દેશભરમાં જ્વાળામુખીની માફક ફાટી નીકળેલ કોરોનાની બીજી જીવલેણ લહેર વચ્ચે આજે તા.૯ એપ્રિલ ૨૦૨૧ને શુક્રવારથી દુનિયાની સૌથી ધનિક ટી-20 લીગ ઇન્ડિયન્સ પ્રીમિયર લીગ (આઇપીએલ)નો અનિશ્ચિતતા અને અજંપા વચ્ચે પ્રારંભ થશે. પહેલી મેચ મુંબઇ ઇન્ડીયન્સ વિરુદ્ધ રોયલ ચેેલેન્જર્સ વચ્ચેે રમાશે
પાંચ ખિતાબ સાથે આઇપીએલ ઇતિહાસનો સૌથી સફળ કપ્તાન રોહિત શર્મા છઠ્ઠીવાર અને ખિતાબની હેટ્રિક રચવાના મકકમ નિર્ધાર સાથે તેની ટીમ મુંબઇ ઇન્ડિયન્સ સાથે મેદાને પડશે. આ વખતે પણ રોહિતની ટીમ ખિતાબની પ્રબળ દાવેદાર છે.
મુંબઇની ટીમમાં રોહિત ઉપરાંત ડિ’કોક, ઇશાન કિશન, સૂર્યકુમાર યાદવ, પોલાર્ડ, પંડયાબ્રધર્સની મજબૂત બેટિંગ લાઇનઅપ છે. બોલિંગમાં તેની પાસે બુમરાહ, બોલ્ટ અને નાથન કુલ્ટર નાઇલ જેવા ખતરનાક ફાસ્ટ બોલર છે. સ્પિન વિભાગની જવાબદારી રાહુલ ચહર સંભાળશે. આ કડી મુંબઇની નબળી છે.
મુંબઇની સામે આરસીબી હશે. કોહલીની ટીમ પહેલીવાર આઇપીએલનું ટાઇટલ જીતવા માંગે છે.’ ટીમમાં મેકસવેલ અને કિવિ ઓલરાઉન્ડર કાઇલ જેમિસનને લેવામાં આવ્યા છે. કોહલી સાથે પડીક્કલ ઓપનિંગ કરશે. આ પછી સુપરસ્ટાર એબી ડિ’વિલિયર્સ હશે. યુવા ઝડપી બોલર મોહમ્મદ સિરાઝ અને નવદિપ સૈની સારા ફોર્મમાં છે. જયારે સ્પિનર તરીકે યજુર્વેન્દ્ર ચહલ હશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસની રસીનો બીજો ડોઝ આજે લીધો છે. ગઈ વખતની જેમ આજે પણ મોદી રસીનો ડોઝ લેવા માટે સવારે 6 વાગ્યે એમ્સ પહોંચ્યા હતા. આ પહેલા વડાપ્રધાને માર્ચ મહિનામાં કોરોનાની રસીનો ડોઝ લીધો હતો. મોદીએ 38 દિવસ પછી રસીનો બીજો ડોઝ લીધો છે.
Got my second dose of the COVID-19 vaccine at AIIMS today.
Vaccination is among the few ways we have, to defeat the virus.
કોરોનાની રસીનો ડોઝ લઈને વડાપ્રધાન મોદીએ જણાવ્યું છે કે, “આજે એમ્સમાં કોવિડ-19 વેક્સીનનો મે બીજો ડોઝ લીધો છે. વેક્સીન આપણી આસપાસ વાયરસને હરાવવા માટેની કેટલીક રીતોમાંથી એક છે. જો તમે વેક્સીન માટે યોગ્ય છો, તો જલદી પોતાનો ડોઝ લઈ લો.” વડાપ્રધાન મોદીએ દેશના નાગરિકોને રસી લેવા માટે આગળ આવવાની સલાહ આપવાની સાથે એમ પણ જણાવ્યું કે, CoWin.gov.in પરથી રસી માટે રજિસ્ટ્રેશન કરાવી શકો છો.
