CIA ALERT

Slider Archives - Page 118 of 492 - CIA Live

October 29, 2021
sensex_down.jpg
1min536

તા.28મી ઓક્ટોબરને ગુરુવારે ગુરુપુષ્ય નક્ષત્રના દિવસે સેન્સેક્સમાં 1000 પોઈન્ટ્સથી પણ વધારેના ઘટાડા બાદ આજે તા.29મી ઓક્ટોબરે સતત બીજા દિવસે પણ સેન્સેક્સ 677 પોઈન્ટ્સ ઘટ્યો છે. નિફ્ટીમાં પણ આજે 185 પોઈન્ટ્સનો ઘટાડો નોંધાયો હતો. બજાર બંધ થયું ત્યારે સેન્સેક્સ 59,306 જ્યારે નિફ્ટી 17,671 પોઈન્ટ્સ પર હતા.

તા.29મી ઓક્ટોબરના ટોપ લુઝર્સની વાત કરીએ તો, આ સપ્તાહમાં જ પોતાની ઓલટાઈમ હાઈ સપાટીને સ્પર્શનારો ટેક મહિન્દ્રા 3.62 ટકા ઘટ્યો હતો. જ્યારે એનટીપીસી 3.42 ટકા, કોટક બેન્ક 3.21 ટકા જ્યારે ઈન્ડસિન્ડ બેન્ક 3.04 ટકા ઘટ્યા હતા. આ ઉપરાંત એલ એન્ડ ટી, રિલાયન્સ, એક્સિસ, ઈન્ફોસિસ, ટીસીએસ, એચડીએફસી ટ્વિન્સ જેવા હેવી વેઈટ શેર્સમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો.

બજારમાં આજે પણ મંદીના માહોલ વચ્ચે મિડકેપ ઈન્ડેક્સમાં 41.44 પોઈન્ટ્સનો ઉછાળો જોવા મળ્યો હતો. જેમાં કેનેરા બેન્ક સૌથી વધુ 9.83 ટકા ઉછળ્યો હતો. જ્યારે ABB ઈન્ડિયા લિમિટેડ 6.23ટકા, ગુજરાત ગેસ 5.38 ટકા ઉછળ્યા હતા. આજે IRCTCના શેરમાં માર્કેટ ખૂલ્યું તેના ગણતરીના સમયમાં જ 25 ટકાનો તોતિંગ ઘટાડો નોંધાયો હતો. જોકે, રેલવે મંત્રાલય તરફથી કન્વેનિયન્સ ફી લેવાની દરખાસ્ત પરત ખેંચવામાં આવતા તેમાં રિકવરી જોવા મળી હતી. માર્કેટ બંધ થયું ત્યારે આ શેર 7.45 ટકાના ઘટાડા બીએસઈ 500 શેર્સની વાત કરીએ તો, આજે આરબીએલ બેન્કમાં 10.33 ટકા, અતુલ ઓટોમાં 7.36 ટકા, એસબીઆઈ કાર્ડ્સમાં 6.26 ટકાનું ધોવાણ થયું હતું. જ્યારે સરકારે 100 ટકા ક્ષમતા સાથે એરલાઈન્સને ઓપરેટ કરવાની છૂટ આપતા ઈન્ડિગોનો શેર 8.83 ટકા ઉછળીને 2173 રુપિયાના સ્તરે પહોંચી ગયો હતો.સાથે 845 રુપિયાની સપાટી પર હતો.

October 29, 2021
Free-vaccinee-1280x720.jpg
1min578

રાજ્યના સનદી અધિકારી જયપ્રકાશ શિવહરેએ આજે બપોરે એવી જાણકારી સાર્વજનિક કરી હતી કે ગુજરાતમાં કોવીડ વિરોધી વેક્સીનના આજદિન સુધીમાં કુલ 7 કરોડ ડોઝ અપાઇ ચૂક્યા છે. ગુજરાતની વસતિ હાલમાં 6 કરોડ માનવામાં આવે છે, સો એ સો ટકા ગુજરાતીઓને વેક્સીન અપાઇ નથી પરંતુ, 7 કરોડમાં સિંગલ અને ડબલ ડોઝ એમ બન્ને લેનારાઓનો સમાવેશ થાય છે.

