંથી ૧૦ કેસ ઉમેરાયા છે. નવસારી અને સાબરકાંઠામાંથી ૯-૯ કેસ આવ્યા છે જ્યારે બોટાદ, ડાંગ, મહીસાગર, પોરબંદરમાંથી ૮-૮ નવા કેસ નોંધાયા છે. દેવભૂમિ દ્વારકામાંથી ૬, છોટાઉદેપુરથી ૫, વલસાડમાંથી ૪, અરવલ્લી, સુરેન્દ્રનગરમાંથી ૩-૩ કેસ નવા નોંધાયા છે.

આમ, રાજ્યમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા ૧૪૩૨૦ છે જ્યારે ૮૯ દર્દીઓને વેન્ટીલેટરી સપોર્ટ ઉપર રખાયા છે અને ૧૪૨૩૧ દર્દી સ્ટેબલ છે.

August 22, 2020
corona_india.jpg
1min4250

આજરોજ તા.22મી ઓગસ્ટ 2020ને શનિવારે ભારતમાં કુલ કોરોના દર્દીઓની સંખ્યા 30 લાખને પાર કરી લેશે. વિશ્વમાં ભારત એક એવો દેશ છે જ્યાં છેલ્લા 16 દિવસમાં 10 લાખ કેસ વધ્યા. આ રીતે ભારત અમેરિકા અને બ્રાઝિલ બાદ ત્રીજા નંબરનો દેશ છે જ્યાં કૂદકે-ભૂસકે કેસ વધી રહ્યા છે.

અમેરિકા, બ્રાઝિલ અને ભારતની વાત કરીએ તો 10 લાખ કેસ સુધી પહોંચતા અમેરિકાને 98, બ્રાઝિલને 114 અને સૌથી વધુ 138 દિવસ ભારતને લાગ્યા હતા, પરંતુ, છેલ્લા મહિનામાં તો ભારતમાં સતત અને ઝડપી કેસ વધી રહ્યા છે.

20,000,00થી 30,000,00 કેસ પહોંચતા બ્રાઝિલને 23 દિવસ લાગ્યા જ્યારે અમેરિકાને 28 દિવસ લાગ્યા હતા. જ્યારે ભારતને આ આંકડો પાર કરવામાં સૌથી ઓછા (16) દિવસ લાગ્યા.

જોકે, ભારતમાં કોરોનાના કારણે થયેલા મૃત્યુનો આંકડો ટોચ પર રહેલા બાકી બે દેશો કરતા ઘણો ઓછો છે. અમેરિકામાં કોરોનાના કારણે 1.3 લાખ અને બ્રાઝિલમાં 1 લાખ કરતા વધુ લોકોનો મોત થઈ ગયા છે. જ્યારે ભારતમાં 55,858 દર્દીઓના મોત થયા છે. આ સાથે ભારતમાં એક્ટિવ કેસનો આંકડો શુક્રવારે પ્રમાણે 7 લાખ છે, જ્યારે 15 દિવસ પહેલા આ આંકડો 6 લાખ હતો. એક્ટિવ કેસ 5 લાખથી 6 લાખ થતા 9 દિવસ લાગ્યા હતા. ભારતમાં કેસ સતત વધી રહ્યા છે જેની સામે ઝડપથી દર્દીઓ સાજા પણ થઈ રહ્યા છે.

મહારાષ્ટ્રમાં સતત બીજા દિવસે 14,000 કરતા વધારે કેસ નોંધાયા છે- રાજ્યમાં 14,161 કેસ 24 કલાકમાં નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કુલ કેસનો આંકડો 6.5 લાખને વટાવી ગયા છે. શુક્રવારે 4 રાજ્યોમાં નવા કેસનો રેકોર્ડ તૂટ્યો છે જે આ પ્રમાણે છે- પશ્ચિમ બંગાળ (3,245 નવા કેસ), ગુજરાત (1,294), હરિયાણા (1,203) અને મધ્યપ્રદેશ (1,147). મધ્યપ્રદેશમાં મુખ્યમંત્રી શિવરાજસિંહ તેમના વધુ એક મંત્રીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ છઠ્ઠા મંત્રી છે જેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.


