CIA ALERT

Slider Archives - Page 191 of 492 - CIA Live

October 27, 2020
naresh_kanodia.jpg
1min5910

પૂર્વ ધારાસભ્ય અને ગુજરાતી ફિલ્મોના વિતેલા જમાનાના સુપરસ્ટાર નરેશ કનોડિયાનું કોરોનાના ગંભીર ઇન્ફેકશનની સારવાર દરમિયાન આજરોજ તા.27મી ઓક્ટોબર 2020ની સવારે નિધન થયું છે. 77 વર્ષીય નરેશ કનોડીયા અમદાવાદની યુએન મહેતા કોલેજમાં સારવાર હેઠળ હતા.

નરેશ કનોડીયાના મોટા ભાઇ મહેશ કનોડિયાનું અવસાન બે દિવસ પહેલા જ  થયું હતું.

ઢોલીવુડના સ્ટાર નરેશ કનોડિયાને કોરોના થતાં તેમને યુએન મહેતા હોસ્પિટલમાં એડમિટ કરાયા હોવાના સમાચાર આવ્યા હતા. સ્વર્ગસ્થ અભિનેતાને શ્વાસ લેવામાં તકલીફ થતી હોવાથી તેમને આઈસીયુમાં એડમિટ કરવામાં આવ્યા હતા. થોડા દિવસ પહેલા જ તેમના મોતની અફવા પણ ઉડી હતી, જેના પર તેમના પુત્રએ ખુલાસો કર્યો હતો.

ગંભીર હાલતમાં રહેલા નરેશ કનોડિયાની રિકવરી માટે તેમના ચાહકો પ્રાર્થના કરી રહ્યા હતા. જોકે, આજે સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. દેશ-વિદેશમાં અનેક શો કરી ચૂકેલી મહેશ-નરેશની જોડી બે દિવસ પહેલા જ ખંડિત થઈ હતી. મોટાભાઈના અવસાન વખતે પણ નરેશ કનોડિયા હોસ્પિટલમાં હોવાથી હાજરી નહોતા આપી શક્યા.

100થી પણ વધુ ગુજરાતી ફિલ્મોમાં કામ કરી ચૂકેલા નરેશ કનોડિયાએ રાજકારણમાં પણ ઝંપલાવ્યું હતું. તેઓ કરજણ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી પણ જીત્યા હતા. તેમના દીકરા હિતુ કનોડિયા હાલ ઈડરના ધારાસભ્ય છે. તેમના મોટાભાઈ મહેશ કનોડિયા પણ પાટણ લોકસભા બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાયા હતા

October 27, 2020
ground_nuts.jpg
1min5570

મગફળીની આવકે ગુજરાતમાં નવો વિક્રમ સર્જ્યો છે. ગુજરાતભરમાં સોમવારે આશરે સાડા સાતથી આઠ લાખ ગુણીની રેકોર્ડબ્રેક આવક થઇ હતી. એક તરફ સરકારી ખરીદીનો આરંભ થયો અને બીજી તરફ માર્કેટ યાર્ડોમાં ઐતિહાસિક આવક થતા સૌ આશ્ચર્યમાં મૂકાઇ ગયા હતા. ખેડૂતો મગફળી સાચવીને રાખવા ન માગતા હોય તેમ ઘડાધડ વેંચી રહ્યા હોવાથી નાનામાં નાના સેન્ટરમાં પણ ક્યારેય ન થઇ હોય એટલી આવક થઇ છે. જોકે ખેડૂત વેચવાલી આ પ્રકારે રહી તો પાકમાંથી ઘણો માલ બજારમાં તત્કાળ આવી જશે.

મગફળીની તીવ્ર વેચવાલીના એક નહીં અનેક કારણ છે. ઉંચા ભાવ ઉપરાંત અતિવૃષ્ટિ અને પછી પાછોતરા વરસાદથી મગફળીને વ્યાપક નુક્સાન થયું છે. અસરગ્રસ્ત મગફળી સાચવી રાખવાથી બગાડનું જોખમ છે એ કારણે વેચી રહ્યા છે. વળી, આ વખતે કપાસ મોડો છે. તલ, મગ અને અડદ જેવા પાકો નાશ પામ્યા છે એટલે ખેડૂતોની આર્થિક સંકડામણ દૂર કરવા મગફળી વેંચવાનો વિકલ્પ છે.

ગયા મહિને ગોંડલમાં એક લાખ ગુણી પ્રથમ વખત આવી ત્યારે એમ લાગતું હતુ કે હવે આવી આવક ચાલુ સીઝનમાં નહીં થાય. પરંતુ ખેડૂતોએ ગઇકાલે પોણા બે લાખ ગુણી ઠાલવી દીધી. રાજકોટમાં ય સવા ગુણી આવી ગઇ. આમ મોટાં યાર્ડોમાં સામાન્ય કરતા ત્રણ ગણી આવક થઇ ગઇ છે. નાના સેન્ટરોમાં ય ક્ષમતા કરતા વધારે આવક થઇ છે. આવકોનો અતિરેક એ બતાવે છેકે ખેડૂતોને મગફળી રાખવામાં ઓછો રસ છે.

