CIA ALERT

Slider Archives - Page 196 of 492 - CIA Live

October 8, 2020
government_gujarat_gandhinagar.jpg
1min5530

ગુજરાતમાં મગફળી ઉપરાંત ડાંગર, મકાઈ, બાજરી, મગ, અડદ અને સોયાબીનની પણ ટેકાના ભાવે ખરીદી થશે. કૃષિ મંત્રી આર.સી. ફળદુએ આ અંગે જાહેરાત કરી હતી.

ફળદુએ  જણાવ્યું હતું કે મગફળીની 13,66,000 મેટ્રિક ટન ખરીદવા માટે દરખાસ્ત કરાઈ હતી. મગફળીની ખરીદી રૂ. 1055માં થશે. ડાંગરની ટેકાના ભાવે ખરીદી પ્રતિ ક્વિન્ટલ રૂ. 1868/-ના ભાવે, મકાઇ રૂ.1850/-ના ભાવે, બાજરી રૂ.2150/-ના ભાવે, મગ રૂ. 7196/-ના ભાવે, અડદ રૂ.6000/- અને સોયાબીનની રૂ. 3880/- પ્રતિ ક્વિન્ટલના ભાવે ખરીદી કરવામાં આવશે.

આગામી દિવસોમાં આ ખરીદી માટે નાફેડના સંકલનમાં રહીને ગુજરાત અન્ન નાગરિક પુરવઠા નિગમ દ્વારા સંપૂર્ણ કાર્યક્રમ ઘડી કાઢીને ખરીદી પ્રક્રિયા હાથ ધરાશે. તેમણે ઉમેર્યું કે, વરસાદને કારણે જે ખેડૂતોને નુકસાન થયું છે એ માટે રૂ. 3700/- કરોડના આર્થિક પેકેજની જાહેરાત કરી છે અને સહાય ચૂકવવાનું શરૂ કરી દેવાયું છે. અન્ન નાગરિક પુરવઠા પ્રધાન જયેશ રાદડિયાએ કહ્યું કે, રાજ્યમાં ડાંગર માટે 92, મકાઈ માટે 61, બાજરી માટે 57, મગ માટે 71, અડદ માટે 80 અને સોયાબીન માટે 60 કેન્દ્ર કાર્યરત કરીને ખરીદી પ્રક્રિયા હાથ ધરાશે.

રાદડિયાએ ઉમેર્યું કે ડાંગર, મકાઇ અને બાજરી માટે ઓનલાઇન નોંધણી પ્રક્રિયા તારીખ 1લી ઓક્ટોબર 2020થી શરૂ કરી દેવામાં આવી છે. 29મી ઓક્ટોબર-2020 સુધી ચાલશે. ખરીદી 16મી ઓક્ટોબરથી 31મી ડિસેમ્બર સુધી ચાલશે જ્યારે મગ, અડદ અને સોયાબીન માટે ઓનલાઇન નોંધણી પ્રક્રિયા તા. 12મીથી શરૂ થશે. ખરીદી 2જી નવેમ્બરથી 30 જાન્યુઆરી – 2021 સુધી ચાલશે. રાજ્યમાં અત્યાર સુધીમાં 2.80 લાખ જેટલા ખેડૂતોએ મગફળીની ટેકાના ભાવે ખરીદી માટે રજિસ્ટ્રેશન કરાવી દીધું છે.

October 8, 2020
supreme.jpg
1min5960

દિલ્હી-એનસીઆરના લાખો લોકોની રોજબરોજની જિંદગી માટે લાંબો સમય સુધી પરેશાનીરૂપ બનેલા શાહીન બાગ ધરણા-પ્રદર્શન અંગે સુપ્રીમ કોર્ટે મહત્ત્વનો ફેંસલો આપ્યો છે. શાહીન બાગના બનાવને ધ્યાને લઈ લોકશાહીમાં વિરોધના અધિકારની મર્યાદામાં માર્ગદર્શિકા માગતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટે બુધવારે કહ્યું કે જાહેર સ્થળોએ લાંબો સમય સુધી પ્રદર્શન યોજી ન શકાય. એક નિર્ધારિત સ્થળે જ ધરણાં યોજાવા જોઈએ. રાઇટ ટૂ પ્રોટેસ્ટની કેટલીક મર્યાદાઓ પણ છે જાહેર સ્થળો પર કબજો જમાવીને અન્ય વિશાળ જનસમુદાય માટે મુશ્કેલી સર્જી તેમના અધિકારોને કચડી નાંખવાની કાયદા હેઠળ છૂટ આપી ન શકાય.

