CIA ALERT

Slider Archives - Page 125 of 492 - CIA Live

September 23, 2021
madhuban_dam.jpg
1min419

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ મંડાણ કર્યા છે. મંગળવારથી બુધવારની સવાર સુધીમાં ખાનવેલ વિસ્તારમાં ભારે વરસાદ પડવાને કારણે નદી-નાળાં છલકાઈ ગયાં છે. સેલવાસમાં ચાર ઇંચથી વધુ વરસાદ પડયો હતો, જ્યારે ખાનવેલ વિસ્તારમાં આઠ ઇંચથી વધુ વરસાદ પડયો છે.

વલસાડના કપરાડામાં સવારે ૬ થી બપોર સુધી સાડા ચાર ઈંચ વરસાદ વરસી ચૂક્યો હતો. વલસાડ જિલ્લામાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. મધુબન ડેમના ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદથી ડેમમાં ૧ લાખ ૯૨ હજાર ૩૫૮ ક્યુસેક પાણીની આવક વધતા ડેમના ૧૦ દરવાજા ૩.૨૦ મીટર ખુલ્લા રાખીને ડેમમાંથી દર કલાકે ૧ લાખ ૭૯ હજાર ૨૪૮ ક્યુસેક પાણી છોડવાનું શરૂ કરવામાં આવ્યું હતું.  

ડેમના ઉપરવાસમાં ૪૮૪ મિમી વરસાદ ચાર કલાકમાં ખાબકતા દમણગંગા નદીના તટ વિસ્તારમાં આવેલા સેલવાસ, દમણ અને વલસાડ જિલ્લાના ગામડાઓને ઍલર્ટ કરી દેવામાં આવ્યા હતા.

September 23, 2021
covid_cia.jpg
1min401

કોવિડને કારણે મરનાર પ્રત્યેક વ્યક્તિના કુટુંબીને રાજ્ય સરકાર રૂ. ૫૦,૦૦૦નું વળતર આપશે તેવુ કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને બુધવારે કહ્યું હતું.

કેન્દ્ર સરકારે 22મી સપ્ટેમ્બર 2021ના રોજ કોર્ટને વધુમાં જણાવ્યું હતું કે આ વળતર કોવિડને કારણે ભૂતકાળમાં થયેલા મોત માટે જ નહીં, પરંતુ ભવિષ્યમાં થનાર મોત માટે પણ આપવામાં આવશે. 

સુપ્રીમ કોર્ટ સમક્ષ સરકારે 22મી સપ્ટેમ્બર 2021ને બુધવારે રજૂ કરેલા શપથપત્રમાં જણાવાયું હતું કે આ વળતર રાજ્ય સરકાર આપશે અને એ માટેના નાણાં તેઓ પોતાના ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડમાંથી કાઢીને જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અથવા તો જિલ્લા પ્રશાસન મારફત આપવામાં આવશે. 

જાન્યુઆરી ૨૦૨૦માં શરૂ થયેલા કોરોનાના રોગચાળા બાદ ભારતમાં ૪.૪૫ લાખથી વધુ વ્યક્તિનાં મોત થયાં હતાં. રાજ્ય સરકારે આપેલા ફોર્મની સાથે સંબંધિત કુટુંબ મૃત્યુનું કારણ દર્શાવતા સર્ટિફિકેટ સહિતના ચોક્કસ દસ્તાવેજ રજૂ કરશે. 

જરૂરી દસ્તાવેજ સહિતના દાવાનો નિકાલ દાવો કર્યાના ૩૦ દિવસમાં કરવાનો રહેશે અને વળતર આધાર સાથે જોડેલી ડીબીટી પ્રણાલી હેઠળ આપવાના રહેશે એવી વાત પણ શપથપત્રમાં જણાવવામાં આવી હતી. 