રાજકોટ અને ગોંડલ યાર્ડ મોટાં છે એટલે ત્યાં જંગી આવક થાય છે. પરંતુ સોમવારે નાના સેન્ટરોમાં પણ ઉડીને આંખે વળગે તેવી આવક હતી. જામજોધપુરમાં લગભગ 16 હજાર ગુણી, જેતપુરમાં 3, અમરેલીમાં 5, કાલાવડમાં 7, વાંકાનેરમાં 6, હળવદમાં 12 અને બોટાદમાં 13 હજાર ગુણી આવક થઇ હતી. મહુવામાં 39 હજાર ગુણી અને જામનગરમાં 35 હજાર ગુણીની ચિક્કાર આવક હતી. સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડો જાણે મગફળીથી’ ઉભરાઇ રહ્યા હોય તેવી સ્થિતિ છે.
ગુજરાતમાં પણ ડિસા ખાતે એક લાખગુણી, પાથાવાડામાં 40 અને હિંમતનગર જેવા સેન્ટરમાં 20 હજાર ગુણી આવી હતી.

જોકે જંગી આવક વચ્ચે માઠી હાલત મગફળીના ખરીદ કેન્દ્રો ઉપર થઇ છે. ત્યાં સોમવારે કાગડાં ઉડતા હતા. ખરીદ કેન્દ્રો ઉપર ખેડૂતોને બોલાવાયા હતા તેના કરતા ફક્ત 20-30 ટકા ખેડૂતો જ આવ્યા હતા. સરકારી કેન્દ્રો ઉપર ખેડૂતો ન જવાનું કારણ ખૂલ્લા બજારમાં રોકડાં નાણાં અને ઉંચો ભાવ મળવાનું છે. આમ જ ચાલ્યું તો સરકારને 13 લાખ ટનના ટારગેટ સામે 6 લાખ ટન જેટલો જથ્થો પણ માંડ માંડ મળશે. એ ખેડૂતો અને વેપારીઓ માટે પણ સારી બાબત છે.
ખેડૂતોને ગયા વર્ષમાં ન હતો મળ્યો એટલો ભાવ અત્યારથી મળવા લાગ્યો છે એમ એક અભ્યાસુ ખેડૂત કહે છે. પાછલા વર્ષે રૂ. 700-800 માં મગફળી વેંચતા હતા તેના અત્યારે રૂ. 900-1150 સુધીના ભાવ ઉપજી રહ્યા છે. જામનગરમાં તો અમુક જથ્થો રુ. 1465માં વેચાયો હતો. જ્યારે મહુવામાં રુ. 1250 સુધીનો ઉંચો ભાવ થયો હતો.

સરેરાશ ખેડૂતોને રૂ. 1000-1100 સુધીનો ભાવ મળે છે એટલે સરકારી કેન્દ્રો પર વેંચવામા’ કોઇને રસ નથી. સરકારનો રૂ. 1055નો ભાવ છે. વળી એમાં વેંચવા માટે અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. વેંચ્યા પછી પેમેન્ટ મળવાના વાંધા છે. દિવસો સુધી પૈસા મળતા નથી.
વરસાદથી અસરગ્રસ્ત મગફળી વેંચવા જતા ખેડૂતોને કાઉન્ટમાં સમસ્યા થાય છે એટલે પણ સરકારી ઓટલે જવામાં બહુ ઓછાં ખેડૂતોને રસ છે, સૌને યાર્ડનો ઉંબરો વધારે પસંદ છે.

જામનગર યાર્ડમાં રેકોર્ડબ્રેક 35 હજાર ગુણી આવી

જામનગર,તા. 26 : જામનગરના હાપા મારકેટ યાર્ડમાં ગઇરાત્રે 12 વાગ્યાથી આજે સવારે 5 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન ખેડૂતોને પોતાની મગફળીનો જથ્થો લઇ આવવા માટેની જાણકારી અપાઈ હતી. તે દરમિયાન રેકોર્ડબ્રેક કહી શકાય તેટલા 225 વાહનોમાં મગફળીની 35,000 ગુણીની આવક થઇ છે. મગફળીનો ભાવ 850 રૂપિયાથી 1465નો બોલાયો હતો. તે પણ એક રેકોર્ડ છે. હવે પાંચ દિવસ આવક બંધ કરાઈ છે. આજે સવારે 10 વાગ્યાથી હાપા માર્કેટીંગ યાર્ડમાં ઓપન બજારમાં હરાજીની પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અને 20 કિલો (એક મણ) મગફળીનો ભાવ 850થી રેકોર્ડ કહી શકાય એટલો 1,465નો ભાવ બોલાયો હતો. જેથી ખેડૂતો ખુશખુશાલ થયા છે. મગફળી સારી હોવાથી 1465 જેટલો ભાવ મળતો હોવાના કારણે ખેડૂતોએ ટેકાના ભાવે મગફળીના વેંચાણ પ્રક્રિયામાં નિરસતા દાખવી છે.

