CIA ALERT

Slider Archives - Page 201 of 492 - CIA Live

September 17, 2020
babri.jpg
1min6070

લખનઊની ખાસ સીબીઆઇની અદાલત ૩૦મી સપ્ટેમ્બરે બાબરી મસ્જિદ કેસનો ચુકાદો જાહેર કરવાની છે.

આ કેસમાં ભાજપના પીઢ નેતા લાલકૃષ્ણ અડવાણી, ઉમા ભારતી, મુરલી મનોહર જોશી અને કલ્યાણસિંહ સહિત ૩૨ આરોપીને ચુકાદાના દિવસે કોર્ટમાં હાજર રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ કેસના આરોપીઓ દ્વારા ટ્રાયલ કોર્ટને જણાવાયું છે કે પોતે આ કેસમાં નિર્દોષ હોવાના દસ્તાવેજી પુરાવા તેઓ કોર્ટમાં રજૂ કરશે.

સીબીઆઇની ખાસ અદાલતે ગત સપ્તાહ દરમિયાન ૩૨માંથી ૩૧ આરોપીના નિવેદન નોંધ્યા હતા. બાબરી મસ્જિદ તોડવાનું ષડ્યંત્ર ભાજપના પીઢ નેતાઓ દ્વારા રચાયું હોવાના કેસની સીબીઆઇની અદાલતમાં સુનાવણી ચાલી રહી છે.

સુપ્રીમ કોર્ટે શુક્રવારે આ કેસનો ચુકાદો ૩૧મી ઑગસ્ટ પહેલા જાહેર કરવાનો આદેશ ટ્રાયલ કોર્ટને આપ્યો હતો.

ભાજપ અને સંઘ પરિવારના લાલકૃષ્ણ અડવાણી, ઉમા ભારતી, મુરલી મનોહર જોશી અને કલ્યાણસિંહ જેવા પ્રમુખ નેતાના નામ આરોપી તરીકે દાખલ કરવામાં આવ્યા હતા.

અયોધ્યામાં આવેલી ૧૬મી સદીની બાબરી મસ્જિદને ૬ ડિસેમ્બર, ૧૯૯૨ના દિવસે કરસેવકોએ તોડી પાડી હતી. સીબીઆઇના એસ. કે. યાદવે લખેલા પત્રની નોંધ લઇને જસ્ટિસ રોહિન્ટન એફ. નરીમાનની અધ્યક્ષતાવાળી ખંડપીઠે વીડિયો કોન્ફરન્સ દ્વારા જણાવ્યું હતું કે અમે એ વાતની નોંધ લીધી છે કે શ્રીમાન યાદવ આ કેસનો ઝડપથી નિકાલ થાય એ માટે ઘટતું કરી રહ્યા છે, પણ અગાઉ આપેલો સમય અને ત્યાર બાદ આપવામાં આવેલા વધારાના સમયગાળાને ધ્યાનમાં લેતા હવે આ કેસની પૂર્ણાહૂતિ કરવાની અને ૩૧મી ઑગસ્ટ ૨૦૨૦ સુધીમાં કેસનો ચુકાદો આપવો જરૂરી છે.

ખંડપીઠે વધુમાં જણાવ્યું હતું કે યાદવે વીડિયો કોન્ફરન્સની સુવિધાનો લાભ લઇને પુરાવા મેળવવાની પ્રક્રિયા પૂરી કરવી જોઇએ અને કેસનો ચુકાદો આપવામાં આવેલા સમયગાળામાં જાહેર કરવો જોઇએ.

ગયા વર્ષે જુલાઇમાં સુપ્રીમ કોર્ટે જજ યાદવના કાર્યકાળને લંબાવવાનો આદેશ ઉત્તર પ્રદેશની સરકારને આપ્યો હતો, જેથી ૨૫ વર્ષ જૂના કેસની પૂર્ણાહૂતિ લાવી શકાય. ૩૦મી સપ્ટેમ્બરે યાદવ નિવૃત્ત થવાના હતા.

ટ્રાયલ જજને આપવામાં આવેલી બે વર્ષની ડૅડલાઇન પણ સુપ્રીમ કોર્ટે લંબાવી હતી.

