


સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં છેલ્લાં કેટલાક દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે તો ક્યાંક ભારે પવન ફૂંકાતા ધૂળની ડમરીઓ ઊડી રહી છે તો ક્યાં કાળઝાળ ગરમીથી લોકો તોબાહ પોકારી ઊઠયા છે.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. વધુમાં ઉત્તર પશ્ર્ચિમ ભાગમાં લો-પ્રેશર થવાના કારણે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, સૌરાષ્ટ્ર-કચ્છ અને રાજકોટમાં ગાજવીજ સાથે વરસાદી ઝાપટાં પડી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને પશ્ર્ચિમ ઇરાનમાં સર્જાયેલું અપરએર સાઈક્લોનિક સર્ક્યુલેશન આવતી કાલથી દક્ષિણ પાકિસ્તાન વિસ્તારોમાં પહોંચશે જેની અસરોથી તાપમાન સામાન્ય કે સામાન્યથી નીચું રહેશે.
ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ક્યાંક વરસાદી છાંટા પડવાની આગાહી પણ હવામાન ખાતાએ કરી હતી.


ગીર-સોમનાથ જિલ્લાના તાલાલા માર્કેટિંગ યાર્ડમાં વિશ્ર્વ વિખ્યાત ગીરની કેસર કેરીનો 6 May પ્રારંભ થયો હતો. આ અંગે યાર્ડના ચેરમેન કિરીટ પટેલે જણાવ્યું હતું કે, હરાજીમાં સૌ પ્રથમ બોક્સ રૂ.11,000માં વેચાયું હતું. આ રકમ ગાયોના ફાળા માટે વપરાશે. અંદાજિત 13000 બોક્સની હરાજી થઈ હતી. 10 કિલોના 1 બોક્સના ભાવ રૂ.400 થી રૂ.1,000 રહ્યા હતા. ગત વર્ષે સિઝન દરમ્યાન કુલ 10 લાખ જેટલા બોક્સની હરાજી થઈ હતી. બાગાયતકારોના જણાવવા અનુસાર, આ વર્ષે પાક ઓછો હોવાથી કદાચ ઓછા બોક્સની હરાજી થશે તેમ મનાય છે.

ગોંડલ કૈલાશબાગ સોસાયટીમાં રહેતા ઉદ્યોગપતિ રસિકભાઈ મારકણાએ સીટી પોલીસમાં હરસુખભાઇ પરબતભાઇ લકકડ (રહે.પ્રદ્યુમન પાર્ક, બીગ બજાર સામે રાજકોટ), પ્રદીપકુમાર ગાવિંદભાઇ લકકડ (રહે.માવજી જીણા સોસાયટી માણાવદર જી.જુનાગઢ), રત્નાબેન સંજયભાઇ લકકડ (રહે.મેખાટીંબી તા.ઉપલેટા), સ્વાતીબેન પ્રકાશભાઇ લકકડ (રહે.જેતપુર પેટ્રોલ પંપ સામે જી.રાજકોટ), હેમતભાઇ પરબતભાઇ લકકડ (રહે.આનંદ પ્લોટ નં.20 નવીનનગર, જલારામ પ્લોટ-2 યુનિવર્સીટી રોડ, રાજકોટ), જાતિનભાઇ ધીરજલાલ લકકડ (રહે.આશુતોષ એપાર્ટમેન્ટ ગીતાનગર શેરી નં.1 રાજકોટ), મનોજભાઇ ગાવિંદભાઇ લક્કડ (રહે.માવજી જીણા સોસાયટી માણાવદર જી.જુનાગઢ), જયેશ શાંતિભાઇ લકકડ (રહે.મેખાટીંબી તા.ઉપલેટા જી.રાજકોટ) તથા રવિ હરસુખભાઇ લકકડ (રહે.શીવમ-3 પ્રદ્યુમન પાર્ક આલાપ હેરીટેઝ સામે કાલાવડ રોડ, રાજકોટ) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
જગપ્રસિદ્ધ ગઢડા ગોપીનાથજી મંદિરની વહીવટી ધૂરા સંભાળવાને લઇ 13 વર્ષથી વધુ સમયથી ચાલતાં કાનૂની વિવાદનો સુખદ ઉકેલ બાદ આજરોજ રવિવાર, તા. 5 મે, 2019ના રોજ ચૂંટણી ચૂંટણી યોજાઇ રહી છે. આજે સવારથી જ સમગ્ર ટેમ્પલ પરિસર તેમજ ગઢડા ખાતે આ ચૂંટણીને લઇને ઉત્તેજનાપૂર્ણ માહોલ જોવા મળી રહ્યો છે. કોઇ સ્થાનિક સ્વરાજની સંસ્થામાં યોજાતી હોય એ પ્રકારની ચૂંટણીનો માહોલ જોવા મળી રહ્યો છે.