રાષ્ટ્રીય નાગરીકતા રજિસ્ટર અને નાગરીકતા સંશોધન કાયદા (સીએએ)ના વિરોધમાં 1પ ડિસેમ્બરથી શરૂ થયેલા ધરણા-પ્રદર્શન 100 દિવસથી વધુ સમય ચાલ્યા હતા. શાહીન બાગમાં પ્રદર્શનકારીઓએ મુખ્ય રસ્તા પર કબજો કરી લેતા અન્ય લોકોને રોજિંદા કામકાજમાં ભારે મુશ્કેલી વેઠવી પડી હતી. જસ્ટિસ સંજય કિશન કૌલ, અનિરુદ્ધ બોઝ અને કિષ્ન મુરારીની ખંડપીઠે ચુકાદામાં કહ્યું છે કે વિરોધ વ્યક્ત કરવા માટે કોઈ વ્યક્તિ કે વ્યક્તિઓનો સમૂહ જાહેર સ્થળોને બંધ ન કરી શકે. કોર્ટના આવા આદેશથી નાગરીકો હવે એવું માની રહ્યા છે કે શાહીન બાગ જેવા ધરણા-પ્રદર્શનનું પુનરાવર્તન નહીં થાય.

શાહીન બાગ ધરણા પ્રદર્શન વખતે મુખ્ય રસ્તો બંધ કરી દેવાયો હતો જે નોએડા અને દિલ્હીને સાહિબાબાગથી જોડતો હતો. 1પ ડિસે.થી શરૂ થયેલા આ પ્રદર્શને લાખો લોકોની જિંદગી જાણે દોજખ બનાવી નાખી હતી. 3 મહિનાથી વધુ સમય સુધી શાહીન બાગ પ્રદર્શન ચાલ્યું હતું. જેથી શાળાએ જતાં બાળકોથી માંડી વેપારીઓ સહિત જાહેર જનતાને આવાગમનમાં મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. જે લોકોને નોએડા અને ગાજિયાબાદથી દિલ્હી અથવા ફરીદાબાદ જવું હોય તેઓને માત્ર મેટ્રોમાં મુસાફરી કરવી પડતી હતી.

શાહીન બાગ ધરણા પ્રદર્શનને કારણે સ્થાનિક ધંધા ચોપટ થઈ ગયા હતા. વિદ્યાર્થીઓને શાળાએ જવા તથા પરત આવવા લાંબા ચક્કર લગાવવા પડતા હતા. સ્થળ આસપાસ આશરે 100 જેટલી દુકાનો, શો રૂમ બંધ થઈ ગયા હતા. જેથી વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન વેઠવું પડયું હતું.’

October 7, 2020
gujarat_map-1280x1023.png
1min5080

ગુજરાત રાજ્યમાં આવેલા 2700 જેટલા ગામડાઓની પંચાયત કચેરીઓમાં હવેથી સોગંદનામું, દાખલા અને સર્ટિફિકેટ જેવી વિવિધ ૨૨ જેટલી સેવાઓ ઉપલબ્ધ બનશે. ગુજરાત સરકાર આવતીકાલ તા.૮મી ઓક્ટોબરથી 2700 ગ્રામ પંચાયતોમાં આ સેવાઓનો આરંભ કરાવી રહી છે. રાજ્યના ગામડાઓને ઓપ્ટીક ફાઇબર કેબલથી કનેક્ટ કરી દેવાયા હોઇ, હવે આ ગામડાઓમાં ડિજિટલ સેવાઓ ઉપલબ્ધ બનાવી શકાશે.

પ્રાથમિક તબક્કે ડિજિટલ સેવાસેતુમાં આવરી લઇ બે હજાર ગ્રામ પંચાયતમાં આ સેવાઓ શરૂ થશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી આ સેવાનો ૮ ઓક્ટોબરે શુભારંભ કરાવશે. ગ્રામીણ નાગરિકોને રોજ-બરોજની સેવાઓ કે સર્ટિફિકેટ, દાખલાઓ માટે તાલુકા-જિલ્લામથકે ધક્કા ન ખાવા પડે, સમય અને આવવા-જવાના વાહન ભાડાના ખર્ચનો બચાવ થશે.