રાયબરેલીની મેજિસ્ટ્રેટ કોર્ટમાં ચાલી રહેલા કેસને સુપ્રીમ કોર્ટે ૨૦૧૭માં સીબીઆઇની લખનઊની ખાસ અદાલતમાં સંયુક્ત ટ્રાયલ માટે ટ્રાંસફર કર્યો હતો.

સુપ્રીમ કોર્ટે સીબીઆઇના જજને રોજેરોજ સુનાવણી કરીને બે વર્ષની અંદર આ કેસનો ચુકાદો જાહેર કરવાનો આદેશ આપ્યો હતો. આ સાથે જજની બદલી અને કેસની સુનાવણીમાં તારીખ પાડવા પર મનાઇ ફરમાવી હતી.

આ મામલે કોઇ ફરિયાદ હોય તો એ સુપ્રીમ કોર્ટને જણાવવાની હતી. આ સાથે આ આદેશનું સખતાઇથી પાલન કરવાની તાકિદ કરવામાં આવી હતી.

રાયબરેલીના કેસમાં ભાજપના નેતાઓ પર એવો આરોપ લગાવવામાં આવ્યો હતો કે એમણે આપેલા ભડકાવનારા ભાષણને લીધે રાષ્ટ્રની એકતા પર ખતરો ઊભો થયો અને લોકોમાં દુશ્મનાવટ થઇ.

લખનઊ કેસમાં સીબીઆઇ લાખો અજ્ઞાત કરસેવકો, મસ્જિદ તોડવાના કૃત્ય અને હિંસાની તપાસ કરી રહી છે.

આ બંને કેસ સંયુક્ત કરવાથી અને ષડ્યંત્રના આરોપ દાખલ કરવાથી આરોપી નેતાઓ સામે સીબીઆઇએ ૫ ઑક્ટોબર, ૧૯૯૩માં દાખલ કરેલા કેસ પ્રમાણે કામ ચલાવવામાં આવશે.

September 17, 2020
massy.jpg
1min5510

આર્જેન્ટિના અને બાર્સિલોના કલબના સ્ટાર ફૂટબોલર લિયોનલ મેસ્સીએ કમાણીના મામલે ફરી એકવાર તેના નજીકના હરીફ ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને પાછળ રાખી દીધો છે. ફોર્બ્સની 2020ની સૌથી વધુ કમાણી કરતા ફૂટબોલ ખેલાડીઓની સૂચિમાં મેસ્સી 126 મિલિયન ડોલર (927.પ કરોડ રૂપિયા) સાથે ટોચ પર છે. મેસ્સીએ પોર્ટૂગલના ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને બ્રાઝિલના નેમાર સહિતના તમામ સ્ટાર ફૂટબોલરોને પાછળ રાખીને સતત બીજા વર્ષે ટોચનું સ્થાન હાંસલ કર્યું છે.
બાર્સિલોના કલબના કેપ્ટન લિયોનલ મેસ્સીએ 92 મિલિયન ડોલર (677 કરોડ)થી વધુની કમાણી સેલેરીથી કરી છે. જ્યારે 34 મિલિયન ડોલર (2પ0 કરોડથી વધુ) એન્ડોર્સમેન્ટથી મેળવ્યા છે. તે 2019માં સૌથી વધુ કમાણી કરનારો ફૂટબોલ ખેલાડી હતો.
મેસ્સી બાદ બીજા નંબર પર પોર્ટૂગલ અને યુવેટન્સનો ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડો છે. તેની વર્ષ 2020ની કમાણી 117 મિલિયન ડોલર (861 કરોડ રૂપિયાથી વધુ) છે. જેમાં 70 મિલિયન ડોલર (પ1પ.3 કરોડ રૂપિયા) સેલેરીમાંથી મળ્યા છે. જ્યારે 47 મિલિયન ડોલર (34પ કરોડ) એન્ડોર્સમેન્ટના છે.
ત્રીજા નંબર પર બ્રાઝિલ અને પેરિસ સેન્ટ જર્મન કલબનો ખેલાડી નેમાર છે. તેની કમાણી 96 મિલિયન ડોલર (706 કરોડ રૂપિયા) છે. જેમાં 78 મિલિયન ડોલર (પ74 કરોડ રૂપિયાથી વધુ) સેલેરીના છે. જ્યારે 18 મિલિયન ડોલર (132 કરોડ) એન્ડોર્સમેન્ટના છે. ફીફા વર્લ્ડ કપમાં ચમત્કારિક દેખાવ કરનાર ફ્રાંસનો ખેલાડી કિલિયન એમ્બાપે ફોર્બ્સની આ સૂચિમાં ચોથા સ્થાને છે. તેની 2020ની કમાણી 42 મિલિયન ડોલર(309 કરોડ રૂપિયા) આંકવામાં આવી છે. જેમાં 28 મિલિયન ડોલર (206 કરોડ) સેલેરીના છે અને 14 મિલિયન (103 કરોડ રૂપિયાથી વધુ) એન્ડોર્સમેન્ટના છે.
ઇજીપ્તનો મોહમ્મદ સલાહ 37 મિલિયન ડોલર (272 કરોડ) સાથે પાંચમા નંબર પર છે. આ ઉપરાંત ટોપ ટેનમાં ફ્રાંસનો પોલ પોગ્બા છઠ્ઠા, બાર્સિલોનાનો એટોઇનો ગ્રીજમેન સાતમા, રિયાલ મેડ્રિડનો વાલે ગારેથ બેલ આઠમા, બાર્યન મ્યુનિચનો સ્ટ્રાઇકર રોબર્ટ લેવન્ડોસ્કી નવમા અને માંચેસ્ટર યૂનાઇટેડનો ડેવિડ ડિ ગિયા દસમા સ્થાને છે.