જૂન મહિનામાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે કોવિડને કારણે મરણ પામનાર વ્યક્તિના કુટુંબને નાણાકીય વળતર મળવું જોઇએ અને નેશનલ ડિસાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીને વળતરની રકમ અને માર્ગદર્શિકા નક્કી કરવા માટે છ સપ્તાહનો સમય આપ્યો હતો.

September 22, 2021
modi.jpg
1min392
Narendra Modi in US LIVE Updates: PM Leaves for Visit, Calls it Occasion to  Strengthen Global Strategic Partnership

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ત્રણ દિવસનો અમેરિકા પ્રવાસ આજથી 22/9/21થી શરુ થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વિદેશ મંત્રી એસ. જયશંકર, એનએસએ અજીત ડોભાલ અને વિદેશ સચિવ શ્રૃંગલા પણ હશે.

Narendra Modi Visiting US From September 22 to September 27

વડાપ્રધાન અમેરિકાના પ્રથમ મહિલા ઉપ રાષ્ટ્રપ્રમુખ કમલા હૈરિસ સાથે મુલાકાત કરશે. રાષ્ટ્રપ્રમુખ જો બાઈડન સાથે પણ વડાપ્રધાનની મુલાકાત થવાની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપ્રમુખ જો બાઈડન વચ્ચે બે વાર વર્ચ્યુઅલ મીટિંગ થઈ ચૂકી છે પરંતુ પહેલી વાર તેમની રુબરુ મુલાકાત થશે. 

Agenda

  • અમેરિકન રાષ્ટ્રપ્રમુખ જો બાઈડન સાથે દ્વિપક્ષીય મીટિંગ.
  • અમેરિકાના ઉપ રાષ્ટ્રપ્રમુખ કમલા હેરિસ સાથે મુલાકાત.
  • ઓસ્ટ્રેલિયાના પીએમ સ્કોટ મોરિસન સાથે મુલાકાત.
  • જાપાનના પીએમ યોશીહિદે સુગા સાથે મુલાકાત.
  • QUAD દેશોની મીટિંગમાં વડાપ્રધાન ભાગ લેશે.
  • કોવિડ સંબંધિત ગ્લોબલ મીટિંગમાં ભાગ લેશે.
  • અમેરિકન કંપનીઓના સીઈઓ સાથે મુલાકાત કરશે.
  • યુએનની વાર્ષિક સભાને પણ સંબોધિત કરશે.

25 સપ્ટેમ્બરના રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી રિફોર્મ બાબતે સ્પષ્ટ વાત કરી શકે છે. અત્યારે જ્યારે ભારત આઝાદીની 75મી જયંતિ ઉજવી રહ્યો છે ત્યારે વડાપ્રધાન યુએનમાં પોતાની ભાગીદારી વધારવા અને તેમાં જરુરી પરિવર્તન બાબતે પોતાનો પક્ષ રજૂ કરી શકે છે. આ સિવાય અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના સંબંધોને લગતી ચિંતાઓ પર પણ વડાપ્રધાન પોતાની વાત મૂકશે. ભારતે જણાવ્યું છે કે, અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડના ગઠબંધનની ક્વોડ દેશો પર કોઈ અસર નહીં થાય. આ નવા ગઠબંધનને ઓક્સ નામ આપવામાં આવ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકા એવા સમય દરમિયાન જઈ રહ્યા છે જ્યારે દુનિયાભરના દેશો પોતાની અર્થવ્યવસ્થાની ગાડીને પાટા પર લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. બીજી બાજુ અફઘાનિસ્તાનનું નેતૃત્વ હવે તાલિબાનના હાથમાં છે. આ સ્થિતિમાં અમેરિકા સહિત આખી દુનિયાની નજર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંબોધન પર છે.

September 21, 2021
cia_edu-1280x925.jpg
3min403

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ધો.12 બાયોલોજી વિષય સાથે અભ્યાસ પૂરો કરનાર વિદ્યાર્થીઓ હાલમાં નીટ-2021ની પરીક્ષઆનું પરીણામ ક્યારે જાહેર થશે તેની રાહ જોઇને બેઠા છે. પરંતુ, કેટલાક તેજસ્વી વિદ્યાર્થીઓ પરીણામ આવે ત્યાં સુધી રાહ જોયા વગર તેમનો ભાવિ પ્લાન બનાવી દેતા હોય છે. જેમકે અંદાજિત સ્કોરના આધારે કઇ કઇ મેડીકલ કોલેજોમાં પ્રવેશ મળી શકે તેની વિગતો એક પેપર પર તારવી લઇને, તેની ફી, ઘરથી દૂર હોય તો હોસ્ટેલ કે રહેવાની અન્ય વ્યવસ્થા વગેરેથી પોતાની જાતને અપગ્રેડ કરતા હોય છે.

ધો.12 બાયોલોજી વિષય સાથે અભ્યાસ પૂરી કરીને હાલમાં નીટના પરીણામની રાહ જોતા વિદ્યાર્થીઓ માટે અહીં ભારતની ટોપ-20 મેડીકલ કોલેજોની યાદી રજૂ કરી છે. આ માહિતી એવા વિદ્યાર્થીઓ માટે ખૂબ ઉપયોગી નિવડશે કે જેમનો સ્કોર 575 પ્લસ આવી શકે તેમ છે અને જે વિદ્યાર્થીઓ ભારતની ટોપ કોલેજમાં અભ્યાસ કરવાનું સપનું ધરાવે છે.

ભારતની ટોપ-20 મેડીકલ કોલેજો

COLLEGESSTATERANK
All India Institute of Medical SciencesDelhi1
Post Graduate Institute of Medical Education and ResearchChandigarh2
Christian Medical CollegeTamil Nadu3
National Institute of Mental Health & Neuro Sciences, BangaloreKarnataka4
Sanjay Gandhi Postgraduate Institute of Medical SciencesUttar Pradesh5
Amrita Vishwa VidyapeethamTamil Nadu6
Banaras Hindu UniversityUttar Pradesh7
Jawaharlal Institute of Post Graduate Medical Education & ResearchPondicherry8
King George`s Medical UniversityUttar Pradesh9
Kasturba Medical College, ManipalKarnataka10
Sree Chitra Tirunal Institute for Medical Sciences and TechnologyKerala11
Institute of Liver and Biliary SciencesDelhi12
St. John’s Medical CollegeKarnataka13
Sri Ramachandra Institute of Higher Education and ResearchTamil Nadu14
Aligarh Muslim UniversityUttar Pradesh15
Madras Medical College & Government General Hospital, ChennaiTamil Nadu16
Maulana Azad Medical CollegeDelhi17
Vardhman Mahavir Medical College & Safdarjung HospitalDelhi18
Dr. D. Y. Patil VidyapeethMaharashtra19
S.R.M. Institute of Science and TechnologyTamil Nadu20
September 21, 2021
rain_forecast.png
1min536

આઈએમડી ગુજરાતના હેડ મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, પૂર્વ રાજસ્થાન અને પૂર્વ રાજસ્થાનથી ઉત્તર-પૂર્વીય અરબી સમુદ્ર પર પર સાયક્લોનિક સર્ક્યુલેશન યથાવત્ છે. ‘અનુકૂળ સ્થિતિ હજી પણ રાજ્યને વરસાદ આપશે. બુધવાર બાદથી ક્યારેક ભારે વરસાદની શક્યતાની સાથે છુટોછવાયો વરસાદ પણ પડી શકે છે’, તેમ તેમણે કહ્યું હતું.

21/9/21, મંગળવારે પંચમહાલ, મહીસાગર, નવસારી અને વલસાડના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે, તેવો ઉલ્લેખ આઈએમડીએ કર્યો હતો. શુક્રવારે ડાંગ, નવસારી અને વલસાડ સહિતના દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે, તેમ આગાહીમાં ઉમેરવામાં આવ્યું હતું.

dt.20/9/21 સોમવારે, રાતે 8 વાગ્યા સુધીમાં છોટા ઉદેપુરમાં 2.83 ઈંચ, બોડેલીમાં 2.51 ઈંચ, પાવી જેતપુરમાં 1.96 ઈંચ વરસાદ પડ્યો હતો. જ્યારે મહેસાણાના ઉંઝામાં 1.92 ઈંચ, ખેડાના માતરમાં 1.81 ઈંચ અને મહેસાણાના વિસનગરમાં 1.69 ઈંચ વરસાદ પડ્યો હતો. વરસાદે રાજ્યના જળાશયો અને ખેતીને નવું જીવન આપ્યું છે, જે સપ્ટેમ્બરની શરૂઆત સુધીમાં અછતનો સામનો કરી રહ્યા હતા.

September 21, 2021
dams.jpg
1min438

ગુજરાતમાં છેલ્લા ૧૦ દિવસથી શરૂ થયેલા વરસાદને પગલે હવે અછતની  સ્થિતિ નિવારાઇ છે. રવિવાર dt. 19/9/21 અને સોમવારે 20/9/21 પણ રાજ્યમાં અમદાવાદ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થયો છે.  

રાજ્યના જળાશયો છલકાઈ ગયાં છે. ગુજરાતમાં વરસાદ પછી ૨૦૬ ડેમો પૈકી ૭૧ ડેમોમાં ૯૦ ટકા કે તેથી વધુ પાણીનો સંગ્રહ થયો છે.

રાજ્યમાં આવા ૭૧ ડેમો ઉપર હાઈ એલર્ટ સિગ્નલ અપાયું છે. જ્યારે ૨૦ ડેમોમાં ૯૦ ટકા પાણીનો સંગ્રહ થતાં એલર્ટ અને ૮ ડેમો એવા છે જ્યાં ૮૦ ટકા પાણીનો સંગ્રહ થતાં વોર્નિંગનું સિગ્નલ અપાયું છે. સોમવારે સવારે પૂરા થતા  છેલ્લા ૨૪ કલાકમાં ૧૧૫ તાલુકાઓમાં વરસાદ થયો હતો . તેમજ દિવસ દરમિયાન પણ અનેક ઠેકાણે હળવાથી ભારે વરસાદ ચાલુ રહ્યો હતો.

વડોદરા, પંચમહાલ, સાબરકાંઠા, ખેડા, બનાસકાંઠા. વડોદરા, આણંદ અને અમદાવાદમાં વરસાદ નોંધાયો છે.

ગુજરાતમાં ૧૯મી સપ્ટેમ્બરની સ્થિતિએ ૫૧ ડેમો ૧૦૦ ટકા ભરાઈ ગયા છે, સરદાર સરોવર સહિત રાજ્યના કુલ ૨૦૭ ડેમોમાં ૬૬.૪૩ ટકા પાણીનો સંગ્રહ થયો છે. સૌરાષ્ટ્રના ૧૪૧ ડેમોમાં અત્યારે ૭૭.૦૪ ટકા પાણીનો સંગ્રહ થયો છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ૧૩માંથી ત્રણ ડેમ સંપૂર્ણ છલકાયા છે. ઉત્તર ગુજરાત અને કચ્છના ડેમોમાં પાણીની ખાસ આવક થઈ નથી. ઉત્તર ગુજરાતના ૧૫ ડેમમાં ૨૯.૨૦ ટકા અને કચ્છના ૨૦ ડેમમાં ૨૬.૪૬ ટકા પાણીનો સંગ્રહ થયો છે. મધ્ય ગુજરાતના ૧૭ ડેમોમાં ૫૬.૯૩ ટકા ઉપરાંત સરદાર સરોવર ડેમમાં ૫૪.૯૨ ટકા પાણીનો સંગ્રહ થયો છે.

