CIA ALERT

Slider Archives - Page 163 of 492 - CIA Live

March 31, 2021
covid_testing.jpg
1min499

દેશમાં કૂદકેભૂસકે વધી રહેલા કોરોના કેસને પગલે આજે કેન્દ્ર સરકાર દ્વારા વધુ એકવાર ચેતવણીનાં સૂરમાં કહેવામાં આવ્યું હતું કે, સ્થિતિ બદથી બદતર થઈ રહી છે. જે ચિંતાનો વિષય છે. આ સાથે જ સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જ્યાં કેસમાં તીવ્ર ઉછાળો આવી રહ્યો છે તેવા રાજ્યોને ટેસ્ટ, ટ્રેક અને ટ્રીટ ઉપર વધુ ધ્યાન કેન્દ્રિત કરવાં સૂચના પણ આપવામાં આવી છે.

છેલ્લા એકાદ માસમાં દેશમાં કોરોનાનાં કેસમાં નિરંકુશ વધારો થયો છે. સ્વાસ્થ્ય તજજ્ઞો આને કોરોનાની બીજી લહેર ગણાવી રહ્યા છે, ત્યારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને કોરોનાના કેસમાં ઓચિંતા ફરીથી ઉછાળો આવવાનું કારણ જણાવ્યું છે. હર્ષવર્ધને કહ્યું હતું કે, દેશમાં અનેક લોકો એવું માને છે કે કોરોનાની રસી આવી ગઈ છે એટલે હવે બધુ ઠીક થઈ ગયું છે. જેથી લોકો આને ગંભીરતાથી લેતા નથી. લોકો હવે કોરોનાને હળવાશમાં લેવા લાગ્યા છે માટે સુપર સ્પ્રેડર બનીને કોરોનાને વકરાવી રહ્યા છે.

કેન્દ્ર સરકારનાં સચિવે પણ કોરોના સંક્રમણ પર દેશવાસીઓને ચેતવણી ઉચ્ચારી હતી. સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે, કોરોનાના વધતા ચેપથી સ્થિતિ બદતર થઇ રહી છે અને ખાસ કરીને કેટલાક રાજ્યો માટે એ ચિંતાનો મોટો વિષય છે. સમગ્ર દેશ જોખમમાં છે, એવામાં કોઇએ બેદરકારી ન કરવી જોઇએ.

હર્ષવર્ધને કહ્યું હતું કે, રસી લીધા પછી બીજીવાર કોવિડ-19થી સંક્રમિત થવું એ દુર્લભ ઘટના કહી શકાય, તેમ છતાં જો વેક્સિન લીધા પછી કોરોના થાય તો તેમાં ખતરો નથી રહેતો.
ટેસ્ટ, ટ્રેક અને ટ્રીટ જરૂરી છે. એકવાર કેસ ટ્રેક થઈ ગયા બાદ આઈસોલેશનમાં તેની સારવાર અનિવાર્ય છે. કોરોના સામેની લડાઈમાં ભારતની તૈયારીની વાત કરતાં તેમણે ઉમેર્યુ હતું કે, દેશમાં અત્યારે 20 લાખ બેડ બનાવાયા છે. ભારત સરકાર તમામ કેસને ગંભીરતાથી લઈ રહી છે. ગત સપ્તાહે 47 જિલ્લાઓ સાથે બેઠક થઈ હતી. આજે દેશનાં 430 જિલ્લામાં 7થી લઈને 28 દિવસમાં કોઈ કેસ નોંધાયા નથી.

સચિવે કહ્યું હતું કે, કોવિડ-19થી સૌથી વધુ અસરગ્રસ્ત 10 જિલ્લામાંથી આઠ મહારાષ્ટ્રના છે અને દિલ્હી પણ એક જિલ્લાનાં રૂપમાં આ યાદીમાં સામેલ છે. આ સિવાય પુણે, મુંબઇ, નાગપુર, થાણે, નાસિક, ઔરંગાબાદ, બેંગ્લોર, નાંદેડ અને અહમદનગરનો સમાવેશ થાય છે.