અગાઉ વડાપ્રધાન મોદીએ 1 માર્ચના રોજ ત્રીજા તબક્કાની શરુઆતમાં જ રસી લીધી હતી. વડાપ્રધાન મોદીએ બાયોટેકના સંયુક્ત પ્રયાસોથી વિકસિત કોવિડ વેક્સીન કોવેક્સનો જોઝ લીધો હતો. એ સમયે પણ વડાપ્રધાન મોદી એમ્સ સવારે પહોંચ્યા હતા અને તેમણે રસીનો પહેલો ડોઝ લીધો હતો.
નિયમ પ્રમાણે કોઈ પણ વ્યક્તિએ જે બ્રાન્ડની વેક્સીનનો ડોઝ અગાઉ લીધો હોય તે જ કંપનીનો બીજો ડોઝ લેવો જોઈએ. એવું ના બની શકે કે પહેલો ડોઝ અને બીજા ડોઝ વચ્ચે અંતર હોય. આજ કારણ છે કે વડાપ્રધાન મોદીએ પણ પહેલો અને બીજો ડોઝ દેશી કોરોના કોવેક્સનો જ લીધો છે.
ભારતમાં કોરોના કાળ દરમિયાન નોંધાયેલા નવા કેસના તમામ રેકોર્ડ Dt 7/4/21 બુધવારે નોંધાયેલા કેસમાં તૂટી ગયા છે. દેશમાં પાછલા 24 કલાકમાં 1 લાખ 26 હજાર કરતા વધુ કેસ નોંધાયા છે. નવા કેસની સંખ્યામાં વધારો થવાની સાથે-સાથે મૃત્યુઆંકમાં પણ વધારો થઈ રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે દેશમાં 24 કલાકમાં 1,26,789 નવા કેસ નોંધાયા છે. આ સાથે દેશમાં કોરોનાના કુલ કેસનો આંકડો 1,29,28,574 પર પહોંચી ગયો છે.
ભારતમાં કોરોનાના લીધે પાછલા 24 કલાકમાં વધુ 685 લોકોના મોત થઈ ગયા છે, જેની સાથે કુલ કેસની સંખ્યા 1,66,862 થઈ ગઈ છે. હાલ દેશમાં કોવિડ-19 એક્ટિવ કેસની સંખ્યા 9,10,319 પર પહોંચી ગઈ છે, પાછલા 24 કલાકમાં વધુ 59,258 લોકોને હોસ્પિટલમાંથી રજા મળી છે અથવા કોરોના મુક્ત થયા છે.
આ પહેલા દેશમાં સૌથી વધુ કોરોના કે 1,15,736 મંગળવારે નોંધાયા હતા. આ ત્રીજો દિવસ છે કે દેશમાં કોરોનાના નવા કેસ 1 લાખને પાર ગયા છે.
ICMR (Indian Council of Medical Research) મુજબ બુધવારે 12,37,781 લોકોના કોરોના ટેસ્ટ માટે સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ સાથે અત્યાર સુધીમાં કોરોના ટેસ્ટ માટે લેવામાં આવેલા સેમ્પલની સંખ્યા 25,26,77,379 થાય છે.
દેશમાં 9,01,98,673 લોકોને કોરોના વાયરસ સામે લડવા માટે રસી આપવામાં આવી છે. જેમાં 2 એપ્રિલથી 45 વર્ષથી ઉપરની ઉંમરના લોકોને રસી આપવામાં આવી રહી છે. ભારતમાં 16 જાન્યુઆરીએ કોરોનાની રસીનું અભિયાન શરુ કરવામાં આવ્યું હતું. આ પછી બીજો તબક્કો 1 માર્ચના રોજ શરુ થયો હતો. આ તબક્કા દરમિયાન 60 વર્ષથી વધુ ઉંમરના અને 45 વર્ષથી 59 વર્ષના કે જેઓ ગંભીર બીમારીથી પીડાય છે તેમને રસી આપવાનું શરુ કરવામાં આવ્યું હતું.