August 21, 2020
weather-forecast.jpg
1min4450

બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થતાં 22 અને 23 ઓગસ્ટે સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. આાગામી પાંચ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે.

હવાના વિભાગના જણાવ્યા પ્રમાણે, ગુજરાતમાં વરસાદનું જોર વધશે. 21 ઓગસ્ટથી વરસાદની તીવ્રતા વધશે તથા 22 અને 23 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં વધુ એક લો પ્રેશર સિસ્ટમ સર્જાતાં આગામી બે દિવસમાં ગુજરાત જળબંબાકારની સ્થિતિ સર્જાઈ તેવી સંભાવના છે.

હવાના વિભાગ મુજબ રાજ્યમાં 21 ઓગસ્ટ એટલે આજે પંચમહાલ, દાહોદ, વડોદરા, રાજકોટ, પોરબંદર, મોરબી, દ્વારકા, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, ખેડા, અમદાવાદ, આણંદ, નર્મદા જિલ્લામાં ભારે વરસાદ પડે તેવી શક્યતા છે જ્યારે 22 ઓગસ્ટે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, દ્વારકા, કચ્છ જિલ્લામાં ભારે વરસાદ પડશે.

August 21, 2020
SGCCI.jpg
1min4770

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ આગામી દિવસોમાં રેલ્વે સ્ટેશન અને ઔદ્યોગિક વિસ્તારોમાં બે લાખ માસ્ક અને એક લાખ સેનીટાઇઝરની બોટલોનું વિતરણ કરશે

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ પ્રેસિડેન્ટ શ્રી દિનેશ નાવડીયાએ જણાવ્યું હતું કે એ વાત નિશ્ચિત છે કે કોરોના વચ્ચે રહીને પણ સુરત સમેત દક્ષિણ ગુજરાતના ઉદ્યોગ, ધંધા રોજગારોની ગાડી ફરી પાટે ચઢાવવાની છે. આ પ્રયાસમાં ચેમ્બર ઓફ કોમર્સ જાન ભી હૈ જહાન ભી હૈ ની નીતની રૂએ ઉદ્યોગ ધંધા ફરી ધમધમતા થાય એ માટે પ્રયાસો કરી રહી છે તેની સાથે જ વતનમાંથી સુરત પરત ફરતા કામદારોને કોરોના પ્રોટેકશન મળે એ માટે પ્રથમ તબક્કામાં તેમને માસ્ક અને સેનિટાઇઝરનું નિશુલ્ક વિતરણ કરવામાં આવશે. હાલમાં બે લાખથી વધુ માસ્ક અને સેનિટાઇઝરનું વિતરણ હાથ ધરવામાં આવી રહ્યું છે.

તા.20મી ઓગસ્ટના રોજ ઘી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના કાર્યવાહક પ્રમુખ દિનેશ નાવડિયાની અધ્યક્ષતામાં સુરતના માસ્ક અને સેનીટાઇઝરના ઉત્પાદકો અને વિક્રેતાઓ સાથે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ ક્ષેત્રના ઉત્પાદકોએ પોતાના ધંધાને મહત્વ ન આપીને વધુને વધુ માસ્ક તથા સેનીટાઇઝર બોટલોનું દાન જાહેર કર્યું હતું.