September 20, 2021
drugs.jpg
1min476

કચ્છના મુંદ્રા બંદરેથી કરોડોનું ડ્રગ્સ પકડાયા પછી ગુજરાત એટીએસ અને કોસ્ટ ગાર્ડ કચ્છમાં ધામા નાંખીને બેઠા હતાં એ સમયે ભારતીય જળસીમામાંથી અજાણ્યા સેટેલાઇટ સિગ્નલ ઇન્ટરસેપ્ટ કરી ગુજરાત એટીએસે કોડ લેગ્વેજને ઉકેલતા પોરબંદર અને ઓખાની વચ્ચે મોટા પાયે ડ્રગ્સ લેન્ડ થઇ રહ્યું હોવાની વિગત મળતા ગુજરાત એટીએસે કોસ્ટ ગાર્ડની મદદથી ઓખા અને પોરબંદરની વચ્ચે 200 નોટિકલ માઇલ દૂર 250 કરોડનું 50 કિલો હેરોઇન સાત ઇરાનીઓ સાથે ઝડપી પાડયું હતું.

અત્યાર સુધી ડ્રગ્સ પાકિસ્તાની બોટમાં આવતું હતું. પરંતુ ડ્રગ પેડલરોએ અફઘાનિસ્તાનની બોટનો ડ્રગ્સની હેરાફેરીમાં પહેલો પ્રયોગ કર્યો, મુંદ્રા બંદરેથી ટેલ્કમ પાવડરની આડમાં 3500 કરોડનુ ડ્રગ હસન હુસેન કંપની દ્વારા કંદહારથી ઇન્ટરસિડની જહાજમાં લાવ્યા પછી તમામ એજન્સીઓ સતર્ક થઇ ગઇ હતી.

આ જ કેસની તપાસમાં મુંદ્રા પહોચેલી એટીએસની ટીમે કંદહારથી આવેલા ડ્રગ્સના આ કન્સાઇનમેન્ટમાં કનેક્શન શોધવા માટે દરિયામાં વપરાતા સેટેલાઇટ સિગ્નલ્સને ઇન્ટરસેપ્ટ કરવાનું ચાલુ કર્યું. આ સિગ્નલોને આંતરી રહ્યા હતા ત્યારે શુક્રવારે બપોરે અલગ ફ્રિકવન્સીથી ભારતીય જળસીમા પાસે સેટેલાઇટ સિગ્નલ આવી રહ્યા હતાં. અરબી અને ઉર્દુ ભાષામાં આવતા કોડના સિગ્નલ શુક્રવારે મોડી સાંજ સુધીમાં ઉકેલાઇ ગયા. કોસ્ટ ગાર્ડના કમાન્ડર ચંદ્રા મહાપાત્રાએ જણાવ્યું કે, અમને એટીએસ તરફથી માહિતિ મળી. પેટ્રાલિંગ દરમિયાન અમે અમારી બોટ સિગ્નલની દિશા તરફ વાળી દીધી જ્યાં એક ઇરાની બોટ અમનૈ નજરે પડી હતી. ભારતીય જળસીમાં ઘુસેલી આ ઇરાની બોટ 200 નોટિકલ માઇલ દૂર હતી. ઇરાનની આ કોમર્શિયલ બોટમાં અમારી ટીમે હલ્લો બોલ્યો ત્યારે એમાં સાત ઇરાની હતા અને બોટની તપાસ કરતાં અંદરથી 250 કરોડનું હેરોઇન મળી આવ્યું હતું.

આ અંગે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોના ભૂતપૂર્વ અધિકારી એ. કે. શર્માએ કહ્યું કે, સામાન્ય રીતે ઇરાન અને અફઘાનથી આવતી બોટમાં ડ્રગ્સ આવતા ન હતાં. ઇરાન અને અફઘાન વચ્ચે 40 મિલિયન ડોલરનો વેપાર છે. અફઘાનિસ્તાન જ્યાં સુધી તાલિબાનના કબજામાં ન હતું ત્યાં સુધી એમણે પોતાની બોટમાં કે ઇરાનની મદદ લઇને કોઇની બોટમાં ભારતમાં ડ્રગ્સ પહોંચાડવાની હિંમત કરી ન હતી, પણ હવે અફઘાનમાં તાલિબાની રાજ આવી ગયું છે ત્યારે અફઘાની બોટ ઉપરાંત ઇરાની બોટનો પણ ડ્રગ ટ્રાફાકિંગમાં ઉપયોગ શરૂ કર્યો હોય તેમ લાગે છે. ‘