March 30, 2021
iima.jpg
1min486

અમદાવાદની ઇન્ડિયન ઇન્સ્ટીટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (IIM-A) કોરોના હોટસ્પોટ બની ગઇ છે. અહીં ૯ વિદ્યાર્થી સહિત વધુ ૧૦ પોઝિટિવ કેસ સામે આવ્યા છે. આ સાથે જ અમદાવાદની ઇન્ડિયન ઇન્સ્ટીટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (IIM-A) કેમ્પસમાંથી મળી આવેલા કુલ કોરોના પોઝિટિવની સંખ્યા ૭૦ને પાર કરી ગઇ છે. અમદાવાદ મહાનગરપાલિકાએ (IIM-A) કેમ્પસને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરીને અહીં કામ કરતા, અભ્યાસ કરતા તમામનું સ્ક્રિનિંગ કર્યું છે.

Corona blast in IIM Ahmedabad IIT Gandhinagar 65 students professors  infected | Corona Outbreaks: IIM अहमदाबाद और IIT गांधीनगर में कोरोना  विस्फोट, 65 स्टूडेंट्स-प्रोफेसर संक्रमित ।

સૌથી ચોંકાવનારી વિગત તો એ પણ છે કે 1 સપ્ટેમ્બર 2020થી 27 માર્ચ 2021 સુધીમાં IIMAમાં કુલ 190 જેટલા લોકો કોરોનાથી સંક્રમિત થયા હોવાનું જાણવા મળ્યું છે.

મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ ઓફિસર ડો. મેહુલ આચાર્યના જણાવ્યા અનુસાર અમદાવાદ IIMમાં અત્યાર સુધી કુલ કેસનો આંકડો 70 પર પહોંચ્યો છે. અહીં છેલ્લા 15 દિવસમાં 70 લોકો કોરોનાની ઝપેટમાં આવતા સારવાર હેઠળ છે. જ્યારે IIM-A દ્વારા કોરોનાના કેસો અંગેની જાહેર કરવામાં આવેલી વિગતો મુજબ IIM-Aમાં 28 માર્ચે પણ 100થી વધુના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાં 10નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

કોરોનાના કેસ વધતા અમદાવાદ ફરી હોટસ્પોટ બન્યું છે. હોળી-ધૂળેટીના દિવસે IIMમાં 116થી વધુ લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાં 16 લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે. ભારત-ઇંગ્લેન્ડની મેચ જોવા ગયેલા 5 વિદ્યાર્થી પોઝિટિવ આવ્યા બાદ અત્યાર સુધી 70 જેટલા લોકો વાયરસની ઝપટમાં આવી ચૂક્યા છે.

 

March 30, 2021
corona_india.jpg
1min425

ભારતમાં કોરોના કેસોની સંખ્યા 1.20 કરોડના આંકડાને પાર કરી ગઇ છે એવી જ રીતે ભારતમાં વેક્સીન લેનારા લોકોની સંખ્યા પણ ૬ કરોડના આંકડાને પાર કરી ગઇ છે.

29/3/21 સોમવારે ભારતમાં 68,020 નવા કેસ નોંધાયા છે, આ પાછલા વર્ષે ઓક્ટોબર પછી એક દિવસમાં સૌથી વધુ નોંધાયેલા કેસ છે. દેશમાં કુલ કોરોના કેસનો આંકડો 1,20,00,000 ને પાર થઈ ગયા છે.

હાલ દેશમાં ચાલી રહેલી કોરોના વાયરસની લહેર પાછલા વર્ષે સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં આવેલી લહેર કરતા વધારે ઝડપી છે, આ વખતે વધુ ઝડપથી નવા કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. પહેલી લહેર દરમિયાન 32 દિવસમાં 18,000 કેસથી 50,000 કેસ થયા હતા.

મહારાષ્ટ્ર, પંજાબ, કર્ણાટક, ગુજરાત, કેરળ, તમિળનાડુ, છત્તીસગઢ અને મધ્ય પ્રદેશ એમ દેશના આઠ રાજ્યમાં કોરોનાના દૈનિક કેસની સંખ્યામાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે અને સાથોસાથ ભારતમાં કોરોના કેસોની સંખ્યા પણ કૂદકેને ભૂસકે વધી રહી છે.