ગુજરાતમાં દિન પ્રતિદિન કોરોના વિસ્ફોટક બની રહ્યો છે તેમજ વિવિધ જિલ્લાઓમાં સ્મશાન ગૃહમાં પણ વેઇટિંગની સ્થિતિ છે. તેવામાં On Date 8/4/21 સૌથી વધુ 4021 કોરોના કેસ સાથે 35 વ્યક્તિનાં મૃત્યુ થતાં સરકારની ચિંતામાં ઔર વધારો થયો છે. તો બીજી તરફ 2197 દર્દીઓ સાજા થતા અત્યાર સુધીમાં કુલ 3,07,346 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.
રાજ્યનો રિકવરી રેટ On Date 8/4/21 પણ ઘટયો હતો અને 92.44 ટકાએ પહોંચ્યો હતો. રાજ્યમાં કોરોનાની સારવાર માટે કુલ 12 હજારથી વધુ બેડનો વધારો કરવામાં આવ્યો છે જ્યારે આજે રાજકોટમાં 31 અને જામનગરમાં 14 દરદીએ કોરોનાની સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા હતા પરંતુ આ અંગે કોઈ સત્તાવાર જાહેર કરાયું નથી.
On Date 8/4/21 રાજ્યમાં કુલ 20473 એક્ટિવ દર્દી છે, જે પૈકી 182 દર્દી વેન્ટિલેટર પર છે અને 2021 દર્દી સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 307346 લોકોને ડિસ્ચાર્જ અપાઈ ચૂક્યું છે તેમજ અત્યાર સુધીમાં 4655 લોકોનાં મૃત્યુ નીપજ્યાં છે. રાજ્યમાં આજે On Date 8/4/21 સુરત કોર્પો.માં 14, અમદાવાદ કોર્પો.માં 8, રાજકોટમાં 2, રાજકોટ કોર્પો.માં 2 અને વડોદરા કોર્પો. 2, અમદાવાદમાં 1, અમરેલીમાં 1, ભરૂચમાં 1, ભાવનગરમાં 1, જામનગરમાં 1, મહેસાણામાં 1 અને વડોદરામાં 1 થઇને કુલ 35 લોકોનાં મૃત્યુ નીપજ્યાં છે.
On Date 8/4/21 અમદાવાદ કોર્પોરેશનમાં 470, સુરત કોર્પો.માં 598, રાજકોટ કોર્પો.માં 201, વડોદરા કોર્પો.માં 158, સુરતમાં 73, વડોદરામાં 64, જામનગર કોર્પોરેશનમાં 40, જામનગરમાં 6, પાટણમાં 9, રાજકોટમાં 71, ભાવનગર કોર્પો.માં 28, મહેસાણામાં 22, કચ્છમાં 22, ગાંધીનગર કોર્પો.માં 35, જૂનાગઢ કોર્પોરેશનમાં 9, મહીસાગર 18, મોરબીમાં 28, ખેડામાં 33, પંચમહાલમાં 26, બનાસકાંઠામાં 21, અમદાવાદમાં 20, ભરૂચ 18, દાહોદમાં 10, અમરેલીમાં 11, ભાવનગરમાં 10, સાબરકાંઠામાં 17, નર્મદામાં 21, આણંદ 49, વલસાડમાં 14, નવસારીમાં 14, સુરેન્દ્રનગરમાં 17, દેવભૂમિ દ્વારકામાં 0, ગીર સોમનાથમાં 0, ડાંગમાં 10, તાપીમાં 5, અરવલ્લીમાં 7, બોટાદમાં 0, છોટાઉદેપુરમાં 10, અને પોરબંદરમાં 0 થઇને કુલ કુલ 2197 દર્દીઓને ડીસ્ચાર્જ કરાયા છે.
અત્યાર સુધીમાં કુલ 74,04,864 વ્યક્તિનું પ્રથમ ડોઝનું અને 9,27,976 વ્યક્તિનું બીજા ડોઝનુ રસીકરણ પૂર્ણ થયું છે. આમ કુલ 83,32,840 રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. આજે 60 વર્ષથી વધુ વયના કુલ 2,17,929 વ્યક્તિઓનું પ્રથમ ડોઝ અને 47,100 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ કરાયું છે.’
Reported on 8/4/21
નવા 3575 સાથે કુલ કેસ 3.25 લાખ Cases
કોરોનાની બીજી લહેરમાં ગુજરાતમાં કોરોનાના સતત વધી રહેલા સંક્રમણમાં રોજે રોજ કોરોનાના દર્દીઓમાં તથા મૃત્યુઆંકમાં વધારો થતો જાય છે. ગુજરાતમાં 7/4/21 રેકોર્ડબ્રેક 3575 કોરોના કેસ સાથે 22 વ્યક્તિઓના મૃત્યુ થતા નોંધાતા તંત્ર દોડતું થયું છે. સતત રસીકરણ છતા કોઇ પણ પ્રકારે રાજ્યમાં કોરોના કાબુમાં નથી આવી રહ્યો. તો બીજી તરફ 2217 લોકો કોરોનાને મ્હાત આપીને સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 3,05,149 દર્દીઓ કોરોનાને મહાત આપી ચુક્યા છે. જો કે રાજ્યનો રિકવરી રેટ આજે પણ ઘટ્યો હતો અને 92.90 ટકાએ પહોંચ્યો હતો તેમજ 7/4/21 રાજ્યમાં 1,75,660 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યુ હતું. રાજ્યમાં એક્ટિવ કેસની વાત કરીએ તો કુલ 18,684 એક્ટિવ દર્દી છે, જે પૈકી 175 લોકો વેન્ટિલેટર પર છે અને 18,509 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 3,05,149 લોકોને ડિસ્ચાર્જ અપાઇ ચુક્યું છે. 4620 લોકોનાં મોત નિપજ્યાં છે.
રાજ્યમાં થયેલા મૃત્યુ પૈકી સુરતમાં 10, અમદાવાદમાં 6, બનાસકાંઠામાં 1, ભાવનગરમાં 1, મહીસાગરમાં 1, મહેસાણામાં 1, પંચમહાલમાં 1 અને વડોદરામાં 1 આ પ્રકારે કુલ 22 લોકોનાં મોત નિપજ્યાં છે.
સૌરાષ્ટ્રના 925 કેસમાં રાજકોટ શહેરમાં 395 અને ગ્રામ્યમાં 95 મળીને જિલ્લામાં નવા 490 કેસ સાથે કુલ પોઝિટિવ આંક 28958 થયો હતો. જેમાંથી વધુ 213 દરદી સાજા થયા હતા. તો બીજી તરફ શહેરની સરકારી હોસ્પિટલમાં 22 અને બે ખાનગી હોસ્પિટલમાં 1-1 મળીને જિલ્લામાં વધુ 24 દરદીનું કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યા હતા. અત્યારે શહેરના 1863 અને ગ્રામ્યના 336 મળીને કુલ 2199 એક્ટિવ કેસ રહ્યા હતા. આજે જિલ્લાના ભાયાવદરમાં 20થી વધુ કેસ નોંધાતા નગરપાલિકા પ્રમુખે એક બેઠક બોલાવીને પોલીસને કડક કાર્યવાહી કરવા સૂચના આપી હતી અને વેપારીઓને સહકાર આપવા અપીલ કરી હતી. જ્યારે વિંછીયા શહેરમાં 9 તેમજ તાલુકાના જનડામાં 1, પીપરડી આલા ખાચરમાં 6 કેસ નોંધાયા હતા.