સરકારે લીધેલા નિર્ણયથી ગ્રામ પંચાયતના સેવા કેન્દ્ર-ગ્રામ પંચાયત કચેરીએથી જ હવે, રેશનકાર્ડની સેવાઓમાં નામ દાખલ કરવું, નામ કઢાવવું કે સુધારો કરવો અથવા ડુપ્લિકેટ રેશનકાર્ડ મેળવવું જેવી સેવાઓ, આવકનો દાખલો, સિનિયર સિટિઝનનો દાખલો, ક્રિમિલીયર સિર્ટિફિકેટ, જાતિના પ્રમાણપત્રો જેવી સેવાઓ ડિજિટલ સેવા સેતુ માધ્યમથી માત્ર ૨૦ રૂપિયાની નજીવી ફીથી મળશે.

મુખ્યમંત્રીએ આ ડિજિટલ સેવાસેતુનો વ્યાપ વધુ વિસ્તરે તેમજ ગ્રામીણ નાગરિકો લોકોને આવા દાખલાઓ માટે કરવાની થતી એફિડેવિટ-સોગંદનામા માટે તાલુકા કક્ષાએ કે નગરમાં જિલ્લામાં નોટરી પાસે જવું જ ન પડે તેવો પણ ક્રાંતિકારી નિર્ણય કર્યો છે. ઓથ એક્ટ ૧૯૬૯ની કલમ-૩ની જોગવાઇઓ મુજબ કરવાના સોગંદનામા એફિડેવિટ કરવા માટે ગ્રામ્યકક્ષાએ ગ્રામ પંચાયત તલાટી કમ મંત્રીને સત્તાઓ આપવામાં આવશે.

October 6, 2020
gseb-1280x720.jpg
1min6460

કોરોના પેન્ડેમિકની પરિસ્થિતિમાં 2020-21ના શૈક્ષણિક વર્ષનું પહેલું સત્ર સાવ જ ધોવાય જતા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.9થી 12માં 30 ટકા જેટલો અભ્યાસક્રમ ચાલુ શૈક્ષણિક વર્ષમાંથી કાઢી નાંખવામાં આવ્યો હોવાની જાહેરાત કરવામાં આવી છે.

કોરોના પેન્ડેમિકને કારણે શાળામાં પ્રત્યક્ષ શિક્ષણ બિલકુલ સંભવી ન શકવાની પરિસ્થિતિમાં શૈક્ષણિક વર્ષ 2020-21 માટે શાળાઓમાં શૈક્ષણિક કાર્યના દિવસો અને અભ્યાસક્રમમાં ઘટાડો કરવા માટે શ્રેણીબદ્ધ બેઠકો યોજાઈ હતી. શિક્ષણમંત્રીના અધ્યક્ષ સ્થાને 27 જૂલાઈ, 20 ઓગસ્ટ અને 11 સપ્ટેમ્બરે બેઠક યોજાઈ હતી જેમાં ઉપસ્થિત રહેલા શિક્ષણ વિદો અને અધિકારીઓની ચર્ચાના નિષ્કર્ષ રૂપે કોર્સમાં ઘટાડો કરવાની જાહેરાત કરવામાં આવી છે.

ધોરણ 9થી 12ના અભ્યાસક્રમમાંથી ઘટાડેલા મુદ્દાઓ પરીક્ષાના હેતુંથી ઘટાડવામાં આવ્યા છે અને તે પરીક્ષામાં પૂછાશે નહીં. જોકે, વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતમાં શિક્ષકોએ તે મુદ્દાઓનું જ્ઞાન વિદ્યાર્થીઓને આપવાનું રહેશે. આ અંગે વિગતવાર પરિપત્ર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવશે. કયા મુદ્દાઓ અને પ્રકરણ અભ્યાસક્રમમાંથી રદ્દ કરવામાં આવશે તેની માહિત જિલ્લા શિક્ષણ અધિકારીઓના માધ્યમથી તમામ શાળાઓને મોકલી આપવામાં આવશે. આ ઉપરાંત બોર્ડની વેબસાઈટ પર પણ તેને મૂકવામાં આવશે.

શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર સિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે અભ્યાસક્રમમાં ઘટાડો કરવાના કારણે ધોરણ 10 અને 12ની પરીક્ષા જે દર વર્ષે માર્ચ મહિનામાં લેવામાં આવે છે તે કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા આ વર્ષે મે મહિનામાં લેવાઈ શકે છે. આ ઉપરાંત ધોરણ 9 અને 11ની પરીક્ષા જૂનમાં યોજાઈ શકે છે જેથી કરીને સ્કૂલોમાં અભ્યાસક્રમ પૂરો થઈ શકે, તેમ શિક્ષણ મંત્રીએ કમલમ ભાજપની ઓફિસ ખાતે જણાવ્યું હતું.