Image
March 29, 2021
guj_corona.jpg
1min976

ગુજરાત રાજ્યમાં હોળી દહન થઇ રહ્યું હતું ત્યારે જ જાહેર થયેલા કોરોનાના નવા કેસોની વિગતોમાં છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના નવા 2270 કેસો નોંધાયા છે અને 1605 દર્દીઓ સાજા થયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના કારણે વધુ 8 દર્દીના મોત થતાં કુલ મૃત્યુઆંક 4492 પર પહોંચ્યો છે.

રાજ્યમાં જ્યાં એકબાજુ કોરોના વાયરસના કેસોમાં વધારો થઈ રહ્યો છે ત્યાં બીજી બાજુ આજે કુલ 1,36,737 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 284846 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. જ્યારે એક્ટિવ કેસોની સંખ્યા કુલ 11528 છે, જેમાં 152 દર્દીઓ વેન્ટિલેટર પર છે જ્યારે 11376 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાના કારણે વધુ 8 દર્દીઓના મોત થયા છે જેમાં અમદાવાદ કોર્પોરેશનના 2, રાજકોટ કોર્પોરેશનના 2, સુરત કોર્પોરેશનના 2, સુરત ગ્રામ્યમાં 1 અને વડોદરા કોર્પોરેશનના 1 દર્દીનું મોત થયું છે.

છેલ્લા 24 કલાકમાં સુરતમાં 611, અમદાવાદમાં 607, વડોદરામાં 202 અને રાજકોટમાં 159 દર્દીઓ નોંધાયા છે. જો ઉત્તર ગુજરાતમાં કોરોનાના કેસોની સ્થિતિ જોઈએ તો છેલ્લા 24 કલાકમાં ગાંધીનગરમાં 22, સાબરકાંઠામાં 11, બનાસકાંઠામાં 8, પાટણમાં 23, મહેસાણામાં 26, અરવલ્લીમાં 10 કેસો નોંધાયા છે.

જ્યારે સૌરાષ્ટ્રમાં જામનગરમાં 24, કચ્છમાં 23, સુરેન્દ્રનગરમાં 10, જુનાગઢમાં 8, ગીર સોમનાથમાં 7 અને બોટાદમાં 3 તેમજ પોરબંદરમાં 2 કેસ નોંધાયા છે. જ્યારે મધ્ય-દક્ષિણ ગુજરાતમાં દાહોદમાં 22, ખેડામાં 22, પંચમહાલમાં 19, આણંદમાં 17, નર્મદામાં 17, ભરૂચમાં 16, વલસાડમાં 13, નવસારીમાં 12 અને છોટા ઉદેપુરમાં 5 કેસો નોંધાયા છે.

March 29, 2021
maharashtra_taj.jpg
1min432

દેશમાં કોરોના વાયરસ (COVID-19)નો કહેર વધી રહ્યો છે અને સાથે જ રાજ્યના આંકડાઓ પણ ચિંતામાં વધારો કરી રહ્યાં છે. ગત વર્ષના માર્ચ મહિનાની સરખામણીએ ગઈ કાલે એટલે કે રવિવારે મહારાષ્ટ્રમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. એટલે મહારાષ્ટ્ર આ અઠવાડિયે લૉકડાઉન લાદવાનું વિચારી રહ્યું છે. જોકે, રાજ્યના કેટલાક શહેરોમાં નાઈટ કર્ફ્યુ પહેલેથી જ અમલમાં મુકવામાં આવ્યો છે.

