CIA ALERT

Slider Archives - Page 197 of 492 - CIA Live

October 1, 2020
gst.jpg
1min6890

સરકારે વર્ષ ૨૦૧૮-૧૯ માટેના જીએસટી રિટર્ન અને ઑડિટ રિપોર્ટની મુદત એક મહિનો લંબાવીને ૩૧ ઑક્ટોબર સુધીની કરવાની જાહેરાત કરી હોવાનું સેન્ટ્રલ બૉર્ડ ઑફ ડિરેક્ટ ટૅક્સિસ-સીબીડીટી દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતુું.

આચારસંહિતાને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચ

પાસે જરૂરી ક્લિયરન્સ મેળવ્યા બાદ સરકારે વર્ષ ૨૦૧૮-૧૯ માટેના જીએસટીઆર-૯ અને જીએસટીઆર ૯સીની મુદત ૩૦-૦૯-૨૦૨૦થી લંબાવીને ૩૧-૧૦-૨૦૨૦ કરી છે, એમ સીબીડીટીએ જણાવ્યું હતું.

મે મહિનામાં સરકારે વર્ષ ૨૦૧૮-૧૯ માટેના વાર્ષિક જીએસટી રિટર્ન ફાઈલ કરવાની મુદત ત્રણ મહિના લંબાવીને ૩૦-૦૯-૨૦૨૦ સુધીની કરી હતી.

જીએસટી હેઠળ નોંધાયેલા કરદાતાઓએ જ જીએસટીઆર-૯ વાર્ષિક રિટર્ન ફાઈલ કરવાનું રહે છે.

September 30, 2020
fee.jpg
1min6240

શૈક્ષણિક વર્ષ 2020-21ના વર્ષ માટે ગુજરાત સરકારે શાળાઓમાં 25 ટકા ફી માફી જાહેર કરી છે પરંતુ, કોલેજોમાં ફી કેટલી માફ કરવી તે અંગે કોઇ નિર્ણય લેવાયો નથી. કોલેજોમાં પહેલું સેમેસ્ટર પૂરું થવા આરે છે ત્યારે હવે સ્કુલો પછી કોલેજોના વિદ્યાર્થીઓ અને વાલીઓ આંદોલન કરે તો નવાઇ નહીં.

ગાંધીનગર ખાતે યોજાયેલી કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવાયેલા નિર્ણય અનુસાર રાજ્ય સરકાર દ્વારા આખા શૈક્ષણિક વર્ષમાં 25% ફી માફીની જાહેરાત કરવામાં આવી છે. શાળા સંચાલકો 25 ટકા ફી માફી માટે તૈયાર છે જોકે ઈત્તર પ્રવૃતિની ફી લેવામાં આવશે નહીં.

રાજ્ય સરકારે સ્કુલોની ફી નક્કી કરી પરંતુ, હવે ઉચ્ચ શિક્ષણમાં આ મામલો ગરમાય તેવી પૂરેપૂરી શક્યતા છે.

September 30, 2020
teicoplanin-1.jpg
1min9670

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

તાજેતરમાં ભારતની વિશ્વસનીય રિસર્ચ સંસ્થા, ઈન્સ્ટિટ્યૂટના કુસુમા સ્કૂલ ઓફ બાયોલોજિકલ સોસાયટીના સંશોધકો દ્વારા કોરોના માટે હાલમાં વપરાતી ૨૩ દવાઓ પર એવો અભ્યાસ સરવે કરવામાં આવ્યો હતો કે 23 પૈકી કઇ દવા સૌથી વધુ અસરકારક છે. આ સંશોધન પ્રવૃતિ સાથે જોડાયેલા આઇ.આઇ.ટી. દિલ્હીના એક પ્રોફેસર અશોક પટેલે જણાવ્યું હતું કે ક્લિનિકલી મંજૂર દવા ‘ટીકોપ્લાનિન’ કોવિડ-૧૯ સામે સંભવનીય સૌથી વધુ ઉત્તમ વિકલ્પ છે અને હાલમાં આ વાઇરસના ઇલાજ માટે આપવામાં આવતી દવાઓ કરતા દસ ગણી વધુ અસરકારક છે.

, ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (આઇઆઇટી), દિલ્હીએ ના પ્રોફેસર અશોક પટેલે વધુમાં જણાવ્યું હતું કે અન્ય દવાઓની સરખામણીમાં ટીકોપ્લાનિનની અસર ચકાસવામાં આવતા સાર્સ-કોવ-૨ માટે ઉપયોગમાં લેવાતી મુખ્ય દવાઓના બદલે ટીકોપ્લોનિન દસથી વીસ ગણી વધુ અસરકારક હોવાનું સંશોધનમાં જણાયું છે.

