CIA ALERT

Slider Archives - Page 198 of 486 - CIA Live

September 1, 2020
Saurastra.png
1min8170

24 ચોવિસ કલાકમાં સૌરાષ્ટ્રમાં ચોવિસ કલાકમાં 420 નવા કેસ નોંધાયા હતા અને 15ના મૃત્યુ નિપજ્યા હતા. સૌરાષ્ટ્રમાં આઠ જિલ્લામાં 294 દરદી કોરોના મુક્ત થયા હતા. જેમાં રાજકોટ જિલ્લામાં નવા 115 વ્યક્તિ કોરોના સંક્રમિત થયા હતા અને 6 દરદીના મૃત્યુ નિપજ્યા હતા. જામનગરમાં 110 કેસ અને 5 દરદીનો ભોગ લેવાયો હતો. 7 જિલ્લામાં 40 કે તેથી ઓછા કેસ નોંધાયા હતા. જેમાં ભાવનગરમાં 40 કેસ અને બે મૃત્યુ તેમજ પોરબંદરમાં પાંચ કેસ અને 2 મૃત્યુ નોંધાયા હતા.

રાજકોટ શહેરમાં છેલ્લા ચોવિસ કલાકમાં 81 નવા કેસ આવતા કુલ આંકડો 3220 સુધી પહોંચ્યો હતો. જ્યારે ગ્રામ્યમાં નવા 34 કેસ આવતા શહેર અને જિલ્લાના મળીને કુલ કેસનો આંક 4781 થયો હતો. જેમાંથી આજે શહેરના 3 દરદીના મૃત્યુ નિપજ્યા હતા અને 38 સાજા થયા હતા. તો ગ્રામ્યના 1 દરદીનુ મૃત્યુ નિપજ્યુ હતુ અને 32 સાજા થયા હતા. જ્યારે અન્ય જિલ્લાના નવા 9 કેસ સામે 5 સાજા થયા હતા અને 2 દરદીએ દમ તોડયો હતો. અત્યારે રાજકોટ સિવિલમાં 363 અને ખાનગી હોસ્પિટલમાં 408 મળીને કુલ 771 દરદી સારવારમાં છે.

જામનગર જિલ્લામાં પણ કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે ત્યારે આજે શહેરમાં 91 અને ગ્રામ્યમાં 19 મળીને નવા 110 કેસ નોંધાયા હતા. જ્યારે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 5 દરદીઓના મૃત્યુ નિપજ્યા હતા. જો કે, સત્તાવાર રીતે કોરોનાથી એક જ દરદીનું મૃત્યુ નિપજ્યું હોવાનું જાહેર કરાયું છે. બીજી તરફ આજે શહેરના 96 અને ગ્રામ્યના 10 મળીને કુલ 106 દરદી કોરોનામુક્ત થયા હતા.

ભાવનગર શહેરમાં 19 પુરુષ અને 7 સ્ત્રી મળીને 26 તેમજ ઘોઘા, મહુવા, પાલીતાણા, તળાજા, સિહોર અને વલ્લભીપુર તાલુકાઓમાંથી 14 મળીને જિલ્લામાં નવા 40 કેસ નોંધાતા કુલ પોઝિટિવ આંક 2838 થયો હતો. જ્યારે ભાવનગર શહેરના બે દરદીના કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ થયું હતુ અને શહેરના 26 તેમજ તાલુકાઓના 9 એમ 35 દરદી ડિસ્ચાર્જ થયા હતા. અત્યારે જિલ્લાના 570 દરદી સારવાર હેઠળ છે.

જૂનાગઢ શહેરમાં 18, ગ્રામ્યમાં 5 તેમજ કેશોદમાં 3, માળીયા-વિસાવદરમાં 2-2 તથા ભેંસાણ, વંથલી, માંગરોળ, મેંદરડા અને માણાવદરમાં 1-1 સહિત જિલ્લામાં નવા 35 કેસ નોંધાયા હતા. જ્યારે 47 દરદીઓ સાજા થતા ડિસ્ચાર્જ કરાયા હતા.

મોરબી શહેરમાં 12 અને તાલુકામાં 4 તેમજ વાંકાનેરમાં 3, હળવદમાં 5 સહિત જિલ્લામાં નવા 24 કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા 978 પર પહોચી હતી. જેમાંથી આજે 15 દરદી ડિસ્ચાર્જ થતા અત્યારે 195 એક્ટિવ કેસ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નવા નોંધાયેલા 21 કેસમાં 9 દ્વારકાના તેમજ ખંભાળિયા અને ભાણવડના 6-6 કેસનો સમાવેશ થાય છે. આ સાથે કુલ કેસનો આંકડો 361 થયો હતો. જેમાંથી આજે 5 દરદી ડિસ્ચાર્જ થતા હાલ 147 એક્ટિવ કેસ છે.

ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય મથક વેરાવળમાં 5, તાલાલામાં 4, ઉનામાં 3 તેમજ કોડીનારમાં 2 સહિત જિલ્લામાં નવા 14 કેસ નોંધાતા કુલ પોઝિટિવ આંક 1048 થયો હતો. જેમાંથી આજે 11 દરદી ડિસ્ચાર્જ થયા હતા.

બોટાદ શહેરમાં 3 તેમજ ગઢડા અને પાળીયાદમાં 1-1 મળીને નવા 5 કેસ નોંધાયા હતા અને 9 દરદી કોરોનામુક્ત થતા હાલ 67 એક્ટિવ કેસ છે. તેવીજ રીતે પોરબંદર શહેર-જિલ્લામાં પણ નવા 5 કેસ નોંધાતા કુલ કેસનો આંકડો 455 થયો હતો. જેમાંથી આજે 2 દરદીએ દમ તોડતા હાલ 46 એક્ટિવ કેસ છે. જિલ્લાના અત્યારસુધીમાં 372 દરદી ડિસ્ચાર્જ થયા છે.