October 5, 2020
chirag-ram_1601729505.jpg
1min4910

બિહારમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ સંભળાઇ રહ્યા છે ત્યારે લોક જનશક્તિ પાર્ટી (એલજેપી)એ રવિવારે જણાવ્યું હતું કે જેડી (યુ)ના પ્રમુખ અને મુખ્ય પ્રધાન નીતીશ કુમારના નેતૃત્વ હેઠળ વિધાનસભાની ચૂંટણી લડવાનું તેમને સ્વીકાર્ય નથી.

Bihar Assembly election 2020: With NDA or solo, LJP to decide today | India  News | Zee News

એલજેપીના પ્રમુખ ચિરાગ પાસવાનના નેતૃત્વમાં મળેલી પક્ષની સંસદીય સમિતિની બેઠકમાં ભાજપ સાથે ગઠબંધન જાળવી રાખવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો

અને જણાવવામાં આવ્યું હતું કે તેમના બધા વિધાનસભ્યો વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હાથ મજબૂત કરવા માટે કામ કરશે. એનડીએ બિહારમાં નીતીશ કુમારના નેતૃત્વ હેઠળ ચૂંટણી લડશે એવી ભાજપે અગાઉ જાહેરાત કરી હતી.

October 4, 2020
guj.jpg
1min4960

ગુજરાત હાઇ કોર્ટના ચુકાદા અને ઓર્ડરની કોપી હવે ગુજરાતી ભાષામાં પણ હાઇ કોર્ટની વેબસાઈટ પર મૂકવામાં આવશે. ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને આર્ટિફિસરી ઇન્ટેલિજન્સ કમિટીએ લોકોની સરળતા અને લાભ માટે હાઇ કોર્ટના ચુકાદા અને ઓર્ડરને ગુજરાતી ભાષામાં હાઇ કોર્ટની વેબસાઈટ પર અપલોડ કરવા દિશાનિર્દેશ આપ્યા છે.

ગાંધીજ્યંતીના દિવસે આ સુવિધા શરૂ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. વેબસાઈટ પર ઓફિશિયલ અંગ્રેજી ભાષામાં ચુકાદા અને ઓર્ડર મૂકવામાં આવશે. હાઇ કોર્ટની વેબસાઈટ પર ગુજરાતી ભાષામાં ઓર્ડર અને ચુકાદા જોવા મળશે.

ગુજરાતીમાં ભાષાંતરિત કરેલા ચુકાદા અને આર્ડર માત્ર લોકોની સમજ પૂરતા રહેશે, જ્યારે હાઈ કોર્ટના દરેક ચુકાદા અને ઓર્ડર અંગ્રેજી ભાષામાં જ અધિકારીક રીતે માન્ય રહેશે.

October 4, 2020
tet.jpg
1min13170

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

દેશમાં શિક્ષક બનવા માટે ટીચર્સ એલિજિબિલીટી ટેસ્ટ TET લેવાની પદ્ધતિ જ્યારથી લાગૂ કરવામાં આવી હતી ત્યારથી તેની સાથે એક જોગવાઇ એ પણ સામેલ કરવામાં આવી હતી કે એક વખત ટેસ્ટ આપનાર શિક્ષક માટે એ ટેસ્ટનો સ્કોર 7 વર્ષ માટે જ વેલિડ (માન્ય) ગણાશે. વેલિડીટી સમય પૂરો થઇ ગયા બાદ એ શિક્ષકનો ટેટનો સ્કોર માન્ય રહેશે નહીં અને એ શિક્ષકે 7 વર્ષ બાદ ફરીથી ટીચર્સ એલિજિબિલીટી ટેસ્ટ TET આપવાની રહે છે. પરંતુ, હવે આ જોગવાઇ રદ થવા જઇ રહી છે.

ગુડ ન્યુઝ

હવે પછી ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ TET પાસ કર્યા પછી ફરીવાર આ ટેસ્ટ આપવી નહીં પડે. એટલે કે કોઇ એક ઉમેદવારે આજીવન ફક્ત એક જ વખત ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ TET પાસ કરવાની રહેશે. આ પ્રકારનો નિર્ણય તાજેતરમાં જ નવી દિલ્હી ખાતે મળેલી નેશનલ કાઉન્સિલ ઓફ ટીચર્સ એજ્યુકેશન (એનસીટીઇ)ની તાજેતરમાં મળેલી સામાન્યસભાની બેઠકમાં એવો મહત્ત્વનો નિર્ણય લેવાયો છે.

