રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી દુનિયાના 8મા સૌથી ધનિક ઉદ્યોગપતિ બન્યા છે. હુરૂનના ગ્લોબલ રિચ લિસ્ટ ર0ર1 મુજબ છેલ્લા એક વર્ષમાં મુકેશ અંબાણીની મિલકત ર4 ટકા વધી છે. તેઓ 83 અબજ ડોલરની સંપતિના માલિક છે. જે ભારતીય મુદ્રામાં 6.09 લાખ કરોડ જેટલા થાય છે.
દુનિયાના સૌથી ધનિક તરીકે ટેસ્લા કંપનીના એલન મસ્કે સ્થાન મેળવ્યુ છે જેમની સંપતિ 3ર8 ટકા વધી 197 અબજ ડોલર થઈ છે. એક વર્ષમાં એલન મસ્કની સંપતિમાં 1પ1 અબજ ડોલરનો વધારો થયો છે. ચીનના ઉદ્યોગપતિ અલીબાબા ગ્રુપના જેક મા ચોથા ક્રમે છે. રિચ લિસ્ટમાં અન્ય ભારતીયોમાં ગૌતમ અદાણી અને પરિવાર ર.34 લાખ કરોડની સંપતિ સાથે 48મા ક્રમે, શિવ નાદર તથા પરિવાર 1.94 લાખ કરોડની સંપતિ સાથે પ8મા ક્રમે, લક્ષ્મી એન મિતલ 1.40 લાખ કરોડની સંપતિ સાથે 104મા ક્રમે તથા સાઈરસ પૂનાવાલા 1.3પ લાખ કરોડની સંપતિ સાથે 113મા ક્રમે સ્થાન મેળવ્યું છે.
નવી યાદી અનુસાર ભારતમાં ર09 અબજપતિ છે જેમાં 177 ભારતમાં રહે છે. અમેરિકામાં અબજપતિઓની સંખ્યા 689 થઈ છે. ભારતમાં ગત વર્ષ પ0 અબજપતિઓ ઉમેરાયા હતા. સંપતિમાં ર71 ટકાના ઉછાળા સાથે ઝેસ્કાલરના જય ચૌધરીની સંપતિ 96000 કરોડ અને અદાણી ગ્રુપના વિનોદ શાંતિલાલ અદાણીની સંપતિ 1ર8 ટકા વધી 7ર000 કરોડ થઈ હતી.
સતત પાંચમાં મહિને ફેબ્રુઆરીમાં જીએસટીના કલેક્શનનો આંક એક લાખ કરોડ રૂપિયાના આંકડાને પાર કરી ગયો હતો. જે અર્થતંત્રમાં સુધારો જોવા મળી રહ્યો હોવાનાં સંકેત આપે છે, એમ નાણાં ખાતાએ સોમવારે કહ્યું હતું.
ફેબ્રુઆરીમાં જીએસટીના કલેક્શનનો આંક રૂ. ૧,૧૩,૧૪૩ કરોડ રહ્યો હતો જેમાં રૂ. ૨૧૦૯૨ કરોડ સીજીએસટી અને રૂ. ૨૭,૨૭૩ કરોડ એસજીએસટી, રૂ. ૫૫,૨૫૩ કરોડ આઈજીએસટી (આયાતી ઉત્પાદનો પરનો રૂ. ૨૪,૩૮૨ કરોડ અને આયાતી ઉત્પાદનો પરનો રૂ. ૯,૫૨૫ કરોડના સેસ)નો પણ સમાવેશ થતો હોવાનું તેમણે કહ્યું હતું.
ગયા વરસની સરખામણીએ ફેબ્રુઆરીમાં આયાતી ઉત્પાદનો પરના જીએસટીની આવકમાં ૧૫ ટકાનો અને આયાતી સેવા સહિત ડૉમેસ્ટિક ટ્રાન્ઝેક્શનની આવકમાં પાંચ ચકાનો વધારો જોવા મળ્યો હોવાનું તેમણે કહ્યું હતું.
એક ટિકટોક સ્ટારના આત્મહત્યા કેસમાં નામ ચગ્યા પછી મહારાષ્ટ્રની ઠાકરે સરકારમાં વન મંત્રી સંજય રાઠોડે રાજીનામું આપી દીધુ છે. રવિવારે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે બેઠક કરી રાઠોડે પદત્યાગ કર્યું હોવાની જાહેરાત કરી હતી.