રવિવારે મહારાષ્ટ્રમાં 40,414 કેસ નોંધાયા હતા. જે રાષ્ટ્રમાં નોંધાયેલા કુલ કેસના લગભગ બે-તૃતીયાંશ કેસ જેટલા છે. રાજ્યમાં નોંધાયેલા 40,414 કેસમાંથી મુંબઈમાં 6,923 કેસ નોંધાયા હતા. મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)ની કચેરીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, રવિવારે યોજાયેલી કોવિડ-19 ટાસ્ક ફોર્સની બેઠકમાં સૂચવવામાં આવ્યું હતું કે, રાજ્યમાં જે પ્રમાણે કેસ વધી રહ્યાં છે તે જોતા કડક લૉકડાઉન જેવા પગલા લાદવા જોઈએ. રાજ્ય સરકારના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, લૉકડાઉન આગામી દિવસોમાં અસરકારક થઈ શકે છે. કારણકે અધિકારીઓને તબક્કાવાર રીતે તેનો અમલ કરવાની તૈયારી કરવા જણાવ્યું હતું.

મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે, આરોગ્ય પ્રધાન રાજેશ ટોપે (Rajesh Tope)અને અન્ય અધિકારીઓ સાથેની બેઠકમાં રાજ્યના આરોગ્ય વિભાગના મુખ્ય સચિવ ડો. પ્રદીપ વ્યાસ (Dr. Pradeep Vyas)એ જણાવ્યું હતું કે, જો કેસ આમને આમ વધતા રહેશે તો હૉસ્પિટલ બૅડ, ઓક્સિજન સપ્લાય અને વેન્ટિલટરની ઉપલબ્ધાતની અછત વર્તાશે. બેઠક દરમિયાન મુખ્યમંત્રીએ કોવિડ -19 દર્દીઓની સારવાર માટે રાજ્યમાં કોવિડ -19 દર્દીઓની સારવાર માટે પથારી, દવાઓ અને ઓક્સિજનની ઉપલબ્ધિ સહિત આરોગ્ય સંબંધિત અન્ય તૈયારીઓની સમીક્ષા કરી હતી.

પછી ટાસ્ક ફોર્સે ભલામણ કરી હતી કે, રાજ્યમાં સતત વધી રહેલા કોરોના વાયરસના કેસ અટકાવવા માટે લૉકડાઉન જેવા કડક પગલાં લેવા જરૂરી છે. ત્યારબાદ મુખ્યપ્રધાને અધિકારીઓને  તાકીદ કરી છે કે, લૉકડાઉનના અમલીકરણ અંગે આ પ્રકારની વિગતવાર યોજના તૈયાર કરવામાં જેથી તે અર્થવ્યવસ્થાને ઓછામાં ઓછી અસર કરે.

March 27, 2021
Sachin-Tendulkar.jpg
1min548

ભારતના વિશ્વ વિખ્યાત ક્રિકેટર સચિન તેંદુલકરનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો હોવાની જાણકારી તેમણે ખુદ ટ્વીટ કરીને આપી છે.

સચિન તેંદુલકરે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે માઇલ્ડ સિન્ટમ્સ સાથે તેઓ કોરોના પોઝીટીવ છે અને સાવચેતીપૂર્વક તકેદારી રાખી રહ્યા છે.

March 27, 2021
corona-gujarat.jpg
1min509

ગુજરાતમાં કોરોના વાયરસના કેસોનો આંકડો હવે ચોંકાવી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 2190 કેસો આવ્યા છે જ્યારે 1422 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં આજે કોરોનાના 88,099 ટેસ્ટ કરવામાં આવ્યા જે પૈકી 2190 વ્યક્તિઓ પોઝિટિવ આવ્યા છે. રાજ્યમાં આજે કુલ 2,29,051 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. રાજ્યમાં કોરોનાને હરાવીને સાજા થવાનો દર 95.07 ટકા નોંધાયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કારણે વધુ 6 દર્દીના મોત થતાં કુલ મૃત્યુઆંક 4479 પર પહોંચ્યો છે. જો ગુજરાતના મોટા શહેરોમાં કોરોના વાયરસના કેસોની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં સુરતમાં 609, અમદાવાદમાં 604, વડોદરામાં 165 અને રાજકોટમાં 139 કેસો નોંધાયા છે.