કોરોના પોઝીટીવ દર્દીઓને આપવામાં આવતી 23 દવાઓના સંશોધન કાર્યનું નેતૃત્વ આઇ.આઇ.ટી. દિલ્હીના અધ્યાપક શ્રી અશોક પટેલે કર્યું હતું અને તેમને સહાય એઆઇઆઇએમના ડો. પ્રદીપ શાહે કરી હતી.

આ સંશોધનનો અહેવાલ ઇન્ટરનેશનલ જનરલ ઓફ બાયોલોજિકલ મેક્રોમોલિક્યુલ્સમાં પ્રસિદ્ધ થયો હતો.

ટીકોપ્લાનિન એફડીએ દ્વારા માન્યતા પ્રાપ્ત દવા છે અને માનવોમાં લો ટોક્સિસિટી પ્રોફાઇલ સાથેના ગ્રામ-પોઝિટિવ બેક્ટેરિયા ઇન્ફેકશન માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે.

તાજેતરમાં રોમની સેપિન્ઝા યુનિવર્સિટીમાં ટીકોપ્લાનિન પર ક્લિનિકલ અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. તેમ છતાં હળવા, મધ્યમ અને વધુ બીમારી દર્દીઓ પર આ દવા કેવી રીતે અસર કરે છે એ અંગે વધુ અભ્યાસ કરવાની જરૂર છે, એમ પ્રોફેસર અશોક પટેલે વધુમાં જણાવ્યું હતું.

September 30, 2020
babri.jpg
1min5980

બાબરી ધ્વંસ્ત કેસ ચુકાદો આપતા આજે તા.30મી સપ્ટેમ્બર 2020ના રોજ લખનૌ સ્થિત સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે અડવાણી, મુરલી મનોહર જોષી, ઉમા ભારતી સહિતના તમામ આરોપીઓને મુક્ત કરતા જણાવ્યું છે કે આ ઘટના અગાઉથી આયોજીત નહોતી.

બાબરી ધ્વંસ કેસના 26 આરોપીઓ કોર્ટમાં હાજર થઈ ગયા હતા. જજ પણ કોર્ટરુમમાં આવી ગયા હતા, અને 26 વર્ષ જૂના આ કેસનો ફેસલો સંભળાવ્યો હતો. આરોપીઓમાં ભાજપના પીઢ નેતાઓ એલકે અડવાણી, મુરલીમનોહર જોષી તેમજ ઉમા ભારતીના નામ પણ સામેલ હતા. કોર્ટ બિલ્ડિંગની આસપાસનો વિસ્તાર પણ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો હતો. વાહનોની અવરજવર રોકી દેવાઈ હતી, અને નેતાઓના સમર્થકોને પણ અટકાવાઈ રહ્યા હતા.

લખનૌ સ્થિત CBIની સ્પેશિયલ કોર્ટમાં 6 ડિસેમ્બર 1992માં તોડી પડાયેલા વિવિદિત ભાગને લઈને આજે ચુકાદો સંભળાવવામાં આવ્યો હતો. આ મામલે પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી જેવા મોટા નેતા આરોપી હતા. એવામાં હાઈ પ્રોફાઈલ મામલાને ધ્યાનમાં રાખીને અયોધ્યા અને લખનૌમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી હતી. CBI કોર્ટે આદેશ જારી કર્યા છે કે તમામ આરોપીઓએ ચુકાદાના દિવસે કોર્ટમાં હાજર રહેવું પડશે. કોર્ટ તરફથી ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી સહિત અન્ય આરોપીઓને નોટિસ મોકલવામાં આવી હતી.

30/9 : આજે બાબરી ધ્વંશ કેસનો ચુકાદો

અયોધ્યામાં બાબરી મસ્જિદનો ધ્વંશ કરાયાને 28 વર્ષ બાદ હવે આજે 30/9/20 લખનઉમાં સીબીઆઈની વિશેષ અદાલત ચુકાદો આપવાની છે. આ સંવેદનશીલ મામલે ચુકાદા પૂર્વે કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને સાંપ્રદાયિક રૂપે સંવેદનશીલ જિલ્લાઓમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે એલર્ટ કરી દીધા છે.

બાબરી વિધ્વંસ પછી દેશમાં ફાટી નીકળેલા ભયંકર કોમી રમખાણોમાં આશરે 2 હજાર લોકોનાં મૃત્યુ થયા હતાં. બાબરી કેસમાં સીબીઆઈ દ્વારા કુલ 49 લોકોને આરોપી બનાવવામાં આવ્યા હતાં અને તેમાંથી 17 લોકોનાં મૃત્યુ થઈ ચૂક્યા છે. જેથી અદાલત આવતીકાલે બાકીનાં 32 આરોપીનો ચુકાદો આજે આપશે.