નેશનલ કાઉન્સિલ ઓફ ટીચર્સ ટ્રેનિંગની જનરલ બોર્ડ મિટીંગમાં લેવાયેલા નિર્ણયની ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત સાથે અમલ શરૂ કરવામાં આવશે એવી વિગતો જાણવા મળી છે. 

નેશનલ કાઉન્સિલ ઓફ ટીચર્સ ટ્રેનિંગના આ નિર્ણયનો સીધો ફાયદો દેશના હજારો શિક્ષકોને મળશે.

એનસીટીઇ સંલગ્ન કોલેજમાં બી.એડ. પૂરું કર્યા બાદ ટીચર તરીકે નોકરી મેળવવા માટે ઉમેદવારોએ જે તે રાજ્યોમાં TET આપવી ફરજિયાત છે. બી.એડ. કર્યા પછી દરેક ઉમેદવારો આ ટેસ્ટ આપે અને તેમાં પાસ થાય પછી જ શિક્ષક તરીકેની નોકરી મળતી હોય છે. ટેટ પાસ કર્યા બાદ તેનો સ્કોર 7 વર્ષ સુધી જ વેલિડ રહેતો હતો. 7 વર્ષ સુધી જો કોઇને નોકરી ન મળે કે નોકરી ન સ્વીકારે અને એ પછી શિક્ષક તરીકે જોડાવું હોય તો પુનઃ ટેટ પરીક્ષા આપવાની રહેતી હોય છે. પરંતુ, હવે આ જોગવાઇ કાઢી નાંખવામાં આવી છે.

October 3, 2020
ataltunnel.jpg
1min7590

લદાખના રોહતાંગમાં બનાવવામાં આવેલી અને વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્ત્વની વિશ્ર્વની સૌથી લાંબી ઑલ સીઝન હાઇવે ટનલ ‘અટલ ટનલ રોહતાંગ’નું વડા પ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે ઉદ્ઘાટન કરીને જનતા માટે ખુલ્લી મૂકશે. વડા પ્રધાન કાર્યાલયે જણાવ્યા અનુસાર ઉદ્ઘાટન બાદ વડા પ્રધાન લાહોલ સ્પિતિ અને સોલાંગ વેલી ખાતે જાહેર કાર્યક્રમમાં ભાગ લેશે. ચીન સાથે વકરેલો સીમાવિવાદ જો લાંબો ચાલે તો ઝડપથી સૈન્ય અને સરંજામ સરહદે લઇ જવામાં અને દેશની સીમાનું રક્ષણ કરવામાં આ ટનલ અત્યંત મહત્ત્વનો ભાગ ભજવશે.

PM Modi To Inaugurate Atal Tunnel At Rohtang On 3 October; Here's  Everything To Know About World's Longest Highway Tunnel

ચીન સાથે લદાખની સરહદે ચાલી રહેલા સીમાવિવાદને ટાંકણે જ મનાલી અને લેહ વચ્ચેનું અંતર ૪૬ કિ. મી. ઓછું કરતી વિશ્ર્વની સૌથી લાંબી હાઇવે ટનલ ‘અટલ ટનલ રોહતાંગ’ તૈયાર થઇ એ ભારત માટે ઘણી અગત્યની વાત છે.

આ ટનલ હિમાચલ પ્રદેશના મનાલીથી લદાખના લેહ સુધીનું અંતર ૪૬ કિ. મી. ઓછું કરવા સાથે પ્રવાસનો સમય ચારથી પાંચ કલાક ઓછો કરશે.

અત્યંત આધુનિક રીતે બનાવવામાં આવેલી આ ટનલ ૯.૦૨ કિ.મી. લાંબી છે અને એ લેહ-મનાલી હાઇવે પર આવેલા પૂર્વ પીર પાંજલ રેન્જમાં રોહતાંગ પાસની નીચેથી પસાર થાય છે.

વડા પ્રધાન કાર્યાલયે જણાવ્યા અનુસાર વિશ્ર્વની સૌથી લાંબી હાઇવે ટનલ ‘અટલ ટનલ’ રૂ. ૩૨૦૦ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી છે અને રોહતાંગ ખાતે એની ઊંચાઇ ૩૦૦૦ મીટર (સમુદ્રની સપાટીથી ૧૦,૦૦૦ ફૂટ ઊંચાઇએ) આવેલી છે.