September 18, 2021
nirmalasita.jpg
1min448

નાણાંમંત્રી નિર્મલા સિતારમનની અધ્યક્ષતામાં મળેલી જીએસટી કાઉન્સિલની 45મી બેઠક dt. 17/9/21 પૂર્ણ થઈ છે. 

GST on food delivery apps, reduced rate on Covid drugs extended: Key  decisions - Times of India

નાણાં મંત્રી નિર્મલા સિતારમને જણાવ્યું કે કોરોનાની સારવારમાં મદદરૂપ થતી દવાઓ ઉપર જીએસટી છૂટ યથાવત્ રહેશે. 31 ડિસેમ્બર 2021 સુધી આ છૂટ મળશે. આ ઉપરાંત જીવનરક્ષક દવાઓ ઉપર પણ જીએસટી છૂટનો નિર્ણય કરવામાં આવ્યો છે. જોલ્ગેન્સ્મા અને વિલ્ટેપ્સો દવાઓ ઉપર જીએસટી છૂટ આપવામાં આવી છે. આ બન્ને દવાઓની કિંમત અંદાજે રૂ. 16 કરોડ છે. જીએસટી કાઉન્સિલે આ બન્ને દવાઓને જીએસટીમાંથી છૂટ આપવાનો નિર્ણય કર્યો છે. મેડિકલ સાધનો ઉપર જીએસટી છૂટ નથી આપવામાં આવી. 

No GST on petrol for now, says FM | Latest News India - Hindustan Times
September 18, 2021
engpak.jpg
1min637
PAK vs NZ: New Zealand Pull Out of Pakistan Limited-Overs Tour Over  "Security Alert" Just Before 1st ODI | Cricket News

સુરક્ષાના ખતરાને ધ્યાને રાખીને ન્યુઝીલેન્ડની ટીમે પાકિસ્તાનનો પ્રવાસ પહેલા વન ડેના પ્રારંભની ઠીક પહેલા જ રદ કર્યાંના ક્રિકેટ વિશ્વમાં ઘેરા પડધા પડયા છે. પાકિસ્તાનમાં લગભગ દોઢ દાયકા બાદ ક્રિકેટની વાપસી થઇ છે, જે ફરી ઘોંચમાં પડી શકે છે. પાકિસ્તાનની સુરક્ષા સ્થિતિ અને આતંકી ખતરાને ધ્યાને લઇને કોઇ મોટી ટીમ પાક.નો પ્રવાસ ખેડવાનું દુ:સાહસ કરશે નહીં.

ન્યુઝીલેન્ડનો પ્રવાસ રદ થયા બાદ હવે ઇંગ્લેન્ડની ટીમનો પણ પાક. પ્રવાસ ખતરામાં આવ્યો છે. ઇંગ્લેન્ડની ટીમે આવતા મહિને પાક. ધરતી પર શ્રેણી રમવાની છે. જે હવે લગભગ રદ થશે. તેવા રિપોર્ટ છે. આ મામલે ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ બોર્ડ (ઇસીબી) 48 કલાકમાં તેનો આખરી નિર્ણય લેશે તેવું જાણવા મળે છે.

