CIA ALERT

Slider Archives - Page 203 of 492 - CIA Live

September 9, 2020
corona-gujarat.jpg
1min5020

ગુજરાતભરમાંથી કોરોનાના નવા સંક્રમિત ૧૨૯૫ દર્દીઓ મળી આવ્યા છે જ્યારે સારવાર હેઠળના વધુ ૧૩ દર્દીઓના ગંભીર ચેપની અસરથી મૃત્યુ થયા છે. અલબત્ત, આ સમયગાળામાં નવા ૧૪૪૫ દર્દીઓને આઇસીએમઆરની ગાઇડલાન્સ મુજબ ડિસ્ચાર્જ કરાયા છે એ સાથે રાજ્યમાં કુલ ૧,૦૬,૯૬૬ પોઝિટિવ દર્દીઓ સામે સાજા થનારની સંખ્યા ૮૭,૪૭૯ થઇ છે એટલે કે રાજ્યનો રિવકરી રેટ ૮૧.૭૮ ટકા થયો છે. જોકે, મૃત્યુ પામનાર દર્દીઓની સંખ્યા પણ ૩૧૩૬ સુધી પહોંચી છે.

છેલ્લા ચોવીસ કલાક દરમિયાન રાજ્યમાં સૌથી વધુ સંક્રમિત એવા આઠ મહાનગરો અને એના જિલ્લાઓમાં જોઇએ તો સુરતમાંથી નવા ૨૬૫ કેસ નોંધાયા છે એમાં શહેરના ૧૭૭નો સમાવેશ થાય છે ગ્રામ્ય અને શહેરમાંથી ૩-૩ દર્દીના મૃત્યુ થયા છે. આ જ રીતે અમદાવાદમાં કુલ ૧૭૦ કેસ નોંધાયા છે એમાં શહેરના ૧૪૮ કેસનો સમાવેશ થાય છે. શહેરના વધુ ૩ દર્દીના મૃત્યુ પણ થયા છે. રાજકોટ શહેરમાંથી ૯૮ કેસ અને ગ્રામ્યમાંથી ૩૬ મળી ૧૩૪ કેસ નવા ઉમેરાયા છે. રાજકોટ શહેરના બે દર્દીના મૃત્યુ કોરોનાથી થયાનું જાહેર કરાયું છે.

વડોદરા શહેરમાંથી નવા ૮૪ અને ગ્રામ્યના ૪૦ મળી ૧૨૪ કેસ નોંધાયા છે. શહેરના એક દર્દીનું મૃત્યુ થયું છે. જામનગર શહેરમાંથી નવા ૮૩ કેસ મળ્યા છે જ્યારે ગ્રામ્યના ૧૬ કેસ છે. ભાવનગરમાંથી ૪૧ કેસ નવા ઉમેરાયા છે એમાં શહેરના ૨૬ કેસનો સમાવેશ થાય છે. જૂનાગઢમાં કુલ ૩૬ કેસ અને ગાંધીનગરમાંથી કુલ ૩૫ કેસ આવ્યા છે. ગાંધીનગર ગ્રામ્યના એક દર્દીનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ પણ થયું છે.

આ ઉપરાંત રાજ્યના અન્ય જિલ્લાઓમાં જોઇએ તો પંચમહાલમાંથી નવા ૩૪ કેસ મળ્યા છે તો કચ્છમાંથી ૩૨ કેસ ઉમેરાયા છે. પાટણમાંથી ૨૮, અમરેલીના ૨૭, મોરબીમાંથી ૨૬ અને મહેસાણામાંથી ૨૩ કેસ નવા નોંધાયા છે. બનાસકાંઠા અને ભરૂચમાંથી ૨૨-૨૨ કેસ મળ્યા છે. આ જ રીતે દાહોદ અને દેવભૂમિ દ્વારકામાંથી ૧૯-૧૯ કેસ નોંધાયા છે. આણંદ, મહીસાગર અને સુરેન્દ્રનગરમાંથી નવા ૧૫-૧૫ કેસ, ગીર સોમનાથમાંથી નવા ૧૪ કેસ ઉમેરાયા છે.

નવસારી અને તાપી જિલ્લામાંથી ૧૨-૧૨ કેસ, નર્મદા અને સાબરકાંઠમાંથી ૧૦-૧૦ કેસ, ખેડાના ૮, બોટાદ અને છોટાઉદેપુરમાંથી ૭-૭ કેસ નોંધાયા છે. વલસાડમાંથી ૬, ડાંગમાંથી ૪ અને પોરબંદરમાંથી ૩ કેસ ઉમેરાયા છે.

આમ, પાછલા ચોવીસ કલાકમાં નવા ૭૨,૦૭૬ ટેસ્ટ કરાયા હતા. જે સતત ચાર દિવસના સરેરાશ સ્તરે છે. આ સાથે કુલ આંક ૨૯,૨૫,૪૪૭ ટેસ્ટ સુધી પહોંચ્યો છે અત્યાર સુધીમાં ૧,૦૬,૯૬૬ પોઝિટિવ કેસ થવા જાય છે. હાલ એક્ટિવ કેસની સંખ્યા ૧૬૩૫૧ છે એમાં ૮૨ વેન્ટીલેટર ઉપર છે અને બાકીના ૧૬૨૬૯ સ્ટેબલ છે.

September 9, 2020
rally.jpg
1min4960

કમલમ્ માં કોરોનાના કેસો મળ્યા ત્યાં સુધી આંખો ઉઘડી નહીં

તા.8મી સપ્ટેમ્બરે ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ માં પ્રવક્ત પંડ્યા સમેત આઠેક જણા કોરોના પોઝીટીવ આવ્યાના સમાચારો બાદ ભાજપ કાર્યાલયમાં ગતિવિધિઓ પર બ્રેક લાગી, ઉલ્ટાનું તા.8મીએ પ્રદેશ યુવા પાંખની મિટીંગ પણ મોટા ઉપાડે યોજવામાં આવી, પરંતુ, બપોર બાદ ખુદ ભાજપાના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની તબિયત બગડતા ભાજપે કમલમમાં ગતિવિધિઓ પર રોક લગાડવાનું શરૂ કર્યું. ગુજરાત ભાજપના પ્રમુખ પદે સી.આર.પાટીલના આગમન પછી રાજ્યભરમાંથી મોટા પ્રમાણમાં કાર્યકરોની ભીડ પ્રદેશ કાર્યાલય કમલમ્ ખાતે કોરોનાએ દેખા દીધી છે. અહીં ચારેક જણાને કોરોના થયો છે.