અમરેલી જિલ્લામાં નવા 30 કેસ નોંધાતા કુલ પોઝિટિવ આંક 1267 થયા હતા. જેમાંથી અત્યારે 295 દરદી સારવારમાં છે. રાજ્ય સરકારની યાદી મુજબ છેલ્લા ચોવિસ કલાકમાં સુરેન્દ્રનગર જિલ્લામાં પણ 21 નવા કેસ નોંધાયા હતા.

September 1, 2020
planes.jpg
1min5500

કોરોના વાયરસના વધતા જતા કેસોના ધ્યાનમાં લઈને કેન્દ્ર સરકારે ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ અને વીઝા માટે દિશા નિર્દેશ જાહેર કરી દીધા છે. નવા નિયમો અનુસાર 30 સપ્ટેમ્બર રાત્રે 11.59 વાગ્યા સુધી ઈન્ટરનેશનલ કમર્શિયલ પેસેન્જર ફ્લાઈટ્સની સેવા બંધ રહેશે. DGCAએ ટ્વીટ કરીને આ અંગેની જાણકારી આપી છે. કાર્ગો ફ્લાઈટ્સ તેમજ DGCA દ્વારા અપ્રૂવ્ડ સ્પેશિયલ ફ્લાઈટ્સ પર પ્રતિબંધના આ નિયમો લાગુ રહેશે નહીં. 

નોંધનીય છે કે વંદે ભારત મિશન અંતર્ગત કેટલીક પસંદગીના રૂટો પર જ ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. સમગ્ર વિશ્વ અત્યારે કોરોના વાયરસની મહામારી સામેની જંગ લડી રહ્યો છે. દુનિયાભરમાં કોરોના વાયરસના અત્યાર સુધીમાં 25221935 કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાંથી 846385 લોકોના મોત નિપજ્યા છે જ્યારે 16618163 લોકો સ્વસ્થ્ય થવામાં સફળ થયા છે. સમગ્ર દુનિયામાં અત્યારે 7757387 કેસ એક્ટિવ છે.

દુનિયાભરના તમામ દેશોની સાથે-સાથે ભારતમાં પણ કોરોના વાયરસનો આતંક પૂર ઝડપે વધી રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે સોમવારના રોજ દેશમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના 78512 કેસ નોંધાતા કુલ આંકડો 3621245 સુધી પહોંચી ગયો છે. દેશમાં સ્વસ્થ્ય થનારા લોકોની સંખ્યા વધીને 2774801 સુધી પહોંચી ગયો છે. આ સાથે જ કોરોના વાયરસના કારણે મોતને ભેટનાર લોકોની સંખ્યા વધીને 64469 સુધી પહોંચી ગઈ છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે સોમવાર સવાર સુધીમાં દેશભરમાં કોરોના વાયરસના 781975 એક્ટિવ કેસ છે.

September 1, 2020
corona-gujarat.jpg
1min5270

ગુજરાતમાં કોરોનાના સંક્રમણના નવા હોટ સ્પોટ તરીકે સુરત અને વડોદરા પછી સૌરાષ્ટ્રના રાજકોટ અને જામનગર શહેર-જિલ્લાએ આગેકૂચ આદરી છે. છેલ્લા એક મહિનાથી સૌરાષ્ટ્રમાં કોરોનાના સંક્રમિત કેસનો આંક એકસોથી વધુ કેસ સાથે આગળ રહેતા રાજકોટને પાછળ રાખી એક સપ્તાહથી જામનગરે આગેકૂચ જાળવી છે. સોમવારે સાંજે પૂરાં થતાં ચોવીસ કલાકમાં રાજ્યમાં નવા ૧૨૮૦ કેસ અને ૧૪ દર્દીના મૃત્યુ કોરોનાથી થયા છે એમાં જામનગર શહેરમાંથી ૯૧ કેસ અને જિલ્લાના ૨૩ મળી કુલ ૧૧૪ કેસ ઉમેરાયા છે જ્યારે એક દર્દીનું મૃત્યુ પણ થયું છે. રાજકોટમાં નવા ૧૧૮ કેસ તથા વધુ ત્રણ દર્દીના મૃત્યુ નોંધાયા છે.

અમદાવાદ પછી સૌથી વધારે ગંભીર સ્થિતિનો સામનો કરતાં સુરતમાં નવા ૨૫૪ કેસ નોંધાયા છે એમાં શહેરના ૧૭૧ કેસનો સમાવેશ થાય છે. આ ઉપરાંત વધુ ત્રણ દર્દીના કોરોના સંક્રમણથી મૃત્યુ થયા છે. સુરત પછી વડોદરામાં કુલ ૧૨૮ કેસ નોંધાયા છે એમાં શહેરમાંથી ૯૩ નવા કેસનો સમાવેશ થાય છે જ્યારે એક દર્દીનું મૃત્યુ પણ થયું છે. ભાવનગર શહેરમાંથી નવા ૨૬ કેસ અને બે દર્દીના મૃત્યુ થયા છે જ્યારે ગ્રામ્ય વિસ્તારમાંથી ૧૪ કેસ નોંધાયા છે. જૂનાગઢ શહેરમાંથી ૧૮ કેસ અને ગ્રામ્યના ૧૭ મળી ૩૫ કેસ નવા નોંધાયા છે. જ્યારે પાટનગર ગાંધીનગરમાંથી નવા ૨૦ કેસ આવ્યા છે. એક દર્દીનું મૃત્યુ પણ થયું છે. ગ્રામ્ય વિસ્તારમાંથી ૧૬ નવા કેસ ઉમેરાયા છે.

રાજ્યના અન્ય જિલ્લાઓની સ્થિતિ જોઇએ તો ચોમાસાના ભારેથી અતિભારે વરસાદ વચ્ચે પણ પંચમહાલ જિલ્લામાંથી નવા ૩૯ કેસ નોંધાયા છે. આ કેસ ગોધરા, હાલોલ, કાલોલ જેવા નગરો, ગ્રામ્ય વિસ્તારમાંથી ઉમેરાયા છે. આ જ રીતે અમરેલી જિલ્લામાં લાઠી લીલીયા, ધારી, સાવરકુંડલા જેવા વિસ્તારોમાંથી નવા ૩૦ કેસ નોંધાયા છે. મહેસાણાના કડી, ઊંઝા, બેચરાજી, વિજાપુર, વીસનગર જેવા વિસ્તારોમાંથી વધુ ૨૯ કેસ નોંધાયા છે.

મોરબી જિલ્લામંથી નવા ૨૮, પાટણ શહેર, સિદ્ધપુર, શંખેશ્વર સહિતના સંક્રમિત વિસ્તારોમાંથી નવા ૨૫ કેસ મળ્યા છે. સુરેન્દ્રનગરમાં મુળી, ધાંગધ્રા, વઢવાણમાંથી ૨૧ કેસ નોંધાયા છે. જ્યારે આણંદ, ભરૂચ અને કચ્છ જિલ્લામાંથી વધુ ૨૦-૨૦ કેસ ઉમેરાયા છે. સરહદી જિલ્લા બનાસકાંઠામાંથી નવા ૧૮ કેસ, ગીર સોમનાથમાંથી ૧૪ કેસ નોંધાયા છે. દાહોદ અને ખેડામાંથી ૧૩-૧૩ કેસ, દેવભૂમિ દ્વારકા અને નવસારીમાંથી ૧૨-૧૨ કેસ નવા નોંધાયા છે.

સાબરકાંઠાના હિંમતનગર, પ્રાંતિજ, ઇડરમાંથી ૧૧, છોટાઉદેપુર અને મહીસાગરમાંથી ૧૦-૧૦ કેસ, પોરબંદરમાંથી ૯, વલસાડમાંથી ૬, અરવલ્લી, બોટાદ, નર્મદામાંથી ૫-૫ તથા તાપીમાંથી ૪ નવા કેસ નોંધાયા છે

August 31, 2020
Modi_with_pranabda-1280x853.jpg
1min6420

કેલેન્ડર વર્ષ 2020એ વિશ્વના અનેક પ્રતિભાઓના જીવ હણી લીધા છે. તેમાં ભારતને સવિશેષ ક્ષતિ પહોંચી છે. આજરોજ તા.31મી ઓગસ્ટે સાંજે એ સમાચાર વાયુવેગે પ્રસર્યા કે ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અને અસામાન્ય પ્રતિભા ધરાવતા આગેવાન શ્રી પ્રણવ મુખરજીનું નિધન થયું છે. આ સમાચાર તેમના પુત્રએ જ ટ્વીટર મારફતે દેશને આપ્યા હતા.

પૂર્વ રાષ્ટ્રપતિ ડો.પ્રણવ મુખર્જી છેલ્લા ઘણા સમયથી બીમાર હતા અને તેમની સારવાર ચાલી રહી હતી. તેના પુત્ર અભિજીત મુખર્જીએ ટ્વિટર પર આની જાણકારી આપી છે.

તેમના પુત્રએ ટ્વિટ કરતા લખ્યું છે કે, ભારે હ્રદય સાથે તમને જણાવી રહ્યું છું કે મારા પિતા પ્રણવ મુખર્જીનું નિધન થયું છે. આરઆર હોસ્પિટલના ડોક્ટરો અને દેશવાસીઓની પ્રાર્થના અને દુવા છતાં તેમનું નિધન થયું છે. તમારા બધાનો આભાર.

August 31, 2020
Narmada_dam_cialive2-1280x960.jpg
1min6380

નર્મદા નદી પરના તમામ મોટા ડેમ ભરાતા છોડાતા પાણીથી સરદાર સરોવરની સપાટી વધી છે. નર્મદા ડેમની સપાટી ૧૩૧.૧૩ મીટર થઈ હતી હાલ ડેમના ૨૩ ગેટ ખોલી પાણી છોડવામાં આવી રહ્યું છે. નર્મદા ડેમમાં અત્યારે ૧૦.૧૬ લાખ ક્યૂસેક પાણીની આવક થઈ રહી છે. જેની સામે ૯.૨૨ ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેથી કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરી લોકોનું સ્થળાંતર કરાયું છે. જ્યારે ભરૂચ ખાતે નર્મદા નદીની સપાટીમાં વધારો થતા પૂરનું સંકટ સર્જાયું છે. જ્યારે કડાણા ડેમમાંથી ૪.૨૦ લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. સતત બીજા વર્ષે નર્મદા નદીએ ૩૦ ફૂટથી વધુની સપાટીએ વહેવા લાગી છે તેમ જ પૂરને પગલે ભરૂચ, અને નર્મદા જિલ્લાના નદી કાંઠાના વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યાં છે.