આ ટનલ માટે રૂ. ૪૦૮૩ કરોડનું બજેટ મંજૂર કરાયું હતું, પણ ટનલ એથી ઘણી ઓછી કિંમતે રૂ. ૩૨૦૦ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી છે.

અટલ ટનલનું દક્ષિણમુખ ૩,૦૬૦ મીટરની ઊંચાઇએ મનાલીથી ૨૫ કિ. મી. ના અંતરે આવેલું છે અને ઉત્તરમુખ લાહૌલ વેલીમાં સિસ્સુના તેલિંગ ગામની નજીક ૩.૦૭૧ મીટરની ઊંચાઇએ આવેલું છે.

ઘોડાની નાળના આકારની આ ટનલમાં સિંગલ ટયૂબ ડબલ લૅન છે અને એમાં ૮ મીટર પહોળા રસ્તા છે.

વધુમાં વધુ ૮૦ કિ. મી. ની સ્પીડે રોજ ૧૫૦૦ ટ્રક અને ૩૦૦૦ કાર જઇ શકે એ રીતે એની ડિઝાઇન બનાવવામાં આવી છે.

વીસ વર્ષ અગાઉ ૩જી જૂન, ૨૦૦૦ના દિવસે અટલબિહાર વાજપેયી સરકારે આ ટનલે બાંધવાનો નિર્ણય લીધો હતો અને દક્ષિણમુખ માટેના શિલાન્યાસનો કાર્યક્રમ ૨૬મી મે ૨૦૦૨ના દિવસે યોજાયો હતો.

મોદી સરકારે ગત વર્ષે દિવંગત વડા પ્રધાન અટલબિહારી વાજપેયીના નામ પરથી ડિસેમ્બર ૨૦૧૯માં રોહતાંગ ટનલનું નામ અટલ ટનલ રાખવાનો નિર્ણય લીધો હતો.

આ ટનલ તૈયાર કરવા માટે બૉર્ડર રોડ ઑર્ગેનાઇઝેશન (બીઆરઓ)ના જવાનોએ અથાગ પ્રયત્ન અને સતત કામ કરીને વિશ્ર્વની વિશિષ્ટ ટનલ બાંધવામાં મોટો ફાળો આપ્યો છે.

October 1, 2020
CIA_Live_Logo_New2.jpg
1min6470

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પૂર્વ કુલપતિ શિવેન્દ્ર ગુપ્તા મહાશયની મહેરબાનીને કારણે લાગૂ કરવામાં આવેલી ઢંગધડા વગરની પ્રવેશ કાર્યવાહીને કારણે પરિસ્થિતિ એ થઇ છે કે મે-જૂનમાં ધો.12 સાયન્સ, કોમર્સના પરીણામો જાહેર થઇ ચૂક્યા હોવા છતાં વીર નર્મદ યુનિ.માં ક્યાંય કોઇ કોર્સમાં અભ્યાસ તો દૂરની વાત પણ પહેલા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા પણ પૂરી થઇ નથી.

વીર નર્મદ યુનિવર્સિટી હાલ કોઇપણ જાતની ફી ભરાવ્યા વગર હંગામી પ્રવેશ આપી રહી છે, ફી ભરાવીને પ્રવેશ કન્ફર્મ નહીં કરાવે ત્યાં સુધી ઉંચી ટકાવારી ધરાવતા વિદ્યાર્થીઓ જુદા જુદા કોર્સમાં રોકી રાખેલી સીટો નહીં છોડે

જાણકારોના જણાવ્યા અનુસાર હાલમાં યુનિવર્સિટીની ઢંગધડાવગરની પ્રવેશ પ્રક્રિયાને કારણે ધો.12માં ઉંચી ટકાવારી સાથે પાસ થયા હોય એવા વિદ્યાર્થીઓ એક નહીં અનેક કોર્સ (કોલેજ નહીં)માં સીટ રોકીને બેસી ગયા છે. જેમકે

યુનિ. પ્રવેશ આપે છે પણ ફી ભરાવતા ન હોઇ, અનેક કોર્સમાં પ્રવેશાર્થીઓએ સીટ રોકી રાખી છે