બાબરી મસ્જિદ વિધ્વંસ કેસમાં ભાજપનાં વરિષ્ઠ નેતા એલ.કે.અડવાણી, મુરલી મનોહર જોશી, કલ્યાણ સિંહ, વિનય કટિયાર, સાધ્વી ઋતંભરા અને ઉમા ભારતી સહિતનાં દિગ્ગજો મુખ્ય આરોપીમાં સામેલ છે. જો કે આજે ચુકાદા વખતે વિશેષ અદાલતમાં કેટલા આરોપીઓ હાજરી આપશે તે બાબતે હજી અનેક સંશય છે.’ આવતીકાલે ન્યાયધિશ એસ.કે.યાદવ દ્વારા ચુકાદો જાહેર કરવામાં આવનાર છે. તેમણે 16મીએ તમામ આરોપીઓને 30મી સપ્ટેમ્બરે ચુકાદા વખતે હાજર રહેવાનો નિર્દેશ આપેલો. આ કેસની આખરી દલીલો 11 સપ્ટેમ્બરનાં પૂર્ણ થઈ હતી અને સીબીઆઈએ આ કેસમાં કુલ 3પ1 સાક્ષીઓ અને 600 જેટલા દસ્તાવેજી પુરાવાઓ કોર્ટમાં પેશ કર્યા હતાં.

આજે ચુકાદા પહેલા કેન્દ્ર સરકાર દ્વારા જારી કરવામાં આવેલા એલર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આ ચુકાદાની કાયદો અને વ્યવસ્થા ઉપર અસર થઈ શકે છે અને બન્ને પક્ષનાં અસામાજિક તત્વો આનું કોમવાદીકરણ કરીને શાંતિ ડહોળી શકે છે.

એલર્ટ અનુસાર રામ જન્મભૂમિ અને બાબરી મસ્જિદનાં કેસમાં સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાથી અનેક મુસ્લિમ સંગઠનો નાખુશ છે અને તેમને આશા છે કે, બાબરી તોડી પાડવાનાં કેસમાં આરોપીઓ દોષિત પુરવાર થાય ત્યારે પણ ન્યાય મળી શકે છે. જો કે ચુકાદો તેમની ધારણા મુજબનો ન આવે તો આ લોકો વિરોધમાં ઉતરી શકે છે.

આ ઉપરાંત એલર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, અમુક ચરમપંથી જૂથો ચુકાદાને સીએએ, એનઆરસી અને એનપીઆર વિરોધી જુવાળને ફરીથી પેટાવવાની તક તરીકે પણ જોઈ રહ્યા છે. બીજીબાજુ હિન્દુ સમૂહોને આરોપીઓની દોષમુક્તિની આશા છે. આ સંજોગોમાં અમુક રાજ્યોમાં કોમી તનાવની આશંકા છે અને રાજ્યોને આવા વિસ્તારોમાં જરૂરી બંદોબસ્ત કરવાં માટે કહેવામાં આવ્યું છે.

September 30, 2020
voting.jpg
1min7130

કેન્દ્રિય ચૂંટણી પંચે મંગળવારે ગુજરાતની આઠ વિધાનસભા બેઠકો ઉપર પેટા ચૂંટણીની જાહેરાત કરી દીધી છે. અબડાસા, ધારી, લિંબડી, કરજણ, ઓલપાડ, ગઢડા, ડાંગ,  મોરબી વિધાનસભાની ખાલી પડેલી બેઠકો પર પેટા ચૂંટણી જાહેર કરવામાં આવ્યો છે. ચૂંટણી પંચના મતે 3 નવેમ્બરે મતદાન યોજાશે અને 10 નવેમ્બરે મતગણતરી હાથ ધરાશે.

Don't delay Gujarat bypolls: BJP, Congress to ECI | Ahmedabad News - Times  of India

ગુજરાતની આઠ અને મધ્ય પ્રદેશની 16 બેઠક મળીને દેશના વિવિધ રાજ્યોમાં 56 વિધાનસભા બેઠક અને એક લોકસભા બેઠક માટે પણ ચૂંટણી પંચે કાર્યક્રમ જાહેર કરી દીધો છે. 54 વિધાનસભા બેઠક પર 3 નવેમ્બરના મતદાન હાથ ધરાશે. જ્યારે બિહારમાં એક લોકસભા બેઠક અને મણિપુરમાં 2 વિધાનસભા બેઠક ઉપર 7 નવેમ્બરના પેટાચૂંટણી યોજાશે. તમામ પેટા ચૂંટણીના પરિણામ 10 નવેમ્બરના જાહેર કરવામાં આવશે.