જામનગર જિલ્લમાં નવા 202 કેસ નોંધાયા હતા અને 84 દરદી સાજા થયા હતા. બીજી તરફ 24 કલાકમાં કોરોનાની સારવાર દરમિયાન 28 દરદીએ અંતિમ શ્વાસ લીધા હતા. આ સાથે કુલ મૃત્યુઆંક 1189 થયો હતો. જો કે, આ અંગે તંત્રએ સત્તાવાર કોઈ જાહેરાત કરી નથી. ભાવનગર જિલ્લામાં આજે નવા 90 કેસ સાથે કુલ પોઝિટિવ આંક 7433 થયો હતો. જેમાંથી 41 દરદી ડિસ્ચાર્જ થતા હાલ 528 એક્ટિવ કેસ છે. બીજી તરફ શહેરમાં એક અને વલ્લભીપુર શહેરમાં કર્મકાંડ કરતા બ્રાહ્મણનું કોરોનાથી મૃત્યુ નિપજ્યું હતુ. જ્યારે તળાજાની ગર્લ્સ સ્કૂલના ત્રણ શિક્ષકો કોરોનાગ્રસ્ત થયા છે અને શાળા સોમવાર સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. મોરબી જિલ્લામાં નવા 31 કેસ નોંધાતા કુલ પોઝિટિવ આંક 3816 થયો હતો. જેમાંથી વધુ 14 દરદી સાજા થતા હવે 278 એક્ટિવ કેસ રહ્યા હતા. આજે મોરબીના આરોગ્ય અધિકારી ડો.જે.એમ.કતીરા અને ઈન્ચાર્જ ડી.ડી.ઓ. ડી.ડી.જાડેજાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ ઉપરાંત અમરેલી જિલ્લામાં 20 કેસ અને 33 ડિસ્ચાર્જ, સુરેન્દ્રનગરમાં 11 કેસ અને 16 ડિસ્ચાર્જ, દ્વારકામાં 14 કેસ અને 8 તેમજ બોટાદમાં 9 કેસ અને 3 ડિસ્ચાર્જ થયા હતા. જ્યારે ગીર સોમનાથમાં 13 અને પોરબંદરમાં 2 કેસ નોંધાયા હતા અને એકેય ડિસ્ચાર્જ થયો નહોતો.
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતુ કે કોરોનાના સંક્રમણને રોકવા માટે ગુજરાત હાઇકોર્ટે આપેલા દિશાનિર્દેશોનું પાલન કરતા ગુજરાતના 20 શહેરોમાં તા.૭મી એપ્રિલથી તા.૩૦મી એપ્રિલ સુધી રાત્રિ કરર્ફ્યુ (રાત્રે ૮ વાગ્યાથી સવારે ૬ વાગ્યા સુધી)નો અમલ શરૂ કરવામાં આવ્યો છે.
વીસ શહેરોમાં ગુજરાતની આઠેય મ્યુનિસિપલ કોર્પોરેશન (રાજકોટ, અમદાવાદ, વડોદરા, સુરત, જૂનાગઢ, જામનગર, ભાવનગર અને ગાંધીનગર) બાકીના ૧૨ શહેરોમાં આણંદ, નડિયાદ, મહેસાણા, મોરબી, પાટણ, ગોધરા, દાહોદ, ભૂજ, ગાંધીધામ, ભરૂચ, સુરેન્દ્રનગર અને અમરેલીનો સમાવેશ રાત્રિ કરફ્યુમાં કરવામાં આવ્યો છે. આ અંગેનું નોટિફિકેશન ટૂંક સમયમાં જારી કરાશે.
ભારતમાં ગત ચોવીસ કલાકમાં કોવિડ-૧૯ની રસીના ૪૩ લાખથી વધુ ડોઝ અપાયા હતા, જે એક જ દિવસમાં સૌથી વધુ આપવામાં આવેલી રસી માટેનો નવો વિક્રમ બન્યો હતો.