October 25, 2020
Balmandir-1280x1211.jpg
4min12030

તમારા સંતાનને કયા બાળમંદિરમાં પ્રવેશ અપાવશો? ડિટેઇલ ગાઇડન્સ માટે ક્લીક કરો

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

આ વખતે કોરોના પેન્ડેમિકને કારણે સ્કુલો બંધ છે નહીં તો દિવાળી પહેલા તો અનેક સ્કુલોમાં બાળમંદિર (પ્રીપ્રાઇમરી)માં પ્રવેશની કામગીરી પૂરી થઇ જતી હોય છે. બાળમંદિરોમાં પ્રવેશની કામગીરી સપ્ટેમ્બર માસમાં શરુ થઇ જાય છે અને ફેબ્રુઆરી સુધી ચાલતી હોય છે. જો આપનું સંતાન કે આપના પરિવારમાં કોઇ બાળકની વય 3 વર્ષની આસપાસ છે તો તમારા માટે આ આર્ટિકલ ઉપયોગી નિવડશે.

આટલા વિશાળ નેટવર્કમાંથી શું પસંદ કરશો

બાળમંદિરમાં પ્રવેશની દિશા બાળકના સમગ્ર શાળાકીય જીવનનો રસ્તો નક્કી કરતી હોય છે. આવી સ્થિતિમાં સૌથી પહેલા પ્રવેશાર્થીઓના વાલીઓએ એ નક્કી કરવું જોઇએ કે કયા માધ્યમમાં પ્રવેશ લેવો જોઇએ.

  • ગુજરાતી મિડીયમ ( મોટા ભાગની સ્કુલો ગુજરાત બોર્ડ સંલગ્ન)
  • ઇંગ્લિશ મિડીયમ (80 ટકા સ્કુલો ગુજરાત બોર્ડ સંલગ્ન, 20 ટકા અધરધેન ગુજરાત બોર્ડ)
  • ગ્લોબલ ગુજરાતી મિડીયમ (તમામ સ્કુલો ગુજરાત બોર્ડ સંલગ્ન)
  • હિન્દી મિડીયમ (તમામ સ્કુલો ગુજરાત બોર્ડ સંલગ્ન)
  • મરાઠી મિડીયમ (તમામ સ્કુલો ગુજરાત બોર્ડ સંલગ્ન)
  • ઉર્દૂ મિડીયમ (તમામ સ્કુલો ગુજરાત બોર્ડ સંલગ્ન)

કયા બોર્ડને પસંદ કરશો

સુરત શહેર જિલ્લાની વાત કરીએ તો

  • ગુજરાત બોર્ડ – 850 પ્લસ સરકારી-પ્રાઇવેટ પ્રાઇમરી સ્કુલો
  • સેન્ટ્રલ બોર્ડ – CBSE 46 સ્કુલ, તમામ પ્રાઇવેટ સ્કુલ ઉપરાંત 5 કેન્દ્રીય વિદ્યાલય સરકારી સ્કુલો
  • આઇ.સી.એસ.ઇ. – ICSE 02 સ્કુલ
  • આઇ.બી. બોર્ડ – IB 01 સ્કુલ
  • કેમ્બ્રિજ બોર્ડ – 01 સ્કુલ
  • એન.આઇ.ઓ.એસ. NIOS (નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઓપન સ્કુલિંગ) કોઇપણ સ્કુલે ગયા વગર ઘરે બેસીને અભ્યાસ. ધો.12 સુધી કોઇપણ પ્રવાહમાં ભણી શકાય. ધો.12 પછી મેડીકલ, એન્જિનિયરિંગ, ફાર્મસી, બીબીએ, સમેત કોઇપણ કોલેજના પહેલા વર્ષમાં પ્રવેશ મળી શકે. (તમામ પ્રવેશ પરીક્ષાઓમાં મેરીટના આધારે)

રેગ્યુલર સ્કુલ કે રેસિડેન્સિયલ

પ્રવેશાર્થીના માબાપ તથા પરિવારજનોએ એ બાબતને પણ નિયત કરવાની રહેશે કે તમારા સંતાનને રેગ્યુલર સ્કુલમાં પ્રવેશ અપાવવો છે કે રેસિડેન્સિયલ (નિવાસી) શાળામાં. છેલ્લા ત્રણેક વર્ષથી સમગ્ર ભારતમાં રેસિડેન્સિયલ કન્સેપ્ટ ધરાવતી સ્કુલો તરફ વાલીઓનો ઝોક વધ્યો છે. આવી સ્કુલોમાં ધો.5થી હોસ્ટેલ એકોમોડેશન પૂરું પાડવામાં આવે છે. સુરતમાં આવી પણ અનેક શાળાઓ આવેલી છે.

તમારા ક્રાઇટેરીયા નક્કી કરો

બાળમંદિર પ્રવેશાર્થીઓના વાલીઓએ પોતાના ક્રાઇટેરીયા અનુસાર સંસ્થાની પસંદગી કરવાની રહેતી હોય છે. દેખાદેખી કે સાંભળેલી વાતોને આધાર બનાવ્યા વગર તમારા પોતાના ક્રાઇટેરીયા અને સ્વયં તપાસ (રિયાલિટી ચેક)ના આધારે તમારા બાળકનું સ્કુલિંગ ડેસ્ટિનેશન નક્કી કરવું જોઇએ.

  • સૌથી પહેલો ક્રાઇટેરીયા એરીયા. તમારા રેસિડેન્સ વિસ્તારની સ્કુલમાં લેવું છે કે અન્ય વિસ્તારમાં, કેમકે બાળકે 15 વર્ષ, 5000થી વધુ દિવસો સુધી ત્યાં અપડાઉન કરવાનું હોય છે. એટલે સૌથી પહેલા નક્કી કરો કે કયા એરિયાની સ્કુલમાં અભ્યાસ કરાવવો બહેતર રહેશે.
  • બીજો ક્રાઇટેરીયા ફી. ફી માટે કહેવાય છે કે ખાંડ નાંખો એટલું ગળ્યું થાય. એમ જેટલી ફી વધુ તેટલું સારું એજ્યુકેશન મળી રહે. આ સૂત્ર બધે ઠેકાણે કામ નથી કરતું પણ 99 ટકા સ્કુલો પર લાગૂ પડે છે. ઉંચી ફી ધરાવતી સ્કુલોનું એજ્યુકેશન બાળકનો ઓવરઓલ વિકાસ કરે છે. મોંઘવારીના જમાનામાં સારા શિક્ષકોનો પગાર સંસ્થાઓને પરવડતો નથી હોતો.
  • ઇન્ફ્રાસ્ટ્રક્ચર. માળખાગત સુવિધાઓ. આજે એજ્યુકેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બાળકના સર્વાંગી વિકાસ માટે અત્યંત જરૂરી થઇ ગયું છે. લાઇબ્રેરી, લેબોરેટરીઓ અપડુડેટ હોવા સાથે પ્લેગ્રાઉન્ડ, ડિજિટલ લેબ્સ, ઓડીટોરીયમ, રોબોટિક્સ, મ્યુઝિક સ્ટુડીયો વગેરે પ્રકારના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતી સ્કુલોમાં અભ્યાસ કરતા બાળકોનો ગ્રોથ વધુ જોવાય છે.
  • એજ્યુકેશન. ત્રીજો ક્રાઇટેરીયા એજ્યુકેશન. સુરતના શાળાકીય શિક્ષણમાં જબરદસ્ત કોમ્પિટીશન જોવા મળે છે, તેનો ફાયદો વાલીઓ અને વિદ્યાર્થીઓ બન્નેને મળે છે. ક્વોલિટી એજ્યુકેશન આપતી સંસ્થાઓના વિદ્યાર્થીઓનું જાહેર પરીક્ષાઓમાં પરફોર્મન્સ જ માપદંડ છે. એટલે વાલીઓ અને વિદ્યાર્થીઓ સ્વયં જાણી શકે છે કે એજ્યુકેશન વાઇઝ પરફોર્મન્સ જે તે શાળાઓનું કેવું રહે છે.

સુરતના અડાજણ વિસ્તારમાં સ્વામીનારાયણ એચ.વી. વિદ્યાલયમાં પ્રવેશ કાર્યવાહી શરૂ

રાંદેર રોડ, અડાજણ વિસ્તારમાં સેન્ટ્રલ બોર્ડ એફિલિયેટેડ સ્વામીનારાયણ એચ.વી. વિદ્યાલય તેમજ સ્વામીનારાયણ એચ.વી. એકેડેમીમાં પ્રીપ્રાઇમરી સેકશનમાં પ્રવેશ કાર્યવાહી શરૂ થઇ ચૂકી છે. ઉપરોક્ત પોસ્ટરમાં તમામ વિગતો સમાવિષ્ટ કરવામાં આવી છે. રસ ધરાવતા વાલીઓએ સત્વરે ન્યુ રાંદેર રોડ, સ્વામીનારાયણ એચ.વી. વિદ્યાસંકુલ પર સંપર્ક કરવો.

ઉધના સ્થિત શ્રી ગુરુકૃપા વિદ્યાસંકુલમાં પ્રવેશ કાર્વાહી શરૂ

25/10 થી શરૂ થઇ કન્ટ્રીસાઇડ ઇન્ટરનેશનલ સ્કુલની પ્રવેશ કામગીરી

ઉમરાની ઉન્નતી ઇંગ્લિશ એકેડેમીના એડમિશન તા.26/10/2020 થી

ભૂલકાવિહાર સ્કુલમાં પ્રવેશ કાર્યવાહી 26મી નવેમ્બરથી શરૂ થશે

ભૂલકા ભવનમાં 26 નવેમ્બરથી બાળમંદિરમાં પ્રવેશની કામગીરી

આપની સ્કુલમાં બાળમંદિરમાં પ્રવેશ કાર્યવાહીની વિગતો અહીં સમાવવા અમને વ્હોટ્સએપ કરો 98253 44944

બાળમંદિરમાં પ્રવેશ અંગે પેરેન્ટ કાઉન્સેલિંગ, આપની એપોઇન્ટમેન્ટ અહીં બુક કરાવો 98253 44944

October 25, 2020
Dirty-Politics.jpg
1min5650

સમગ્ર વિશ્વમાં ભારતના રાજનીતિ કરનારાઓ ભારે બદનામ છે, કેમકે આવા રાજનીતિકોમાં ખેલદીલની ભાવના બિલકુલ જ નથી હોતી. જેનો તાદ્શ દાખલો હાલ ભારતની રાજનીતિમાં જોવા મળી રહ્યો છે. કોરોના સામે જીવન રક્ષક વેક્સિન હજુ તો બની નથી, તેનો સ્ટોક આવ્યો નથી અને એ પહેલા તેને મફતમાં આપવાની રાજનીતિ શરૂ થઇ છે. બિહારની ચૂંટણીનો મુદ્દો બનેલી વેક્સિન આવતા આવશે પણ રાજકીય નેતાઓ કોરોના વેક્સિનના નામે પોતાનો રોટલો શેકી લેવાની ફિરાકમાં છે.

કોરોના મહામારીથી બચવાનો એકમાત્ર વિકલ્પ કોરોના વેક્સીન ભારતમાં બને એ પહેલા જ ચૂંટણીનો મુદ્દો બની ગઇ છે. બીજેપી દ્વારા બિહારમાં સત્તામાં આવવા પર દરેક વ્યક્તિને ફ્રી કોરોના વેક્સીનની જાહેરાત બાદ બધા જ રાજકીય પક્ષોએ મુદ્દો ઉઠાવી લીધો છે. તેમના મત મુજબ દરેક રાજ્યને કેન્દ્ર તરફથી ફ્રી કોરોના વેક્સીન મળવી જોઇએ. 

બિહારમાં ભાજપની ફ્રી વેક્સીનની જાહેરાત પછી મધ્ય પ્રદેશ અને તમિલનાડૂ જેવા રાજ્યોમાં પણ રાજકીય પક્ષો દ્વારા ફ્રી કોરોના વેક્સીનું એલાન કરી દેવામાં આવ્યું છે. ત્યારબાદ હવે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ ફ્રી કોરોના વેક્સીનનો મુદ્દો ઉઠાવી લીધો છે. તેમનુ કહેવુ છે કે સમગ્ર દેશમાં ફ્રી કોરોના વેક્સીન મળવી જોઇએ, કારણ કે તે દેશનો અધિકાર છે.   

October 24, 2020
income-tax-filing.jpg
3min8060
Income Tax Dept to scrutinise 4 lakh taxpayers under new e-assessment system

કેન્દ્ર સરકારે આજરોજ તા.24મી ઓક્ટોબર 2020ના રોજ જાહેર કરેલી સૂચના અનુસાર ટેક્સ પેયર્સ હવે ઇન્કમટેક્સ રિટર્ન તા.31મી ડિસેમ્બર 2020 સુધી ફાઇલ કરી શકશે. કોવીડ-19 અને તેના કારણે ઉદભવેલી સમસ્યાઓને જોતા ત્રીજા વખત ઇન્કમટેક્સ વિભાગે રિટર્ન ફાઇલ કરવાની મુદત વધારી છે.

દેશના નાણા મંત્રાલયે આ મુજબ સૂચનાઓ જારી કરી છે

The government on Saturday extended the deadline to file income tax (I-T) returns by individual taxpayers till December 31 for the financial year 2019-20 (FY20) in the wake of the ongoing Covid-19 crisis.

“The due date for furnishing of ITRs for the other (individual) taxpayers [for whom the due date (i.e. before the extension by the said notification) as per the Income Tax Act, 1961 was July 31, 2020] has been extended to December 31, 2020 from November 30, 2020,” the ministry of finance said in a notification.
It also stated that the “due date for furnishing of ITRs for the taxpayers (including their partners) who are required to get their accounts audited [for whom the due date (i.e. before the extension by the said notification) as per the Act is October 31, 2020] has been extended to January 31, 2021.”

The ministry added that the “due date for furnishing of ITRs for the taxpayers who are required to furnish report in respect of international/specified domestic transactions [for whom the due date (i.e. before the extension by the said notification) as per the Act is November 30, 2020] has been extended to January 31, 2021.”

Consequently, the date for furnishing of various audit reports including tax audit report and report in respect of international or specified domestic transaction has also been extended to December 31, 2020, the notification further mentioned.

October 24, 2020
mbbs.jpg
4min11680

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

નીટ-2020નું પરીણામ જાહેર થયા બાદ સૌથી પહેલા એડમિશન પ્રક્રિયા 15 ટકા નેશનલ ક્વોટાની બેઠકો માટે www.mcc.nic.in વેબસાઇટ પર હાથ ધરવામાં આવી છે. 15 ટકા નેશનલ ક્વોટામાં સમગ્ર દેશમાં આવેલી મેડીકલ અને ડેન્ટલ કોલેજોની 15 ટકા સીટો ઉપરાંત અનેક સેન્ટ્રલ યુનિવર્સિટીઓ સંચાલિત મેડીકલ કોલેજો, દેશની તમામ એઇમ્સ, ઇએસઆઇસી મેડીકલ કોલેજ વગેરેમાં પ્રવેશ આપવામાં આવે છે. આથી નીટ-2020માં હાઇસ્કોર ધરાવતા વિદ્યાર્થીઓએ 15 ટકા નેશનલ ક્વોટામાં રજિસ્ટ્રેશન કરાવવાની તકને નજરઅંદાજ કરવી ન જોઇએ.

15 ટકા નેશનલ ક્વોટામાં આટલી બેઠકો સમાવિષ્ટ

AIQ includes: (All India Quota)

  • i) 15% MBBS/ BDS Seats of States
  • ii) 100% MBBS/ BDS Seats of BHU
  • iii) 100% MBBS Seats of AIIMS across India
  • iv) All India Quota of JIPMER (Puducherry/ Karaikal)
  • v) All India Quota seats of AMU/ DU/ VMMC/ ABVIMS
  • vi) All India Quota Seats of Faculty of Dentistry (Jamia Milia Islamia)
  • vii)All India Quota Seats of ESIC

આ વેબસાઇટ પર રજિસ્ટ્રેશન www.mcc.nic.in/UGCounselling/

15 ટકા નેશનલ ક્વોટા માટેની પ્રવેશ કાર્યવાહીનું સમયપત્રક

NEET UG 2020 Counselling Schedule (Round 1)

EventDate
Registration/Payment &
Choice Filling
27.10.2020 to 02.11.2020
Choice Filling/ Locking28.10.2020 to 02.11.2020
Processing of Seat Allotment03.11.2020 to 04.11.2020
Result05.11.2020
Reporting06.11.2020 to 12.11.2020

MCC CALL CENTRE : Phone No. : 0120-4073500
TOLL FREE NUMBER : 1800 102 7637


Please contact the above numbers for Queries related to Counseling.
Please note that all queries will be answered during Call centre timings
only i.e 9:00 AM to 8:30 PM

MCC : Emails

 E-mail : adgme@nic.in (Only for Administrative Queries)
 E-mail : financemcc2019@lifecarehll.com (Only for Queries regarding
Finance / Accounts / Refund related matters of online counselling NEET UG)
Note: All the emails must be sent to the respective email IDs for
respective queries / grievances only and any email sent to any other email
ID other than the concerned email IDs would not be considered in any
case. Also, mails will be answered during office hours only i.e 10:00 AM
to 6:00 PM.

October 24, 2020
Data-Protection-Bill-of-India-2018.jpg
1min5460

ઍમેઝોન, ગૂગલ, પૅટીએમ, ફેસબુકના ઉચ્ચ અધિકારીઓને ડેટા પ્રૉટેક્શન બિલને લગતી જૉઇન્ટ પાર્લામેન્ટરી કમિટી (જેપીસી) સમક્ષ હાજર થવાનો આદેશ અપાયા બાદ ઍમેઝોને ૨૮મી ઑક્ટોબરે હાજર થવાનો ઇનકાર કર્યો હતો.

ગૂગલ અને પૅટીએમના ઉચ્ચ અધિકારીઓને ૨૯મી ઑક્ટોબરે તેમ જ ટ્વિટરના અધિકારીઓને ૨૮મીએ બોલાવાયા છે, જ્યારે ફેસબુકના અધિકારી શુક્રવારે આ સમિતિ સમક્ષ હાજર થયા હતા. ઇ-કૉમર્સ ક્ષેત્રની માતબર કંપની ઍમેઝોને સંયુક્ત સંસદીય સમિતિ સમક્ષ હાજર થવાની ના પાડીને વિશેષાધિકારનો ભંગ કર્યો હોવાનું પૅનલનાં અધ્યક્ષા અને ભાજપનાં સંસદસભ્ય મિનાક્ષી લેખીએ શુક્રવારે કહ્યું હતું.