ઇંગ્લેન્ડની ટીમે પાકિસ્તાનમાં બે મેચની ટી-20 શ્રેણી રમવાની છે. આ શ્રેણી ટી-20 વિશ્વ કપની તૈયારીના ભાગરૂપે આયોજિત થઇ છે. આ શ્રેણી આઇપીએલના પ્લેઓફ દરમિયાન રમાવાની છે. આ શ્રેણી રમવા માટે ઇંગ્લેન્ડની ટીમે તા. 9 ઓકટોબરે પાકિસ્તાન પહોંચવાનું છે. જ્યારે આઇપીએલના પ્લેઓફ મુકાબલા 10 ઓકટોબરથી શરૂ થઇ રહ્યા છે. આથી ઇંગ્લેન્ડના કેપ્ટન ઇયોન મોર્ગન સહિતના ખેલાડીઓની પ્લેઓફમાં હાજરી જોવા મળશે નહીં, તેવું અગાઉ જાહેર થયું હતું. હવે તેમાં ફેરફાર થઇ શકે છે. જો ઇંગ્લેન્ડનો પાક. પ્રવાસ રદ થશે તો આઇપીએલના પ્લેઓફમાં પણ ઇંગ્લીશ ખેલાડી રમતા જોવા મળશે. ઇંગ્લેન્ડનો પાક. પ્રવાસ રદ થશે તો આઇપીએલની ફ્રેંચાઇઝીઓને ફાયદો થશે. કારણ કે દરેક ટીમ સાથે ઇંગ્લેન્ડના સ્ટાર ખેલાડીઓ જોડાયા છે.

September 18, 2021
electric.jpg
1min621

વીજચોરી અટકાવવા માટે મહાવિતરણ ગમે તેટલા પ્રયાસ કરી લે, પણ ટેક્નોલોજીમાં વીજચોરો એક ડગલું આગળ છે. હાલમાં રિમોટનો વપરાશ કરીને વીજચોરી કરવાની નવી તરકીબ મોટા પ્રમાણમાં વાપરવામાં આવતી હોવાથી મહાવિતરણની જાણ બહાર કરોડો રૂપિયાની વીજચોરી થઈ રહી છે. વસઈની એક કંપનીની છ કરોડથી વધુ રૂપિયાની વીજચોરી મહાવિતરણે હાલમાં જ પકડી છે. આ ચોરી પકડવા માટે મહાવિતરણને ચાર વર્ષ નીકળી ગયાં હતાં. આ ઠેકાણે રિમોટના સહારે વીજચોરી કરવામાં આવતી હતી. આ પદ્ધતિથી થતી વીજચોરીને પકડવી શક્ય ન હોવાથી છેલ્લા ઘણા સમયથી રિમોટ દ્વારા ચોરી થતી હોવાનું પ્રમાણ વધ્યું છે.

વીજચોરી રોકવી મહાવિતરણ સામે માટો પડકાર છે. વીજળી વાયર પર ગેરકાયદે ચોરી કરવા માટે લંગર ફેંકતા હોય છે. તેમાં ટેક્નોલોજીમાં સુધારો થયો છે. વીજચોરીને કારણે મહાવિતરણને આર્થિક નુકસાન થતું હોવાને કારણે ચોરી રોકવા માટે મહાવિતરણ પ્રશાસન તરફથી વીજચોરી પર કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગુના પણ દાખલ કરવામાં આવે છે. જોકે ગુના નોંધાવા હોવા છતાં વીજચોરીના પ્રકાર થંભ્યા નથી. એનાથી ઊલટું નવી નવી તરકીબો અજમાવીને વીજચોરી કરવાનું પ્રમાણ વધી ગયું છે. હાલમાં વીજચોરો દ્વારા રિમોટનો સહારો લેવામાં આવ્યો છે.

વસઈની એક કંપની ૨૦૧૭થી વીજચોરી કરતી હતી. રિમોટ કંટ્રોલના માધ્યમથી કંપનીના વીજવપરાશમાં ૯૦ ટકા ઘટ થઈ હોવાનું જાણવા મળ્યું હતું. આ કાળમાં કંપનીએ અંદાજે ૩૩ લાખ યુનિટની ચોરી કરી હતી. આ પ્રકરણે સંબંધિત પર ગુનો દાખલ કરવામાં આવ્યો છે.