મહારાષ્ટ્ર સરકારમાં વન મંત્રી સંજય રાઠોડનું કહેવું હતું કે એક મહિલાની મોત પર થઇ રહેલા ગંદા રાજકારણને લીધે તેમણે રાજીનામું આપ્યું હતું. તેમના કહેવા મુજબ વિપક્ષ તેમના બહાને ઠાકરે સરકારને ઘેરવાની તૈયારી કરી રહ્યું હતું. સંજય રાઠોડે એમ પણ કહ્યું હતું કે કોઇપણ નિર્ણય લેતાં પહેલા તપાસ થવી જરુરી છે, પરંતુ વિપક્ષ બજેટ સત્રમાં અડચણ ઉભી કરવાની ધમકી આપી રહ્યું હતું. રાઠોડનું કહેવુ હતું કે તેમણે મંત્રી પદનો ત્યાગ એટલા માટે કર્યો કે સત્યનો ખુલાસો થઇ શકે.
નોંધનીય છે કે, ટિકટોક અને ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાના વિડીયો શેર કરી લોકપ્રિય બનેલી એક 22 વર્ષની યુવતીએ આત્મહત્યા કરી હતી જે પછી આ આત્મહત્યા કેસમાં સંજય રાઠોડનું નામ ચગ્યુ હતું. મહારાષ્ટ્રમાં વિપક્ષ બીજેપીના નેતાઓએ આરોપ લગાવ્યા હતા કે, આ કેસમાં એફઆરઆઇ નોંધવામાં પણ સમય લેવાયો હતો.
કોરોના વાયરસ સામેની જંગ હારવા માટે દેશભરમાં આજથી રસીકરણની શરૂઆત થઈ ગઈ છે. આજે સોમવાર, તા.1લી માર્ચ 2021ના દિવસે વહેલી સવારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)એ કોરોના વાયરસ રસીનો પ્રથમ ડોઝ લીધો છે. તેમણે દિલ્હી સ્થિત એઈમ્સ હૉસ્પિટલમાં જઈને રસી મુકાવી હતી. આ બાબતની જાણ વડાપ્રધાને ટ્વીટ કરીને આપી હતી.
Took my first dose of the COVID-19 vaccine at AIIMS.
Remarkable how our doctors and scientists have worked in quick time to strengthen the global fight against COVID-19.
I appeal to all those who are eligible to take the vaccine. Together, let us make India COVID-19 free! pic.twitter.com/5z5cvAoMrv
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને જણાવ્યું કે, મે એઈમ્સમાં કોરોનાની રસીનો મારો પહેલો ડોઝ લીધો. ‘આ પ્રશંસનીય છે કે કેવી રીતે આપણા ડૉક્ટરો અને વૈજ્ઞાનિકોએ કોરોનાની વિરુદ્ધ વૈશ્વિક લડાઈને મજબૂત કરવા માટે ત્વરિત સમયમાં કામ કર્યુ છે. હું તે તમામને અપીલ કરુ છું કે જે રસી લેવા માટે યોગ્ય છે તેઓ લે. સાથે જ ભારતને કોરોના મુક્ત બનાવે’.
ગુજરાત વિધાનસભાનું 31 દિવસિય બજેટ સત્ર આજરોજ તા. 1 માર્ચ 2021ને સોમવારથી શરુ થયું છે, આ સત્ર તા. 1લી, એપ્રિલ 2021ના દિવસે પૂરું થશે. આ સત્ર દરમ્યાનમાં 10 દિવસ રજાની રજા રહેશે અને 20 દિવસ ગૃહનું કામકાજ થશે.
સામાન્ય રીતે ગૃહની બેઠક’ પ્રથમ કે બીજા દિવસે સરકારનું બજેટ રજૂ થતું હોય છે પરંતુ આ વખતે બેઠકના પ્રથમ દિવસે જ રાજ્યના બે પૂર્વ મુખ્યપ્રધાનો અને 11 જેટલા પૂર્વ ધારાસભ્યોના નિધન બદલના શોક-પ્રસ્તાવો રજૂ થશે ત્યારબાદ ગૃહની બેઠક મુલતવી રહેશે.
બેઠકના બીજા દિવસે પાલિકા, જિલ્લા-તાલુકા પંચાયતોની ચૂંટણીના પરિણામો જાહેર થવાના હોવાથી રજા રહેશે. જ્યારે 3જી, માર્ચે ગૃહની બે બેઠક મળશે. જેમાં પ્રથમ બેઠકમાં જ લગભગ સવારના 11 વાગ્યાની આસપાસ રાજ્ય સરકારનું વર્ષ 2021-22નું વાર્ષિક બજેટ રજૂ કરાશે.
ચાલુ નાણાકીય વર્ષમાં સરકારનું બજેટનું કુલ કદ રૂ. 2.17 લાખ કરોડ જેટલું છે પરંતુ આ વર્ષમાં કોરોના-લોકડાઉનની અસરને કારણે સરકારની વેરાની આવકો ઘટી હોવાથી વર્ષ 2021-22નું કદ રુ. 2.30 કરોડની આસપાસ રહે તેવી સંભાવના છે.
રાજ્ય વિધાનસભાના આ વખતના બજેટ સત્રમાં સરકારને તેની કામગીરી બદલ ઘેરી શકાય તેવા મોંઘવારી, કોરોના, લોકડાઉન, મંદી, બેકારી ઉપરાંતના સંખ્યાબંધ મુદ્દાઓ છે. જેને લઈ વિપક્ષ કોંગ્રેસ, વર્તમાન સરકાર પર પસ્તાળ પાડી શકે છે પરંતુ તાજેતરની મહાનગરપાલિકાની ચૂંટણીઓમાં કોંગ્રેસના સંપૂર્ણ રકાશની સ્થિતિ જોતાં કોંગ્રેસના સભ્યોનું નૈતિક બળ તૂટયું છે અને તેનો ભરપૂર લાભ સત્તાધારી પક્ષ-ભાજપ ઉઠાવશે.
આ વખતના વિધાનસભાના સત્રની કામગીરી મુજબ, બેઠકના પ્રથમ દિવસે રાજ્યપાલ દ્વારા ગૃહને જે સંબોધન કરાશે, તેનો આભાર માનતી ચર્ચા 3 દિવસ સુધી ચાલશે ત્યારબાદ સરકારને હાલના ચાલુ બજેટ કરતાં જ્યાં વધુ ખર્ચ કર્યો હશે ત્યાં વધારાની રકમની માગણી કરતાં પૂરક બજેટ ઉપર 2 દિવસ સુધી ચર્ચા થશે. એવી જ રીતે નાણાપ્રધાન નીતિન પટેલ દ્વારા રાજ્ય સરકારનું જે વર્ષ 2021-22 માટેનું બજેટ રજૂ કરાશે. તેના ઉપર ગૃહમાં 4 દિવસ સુધી ચર્ચા કરાશે. 9 દિવસની આ ચર્ચાઓ બાદ રાજ્ય સરકારના 26 વિવિધ વિભાગોના બજેટ (માગણીઓ) પરની ચર્ચા આરંભાશે. જે 12 દિવસ સુધી ચાલશે. અંતે 31મી, માર્ચે રાજ્ય સરકારે રજૂ કરેલા બજેટ મુજબ તેને ખર્ચ કરવાની સત્તા આપતું વિનિયોગ વિધેયક રજૂ કરીને પસાર કરી દેવાશે. જ્યારે 1લી એપ્રિલના અંતિમ દિવસે સરકારી વિધેયકો અને છેલ્લા દિવસનો પ્રસ્તાવ રજૂ કરાશે. આ વખતના બજેટ સત્રમાં કુલ 4 દિવસ ડબલ બેઠકો યોજાશે. જેમાં સત્રના બીજા જ દિવસે રજા રહેવાની હોવાથી તે દિવસનું કામકાજ 3 માર્ચે બે બેઠક યોજીને પૂરું કરાશે. એવી જ રીતે 10 માર્ચ, 16 અને 23 માર્ચે બે બેઠક યોજાશે.
વિધાનસભાના આ બજેટ સત્ર દરમિયાન મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ જાહેર કર્યા મુજબ લવ જેહાદ ઉપરનું વિધેયક રજૂ કરાશે. જેમાં હિંદુ યુવતી સાથે મુસ્લિમ ઉપરાંત અન્ય કોઈપણ ધર્મના યુવક લગ્ન કરશે તો, તેના માટેની વ્યાખ્યા નક્કી કરાશે. જેની સામેની કાયદાકીય કાર્યવાહી માટેની પ્રક્રિયા, સક્ષમ સત્તા મંડળ રચાશે. જો, યુવક ગુનેગાર ઠરે તો, તેને સામે દંડનીય કે જેલની સજા સહિતની જોગવાઈઓ થશે. આ વિધેયક ઉપર ગૃહમાં ચર્ચા થશે અને અંતે તે બહુમતિથી પસાર કરાશે. આ ઉપરાંત ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી (સુધારા) વિધેયક, ગુજરાત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટી (સુધારા) વિધેયક, ગુજરાત રાજવીત્તિય જવાબદારી (સુધારા) વિધેયક, ગુજરાત અગ્નિનિવારણ અને જીવન સુરક્ષા ઉપાય વિષયક (સુધારા) વિધેયક ઉપરાંત અન્ય 7 જેટલા વિધેયકો રજૂ કરાશે.
બનાવટી કંપની ઊભી કરી રૂ. ૫૦.૦૩ કરોડનું ઈનપુટ ટૅક્સ ક્રૅડિટ કૌભાંડ કરનાર વિશાલ નામની વ્યક્તિની જીએસટી અધિકારીઓએ ધરપકડ કરી હોવાનું નાણાં ખાતાએ રવિવારે કહ્યું હતું.
વ્યવસાયે ઍડવોકેટ અને દિલ્હીસ્થિત કારકારડૂમા કૉર્ટમાં પ્રેક્ટિસ કરતી વિશાલ નામની વ્યક્તિ દ્વારા સંચાલિત બનાવટી કંપનીઓનાં નૅટવર્કનો સેન્ટ્રલ ગુડ્સ ઍન્ડ સર્વિસ ટૅક્સ (સીજીએસટી)ના અધિકારીઓ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો હતો, એમ નાણાં ખાતા દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું. પોતાના જ નામે બનાવટી કંપની ઊભી કરીને વિશાલે જીએસટી કૌભાંડ કરવાનું શરૂ કર્યું હતું. વિશાલે આ કંપની પોતાના નિવાસસ્થાને જ રજિસ્ટર કરાવી હતી. ત્યાર બાદ તેણે બનાવટી ઈનપુટ ટૅક્સ ક્રૅડિટ માટે કોઈપણ પ્રકારનો બિઝનેસ ન ધરાવતી અનેક બનાવટી કંપની ઊભી કરવા જુદી જુદી વ્યક્તિના કેવાયસીની વ્યવસ્થા કરી હતી. વિશાલના નિવાસસ્થાનની તપાસ કરતા ત્યાંથી જુદા જુદા કેવાયસી અને અનેક ચૅક મળી આવ્યા હતા.
ઈન્વૉઈસની રકમના બે ટકા કમિશનના બદલામાં વિશાલ બનાવટી ટૅક્સ ક્રૅડિટ ક્લાયન્ટને આપી દેતો હતો.
આ રીતે અત્યાર સુધીમાં તેણે રૂ. ૫૦.૦૩ કરોડની ઈનપુટ ટૅક્સ ક્રૅડિટનું કૌભાંડ કર્યું હતું.
તપાસ આગળ વધવાની સાથે આ આંકડો વધે તેવી શક્યતા હોવાનું નાણાં ખાતાએ કહ્યું હતું.
આરોપીને ૧૩ માર્ચ સુધીની ૧૪ દિવસની રિમાન્ડ કસ્ટડી આપવામાં આવી છે.
જીએસટીના અમલ બાદથી અત્યાર સુધીમાં જીએસટી સેન્ટ્રલ ટૅક્સ, દિલ્હી ઝોને રૂ. ૪,૦૧૯.૯૫ કરોડની જીએસટી કરચોરીના જુદા જુદા કેસને મામલે ૨૭ જણની ધરપકડ કરી છે, એમ નાણાં ખાતાએ કહ્યું હતું.
દેશમાં પહેલી માર્ચ, સોમવારથી ૬૦ વર્ષથી મોટી ઉંમરના વરિષ્ઠ નાગરિકો અને ૪૫થી વધુ વયના અન્ય બીમારી ધરાવતા લોકોને કોરોનાની રસી આપવાનું શરૂ થવાનું છે, પણ અનેક વરિષ્ઠ નાગરિકો હજી આ રસી લેવા અંગે અવઢવમાં છે અથવા તેઓને પૂરતી જાણકારીનો અભાવ છે.
કોરોનાના રસીકરણનો બીજો સૌથી મોટો તબક્કો શરૂ થવાનો છે ત્યારે કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે ખાનગી હૉસ્પિટલો કોવિડ-૧૯ની રસી માટે વધુમાં વધુ અઢીસો રૂપિયા લઇ શકશે.
સરકારી આરોગ્ય કેન્દ્રોમાં રસીકરણ વિનામૂલ્યે કરવામાં આવશે, પણ ખાનગી આરોગ્ય કેન્દ્રોમાં લોકોએ રસી મુકાવવાના અઢીસો રૂપિયા આપવા પડશે.
સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર રસીનો ભાવ રૂ. ૧૫૦ છે અને સર્વિસ ચાર્જ તરીકે ખાનગી હૉસ્પિટલો અને કેન્દ્રો વધુમાં વધુ રૂ. ૧૦૦ લઇ શકશે. આ રીતે ખાનગીમાં રસી મુકાવનારને કુલ રૂ. ૨૫૦નો ખર્ચ કરવાનો રહેશે.
કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આ બાબતની માહિતી આપી દીધી છે.
કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે ૬૦થી વધુ વયની બધી જ વ્યક્તિ અને એકથી વધુ રોગ ધરાવતી ૪૫થી વધુ વયની કોઇપણ વ્યક્તિ ૧લી માર્ચથી કોવિડ-૧૯ની રસી મુકાવી શકશે અને એ માટે તેઓ ત્રણ રીતે રજિસ્ટ્રેશન કરાવી શકશે.
રસીકરણ માટે પોતાનું નામ નોંધાવવાની રીતો આ પ્રમાણે છે: પહેલી રીત ઑનલાઇનની છે અને આ રીત હેઠળ લાભકર્તા અગાઉથી પોતાનું નામ ઑનલાઇન નોંધાવી શકશે. આ માટે એમણે કો-વિન ૨.૦ પોર્ટલ અથવા આરોગ્ય સેતુ જેવી અન્ય ઍપ મારફત પોતાનું નામ નોંધાવવાનું રહેશે. આ પોર્ટલ અને ઍપ્સ પર સરકારી તેમ જ ખાનગી રસીકરણ કેન્દ્રોના નામ, રસીકરણ માટે નિયત કરેલા સમય અને તારીખની માહિતી આપેલી હશે. વ્યક્તિ પોતાની મરજી પ્રમાણે સરકારી અથવા ખાનગી કેન્દ્રની પસંદગી કરીને અપોઇન્ટમેન્ટ બુક કરાવી શકશે.
બીજી રીત ઑનસાઇટ નોંધણીની છે. ઑનલાઇન નોંધણી ન કરાવી શકતી વ્યક્તિ રસીકરણ કેન્દ્ર પર જઇને પોતાનું નામ નોંધાવીને રસીકરણ કરાવી શકશે.
ત્રીજી રીત સંયુક્ત નોંધણીની છે અને એમાં ચોક્કસ જૂથનું રસીકરણ કરવા માટે નોંધણી કરવામાં આવશે. એ માટે બધાં જ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પોતાની વ્યવસ્થા કરવા જણાવાયું છે.
રસી મુકાવવા માગતા લાભકર્તા સરકારી કેન્દ્રમાં રસી મુકાવે કે ખાનગી કેન્દ્રમાં, એમણે રસીકરણ કેન્દ્રમાં નીચે જણાવ્યામાંથી કોઇપણ એક ફોટો આઇડી કાર્ડ સાથે લઇ જવાનો રહેશે. માન્ય ફોટો આઇડી કાર્ડમાં આધાર કાર્ડ, મતદાતા ઓળખપત્ર, ઑનલાઇન નોંધણીની બાબતમાં નોંધણી વખતે જણાવેલો ચોક્કસ ફોટો આઇડી કાર્ડ.