કેન્દ્રના સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે પાંચમી એપ્રિલે ૪૮,૦૯૫ સત્રમાં કુલ ૪૩,૦૦,૯૬૬ ડોઝ આપવામાં આવ્યા હતા, એમાંથી ૩૯,૦૦,૫૦૫ લાભાર્થીએ પ્રથમ વખત ડોઝ લીધો હતો અને ૪,૦૦,૪૬૧ લાભાર્થીએ બીજો ડોઝ લીધો હતો. પ્રાથમિક માહિતી પ્રમાણે અત્યાર સુધીમાં ૧૨,૮૩,૮૧૬ સત્રમાં કુલ ૮,૩૧,૧૦,૯૨૬ ડોઝ આપવામાં આવ્યા હતા.
સૌથી વધુ ડોઝ મહારાષ્ટ્રમાં ૮૧,૨૭,૨૪૮, ત્યાર બાદ ગુજરાતમાં ૭૬,૮૯,૫૦૭ ડોઝ, રાજસ્થાનમાં ૭૨,૯૯,૩૦૫ ડોઝ, ઉત્તર પ્રદેશમાં ૭૧,૯૮,૩૭૨ ડોઝ અને પશ્ર્ચિમ બંગાળમાં ૬૫,૪૧,૩૭૦ ડોઝ અપાયા હતા.
દરમિયાન ભારતમાં સતત ત્રીજા દિવસે કોરોના વાઇરસના નેવું હજારથી વધુ કેસ નોંધાયા હતા અને ગત ૨૪ કલાકમાં ૯૬,૯૮૨ નવા કેસ નોંધાયા હોવાની માહિતી કેન્દ્રના સ્વાસ્થ્ય મંત્રાલયે શુક્રવારે આપી હતી.
આ સાથે મંગળવારે દેશમાં કુલ કેસની સંખ્યા વધીને ૧,૨૬,૮૬,૦૪૯ થઇ હતી.
ગત ૨૪ કલાકમાં કોરોનાને કારણે દેશમાં વધુ ૪૪૬ દરદીનાં મોત થયાં હતાં. આ સાથે કોરોનાને કારણે મરનાર કુલ દરદીની સંખ્યા વધીને ૧,૬૫,૫૪૭ થઇ હતી.
ભારતમાં સોમવારે એક જ દિવસમાં સૌથી વધુ ૧,૦૩,૫૫૮ કેસ નોંધાયા હતા.
ગત ૨૭ દિવસથી કોરોનાના દરદીઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે અને હાલ સક્રિય કેસની કુલ સંખ્યા વધીને ૭,૮૮,૨૨૩ની સપાટીએ પહોંચી હતી.
હાલ સક્રિય કેસની સંખ્યાની ટકાવારી કુલ કેસ પ્રમાણે ૬.૨૧ ટકા છે અને સાજા થનાર દરદીની ટકાવારી ઘટીને ૯૨.૪૮ ટકા થઇ હોવાની માહિતી કેન્દ્રના સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી હતી.
વર્તમાન ચીફ જસ્ટિસ એસએ બોબડે 23 એપ્રિલના રોજ રિટાયર થઈ રહ્યા છે. તેમના અનુગામી તરીકે જસ્ટિસ શ્રી એનવી રમના દેશના નવા ચીફ જસ્ટિસ CJI એટલે કે મુખ્ય ન્યાયધીશ બનશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આ નિમણૂકને મંજૂરી આપી છે.
વર્તમાન ચીફ જસ્ટિસ એસએ બોબડે 23 એપ્રિલના રોજ રિટાયર થઈ રહ્યા છે. તેમણે જ કેન્દ્ર સરકારને જસ્ટિસ રમનાના નામની ભલામણ કરી હતી. ત્યારપછી કેન્દ્રએ રાષ્ટ્રપતિ સમક્ષ તેમનું નામ રજુ કર્યુ હતુ. જસ્ટિસ રમના ભારતના 48મા મુખ્ય ન્યાયધીશ હશે.