બેઠકમાં સુરેશ ગોંડલીયા તરફથી પ૦ હજાર એન– ૯પ માસ્ક તથા ૧૧૦૦ સેનીટાઈઝર બોટલ, ધી માંગરોળ તાલુકા ઇન્ડસ્ટ્રીયલ વેલફેર એસોસીએશન તરફથી ૩૦ હજાર માસ્ક, સચીન ઇન્ડસ્ટ્રીયલ કો–ઓપરેટીવ સોસાયટી તરફથી રપ હજાર સેનીટાઇઝરની બોટલ, પાંડેસરા વિવર્સ કો–ઓપરેટીવ સોસાયટી તરફથી ૧૦ હજાર માસ્ક, સુરત જ્વેલરી મેન્યુફેકચરર્સ એસોસીએશન તરફથી ૧૦ હજાર માસ્ક, સૌરાષ્ટ્ર ટેક્ષ્ટાઇલ ટ્રેડર્સ એસોસીએશન તરફથી રપ હજાર માસ્ક અને રિનેશ ભિમાની તરફથી પ હજાર માસ્કના દાનની જાહેરાત કરવામાં આવી હતી.

પ્રથમ તબકકામાં સુરત રેલ્વે સ્ટેશન ખાતે ટ્રેનો મારફત સુરત આવતા શ્રમિકોને માસ્ક અને સેનીટાઇઝરની બોટલોનું વિતરણ કરવામાં આવશે. એના માટે ચેમ્બર દ્વારા સુરત સ્ટેશને એક બુથ બનાવવામાં આવશે તથા ચેમ્બરના સભ્યો દ્વારા માસ્ક અને સેનીટાઇઝરની બોટલોનું વિતરણ કરવામાં આવશે.બીજા તબકકામાં શહેરના ઔદ્યોગિક વિસ્તારોમાં ફરી ફરીને જાગૃતિના ભાગરૂપે શ્રમિકોને માસ્ક અને સેનીટાઇઝર બોટલોનું વિતરણ કરવામાં આવશે. હજી પણ આ પ્રોજેકટમાં જેમણે પણ રસ હોય તેમણે મોબાઇલ નંબર ૯૮રપ૪૭ર૯૦૮ ઉપર સંપર્ક સાધવા જણાવવામાં આવે છે.

August 21, 2020
pak-1280x720.jpg
1min4600

ઇંગ્લેન્ડ અને પ્રવાસી પાકિસ્તાનની ટીમ વચ્ચેની ત્રણ મેચની શ્રેણીનો ત્રીજો આખરી ટેસ્ટ આવતીકાલ શુક્રવારથી અહીંના રોસ બાઉલ સ્ટેડિયમમાં પ્રેક્ષકોની અનુપસ્થિતિમાં શરૂ થશે. શ્રેણીના પહેલા મેચમાં ઇંગ્લેન્ડનો 3 વિકેટે રોમાંચક વિજય થયો હતો. વરસાદગ્રસ્ત બીજો ટેસ્ટ મેચ ડ્રો રહ્યો હતો. આથી ઇંગ્લેન્ડની નજર ત્રીજા મેચમાં હાર ટાળીને શ્રેણી કબજે કરવા પર રહેશે. જ્યારે પાકિસ્તાને શ્રેણી 1-1થી ડ્રો કરવા માટે જીત માટે કરો યા મરોનો જંગ રમવો પડશે. મેચ ભારતીય સમય અનુસાર શુક્રવારથી બપોરે 3-00 વાગ્યાથી શરૂ થશે.’સાઉથમ્પટનના સ્ટેડિયમની વિકેટ ઝડપી બોલરોને વધુ મદદ કરે છે. મેચના ત્રણ દિવસ બાદ સ્પિનર્સ પણ ચમકે છે. આ જ સ્ટેડિયમ પર બીજો ટેસ્ટ રમાયો હતો. જો કે વરસાદને લીધે મોટાભાગની રમત વેડફાઇ ગઇ હતી.