Saurashtra Corona Updates

રાજકોટ અને જામનગરમાં કોરોનાનું કાળચક્ર ફરી રહ્યું હોય તેમ મૃત્યુઆંકનો ગ્રાફ સતત વધી રહ્યો છે. આજે રાજકોટમાં 8 અને જામનગરમાં 1 મળીને કુલ 9 દરદીનો કોરોનાએ ભોગ લીધો હતો. પરંતુ રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે માત્ર રાજકોટમાં એકજ કોવિડ ડેથ જાહેર કર્યુ હતુ. આજે સૌરાષ્ટ્રમાં નવા 329 કેસ નોંધાયા હતા અને 8 જિલ્લામાંથી 179 દરદી કોરોનાના ચેપમાંથી મુક્ત થયા હતા. જ્યારે બોટાદમાં એકેય કેસ નોંધાયો નહોતો.

રાજકોટ શહેરમાં 139 કેસ સાથે કુલ પોઝિટિવ આંક 18 હજારને પાર કરીને 18255 થયો હતો. તેમજ ગ્રામ્યમાં 25 કેસ સાથે જિલ્લામાં કુલ કેસનો આંક 25663 થયો હતો. જેમાંથી આજે 8 દરદીએ કોરોનાની સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા હતા. જ્યારે 109 દરદી કોરોનાને મહાત આપવામાં સફળ થતા અત્યારે શહેરના 673 અને ગ્રામ્યના 147 મળીને કુલ 820 એક્ટિવ કેસ રહ્યા હતા.

જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલના કોરોના વોર્ડમાં સારવાર દરમિયાન વધુ એક દરદીનું મૃત્યુ નિપજ્યું હતુ. જ્યારે શહેરના 23 તથા ગ્રામ્યના 24 મળીને જિલ્લામાં નવા 47 કેસ નોંધાયા હતા અને 24 દરદીએ કોરોનાને મહાત આપી હતી.

ભાવનગર શહેરના 32 તથા ગ્રામ્યના 8 મળીને જિલ્લામાં નવા 40 કેસ સાથે કુલ પોઝિટિવ આંક 6713 થયો હતો. જેમાંથી આજે 19 દરદી ડિસ્ચાર્જ થતા હવે 285 દરદી સારવાર હેઠળ રહ્યા હતા. અમરેલી જિલ્લામાં નવા 20 કેસ સાથે કુલ પોઝિટિવ આંક 4045 થયો હતો. જેમાંથી વધુ 5 દરદી ડિસ્ચાર્જ થતા અત્યારે 110 એક્ટિવ કેસ રહ્યા હતા.

મોરબી શહેર-તાલુકામાં 13 તેમજ વાંકાનેરમાં 3, હળવદ, માળિયા અને ટંકારામાં 1-1 મળીને જિલ્લામાં નવા 19 કેસ સાથે કુલ પોઝિટિવ આંક 3525 થયો હતો. જેમાંથી વધુ 6 દરદી સાજા થતા હવે 113 એક્ટિવ કેસ રહ્યા હતા. તેવીજ રીતે સુરેન્દ્રનગર જિલ્લામાં 17 કેસની સામે 2 દરદી ડિસ્ચાર્જ થયા હતા. જૂનાગઢ શહેરમાં 8 તેમજ ભેંસાણમાં 1 મળીને જિલ્લામાં નવા 9 કેસ નોંધાયા હતા અને 6 દરદી ડિસ્ચાર્જ થયા હતા. તો ગીર સોમનાથ જિલ્લામાં 8 કેસની સામે 8 દરદી ડિસ્ચાર્જ થયા હતા. જ્યારે દ્વારકામાં 4 અને પોરબંદરમાં 1-1 કેસ નોંધાયા હતા અને એકેય દરદી ડિસ્ચાર્જ થયા નહોતો. બોટાદ જિલ્લામાં આજે 2 કેસ અને 2 ડિસ્ચાર્જ સ્થાનિક તંત્રએ જાહેર કર્યા હતા, પરંતુ રાજ્ય સરકારે કેસ અને ડિસ્ચાર્જ 0-0 જાહેર કર્યા હતા.