નર્મદા નદીમાં પૂરની શરૂઆત થતાં જ ડભોઇ તાલુકાના ૩, શિનોર તાલુકાના ૧૧ અને કરજણ તાલુકાના ૧૧ ગામ મળી કુલ્લે ૨૫ ગામના લોકોને એલર્ટ કરી દેવામાં આવ્યાં હતાં. અને નદી કિનારાના લોકોને સ્થળાંતર કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. ચાંદોદમાં મલ્હાર ઘાટ રાત્રે જ ડૂબી ગયો હતો. તે બાદ સવારે કરનાળી ગામમાં બસ સ્ટેન્ડ અને પોલીસ ચોકી સુધી પાણી આવી ગયાં હતાં. નદી કિનારાના ગામોમાં પાણી આવવાની શરૂઆત થતાં તંત્ર દ્વારા ચાંદોદમાં સાઇરન વગાડીને એલર્ટ કરવામાં આવ્યા હતા.

મધ્ય પ્રદેશના ઉપરવાસમાંથી નર્મદા ડેમમાં પાણીની આવક થતાં ૮.૧૩ લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ભરૂચ જિલ્લા કલેક્ટર ડો. એમ.ડી. મોડિયાએ તાકીદની બેઠક બોલાવી નર્મદા કિનારાના ભરૂચના ૧૨, અંકલેશ્ર્વરના ૧૪ અને ઝઘડિયાના ૧૩ ગામોના ૧૩૮૭ લોકોનું તાકીદે સ્થળાંતર કરાવ્યું હતું. કલેક્ટરે અધિકારીઓને ગોલ્ડન બ્રિજની સપાટી પર ચાંપતી નજર રાખવા સૂચના આપી હતી. એનડીઆરએફની એક ટીમને પણ તહેનાત કરી દેવામાં આવી હતી. બીજી તરફ તવરા ગામના લોકોને એલર્ટ જાહેર કરતા સ્થાનિકો જ હોડીમાં લોકોને સ્થળાંતર કરી રહ્યા છે. ભરૂચ તાલુકા મામલતદાર પી.ડી પટેલે જણાવ્યું હતું કે, પશુપાલન અને માછીમારી માટે નદીની બીજે પાર વરસાદ તવરા, મંગલેશ્ર્વર, નિકોરા, શુક્લતીર્થ સહિતના ગામ લોકોને ગામમાં પરત લવાયા છે. વહીવટી તંત્રએ નદી કિનારાના ગામોને એલર્ટ કર્યા છે.

નર્મદા નદીમાં ડેમમાંથી પાણીની આવક થતા ગોલ્ડન બ્રિજ ખાતે સપાટી ૨૭ ફૂટે પહોંચી છે. ૮ લાખ ક્યૂસેક પાણી છોડાતું હોવાથી નદીની સપાટી ૩૦ ફૂટ સુધી પહોંચવાની સંભાવના છે. ભરૂચમાં સતત બીજા વર્ષે પણ નર્મદા નદી ભયજનક સપાટી વટાવી છે. નદીની ભયજનક સપાટી ૨૪ ફૂટની છે.

August 30, 2020
corona_india.jpg
1min7360

ભારતમાં કોરોનાને લઇને કેવા કેવા વિપરીત સંજોગો સર્જાય રહ્યા છે એ જાણીને સમગ્ર વિશ્વ અચંબિત થઇ રહ્યું છે. ભારતમાં જ્યારે 3 આંકડામાં કેસો હતા ત્યારે લૉકડાઉન કરાયું હતું હવે દૈનિક કેસોના દરરોજ નવા રેકોર્ડ થઇ રહ્યા છે ત્યારે ભારત અનલૉકનો વિસ્તાર કરી રહ્યું છે. શનિવાર તા.30મી ઓગસ્ટ 2020ના રોજ ભારતના નામે એક નવો રેકોર્ડ થયો છે અને એ ચોવીસ કલાકમાં વિશ્વમાં સૌથી વધુ કોરોનાના નવા કેસોનો રેકોર્ડ છે. શનિવારના 24 કલાકમાં ભારતમાં સૌથી વધુ કેસો 79000 પ્લસ એકલા ભારતમાં થયા છે અને અત્યાર સુધી વિશ્વમાં કોઇ દેશમાં આટલી મોટી સંખ્યામાં એક દિવસમાં કોરોનાના નવા કેસો નોંધાયા નથી.

વાયરસ મહામારી દિવસે દિવસે અત્યંત ગંભીર બની રહી છે. શનિવારે દેશમાં આશરે 79,000 નવા કેસ નોંધાયા છે. જે દુનિયામાં કોઈપણ દેશમાં અત્યાર સુધી એક જ દિવસમાં આવેલ સૌથી મોટો આંકડો છે. આ સાથે દેશમાં કોરોના પોઝિટિવ કેસ 35 લાખને પાર થઈ ગયા છે.

દેશમાં છેલ્લા 7 દિવસમાં 4,96,070 કેસ નોંધાયા છે. આ રીતે છેલ્લા 7 દિવસમાં સરેરાશ 70,867 કેસ નોંધાયા છે. સાત દિવસના સમયગાળા દરમિયાન વિશ્વમાં સૌથી વધુ આ સંખ્યા નોંધાઈ છે, જે જુલાઈના અંતમાં યુ.એસ.ના સૌથી ખરાબ સ્પાઇક્સ કરતાં વધારે છે. કોઈપણ એક રાજ્યની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં શનિવારે સૌથી વધુ 16,867 કેસ છે. જે 26 ઓગસ્ટના રોજ નોંધાયેલા રાજ્યના અગાઉના 14,888 કરતા વધારે છે.