10 દિવસ અગાઉની સ્થિતિ અનુસાર ગુજરાતના જુદા જુદા શહેરોમાં નીચે દર્શાવેલી સંખ્યા મુજબ વેક્સીન આપી દેવામાં આવી હતી.

October 29, 2021
diwali-fire-crackers-vectors-1.jpg
1min583

આગામી દિવસોમાં દિવાળીના તહેવારોમાં દાયકાઓથી ચાલી આવતી પરંપરા અનુસાર ફટાકડા ફોડવામાં આવશે. પરંતુ, એ પહેલા સુપ્રીમ કોર્ટે તાજેતરમાં ફટાકડા અંગે આપેલા આદેશ અનુસાર ગુજરાત સરકારે આજે જારી કરેલા એક નોટિફિકેશનને વાંચી લેવું જરૂરી છે.

ગુજરાત સરકારના આદેશમાં કહેવાયું છે કે ગ્રીન અને માન્યતાપ્રાપ્ત અને ઓછો ઘોંઘાટ કરે તેવા જ ફટાકડા ફોડી શકાશે. આ સિવાય તમામ પ્રકારના ફટાકડા પર સુપ્રીમ કોર્ટ દ્વારા પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

ફટાકડા રાત્રે 8થી રાત્રે 10 દરમિયાન જ ફોડી શકાશે.

ગુજરાત સરકારનું ફટાકડા અંગેનું ઓક્ટોબર 2021નું જાહેરનામુ નીચે મુજબ છે.

October 29, 2021
crackers-ban.jpg
1min478

સુપ્રીમ કોર્ટે ગુરુવારે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે ‘તેઓ ફટાકડા પર પ્રતિબંધ મૂકીને કોઈ એક સમુદાયના વિરોધમાં નથી. મનોરંજનના નામ હેઠળ કોર્ટ નાગરિકોના અધિકારનું ઉલ્લંઘન ન કરવા દઈ શકે.’

Nagaland decides to ban firecracker - News Move

ન્યાયમૂર્તિ એમ. આર. શાહ અને એ. એસ. બોપ્પાની બેન્ચ દ્વારા સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો હતો કે કોર્ટે આપેલા આદેશનો એ સંપૂર્ણ અમલ જોવા માગે છે. બેન્ચે એવું પણ કહ્યું હતું કે તમામ પ્રકારના ફટાકડા પર પ્રતિબંધ નથી. પ્રકૃતિને અનુકૂળ તૈયાર કરવામાં આવેલા ફટાકડા (ગ્રીન ફાયરક્રેકર્સ)ને મંજૂરી આપવામાં આવી છે. કોર્ટે કોઈ સમુદાય માટે ફટાકડાના ખરીદ-વેચાણ પર પ્રતિબંધ નથી મૂક્યો, પણ તમામ નાગરિકોના હિતમાં આ નિર્ણય લીધો છે. 

હજી પણ બજારોમાં જાહેરમાં ફટાકડાઓ મળી રહ્યા છે એ બાબતે નારાજગી વ્યક્ત કરતાં કોર્ટે એવું પણ કહ્યું હતું કે આદેશનો અમલ કરાવનારી સંસ્થાઓની પણ મોટી જવાબદારી છે. બધા જાણે છે કે દિલ્હીના લોકો પ્રદૂષણને લીધે કેવા સંઘર્ષમાં જીવી રહ્યા છે. કોર્ટ લોકોના અધિકારોની રક્ષા કરવા માટે છે એવો સ્પષ્ટ સંદેશ આપવા માગીએ છીએ. 

October 29, 2021
meta.jpg
1min551
Meta or Facebook? Twitter users make fun of rebranding of social media  platform, Technology News | wionews.com

દુનિયાભરમાં ફેલાયેલા અને સૌથી વિશાળ સોશિયલ મીડિયા નેટવર્કમાં ટોચ પર રહેલા ફેસબૂકનું નામ બદલવામાં આવશે. ફેસબૂકના સીઈઓ માર્ક ઝુકરબર્ગે કહ્યું છે કે ભવિષ્યમાં ડિજિટલ રૂપમાં થઈ રહેલા ફેરફારોને જોડવાના પ્રયાસ હેઠળ કંપનીને હવે નવા નામ ‘Meta’થી ઓળખવામાં આવશે. ઝુકરબર્ગે ફેસબુક ફોલોઅર્સને ‘મેટાવર્સ’ કહેવામાં છે.