March 27, 2021
bribe.jpg
1min590

અમદાવાદના એક રમકડાંના વેપારીઓનો જીએસટીનો મામલો પતાવવા માટે દોઢ લાખની લાંચ લેવાના આરોપમાં સીજીએસટી વિભાગના જોઈન્ટ કમિશનર નિતુ સિંહ અને સુપ્રિટેન્ડન્ટ પ્રકાશભાઈ યશવંતભાઈ રસાણિયાની એન્ટી કરપ્શન બ્યૂરો (એસીબી) દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

અમદાવાદમાં રમકડાનો વ્યવસાય કરતા વેપારીને GST મામલે એક નોટિસ ફટકારવામાં આવી હતી. આ નોટિસ મળતા વેપારીએ CGST વિભાગના જોઈન્ટ કમિશનર અને સુપ્રિટેન્ડેન્ટ નિતુ સિંહ ત્રિપાઠીનો સંપર્ક કર્યો હતો. આ બેઠકમાં વેપારી પાસે 1.50 કરોડ રૂપિયાની પેનલ્ટી સામે કાર્યવાહી ન કરવા માટે પાંચ લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી. બેઠક બાદ આખરે દોઢ લાખ રૂપિયા આપવાનું નક્કી થયું. જેમાંથી એક લાખ રૂપિયા નિતુ સિંહને અને બીજા 50 હજાર સુપ્રિટેન્ડેન્ટ પ્રકાશભાઈ રસાણિયાને આપવા કહ્યું હતું.

WhatsApp Image 2021-03-26 at 10.46.37 PM.

વેપારીએ બેઠક બાદ એન્ટી કરપ્શન બ્યૂરો(ACB)ના અધિકારીઓનો સંપર્ક કર્યો અને સમગ્ર ઘટનાની જાણકારી આપી. વેપારીની ફરિયાદના આધારે ACB દ્વારા રેડ કરવાનું પ્લાનિંગ કરવામાં આવ્યું. જે મુજબ વેપારી લાંચના પૈસા આપવા માટે ACBના અધિકારી સાથે આનંદનગર સ્થિત CGSTની ઓફિસે પહોંચ્યા હતા. ત્યાં જઈને તેમણે જોયું તો નિતુ સિંહ ઓફિસમાં નહોતા. તેથી વેપારીએ તેમને ત્યાં ફોન કર્યો તે નિતુ સિંહે કહ્યું કે હાલમાં તે કામથી બહાર આવ્યા છે તેઓ દોઢ લાખ રૂપિયા સુપ્રિટેન્ડેન્ટ પ્રકાશભાઈને આપી દે. નિતુ સિંહના કહેવા પ્રમાણે વેપારીએ આ રકમ જ્યારે સુપ્રિટેન્ડેન્ટને આપી તે સમયે જ ACBની ટીમે તેમની ધરપકડ કરી હતી. ત્યાર બાદ પુરાવાના આધારે નિતુ સિંહની પણ ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

March 27, 2021
tata_cyrus-mistry.jpg
1min521

તાતા જૂથ દ્વારા ૨૦૧૬માં સાયરસ મિસ્ત્રીને અધ્યક્ષપદેથી હટાવવાના નિર્ણયને શુક્રવારે સુપ્રીમ કોર્ટે યોગ્ય ગણ્યો હતો અને તેમને પાછા પદ પર બેસવાની છૂટ આપનારા કંપની લૉ ટ્રિબ્યુનલના આદેશને રદ કર્યો હતો. મુખ્ય ન્યાયમૂર્તિ એસ. એ. બોબડેના વડપણ હેઠળની ખંડપીઠે કહ્યું કે સાયરસ મિસ્ત્રીને હટાવવાનો નિર્ણય યોગ્ય હતો અને કાયદાના સંબંધિત પ્રશ્ર્નો ટાટા જૂથની તરફેણમાં છે.

દરમિયાન તાતા ગ્રૂપના ચેરમેન ઇમેરિટ્સ રતન તાતા અને તાતા સન્સે સર્વોચ્ચ અદાલત દ્વારા સાયરસ મિસ્ત્રી સામેના કેસમાં પોતાની તરફેણમાં આપેલા ચુકાદાને આવકાર્યો હતો અને જણાવ્યું હતું કે અમારા જૂથના મૂલ્ય અને વહીવટના ધોરણને સમર્થન મળ્યું છે.