September 16, 2020
corona_india.jpg
1min5680

તા.16મી સપ્ટેમ્બર 2020ના રોજ સવારે ભારતમાં કોરોના કેસોની સંખ્યા 50 લાખને પાર કરી ગઇ હતી. અમેરીકા પછી સૌથી વધુ કેસો ભારતમાં મળી રહ્યા છે. ઓગસ્ટ 2020 પછી સૌથી વધુ દૈનિક કેસો ભારતમાં જ મળી રહ્યા છે.

૨૪ કલાકમાં દેશમાં કોરોનાના નવા ૮૩,૮૦૯ કેસ નોંધાતા કોરોનાના કેસની કુલ સંખ્યાનો આંક રવિવારે ૪૯ લાખને પાર કરી ગયો હતો, એમ કેન્દ્રના આરોગ્ય ખાતા દ્વારા બહાર પાડવામાં આવેલી યાદીમાં જણાવવામાં આવ્યું હતું.

છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોનાને કારણે વધુ ૧૦૫૪ જણનાં મૃત્યુ થયાં હતાં.

દેશમાં કોરોનાને કારણે મૃત્યુ પામેલા લોકોનો આંક ૮૦,૭૭૬ પર પહોંચ્યો હોવાનું તેમણે કહ્યું હતું.

દેશમાં કોરોનાનો મૃત્યુદર ઘટીને ૧.૬૪ ટકા થઈ ગયો હોવાનું તેમણે કહ્યું હતું. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના ૪૯,૩૦,૨૩૬ કેસ નોંધાયા છે અને તેમાંથી ૩૮,૫૯,૩૯૯ દરદી સાજા થઈ ગયા છે. કોરોનાના દરદીઓના સાજા થવાની ટકાવારી ૭૮.૨૮ ટકા જેટલી હોવાનું તેમણે કહ્યું હતું. કોરોનાના કેસની સંખ્યા એક લાખ પર પહોંચતા ૧૧૦ દિવસ લાગ્યા હતા, પરંતુ કેસની સંખ્યા દસ લાખ પર પહોંચતા માત્ર ૫૦ દિવસ જ લાગ્યા હતા. ૭ ઑગસ્ટે ભારતમાં કોરોનાના કેસનો

આંક ૨૦ લાખ, ૨૩ ઑગસ્ટે ૩૦ લાખ તેમ જ પાંચ સપ્ટેમ્બરે ૪૦ લાખને વટાવી ગયો હતો.

દેશમાં કોરોનાના હજુ પણ ૯,૯૦,૦૬૧ કરતા વધુ સક્રિય કેસ છે જે કોરોનાના કુલ કેસની ટકાવારીના ૨૦ ટકા જેટલી હોવાનું તેમણે કહ્યું હતું.