ફેસબૂકના સીઈઓ ઝુકરબર્ગે કહ્યું કે, “હાલના સમયમાં અમારી બ્રાન્ડ ચોક્કસ રીતે એક પ્રોડક્ટ સાથે જોડાયેલી છે, પરંતુ તેના લીધે આજના સમયની બાબતોને તેમાં સાંકળવી મુશ્કેલ છે.” એટલે કે નામ બદલાવાની સાથે તેમાં કેટલાક નવી બાબતોનો પણ સમાવેશ કરવામાં આવશે.

ઝુકરબર્ગે કહ્યું કે અમને આશા છે કે આગામી દાયકાની અંદર ‘મેટાવર્સ’ એક અબજ લોકો સુધી પહોંચી જશે. તેમનું કહેવું છે કે ‘મેટાવર્સ’ એક એવું પ્લેટફોર્મ હશે જેના પર લોકો સંવાદ કરશે અન્ય કાર્યો પણ કરી શકાશે. તેમને આશા છે કે આ એક એવું નવું પ્લેટફોર્મ હશે જે ક્રિએટર્સ માટે ‘લાખો’ નોકરીઓનું સર્જન કરશે.

આ જાહેરાત એવા સમયે કરાઈ છે કે જ્યારે ફેસબૂક અસ્તિત્વ સામે સંકટનો સામનો કરી રહ્યું છે. ફેસબૂક પેપર્સમાં ખુલાસા પછી તેને દુનિયાના ઘણાં ભાગોમાં લેજિસ્લેટિવ અને રેગ્યુલેટરી સ્ક્રૂટિનીનો સામનો કરવો પડી રહ્યો છે. હવે અહીં સવાલ એ થઈ રહ્યો છે કે શું નામ બદલવાથી ફેસબૂક પર જે સંકટના વાદળો ઘેરાયા છે તેનાથી છૂટકારો મળી શકશે કે પછી સંકટમાં આગામી દિવસમાં વધારો થવાની સંભાવના વધી રહી છે. હવે આ તમામ બાબતો પરથી આગામી સમયમાં જ પરદો હટી શકશે.

October 29, 2021
gujarat-police.jpg
1min462

ગુજરાતભરમાં પોલીસ સંવર્ગના વિવિધ સ્તરના કર્મચારીઓને પગાર અને ભથ્થાંને સમાવતાં ગ્રેડ પેના મુદ્દે Dt.29/10/21 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીની સૂચનાથી રાજ્ય પોલીસવડા આશિષ ભાટિયાએ એક ઉચ્ચસ્તરીય કમિટીની રચના કરી છે. આઇજીપી (વહીવટ) બ્રિજેશ ઝાના વડપણ હેઠળની કમિટી કર્મચારીઓના સંવર્ગ, પરિવારજનોની જે કોઇ પણ રજૂઆતો હશે એ સાંભળીને હાલની વિસંગતતાઓ સંદર્ભે અભ્યાસ કરી બે માસમાં પોતાનો રિપોર્ટ સુપરત કરશે. આ રિપોર્ટના આધારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરકાર નિર્ણય કરશે.

રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે ચોવીસ કલાક કાર્યરત રહેતા ડિસિપ્લિન્ડ ફોર્સ એવા પોલીસદળના હથિયારી, બિન હથિયારી, ફિલ્ડ અને પોલીસ સ્ટેશન, એસઆરપી જેવા સંવર્ગના વિવિધ કર્મચારીઓના પગાર અને ભથ્થાંમાં લાંબા સમયથી વિસંગતતાને લઇને અવારનવાર રજૂઆતો થતી રહી છે. પરંતુ અલગ અલગ રીતે થતી રજૂઆતોનું પરિણામ આવતું ન હતું. બીજી તરફ લાંબા સમયથી અસહ્ય મોંઘવારી અને ભાવ વધારાને પગલે પોલીસ કર્મચારીઓ પોતાના પરિવારની માગને સંતોષી શકતા ન હોવા પોતાની લાગણીઓને સોશીયલ મીડિયા મારફતે વહેતી મુકી હતી. આ લાગણીઓનો પડઘો પાડવા પોલીસ કર્મીઓના પરિવારો ગાંધીનગર સત્યાગ્રહ છાવણીએ ભેગા થઇ ગયા હતા. એમના સમર્થનમાં અમદાવાદ સહિત રાજ્યના જુદા જુદા શહેરો, નગરોમાં પણ પરિવારના સભ્યો સાથે સાદા ડ્રેસમાં પોલીસ કર્મચારીઓ પણ દેખાવોમાં જોડાતા મામલો વધારે પેચિદો બની ગયો હતો.