રતન તાતાએ સોશિયલ મીડિયા પરની પૉસ્ટમાં જણાવ્યું હતું કે આ કેસ હાર કે જીતનો નહોતો. મારી પ્રામાણિકતા અને જૂથની નૈતિકતા સામે સવાલ ઉઠાવનારાઓને સર્વોચ્ચ અદાલતના ચુકાદાથી જવાબ મળી ગયો છે. આ ચુકાદો દેશના ન્યાયતંત્રમાંનો વિશ્ર્વાસ પ્રસ્થાપિત કરનારો છે.

તાતા ગ્રૂપની કંપનીઓની હૉલ્ડિંગ ફર્મ તાતા સન્સે જણાવ્યું હતું કે સર્વોચ્ચ અદાલતનો આ ચુકાદો અમારા જૂથ દ્વારા અપનાવાયેલી નીતિને સમર્થન આપે છે. તાતા સન્સ સર્વોચ્ચ અદાલતનું આભારી છે. (એજન્સી)

સાયરસ મિસ્ત્રીને પદ પરથી હટાવવું કોર્પોરેટ ગવર્નન્સના સિદ્ધાંતોનું સંપૂર્ણપણે ઉલ્લંઘન છે તેવી રજૂઆત શાપૂરજી પાલનજી ગ્રુપ દ્વારા સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી હતી. આર્ટિકલ્સ ઑફ એસોસિયેશનનું પણ ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું એવું તેમણે કહ્યું હતું. કોર્ટમાં તાતા ગ્રુપે આક્ષેપોનો ઇનકાર કર્યો હતો અને મિસ્ત્રીને ચેરમેનપદેથી હટાવવાનો બોર્ડનો અધિકાર હતો એમ જણાવ્યું હતું. સુપ્રીમ કોર્ટે ૧૭મી ડિસેમ્બર, ૨૦૨૦ના દિવસે ચૂકાદો રિઝર્વ રાખ્યો હતો

૧૮ ડિસેમ્બર, ૨૦૧૯ના રોજ નેશનલ કંપની લૉ એપેલેટ ટ્રિબ્યુનલ (એનસીએલએટી)એ તાતા ગ્રુપના ચેરમેનપદે સાયરસ મિસ્ત્રીને બેસાડવાનો આદેશ આપ્યો હતો. એનસીએલએટીના આ આદેશને હવે રદ કરવામાં આવ્યો છે.

ડિસેમ્બર, ૨૦૧૨માં સાયરસ મિસ્ત્રીની તાતા સન્સના ચેરમેનપદે નિમણૂક કરવામાં આવી હતી. કંપનીના બોર્ડના ડિરેક્ટર્સે ૨૪,ઑક્ટોબર, ૨૦૧૬ના રોજ બહુમતીથી તેમને હટાવવાનો નિર્ણય લીધો હતો. ૨૦ જાન્યુઆરી, ૨૦૨૦ના રોજ સુપ્રીમ કોર્ટે એનસીએલએટીના ૧૮ ડિસેમ્બર, ૨૦૧૯ના આદેશ પર સ્ટે આપ્યો હતો.

March 27, 2021
bengal.png
2min646

પ. બંગાળ અને અસમમાં આજે વહેલી સવારથી વિધાનસભા ચૂંટણીનો પહેલો તબક્કો શરું થઈ ગયો છે. કેટલીક ઘટનાને બાદ કરતા રાજ્યમાં મોટાભાગના સ્થળે શાંતિ પૂર્વક મતદાન થઈ રહ્યું છે. બંને રાજ્યોમાં મતદાનની સંવેદનશીલતાને ધ્યાને લેતા ખૂબ જ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. બંને રાજ્યોમાં સવારથી શરું થયેલા મતદાનમાં મહિલાઓ ખૂબ જ ઉત્સાહ પૂર્વક બહાર નકળી છે. પ્રથમ બે કલાકમાં અસમમાં 8.84 અને બંગાળમાં 7.72 ટકા મતદાન નોંધાયું છે.