કાર્યાલય મંત્રી પરેશ પટેલ, ટેલિફોન ઓપરેટર રાકેશ પંડ્યા, કર્મચારીઓને લાવવા લઇ જવા માટે ઉપયોગમાં લેવાતી કારના ડ્રાઇવર, બે સફાઇ કર્મચારીઓને કોરોના થયો છે. આને પગલે મંગળવારથી કાર્યાલયમાં તમામ ગતિવિધિઓને નિયંત્રિત કરી દેવાઇ છે. અંદર દાખલ થનારનું ટેમ્પરેચર માપવા માટે ગનનો ઉપયોગ શરૂ કરાયો છે જ્યારે સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય એ માટે પટ્ટીઓ ગોઠવવામાં આવી છે. જોકે, આ પરિસ્થિતિ વચ્ચે આજે યુવા મોરચાની બેઠક યોજાઇ હતી. જેમાં પાટીલ અનુપસ્થિત રહ્યાં હતાં. જ્યારે મંગળવારે જયદ્રથસિંહ પરમારે હાજર રહી કાર્યકરોની રજૂઆતો સાંભળી હતી.

ખુદ સી.આર. પાટીલ સપડાયા

ગુજરાત ભાજપના નવનિયુક્ત પ્રમુખ  સી.આર. પાટીલ મંગળવારે સવારે મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે બંધબારણે બેઠક કર્યા પછી એકાએક એપોલો હોસ્પિટલમાં દાખલ થયા હતાં. કોરોનાની મહામારી વચ્ચે ગયા મહિને રાજકીય મેળાવડાઓ પર પ્રતિબંધ હતો છતાંય દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને હમણાં ઉત્તર ગુજરાતમાં રેલીઓ યોજ્યા પછી પાટીલે હોસ્પિટલની વાટ પકડતાં અનેક પ્રકારની ચર્ચાએ જોર પકડ્યું છે. પાટીલે પોતે ટ્વીટ કરીને જાહેર કર્યું છે કે, તેમનો એન્ટીજેન રિપોર્ટ નેગેટિવ આવ્યો છે, પરંતુ આરટીપીસીઆર ટેસ્ટ રિપોર્ટની રાહ જોવાય છે. એક માહિતી મુજબ એમના ચેસ્ટ સીટી સ્કેન રિપોર્ટમાં સંક્રરમણ હોવાની ચર્ચા છે. જોકે, હોસ્પિટલે પાટીલ અંગે સત્તાવાર કોઇ હેલ્થ બુલેટિન બહાર પાડ્યું નથી.

અહીંથી ભાજપાની રેલીઓ-મેળાવડાઓ કોરોના કરીયર બનવા માંડ્યા

70 વર્ષીય પાટીલને ગયા મહિને જ ભાજપ નેતૃત્વએ પ્રદેશની જવાબદારી સોંપી હતી અને એ સાથે જ એમણે રાજ્યભરનો પ્રવાસ શરૂ કર્યો હતો. આ પ્રવાસને પગલે વેરાવળ તાલુકા ભાજપના મહામંત્રી કોરોનાગ્રસ્ત થયા હતા અને ટૂંકી સારવાર બાદ મૃત્યુને ભેટ્યા હતાં.. ત્યાર બાદ મજુરાના ધારાસભ્ય હર્ષ સંઘવી પાટીલની સાથે જ યાત્રામાં જોડાયા હતા, એમને ચેપ લાગ્યો હતો. ભાજપના જ સાંસદો અભય ભારદ્વાજ અને રમેશ ધડુક, ધારાસભ્યો ગોવિંદ પટેલ, અરવિંદ રૈયાણી, સુરેન્દ્રનગર ભાજપ પ્રમુખ દિલીપ પટેલ, મહામંત્રી જગદીશ મકવાણા સહિત અનેક આગેવાનો, કાર્યકરોને સંક્રમણ થયું હતું. ઉત્તર ગુજરાતની રેલીમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, મંત્રી દિલીપ ઠાકોર, ધારાસભ્યો અને સાંસદો સાથે રહ્યાં હતા. આ પૈકી મોટાભાગના ઉંમરલાયક હોવાથી એમના માટે કોરોનાનું સંક્રમણ લાગી જવાની શક્યતાઓ વધારે હતું. ઉત્તર ગુજરાતની રેલી બાદ ભાજપના પ્રવક્તા ભરત પંડ્યા કોરોનામાં સપડાતા યુ.એન. મહેતા હોસ્પિટલમાં દાખલ થયા છે.

પાટીલે જવાબદારી સંભાળ્યા પછી ગુજરાતમાં કોરોનાની કોઇ સ્થિતિ જ ન હોય એવી રીતે શરૂ કરેલા પ્રવાસ, રેલીઓ અને મેળાવડાની ચોમેરથી આકરી ટીકાઓ થઇ હતી. રાજ્યમાં સવા સો વર્ષ કરતાં વધુ સમયથી, કોમી હુલ્લડોમાં પણ નીકળતી અમદાવાદની ભગવાન જગન્નાથજીની રથયાત્રાને ટોકન સ્વરૂપે પણ યોજવા દેવાનો ઇન્કાર કરનાર રૂપાણી સરકારની આ મુદ્દે આંખમીચામણાં કરવા બદલ આકરી ટીકા થઇ હતી. ખુદ ભાજપના અનેક કાર્યકરોએ પણ આવા કપરા સમયમાં ભીડ એકત્રિત કરી સ્વાગત, રેલીઓ પ્રત્યે નાખુશી વ્યક્ત કરી હતી. છેલ્લા પાંચ મહિનાથી ભાજપ તેના કાર્યકરોના સેવાકીય કાર્યોને લઇ કોરોના વોરિયર તરીકે પ્રસ્થાપિત થવા મથામણ કરતો હતો, તે હવે કોરોના કેરિયર સાબિત થતાં શાસક પક્ષ માટે કફોડી સ્થિતિ સર્જાઇ છે.