ત્રીજા ટેસ્ટમાં પણ વરસાદના વિઘ્નની’આગાહી છે.
ઇંગ્લેન્ડનો સ્ટાર ઓલરાઉન્ડર સ્ટોકસ પારિવારિક કારણોસર ત્રીજા ટેસ્ટમાં પણ રમવાનો નથી. તેના સ્થાને જેક ક્રાઉલેને તક નિશ્ચિત છે. તેણે બીજા ટેસ્ટમાં અર્ધસદી કરી હતી. જોફ્રા આર્ચરની લગભગ વાપસી થશે. રોટેશન પોલિસી અનુસાર તેને બીજા ટેસ્ટમાં રેસ્ટ અપાયો હતો.’ પાક. ટીમને આ મેચ જીતવો હશે તો તેના ટોચના બેટધરોએ મોટી ઇનિંગ રમવી પડશે. સુકાની અઝહર અલી પાછલી ત્રણ ઇનિંગમાં ફકત 38 રન જ કરી શકયો છે. ફકત શાન મસૂદ અને બાબર આઝમ રન કરી રહ્યા છે.

August 21, 2020
corona-gujarat.jpg
1min3730

છેલ્લા 20 દિવસોથી ગુજરાતમાં રોજના 1100 ઉપર કેસ નોંધાયા છે. વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં 1175 કોવિડના કેસ નોંધાતા કુલ પોઝિટિવ કેસ 83 હજારને પાર અર્થાત 83262 થયા છે.

ગુજરાતમાં વધુ 16 દર્દીના મૃત્યુ થતાં કુલ કોરોના દર્દીનો આંક 2855 થયો છે. સારી વાત એ છે કે ગુજરાતમાં વિતેલા 24 કલાક દરમિયાન 1123 કોરોના દર્દી’ સાજા થતાં કોરોના ડિસ્ચાર્જ દર્દીનો આંક 66 હજારની નજીક અર્થાત 65953 થયો છે. ગુજરાતમાં હાલ 14454 એકિટવ કેસ છે. જેમાંથી 86 વેન્ટિલેટર પર છે.

ગુજરાતમાં નવા નોંધાયેલા 1175 કેસમાં 10 કેસ અન્ય રાજયનાં છે. જયારે સુરત શહેરમાં 163 અને ગ્રામ્યનાં 74 મળીને 233, અમદાવાદ શહેરમાં 155 અને ગ્રામ્યના 17 મળીને 172, વડોદરા 118, રાજકોટ 98, જામનગર 73, ભાવનગર 55, ગાંધીનગર 25, જૂનાગઢ 27, પંચમહાલ 42, કચ્છ 35, દાહોદ 32, મોરબી 26, અમરેલી 25, મહેસાણા 22, ભરૂચ 20, બનાસકાંઠા 18, પાટણ 15, નવસારી અને પોરબંદર 13-13, ગીર સોમનાથ 11, નર્મદા અને સાબરકાંઠા 10-10, છોટા ઉદેપુર-ખેડા અને વલસાડમાં 9-9, આણંદ અને મહીસાગરમાં 8-8, બોટાદમાં 7, સુરેન્દ્રનગરમાં 6, અરવલ્લી, દેવભૂમિ દ્વારકા અને તાપીમાં 4-4 અને અન્ય રાજ્યના 10 કેસનો સમાવેશ થાય છે. આમ આજે શહેરમાં 594 અને ગ્રામ્યમાં 571 કોરોના સંક્રમિતના કેસ નોંધાવા પામ્યા છે.’

ગુજરાતમાં સુરતમાં 7, અમદાવાદમાં 4, રાજકોટમાં 2 જ્યારે ગાંધીનગર, મહેસાણા અને વડોદરામાં 1-1 મૃત્યુ નોંધાવા પામ્યા છે.’વિતેલા 24 કલાક દરમિયાન 68,581 લેબોરેટરી ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે અત્યાર સુધીમાં સૌથી વધુ છે. જેને લઈને રાજ્યમાં કુલ ટેસ્ટનો આંક 15 લાખને પાર કરીને 15,47,210 થયો છે.