આઈસીએમઆરના જણાવ્યાનુસાર ૧૫ સપ્ટેમ્બર સુધીમાં દેશમાં કોરોનાના ૫,૮૩,૧૨,૨૭૩ જેટલા નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોનાને કારણે નોંધાયેલા કુલ ૧૦૫૪ મૃત્યુમાં મહારાષ્ટ્ર ૩૬૩, કર્ણાટક ૧૧૯, પંજાબ ૬૮, ઉત્તર પ્રદેશ ૬૨, આંધ્ર પ્રદેશ ૬૦, પ. બંગાળ ૫૮, તમિળનાડુ ૫૩, મધ્ય પ્રદેશ ૨૯, દિલ્હી ૨૬, હરિયાણા ૨૫, છત્તીસગઢ ૧૮, ગુજરાત અને જમ્મુ-કાશ્મીર પ્રત્યેકમાં ૧૭, કેરળ અને ઉત્તરાખંડ પ્રત્યેકમાં ૧૫, રાજસ્થાન અને ગોવા પ્રત્યેકમાં ૧૪, આસામ ૧૩, ઓડિશા ૧૧, તેલંગણા ૧૦, બિહાર અને પુડુચેરી પ્રત્યેકમાં ૦૯, ત્રિપુરા ૦૭, ઝારખંડ ૦૬, ચંડીગઢ અને હિમાચલ પ્રદેશ પ્રત્યેકમાં ૦૫, સિક્કિમ ૦૨, આંદામાન-નિકોબાર ટાપુ, અરુણાચલ પ્રદેશ, મેઘાલય અને લદાખ પ્રત્યેકમાં ૦૧ મૃત્યુનો સમાવેશ થાય છે.

દેશભરમાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં ૮૦,૭૭૬ લોકોનાં મોત નીપજ્યાં છે અને કુલ ૨૯,૮૯૪ મૃત્યુ સાથે મહારાષ્ટ્ર મોખરે છે.

જૉન્સ હૉપ્ક્ધિસ યુનિવર્સિટીના જણાવ્યાનુસાર કોરોનાની રિકવરીને મામલે ભારત વિશ્ર્વમાં ટોચના સ્થાને છે તો બ્રાઝિલ અને અમેરિકા અનુક્રમે ત્યાર પછીના સ્થાને છે.

અમેરિકા બાદ કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત થયેલા દેશમાં ભારતનો નંબર આવે છે.

કોરોનાને કારણે અમેરિકામાં સૌથી વધુ લોકોનાં મૃત્યુ થયા છે તો ભારત આ યાદીમાં અમેરિકા અને બા્રઝિલ પછીના એટલે કે ત્રીજા સ્થાને છે.

ઓક્ટોબરના પહેલા અઠવાડિયા સુધીમાં દેશમાં કોરોનાના કેસની સંખ્યા ૭૦ લાખથી વધી જશે તેમ જ કોરોનાના કેસને મામલે ભારત અમેરિકાને પાછળ રાખી દઈ ટોચના સ્થાને પહોંચી જાય તેવી શક્યતા હોવાની હૈદરાબાદસ્થિત ‘બિટ્સ પિલાની’નામની સંસ્થાના સંશોધકોની ટુકડીએ જાહેરાત કરી છે.

દરમિયાન, કોરોનાની રસી ન શોધાય ત્યાં સુધી સાવચેત રહેવાનું અને કોઈપણ પ્રકારની બેદરકારી ન દાખવવાનું વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને જણાવ્યું છે.

September 16, 2020
Remya-Mohan-IAS-GJ-Indian-Bureaucracy.jpg
1min5770

કોરોનાનો કહેર સમાજના દરેક લોકો પર એકધારો વરસી રહ્યો છે. આજરોજ રાજકોટ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન પણ કોરોના સંક્રમિત થતા કલેક્ટર કચેરી અને અધિકારીગણમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

કલેક્ટર રેમ્યા મોહન છેલ્લા છ મહિનાથી એકધારા કોરોનાને કાબુમાં લેવા દોડધામ કરી રહ્યા હતા. આજે પણ કોરોના સંદર્ભે યોજાયેલી બેઠક બાદ તેમની તબિયત પ્રતિકુળ જણાઈ હતી. ગળામાં બળતરા થતા તેમણે કોરોનાનો એન્ટીજન ટેસ્ટ કરાવ્યો હતો. જે પોઝિટીવ આવ્યો હતો. તેમણે કોરોનાની પ્રાથમિક સારવાર સરકારી હોસ્પિટલમાં લીધી હતી અને બાદમાં હોમ આઈસોલેટ થયા હતા.