અન્ય રાજ્યોમાં પણ એવું જ છે. આંધ્રપ્રદેશ (10,548, સતત ચોથા દિવસે 10 હજારથી વધુ), કર્ણાટક (8,324, છેલ્લા પાંચ દિવસમાં 8 હજારથી વધુ), તમિલનાડુ (6,352) અને ઉત્તર પ્રદેશ (5,684) માં સૌથી વધુ કેસ નોંધાયા છે. તમિલનાડુમાં, 29 જુલાઈ પછી પહેલીવાર, સકારાત્મક કેસો 6,000ને વટાવી ગયા. તાજેતરના સમયમાં, વધતા જતા કેસો સાથે, સક્રિય કેસના પૂલમાં તેજી જોવા મળી છે. છેલ્લા ચાર દિવસમાં લગભગ 49,000 સક્રિય કેસ નોંધાયા છે, જે કુલ 7,66,226 છે.

August 30, 2020
government_gujarat.jpg
1min6440

ગુજરાતમાં હવે આગામી દિવસોમાં મહિલાઓની છેડતી કરનારાં, વ્યાજખોરો, જુગારીયાં અને સાયબર આરોપીઓ સામે પાસ હેઠળ કાર્યવાહી કરીને જેલના સળીયા પાછળ ધકેલી દેવામાં આવશે.

રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ગુજરાતની શાંત, સલામત અને સુરક્ષિત રાજ્યની આગવી ઓળખને વધુ સુદ્રઢતાથી આગળ ધપાવવાની નેમ સાથે પાસા’ કાયદામાં મહત્વપૂર્ણ સુધારાઓ કરવાનો નિર્ણય કર્યો છે. મુખ્ય પ્રધાને પાસા કાયદાનો વ્યાપ વધુ વિસ્તારીને હવે સાયબર ક્રાઇમ આચરનારા, નાણાં ધીરધાર સામે ગેરકાયદે વ્યાજના હપ્તા વસૂલવા સહિત શારીરિક હિંસા તેમજ ધમકી આપવી, જાતિય ગુનાઓ-જાતિય સતામણી જેવી અસાસાજિક પ્રવૃત્તિઓને પણ આવરી લઇ આવા ગુનેગારોને કડક સજા માટે પાસા એકટમાં સુધારાઓ કરવાનું શસ્ત્ર અપનાવવા નો નિર્ધાર કર્યો છે.

રૂપાણી પ્રવર્તમાન સાયબર ટેકનોલોજીને લગતા ગૂનાઓ સહિત જાતિય સતામણી જેવા ગુનાઓના વધતા પ્રમાણને કડક હાથે ડામી દેવા પાસા’ એકટમાં સુધારાના વટહુકમની દરખાસ્ત રાજ્ય પ્રધાન મંડળની આગામી બેઠકમાં લાવવાના છે. અત્યારે ગુજરાત રાજ્યમાં અસામાજિક તત્વોની પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા ૧૯૮પથી ગુજરાત અસામાજિક પ્રવૃત્તિઓ અટકાવવા બાબત અધિનિયમ (પાસા) ૧૯૮પ અમલી છે.

આ અધિનિયમ અંતર્ગત પાસાના કાયદામાં જે જોગવાઇઓ છે તે મુજબ આઈપીસી તથા આર્મ્સ એકટ હેઠળના ગુનાઓ આચરનારી વ્યકિત, ભયજનક હોય તેવી વ્યકિત, ખાનગી અને સરકારી મિલકત પચાવી પાડે તેવા પ્રોપર્ટી ગ્રેબર વ્યકિત તેમજ કેફી દ્રવ્યોની હેરાફેરીમાં સંડોવાયેલા તેવા ડ્રગ ઓફન્ડર્સ, જુગારનો અડ્ડો ચલાવનારા, દેહવિક્રય જેવા અનૈતિક વેપાર સાથે જોડાયેલ ગૂનેગાર વ્યકિતઓ, ગૌવંશની હત્યા અને ગૌ માસની હેરાફેરી કે વેચાણ કરનારા લોકો તથા દારૂનો ગેરકાયદે ધંધો કરનારા બૂટલેગર વ્યકિતઓ વિરૂદ્ધ પાસા કાયદાની જોગવાઇનો ઉપયોગ કરી અટકાયત કરી શકાય છે..

હવે, આધુનિક બદલાતી ટેકનોલોજીમાં વિશ્વ સાથે ગૂનાખોરીની પ્રવૃત્તિઓમાં પણ ટેકનોલોજી આધારિત ગૂનાઓ-સાયબર ક્રાઇમનું પ્રમાણ વધ્યું છે તેમજ જાતિય સતામણીના ગૂનાઓ પણ વધ્યા છે ત્યારે આ ગૂનાઓ સહિતના ગૂનાઓ ડામવામાં પાસા’ કાયદાની જોગવાઇઓમાં આ સુધારો શસ્ત્ર બનશે. રાજ્યમાં જાતીય ગુનાઓનું પ્રમાણ ઘટે અને મહિલાઓને વધુ સુરક્ષીત કરી શકાય તે આશયથી પાસાના કાયદામાં જે જોગવાઇઓ હતી તેને વધુ વિસ્તારવામાં આવી છે.

ભારતીય ફોજદારી અધિનિયમ ૧૮૬૦ની વિવિધ કલમો તેમજ પોક્સોના કાયદા હેઠળના શિક્ષાપાત્ર ગુનો કરે, કે એવો પ્રયાસ કરે, કે તેમાં મદદગારી કરે તેવી વ્યક્તિઓનો હવે પાસા કાયદાની સજા પાત્ર વ્યકિતમાં અલગથી સમાવેશ કરવામાં આવ્યો છે. આ અધિનિયમમાં સુધારો થવાથી જુગારની પ્રવૃતિ આચરનાર, સાયબર ગુનેગારો, વ્યાજખોરી તથા જાતીય સતામણીના ગુના જેવા ગુનેગારો સામે પાસાની કાર્યવાહી થઇ શકશે.

August 30, 2020
Narmada_dam_cialive2-1280x960.jpg
1min5760

શનિવારના રોજ નર્મદા જિલ્લામાં કેવડિયા કોલોની ખાતેના સરદાર સરોવર ડેમની ઉપરવાસમાં આવેલા ઇન્દીરા સાગર ડેમ અને ઓમકારેશ્ર્વર ડેમમાંથી આશરે પાંચ લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે, જે પાણી સરદાર સરોવરમાં દાખલ થતાં આજે સવારે ૮-૦૦ કલાકે સરદાર સરોવર ડેમની સપાટી ૧૩૧.૨૮ મીટર જેટલી નોંધાયેલ હતી. આ સમયે સરદાર સરોવર ડેમમાં ૧૫ ગેટ ૩.૧૩ મીટર જેટલા ખોલવામાં આવ્યા હતાં અને ભરૂચ તરફ ૨,૬૮,૮૦૮ ક્યુસેક જેટલું પાણી વહી રહ્યું હતું. આ સમયે ડેમમાં ૭,૨૧૬ મીલીયન ક્યુસેક મીટર પાણીનો ગ્રોસ સ્ટોરેજ થયેલો હતો, જેમાં લાઇવ સ્ટોરેજ ૩,૫૧૬ મિલીયન ક્યુબીક મીટર જેટલો નોંધાયેલ હતો. આજે સવારે ૧૧-૦૦ કલાકે ડેમના ૨૩ ગેટ ૨.૮૫ મીટર જેટલા ખૂલ્લા કરવામાં આવ્યા છે. આ સમયે ૪.૧૦ લાખ ક્યુસેક જેટલો પાણીનો ફ્લો ભરૂચ તરફ વહી રહ્યોં છે. આની સામે અત્યારે ઇનફ્લો ૩.૭૬ લાખ ક્યુસેક જેટલો નોંધાઇ છે, તેમ નર્મદા ડેમના કાર્યપાલક ઇજનેર અશોક ગજ્જરે જણાવ્યું હતું. છેલ્લે પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ આજે સાંજે ૪-૦૦ કલાકે નર્મદા ડેમની સપાટી ૧૩૧.૧૫ મીટરે નોંધાઇ હતી.

હાલમાં ઉપરવાસમાં ભારે વરસાદ પડી રહ્યો હોવાથી આશરે પાંચ લાખથી આઠ લાખ ક્યુસેક જેટલું પાણી સરદાર સરોવરમાં આવવાની સંભાવના છે, જેને ધ્યાનમાં રાખીને ડેમના દરવાજા હજુ ૨.૮૫ મીટરથી વધારે ઊંચા ખોલવામાં આવશે. હાલમાં રીવરબેડ પાવર હાઉસના પાંચ યુનિટ ચાલુ હોવાથી ૧૦૦૦ મેગાવોટ વિજળી ઉત્પન્ન થઇ રહી છે અને વિજળી ઉત્પન્ન કર્યા પછી ૩૫ હજાર ક્યુસેક જેટલું પાણી ભરૂચ તરફ વહી રહ્યું છે. તદ્ઉપરાંત કેનાલ હેડ પાવર હાઉસમાં ૩ યુનિટ કાર્યરત છે અને ૧૫૦ મેગાવોટ વિજળી ઉત્પન્ન થઇ રહી છે, જેને કારણે ૧૦ હજાર ક્યુસેક જેટલો પાણીનો ફ્લો મુખ્ય કેનાલ તરફ વહી રહ્યોં હોવાની જાણકારી પ્રાપ્ત થઇ છે.

August 30, 2020
corona-gujarat.jpg
1min5290

30 August છેલ્લા ચોવીસ કલાકમાં નવા વિક્રમ સાથે ૧૨૮૨ કેસ મળ્યા છે એની સાથે વધુ ૧૩ દર્દીના કોવિડ-૧૯ને લીધે મૃત્યુ થયાનું સરકારે સ્વીકાર્યું છે. નવા ૭૪,૨૩૪ ટેસ્ટ કરવામાં આવતાં કુલ આંક ૨૧,૯૫,૯૮૫ સુધી પહોંચી ગયો છે. આ સમયમાં વધુ ૧૧૧૧ દર્દીને આઇસીએમઆરની ગાઇડલાઇન્સ મુજબ ડિસ્ચાર્જ કરતાં કુલ સંખ્યા ૭૫૬૬૨ સુધી પહોંચી છે. આમ, રાજ્યનો રિવકરી રેટ ૮૦.૯૫ સુધી પહોંચી ગયો છે. અલબત્ત, એક્ટિવ કેસ ૧૫,૨૩૦ સુધી પહોંચ્યા છે એમાંથી ૮૯ વેન્ટીલેટર કેર ઉપર છે અને ૧૫૧૪૧ સ્ટેબલ છે.

છેલ્લા ચોવીસ કલાકમાં સૌથી વધુ ૨૭૩ કેસ સુરતના છે. શહેરમાંથી ૧૮૧ અને ગ્રામ્યના ૯૨ કેસનો સમાવેશ થાય છે શહેરના બે દર્દીના મૃત્યુ થયા છે.

અમદાવાદમાં નિયંત્રિત સ્થિતિમાં શહેરના દૈનિક કેસ ૧૪૩ અને ગ્રામ્યમાંથી નવા ૨૧ કેસ મળી ૧૬૪ કેસ ઉમેરાયા છે. વડોદરા શહેરમાંથી નવા ૮૯ કેસ તો જિલ્લામાંથી ૩૫ કેસ નવા મળ્યા છે. શહેરના એક દર્દીનું મૃત્યુ પણ થયું છે.

સૌરાષ્ટ્રમાં જામનગર શહેરમાંથી નવા ૮૮ કેસ અને એક દર્દીના મૃત્યુ નોંધાયા છે. ગ્રામ્યમાંથી ૧૪ નવા કેસ નોંધાયા છે. રાજકોટમાંથી નવા ૭૯ કેસ અને બે દર્દીના મૃત્યુની જાહેરાત કરાઇ છે. ગ્રામ્યમાંથી નવા ૩૬ કેસ નોંધાયા છે. ભાવનગરમાંથી ૩૬ અને ગ્રામ્યમાંથી ૨૫ કેસ ઉમેરાયા છે. જૂનાગઢમાંથી કુલ ૨૮ કેસમાં શહેરના ૧૫નો સમાવેશ થાય છે.

રાજ્યના અન્ય જિલ્લાઓમાં કોરોનાની સ્થિતિ જોઇએ તો અમરેલી, ગીર સોમનાથ, મહેસાણા અને મોરબીમાં એક એક દર્દીના મૃત્યુ નોંધાયા છે એની સાથોસાથ પંચમહાલમાં નવા ૩૪ કેસ, કચ્છ અને મોરબીમાંથી નવા ૨૮-૨૮ કેસ નોંધાયા છે. અમરેલીમાંથી નવા ૨૫, ગીર સોમનાથમાંથી ૨૨, ભરૂચ ૨૧, મહેસાણા ૨૦ કેસ નવા ઉમેરાયા છે. જ્યારે પાટણ જિલ્લામાંથી ૧૯, બનાસકાંઠા અને દાહોદમાંથી ૧૮-૧૮ કેસ, ખેડામાંથી ૧૬ નવા કેસ નોંધાયા છે.

સુરેન્દ્રનગર અને વલસાડ જિલ્લામાંથી ૧૩-૧૩ કેસ, અરવલ્લી અને નવસારીમાંથી ૧૧-૧૧ કેસ, આણંદ અને છોટાઉદેપુરમાંથી ૧૦-૧૦, દેવભૂમિ દ્વારકા, નર્મદામાંથી ૯-૯, મહીસાગરમાંથી ૮, બોટાદમાંથી ૭, પોરબંદર ૫, ડાંગમાંથી ૪ નવા કેસ ઉમેરાયા છે.

August 30, 2020
unlock-4.jpg
2min4870

કેન્દ્રસરકારે કોરોનાની ચેપને અટકાવવા માટે લાગૂ લોકડાઉનના નિયમોમાં વધુ રાહત આપીને અનલોક-૪ની જાહેરાત કરી દીધી છે. પહેલી સપ્ટેમ્બરથી અમલમાં આવનારા અનલોક-૪માં રમત-ગમત, મનોરંજન, ધાર્મિક, રાજકીય કાર્યક્રમને તબક્કાવાર મંજૂરી આપવામાં આ‌વી છે તો મેટ્રો ટ્રેન પણ સાત સપ્ટેમ્બરથી દોડવા લાગશે. જોકે સ્કૂલ, કોલેજ અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓ ૩૦ સપ્ટેમ્બર સુધી બંધ રહેશે.

ગૃહ મંત્રાલય દ્વારા અનલોક-૪ માટે જારી કરવામાં આવેલા દિશાનિર્દેશ મુજબ, ૨૧ સપ્ટેમ્બરથી ૧૦૦ વ્યક્તિની મહત્તમ મર્યાદાની સાથે સામાજિક, રાજકીય, ધાર્મિક કાર્યક્રમને મંજૂરી અપાશે. આ કાર્યક્રમોમાં માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન કરવાનું રહેશે. થર્મલ સ્કેનિંગ, હેંડ‌વોશ અને સેનિટાઇઝરનો ઉપયોગ જરૂરી હશે.

૨૧ સપ્ટેમ્બરથી ઓપન એર થીયેટર પણ ખોલવાની મંજૂરી અપાઇ છે. સિનેમા હોલ, સ્વિમિંગ પુલ અને થીયેટર ૩૦ સપ્ટેમ્બર સુધી બંધ રહેશે. આંતરરાષ્ટ્રીય હવાઇ યાત્રા સ્થગિત રહેશે. જોકે સરકાર દ્વારા મંજૂર યાત્રા કરી શકાશે. પરંતુ રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશોમાં ૫૦ ટકા સુધી શિક્ષણ, બિન-શૈક્ષણિક કર્મચારીઓને ઓનલાઇન શિક્ષણ, ટેલી-કાઉન્સેલિંગ સાથે સંબંધિત કામગીરી માટે સ્કૂલોમાં બોલાવી શકાય છે. 

કન્ટેન્મેન્ટ ઝોન્સથી બહાર સ્થિતિ સ્કૂલોમાં નવમાથી ૧૨માં ધોરણ સુધીના વિદ્યાર્થીઓને વાલીની લેખિત સંમતિથી જવાની મંજૂરી આપી શકાય છે. કન્ટેઇન્ટેન્ટ ઝોન્સમાં લોકડાઉન ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૦ સુધી વધારી દીધું છે. ઝોન્સની ઓળખ અગાઉની જેમ જિલ્લા વહીવટીતંત્રના હવાલે છે. આ ઝોન્સમાં આવશ્યક ચીજોને બાદ કરતાં આકરા પ્રતિબંધ મુકવાનો આદેશ અપાયો છે.