September 7, 2020
dead-afp.jpg
1min6380

સમગ્ર ગુજરાતમાં એકમાત્ર રાજકોટમાં કોરોનાગ્રસ્ત મૃતદેહની પેથોલોજીકલ ઓટોપ્સીનો પ્રારંભ થયો છે. આ રિસર્ચ દ્વારા કોરોના વાયરસ માનવ શરીરમાં કેટલા પ્રમાણમાં અને ક્યા-ક્યાં આંતરીક અવયવો ઉપર કેવા પ્રકારની અસર કરે છે ? તે જાણી શકાશે. જેના આધારે કોરોના સંક્રમિત વ્યક્તિને કેવા પ્રકારની સારવાર જરૂરી છે તે મુજબ તેની સારવાર પધ્ધતિમાં ફેરફાર કરીને કોરોના સામેની લડાઈમાં વિજ્ય હાંસલ કરી શકાશે.

કોરોના સંક્રમણ અટકાવવા ભારત અને ગુજરાતમાં સંશોધનને વધારે મહત્વ આપવામાં આવી રહ્યું છે. તેવા સમયે રાજકોટને મળેલી પેથોલોજીકલ ઓટોપ્સી રિસર્ચની મંજુરીની’ વિગતો આપતાં પી.ડી.યુ. મેડીકલ કોલેજના ફોરેન્સિક મેડીસીન ડિપાર્ટમેન્ટના હેડ તથા કોવિડ હોસ્પિટલના એડી. સુપ્રીટેન્ડન્ટ ડો. હેતલ ક્યાડા જણાવે છે કે, કોવિડ- 19 એક નવા પ્રકારની બિમારી છે. જેની માનવ શરીર પર શું અસર થાય છે ? તેના વિસ્તૃત જ્ઞાન અને તેના સંશોધનના ભાગરૂપે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકારની સુચના અને માર્ગદર્શન હેઠળ ફોરેન્સિક મેડીસિન વિભાગ દ્વારા આ ચેપીરોગના વાયરસ દ્વારા જેનું મૃત્યુ થાય છે, તેનું શબ પરીક્ષણ (પોસ્ટમોર્ટમ) કરવામાં આવશે.

જેના દ્વારા માનવ શરીર પર થતી અસરો તથા તેને અટકાવવાના ઉપાયો જાણી શકાશે. આ ઉપાયો વડે અન્ય દર્દીની સારવાર માટેના પગલાં વધુ સુદૃઢ બનાવી શકાશે. કોરોના મહામારીને રોકવાના જે પ્રયાસો થઈ રહ્યા છે, તેના માટે આ મંજુરી માઈલસ્ટોન સાબિત થશે.

કોવિડ – 19 મહામારીના કારણે જેનું મૃત્યુ થયુ છે, તેના સગા સબંધીઓની સંમતી વિના આ કાર્ય શક્ય નથી તેમ જણાવતાં ડો. હેતલ ક્યાડા ઉમેરે છે કે, જે પરિવાર આ માટે આગળ આવશે તેમના સ્વજનના કોરોનાગ્રસ્ત મૃતદેહમાંથી જરૂરી સેમ્પલ લઈ તેના પરિક્ષણ બાદ તે મૃતકના સગા તથા બીજા કોઈને ચેપ ફેલાય નહી તે માટે સરકારશ્રીની માર્ગદર્શિકા અનુસાર તેની અંતિમવિધિ સંસ્થાની ડેડ બોડી મેનેજમેન્ટ કમિટી દ્વારા કરવામાં આવશે. આ માટે મૃતકના સગાની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે.

September 7, 2020
corona_india.jpg
1min5420

વૈશ્વિક મહામારી કોરોના વાયરસે ભારતમાં પોતાનો પ્રકોપ વધાર્યો હોય એમ દેશમાં એક દિવસમાં અત્યાર સુધીના સૌથી વધુ 90,632 લોકો કોવિડ-19માં સપડાતાં કુલ કેસની સંખ્યા પણ 41 લાખને પાર ગઈ હતી. આ દરમ્યાન 1065 દર્દીનાં મોત સાથે મૃત્યુઆંક વધીને 70,626 થઈ હતી. જોકે કોવિડ-19 વેબસાઈટ અનુસાર ભારત 41.31 લાખ કેસ સાથે વિશ્વમાં બ્રાઝિલ (41,23,000 કેસ)ને પાછળ રાખીને બીજો સૌથી વધુ સંક્રમિત દેશ બન્યો છે. દરમ્યાન, એક દિવસમાં 73,642 દર્દી આ ખતરનાક વાયરસના સંક્રમણની બહાર આવી ચૂક્યા છે. આ એક દિવસમાં સાજા થયેલાઓની સૌથી વધુ સંખ્યા છે. આ સાથે જ રિકવરી રેટ વધીને 77.32 ટકા પહોંચ્યો હતો.

સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી આંકડાઓ અનુસાર દેશમાં કુલ સંક્રમિતોનો આંક 41 લાખના ચિંતાજનક આંકને પાર કરીને 4131811 પહોંચ્યો હતો. કોવિડ-19 વેબસાઈટના આંક અનુસાર ભારત 41,31,690 કેસ સાથે બ્રાઝિલને પાછળ રાખી વિશ્વનો બીજો સૌથી વધુ સંક્રમિત દેશ બની ચૂક્યો છે. અમેરિકા 64,32,290 કેસ સાથે પહેલા ક્રમે છે.