જોકે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૂચનાથી ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પહેલા જ દિવસથી પોલીસ ગ્રેડ પેના મામલે સરકારનું વલણ હકારાત્મક છે એમ જાહેર કરવા સાથે આંદોલન કરતાં પરિવારના પ્રતિનિધિમંડળ સાથે બે દિવસ પૂર્વે અને આજે પણ બેઠક યોજી  હતી. સંઘવીએ સમગ્ર રજૂઆતને ગંભીરતાથી લઇ તેનો યોગ્ય ઉકેલ લાવી પોલીસ તંત્રમાં ગ્રેડ પેના મામલે પ્રવર્તતો અસંતોષ દૂર કરવા કમિટી રચવા સૂચના આપી હતી. આ સૂચનાને પગલે રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાએ આજે પોલીસ પરિવાર પ્રતિનિધિમંડળ સાથે બેઠક યોજ્યા પછી કમિટીની રચના જાહેર કરી હતી. આ સાથે હવે આંદોલન પણ પૂરું થયાનું દેખાવો કરતાં પરિવારજનોએ જાહેર કર્યું હતું.

પોલીસ વડાએ ચીમકી પણ ઉચ્ચારી છે કે, પોલીસ કર્મચારીઓ અને પરિવારજનોની માગણીઓને લઇ કમિટી બનાવવામાં આવી છે ત્યારે હવે એમના પ્રશ્નોને લઇ ચાલતા દેખાવો, ધરણાં આંદોલન પૂરું થાય છે. હવે કોઇ તત્વો દ્વારા આ મુદ્દાને લઇ પોલીસ કર્મચારીઓમાં અસંતોષ ફેલાવવા કે આંદોલન કરવાની કે પછી સોશિયલ મીડિયામાં વિરોધ કરવાની બાબત ધ્યાને આવશે તો તેવા લોકો સામે ‘ધી પોલીસ (એન્સાઇન્ટમેન્ટ ટુ ડિસઅફેક્શન) એક્ટ, ૧૯૯૨’ અને ‘ધી પોલીસ ફોર્સિસ (રિસ્ટ્રિક્શન ઓફ રાઇટ્સ) એક્ટ, ૧૯૬૬’ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરાશે. જો કોઇ પોલીસ કર્મચારી પણ આ પ્રકારની પ્રવૃત્તિ કરશે તો એની સામે પણ ખાતાકીય કાર્યવાહી કરાશે.

અમદાવાદ શહેર ઉપરાંત બનાસકાંઠા, જામનગરમાં પોલીસ કર્મચારીઓએ આંદોલનાત્મક, દેખાવો જેવી પ્રવૃત્તિ કરતાં ગૃહ વિભાગે ગુના દાખલ કરવામાં આવ્યા છે અને અમુક પોલીસ કર્મચારીઓ સામે ખાતાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે એમ, પણ તેમણે જાહેર કર્યું હતું. 

October 29, 2021
Dilip_Walse_Patil.jpg
1min399

મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન દિલીપ વળસે-પાટીલ એક વર્ષમાં બીજી વખત કોરોના પોઝિટિવ થયા છે. અહીં ઉલ્લેખનીય છે કે વળસે-પાટીલે કોરોના વેક્સિનના બંને ડોઝ લઈ લીધા છે. વળસે-પાટીલે આ અંગેની માહિતી આપતાં જણાવ્યું હતું કે હું કોરોના પોઝિટિવ છું. મારી સ્થિતિ સ્થિર છે. હું ડૉક્ટરોની સલાહનું પાલન કરી રહ્યો છું. નાગપુર અને અમરાવતીની મુલાકાત વખતે અને અન્ય કાર્યક્રમોમાં મારા સંપર્કમાં આવેલા બધા લોકોને કોરોના ટેસ્ટ કરાવી લેવાની સલાહ આપું છું. 