સાત સપ્ટેમ્બરથી તબક્કાવારરીતે મેટ્રો ચલાવવાની મંજૂરી અપાઇ છે. સરકારે જારી કરેલી માર્ગરેખામાં કહેવાયું છે કે ગૃહમંત્રાલયના સંકલન સાથે શહેરી વિકાસ મંત્રાલય/રેલવે મંત્રાલય દ્વારા મેટ્રો ટ્રેનોને સાત સપ્ટેમ્બરથી તબક્કાવારરીતે ચલાવવામાં ‌આવશે. કોરોના વાયરસના ચેપને અટકાવવા માટે અમલી લોકડાઉનને કારણે ૨૨ માર્ચથી જ દેશમાં મેટ્રોની કામગીરી બંધ છે. મેટ્રો સેવા શરૂ થવાથી ઓફિસ અને અન્ય સ્થળોએ જવા માટે મેટ્રોની મુસાફરી પસંદ કરતાં એનસીઆરના લોકોને મોટી રાહત મળશે. કોરોના કાળમાં મેટ્રોને સલામતરીતે ચલાવવાની ખાસ તૈયારી કરાઇ છે.

અધિકારીઓએ જણાવ્યું કે મેટ્રો સ્ટેશનો અને ટ્રેનોમાં માસ્ક અનિવાર્ય હશે અને માસ્ક વગરના લોકોને મેટ્રોની ઇમારતમાં ઘુસવા નહિ દેવાય. આની સાથે એકબીજાની વચ્ચે અંતરનું પાલન કરવામાં આ‌વશે. ટ્રેનો યાત્રીઓના ચઢવા અને ઉતરવા માટે નિયમિત દિવસોની સરખામણીએ વધુ સમય સુધી થોભશે, જેથી મુસાફરો એમ કરતાં એક બીજાથી અંતર રાખી શકે.

 ગૃહ મંત્રાલયે કહ્યું છે કે રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશો ૫૦ ટકા શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક કર્મચારીઓને ઓનલાઇન શિક્ષણ અને ટેલી કાઉન્સેલિંગ માટે સ્કૂલોમાં બોલાવી શકે છે. એડવાઇઝરીમાં એવું પણ કહેવાયું છે કે કોઇ પણ રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશ સ્થાનિક સ્તરે કોઇ લોકડાઉન અમલી નહિ કરે.

ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીને કારણે સરકારે કેન્દ્રસરકારે વાયરસને વધતો અટકાવવા માટે આ પ્રકારના મેળાવડાં પર પ્રતિબંધ મુકી દીધો હતો.

સરકારે જૂનમાં અનેક અગમચેતી સાથે પૂજાના સ્થળોને ફરી ખેલવાની મંજૂરી આપી હતી. જોકે ધાર્મિક પ્રસંગોને મંજૂરી અપાઇ નહતી. આ અઠવાડિયે જ સુપ્રીમ કોર્ટે મુહર્રમના જૂલુસ કાઢવાની મંજૂરી આપી નહતી. તેનું કહેવું હતું કે જો તેને મંજૂરી અપાશે તો ‘ગરબડ’ થશે.

ઉલ્લેખનીય છે કે ભારતમાં કોરોનાના કેસોમાં સતત તીવ્ર વધારો થઇ રહ્યો છે. દરરોજ ચેપના આશરે ૭૦,૦૦૦ નવા કેસો નોંધાઇ રહ્યા છે. આની સાથે જ ભારતમાં કોરોનાના કેસોની સંખ્યા વધીને ૩ લાખને પાર કરી ગઇ છે. દેશમાં અત્યારસુધી ૬૨,૦૦૦થી વધુ લોકોના મોત થઇ ચૂક્યા છે.

આ બધું ખુલી જશે…

-સાત સપ્ટેમ્બરથી

 મેટ્રો સેવાઓને માર્ગરેખાઓની સાથે મંજૂરી

-૨૧ સપ્ટેમ્બરથી

– સામાજિક/શૈક્ષણિક/રમત-ગમત/મનોરંજન/સાંસ્કૃતિક/ધાર્મિક/રાજકીય કાર્યક્રમ ૧૦૦ લોકો સુધી સાથે કરાવી શકાશે. સોશિયલ ડિસ્ટેન્સિંગ, માસ્ક હેંડવોશ, થર્મલ સ્કેનિંગ અનિવાર્ય.

– ઓપન એર થીયેટરને મંજૂરી

-ટીચર્સથી સલાહ લેવા માટે ૯મીથી ૧૨માં ધોરણ સુધી વિદ્યાર્થી સ્વૈચ્છિક ધોરણે સ્કૂલ જઇ શકશે. જોકે કન્ટેન્ટમેન્ટ ઝોનથી બહારના આ વિદ્યાર્થીઓને જ આ લાભ મળશે.

-શાળાઓનો 50 ટકા ટિચિંગ અને નોન ટિચિંગ સ્ટાફ શાળાએ ઓનલાઇન ક્લાસ તથા અન્ય કામગીરી માટે જઇ શકશે.

-૨૧ સપ્ટેમ્બરથી ટેકનીકલ અને પ્રોફેશનલ કાર્યક્રમો (જેમાં લેબ અથવા પ્રેક્ટિકલની જરૂર છે)વાળા પોસ્ટ ગ્રેજ્યુએશનના વિદ્યાર્થીઓ અને પીએચડીના વિદ્યાર્થીઓ માટે ટોચના શિક્ષણ સંસ્થાન ખોલી શકાશે.

આ વધુ બંધ રહેશે

  • -કન્ટેન્ટમેન્ટ ઝોન્સમાં ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૦ સુધી લોકડાઉનની મર્યાદામાં કોઇ પણ પ્રકારની રાહત નહિ અપાય.
  • -સિનેમા હોલ, એન્ટરટેઇન્મેન્ટ પાર્ક
  • -સ્વીમિંગ પુલ જેટલા સ્થળો.