  • ધો.12 સામાન્ય પ્રવાહમાં ઉંચી ટકાવારી ધરાવતા વિદ્યાર્થીઓએ બી.કોમ., બી.બી.એ., બી.સી.એ., એમ.એસસી. આઇ.ટી, ઇન્ટીરીયર ડિઝાઇન, લૉ, એચ.આર.ડી., આર્ટસ વગેરે તમામ જગ્યાએ ઓનલાઇન ફોર્મ ભર્યા છે અને તમામ જગ્યાએ પ્રવેશ તેમને મેરીટના ધોરણે ફાળવવામાં આવ્યો છે. એક વિદ્યાર્થી આ પ્રકારે જુદાજુદા કોર્સની કોલેજમાં પ્રવેશ લઇને બેઠા છે, ક્યાંય તેમનો પ્રવેશ કન્ફર્મ નથી કેમકે યુનિવર્સિટી કે કોલેજોએ ફી લીધી નથી.

ઉંચી ટકાવારી વાળા વિદ્યાર્થીઓ સીટ છોડતા નથી ને ઓછી ટકાવારીવાળાને પ્રવેશ મળતો નથી

  • બીજી તરફ, 65 ટકાથી ઓછું પરીણામ ધરાવતા હજારો પ્રવેશાર્થીઓ કોલેજોમાં પ્રવેશથી વંચિત રહી ગયા છે. કેમકે તમામ જગ્યાએ બેઠકો ફૂલ થઇ ગઇ છે. બેઠકો ફુલ થઇ જવાનુું કારણ ઉંચુ પરીણામ ધરાવતા વિદ્યાર્થીઓને ફી ભરવાનું કહેવાય તો તેઓ કોઇ એક જગ્યાએ પ્રવેશ કન્ફર્મ કરાવે અને જેથી બીજા કોર્સની કોલેજોમાંથી તેમણે રોકી રાખેલી સીટો છુટી થાય. આવી પ્રોસીજર હાથ ધરાઇ નથી એટલે ઓછી ટકાવારીવાળા હજારો વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહી ગયા છે.

બી.એસસી.માં પણ એ જ હાલત

  • બી.એસસી.માં પણ એવી જ સ્થિતિ છે. ધો.12 સાયન્સમાં 80થી 90 ટકા પરીણામ ધરાવતા વિદ્યાર્થીઓનું કન્ફર્મ છે કે તેઓ ઇજનેરી, મેડીકલ, પેરામેડીકલ, ફાર્મસીમાં પ્રવેશ લેવાના છે, આ વિદ્યાર્થીઓ પણ બી.એસસી.ની જુદી જુદી કોલેજોમાં હંગામી પ્રવેશ લઇને બેઠા છે. યુનિ.ની ઢંગધડા વગરની પ્રવેશ કાર્યવાહીનો ગેરલાભ ઉઠાવી રહ્યા છે કેમકે તેમને પ્રવેશ કન્ફર્મ કરવા માટે ફી ભરવાનું કહેવાયું નથી. બીજી તરફ બીએસસીમાં ખરેખર જેમણે અભ્યાસ કરવો છે એવા 65 ટકાથી ઓછું પરીણામ ધરાવતા વિદ્યાર્થીઓ પ્રવેશની રાહ જોઇને બેઠા છે.

આવું ને આવું રહેશે તો ડિસેમ્બર સુધી મેળ નહીં આવે

જાણકારો કહે છે કે આ જ પ્રકારે યુનિવર્સિટી હંગામી પ્રવેશ આપ્યે રાખશે તો કોઇ વિદ્યાર્થી તેમનો પ્રવેશ કન્ફર્મ નહીં કરાવે અને યુનિ.ની પ્રવેશ પ્રક્રિયા ડિસેમ્બર સુધી ચાલ્યે રાખશે. યુનિવર્સિટીએ ગુજરાત ટેક્નોલોજીકલ યુનિ.ની જેમ બે રાઉન્ડમાં પ્રવેશ પ્રક્રિયા આટોપી લેવી જોઇએ. પહેલા રાઉન્ડમાં એલોટમેન્ટ સાથે જ ફી ભરીને કન્ફર્મ કરવા અથવા તો રિશફલિંગ રાઉન્ડમાં જવાનો વિકલ્પ આપવો જોઇએ. જેથી વિદ્યાર્થીઓમાં પણ ક્લેરિટી આવી શકે.