તેમણે પીટીઆઇને કહ્યું હતું કે ‘ઍમેઝોન વિરુદ્ધ સખત પગલાં ભરવા સરકારને સૂચન થઈ શકે એવું કમિટીનો સર્વાનુમત અભિપ્રાય છે.’

દરમિયાન, ફેસબુકના પૉલિસી-હેડ અંખી દાસ શુક્રવારે ડેટા સિક્યૉરિટીના મુદ્દે કમિટી સમક્ષ હાજર થયા હતા. તેમને પૅનલના મેમ્બરો દ્વારા ડેટા સુરક્ષાના મુદ્દે કેટલાક આકરા અને તપાસમાં કડીરૂપ સાબિત થઈ શકે એવા સવાલો પૂછવામાં આવ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. અંખી દાસની લગભગ બે કલાક સુધી પૂછપરછ કરાઈ હતી. સૂત્રોના જણાવ્યા મુજબ તેમને એવું પણ પૂછાયું હતું કે તેમની કંપની કેટલો હિસ્સો યુઝર્સના ડેટા પ્રૉટેક્શન માટે ખર્ચ કરે છે અને કેટલો કરવેરો ભરે છે?

મિટિંગ દરમિયાન એક મેમ્બરે ફેસબુકના મુદ્દે સૂચવ્યું હતું કે ‘સોશિયલ મીડિયાની આ માતબર કંપની પોતાના ઍડવર્ટાઇઝરોના વ્યાપારલક્ષી ફાયદા માટે પોતાના વપરાશકારોના ડેટામાંથી અનુમાનો મેળવી ન શકે.

પૅનલે માઇક્રો-બ્લોગિંગ સાઇટ ટ્વિટરના ઉચ્ચ અધિકારીઓને ૨૮મી ઑક્ટોબરે બોલાવ્યા છે, જ્યારે ગૂગલ તથા પૅટીએમના અધિકારીઓએ ૨૯મી ઑક્ટોબરે આવવાનું રહેશે.

દરમિયાન, વૉશિંગ્ટનથી મળતા એપીના અહેવાલ મુજબ અમેરિકામાં રિપબ્લિકન સેનેટરોના અંકુશ હેઠળની સેનેટ જ્યુડિશિયરી કમિટીએ ફેસબુક તથા ટ્વિટરના સીઇઓને જીઓપી (ગ્રૅન્ડ ઑલ્ડ પાર્ટી) સમક્ષ આક્ષેપો ખોટા હોવાના પુરાવા આપવા બોલાવ્યા છે.

October 24, 2020
pm_modi.jpg
1min5790

કિસાન સૂર્યોદય યોજના

કિસાન સૂર્યોદય યોજનાનું ઈ લોકાર્પણ પણ આજે પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું છે. કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત જૂનાગઢ, દાહોદ, ગીર સોમનાથ અને પાટણ જિલ્લાના 1000થી વધુ ગામડાને આવરી લેવામાં આવ્યા છે. ગુજરાત રાજ્યના 17.25 લાખ ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે. આ યોજના અંતર્ગત ખેડૂતોને સવારના 5થી રાત્રીના 9 વાગ્યા સુધી વીજળી આપવામાં આવશે. માળખાકીય સુવિધા ઉભું કરવા માટે આગામી 3 વર્ષ માટે રૂપિયા 3500 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

ગિરનાર રોપ-વે

એશિયાનો સૌથી મોટા રોપવે ગિરનાર રોપવેનું ઇ-લોકાર્પણ PM નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું છે. ગિરનાર રોપવેના ઈ-લોકાર્પણ કાર્યક્રમમાં CM વિજય રૂપાણી સહિત અન્ય મંત્રીઓ જૂનાગઢમાં ઉપસ્થિત છે. PM નરેન્દ્ર મોદીના હસ્તે ગિરનાર રોપવેનું ઇ-લોકાર્પણ સાથે સાથે કિસાન સૂર્યોદય યોજનાને પણ શરૂ કરવામાં આવી છે. રોપવે દ્વારા 2.3 કિલોમીટરનુ અંતર માત્ર 8 મિનિટમાં કાપવામાં આવશે. ઉષા બ્રેકો કંપની દ્વારા 130 કરોડના ખર્ચે ગિરનાર રોપવે પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો છે. મહત્ત્વનું છે કે ગિરનાર રોપવેને લઇને સૌથી વધુ ઉત્સુકતા જુનાગઢવાસીઓમાં છે.