કલેક્ટરને કોરોનાના હળવા એ સિમ્ટોમેટિક લક્ષણો જણાયા છે. નાદુરસ્તી છતાં રજા પર ઉતરવાને બદલે કલેક્ટરે 14 દિવસ સુધી ક્વોરન્ટાઈન પીરીયડ દરમિયાન ઘરેથી જ વહીવટી કામગીરી કરવાનો નિર્ધાર કર્યો છે. તેમજ તેમની સાથે તાજેતરમાં સંપર્કમાં આવેલા લોકોને કોરોના ટેસ્ટ કરાવવા અનુરોધ કર્યો છે.

સમાજના એક પછી એક પ્રતિષ્ઠિત લોકોને સંક્રમિત કરતા કોરોનાએ આજે જાણીતા વકીલ અને રાજકોટ બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ અનીલભાઈ દેસાઈને પણ સંક્રમિત કર્યા છે. તેમને કોરોનાના હળવા લક્ષણો છે અને હોમ ક્વોરન્ટાઈન થયા છે.

ગઈકાલે રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી તેમજ રાજકોટ જિલ્લા બેંકના ચેરમેન જયેશ રાદડીયા કોરોના પોઝિટીવ જાહેર થયા હતા. નોંધનીય છે કે છેલ્લા એક સપ્તાહમાં જિલ્લા બેંકમાં વડી કચેરીમાં પ સહિત વિવિધ ર00 જેટલી શાખામાં કુલ 18 કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા છે.  

September 15, 2020
sabji_market-1280x720.jpg
1min5750
file photo

કોરોનાને કારણે કામધંધાની ગતિ ધીમી પડી ગઈ હોવાથી આર્થિક મંદી પણ ઊભી થઈ છે, લોકોની આવકમાં ઘટાડો થયો છે, પગાર પણ કપાઈને મળી રહ્યા છે ત્યારે આવી આર્થિક સ્થિતિ વચ્ચે શાકભાજીના અચાનક વધી ગયેલા ભાવે સુરતીઓને ચિંતામાં મૂકી દીધા છે.

ગૃહિણીઓનું મન્થ્લી બજેટ કોરોનાને કારણે પહેલાં જ હલબલી ગયું છે અને છેલ્લા બારેક દિવસથી શાકભાજીના ભાવમાં ૧૦થી ૧૫ ટકા હોલસેલ માર્કેટમાં વધારો થતાં બજેટ કઈ રીતે જાળવવું એ સમજાઈ નથી રહ્યું. જોકે રાહતની એ વાત પણ છે કે કદાચ વીસેક દિવસ પછી આ ભાવ નીચે જઈ શકે એવી શક્યતા છે, પરંતુ નવરાત્રિમાં પાછા ભાવ વધી શકે એ શક્યતાને પણ નકારી શકાય એમ નથી.

કોરોના અને એને કારણે થયેલા લૉકડાઉનને લીધે વેપારીઓને રૂપિયાની કમાણી નથી અને નોકરિયાત પાસે ક્યાં તો નોકરી નથી અને ક્યાં તો નોકરીમાં કપાતી સૅલેરીમાં કામ કરવું પડે છે ત્યારે શાકભાજીના ભાવમાં થયેલો તોતિંગ વધારો પડેલા પર પાટુ જેવો છે. આમાં ખરો મરો થાય છે મિડલ-ક્લાસનો.

શાકભાજીના ભાવમાં અચાનક થયેલા વધારા વિશે વાત કરતાં સુરત ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના આગેવાને જણાવ્યું હતું કે ‘લૉકડાઉન પહેલાં માર્કેટમાં 400 પ્લસ જેટલી ટ્રકો દરરોજ આવતી હતી, પરંતુ હાલમાં 250 ટ્રક જ આવી રહી છે. હાલમાં વરસાદને લીધે સારો માલ ઓછો અને ખરાબ માલ વધુ આવી રહ્યો હોવાથી છેલ્લા ૧૦-૧૨ દિવસથી અચાનક શાકભાજીના ભાવમાં ૧૦થી ૧૫ ટકાનો હોલસેલ માર્કેટમાં વધારો થયો છે. અચાનક પડી રહેલા વરસાદને કારણે પાકને પણ નુકસાન થઈ રહ્યું છે.’

એપીએમસી માર્કેટમાં શાકભાજીના ભાવ વધતાં રીટેલ માર્કેટમાં અનેક ઠેકાણે ગ્રાહકો પાસેથી મન ફાવે એ ભાવ વસૂલાઈ રહ્યા છે. ટમેટાં ૫૦થી ૭૦ રૂપિયા કિલો, ફ્લાવર ૪૦થી ૭૦ રૂપિયા કિલો, કોથમીર ૩૦ રૂપિયા ઝૂડી એ રીતે મન ફાવે એવા ભાવ ગ્રાહકો પાસે લેવાઈ રહ્યા છે. ગ્રાહકો નાછૂટકે વધુ ભાવ ચૂકવીને પણ શાકભાજી ખરીદવા મજબૂર છે.

September 15, 2020
m2.jpg
1min5530
Peanut

સરકાર દર વર્ષની માફક લાભપાંચમથી મગફળીની ટેકાના ભાવની ખરીદી કરશે તેવી જાહેરાત પછી વ્યાપક વિરોધ થતાં સરકારે એક મહિનો વહેલી 21 ઓક્ટોબરથી ખરીદીનો આરંભ કરવાની નવી જાહેરાત કરી છે.
અગાઉ સરકારે લાભ પાંચમ અર્થાત્ 19 નવેમ્બરના રોજથી ખરીદી કરવા જાહેરાત કરી હતી. જોકે આ વર્ષે અધિક માસ છે એટલે આ દિવસ આડે સવા બે મહિના બાકી હતા. એ દરમિયાન હજારો ખેડૂતોની મગફળી સસ્તામાં વેચાઈ જવાનો ભય હતો. પરિણામે વેપારીઓ અને કિસાન સંઘ દ્વારા દ્વારા આકરી પ્રતિક્રિયા આપીને વહેલી ખરીદી માટે રજૂઆત કરવામાં આવી હતી. તે’ સફળ થઈ છે. કૃષિ મંત્રી આર સી ફળદુએ કરેલી જાહેરાત પ્રમાણે હવે 21 ઓક્ટોબરથી ખરીદીનો આરંભ થશે.
એ માટે 1 ઓક્ટોબરથી ખેડૂતોનાં નામની નોંધણી કરવામાં આવશે. 20 દિવસ નામ નોંધ્યા પછી ખરીદી કરાશે. 90 દિવસ સુધી સરકાર ખેડૂતોની મગફળી ટેકાના ભાવથી ખરીદશે. નાફેડ દ્વારા પુરવઠા નિગમ મારફતે ખરીદી કરવામાં આવશે.
તેમણે કહ્યું કે, ચાલુ વર્ષે વર્ષાઋતુમાં સારો વરસાદ થવાના પરિણામે રવી અને ઉનાળુ સીઝનમાં પણ ખેડૂતો વધુ વાવેતર કરી શકશે. રાજ્યમાં મગફળીની ખરીદી મણે રૂ. 1055ના ભાવે કરાશે. મગફળીની ખરીદી બાદ કઠોળ પાકોની પણ ટેકાના ભાવે ખરીદી કરવાનું રાજ્ય સરકારનું આયોજન છે.

September 15, 2020
mps.jpg
1min4870

સોમવારના રોજ સંસદના ચોમાસા સત્રની શરૂઆત થઈ ચૂકી છે, સંસદ શરૂ થાય તે પહેલા લોકસભાના 17 સાંસદ કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. આ સાંસદોનો કોરોનાનો રિપોર્ટમાં 13 અને 14 સપ્ટેમ્બરના રોજ સંસદ ભવનમાં કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. કોરોના સંક્રમિત 17 સાંસદોમાં સૌથી વધારે 12 સાંસદ ભારતીય જનતા પાર્ટીના છે. YRS કોંગ્રેસના બે, શિવસેના, DMK અને RLPના એક-એક સાંસદનો સમાવેશ થાય છે.

નોંધનીય છે કે સંસદના ચોમાસા સત્ર શરૂ થાય તે અગાઉ નિયમ બનાવવામાં આવ્યો હતો કે તમામ કર્મચારી તેમજ સાંસદ સભ્યોનો કોરોનાનો રિપોર્ટ કરવામાં આવશે. રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ જ તેમને પરિસરમાં પ્રવેશ કરવા માટેની પરવાનગી આપવામાં આવશે. તેમજ તે રિપોર્ટ 72 કલાકથી વધારે પહેલાનો ન હોવો જોઈએ.

ચોમાસુ સત્ર શરૂ થાય તે અગાઉ બંને સદનોના ઘણા બધા ઉંમરલાયક સાસંદોએ કોરોના મામલે ચિંતા વ્યક્ત કરી હતી. તેમનું કહેવું હતું કે સત્ર શરૂ થાય તે અગાઉ ગાઈડલાઈન્સનું પાલન થશે તો પણ દરેક સમયે પરિસરમાં ઓછામાં ઓછા 2000 લોકો હાજર રહેશે.

નોંધનીય છે કે દેશમાં કોરોના વાયરસની મહામારી શરૂ થઈ ત્યારથી ચોમાસુ સત્ર શરૂ થયુ ત્યાં સુધીમાં કેન્દ્રીય મંત્રી અને બંને સદનોના કુલ મેળવીને લગભગ બે ડઝન જેટલા સાંસદો કોરોના વાયરસથી સંક્રમિત થઈ ચૂક્યા છે. લોકસભામાં તમિલનાડુના સાંસદ એચ વસંતકુમારનું તો કોરોના વાયરસના સંક્રમણના કારણે નિધન પણ થઈ ચૂક્યું છે.

September 14, 2020
amitabh-bachchan-on-alexa-887240-1600061937.jpg
1min9540

અમેઝોન ઇન્ડિયાના હેડ અમિત અગરવાલે ટ્વીટ કરીને એક એવી હિન્ટ આપી છે કે વિશ્વભરમાં પ્રચલિત બનેલા એમોઝોનના આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ ડિવાઇઝ એલેક્ઝા કે જે યુઝરને કોઇપણ પ્રશ્નનો ઉત્તર આપીને તેનું પાલન કરે છે તેના પર એકાદ વર્ષમાં અમિતાભ બચ્ચન હિન્દીમાં જવાબો આપવા માંડશે.

અમેઝોન સાથે એલેક્ઝા ડિવાઇસમાં અમિતાભ બચ્ચને વોઇશ શેરીંગ અંગેની પાર્ટનરશીપ રચી છે અને હવે અમિતાભ બચ્ચનના વોઇસ ઇનપુટ્સ એલેક્ઝાના પ્રોગ્રામિંગ માટે લેવામાં આવશે. એકાદ વર્ષમાં અમિતાભ બચ્ચનના સ્વરમાં ભારતીય ભાષા હિન્દીમાં એલેક્ઝા પરથી યુઝરને જવાબો મળશે.

बॉलीवुड ऐक्टर अमिताभ बच्चन ने Amazon के साथ पार्टनरशिप की है. इस पार्टनरशिप के तहत भारत में पहली बार Alexa सेलिब्रिटी वॉयस में उपलब्ध होगा.

Amazon India के मुताबिक़ कस्टमर्स भारत में अमिताभ बच्चन की आवाज़ Alexa में पा सकेंगे. इसके लिए अमिताभ बच्चन वॉयस एक्सपीरिएंस ख़रीदना होगा. हालांकि ये फ़ीचर अगले साल से उपलब्ध होगा.

Amazon India ने कहा है कि Amazon Alexa की टीम अमिताभ बच्चन के साथ मिल कर काम करेगी ताकि उनकी वॉयस को Alexa के लिए बेहतर तरीक़े से कैप्चर किया जा सके.

अमिताभ बच्चन की वॉयस में Alexa के पॉपुलर वॉयस कमांड्स मिलेंगे. जैसे जोक्स, वेदर, शायरी, मोटिवेशनल कोट्स और ऐडवाइस अमिताभ बच्चन की वॉयस में उपलब्ध होंगे.

Alexa वॉयस एक्सपीरिएंस के लिए इस पार्टनरशिप पर अमिताभ बच्चन ने कहा है कि ये इसे लेकर उत्साहित हैं. उन्होंने यह भी कहा है कि वॉयस टेक्नोलॉजी से से कुछ ऐसा बनाया जिससे बेहतर तरीक़े से वो अपने ऑडिएंस और वेल विशर्स के साथ एंगेज कर पाएंगे.