મંત્રાલય અનુસાર વીતેલા 24 કલાકમાં વિક્રમી 73,642 દર્દી કોરોનાને મહાત આપવામાં સફળ રહેતાં હજુ સુધી સાજા થનારા દર્દીઓની સંખ્યા પણ વધીને 32 લાખ નજીક પહોંચતાં રિકવરી રેટ 77.32 ટકાએ પહોંચ્યો હતો. દેશમાં હાલમાં 8,62,320 એક્ટિવ કેસ છે. છેલ્લા બે દિવસથી સાજા થનારા દર્દીઓની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. કુલ કેસના 20.96 ટકા દર્દી એક્ટિવ છે જ્યારે મૃત્યુદર પણ વિશ્વમાં સૌથી ઓછો 1.72 ટકા છે, જે રાહતના સમાચાર છે.

દેશમાં ઓગસ્ટ મહિનાથી મહામારીના સંક્રમણમાં ચિંતાજનક ઉછાળો જોવા મળ્યો હતો. દેશમાં સાતમી ઓગસ્ટે કોવિડ-19ના દર્દીઓનો આંક 20 લાખને પાર થયો હતો જ્યારે 23 ઓગસ્ટના આ આંક 30 લાખ અને પાંચમી સપ્ટેમ્બરે 40 લાખને પાર થઈ ગયો હતો.
આઈસીએમઆર અનુસાર પાંચમી સપ્ટેમ્બર સુધી દેશમાં કુલ 4,88,31,145 સેમ્પલ લેવામાં આવ્યા હતા, જ્યારે ગઈકાલે 10,92,654 સેમ્પલ ટેસ્ટ થયા હતા.

રાજ્યમાં ક્વોરન્ટાઈન દરદીના આંકમાં 1 દી’માં અધધ 1.67 લાખનો વધારો

વિશ્વમાં કોવિડ પોઝિટિવ કેસમાં ભારત બીજા ક્રમાંકે પહોચ્યું છે. આવી જ વિકટ પરિસ્થિતિ ગુજરાતમાં પ્રવર્તી રહી છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 7,35,952 વ્યક્તિઓને ક્વોરોન્ટાઈન કરવામાં આવ્યા છે જે ગત રોજના ક્વોરન્ટાઈન દર્દીઓમાં સૌથી વધુ 1,67,952નો ઉછાળો આવ્યો છે. 7,35,952 વ્યક્તિઓના ક્વોરન્ટાઈનમાંથી 7,33,790 વ્યક્તિઓ હોમ ક્વોરન્ટાઈન જ્યારે 2162 ફેસીલીટી ક્વોરોન્ટાઈન હેઠળ છે. વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં અત્યાર સુધીમાં સૌથી વધુ 1335 કેસ નોંધાતા કુલ કેસનો આંકડો 1,04,331 પર પહોંચ્યો છે. બીજીબાજુ ગુજરાતમાં વધુ 14 કોરોના દર્દીના મૃત્યુ થતાં મૃત્યુઆંક 3100 વટાવીને 3108 થયો છે. બીજીબાજુ સૌથી વધુ સારી વાત એ છે કે, આજે ગુજરાતમાં 1212 દર્દીઓ કોરોનાને મહાત આપવામાં સફળ થતા ડિસ્ચાર્જ દર્દીનો આંક 84758 પર પહોંચ્યો છે. જેને લઈને ગુજરાતમાં સાજા થવાનો દર 81.23% પર પહોંચ્યો છે. ગુજરાતમાં ડાંગ જિલ્લા સિવાય 32 જિલ્લામાં નોંધાયેલા કુલ 1335 કેસમાં સૌથી વધુ સુરતમાં 295, અમદાવાદમાં 173, રાજકોટમાં 151, જામનગરમાં 114 જ્યારે અન્ય 28 જિલ્લામાં 50થી ઓછા કેસ નોંધાયા હતા.

જ્યારે સુરતમાં 5, અમદાવાદમાં 3, જ્યારે ગાંધીનગર, ગીર સોમનાથ, કચ્છ, મોરબી, રાજકોટ અને વડોદરામાં 1-1 મૃત્યુ નોંધાવા પામ્યા છે.’ગુજરાતમાં આજે 72,561 લેબોરેટરી ટેસ્ટ કરવામાં આવ્યા છે જેને લઈને ગુજરાતમાં કુલ થયેલા લેબોરેટરી ટેસ્ટનો આંક 27,80,861 પર પહોંચ્યો છે. ગુજરાતમાં હાલ 16,475 એક્ટિવ કેસ છે. જેમાં 92 વેન્ટિલેટર પર અને 16383 સ્ટેબલ છે.

September 7, 2020
gandhiparivar.jpg
1min5110

કોંગ્રેસમાં જારી ઘમાસાણ સતત ચાલી રહ્યું છે. કારણ કે કોંગ્રેસ હવે વધુ એક લેટર બોમ્બ સાથે પક્ષમાં થનારા વિસ્ફોટ માટે તૈયાર છે. આ વખતે પત્ર ઉત્તર પ્રદેશથી લખાયો છે. ગયા વર્ષે પક્ષમાંથી બહાર કરવામાં આવેલા નવ વરિષ્ઠ નેતાઓએ કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીને એક પત્ર મોકલ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, કોંગ્રેસ પાર્ટીને માત્ર ઈતિહાસનો ભાગ બનીને રહી જતા બચાવી લેવામાં આવે. આ સાથે પરિવારના મોહથી ઉપર ઉઠીને કામ કરવાની અપીલ કરવામાં આવી છે.