યુ.એન. મહેતા હોસ્પિટલ

યુ.એન.મહેતા હોસ્પિટલમાં હૃદયરોગ માટે નવી બિલ્ડીંગનવજાત શિશુને જન્મતાની સાથે જ જો હૃદયરોગ હશે તો અત્યાધુનિક સુવિધા પ્રાપ્ય બની શકે એ હૉસ્પિટલનું વડાપ્રધાનના હસ્તે ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું છે. નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલ અને ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ યુ.એન.મહેતા હૉસ્પિટલમાં આયોજીત કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં છે. અમદાવાદમાં યુ એન મહેતા હોસ્પિટલ (U.N. Maheta) જેમાં બાળ હૃદયરોગ હોસ્પિટલની નવી બિલ્ડીંગ તૈયાર કરવામાં આવી છે. આ બિલ્ડીંગનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇ લોકાર્પણ કરીને દર્દીઓની સારવાર માટે ખુલ્લી મુકી છે. અતિ આધુનિક ટેકનોલોજી સાથે સજ્જ કરાય છે. યુ.એન.મહેતા હોસ્પિટલ માં તાજા જન્મેલા બાળકોથી માંડી વૃદ્ધાવસ્થા સુધીની તમામ ઉંમરના હૃદયરોગના દર્દીઓની સંપૂર્ણ સારવાર થશે.

October 23, 2020
onion.jpg
1min5880

દેશના અનેક રાજ્યોમાં ડુંગળી (કાંદા)ના ભાવો ભડકે બળી રહ્યા હોઇ, સરકારે શ્રેણીબદ્ધ પગલાંઓ ભર્યા છે જેમાં એક પગલું કાંદાના સ્ટોકમાં બિનજરૂરી સંગ્રહખોરી ન થાય તે માટે મર્યાદા લાદવામાં આવી છે.

કન્ઝ્યુમર અફેર્સના સચિવે આપેલી માહિતી મુજબ બીજો હુકમ ન થાય ત્યાં સુધી દેશમાં કાંદાનો સ્ટોક રિટેલર વેપારી 2 ટન અને વ્હોલસેલર વેપારી 25 ટનથી વધુ જથ્થો રાખી શકશે નહીં.

October 23, 2020
eknath_khadse.png
1min6160

મહારાષ્ટ્રના દિગ્ગજ નેતા એકનાથ ખડસે ભાજપ છોડીને એનસીપીમાં જોડાયા છે.મહારાષ્ટ્રના પૂર્વ મુખ્ય પ્રધાન અને વિધાનસભાના વિપક્ષી નેતા દેવેન્દ્ર ફડણવીસનો રાજ માર્ગ વધુ મુશ્કેલ બની રહ્યો છે. મહારાષ્ટ્રના દિગ્ગજ નેતા એકનાથ ખડસે ભાજપ છોડીને એનસીપીમાં જોડાયા છે. બિહારને બચાવવા ગયેલા ભાજપના નેતાનું મહારાષ્ટ્ર જોખમમાં આવી પડ્યું છે. મહારાષ્ટ્રમાં એકનાથ ખડસેના પ્રભાવને બધા જાણે છે. એકનાથ ખડસેના કારણે મહારાષ્ટ્રમાં ભાજપને ચોક્કસપણે મોટું નુકસાન થઈ શકે છે. ભાજપ સાથે ખડસે કક્ષાના બીજા કોઈ નેતા નથી. તેથી ફડણવીસે બિહારથી પાછા ફરવું પડ્યું હતું. ફડણવીસે હંમેશાં ખડસે વિરુદ્ધ જાહેરમાં બોલવાનું ટાળ્યું છે. છેલ્લા કેટલાક સમયથી મહારાષ્ટ્રમાં એકનાથ ખડસે અને દેવેન્દ્ર ફડણવીસ વચ્ચે મોટો ઝગડો ચાલી રહ્યો હતો. બંને નેતાઓ એક બીજાને બહુ પસંદ નથી કરતા.

Maharashtra બીજા પક્ષો કરતાં સૌથી વધુ ધારાસભ્યો ધરાવતાં ભાજપ સત્તાની બહાર છે. શરૂમાં સત્તા મેળવી, પણ બહુમતિ મેળવી શક્યા ન હતા. સત્તામાં પાછા આવવા માટે ભાજપ દ્વારા તમામ ધમપછાડા કરીને સંભવિત પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે.

દેવેન્દ્ર ફડણવીસને બિહારની ચૂંટણી માટે દેવેન્દ્ર ફડણવીસને પ્રભારી બનાવવામાં આવ્યા હતા. પરંતુ ફડણવીસ બિહારની ચૂંટણીમાં એટલા વ્સ્ત થઈ ગયા કે તેઓ પોતાના રાજ્યમાં ધ્યાન આપી શકતા ન હતા. તેમની સામે ભારે રોષ જોવા મળતો હતો. નેતાઓ પક્ષ છોડી દે એવી સ્થિતી ઊભી થઈ છતાં ફણનવીસ બે ધ્યાન રહ્યાં હતા.