૪૫થી વધુ વયની અને ૫૯ વર્ષ સુધીની બહુરોગ ધરાવતી વ્યક્તિ પાસે નોંધણીકૃત મૅડિકલ પ્રૅક્ટિશનર્સ દ્વારા રોગ વિશે પ્રમાણિત સર્ટિફિકેટ, રોજગારનું પ્રમાણપત્ર/સત્તાવાર આઇડી કાર્ડ (ફોટો અને જન્મતારીખ સાથેનો કોઇપણ એક) હોવું જરૂરી છે.
જે વ્યક્તિ સરકારી કેન્દ્રોમાં રસી મુકાવવા જશે, એમને મફતમાં રસી આપવામાં આવશે. ભારત સરકાર રસીની કિંમત ચૂકવશે. કેન્દ્ર સરકાર જરૂરી રસી ખરીદીને પ્રત્યેક રાજ્યોને મોકલશે. ખાનગી કેન્દ્રો રસીકરણ માટે રૂ. ૨૫૦ની ફી લેશે,
રસીકરણ માટેની ખાનગી સંસ્થાઓ અને હૉસ્પિટલોમાં જરૂરી સુવિધા વિશેના દિશાનિર્દેશ બધાં જ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કેન્દ્રના સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આપવામાં આવ્યા છે.
માહિતી અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે વિશ્ર્વના સૌથી મોટા રસીકરણનો બીજો તબક્કો સોમવારથી શરૂ કરવામાં આવશે. આ તબક્કામાં ૬૦ વર્ષથી વધુ વયની કોઇપણ વ્યક્તિ (આપણા દેશમાં એ દસ કરોડથી વધુ નહીં હોય) અને ૪૫થી વધુ વયની વિવિધરોગ ધરાવતી વ્યક્તિને ૧૦,૦૦૦ સરકારી સારવાર કેન્દ્રો અને ૨૦,૦૦૦ ખાનગી હૉસ્પિટલોમાં રસી આપવામાં આવશે.
વિશ્ર્વનું સૌથી મોટું રસીકરણ ૧૬મી જાન્યુઆરીએ શરૂ થયું હતું અને ભારતે ૧,૦૭,૬૭,૦૦૦ વ્યક્તિને પહેલા અને ૧૪ લાખ વ્યક્તિને બીજા તબક્કામાં રસી આપી હતી.
એ તબક્કે મુખ્યત્વે સ્વાસ્થ્ય કર્મચારીઓને રસી આપવામાં આવી હતી અને એમને બધાને સરકાર દ્વારા મફતમાં રસી આપવામાં આવી હતી. ભારતમાં રસીકરણ સફળ રહ્યું છે અને ભાગ્યે જ કોઇ ફરિયાદ આવી છે.
ગુજરાત રાજ્યની ૩૧ જિલ્લા પંચાયતો, ૨૩૧ તાલુકા પંચાયતો અને ૮૧ નગરપાલિકાની ચૂંટણીનું મતદાન આજે રવિવારે રવિવાર, તા.28મી ફેબ્રુઆરી 2021ને સવારે 7 વાગ્યાના ટકોરે શરૂ કરી દેવામાં આવ્યું હતું. રાજ્યમાં પંચાયતી ચૂંટણીઓમાં કુલ ૫૪૮૧ બેઠકો પર ૨૨૧૭૦ ઉમેદવારો વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે.
સુરત તાલુકા પંચાયતોની ચૂંટણીમાં થયેલું મતદાન બપોરે 12 કલાકે
આ પૂર્વે ગતરોજ શનિવારે તમામ મતદાન કેન્દ્રો પર ઇવીએમ મોકલી આપવામાં આવ્યાં હતાં.
જિલ્લા-તાલુકા અને પાલિકાની આ ચૂંટણીમાં ભાજપ-કૉંગ્રેસ સહિત કુલ ૨૨,૧૭૦ ઉમેદવારો મેદાનમાં છે. શુક્રવારે પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલાં ભાજપના મોટા નેતાઓએ મતદારોને રીઝવવા માટે અંતિમ તબક્કાનો ઝંઝાવાતી પ્રચાર કર્યો હતો.