ઉત્તર પ્રદેશના પૂર્વ સાંસદ સંતોષ સિંહ, પૂર્વ મંત્રી સત્યદેવ ત્રિપાઠી, પૂર્વ વિધાયક વિનોદ ચૌધરી, ભૂધર નારાયણ મિશ્રા, નેકચંદ પાંડે, સ્વયં પ્રકાશ ગોસ્વામી અને સંજીવ સિંહના હસ્તાક્ષર ધરાવતા પત્રમાં કહેવામાં આવ્યું છે કે કોંગ્રેસ ઉત્તર પ્રદેશમાં પોતાના સૌથી ખરાબ સમયમાંથી પસાર થઈ રહી છે.’ ઉત્તર પ્રદેશના પ્રભારી સચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા ઉપર પરોક્ષ રીતે નિશાન તાકતા ચાર પેજના પત્રમાં સોનિયા ગાંધીને પરિવારથી ઉપર ઉઠવાનો આગ્રહ કરવામાં આવ્યો છે. પત્રમાં લખવામાં આવ્યુ છે કે પરિવારના મોહથી આગળ વધવામાં આવે અને પક્ષની લોકતાંત્રિક પરંપરાઓને ફરીથી સ્થાપિત કરવામાં આવે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે આશંકા છે કે રાજ્યોના મામલામાં પ્રભારી તરફથી વર્તમાન સ્થિતિ અંગે પુરતી માહિતી આપવામાં આવી રહી નથી. લગભગ એક વર્ષથી મળવા માટે એપોઈન્ટમેન્ટ માગવામાં આવી રહી છે પણ ઈનકાર કરી દેવામાં આવે છે.

નિષ્કાસન સામે પણ અપીલ કરવામાં આવી હતી પણ કેન્દ્રીય અનુશાસન સમિતિને અપીલ ઉપર વિચાર કરવાનો સમય જ મળ્યો નથી. કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ દાવો કર્યો હતો કે પક્ષના પદો ઉપર એવા લોકોનો કબજો છે જેઓ વેતનના આધારે કામ કરે છે અને પક્ષના પ્રાથમિક સભ્ય પણ નથી. નેતા પાર્ટીની વિચારધારાથી પણ પરિચિત નથી. પરંતુ તેઓને ઉત્તર પ્રદેશમાં પક્ષને દિશા આપવાની જવાબદારી સોંપવામાં આવી છે. પત્રમાં એવો પણ આરોપ મૂકવામાં આવ્યો છે કે પક્ષમાં વરિષ્ઠ નેતાઓનું અપમાન થઈ રહ્યું છે અને બહાર કરવામાં આવી રહ્યા છે. નેતાઓ અને પક્ષના કાર્યકરો વચ્ચે સંવાદની પણ કમી છે. જો વર્તમાન સ્થિતિ અંગે આંખ આડા કાન કરવામાં આવશે તો ઉત્તર પ્રદેશમાં ભારે નુકસાન થશે.

September 7, 2020
corona-gujarat.jpg
1min6930

ગુજરાતમાં કોરોનાના પોઝિટિવ કેસનો ત્રણ દિવસમાં નવો વિક્રમ સર્જાયો છે. છેલ્લા ચોવીસ કલાકમાં વધુ ૧૩૩૫ કેસ નોંધાયા છે અને ૧૪ દર્દીઓના મૃત્યુ કોવિડ-૧૯થી થયાનું જાહેર કરાયું છે. સૌથી ગંભીર સ્થિતિનો સામનો કરતાં સુરતમાં હવે પ્રવાસી શ્રમિકોનું પુન: આગમન થતાં સંક્રમણ વધ્યું છે એની સાથોસાથ ટેક્સટાઇલ માર્કેટ અને ડાયમંડ ઉદ્યોગ ધમધમતાં થતાં ફરીથી સંક્રમણે માથુ ઊચક્યું છે. સુરત શહેરમાંથી નવા ૧૮૫ કેસ તેમજ ગ્રામ્યમાંથી ૧૧૦ કેસ મળ્યા છે સાથોસાથ અનુક્રમે ૩ અને ૨ દર્દીઓના મૃત્યુ થયા છે.

દરમિયાન, રવિવારે સાંજે પાંચ વાગે પૂરાં થતાં ચોવીસ કલાકમાં અમદાવાદામંથી નવા ૧૭૩ કેસ મળ્યા છે જેમાં શહેરના ૧૫૨ કેસ છે અને વધુ ત્રણ દર્દીના મૃત્યુ થયા છે. આ જ રીતે વડોદરા શહેરમાંથી નવા ૯૦ કેસ ઉમેરાયા છે અને જિલ્લામાંથી ૩૭ કેસ મળી કુલ ૧૨૭ કેસ નોંધાયા છે. શહેરમાંથી એક દર્દીનું મૃત્યુ પણ થયું છે. ગાંધીનગરમાંથી કુલ ૪૧ કેસ નોંધાયા છે એમાં શહેરના ૨૦ કેસનો સમાવેશ થાય છે. એક મૃત્યુ પણ ગ્રામ્યમાં નોંધાયું છે.

સૌરાષ્ટ્રના હોટ સ્પોટ બનેલા રાજકોટમાંથી નવા ૧૦૧ કેસ તથા ગ્રામ્યમાંથી ૫૦ કેસ મળ્યા છે. અહીં સઘન રીતે ટેસ્ટીંગ અને કોન્ટેક્ટ ટ્રેકિંગ શરૂ કરાયું છે એના પગલે કેસ બહાર આવી રહ્યા છે. શહેરના એક દર્દીનું મૃત્યુ પણ થયું છે. રાજકોટ પછી જામનગરમાંથી આજે પણ નવા ૯૭ કેસ આવ્યા છે જ્યારે ગ્રામ્યમાંથી ૯ મળી કુલ ૧૦૬ કેસ થાય છે. ભાવનગર શહેરમાંથી ૨૭ અને ગ્રામ્યના ૨૨ મળી ૪૯ નવા કેસ ઉમેરાયા છે. જૂનાગઢમાંથી કુલ ૨૯ કેસ મળ્યા છે એમાં ગ્રામ્યના ૧૭ કેસ છે.