ચૂંટણી પંચની સમિતિ આ સાથે એક અલગ નિવેદન જાહેર કરી જણાવ્યું હતું કે કેરળ, તમિલનાડુ, આસામ અને પશ્ચિમ બંગાળ સહિત સાત વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી રાજ્યોની વિનંતીને પગલે હાલના તબક્કે નહીં યોજવામાં આવે.

September 30, 2020
corona-gujarat.jpg
1min4980

કોરોનાગ્રસ્ત રાજ્યના સૌથી સંક્રમિત મહાનગરોમાં સુરત, અમદાવાદ અને રાજકોટમાં પરિસ્થિતિ હજુ નિયંત્રણમાં આવતી નથી. રાજ્યમાં કુલ કેસ વધીને ૧,૩૬,૦૦૪ સુધી પહોંચ્યા છે જ્યારે નવા ૧૩૮૩ મળી કુલ ૧,૧૫,૮૫૯ ડિસ્ચાર્જ થયા છે એટલે રાજ્યનો રિવકરી રેટ ૮૫.૧૯ ટકા સુધી પહોંચી ગયો છે. અલબત્ત, મૃત્યુની સંખ્યા ૩૪૪૨ સુધી પહોંચી છે. હાલ એક્ટિવ કેસ વધીને ૧૬૭૦૩ થઇ છે એમાં ૮૯ વેન્ટીલેટર ઉપર છે અને ૧૬૬૧૪ સ્ટેબલ છે.

સુરતમાં કુલ ૩૧૧ નવા કેસ, અમદાવાદમાં ૧૯૫, રાજકોટમાં ૧૪૮, વડોદરા ૧૨૯ અને જામનગરમાંથી નવા ૮૧ મળી કુલ ૧૩૮૧ કેસ નોંધાયા છે. જોકે, દૈનિક કેસમાં છ દિવસ પછી ઘટાડો નોંધાયો છે. બીજી તરફ કોરોના સંક્રમણથી ઝઝૂમી રહેલા દર્દીઓ પૈકી વધુ ૧૧ના મૃત્યુ થયા છે એમાં સૌથી વધુ સુરતમાં ૪, અમદાવાદમાં ૩, વડોદરામાં ૨ અને રાજકોટ તથા ગાંધીનગરમાં ૧-૧ મૃત્યુનો સમાવેશ થાય છે.

સુરત મહાનગરમાંથી નવા ૧૭૬ કેસ નોંધાયા છે, પરંતુ સુરતના જુદા જુદા તાલુકાઓમાંથી વિક્રમી ૧૩૨ ચેપગ્રસ્તો મળી આવ્યા છે. આને લીધે જિલ્લાનો આંક ૩૧૧ સુધી પહોંચ્યો છે. જોકે, હવે કોરોનાની સારવાર લઇ રહેલા દર્દીઓના મૃત્યુ આંકમાં નિયંત્રણ મેળવવામાં સફળતા મળી હોય તેમ ગ્રામ્યમાંથી ત્રણ અને શહેરના એક મળી કુલ ચાર મૃત્યુ નોંધાયા છે. અમદાવાદ શહેરમાં સતત વધતાં જતાં કેસને પગલે પશ્ચિમ વિસ્તારમાં રાત્રે આડેધડ ખુલ્લાં રહેતાં ખાણી પીણી સહિતના બજારોને હવે ૧૦ વાગ્યા પછી બંધ કરાવી દેવાના સ્થાનિક તંત્રના પગલાંની અસર થતાં થોડો સમય લાગશે. એમ છતાંય શહેરમાંથી નવા ૧૭૬ કેસ ઉમેરાયા છે જ્યારે ત્રણ દર્દીએ કોરોના સામે હાર સ્વીકારી છે. આ સિવાય ગ્રામ્યમાંથી નવા ૧૯ કેસ નોંધાયા છે.

રાજકોટ શહેરમાંથી નવા ૧૦૪ કેસ નોંધાયા છે જ્યારે ગ્રામ્યમાંથી વધુ ૪૪ કેસ આવ્યા છે. એક દર્દીનું મૃત્યુ પણ થયું છે. વડોદરામાં કેસ ઘટીને નવા ૯૫ નોંધાયા છે જ્યારે ગ્રામ્યના નવા ૩૯ કેસનો સમાવેશ થાય છે. એક એક દર્દીના મૃત્યુ પણ થયા છે. જામનગર શહેરમાં સતત બીજા દિવસે ઘટાડો થયો છે. જામનગરમાંથી નવા ૬૯ કેસ આવ્યા છે જ્યારે ગ્રામ્યના ૨૨ કેસ છે. ગાંધીનગર શહેરના ૨૧ અને ગ્રામ્યના ૧૯ મળી ચાળીસ કેસ નવા નોંધાયા છે. શહેરના એક દર્દીનું મૃત્યુ થયું છે.