October 29, 2021
rg_pk.jpg
1min442

ભાજપ જીતે કે હારે, એ આવનાર દાયકાઓ સુધી ભારતના રાજકારણના કેન્દ્રમાં રહેશે અને એ કયાંય નથી જવાનો તેવું ચૂંટણી માટેના વ્યૂહકાર પ્રશાંત કિશોરે ગુરુવારે કહ્યું હતું. ભાજપને ટૂંક સમયમાં જ લોકો ફેંકી દેશે, તેવું વિચારવા બદલ કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીની ગોવાની વિધાનસભાની ચૂંટણીમાં ટીએમસીને મદદ કરવા માટે ગોવા આવેલા કિશોરે મજાક ઉડાડતા જણાવ્યું હતું કે એકવાર તમે દેશભરમાં ૩૦ ટકાથી વધુ મત મેળવો એટલે તમે ટકી રહો. આ કારણસર, લોકો ગુસ્સે થયા છે અને તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ફેંકી દેશે, તેવું વિચારવું ન જોઇએ. 

કદાચ તેઓ મોદીને ફેંકી દે, પણ આવનાર દાયકાઓ સુધી તમારે ભાજપ સાથે લડવું પડશે. એ ક્યાંય નથી જવાનો. રાહુલ ગાંધી વિશે એમણે જણાવ્યું હતું કે રાહુલ ગાંધીની એ જ સમસ્યા છે, એ એમ માને છે કે લોકો ટૂંક સમયમાં મોદીને ફેંકી દેશે, પણ એવું થવાનું નથી. ગોવામાં એક ખાનગી બેઠક વખતે કિશોરે કહેલી આ વાતોનો વીડિયો વાઇરલ થયો છે. 

આ વીડિયોની પ્રતિક્રિયા આપતા ગોવા પ્રદેશ કૉંગ્રેસ કમિટીના પ્રમુખ ગિરીશ ચોદણકરે એવો આક્ષેપ કર્યો હતો કે ટીએમસી પર ગોવાની ચૂંટણીમાં ઝંપલાવીને બિનસાંપ્રદાયિક મતોની વહેંચણી કરીને આડકતરી રીતે ભાજપને મદદ કરી રહ્યો છે અને કિશોરનું નિવેદન મમતા બેનરજીના પક્ષનો ઍજેન્ડા જાહેર કરતું હોવાનો આક્ષેપ કર્યો હતો.

October 28, 2021
sensex_down.jpg
1min558

Dt. 28/10/21 ગુરુપુષ્ય નક્ષત્ર યોગમાં 60 હજારનું મહત્વનું લેવલ ગુમાવતા હવે તેમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલું ધોવાણ ક્યાં જઈને અટકશે તેને લઈને અટકળો લગાવાઈ રહી છે. ગયા સપ્તાહે 62 હજારનું લેવલ તોડનારા સેન્સેક્સમાં આ સપ્તાહે સતત ઘટાડો જોવા મળ્યો છે. તેમાંય આજે ગુરુપુષ્ય નક્ષત્ર યોગમાં dt.28/10/21 તો 1158 પોઈન્ટનું ગાબડું પડતાં રોકાણકારો ટેન્શનમાં આવી ગયા છે.

બુધવારે 61,143ના સ્તરે બંધ થયેલો સેન્સેક્સ આજે ઘટાડા સાથે 61,081 પોઈન્ટ્સની સપાટી પર ખૂલ્યો હતો. જોકે, માર્કેટમાં સતત વેચવાલી જોવા મળતાં તેમાં સતત ઘટાડો નોંધાયો હતો, અને એક તબક્કે તો તે 59,777 પર પહોંચી ગયો હતો. આખરી કલાકોમાં તેમાં સામાન્ય સુધારો જોવા મળ્યો હતો, અને બજાર બંધ થયું ત્યારે સેન્સેક્સ 60 હજારનું લેવલ તોડી 59,984 પર હતો.

આજે સૌથી વધુ ઘટેલા શેર્સની વાત કરીએ તો, બીએસઈના સેન્સેક્સમાં સામેલ 30 શેર્સમાંથી આઈટીસી 5.58 ટકાના ઘટાડા સાથે 225 રુપિયા પર બંધ આવ્યો હતો. આ સપ્તાહે જોરદાર ઉછાળો દર્શાવનારો ICICI બેંકનો શેર પણ આજે 4.10 ટકા ઘટ્યો હતો. આ ઉપરાંત, કોટક બેંક, એક્સિસ, એચડીએફસી બેંક, એસબીઆઈમાં પણ આજે ગાબડું પડ્યું હતું. બેંક શેર્સમાં થયેલા ધોવાણને કારણે સેન્સેક્સમાં મોટું ગાબડું પડ્યું હતું.