રાજ્યના અન્ય જિલ્લાઓમાં જોઇએ તો પંચમહાલમાંથી નવા ૩૧, કચ્છ અને મહેસાણામાંથી ૨૯-૨૯ કેસ, નર્મદા, અમરેલીમાંથી ૨૩-૨૩ કેસ નોંધાયા છે. જ્યારે ભરૂચમાંથી ૨૨ કેસ મળ્યા છે. મોરબી અને સુરેન્દ્રનગરમાંથી ૨૧-૨૧ કેસ, દાહોદમાં ૧૭ કેસ નોંધાયા છે. પાટણમાંથી ૧૬, ગીર સોમનાથમાંથી ૧૫ અને આણંદમાંથી ૧૪ કેસ નવા નોંધાયા છે. તાપીમાંથી નવા ૧૩, દેવભૂમિ દ્વારકા અને બનાસકાંઠામાંથી ૧૨-૧૨ કેસ ઉમેરાયા છે. આ સિવાય ખેડા અને નવસારીમાંથી નવા ૧૧-૧૧ કેસ, વલસાડમાંથી ૮, છોટાઉદેપુરથી ૬, મહીસાગરના ૫, અરવલ્લીમાંથી ૪ અને બોટાદ, પોરબંદરમાંથી ૩-૩ કેસ નવા ઉમેરાયા છે. કચ્છ, મોરબી અને ગીર સોમનાથમાંથી એક એક દર્દીના મૃત્યુ પણ નોંધાયા છે.

આમ, નવા ૭૨,૫૬૧ ટેસ્ટ કરાયા છે અને કુલ ટેસ્ટનો આંક ૨૭,૮૦,૬૮૧ સુધી પહોંચ્યો છે અત્યાર સુધીમાં કુલ પોઝિટિવ કેસ ૧,૦૪,૩૪૧ થયો છે જ્યારે નવા ૧૨૧૨ દર્દી સાજા થતાં કુલ ડિસ્ચાર્જ થનારનો આંક ૮૪,૭૫૮ થયો છે. અલબત્ત, મૃત્યુ આંક પણ વધીને ૩૧૦૮ થયો છે. હાલ એક્ટિવ કેસની સંખ્યા ૧૬૪૭૫ થઇ છે એમાં ૯૨ દર્દી વેન્ટીલેટર ઉપર અને બાકીના ૧૬૩૮૩ સ્ટેબલ છે.

સંક્રમણને ખાળવા આવા પગલાં લેવા કેન્દ્રની સૂચના

રવિવારે કેન્દ્રીય આરોગ્ય સચિવે ગુજરાતના સુરત જિલ્લામાં વધતાં જતાં સંક્રમણને લઇને ચિંતા વ્યક્ત કરી હતી અને તેને નાથવા માટે નવા પગલાં લેવા સરકારને સૂચના આપી છે.

  •  ચેપનિયંત્રણના કડક પગલાંઓનો અમલ અને સામાજિક અંતરના પગલાંઓનું પાલન કરવું, ચુસ્ત પરિસીમા નિયંત્રણ અને ઘરે-ઘરે સક્રિયપણે કેસ તપાસ હાથ ધરીને ચેપના ફેલાવાને મર્યાદિત કરવો.
  •  RT-PCR ટેસ્ટિંગ ક્ષમતાનો વૈકલ્પિક ઉપયોગ કરીને સમગ્ર જિલ્લાઓમાં પરીક્ષણમાં વધારો કરીને વહેલાસર કેસની ઓળખ કરવી.
  •  ઘરે આઇસોલેશનમાં રહેલા કેસો ઉપર પ્રભાવશાળી દેખરેખ અને બિમારી વધવાના કિસ્સામાં વહેલાસર હોસ્પિટલમાં દાખલ કરવા.
  •  સરળતાથી હોસ્પિટલમાં ભરતી પ્રક્રિયા અને ખાસ કરીને સહબિમારી અને વૃદ્ધ વસ્તીના કિસ્સામાં તબીબી સહાયતાની જરૂરિયાત ધરાવતાં દર્દીઓને વહેલાસર દાખલ કરવા.
  •  આરોગ્યસંભાળ કાર્યકરોને ચેપના સંપર્કમાંથી સુરક્ષિત રાખવા માટે હોસ્પિટલમાં અસરકારક ચેપ નિયંત્રણ પગલાંઓ અનુસરવા.
  •  જિલ્લા કલેક્ટરો અને અન્ય કાર્યસત્તામંડળો અત્યાર જેટલી જ સખતાઇ રાખીને મહામારીને નિયંત્રિત કરવા પોતાના પ્રયત્નો ચાલુ રાખવા માટે જિલ્લા સંબંધિત આયોજનો તૈયાર કરવા અને અદ્યતન કરશે.
September 3, 2020
modigovt.jpg
1min5550

Tweeter એ સ્વીકારી પીએમ નરેન્દ્ર મોદીની પર્સનલ વેબસાઇટના હેન્ડલને હેક થયાની વાત તપાસ ચાલી રહી છે

બુધવારે મોડી રાત્રે હેકરોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પર્સનલ વેબસાઇટના ટ્વીટર એકાઉન્ટને હેક કરી લીધું. આ દરમિયાન બિટકોઈનની માગ કરવામાં આવી હતી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ની પર્સનલ વેબસાઇટનું ટ્વીટર એકાઉન્ટ (@narendramodi_in)ને બુધવારે મોડી રાત્રે હેકરો દ્વારા હેક કરવામાં આવ્યું હતું. ત્યારબાદ થોડા સમયમાં તેમાં સુધાર પણ થઈ ગયો હતો. હવે આ મામલામાં ટ્વીટર પરફથી નિવેદન સામે આવ્યું છે, જેમાં હેકિંગની વાતનો સ્વીકાર કરવામાં આવ્યો છે. આ હેકિંગ એજ પ્રકારની હતી જેમ થોડા દિવસ પહેલા બરાક ઓબામા, એલન મસ્ક જેવી હસ્તિઓના એકાઉન્ટ હેક કરીને બિટકોઇનની માગ કરવામાં આવી હતી. 