ભાવનગર જિલ્લામાંથી કુલ ચાળીસ કેસ નોંધાયા છે એમાં શહેરના ૧૮ કેસ છે. જૂનાગઢમાં સ્થિતિ નિયંત્રણમાં આવી જતાં હવે કુલ ૩૨ કેસ નોંધાયા છે એમાં શહેરના ૧૭નો સમાવેશ થાય છે.

ઉત્તર ગુજરાતમાં છેલ્લા દસ દિવસથી વધેલા કેસમાં હવે આંશિક ઘટાડો થઇ રહ્યો હોય તેમ બનાસકાંઠામાંથી નવા ૩૯, મહેસાણા અને પાટણમાંથી ૩૪-૩૪ કેસ, સાબરકાંઠામાંથી ૧૧ અને અરવલ્લીના ૬ કેસનો સમાવેશ થાય છે. બીજી તરફ ભરૂચમાંથી નવા ૨૯, સુરેન્દ્રનગરના ૨૭, અમરેલી અને કચ્છમાંથી ૨૪-૨૪ કેસ નવા નોંધાયા છે. પંચમહાલમાંથી વધુ ૨૩, તાપીમાંથી ૨૧, મહીસાગરમાંથી ૧૯, મોરબી ૧૭, ગીર સોમનાથના ૧૫ કેસ નવા નોંધાયા છે. આણંદમાં ૧૨, નર્મદામાંથી ૧૧, દેવભૂમિ દ્વારકા, ખેડા અને નવસારીમાંથી ૮-૮, છોટાઉદેપુર અને બોટાદમાંથી ૬-૬, પોરબંદર, દાહોદ અને વલસાડમાંથી ૪-૪ કેસ અને ડાંગમાંથી એક કેસ નવો નોંધાયો છે.

September 29, 2020
aiims.jpeg
1min12530

સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે તપાસ કરી રહેલી સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશનની ટીમે AIIMS (ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ)ના ફોરેન્સિક એક્સપર્ટની એક ટીમ બનાવી હતી. આ ફોરેન્સિક ટીમ સુશાંતના વિસરા અને ઓટોપ્સીની તપાસનના આધાર પર પોતાના રિપોર્ટમાં તે જણાવશે કે, સુશાંતે આત્મહત્યા કરી હતી કે તેની હત્યા થઈ હતી. હવે, આ ફોરેન્સિક ટીમની તપાસ સાથે જોડાયેલી કેટલીક માહિતી સામે આવી રહી છે. જે બાદ માનવામાં આવી રહ્યું છે કે, CBIની ટીમ આ કેસમાં આત્મહત્યા માટે દુષ્પ્રેરણા અપાઇ હોવાના દ્રષ્ટીકોણ સાથે તપાસ આગળ વધારે તેવી શક્યતા છે.

ફોરેન્સિક ટીમને પોતાની તપાસમાં સુશાંતના શરીરમાંથી કોઈ પ્રકારનો ઝેરીલો પદાર્થ મળ્યો નથી. સાથે જ તેનું ડીએનએ સેમ્પલ પણ મેચ થઈ ગયું છે. જો કે, કહેવામાં આવી રહ્યું છે કે કૂપર હોસ્પિટલના ઓટોપ્સી રિપોર્ટમાં હજુ પણ તપાસ થવાની બાકી છે. AIIMSની ફોરેન્સિક ટીમે કૂપર હોસ્પિટલના ઓટોપ્સી રિપોર્ટ પર કેટલાક સવાલ ઉઠાવ્યા છે. ટીમનું માનવું છે કે, જ્યાં સુશાંતની બોડીનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું ત્યાં એટલી લાઈટ નહોતી જેટલી હોવી જોઈએ.

AIIMSના ફોરેન્સિક મેડિકલ બોર્ડના ચેરમેન ડો. સુધીર ગુપ્તાએ જણાવ્યું હતું કે, ‘સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે એઈમ્સ અને સીબીઆઈ એગ્રીમેન્ટમાં છે પરંતુ વધારે ચર્ચા-વિચારણા કરવાની જરૂર છે. સમયની સાથે તાર્કિક કાયદાકીય નિષ્કર્ષ માટે કેટલાક કાયદાકીય પાસાઓ પર ધ્યાન આપવાની જરૂર છે. તે સંપૂર્ણ રીતે નિર્ણાયક રહેશે’.