West Bengal Election 2021 Dates: Polls to Be Held in 8 Phases, Results on  May 2

પશ્ર્ચિમ બંગાળમાં શનિવારે પહેલા તબક્કાની ચૂંટણી માટે મતદાન થવાનું છે અને ૩૦ બેઠક માટે ૭૩ લાખ મતદારો મતદાન કરી રહ્યા છે.

૭૦૬૧ સ્થળે ૧૦,૨૮૮ મતદાન કેન્દ્રની સુરક્ષા માટે ચૂંટણીપંચે કેન્દ્રીય દળની ૬૮૪ ટુકડી તહેનાત કરાઇ છે. આ સિવાય, મહત્ત્વના સ્થળોએ સ્થાનિક પોલીસ પણ તહેનાત કરવામાં આવી છે.

મોટાભાગના વિસ્તારો એક જમાનાના નક્સલવાદીઓના અડ્ડા ગણાતા જંગલમાં આવેલા છે.

પહેલા તબક્કાની ૩૦ બેઠક માટેની ચૂંટણી માટે ૧૯૧ ઉમેદવાર મેદાનમાં ઉતર્યા છે. મતદાન દરમિયાન કોવિડ-૧૯ની માર્ગદર્શિકાનું ચુસ્તાથી પાલન કરવામાં આવી રહ્યું છે.

પહેલા તબક્કામાં પુરલીયાની નવ બેઠક, બાનકુરાની ચાર બેઠક, ઝારગ્રામની ચાર બેઠક, પશ્ર્ચિમ મિદનાપુરની છ બેઠક, ભાજપના નેતા સુવેન્દુ અધિકારીની હૉમપીચ ગણાતી પૂર્વ મિદનાપુરની સાત બેઠકનો સમાવેશ થાય છે.

આ બેઠકો માટે ટીએમસી અને ભાજપ બંનેએ પોતાના ૨૯ ઉમેદવાર અને ડાબેરી-કૉંગ્રેસ-આઇએસએફ જોડાણે બધી જ બેઠક પર પોતાના ઉમેદવાર ઉભા કર્યા છે.

ઝારગ્રામમાં બૂથદીઠ ૧૧ સંસદીય કર્મચારીની નિયુક્તિ કરવામાં આવશે, જે રાજ્ય માટે અત્યાર સુધીની સૌથી વધુ સંખ્યા છે.

ચૂંટણીપંચે જણાવ્યું હતું કે ઝારગ્રામના ડાબેરી કટ્ટરવાદીઓના ગણાતા વિસ્તારોમાં ૧૩૦૭ બૂથની સુરક્ષા માટે અમે ૧૨૭ કેન્દ્રીય ટુકડી તહેનાત કરવામાં આવી છે.

આ સિવાય, ક્વિક રિસ્પોન્સ ટીમ (ક્યુઆરટી) તરીકે વધુ ૧૪ ટુકડીનો ઉપયોગ કરવામાં આવશે, સ્ટ્રોન્ગ રૂમની સુરક્ષા માટે એક ટુકડી અને અન્ય બે ટુકડી રિઝર્વ ફોર્સ તરીકે અનામત રાખવામાં આવશે.

ઝારગ્રામમાં કુલ ૧૪૪ ટુકડી તહેનાત કરવામાં આવશે.

અન્ય જિલ્લાઓમાં સરેરાશ પ્રતિ બૂથ છ અર્ધલશ્કરી દળના જવાનને તહેનાત કરવામાં આવશે.

સૌથી વધુ ૧૮૫ ટુકડી પુરલિયામાં ૨૪૩૭ બૂથ માટે તહેનાત કરવામાં આવશે.

બાનકુરામાં ૮૩ ટુકડી ૧૩૨૮ બૂથ માટે તહેનાત કરવામાં આવશે. દરેક ટુકડીમાં ૧૦૦ જવાન રહેશે.

પહેલા તબક્કાના મતદાન માટે ૨૨૦૯૨ પોલીસના જવાનોને તહેનાત કરવામાં આવશે.