ભાજપના દિગ્ગજ નેતાઓએ રેલી તથા રોડ શૉ કરીને મતદારોને મનાવવાનો પ્રયાસ કર્યો હતો.
દરમિયાન ગુજરાતના પોલીસ વડા આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે, ઈવીએમ સ્ટ્રોંગ રૂમ પર એસઆરપી તહેનાત રાખવામાં આવ્યા છે.
સંવેદન અને અતિ સંવેદનશીલ વિસ્તારમાં પોલીસ સજ્જ જોવા મળી રહી છે. આજે ૨૬ હજાર કોન્સ્ટેબલ અને ૨૮૦૦ અધિકારી ફરજ બજાવશે. ૧૩ ડીવાયએસપી અને ૬૫ કંપનીઓ તહેનાત કરવામાં આવી છે. સેન્ટ્રલ પેરામિલિટરી ફોર્સની ૧૨ કંપનીઓ ખડેપગે ફરજ બજાવી રહી છે.
નાયબ મુખ્યમંત્રીએ આ સાથે સ્પષ્ટતા કરી છે કે આરોગ્ય વિભાગ દ્વારા માન્ય ખાનગી હોસ્પિટલોમાં કોરોના વેક્સિન આપવામાં આવશે. જેમાં રુ. 150 વેક્સિનની કિંમત પેટે અને રુ. 100 વહીવટી ચાર્જ સ્વરુપે એમ કુલ મળીને રુ. 250 પ્રતિ ડોઝ લેવામાં આવશે.
દેશની સાથે સાથે ગુજરાતમાં પણ પહેલી માર્ચથી એટલે કે સોમવારથી 60 વર્ષ કે તેથી મોટી ઉંમરના તેમજ 45થી 59 વર્ષના કો-મોર્બિડ કન્ડીશન ધરાવતા લોકોને કોરોના રસી આપવાની શરૂઆત થશે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેરાત કરી છે કે, કોરોના વાયરસ સામે હેલ્થ વર્કર અને ફ્રન્ટલાઈન વર્કર્સનને રક્ષણ આપવા રસીકરણ અભિયાનની પૂર્ણાહુતિ સાથે જ હવે કેન્દ્ર સરકારના માર્ગદર્શન મુજબ રાજ્યમાં પહેલી માર્ચથી સામાન્ય નાગરિકો માટે પણ રસીકરણની પ્રક્રિયા શરું કરવાં આવશે. આ સાથે જ નાયબ મુખ્યમંત્રીએ ટ્વિટ કરીને જણાવ્યું છે કે કેન્દ્ર સરકાર દ્વારા સમાન્ય નાગરીકો માટે કોરોના વેકસીનની કિંમત નક્કી કરવામાં આવી છે જે અંતર્ગત ખાનગી હોસ્પિટલમાં કોરોના વેક્સિન લેવા માટે રુ. 250 ચૂકવવા પડશે જ્યારે સરકારી હોસ્પિટલમાં આ વેક્સિન વિનામૂલ્યે આપવામાં આવશે.
45થી 59 વર્ષની ઉંમરના કો-મોર્બિડ કન્ડીશન ધરાવતા નાગરિકો માટે 20 પ્રકારની ગંભીર બીમારી કેન્દ્ર સરકારે નિયત કરી છે. જેમાં એક વર્ષમાં હાર્ટ એટેક આવ્યો હોય, હાર્ટની ગંભીર બીમારી, જન્મજાત બીમારી, કેથેટર, સ્ટેન્ટ મૂકાયા હોય, કિડની અને લિવરની ગંભીર બીમારી, ડાયાબિટીસ, હાઈપરટેંશન અને એન્ઝાયટી એમ ત્રણ ભેગી બીમારી, કેન્સર, HIV, સિક્લસેલ, થેલેસેમિયા મેજરનો સમાવેશ થાય છે. જે લોકોને આ બીમારીની સારવાર ચાલતી હોય તેમણે રજિસ્ટ્રર્ડ મેડિકલ પ્રેક્ટિશનરનું સર્ટિફિકેટ પણ જોડીને રસીકરણ માટે રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.