એક તરફ, પ્રાઈવેટ બેન્કોના શેર્સમાં આજે ઘટાડો જોવાયો હતો, તો બીજી તરફ ઈન્ડસિન્ડ બેન્કનો શેર 2.63 ટકા વધી 1171 રુપિયાના સ્તર પર બંધ થયો હતો. આ સિવાય એલએન્ડટીનો શેર 1.92 ટકા સાથે 1817 રુપિયાના સ્તર પર બંધ આવ્યો હતો. એશિયન પેઈન્ટ્સ અને મારુતિમાં પણ આજે સામાન્ય વધારો જોવા મળ્યો હતો. નિફ્ટીની વાત કરીએ તો, અદાણી પોર્ટ્સમાં આજે સૌથી વધુ 7.74 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. આ સિવાય ઓએનજીસી, કોલ ઈન્ડિયા, ટાટા મોટર્સ, સિપ્લા, NTPC, JSW સ્ટીલ, હિન્દાલ્કો, પાવરગ્રીડમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો.

October 28, 2021
aryan.jpg
1min570

ડ્રગ્સ કેસમાં ફસાયેલો શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની જામીન અરજી અંગે તા.27મી ઓક્ટોબર 2021ના રોજ પણ કોઇ નિર્ણય આવ્યો ન હતો. બોમ્બે હાઈકોર્ટે આર્યનના જામીન અંગે સુનાવણી આજે તા.28 ઓક્ટોબરને ગુરુવાર માટે મુલતવી રાખી છે. આજે તા.28મી ઓક્ટોબરને ગુરુવારે બપોરે 2.30 વાગ્યા પછી કોર્ટમાં સુનાવણી શરૂ કરવામાં આવશે. સુનાવણી ટળતાં આર્યનને આર્થર રોડ જેલમાં રાત વિતાવવી પડી હતી.

આર્યન ખાનની જામીન અરજી અંગે તા.27મી ઓક્ટોબરે સુનાવણી પૂરી થઈ ગઈ હતી. વકીલ અમિત દેસાઈ અને મુકુલ રોહતગીએ જજ સાંબ્રે સમક્ષ જામીનની તરફેણમાં કોર્ટમાં તેમની દલીલો રજૂ કરી હતી. તા.27મીએ કોર્ટમાં અરબાઝ મર્ચન્ટનો કેસ લડી રહેલા વકીલ અમિત દેસાઈએ આર્યન ખાનના જામીનનો પક્ષ રાખીને પોતાની દલીલો શરૂ કરી હતી. જ્યારે આર્યનના વકીલ મુકુલ રોહતગીએ પણ એનસીબી દ્વારા આર્યનની ધરપકડના આધાર પર વાત મૂકી હતી.

વકીલ અમિત દેસાઈએ જામીનની તરફેણમાં દલીલ કરતાં કહ્યું કે, તમે આર્યન ખાનનો અરેસ્ટ મેમો જુઓ. NCB પાસે ધરપકડ માટે નક્કર પુરાવા નથી. ધરપકડ એવા ગુના માટે કરવામાં આવી છે જે બન્યો જ નથી. અરબાઝ પાસેથી માત્ર 6 ગ્રામ ચરસ મળી આવ્યું હતું. NCB જે ષડયંત્રની વાત કરી રહ્યું છે તેને સાબિત કરવા માટે NCBએ કોર્ટ સમક્ષ વોટ્સએપ ચેટ રજૂ કરી છે. આ ચેટ્સને ધરપકડ સાથે કોઈ લેવાદેવા નથી. 65B હેઠળ કોર્ટમાં એનસીબીના આ પૂરાવા માન્ય નથી.

જ્યારે વકીલ મુકુલ રોહતગીએ સુનાવણી દરમિયાન જામીન મંજૂર કરવાની હિમાયત કરતાં કહ્યું હતું કે, આરોપી ગ્રાહક ન હતો, આરોપી પાસેથી કોઈ વસૂલાત (નશીલા પદાર્થ) થઇ નથી. તેણે ડ્રગ્સનું સેવન પણ કર્યું ન હતું, તેથી તેની ધરપકડ જ ખોટી હતી.