September 29, 2020
bankholiday.jpg
1min8830

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

આગામી 48 કલાકમાં બેસતો મહિનો ઓક્ટોબર 2020 શરૂ થશે. હિન્દુ સંસ્કૃતિ મુજબ ઓક્ટોબર મહિનો એટલે તહેવારોના દિવસો. આ વખતે અધિક માસના કારણે ઓક્ટોબર માસમાં દિવાળી નૂતનવર્ષના તહેવારો નથી આવતા આમ છતાં બેંકોમાં અઢળક હોલીડેઝ ઓક્ટોબર મહિનામાં આવી રહ્યા છે. લૉકડાઉન પછી હજુ સુધી ધંધા રોજગારો પૂર્ણ ક્ષમતાએ શરૂ થઇ શક્યા નથી અને અધૂરામાં પૂરું નવરાત્રી, દશેરાના તહેવારો આવી રહ્યા છે ત્યારે વાચકોને અગાઉથી નાણાકીય વ્યવસ્થા કરી રાખવામાં સુગમતા પડે એ હેતુથી અહીં એડવાન્સમાં ઓક્ટોબર માસની બેંક હોલિડેઝની ડિટેઇલ રજૂ કરવામાં આવી છે.

નિમ્નદર્શિત બેંક હોલિડીઝ દેશના જુદા જુદા રાજ્યો અને અને તેમાં પ્રચિલત તહેવારો પર આધારિત છે. જે રાજ્યોમાં લોકલ હોલીડે હશે એ સિવાયના અન્ય રાજ્યોમાં બેન્કિંગ કામકાજ સામાન્ય રીતે રહેશે.

ઓક્ટોબર માં આવનારી બેંક હોલીડેઝની યાદી

  • 02 ઓક્ટોબર શુક્રવારે મહાત્મા ગાંધી જયંતિ ગેઝેટેડ રજા
  • 04 ઓક્ટોબર રવિવાર સાપ્તાહિક રજા
  • 08 ઓક્ટોબર ગુરુવારે સ્થાનિક રજા
  • 10 ઓક્ટોબર શનિવાર બીજા શનિવારની રજા
  • 11 ઓક્ટોબર રવિવાર સાપ્તાહિક રજા
  • 17 ઓક્ટોબર શનિવાર સ્થાનિક રજા
  • 18 ઓક્ટોબર રવિવાર સાપ્તાહિક રજા
  • 23 ઓક્ટોબર શુક્રવાર દુર્ગાપૂજા / મહાસપ્તામી સ્થાનિક રજા
  • 24 ઓક્ટોબર શનિવાર મહાઅષ્ટમી / મહાનવામી સ્થાનિક રજા
  • 25 ઓક્ટોબર રવિવાર સાપ્તાહિક રજા
  • 26 ઓક્ટોબર સોમવાર દુર્ગાપૂજા (વિજયાદશમી) / એક્સેશન ડે ગેઝેટેડ રજા
  • 29 ઓક્ટોબર ગુરુવારે મિલાદ-એ-શેરીફ (પ્રોફેટ મોહમ્મદ) સ્થાનિક રજા
  • 30 ઓક્ટોબર શુક્રવાર (ઈદ-એ-મિલાદ) ગેઝેટેડ રજા
  • 31 ઓક્ટોબર શનિવાર, મહર્ષિ વાલ્મિકી અને સરદાર પટેલ / કુમાર પૂર્ણિમા સ્થાનિક રજાની જન્મજયંતિ

રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયાની સત્તાવાર માહિતી મુજબ ઑક્ટોબર મહિનામાં દુર્ગા પુજા, મહાસપ્તમી, મહાનવમી, દશેરા, મિલાદ-એ-શરીફ, ઈદ-એ-મિલાદ-ઉલ-નબી બારાવફાત/ લક્ષ્‍મી પુજા, સરદાર વલ્લભભાઈ પટેલ જયંતી, મહર્ષિ વાલ્મીકિ જયંતી/ કુમાર પૂર્ણિમાના અવસર પર અલગ અલગ રાજ્યોમાં બેન્કોને રજા રહેશે.

આવતા મહિને ગેઝેટ, સ્થાનિક અને બીજા-ચોથા શનિવાર અને રવિવાર મળીને બેન્કોમાં લગભગ 15 દિવસ રજાઓ રહેશે. જોકે લોકોની સુવિધા માટે એટીએમમાં પુરતા નાણાંની વ્યવસ્થા રહેશે અને ઓનલાઈન અને મોબાઈલ બેન્કિંગ પણ ચાલું રહેશે જેનાથી લોકોને વધારે મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે. રજાઓની શરૂઆત આ વખતે 2 ઓક્ટોમ્બરે ગાંધી-શાસ્ત્રી જયંતીથી થશે જે આ વખતે શુક્રવારે છે.