જસ્ટિસ રમના આંધ્રપ્રદેશ હાઈ કોર્ટના પહેલા એવા જજ હશે જે CJI બનશે. જસ્ટિસ રમનાનો જન્મ 27 ઓગષ્ટ, 1957ના રોજ થયો હતો. સુપ્રીમ કોર્ટમાં તેઓ વર્તમાન સીજેઆઈ બોબડે પછી સૌથી સીનિયર છે. આંધ્રપ્રદેશના કૃષ્ણા જિલ્લાના પોન્નાવરમ ગામમાં એક ખેડૂત પરિવારમાં તેમનો ઉછેર થયો હતો. 10, ફેબ્રુઆરી 1983ના રોજ તેમણે એક વકીલ તરીકે પોતાના નામની નોંધણી કરાવી હતી અને આંધ્રપ્રદેશ હાઈકોર્ટમાં પ્રેક્ટિસ શરૂ કરી હતી.
27 જૂન, 2000ના રોજ આંધ્રપ્રદેશ હાઈ કોર્ટના તેઓ પરમનન્ટ જજ બન્યા હતા. 2 સપ્ટેમ્બર 2013ના રોજ તેમને દિલ્હી હાઈ કોર્ટના ચીફ જસ્ટિસ બનાવવામાં આવ્યા હતા અને 17 ફેબ્રુઆરી 2014ના રોજ તેઓ સુપ્રીમ કોર્ટના જજ બન્યા હતા. ઉલ્લેખનીય છે કે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીએ સીજેઆઈ બોબડેને જસ્ટિસ એનવી રમનાની ફરિયાદ કરી હતી. રેડ્ડીનું કહેવુ હતું કે, જસ્ટિસ રમના પૂર્વ સીએમ ચંદ્રબાબુ સાથે મળીને સરકાર રદ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. જો કે સુપ્રીમ કોર્ટે ઈનહાઉસ તપાસ કર્યા પછી ફરિયાદ રદ કરી હતી.
ગુજરાત હાઈકોર્ટે સરકારને વાયરસ પર કાબૂ મેળવવા કડક કાર્યવાહી કરવા દિશાનિર્દેશો આપ્યા છે. ગુજરાત હાઇકોર્ટે નોંધ્યું છે કે હાલની સ્થિતિમાં ગુજરાતમાં હાલ ત્રણથી ચાર દિવસનું લૉકડાઉન લગાવવું જરુરી છે. આ સિવાય જાહેર કાર્યક્રમોના નિયમો પણ કડક કરવા માટે ગુજરાત હાઇકોર્ટે સરકારને ટકોર કરી છે.
હાલ કોરોનાનો ફેલાવો અટકાવવા માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતના જે નિયમો છે તેમનું ચૂસ્ત પાલન કરવા પણ કોર્ટે જણાવ્યું છે.
પાંચ રાજ્યોની ચાલતી વિધાનસભા ચૂંટણીમાં આજરોજ બુધવાર, તા.૬ એપ્રિલ ૨૦૨૧ સૌથી વ્યસ્ત દિવસ શરૂ થયો છે.
કેરળ, તામિળનાડુ અને પુડ્ડુચેરીમાં એક જ તબક્કાનું જ્યારે આ ત્રીજા અને અંતિમ તબક્કાનું તો બંગાળમાં 8 તબક્કાની ચૂંટણીમાં આ ત્રીજા ચરણનું મતદાન આજે સવારે ૭ના ટકોરે શરૂ થયું છે.
આસામમાં ભાજપ વિરુદ્ધ તૃણમૂલ કોંગ્રેસની સીધી ટક્કરનાં ત્રીજા તબક્કામાં 31 બેઠકો ઉપર મતદાન ચાલી રહ્યું છે. જેમાં 16 દક્ષિણ 24 પરગણા, હાવડામાં 7 અને હૂગલીમાં 8 બેઠકો ઉપર મતદાન શરૂ થયું ત્યારથી જ તેજ જોવા મળી રહ્યું છે.