September 14, 2020
weather-forecast.jpg
1min5570

હવામાન વિભાગે કરેલી તાજા આગાહી મુજબ હાલમાં અરબી સમુદ્રમાં સર્જાયેલા સાઈક્લોનિક સર્ક્યુલેશન અને ઓફ-શોર એક્ટીવિટીની સીધી અસર સમગ્ર રાજ્યના આકાશ પર આગામી બે દિવસ, તા.14 અને તા.15 સપ્ટેમ્બર સુધી કેન્દ્રીત થાય તેમ છે. જેને કારણે રાજ્યભરમાં વરસાદી ઝાપટા પડે તેવી શક્યતાઓ રહેલી છે.

રાજ્યમાં 14 અને 15 સપ્ટેમ્બર દરમિયાન સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વધુ જોવા મળી શકે છે.

આજે તા.14મીએ સવારથી જ દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં તથા સૌરાષ્ટ્રના દ્વારકા, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં છૂટા છવાયા વિસ્તારોમાં વરસાદી ઝાપટાના અહેવાલો મળ્યા છે.

15મી તારીખે અમદાવાદ અને ગાંધીનગર સહિત સાબરકાંઠા, અમરેલી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગરમાં અને સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ રહેવાની સંભાવના છે.

આ પછીના ત્રણ દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની અસર જોવા મળશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. રવિવારે આખો દિવસ તડકો અને ભેજવાળું વાતાવરણ રહ્યા પછી રાત્રે ગાંધીનગર અને અમદાવાદના કેટલાક ભાગોમાં વરસાદ નોંધાયો હતો. આજ રીતે આગામી દિવસમાં વરસાદ થવાની લોકોને બફારાથી છૂટકારો મળવાની સંભાવના છે.

September 14, 2020
follow-the-guidelines.jpg
1min5170

કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રાલયે રવિવારે 13/9/2020 જણાવ્યું કે કોરોનામાંથી સાજા થઈ ગયા પછી પણ કેટલાંક દર્દીઓમાં નબળાઈ, શરીર તૂટવુ, ઉધરસ અને શ્વાસ લેવામાં સમસ્યા જેવા લક્ષણ જોવા મળી રહ્યા છે. આવા દર્દીઓની સંખ્યા સીમિત છે પણ તે સંબંધિત રિસર્ચ શરૂ કરવામાં આવ્યું છે કે જેથી જરૂરી પગલા લઈ શકાય. દેશમાં છેલ્લા 24 કલાકમાં 78,399 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં દેશમાં કોરોનાના કુલ 3,702,595 દર્દીઓ સાજા થયા છે. રિકવરી રેટ 77.88% થઈ ગયો છે.

કોરોનાને હરાવીને સાજા થયેલા દર્દીઓને નિયમિત કસરત કરવાની સાથે-સાથે સવાર-સાંજ બહાર આંટો મારવા જવું, તાજા ફળ ખાવા અને ધીરે-ધીરે ઘરનું તેમજ ઓફિસનું કામ શરૂ કરવું, પૂરતી ઊંઘ લેવી અને આરામ કરવો, સિગારેટ-દારૂથી દૂર રહેવું, બ્લડ પ્રેશર ચેક કરતા રહેવાની સલાહ આપવામાં આવી છે. જાગૃતિ વધારવા માટે કોરોનાને હરાવીને સાજા થયેલા દર્દીઓ પોતાના મિત્રો, સંબંધી સાથે તેમનો અનુભવ શેર કરી શકે છે. આ માટે તેઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મની મદદ પણ લઈ શકે છે.

કેન્દ્રિય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે નવા પ્રોટોકોલમાં કોરોનામાંથી સાજા થયેલા લોકોને ચ્યવનપ્રાશ ખાવાની, હળદરવાળુ દૂધ પીવાની અને યોગ કરવા માટેની સલાહ આપી છે. આ સિવાય તે લોકોને માસ્ક પહેરવા સહિત સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાનું જણાવવામાં આવ્યું છે. મંત્રાલયે આ દર્દીઓને ગરમ પાણી પીવાનું અને રોગપ્રતિકારક શક્તિ વધારવાની દવાઓનું સેવન કરવાનું જણાવ્યું છે.