September 29, 2020
ahmedabad.jpg
1min12780

અમદાવાદ પશ્ચિમ વિસ્તારના માત્ર કેટલાંક ખાણીપીણીના સ્થળો રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી બંધ રાખવામાં આવશે. કોઈપણ વિસ્તારોમાં કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો નથી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ પ્રકારની સ્પષ્ટતા કરવામાં આવી હતી. મિડીયા હાઉસોએ અમદાવાદમાં રાત્રિ કરર્ફ્યુ અંગેના ખોટા સમાચારો વહેતા કર્યા હતા.

અમદાવાદ શહેરમાં સતત વધી રહેલા કોરોના વાયરસના સંક્રમણને ફેલાતુ અટકાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોના વાયરસની મહામારીને ધ્યાનમાં રાખતા તંત્રએ શહેરના 27 વિસ્તારોમાં રાત્રે 10 વાગ્યા બાદ તમામ દુકાનો બંધ રાખવાનો આદેશ કર્યો હતો. પણ હવે માત્ર આ વિસ્તારોમાં ખાણી-પીણીની દુકાનો જ બંધ રહેશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા એ પ્રકારે નિર્ણય લેવામાં આવ્યો છે કે અમદાવાદ પશ્ચિમ વિસ્તારના માત્ર કેટલાંક ખાણીપીણીના સ્થળો રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી બંધ રાખવામાં આવશે. કોઈપણ વિસ્તારોમાં કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો નથી.

આ 27 વિસ્તારોમાં દુકાનો રાત્રે 10 વાગ્યા બાદ બંધ રાખવા નિર્ણય

  1. પ્રહલાદનગર રોડ
  2. YMCAથી કાકે કા ઢાબા (કર્ણાવતી ક્લબ રોડ)
  3. પ્રહલાદનગર ગાર્ડનથી પેલેડીયમ સર્કલ (કોર્પોરેટ રોડ)
  4. બૂટ ભવાની મંદિરથી આનંદનગર રોડ
  5. એસજી હાઈવે
  6. ઈસ્કોન ક્રોસ રોડથી શપથ-4 અને 5 સર્વિસ રોડ
  7. સિંધુ ભવન રોડ
  8. બોપલ-આંબલી રોડ
  9. ઈસ્કોનથી બોપલ-આંબલી રોડ
  10. ઈસ્કોન-આંબલી રોડથી હેબતપુર રોડ વચ્ચેનો વિસ્તાર
  11. સાયન્સ સિટી રોડ
  12. શીલજ સર્કલથી સાયન્સ સિટી સર્કલ સુધી 200 ફૂટના એસપી રિંગ રોડ ઉપર
  13. આંબલી સર્કલથી વૈષ્ણોદેવી સર્કલ સુધી 200 ફૂટના એસપી રિંગ રોડ પર
  14. સીજી રોડ
  15. લૉ ગાર્ડન (ચાર રસ્તા અને હેપ્પી સ્ટ્રીટ, મ્યુનિસિપલ માર્કેટ, પંચવટી સર્કલ
  16. વસ્ત્રાપુર તળાવને ફરતે
  17. માનસી સર્કલથી ડ્રાઈવ-ઈન રોડ
  18. ડ્રાઈવ-ઈન રોડ
  19. ઓનેસ્ટથી શ્યામલ ક્રોસ રોડ (પ્રહલાદનગર 100 ફૂટ રોડ)
  20. શ્યામલ બ્રિજથી જીવરાજ ક્રોસ રોડ
  21. બળિયાદેવ મંદિરથી જીવરાજ ક્રોસ રોડ
  22. આઈ.આઈ.એમ રોડ
  23. શિવરંજનીથી જોધપુર ક્રોસ રોડ (BRTS કોરિડોરની બંને બાજુ)
  24. રોયલ અકબર ટાવર પાસે
  25. સોનલ સિનેમા રોડથી અંબર ટાવરથી વિશાલા સર્કલ
  26. સરખેજ રોઝા-કેડિલા સર્કલ- ઉજાલા સર્કલ
  27. સાણંદ ક્રોસ રોડ-શાંતિપુરા ક્રોસ રોડ

September 29, 2020
kisan.jpg
1min5770

નવા કૃષિ કાયદાનો દેશમાં ઠેર ઠેર વિરોધ: તાજેતરમાં સરકાર દ્વારા નવા જ અમલમાં મુકાયેલા કૃષિ કાયદાનો દેશમાં ઠેર ઠેર વિરોધ કરવામાં આવ્યો હતો. પંજાબના અમૃતસરસ્થિત દેવીદાસ પૂરા ગામ ખાતે ખેડૂતોએ રેલરોકો આંદોલન કર્યું હતું. દિલ્હીના ઈન્ડિયા-ગેટ ખાતે કૉંગ્રેસના કાર્યકર્તાઓએ ટ્રેકટર સળગાવ્યું હતું.