તામિળનાડુમાં શાસક પક્ષ અન્નાદ્રમુક અને વિપક્ષ દ્રમુકનાં આક્રમક પ્રચારનાં અંતે તમામ નજર હવે મતદારોએ પણ આજે સવારથી વોટીંગ માટે કતારો લગાડી દીધી છે. અહીં કુલ 234 બેઠકો માટે આજે ૬ એપ્રિલની વહેલી સવારે ૭ વાગ્યાથી જ આક્રમક મતદાન જોવા મળી રહ્યું છે.
કેરળમાં પણ તમામ 140 બેઠકો ઉપર શાસક એલડીએફ અને વિપક્ષ યુડીએફ વચ્ચે કાંટે કી ટક્કર સમાન ચૂંટણીજંગનું ભાવિ આજે ૬ એપ્રિલના રોજ ઈવીએમમાં અંકિત થઇ રહ્યું છે.
આસામમાં ત્રીજા તબક્કા અને અંતિમ તબક્કા માટે યોજાઇ રહેલી ચૂંટણીના મતદાનમાં આજે સવારથી 40 મતવિસ્તારોનાં મતદાતાઓઁ પોતાનાં મતાધિકારનો ઉપયોગ કરવા માટે કતારોમાં જોવા મળી રહ્યા છે.
દેશના વિદ્યાર્થીઓ સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો વાર્ષિક સંવાદ ‘પરીક્ષા પે ચર્ચા’, આ વખતે નવા વર્ચ્યુઅલ ફોર્મેટમાં સાતમી એપ્રિલે યોજાશે. વડા પ્રધાને આ બાબતની જાહેરાત ટ્વિટર પર કરતા જણાવ્યું હતું કે સાતમી એપ્રિલે સાંજે સાત વાગ્યે આપણા બહાદુર એક્ઝામ વૉરિયર્સ, એમનાં માતાપિતા અને શિક્ષકો સાથે વિવિધ વિષયો પર અનેક રસપ્રદ સવાલો અને યાદગાર ચર્ચા નવા ફોર્મેટમાં યોજાશે.
આ સાથે એમણે એક વીડિયો ટૅગ કર્યો હતો, જેમાં તેઓ એમ કહેતા જણાયા હતા કે આપણે ગત એક વર્ષથી કોરોના વાઇરસના રોગચાળાના ઓછાયા હેઠળ જીવી રહ્યા છીએ અને એ કારણે મારે તમને મળવાનો લહાવો જતો કરવો પડયો છે તથા હું તમારી સાથે ‘પરીક્ષા પે ચર્ચા’ નવી ફોર્મેટમાં વાતચીત કરીશ. એમણે વિદ્યાર્થીઓને પરીક્ષાને તક તરીકે જોવાની અને જીવનના સ્વપ્નના અંત તરીકે ન જોવાની સલાહ આપી હતી. વીડિયોમાં જણાવાયું હતું કે આ વર્ચ્યુઅલ ઇવૅન્ટમાં વડા પ્રધાન વિદ્યાર્થીઓ સાથે મિત્ર તરીકે વાતો કરશે અને એમના માતાપિતા તથા શિક્ષકો સાથે પણ ચર્ચા કરશે. આ કાર્યક્રમનું નામ ભલે ‘પરીક્ષા પે ચર્ચા’ હોય, પણ ચર્ચા ફક્ત પરીક્ષા સુધી જ સીમિત નહીં હોય. ‘પરીક્ષા પે ચર્ચા ૧.૦’નો કાર્યક્રમ ૧૬મી ફેબ્રુઆરી ૨૦૧૮ના દિવસે દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં યોજાયો હતો અને એ વખતે વડા પ્રધાને વિદ્યાર્થીઓ સાથે પ્રત્યક્ષ વાતચીત કરી હતી.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.