CIA ALERT

Slider Archives - Page 143 of 492 - CIA Live

June 11, 2021
CIA_Live_Logo_New2.jpg
1min1213

ગોધરા ખાતે તા.૫ થી ૨૨મી ઓગસ્ટ દરમિયાન લશ્કરની વિવિધ ૭ કેટેગરીમાં લશ્કરી ભરતી રેલીનું આયોજન

Indian Army recruitment racket: Kingpin questioned over links with  Pakistan's ISI - The Economic Times

લશ્કરી ભરતી કચેરી,અમદાવાદ દ્વારા ગુજરાતનાં ૨૦ જિલ્લાઓ અને ૨ કેન્દ્ર શાસિત પ્રદેશોના ઉમેદવારો આવરી લેતા આર્મી ભરતી કેમ્પનું આયોજન હાથ ધર્યું છે.

આગામી તા:૦૫ થી તા:૨૨ ઓગસ્ટ દરમિયાન પંચમહાલ જિલ્લાના ગોધરા સ્થિત કનેલાવ સ્પોર્ટસ કોમ્પ્લેક્સ, કનેલાવ ખાતે લશ્કરી ભરતી યોજાશે.

લશ્કરની વિવિધ સાત કેટેગરીમાં યોજાનાર આ રેલીમાં

  • સોલ્જર જનરલ ડ્યુટી, 
  • સોલ્જર ટ્રેડસમેન, 
  • સોલ્જર ટેક્નિકલ (એવિએશન/કમ્યુનિકેશન એકઝામિનર), 
  • સોલ્જર નર્સિંગ આસિસટન્ટ/નર્સિંગ વેટરનરી અને
  • સોલ્જર ક્લાર્ક/ સ્ટોરકીપર/ ટેક્નિકલ ઇન્વેન્ટરી મેનેજમેન્ટની જગ્યાઓનો સમાવેશ થાય છે.

જેમાં ધો.૮ પાસથી લઇ ધો.૧૨/ડિપ્લોમા/ડિગ્રીધારક અપરિણિત યુવાનો વિવિધ જગ્યાઓને અનુરૂપ વયમર્યાદાને ધ્યાને રાખી આર્મી ભરતી રેલીમાં ભાગ લઇ શકશે. આ ભરતીમાં પંચમહાલ, આણંદ, વલસાડ, તાપી, ડાંગ, નવસારી, સાબરકાંઠા, વડોદરા, મહેસાણા, સુરત, બનાસકાંઠા, નર્મદા, મહીસાગર, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, છોટાઉદેપુર, ભરૂચ, ખેડા, દાહોદ, દમણ, દાદરા અને નગર હવેલીનો જિલ્લાના ઉમેદવારો ભાગ લઈ શકશે.                

આ લશ્કરી ભરતીમાં ભાગ લેવા ઇચ્છતા સુરત જિલ્લાના ઉમેદવારોએ

વેબસાઈટ www.joinindianarmy.nic.in પર મૂકાયેલા નોટિફિકેશનનો અભ્યાસ કરી તા:૨૦ જુલાઈ ૨૦૨૧ સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે.

વધુ વિગત માટે લશ્કરી ભરતી કચેરી,અમદાવાદમાં હેલ્પલાઇન નં. ૦૭૯-૨૨૮૬૧૩૩૮ અથવા ૯૯૯૮૫૫૩૯૨૪ ઉપર સંપર્ક કરવો. આ ઉપરાંત રોજગાર સેતુ નં. ૬૩૫૭૩૯૦૩૯૦ ઉપર કોલ કરી આપના જિલ્લાની રોજગાર કચેરીઓનો સંપર્ક કરી શકાશે.

June 11, 2021
kids-mask.png
1min736

ત્રીજી લહેરમાં બાળકોને વધુ જોખમની અટકળો વચ્ચે ભારતમાં આરોગ્ય સેવાઓના મહાનિર્દેશકે જણાવ્યું છે કે, પાંચ વર્ષથી નાની વયના બાળકોને બચવા માટે માસ્ક પહેરવાની ભલામણ નથી કરાઈ.

વધુમાં છથી 11 વર્ષનાં બાળકો માવતરો, તબીબોનાં નિરીક્ષણ હેઠળ માસ્ક પહેરી શકે, તેવું આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની સંસ્થાએ જણાવ્યું હતું.

કેન્દ્ર સરકારે ખાસ બાળકોને કોવિડથી બચાવવા માટે સર્વગ્રાહી માર્ગદર્શિકા જારી કરી છે, તે મુજબ રેમડેસીવીર જેવી દવાઓ બાળકોને આપવાની નથી.

ઉપરાંત બાળકને કોરોના છે કે નહીં તે જાણવા માટે એચઆરસીટી ઈમેજિંગનો ઉપયોગ પણ જરૂર પડે તો જ વિવેકપૂર્વક કરવાની સલાહ અપાઈ છે.

કેન્દ્રની નવી માર્ગદર્શિકામાં લક્ષણ વગરના કે હળવાં લક્ષણવાળા સંક્રમિત બાળકમાં સ્ટીરોઈડનો ઉપયોગ નુકસાન કરી શકે છે તેવી ચેતવણી અપાઈ છે. આરોગ્ય સેવાઓના મહાનિર્દેશક (ડીજીએચએસ) દ્વારા માત્ર હોસ્પિટલમાં દાખલ કરાયા હોય તેવા ગંભીર અસરવાળા બાળકોમાં જ સ્ટીરોઈડ આપવાની ભલામણ કરાઈ છે. માર્ગદર્શિકામાં હાઈરિઝોલ્યુશન’ સીટીસ્કેન (એચઆરસીટી) ફેફસાં પર અસર ગંભીર હદે થઈ હોવાની શક્યતા જણાય તેવા સંજોગોમાં જ બુદ્ધિપૂર્વક કરવાની સલાહ અપાઈ છે.

June 11, 2021
atm.jpg
1min426
ATM cash withdrawal charges: What RBI's new rule means for you

૧લી જાન્યુઆરીથી ફ્રિ પર્મીસિબલ લિમિટ કરતાં એટીએમના વધુ વ્યવહાર માટે વધુ નાણાં ચૂકવવા પડશે

રિઝર્વ બૅંકે આવતા વર્ષની ૧લી જાન્યુઆરીથી ફ્રિ પર્મીસિબલ લિમિટ કરતાં એટીએમના વધારાના વ્યવહાર માટે વધુ નાણાં ચાર્જ કરવાની બૅંકોને પરવાનગી આપી છે.

આરબીઆઇના સકર્યુલરમાં જણાવ્યા અનુસાર બૅંકો હાલ ફ્રિ ટ્રાંઝક્શન લિમિટ કરતા વધારે ટ્રાંઝકશન માટે રૂ. ૨૦નો ચાર્જ લે છે, પણ ૧ જાન્યુઆરી, ૨૦૨૨થી એ માટે રૂ. ૨૧નો ચાર્જ લઇ શકશે.

જોકે, ગ્રાહકો અત્યારની જેમ જ દર મહિને પોતાની બૅંકના એટીએમમાંથી પાંચ વખત મફત ટ્રાંઝક્શન (નાણાકીય અથવા બીનનાણાકીય)નો લાભ મેળવી શકશે. તેઓ અન્ય બૅંકના એટીએમમાંથી મેટ્રો સેંટર્સમાં ત્રણ વખત અને નોન-મેટ્રો સેંટર્સમાં પાંચ મફત ટ્રાંઝક્શન મફત ટ્રાંઝક્શનનો લાભ મેળવી શકશે.

આ સાથે બૅંકોને ૧લી ઑગસ્ટ, ૨૦૨૧થી નાણાંકીય ટ્રાંઝક્શન માટે ઇન્ટરચૅન્જ ફી રૂ. ૧૫થી વધારીને રૂ. ૧૭ કરવાની અને બીનનાણાકીય ટ્રાંઝક્શન માટે ઇન્ટરચૅન્જ ફી રૂ. ૫થી વધારીને રૂ. ૬ કરવાની પરવાનગી આપવામાં આવી છે.

June 10, 2021
mumbai.jpg
1min842
11 Dead After Residential Building Collapses On Another In Mumbai's Malad
Photo dated 10/6/21, Morning after incedent

મુંબઈમાં બુધવારે મોડી રાત્રે એક કરૂણ દુર્ઘટના ઘટી છે. ચાર માળની એક બિલ્ડિંગ ધરાશાયી થતા નવ લોકોના મોત થયા છે. બૃહમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશ (બીએમસી)ના જણાવ્યા મુજબ મુંબઈના મલાડ (વેસ્ટ)માં માલવણી વિસ્તારમાં એક રહેણાંક ઈમારત ધરાશાયી થતા 11 લોકોના મોત થયા છે અને આઠથી વધુ લોકો ઘાયલ થયા છે. સ્થાનિકો તેમજ ફાયરની ટીમ દ્વારા રાહત અને બચાવ કામગીરી પૂરજોશમાં ચાલુ છે.

11 dead as residential building collapses in Mumbai, minister blames rain |  Mumbai news - Hindustan Times

આ બિલ્ડિંગ તેની બાજુમાં નિર્માણાધીન બિલ્ડિંગ ઉપર પડતા તેને પણ અસર થઈ હતી. ધારાશાયી થયેલી બિલ્ડિંગમાં રહેતા લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. હજુ પણ સર્ચ અને રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે. ઈજાગ્રસ્તોને બીડીબીએ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે. મુંબઈના ઝોન 11ના પોલીસ કમિશનર વિશાલ ઠાકુરના જણાવ્યા મુજબ મહિલાઓ અને બાળકો સહિત 15 લોકોને બચાવી લેવાયા છે અને તેમને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે. કાટમાળ નીચે હજુ પણ કેટલાક લોકો ફસાયા હોવાની આશંકા છે. લોકોને બચાવવા ટીમ તૈનાત છે.

આ બિલ્ડિંગ તેની બાજુમાં નિર્માણાધીન બિલ્ડિંગ ઉપર પડતા તેને પણ અસર થઈ હતી. ધારાશાયી થયેલી બિલ્ડિંગમાં રહેતા લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. હજુ પણ સર્ચ અને રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે. ઈજાગ્રસ્તોને બીડીબીએ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે. મુંબઈના ઝોન 11ના પોલીસ કમિશનર વિશાલ ઠાકુરના જણાવ્યા મુજબ મહિલાઓ અને બાળકો સહિત 15 લોકોને બચાવી લેવાયા છે અને તેમને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે. કાટમાળ નીચે હજુ પણ કેટલાક લોકો ફસાયા હોવાની આશંકા છે. લોકોને બચાવવા ટીમ તૈનાત છે.

મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં ભાર વરસાદ ખાબક્યો છે. જેને પગલે કેટલીક ઈમારતો પ્રભાવિત થઈ છે. મહારાષ્ટ્રના મંત્રી અસલમ શેખે જણાવ્યું કે રાહત અને બચાવ કામગીરી શરૂ છે અને ઈજાગ્રસ્તોને ઝડપથી સારવાર મળે તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

એક સ્થાનિકે આ દુર્ઘટના અંગે જણાવ્યું હતું કે, રાત્રે 11 વાગ્યા આસપાસ ઈમારત ધરાશાયી થઈ હતી. બે લોકોએ આ બિલ્ડિંગ ખાલી કરવા જણાવ્યું હતું ત્યારબાદ હું બહાર આવી ગયો હતો. દુર્ઘટના વખતે બિલ્ડિંગમાં 20થી વધુ લોકો હાજર હતા અને કેટલાક બહાર નિકળવામાં સફળ રહ્યા હતા.  

June 10, 2021
engvsnz.jpg
1min392

ભારત વિરુદ્ધના ડબ્લ્યુટીસીનાં ફાઇનલ પૂર્વે ન્યુઝિલેન્ડની ટીમ ગુરુવારથી ઇંગ્લેન્ડ સામે બીજા ટેસ્ટમાં મેદાને પડશે. ત્યારે કિવિ ટીમની ચિંતામાં વધારો થયો છે. ટીમનો કેપ્ટન કેન વિલિયમ્સન નબળી ફિટનેસને લીધે બીજા ટેસ્ટની બહાર થઇ ગયો છે. સ્પિનર મિચેલ સેંટનર પર આંગળીની ઇજાને લીધે રમવાનો નથી.

એજબેસ્ટનનાં મેદાનમાં રમાનાર આ બીજા ટેસ્ટમાં કિવિઝ ટીમમાં તેના મુખ્ય ઝડપી બોલર ટ્રેંટ બોલ્ટની વાપસી થઈ શકે છે. કિવિઝ પાસે ખતરનાક ઝડપી બોલરોની ફોઝ છે. જેમાં ટિમ સાઉધી, ટ્રેંટ બોલ્ટ, નીલ વેગનાર અને કાઇલ જેમિસન છે. જેમાંથી બોલ્ટ સિવાયના કોઈ એક બોલરને ફાઇનલ પહેલા વિશ્રામ મળવાની શક્યતા છે. લોર્ડસનાં મેદાન પર રમાયેલો પહેલો ટેસ્ટ ડ્રો રહ્યો હતો. ત્રીજા દિવસની રમત વરસાદમાં ધોવાઈ ગઈ હતી. આથી ન્યુઝિલેન્ડની ટીમ સંભવિત જીતથી દૂર રહી હતી. યજમાન ઇંગ્લેન્ડની ટીમની નજર બેટિંગ મોરચે સુધારો કરીને આખરી ટેસ્ટ જીતી શ્રેણી 1-0થી કબજે કરવા પર રહેશે. મેચ ગુરુવારથી ભારતીય સમય અનુસાર બપોરે 3-30થી શરૂ થશે.

ન્યુઝિલેન્ડના કોચ ગેરી સ્ટિડે મેચની પૂર્વ સંધ્યા પર કહ્યંy કે તેના બોલરોએ લોર્ડ્સમાં સારી રીતે જવાબદારી નિભાવી, પણ એનો મતલબ એ નથી કે આવતીકાલના મેચમાં પણ તેમને મોકો મળશે. અમે ફાઇનલ પર નજર રાખી રહ્યા છીએ. અમારા તમામ બોલરો ફ્રેશ છે અને મેદાનમાં ઉતરાવા ઉત્સાહિત છે. મેટ હેનરી, ડગ બ્રેસવેલ અને જેકબ ડફી પણ અમારા ફ્રન્ટલાઇન બોલરો જ છે. અમારી પાસે 20 ખેલાડીની એવી ટીમ છે. જેમાં તમામ અનુભવી ખેલાડી છે.

બીજી તરફ ઇંગ્લેન્ડની ટીમ નવોદિત બોલર ઓલિ રોબિન્સનના વિવાદને ભૂલીને મેદાને પડશે. રોબિન્સનને રંગભેદ વિરોધી જૂની ટિપ્પણીના મામલે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. તેના છાંટા અન્ય ઇંગ્લિશ ક્રિકેટરોને પણ પડી શકે છે. ઇંગ્લેન્ડની ચિંતા ટોચના ક્રમના બેટધરોની નિષ્ફળતા છે. બોલિંગમાં ઇંગ્લેન્ડની આશા ફરી અનુભવી જોડી એન્ડરસન-બ્રોડ પર વધુ નિર્ભર રહેશે.

June 10, 2021
jitin_prasad.jpg
1min629
why jitin prasad left congress and joins bjp read inside story here -  कांग्रेस में मिले किस 'दर्द' की दवा लेने बीजेपी में शामिल हुए जितिन प्रसाद,  पढ़ें इनसाइड स्टोरी

કૉંગ્રેસના યુવા નેતા જિતિન પ્રસાદ બુધવારે ભાજપમાં જોડાયા હતા. સંસ્થાકીય બદલાવ અને પક્ષના દરેક સ્તરે ચૂંટણી કરવી જોઇએ તેવો પત્ર લખનારા ૨૩ નેતાઓના જૂથમાં જિતિન પ્રસાદ પણ હતા. કેન્દ્રીય પ્રધાન પિયૂષ ગોયલ અને ભાજપના મુખ્ય પ્રવક્તા અનિલ બાલૂનીની હાજરીમાં જિતિન પ્રસાદ ભાજપમાં જોડાયા હતા. તેમણે પત્રકારોને કહ્યું કે જો કોઇ રાજકીય દળ સંસ્થાગત હોય અને સાચા અર્થમાં રાષ્ટ્રીય પાર્ટી હોય તો તે ભાજપ છે. અન્ય પક્ષો વ્યક્તિવિશેષ આધારિત અથવા ખાસ ક્ષેત્રમાં સીમિત હોય છે.

ઉત્તર પ્રદેશના અગ્રગણ્ય બ્રાહ્મણ પરિવારથી આવતા ૪૭ વર્ષીય જિતિન પ્રસાદે કૉંગ્રેસ નેતૃત્વની ટીકા કરવાનું ટાળ્યું હતું. કૉંગ્રેસમાં રહી લોકોની સેવા કરવી અને પ્રજાજનોના હિત જાળવવા શક્ય ના હોવાથી તેમણે પક્ષ છોડ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું.

પ્રસાદને ભાજપમાં સામેલ કરાવ્યા બાદ પિયૂષ ગોયલે કહ્યું હતું કે તેઓ પ્રજાજનોમાં મૂળિયા ધરાવનારા નેતા છે. તેમના જોડાવાથી ભાજપ મજબૂત બનશે. ગયા વર્ષે જ્યોર્તિદિત્ય સિંધિંયા ભાજપમાં જોડાયા હતા. તે પછી કૉંગ્રેસના બીજા હાઇપ્રોફાઇલ યુવા નેતાએ કૉંગ્રેસનો ત્યાગ કર્યો છે.

બુધવારે જિતિન પ્રસાદ ગૃહ પ્રધાન અમિત શાહ અને ભાજપ પ્રમુખ જે. પી. નડ્ડાને મળ્યા હતા. અમિત શાહે કહ્યું હતું કે ઉત્તર પ્રદેશના પ્રજાની સેવા કરવાના ભાજપના ઇરાદાને જિતિન પ્રસાદના જોડાવાથી મક્કમતા મળશે તેવો મને વિશ્ર્વાસ છે.

June 10, 2021
farmers.jpg
1min513

કેન્દ્રના પ્રધાનમંડળે ભારતીય રેલવેના સંદેશવ્યવહાર અને સિગ્નલિંગની સુવિધા સુધારવા માટે ૭૦૦ મેગાહર્ટઝ બૅન્ડમાં પાંચ મેગાહર્ટઝ સ્પેક્ટ્રમની ફાળવણીને બુધવારે મંજૂરી આપી હતી. આ ઉપરાંત, ડાંગર, બાજરા, જુવાર, મકાઇ, રાગી અને કૉટન (રૂ)ના લઘુતમ ટેકાના ભાવમાં વધારો કર્યો હતો.

પાકની ૨૦૨૧-૨૦૨૨ની મોસમ (જુલાઇ-જૂન) માટે ડાંગર (કૉમન વૅરાઇટી)નો લઘુતમ ટેકાના ભાવ ક્વિન્ટલ દીઠ રૂપિયા ૧,૮૬૮થી રૂપિયા ૭૨ વધારીને રૂપિયા ૧,૯૪૦ કરાયો હતો.

દરમિયાન, બાજરાના લઘુતમ ટેકાના ભાવને ક્વિન્ટલ દીઠ રૂપિયા ૨,૧૫૦થી વધારીને રૂપિયા ૨,૨૫૦ કરાયો હતો.

ડાંગર, બાજરા, જુવાર, મકાઇ, રાગી અને કૉટન (રૂ)ના લઘુતમ ટેકાના ભાવમાંના વધારાને લીધે ખેડૂતોને ઘણો લાભ મળશે. ડાંગર મુખ્ય ખરીફ પાક ગણાય છે. નૈર્ઋત્યનું ચોમાસું બેસે તે પછી તેની વાવણી શરૂ થાય છે.

કૉટન (રૂ)ની મીડિયમ સ્ટૅપલ વૅરાઇટીના લઘુતમ ટેકાના ભાવ ક્વિન્ટલ દીઠ રૂપિયા ૨૧૧ વધારીને રૂપિયા ૫,૭૨૬ કરાયો હતો, જ્યારે કૉટનની લૉન્ગ સ્ટૅપલ વૅરાઇટીના લઘુતમ ટેકાના ભાવ ક્વિન્ટલ દીઠ રૂપિયા ૨૦૦ વધારીને રૂપિયા ૬,૦૨૫ કરાયો હતો.

મકાઇનો લઘુતમ ટેકાનો ભાવ ક્વિન્ટલ દીઠ રૂપિયા ૧,૮૫૦થી રૂપિયા ૨૦ વધારીને રૂપિયા ૧,૮૭૦ કરાયો હતો. જુવાર (હાઇબ્રિડ)નો લઘુતમ ટેકાનો ભાવ ક્વિન્ટલ દીઠ રૂપિયા ૨,૬૨૦થી રૂપિયા ૧૧૮ વધારીને રૂપિયા ૨,૭૩૮ કરાયો હતો.

રાગીનો લઘુતમ ટેકાનો ભાવ ક્વિન્ટલ દીઠ રૂપિયા ૩,૨૯૫થી રૂપિયા ૮૨ વધારીને રૂપિયા ૩,૩૭૭ કરાયો હતો.

કેન્દ્રના પ્રધાન પ્રકાશ જાવડેકરે બુધવારે દાવો કર્યો હતો કે રેલવેને આ સ્પેક્ટ્રમની ફાળવણીને લીધે રેલવેને મુસાફરોની સલામતી વધારવામાં સહાય મળશે.

રેલવેનો આ પ્રકલ્પ આગામી પાંચ વર્ષમાં રૂપિયા ૨૫,૦૦૦ કરોડના અંદાજિત ખર્ચે પૂરો થશે.

રેલવે હાલમાં પોતાના સંદેશવ્યવહાર માટે ઑપ્ટિકલ ફાઇબર પર આધાર રાખે છે, પરંતુ નવા સ્પેક્ટ્રમની ફાળવણીથી તે હાઇ-સ્પીડ રેડિયોનો પણ વપરાશ કરી શકશે.

June 9, 2021
CIA_Live_Logo_New2.jpg
2min2254

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ધો.10 અને 12 બોર્ડની પરીક્ષા અને એવરેજ પરીણામ લાવતા હજારો વિદ્યાર્થીઓ એવી માગણી કરી રહ્યા છે કે અમને માસ પ્રમોશન કે ધો.12ના ઇન્ટર્નલ માર્કર્સના આધારે પરીણામ નથી જોઇતું, વિદ્યાર્થીઓ વાર્ષિક પરીક્ષા આપીને વધુ માર્કર્સ લાવી શકાશે એવી દલીલ કરી રહ્યા છે. હકીકતમાં આ એવા વિદ્યાર્થીઓ છે જેમણે શાળાકીય શિક્ષણ ધો.11-12માં કશું ધ્યાન કેન્દ્રીત કર્યું ન હતું અને પરીક્ષા આવે ત્યારે જોઇ લઇશું એવા ઓવર કોન્ફીડન્સમાં આવા હજારો વિદ્યાર્થીઓએ હવે નબળા પરીણામનો સામનો કરવાનો વખત આવ્યો છે.

The online survey, led by the study abroad platform The WorldGrad, was conducted among more than 4,000 users who registered on the platform in the last two months. It showed that 60 per cent of the students do not think that it is a good idea to use pre-boards and internal school marks to calculate their Calss XII results.

ક્રિશ નામનો વિદ્યાર્થી સુરતમાં રહે છે, સીબીએસઇની સ્કુલમાં અભ્યાસ કરે છે, આ વિદ્યાર્થી કહે છે કે મારે ધો.12નું ઇન્ટર્નલ એસેસમેન્ટના આધારે તૈયાર થનારું પરીણામ નથી જોઇતું. હુ જો એન્યુઅલ બોર્ડ પરીક્ષા આપીશ તો વધારે માર્કર્સ લાવી શકું. આ વિદ્યાર્થીને જ્યારે પૂછ્યું કે તમે આંતરિક મૂલ્યાંકનના માર્કર્સથી કેમ સંતુષ્ઠ નથી ત્યારે તેણે કહ્યું કે ઇન્ટર્નલ માર્કર્સ વખતે સ્કુલમાં ધ્યાન આપ્યું જ ન હતું. ધો.10માં પણ એવું જ કર્યું હતું કે છેલ્લા બે મહિના તૈયારી કરીને 80 પ્લસ લાવી શક્યો હતો. આ વર્ષે મારી પરીક્ષા આપવાની પૂરી તૈયારી છે પણ હવે માસ પ્રમોશન અને આંતરિક મૂલ્યાંકનને કારણે મારા માર્કર્સ ઓછા આવશે એમ ક્રિશે જણાવ્યું.

કેટલાક વિદ્યાર્થીઓની એવી પણ દલીલ છે કે ઓનલાઇન સિસ્ટમથી સ્કુલો જ સેટ ન હત

આંતરિક મૂલ્યાંકનથી રિઝલ્ટ આપવાનો વિરોધ કરી રહેલા કેટલાક વિદ્યાર્થીઓ તથા વાલીઓની એ દલીલ પણ વ્યાજબી છે કે શહેરોની કેટલીક સ્કુલોને બાદ કરતા શહેરમાં આવેલી અન્ય સ્કુલો, ગ્રામીણ વિસ્તારોમાં આવેલી સ્કુલોમાં આખું વર્ષ ઓનલાઇન શિક્ષણના નામે કે ઓનલાઇન ટેસ્ટના નામે કશું થયું નથી, જો સ્કુલો જ સિસ્ટમથી સેટ ન થઇ હોય તો વિદ્યાર્થીઓનો શું વાંક

વાલીઓ અને વિદ્યાર્થીઓ આમાંથી બોધપાઠ લે

હાલમાં હજારો વિદ્યાર્થીઓ એવા છે જેઓ ધો.11-12ના શાળાકીય શિક્ષણની જાણી જોઇને અવગણના થાય તેવા નિર્ણયો લે છે. આવા વાલીઓ અને વિદ્યાર્થીઓમાં એવી ગેરમાન્યતા પ્રવર્તે છે કે બોર્ડના વર્ષમાં આંતરિક મૂલ્યાંકન કે આંતરિક પરીક્ષાઓ નહીં આપીશું તો સ્કુલ શું કરી લેશે, સ્કુલના અભ્યાસ પર ધ્યાન નહીં આપીશું તો શાળા કશું બગાડી શકવાની નથી. આવી ગેરમાન્યતાઓને કારણે આ વખતે હજારો વિદ્યાર્થીઓને પોતાનું ધો.12નું પરીણામ ગમતું નથી. હવે પછીના ધો.11-12ના વાલીઓ વિદ્યાર્થીઓ એ વાતનો બોધપાઠ લે અને નીચે મુજબનું કામ કરવાથી દૂર રહે.

જેમકે

  • શાળામાં ગયા વગર ડમી સ્કુલમાં એડમિશન લઇને ફક્ત એન્ટ્રન્સ ટેસ્ટની તૈયારી કરવી
  • સ્કુલના આંતરિક મૂલ્યાંકન પદ્ધતિને નજર અંદાજ કરવી
  • સ્કુલની આંતરીક કસોટીઓ, યુનિટ ટેસ્ટને પ્રાધાન્ય આપવું નહીં.
  • પ્રવેશ પરીક્ષાઓ જેટલું જ જરૂરી શાળાકીય શિક્ષણ પણ છે
  • આઇ.આઇ.ટી., એન.આઇ.ટી.માં એડમિશનનું સપનું જ્યારે જુઓ ત્યારે એ વાસ્તવિક રીતે શક્ય છે કે નહીં તેની ચકાસણી કરો, ગુજરાત બોર્ડ, ગુજરાતમાંથી કેટલા વિદ્યાર્થીઓ જેઇઇની પરીક્ષા આપે છે અને કેટલા વિદ્યાર્થીઓને દર વર્ષે પ્રવેશ મળે છે એની વિગતો જાણો એટલે બધો ખ્યાલ આવી જશે, પછી નક્કી કરો કે જેઇઇ આપણા માટે જરૂરી છે કે નહીં

ઘણાને ધો.12ની માર્કશીટ જોવાની નહીં ગમે અને એને સુધારી પણ નહીં શકે

ધો.12ની માર્કશીટ એ શૈક્ષણિક કારકિર્દી માટેનો પહેલો પડાવ છે. હવે આ વર્ષે બોર્ડની એકઝામ થવાની નથી એટલે આંતરીક મૂલ્યાંકનના આધારે માર્કર્સ મૂકાશે. જીવનભર માટે ધો.12ની માર્કશીટ એ સંભારણું બની રહેતી હોય છે. પરંતુ, હવે હજારો વિદ્યાર્થીઓ એવા છે જેઓ આંતરિક મૂલ્યાંકનનો વિરોધ કરી રહ્યા છે. કેમકે તેમને ધો.12ની પોતાની જ માર્કશીટ નહીં ગમે.

June 9, 2021
gseb-1280x720.jpg
1min643

સરકારે ધોરણ 10ના નિયમિત વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી પાસ કરવાની જાહેરાત કર્યા બાદ તેમના પરિણામ તૈયાર કરવા માટેની માર્ગદર્શિકા જાહેર કરી હતી.

ધોરણ 10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન મળ્યા બાદ તેમના સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ (LC)માં માસ પ્રમોશનથી પાસ લખવાનો નિર્ણય લેવાયો છે. આ અંગે શિક્ષણ બોર્ડ દ્વારા તમામ ડીઈઓને પરિપત્ર કરી તેમના તાબાની સ્કૂલોને આ અંગે સૂચના આપવા તાકીદ કરાઈ છે.

વિદ્યાર્થીઓના ઓનલાઈન ગુણ મોકલવામાં બેદરકારી દાખવનારા શાળાના આચાર્ય સામે કાર્યવાહી કરવાનો નિર્ણય પણ લેવાયો છે. આ વર્ષે બોર્ડ દ્વારા ગુણ ચકાસણી કરવામાં આવનાર ના હોવાથી શાળાઓને ગુણ મોકલવામાં ખાસ તકેદારી રાખવાનું જણાવાયું છે.

સ્કૂલોને માર્ક મોકલવા માટેની સૂચના આપવામાં આવી છે કે સ્કૂલોએ માસ પ્રમોશનની ફોર્મ્યુલા પ્રમાણે, ગુણપત્રક તૈયાર કરી વિદ્યાર્થીના નામ, એપ્લિકેશન નંબરની સામે 80+20 ગુણ બોર્ડ કક્ષાના વિષયમાં દર્શાવાના રહેશે. દ્યારે શાળા કક્ષાના વિષયમાં 50+50+20 ગુણ અપલોડ કરવાના રહેશે.

RMAS સંચાલિત શાળાઓમાં વ્યવસાયલક્ષી વિષય ભણાવવામાં આવતો હોય તો 30+20 પ્રમાણે ગુણાંકન કરવાનું રહેશે અને 80+20 મુજબ ઓનલાઈન ભરવાનું રહેશે. ઓનલાઈન ગુણ અપલોડ કરવાની તમામ જવાબદારી શાળાના આચાર્યની રહેશે. જો કોઈ વિદ્યાર્થીના ગુણ ભરવામાં બેદરકારી ધ્યાનમાં આવશે કે બેદરકારીભર્યું ગુણાંકન કરવામાં આવશે તો તેની સામે શિસ્ત વિષયક કાર્યવાહી બોર્ડ દ્વારા કરાશે, તેમ જણાવાયું છે. શાળા દ્વારા ઓનલાઈન મૂકવામાં આવેલા ગુણ અને ગુણપત્રકમાં પ્રિન્ટ થયેલા ગુણ બાબતે કોઈ વિસંગતતા જણાય તો સ્કૂલે બોર્ડમાં રજૂઆત કરવાની રહેશે.

રજૂઆત કરતા ઓનલાઈન ભરેલા ગુણની પ્રિન્ટ, શાળા ગુણાંકન સંબંધિત તમામ દસ્તાવેજો અને વિદ્યાર્થીના ઓનલાઈન ભરાયેલા આવેદનપત્રની નકલ રજૂ કરવાની રહેશે. આ વર્ષે શાળા દ્વારા ગુણાંકન કરવામાં આવનાર હોવાથી ગુણ ચકાસણીની પ્રક્રિયા થશે નહીં.

ચાલુ વર્ષે ધોરણ 10ના નિયમિત વિદ્યાર્થીઓના શાળા છોડ્યાના પ્રમાણપત્રમાં રિમાર્ક્સના ખાનામાં ધોરણ 10ની પરીક્ષા માસ પ્રમોશનથી પાસ જાહેર થયેલા તેમ લખવાનું રહેશે. આમ, ધોરણ 10ના માસ પ્રમોશનથી પાસ થયેલા વિદ્યાર્થીઓની માર્કશીટમાં માસ પ્રમોશન પાસ નહીં લખાય પરંતુ LCમાં માસ પ્રમોશન પાસ લખાઈને આવશે. ઉપરાંત પરીક્ષામાં ઉપસ્થિત થનારા વિદ્યાર્થીનું મૃત્યુ કે ઉમેદવાર સ્કૂલ છોડીને લિવિંગ સર્ટિફિકેટ લઈ ગયા હોય તો તે વિદ્યાર્થીનું આવેદનપત્ર રદ કરવા પાત્ર થશે. તેવા આવેદનપત્રની યાદી બનાવી તેમજ અસલ પ્રવેશિકા પર લાલ સહીથી રિમાર્ક કરી બોર્ડની કચેરીએ મોકલવાની રહેશે તેવી સૂચના પણ બોર્ડ દ્વારા અપાઈ છે.

June 9, 2021
udhavmodi.jpg
1min530

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા દોડી ગયા હતા. તેમની આ વન ટૂ વન મુલાકાત અંગે અટકળોની આંધી ઉઠતાં તેમણે બચાવ કર્યો કે આમાં ખોટુ શું છે હું વડાપ્રધાનને મળવા ગયો હતો, નવાજ શરીફને નહીં ! રાજકીય રીતે અમે સાથે નથી તેનો અર્થ એ નથી કે અમારા સંબંધો પુર્ણ થઈ ગયા. આમાં છૂપાવવા જેવુ કંઈ નથી.
મોદી સાથે મુલાકાત માટે દિલ્હી જતાં પહેલા ઉદ્ધવ એનસીપી નેતા શરદ પવારને મળ્યા હતા. દિલ્હીમાં તેમની સાથે ના. મુખ્યમંત્રી અજિત પવાર અને મંત્રી અશોક ચવ્હાણ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક બાદ ઉદ્ધવે કહ્યુ કે વેક્સિનેશનની સંપુર્ણ જવાબદારી હવે કેન્દ્રએ ઉઠાવી લીધી છે ત્યારે મહારાષ્ટ્ર સહિત તમામ રાજ્યોને વહેલી તકે વેક્સિન જોઈએ છે. કેન્દ્રએ આ જવાબદારી રાજ્યોને સોંપી હતી પરંતુ કામગીરી યોગ્ય રીતે થઈ નથી.

બેઠકમાં વેક્સિનેશન, મરાઠા અનામત, મેટ્રોના કાર શેડ, જીએસટી વળતર, વાવાઝોડા સહાય જેવા મુદ્દે વાતચીત થયાનું અને વડાપ્રધાને આશ્વાસન આપ્યાનું તેમણે જણાવ્યુ હતું. મહારાષ્ટ્રમાં શિવસેના, એનસીપી, કોંગ્રેસ ગઠબંધનની સરકાર બન્યા બાદ રાજ્ય અને કેન્દ્ર સરકાર વચ્ચે છાશવારે તણખાં ઝરતા રહે છે.

શિવસેના ‘સામના’ના માધ્યમથી કેન્દ્ર સરકારને ઘેરતી રહી છે તેવા સમયે ઉદ્ધવ ઠાકરેની આ મુલાકાત પર સૌની નજર હતી.