નવા પસાર કરાયેલા કૃષિ કાયદા સામે દેશના અનેક રાજ્યમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે અને સામે પક્ષે કેન્દ્રમાં સત્તાધારી ભાજપ વિપક્ષ પર ખેડૂતોને ગેરમાર્ગે દોરવાનો આરોપ કરી રહી છે.

વિરોધ પક્ષના કૉંગ્રેસ સહિત અનેક પક્ષો કૃષિના નવા કાયદા રદ કરવાની માગણી સાથે દેશનાં વિવિધ રાજ્યોમાં આંદોલન કરી રહ્યા છે. પંજાબના મુખ્ય પ્રધાન અમરિંદરસિંહે જણાવ્યું હતું કે આ કાયદો રદ કરાવવા માટે પંજાબ સરકાર સુપ્રીમ કોર્ટમાં કેસ દાખલ કરશે.

વિરોધ પ્રદર્શન દરમિયાન દિલ્હીમાં આવેલા ઇન્ડિયા ગેટ સામે ટ્રેક્ટર બાળવાના મુદ્દે ભાજપે કૉંગ્રેસની સખત શબ્દોમાં ઝાટકણી કાઢતા જણાવ્યું હતું કે કૉંગ્રેસે આ શરમજનક કૃત્ય પબ્લિસિટિ મેળવવા કર્યું હોવાનું અને ખેડૂતોને તેઓ ગેરમાર્ગે દોરી રહ્યા છે.

આ મામલે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે કૉંગ્રેસે આ કૃત્ય કરીને દેશ માટે નીચાજોણું કર્યું છે. ટ્રકમાં ટ્રેક્ટર લાવીને ઇન્ડિયા ગેટ સામે બાળવાની ઘટનાનું નાટકીય રૂપાંતર કરીને કૉંગ્રેસ પ્રસિદ્ધિ મેળવવા માગે છે. તેઓ ખેડૂતોના નામે રાજનીતિ રમી રહ્યા છે અને અમે એમના કૃત્યને વખોડીએ છીએ. આજે એમની પોલ ખૂલી ગઇ છે.

અંદાજે ૧૫-૨૦ જણે ઇન્ડિયા ગેટ પાસે સોમવારે સવારે એક ટ્રેક્ટરને આગ ચાંપી હતી. એમાંથી પાંચ વ્યક્તિએ પોતે પંજાબ યુથ કૉંગ્રેસની હોવાની વાત કબૂલી હતી.

ભાજપના મહામંત્રી ભૂપેન્દર યાદવે કૉંગ્રેસને ખેડૂત વિરોધી ગણાવી હતી.

સિંહે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે અમે આ મામલો આગળ વધારીશું. રાષ્ટ્રપતિએ ખરડા પર સહી કરી દીધી છે અને માટે હવે અમે સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવીશું. અમારી સરકાર ખેડૂતોના હિતનું રક્ષણ કરવા જરૂરી બધાં જ પગલાં લેશે.

પોતાની વાત ખરી હોવા વિશે એમણે વધુમાં જણાવ્યું હતું કે અમને વિરોધ કરવાનો હક છે. તમે એમની આજીવિકા છિનવી રહ્યા છો.

ગેઝેટ નોટિફિકેશન પ્રમાણે કૃષિ લક્ષી ત્રણ ખરડાને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મંજૂરી આપી છે.

તેલંગણામાં કૉંગ્રેસે કૃષિ ખરડાના વિરોધમાં આંદોલન કર્યું હતું અને રાષ્ટ્રપતિને ઠરાવ રદ કરવાની વિનંતી કરી હતી. કૉંગ્રેસના નેતા મનિકમ ટાગોર રાજ્યપાલ તમિલસાઇ સૌંમદરરાજનને રાજભવનમાં આવેદન આપવા માગતા હતા, પણ રાજ્યપાલ સાથે એમણે મુલાકાત માટે સમય ન મેળવ્યો હોવાને કારણે એમની અટક કરીને ગોશામહાલ પોલીસ સ્ટેશનમાં લઇ જવાયા હતા. જોકે, ત્યાર બાદ એમને છોડી દેવામાં આવ્યા હતા.

અટક અગાઉ કૉંગ્રેસના કાર્યકર્તાએ રાજયની ટીઆરએસ સરકાર અને કેન્દ્રની એનડીએ સરકારના વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યા હતા.