October 1, 2020
farmers.jpg
1min5310

કેન્દ્ર સરકાર દ્વારા મંજૂર કરવામાં આવેલા કૃષિ કાયદાના રાજ્યમાં અમલ માટે કાઢવામાં આવેલા અધ્યાદેશને આખરે રાજ્યસરકારે રદ કર્યો છે. બુધવારે સવારથી થયેલા નાટ્યાત્મક ઘટનાક્રમ બાદ આખરે રાજ્ય સરકારે આ અધ્યાદેશને રદ કરવાનો નિર્ણય લેવાની ફરજ પડી હતી. કોંગ્રેસે કૃષિ કાયદાને લઈને આક્રમક વલણ અપનાવ્યું હતું અને રાજ્યસરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા અધ્યાદેશને રદ ન કરવામાં આવે તો પ્રધાનમંડળની બેઠકમાં ગેરહાજર રહેવાની ચીમકી આપી હતી.

રાજ્યના કૃષિ ખાતાના માર્કેટિંગ ડિપાર્ટમેન્ટના ડિરેક્ટર કૃષિ કાયદાના અમલ અંગેના અધ્યાદેશને રદ કરવાના વિરોધમાં હોવા છતાં મહારાષ્ટ્ર સરકારે તેમના વિરોધને કચડી નાખવા માટે તત્કાળ વિધાનસભ્યોની અપીલ પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી અને તેના પર કાર્યવાહી કરીને અધ્યાદેશને રદ કરવાનો આદેશ બહાર પાડ્યો હતો. આ અધ્યાદેશ રદ થતાં હવે એપીએમસી માર્કેટને સંજીવની મળવાની આશા જાગી છે.

ખેડૂતોના હિત માટે કૃષિ ઉત્પાદનોના વેચાણને નિયંત્રણ મુક્ત કરવાનો આદેશ ઓગસ્ટ મહિનામાં કાઢવામાં આવ્યો હતો. આ આદેશને પગલે એપીએમસી માર્કેટની બહાર પણ કૃષિ માલને વેચવાની પરવાનગી આપવામાં આવી હતી.

રાજ્યની મોટા ભાગની એપીએમસીમાં પ્રભુત્વ ધરાવતા કોંગ્રેસ-એનસીપી માટે આ અત્યંત મુશ્કેલ ઘડી હતી. આ સંદર્ભે કાયદો સંસદમાં ગયા અઠવાડિયે મંજૂર થયા બાદ આખા દેશમાં આ કાયદાઓનો વિરોધ થઈ રહ્યો છે અને અનેક રાજ્યોમાં ખુદ કોંગ્રેસ તેનો વિરોધ કરી રહી છે. જોકે આ કાયદા સંબંધી અધ્યાદેશ કેન્દ્ર સરકાર દ્વારા જૂન મહિનામાં બહાર પાડવામાં આવ્યો હતો અને ઓગસ્ટમાં મહારાષ્ટ્ર સરકારે તેના અમલનો અધ્યાદેશ બહાર પાડ્યો હતો. આવી સ્થિતિમાં રાજ્યમાં કોંગ્રેસને માટે દુવિધાની સ્થિતિ નિર્માણ થઈ હતી. આ બાબતને ધ્યાનમાં રાખીને બુધવારે રાજ્યના પ્રધાનમંડળની બેઠકના દિવસને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે આ અધ્યાદેશને રદ ન કરવામાં આવે તો કેબિનેટની બેઠકનો બહિષ્કાર કરવાનું વલણ અપનાવ્યું હતું. એક રીતે આ રાજ્યની સરકારના પતનની સંભાવના નિર્માણ થઈ હતી.

રાજ્યના પ્રધાન બાળાસાહેબ પાટીલે બુધવારે જણાવ્યું હતું કે આ કાયદો કેન્દ્ર સરકારનો છે અને તેના પર કાનૂની સલાહ લેવામાં આવી હતી. અત્યારે પણ અમે સલાહ લઈ રહ્યા છીએ. રાજ્યના ખેડૂતોને રાહત મળી રહે તે હેતુથી અમે કૃષિ ઉત્પાદન માટે નવો કાયદો કરવાના છીએ. આ કાયદો અમલમાં આવ્યા બાદ રાજ્યની ૩૦૫ એપીએમસી માર્કેટમાં ગુંચવાડો ઉભો થયો હતો. ખેડૂતો, વેપારી, દલાલ, માથાડી, કોન્ટ્રેક્ટ મજૂરો, કર્મચારીઓ, સુરક્ષા કર્મચારીઓ વગેરે પર વિપરિત પરિણામ થવાની સંભાવના નિર્માણ થઈ હતી. કેટલાક લોકો બેરોજગાર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી. વિધાનસભ્યોની દલીલો સાંભળ્યા બાદ આ અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો.