CIA ALERT

Slider Archives - Page 127 of 492 - CIA Live

September 13, 2021
Lok-Adalat.jpg
1min652

 દેશભરના 33 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં એકસાથે આયોજિત લોક અદાલતમાં 33 લાખથી વધારે મુકદ્મા ઉપર સુનાવણી થઈ હતી. નેશનલ લીગ સર્વિસ ઓથોરિટીના સભ્ય સચિવ અશોક જૈનના કહેવા પ્રમાણે ઓથોરિટીના કાર્યકારી અધ્યક્ષ સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ઉદય ઉમેશ લલિતની આગેવાનીમાં આયોજિત લોક અદાલતમાં સુપ્રીમ કોર્ટની લઈને જિલ્લા અને સત્ર ન્યાયાલય સુધી કામગીરી થઈ હતી. જેમાં પ્રી લિટિગેશન સ્ટેજના 18 લાખ, 50 હજારથી વધારે મામલાની સુનાવણી થઈ હતી. જેમાંથી 9,41,000 કેસનો ઉકેલ થયો હતો. લોકઅદાલત દરમિયાન દંડના રૂપે 3.76 અબજ રૂપિયાની વસૂલાત થઈ હતી.

વર્ષોથી પેન્ડિંગ કેસમાં 14.62 લાખ મામલા ઉપર સુનાવણી થઈ હતી. જેમાંથી 5.92 લાખનો ઉકેલ કરવામાં આવ્યો હતો. સેટલમેન્ટ અમાઉન્ટ તરીકે 19.04 અબજ રૂપિયા વસૂલવામાં આવ્યા છે. આ હિસાબતથી કુલ 33,12,389 મામલા ઉપર સુનાવણીમાં 15,33,186 કેસનો ઉકેલ થયો છે. એટલે કે અદાલતોની પેન્ડિંગ કેસની યાદીમાંથી આ તમામનો નિકાલ થયો છે જ્યારે રાજસ્વ ભંડોળમાં રેકોર્ડ 22,81,30,62,951 રૂપિયા જમા થયા છે.

મોટાભાગના મામલા કંપની લો, પારિવારિક વિવાદ, ચેક બાઉન્સ, શ્રમિક મામલા, રાજસ્વ વિવાદ, મામુલી અપરાધ અને વિવાદ સંબંધિત હતા. આદિવાસી અને નક્સલી વિસ્તારમાં પણ લોક અદાલત ચાલી હતી. વર્ષ 2021માં આ ત્રીજી લોકઅદાલત છે. કોરોનાની સ્થિતિને ધ્યાને લઈને મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક અને ઓરિસ્સામાં લોકઅદાલત સપ્ટેમ્બર મહિનાના ચોથા અઠવાડિયામાં થશે.

September 13, 2021
panna.jpg
1min402

મધ્ય પ્રદેશના પન્ના જિલ્લામાં ૨૧ સપ્ટેમ્બરથી અંદાજે રૂ. ૧.૦૬ કરોડના મૂલ્યના કુલ ૧૩૯ રફ ડાયમંડનું લિલામ કરવામાં આવશે, એમ અધિકારીઓએ રવિવારે તા.12મી સપ્ટેમ્બર 2021ના રોજ કહ્યું હતું. 

પત્રકારોને માહિતી આપતા પન્નાના ડાયમંડ ઑફિસર રવી પટેલે કહ્યું હતું કે સામૂહિક રીતે આ હીરાઓનું કુલ વજન ૧૫૬.૪૬ કેરેટ છે. આ હીરા જિલ્લાની ખાણમાંથી મેળવવામાં આવ્યા છે. 
આ મૂલ્યવાન હીરાઓમાં ૧૪.૦૯ કેરેટના હીરાનો પણ સમાવેશ થાય છે. આ વર્ષના ફેબ્રુઆરીમાં એક શ્રમિકે ખાણમાંથી આ હીરો શોધી કાઢ્યો હતો

અગાઉની હરાજીમાં તે વેચાયા વિના જ રહી ગયો હતો, એમ તેમણે કહ્યું હતું. આ હીરો લિલામનું મુખ્ય આકર્ષણ બની રહેશે અને તેના અંદાજે રૂ. ૭૦ લાખ ઉપજે એવી અપેક્ષા છે.  આ વખતે લિલામમાં મુકવામાં આવેલો આ સૌથી મોટો હીરો હશે. ગુજરાત, દિલ્હી, મુંબઈ, હૈદરાબાદ અને દેશના અન્ય ભાગના લોકો આ લિલામમાં ભાગ લે તેવી શક્યતા છે.  

September 12, 2021
BHUPENDRA.jpg
1min490

છેલ્લા ચોવીસ કલાકથી ટીવી ચેનલોએ ગુજરાતના નવા મુખ્યમંત્રી અંગે ખોટોખોટી ચર્ચાઓ કરીને નીતીન પટેલ, સી.આર. પાટીલ, પુરુષોત્તમ રુપાલા, મનસુખ માંડવીયા અને ત્યાં સુધી કે પ્રફુલ પટેલના નામો પણ હવામાં ઉડાડ્યા. ગુજરાતની એકેય ટીવી ચેનલોએ ચોવીસ કલાક ચાલેલી ચર્ચામાં ક્યારેય ભૂપેન્દ્ર પટેલનું નામ કે ઘાટલોડીયા અમદાવાદના ધારાસભ્યનું નામ ચર્ચામાં સાંકળ્યું ન હતું. કેટલીક ચેનલોએ તો એવા પણ તુક્કા દોડાવ્યા કે મહિલા મુખ્યમંત્રી બનશે કેટલીક ચેનલોએ પ્રદિપસિંહ જાડેજાને પણ ચર્ચામાં ઘસડ્યા પરંતુ, તમામે તમામ રિજિનયોનલ ગુજરાતી ટીવી ચેનલ પરની ચર્ચા સાવ નિરર્થક અને પાયા વગરની નીકળી.

દરમિયાન આજે રવિવાર તા.12મી સપ્ટેમ્બરના રોજ અમદાવાદ, ભાજપાના મુખ્ય પ્રાદેશિક કાર્યાલય, કમલમ ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં ઘાટલોડિયાના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલનું નામ જાહેર કરવામાં આવ્યું છે અને તેના આધારે ગુજરાતમાં ભાજપાના ધારાસભ્યોની મળેલી મિટીંગમાં વિજય રૂપાણીએ ભૂપેન્દ્ર પટેલનું નામ રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે દરખાસ્ત સ્વરૂપે રજૂ કર્યું હતું.

ઘાટલોડિયાના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલનું મુખ્યમંત્રી તરીકેનું નામ જાહેર કરીને ભાજપ હાઈકમાન્ડે ફરી એકવાર બધાને ચોંકાવ્યા છે. ધારાસભ્ય દળની બેઠકમાં ભૂપેન્દ્ર પટેલના નામની દરખાસ્ત કરવામાં આવી હતી. ભૂપેન્દ્ર પટેલ એ જ બેઠક પરથી ધારાસભ્ય છે જે પહેલા પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ ધારાસભ્ય હતા. ભૂપેન્દ્ર પટેલને તેમની નજીક માનવામાં આવે છે. 

September 10, 2021
neet_2021.png
2min2217

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

આગામી રવિવાર તા.12મી સપ્ટેમ્બર 2021 છેલ્લા અઢી વર્ષથી જે વિદ્યાર્થીઓ ડોક્ટર બનવા માટે સખત મહેનત કરી રહ્યા હતા તેમના માટે નિર્ણાયક દિવસ, નીટ-2021 પરીક્ષા રવિવારે બપોરે 2થી 5 દરમિયાન ભારતભરમાં તેમજ વિદેશોના પરીક્ષા કેન્દ્રો પરથી લેવામાં આવશે. ગુજરાતમાં અંદાજે 5500 મેડીકલ બેઠકો તેમજ 1200 જેટલી ડેન્ટલ કોલેજોમાં તદુપરાંત હોમિયોપેથી અને આયુર્વેદિક કોલેજોમાં પ્રવેશ માટે નીટ-2021નો સ્કોર ગણતરીમાં લેવામાં આવશે.

ગુજરાતના અંદાજે 75000 જેટલા વિદ્યાર્થીઓ નીટ-2021 પરીક્ષા આપશે. પરીક્ષા પૂર્વે શિક્ષણ સર્વદા વિદ્યાર્થીઓનું અખબાર તેમજ સી.આઇ.એ. લાઇવ દ્વારા આપને નીટ પરીક્ષાની ઓ.એમ.આર. સીટ કેવી રીતે ભરવાની તેનું માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. આ પ્રેઝન્ટેશન ખુદ નીટ પરીક્ષાના સંચાલકોએ તૈયાર કર્યું છે. વિદ્યાર્થીઓ નીટ પરીક્ષાની ઓ.એમ.આર.શીટ ભરવામાં ગફલત નહીં કરે તે માટે આ ઉપયોગી માહિતી બની રહેશે.

નીટ પરીક્ષાના પ્રશ્નોના ઉત્તરો જેમાં લખવાના હોય છે તેને OMR શીટ કહેવામાં આવે છે, આ શીટમાં વિદ્યાર્થીઓ પોતાની બેઝિક ઇન્ફર્મેશન ભરવામાં ગફલત કરે તો તેની મોટી કિંમત ચૂકવવી પડી શકે

September 10, 2021
indiavsengland.jpeg
1min425

 ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પ ટેસ્ટ મેચની શ્રેણીનો છેલ્લો ટેસ્ટ મેચ તા.10 સપ્ટેમ્બરને શુક્રવારથી બપોરે 3:30 (ભારતીય સમય) કલાકથી માંચેસ્ટરમાં રમાશે. શ્રેણીમાં ર-1થી સરસાઈ મેળવનાર ટીમ ઈન્ડિયા શ્રેણી કબ્જે કરવાના ઈરાદે ઉતરશે તો ઈંગ્લીશ ટીમ શ્રેણી પરાજયને ટાળવાના દબાણ હેઠળ રમશે. ભારતીય ટીમમાં વધતાં કોરોના સંક્રમણને ધ્યાને લઈ પાંચમો ટેસ્ટ રમાવા અંગે શંકા વ્યક્ત કરાઈ હતી જો કે હજુ સત્તાવાર નિર્ણય આવ્યો નથી.
ટીમ ઈન્ડિયા માટે સારા સમાચાર છે કે છેલ્લા ટેસ્ટ માટે ઝડપી બોલર મોહમ્મદ શમી ફિટ જાહેર થયો છે. જો કે રોહિત શર્મા અને ચેતેશ્વર પુજારા ઈજાનો સામનો કરી રહ્યો હોવાથી તેમના રમવા અંગે સસ્પેન્સ છવાયું છે.

September 10, 2021
Anil_Ambani_Reliance.jpg
1min415

દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન અનિલ અંબાણીની માલિકીની કંપની રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને 4600 કરોડ રૂપિયાની ચુકવણી કરશે.’ નિલ અંબાણીની રિલાયન્સ ઈફ્રાસ્ટ્રક્ચર લિમિટેડે દિલ્હી મેટ્રો સામે ચાર વર્ષ જુનો એક કેસ જીતી લીધો છે. આ કેસ આર્બિટ્રેશન એવોર્ડથી ધન નિયંત્રણને લઈને હતો. જેને લઈને રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું કહેવું છે કે તેણે ઉધારદાતાઓને બાકી રકમ ચુકવવા માટે નાણાની જરૂર છે. સુપ્રીમ કોર્ટની બે ન્યાયાધિશોની પેનલે 2017ના આર્બિટ્રેશન એવોર્ડને અનિલ અંબાણીની કંપનીના પક્ષમાં યથાવત રાખ્યો હતો. રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વાર્ષિક અહેવાલ પ્રમાણે આ રકમ વ્યાજ સહિત 46.6 અબજ રૂપિયાથી વધુની છે.

કોર્ટનો નિર્ણય અનિલ અંબાણી માટે મહત્વની જીત છે. કારણ કે તેની દુરસંચાર કંપની દેવાળું ફૂંકવાની કગારે છે અને દેશમાં સૌથી મોટા ઋષદાતા દ્વારા દાખલ એક વ્યક્તિગત નાદારીનો કેસ લડી રહ્યા છે. કોર્ટના આદેશ બાદ રિલાયન્સ ઈન્ફ્રાના શેરમાં પાંચ ટકાનો વધારો થયો છે. કંપનીના વકીલોએ સુનાવણી દરમિયાન કહ્યું હતું કે રિલાયન્સ કર્જદાતાઓને રકમની ચુકવણી માટે નાણાનો ઉપયોગ કરશે. ત્યારબાદ શીર્ષ અદાલતે બેન્કોને કંપનીના ખાતાને એનપીએ બતાવવાથી રોકી હતી. મામલામાં અંતિમ નિર્પય ઉધારદાતાઓ ઉપરના અદાલતી પ્રતિબંધોને પણ હટાવે છે.

રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરે 2008મા દિલ્હી મેટ્રો સાથે પહેલો પ્રાઈવેટ સિટી રેલ પ્રોજેક્ટ 2038 સુધી ચલાવવાનો કરાર કર્યો હતો. 2012મા શુલ્ક અને સંચાલન ઉપર વિવાદો બાદ અંબાણીની કંપનીએ દિલ્હીના એરપોર્ટ મેટ્રો પ્રોજેક્ટનું સંચાલન બંધ કર્યું હતું અને દિલ્હી સામે આર્બિટ્રેશનનો મામાલો શરૂ કર્યો હતો. મેટ્રોએ કોન્ટ્રાક્ટના ઉલ્લંઘનનો આરોપ મુકતા ટર્મિનેશનની ફી માગી હતી. રિલાયન્સ ઈન્ફ્રાએ એરપોર્ટ મેટ્રો લાઈનના નિર્માણમાં અમુક ખામીનો ઉલ્લેખ કર્યો હતો. કંપનીના કહેવા પ્રમાણે દિલ્હી મેટ્રો ખામીઓને દૂર કરવામાં નિષ્ફળ રહી હતી. ત્યારબાદ 2013મા ડીએએમપીએલએ મેટ્રો સાથે પોતાનો કોન્ટ્રાક્ટ પૂરો કરવાનો નિર્ણય લીધો હતો અને જુલાઈ 2013મા દિલ્હી મેટ્રોએ એરપોર્ટ લાઈનનું સંચાલન પોતે શરૂ કર્યું હતું.

September 8, 2021
cia_edu-1280x925.jpg
1min1494


બાયોલોજી વિષય સાથે પાસ થયેલા વિદ્યાર્થીઓની પ્રવેશ કાર્યવાહી શરૂ થતાં હાશકારો
ટૂંક સમયમાં જ મેડીકલ, ડેન્ટલ, આયુર્વેદિક, હોમિયોપેથી અભ્યાસક્રમોમાં પણ ઓનલાઇન રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવશે

Jayesh Brahmbhatt 98253 44944

ધો.12 સાયન્સનું પરીણામ જાહેર થયાના બે મહિના જેટલો સમય વીતી ગયા પછી બાયોલોજી ગ્રુપમાં પાસ થયેલા વિદ્યાર્થીઓ માટે ફિઝિયોથેરાપી, ઓપ્ટોમેટ્રી જેવા અભ્યાસક્રમોમાં પ્રવેશ કાર્યવાહી શરૂ કરવાની જાહેરાત થતા સુરતના 10 હજારથી વધુ અને ગુજરાતના 75 હજાર જેટલા વિદ્યાર્થીઓ અને વાલીઓની આતૂરતાનો અંત આવ્યો છે.

મળતી માહિતી મુજબ એડમિશન કમિટી પ્રોફેશનલ મેડીકલ પેરામેડીકલ કોર્સીસ દ્વારા ચાલુ શૈક્ષણિક વર્ષ 2020-21 માટે ફર્સ્ટ ઇયર ફિઝિયોથેરાપી, બી.એસસી. નર્સિંગ, જીએનએમ, એએનએમ, નેચરોપથી, ઓર્થોટિક્સ એન્ડ પ્રોસ્થેટીક્સ, ઓપ્ટોમેટ્રી અને ઓક્યુપેશનલ થેરાપી જેવા અભ્યાસક્રમોમાં ઓનલાઇન પ્રવેશ કાર્યવાહી માટે પીન વિતરણ અને રજિસ્ટ્રેશન પ્રક્રિયાની જાહેરત કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ પોતાના ઘરે બેઠા કે સાઇબર કાફે થકી ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવી શકશે, રજિસ્ટ્રેશન માટે જરૂરી પીન પણ ઓનલાઇન ખરીદવાનો રહેશે.
નોન નીટ અભ્યાસક્રમોમાં પ્રવેશનું ઓનલાઇન રજિસ્ટ્રેશન તા.13મી સપ્ટેમ્બરથી શરૂ થશે અને

  • 27મી સપ્ટેમ્બરે બપોરે 2 વાગ્યા સુધી કરી શકાશે.
  • તા.29મી સપ્ટેમ્બર સુધી ઓનલાઇન ડોક્યુમેન્ટસ અપલોડ કરી શકાશે.
  • તા.14 સપ્ટેમ્બરથી તા.28મી સપ્ટેમ્બર સુધી હેલ્પ સેન્ટર ખાતે ઓરિજિનલ ડોક્યુમેન્ટસ વેરિફિકેશન કરાવી શકાશે.
September 7, 2021
england.jpg
1min433

ભારત અને ઈંગ્લૅન્ડ વચ્ચેની ચોથી ટૅસ્ટમાં ભારતનો ૧૫૭ રનથી વિજય થયો હતો. ભારતે ઓવલ મેદાન પર પચાસ વર્ષ પછી વિજય મેળવ્યો છે.

ફાસ્ટબૉલર જસપ્રીત બુમરાહ અને રવીન્દ્ર જાડેજાએ ઈંગ્લૅન્ડની ટીમના મધ્યમક્રમના બૅટ્સમેનોને પેવેલિયનભેગા કરીને ભારતનો વિજય નિશ્ર્ચિત કરી લીધો હતો. બીજી ઈનિગ્સમાં ૧૨૭ રન કરનારા રોહિત શર્માને ‘પ્લેયર ઓફ ધ મેચ’ જાહેર કરાયો હતો. ૩૬૮ રનના વિજયી લક્ષ્યાંકને પાર પાડવા ઊતરેલી ઈંગ્લૅન્ડની ટીમ ૯૨.૨ ઑવરમાં ૨૧૦ રન બનાવીને પૅવેલિયનભેગી થઈ જતા ભારતનો ૧૫૭ રનથી વિજય થયો હતો.

ઈંગ્લૅન્ડની ટીમના બે વિકેટે ૧૩૨ રન થયા હતા અને મૅચનું પલડું કઈ બાજુએ નમશે તે કળી 
શકાતું નહોતું. જોકે, ત્યાર બાદ બુમરાહ અને જાડેજાની બૉલિંગ સામે ઘૂંટણ ટેકવી દીધા હતા અને માત્ર ૬૨ રનમાં વધુ છ વિકેટ ગુમાવી દીધી હતી. બુમરાહે ઑલી પૉપે (બે રન) અને જૉની બૅરિસ્ટો (શૂન્ય રન)ની વિકેટ તો જાડેજાએ હાસિબ હમીદ (૬૩ રન) અને મોઈન અલી (શૂન્ય રન)ની વિકેટ ઝડપી હતી. શાર્દૂલ ઠાકુરે જૉ રૂટ (૩૬ રન)ની ચાવીરૂપ વિકેટ ઝડપી હતી. 
ઉમેશ યાદવે ક્રિસ વૉક્સ (૧૮ રન), ક્રૅગ ઑવરટન (૧૦ રન) અને જૅમ્સ ઍન્ડરસન (બે રન)ની વિકેટ ઝડપી હતી. 

ચાના સમયે ઈંગ્લૅન્ડની ટીમ ૮૪.૧ ઑવરમાં આઠ વિકેટે ૧૯૩ રન બનાવી ઝઝૂમી રહી હતી. 
ભારત વતી ઉમેશ યાદવે ૬૦ રનમાં ત્રણ, બુમરાહ ૨૭ રનમાં બે, રવીન્દ્ર જાડેજા ૫૦ રનમાં બે અને શાર્દૂલ ઠાકુરે બાવીસ રનમાં બે વિકેટ ઝડપી હતી. 

ઈંગ્લૅન્ડ વતી બર્ન્સ (૫૦ રન), હાસિબ હમીદ (૬૩ રન), ડૅવિડ માલન (પાંચ રન), જૉ રૂટ (૩૬ રન), ઑલી પૉપે (બે રન), જૉની બૅરિસ્ટો (શૂન્ય રન), મોઈન અલી (શૂન્ય રન), વૉક્સ (૧૮ રન), ક્રૅગ ઑવરટન (૧૦ રન), ઑલી રૉબિન્સન (અણનમ ૧૦ રન) અને જૅમ્સ ઍન્ડરસને બે રન બનાવ્યા હતા. 

ભારત અને ઈંગ્લૅન્ડ વચ્ચેની પાંચમી અને અંતિમ ટૅસ્ટ માન્ચેસ્ટર ખાતે ૧૦ સપ્ટેમ્બરે શરૂ થશે.

September 6, 2021
cia_edu-1280x925.jpg
1min536

Jayesh Brahmbhatt 98253 44944

સુપ્રીમ કોર્ટે આજરોજ તા.6 સપ્ટેમ્બર 2021ના રોજ એક મહત્વપૂર્ણ ચૂકાદો આપતા મેડીકલ-ડેન્ટલની દેશવ્યાપી સિંગલ એન્ટ્રન્સ ટેસ્ટ નીટ NEET UG જે તા.12મી સપ્ટેમ્બર 2021ના રોજ લેવામાં આવનાર છે એ પરીક્ષાને મુલતવી રાખવાની રીટ પીટીશન ફગાવી દીધી છે.

નીટ અન્ડર ગ્રેજ્યુએટ પરીક્ષા મુલતવી રાખવા પાછળ કેટલાક વિદ્યાર્થીઓ એવું કારણ ધરી રહ્યા છે કે બીજી પરીક્ષાઓ પણ નીટ પરીક્ષાના દિવસે જ યોજાઇ હોઇ, નીટ યુજીને રિશિડ્યુલ કરવામાં આવે. સુપ્રીમ કોર્ટે આ માગણીને માનવાનો ઇન્કાર કરી દીધો હતો અને નીટ અન્ડર ગ્રેજ્યુએટ પરીક્ષા તા.12મી સપ્ટેમ્બરના રોજ નિર્ધારિત સમય અનુસાર લેવામાં આવશે જ.

સુપ્રીમ કોર્ટે નીટ અન્ડર ગ્રેજ્યુએટ પરીક્ષા મુલતવી રાખવાની રીટ પીટીશન ફગાવતા એ બાબત નોંધી હતી કે કેટલાક વિદ્યાર્થીઓની સામે 16 લાખ વિદ્યાર્થીઓ કે જેઓ નીટ યુજી પરીક્ષા આપવાના છે, આ વિદ્યાર્થીઓએ નીટ યુજી માટે પૂરીપૂરી તૈયારી કરી લીધી છે, તેમને અન્યાય ન કરી શકાય.

નેશનલ ટેસ્ટીંગ એજન્સી ટૂંક સમયમાં જ નીટ અન્ડરગ્રેજ્યુએટ પરીક્ષાના એડમિટ કાર્ડ રિલીઝ કરશે.

The Supreme Court of India on Monday turned down a plea for postponing NEET examination scheduled for September 12.

The top court dismissed the plea of a batch of students who contended that the medical entrance exam will be clashing with other exams.

The bench said that 16 lakh students take NEET and it can’t be deferred on the plea of few students.

September 6, 2021
javed-akhtar.jpg
1min381

બૉલીવુડના લેખક-ગીતકાર જાવેદ અખ્તરે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને તાલિબાન સાથે સરખાવતાં વિવાદનો વંટોળ ઊભો થયો છે. બીજેપીના ફાયરબ્રૅન્ડ નેતા રામ કદમે કહ્યું હતું કે જાવેદ અખ્તરે કરેલા એ સ્ટેટમેન્ટનો અમે વિરોધ કરીએ છીએ અને આ સંદર્ભે અમે પોલીસ-ફરિયાદ પણ કરીશું. 

જાણીતા લેખક-ગીતકારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને તાલિબાન સાથે સરખાવતાં વિવાદનો વંટોળ ઊભો થયો છે

બીજેપીના પ્રવક્તા રામ કદમે કહ્યું હતું કે ‘જાવેદ અખ્તરે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની તુલના તાલિબાન સાથે કરી એ સંઘ, વિશ્વ હિન્દુ પરિષદના કરોડો કાર્યકરો અને તેમના સમર્થકોનું અપમાન છે. જ્યાં સુધી જાવેદ અખ્તર હાથ જોડીને આ માટે માફી માગતા નથી ત્યાં સુધી તેમની કે તેમના પરિવારની એક પણ ફિલ્મ રિલીઝ નહીં થવા દઈએ. કમેન્ટ કરતાં પહેલાં તેમણે વિચારવું જોઈતું હતું કે સમાન વિચારસરણી ધરાવતા લોકો હાલ રાજ કરી રહ્યા છે અને રાજધર્મનું અનુસરણ કરી રહ્યા છે.’ 

એક ઇન્ટરવ્યુમાં જાવેદ અખ્તરે કહ્યું હતું કે ‘જે સંઘનું સમર્થન કરે છે તેમની માનસિકતા પણ તાલિબાન જેવી જ છે. સંઘનું સમર્થન કરનારાઓએ આત્મનિરીક્ષણ કરવાની જરૂર છે. તાલિબાન અને તમે જેમને સમર્થન આપો છો એમનામાં શું ફરક છે? તેમનું વલણ મજબૂત થઈ રહ્યું છે અને તેઓ તેમના લક્ષ્ય પ્રતિ આગળ વધી રહ્યા છે.’