પીએમ નરેન્દ્ર મોદીની પર્સનલ વેબસાઇટ narendramodi.in ના ટ્વીટર એકાઉન્ટ પર વેબસાઇટ સાથે જોડાયેલ અને NaMo App સાથે જોડાયેલ અપડેટ્સ શેર કરવામાં આવે છે. સમાચાર એજન્સી રોયટર્સને  આ મુદ્દે ટ્વીટરે જણાવ્યું કે, નરેન્દ્ર મોદીની વેબસાઇટના એકાઉન્ટ સાથે જે થયું છે, અમને તેની જાણકારી છે અને અમે તેને સુધારી રહ્યાં છીએ. 

બુધવારે મોડી રાત્રે આશરે 3 કલાકે @narendramodi_in એકાઉન્ટ પરથી એક ટ્વીટ કરવામાં આવ્યું હતું. જેમાં લખવામાં આવ્યું હતું કે, આ એકાઉન્ટ જોન વિક એ હેક કરી લીધુ છે. અડધી કલાકમાં એકાઉન્ટ યથાવત થઈ ગયું હતું. 

September 3, 2020
lasith-malinga-file-photo-1280x720.jpg
1min5380

શ્રીલંકાનો દિગ્ગજ ઝડપી બોલર લાસિથ મલિંગા અંગત કારણોસરનો હવાલો આપીને આઇપીએલ-2020ની યૂએઇમાં રમાનાર સિઝનમાંથી ખસી ગયો છે. ગત ચેમ્પિયન મુંબઇ ઇન્ડિયન્સે મલિંગાના સ્થાને તેની ટીમમાં ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર જેમ્સ પેટિન્સનનો સમાવેશ કર્યાંની આજે જાહેરાત કરી છે.

મલિંગાએ આજે જણાવ્યું કે અંગત કારણોસર હું આઇપીએલની વર્તમાન સિઝનમાંથી ખસી રહ્યો છું. રિપોર્ટ અનુસાર કોરોના મહામારીને લીધે તેણે આ નિર્ણય લીધો હોવાનું માનવામાં આવે છે.’ મલિંગા વર્ષોથી મુંબઈ ઇન્ડિયન્સનો મહત્વનો બોલર બની રહ્યો છે. તેણે ગત શુક્રવારે 37મો જન્મદિન મનાવ્યો હતો. તેણે આઇપીએલમાં 122 મેચમાં 170 વિકેટ લીધી છે. પાછલી સિઝનમાં તેના નામે 12 મેચમાં 16 વિકેટ હતી.

September 3, 2020
crime.jpg
1min6110

ગુજરાતમાં પણ ઉત્તરપ્રદેશની જેમ ગુંડારાજ સામે કડક કાયદાકીય જોગવાઇ ધરાવતો “ધ ગુજરાત ગુંડા એન્ડ એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ (પ્રિવેન્શન) એક્ટ’ને હવે કેબિનેટની મંજૂરી મળી ગઇ છે. આજરોજ પ્રધાનમંડળની બેઠકમાં મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ સ્વંય આ કાયદાના મુસદ્દાને વટહુકમ સ્વરૂપે રજૂ કર્યું હતું. પ્રસ્તુત કાયદાના અમલથી રાજ્યમાં ધમકી આપવા જેવા મામૂલી કિસ્સામાં પણ પોલીસને આરોપીને ઉપરોક્ત કાયદા હેઠળ હેઠળ જેલમાં પુરવાનો અધિકાર પ્રાપ્ત થશે.

મુખ્યપ્રધાન રૂપાણીએ બે દિવસ પહેલા પાસા એક્ટમાં સુધારો સુચવવા વટહુકમ લાવવાનું જાહેર કર્યા બાદ આજે ગુજરાતમાં ગુંડા એક્ટ અમલમાં લાવવા કેબિનેટની બેઠકમાં વધુ એક વટહુકમ રજુ કર્યો હતો. છેલ્લા ત્રણ વર્ષમાં સામાજિક, ધાર્મિક વ્યવસ્થાના સુચારૂ સંચાલન માટે સાત જેટલા મહત્વના કાયદાઓ અમલમાં આવી ચૂક્યા છે ત્યારે ઉત્તરપ્રદેશ જેવા રાજ્યની તર્જ ઉપર ગુંડા એક્ટ લાવવા પાછળના કારણોમાં તેમણે ગુજરાતમાં દારૂનો વેપાર, જુગાર, ગાયોની કતલ, નશાનો વેપાર, અનૈતિક વેપાર, નવ વેપાર, બાળકોની જાતિય સતામણી, બનાવટી દવાઓનું વેચાણ, વ્યાજખોરી, જમીન છિનવી લેવી, અપહરણ, ગેરકાયદે કૃત્યો, ગેરકાયદે હથિયાર જેવી અસામાજિક પ્રવૃતિઓ આચરતા ગુંડા તત્વો સામે કડક કાયદાકીય જોગવાઈ ઉભી કરવાના હેતુથી નવો અલગ કાયદો (સ્પેશિયલ એક્ટ) સરકાર દ્વારા લાવવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું.
પ્રસ્તુત વટહુકમ અંગે ગૃહ રાજ્યપ્રધાન પ્રદિપાસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ધ ગુજરાત ગુંડા એન્ડ એન્ટી સોશિયલ એક્ટીવિટીઝ ઍક્ટને મજૂરી મળતા હવે ગુજરાતમાં ગુંડાગીરી કરનારાની મિલકત જપ્ત કરી શકાશે. એટલું જ નહીં ગુંડાગીરી કરનારાને 10 વર્ષની સજા અને 50 હજાર દંડ પણ થશે. ગુંડાઓ સામેના કેસ ચલાવવા અને ઝડપી ન્યાયિક તપાસ માટે સ્પેશિયલ કોર્ટ રચાશે. ગુનો નોંધતા પહેલા રેન્જ આઇજી, કમિશનરની મંજૂરી જરૂરી છે. સાક્ષીઓને પુરતું રક્ષણ આપવામાં આવશે
આ કાયદા હેઠળ શાંતિમાં બાધક, સામુદાયિક સંવાદિતાને ખલેલ પહોંચડાવા હિંસાનો આશ્રય લેવો, પ્રજામાં ગભરાટ ફેલાવવો કે આંતક ફેલાવવો, ખંડણીના ઈરાદાથી વ્યક્તિનું અપહરણ કરવુ, નાણાં ધિરધાર અધિનિયમ હેઠળ વ્યાજ કે મુદ્દલ વસૂલાતમાં કોઈ પણ વ્યક્તિની મિલકત લઈ લેવા શારિરીક હિંસા કરવી કે ધમકી આપવી, ગેરકાયદેસર પશુધન, દારૂગોળાની હેરફેરમાં સંડોવણી જેવા ગુનાઓને પણ આવરી લેવાયા છે.
આ ઉપરાંત દારૂનો વેપાર, જુગાર, ગાયોની કતલ, નશાનો વેપાર, અનૈતિક વેપાર, માનવ વેપાર, બનાવટી દવાનું વેચાણ, લોન શાર્ક (વ્યાજ ખોર), જમીન છીનવી લેવી, અપહરણ, ગેરકાયદે કૃત્યો, ગેરકાયદેસરના હથિયારો વગેરે જેવી અસામાજિક પ્રવૃતિઓ આચરતા ગુંડા તત્વો સામે કડક કાયદાકીય જોગવાઇ ઉભી કરવાના હેતુથી નવા અલગ કાયદાની આ દરખાસ્ત કરવામાં આવી છે.’
તેમણે કહ્યું કે, ગુજરાતે તમામ ક્ષેત્રમાં વિકાસ કર્યો છે અને બીજા રાજ્યો અનુકરણ કરે એ માટે એક આદર્શ રાજ્ય તરીકે ઉદ્દભવ્યું છે. કાયદો અને વ્યવસ્થાની સુચારૂ પરિસ્થિતિ જળવાઇ રહે અને ગુંડાના કૃત્યો જાહેર વ્યવસ્થાને ખલેલ ન પહોંચાડી શકે જેથી ગુજરાત સરકારના વિકાસ પ્રયત્નોમાં ક્યારેય અવરોધ ઉભો ન થાય તે માટે હિંસા, ધમકી અને બળજબરી આચરીને કાયદાનું પાલન કરનાર નાગરીકોનું શોષણ કરતા ગુંડા તત્વોની અસામાજિક પ્રવૃતિઓને રોકવા માટે વૈધાનિક પગલું લેવાની ખાસ જરૂર હતી.

September 2, 2020
coronavirus.jpg
1min7370

19 માર્ચે ગુજરાતમાં પહેલો કેસ મળ્યો હતો, 2 સપ્ટેમ્બરે રાત્રે 8 વાગ્યે ગુજરાતમાં કોરોનાના એક્ટીવ કેસોની સંખ્યા 15948 થઈ હતી

ગુજરાતમાં કોરોના કેસોની કુલ સંખ્યા આવતીકાલ તા.3 સપ્ટેમ્બરે એક લાખની સંખ્યાને આંબી જશે. ગુજરાતમાં કોરોનાનો પહેલો કેસ તા.19મી સપ્ટેમ્બરે નોંધાયો હતો. એ પછી સતત કેસો વધી રહ્યા છે. આજરોજ તા.2 સપ્ટેમ્બરે રાત્રે 8 કલાકે રાજ્ય સરકારની સત્તાવાર માહિતી મુજબ ગુજરાતમાં કોરોનાના કુલ કેસ 99,050 થયા હતા. હાલ છેલ્લા ત્રણ દિવસથી ગુજરાતમાં દૈનિક 1300 પ્લસ નવા કેસો મળી રહ્યા છે, એ પ્રોજેકશનના આધારે તા.3 સપ્ટેમ્બરને ગુરુવારે ગુજરાતમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 1 લાખને આંબી જશે. તા.2જી સપ્ટેમ્બરની સંખ્યામાં નવા 950 કેસો ઉમેરાશે એટલે ગુજરાતમાં કોરોનાના કેસોની સંખ્યા એક લાખની સંખ્યાને પાર કરી જશે.

ગુજરાતમાં કોરોના પીક પસાર થયો નથી. જોકે, ગુજરાતમાં કોરોના રીકવરી રેટ 80 ટકાની આસપાસ હોઇ, થોડી રાહત જણાય રહી છે. કોરોનાથી મૃત્યુ પામનારા દર્દીઓની સંખ્યા 3048 થઇ છે. જ્યારે તા.2 સપ્ટેમ્બરની રાત્રે જ ગુજરાતમાં કોરોનાના કુલ એક્ટીવ કેસોની સંખ્યા 16000 થઇ હતી.

તા.2જી સપ્ટેમ્બરે રાત્રે 8 કલાકે પૂરા થયેલા છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ગુજરાતમાં કોરોનાના કુલ 74,523 ટેસ્ટ કરવામાં આવ્યાં હતાં. આ સંખ્યા ઉમેરાત હવે ગુજરાતમાં કોરોના ટેસ્ટસની સંખ્યા 24,84,429 થઇ છે.

2જી સપ્ટેમ્બરના દિવસ દરમિયાન રાજ્યમાં 1305 નવા દર્દીઓ સામે 1141 દર્દીઓ સ્વસ્થ થયા છે. જેથી સ્વસ્થ દર્દીઓનો આંકડો પણ 80,054 એ પહોંચ્યો છે. રાજ્યની વસ્તીને ધ્યાનમાં લેતા દસ લાખની વસ્તી સામે પ્રતિ દિવસે 1146.50 ટેસ્ટ થાય છે.

તા.2 સપ્ટેમ્બરે રાત્રે 8 કલાકે દેશના અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં કોરોનાની સ્થિતિ

corona