આચાર્ય પક્ષ તેમ જ દેવ પક્ષ દ્વારા 4 ગૃહસ્થ વિભાગ અને 3 ત્યાગી વિભાગની બેઠક મળી કુલ 7 બેઠક પૈકી 6 બેઠક પર ઉમેદવારી
મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે બોટાદ પોલીસે પણ સઘન બંદોબસ્ત ગોઠવ્યો છે. બોટાદ જિલ્લામાં આવેલ જગપ્રસિદ્ધ તિર્થસ્થાન ગઢપુરથી ઓળખાતા ગઢડા ગોપીનાથજી દેવ મંદિર સહિતના મંદિરોના વહીવટ માટે રચાયેલા ગઢડા ટેમ્પલ બોર્ડ દ્વારા લોકશાહી પદ્ધતિએ ચૂંટણી યોજવાની પરંપરા છે, પરંતુ એક યા બીજા કારણોસર છેલ્લાં 13 વર્ષથી આ મંદિરનો વહીવટ હાલમાં આચાર્ય પક્ષ સંભાળે છે.
આજે સાંજ સુધી મતદાન બાદ તા.છઠ્ઠી મે ને સોમવારના રોજ મતગણતરી યોજાશે.
કાનૂની વિવાદના કારણે છેલ્લાં 13 વર્ષથી આ ચૂંટણી પ્રક્રિયા સ્થગિત થઇ પડી હતી. તો બીજી તરફ આ ચૂંટણીમાં આચાર્ય પક્ષ તેમ જ દેવ પક્ષ દ્વારા 4 ગૃહસ્થ વિભાગ અને 3 ત્યાગી વિભાગની બેઠક મળી કુલ 7 બેઠક પૈકી 6 બેઠક પર ઉમેદવારી નોંધાવવામાં આવી હતી. જયારે ત્યાગી વિભાગની એક બ્રહ્મચારી બેઠક બિનહરીફ જાહેર થઇ છે.
તા.5ના રોજ મતદાન બાદ આગામી તા.6 ના રોજ મતગણતરી યોજાશે.
સૌરાષ્ટ્રમાં હવે ઉનાળામાં પીવાના પાણીની કોઇ સમસ્યા જ નહીં રહે એવા સરકારના વારંવારના દાવાઓ વચ્ચે પણ અત્યારે મોટાભાગના નગરોમાં લોકો પાણી કાપ સહન કરી રહ્યાં છે. પાણી પુરવઠા પ્રધાન કુંવરજી બાવળિયાના જ વિસ્તારમાં અનેક ગામડાઓમાં પીવાના પાણીની સમસ્યા છે ત્યારે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના ગામ રાજકોટમાં પણ પાણીકાપથી લોકો પરેશાન છે ત્યારે શહેરના ચાર વોર્ડમાં આજે પાણી કાપ ઝીંકી દેવામાં આવતા મહિલાઓ બેડાં લઇને પીવાનું પાણી ભરવા નીકળી હતી.
ચોમાસા સુધી પાણીની કોઈ તકલીફ નહીં રહે. રાજકોટવાસીઓ ચિંતા કરશો નહીં, રોજ ર0 મિનિટ પાણી આપીશું આવી મહાપાલિકાના ભાજપી શાસકોએ જાહેરાત કર્યા બાદ જાણે માઠી દશા બેઠી હોય તેમ પાંચ વોર્ડમાં પાણીના ધાંધિયા સર્જાયા બાદ હવે ચાર વોર્ડના બે લાખ જેટલા લોકો પર ઓચિંતો પાણીકાપ ઝીંકી દેવામાં આવ્યો છે. શુક્રવાર રાત્રે મોડેથી વોટર વર્કસ શાખાએ જાહેર કર્યું કે વેસ્ટ ઝોન અંતર્ગત ન્યારા પમ્પિંગ સ્ટેશન પર નર્મદાનું પાણી પૂરું પાડતી જીડબલ્યુઆઈએલની મુખ્ય પાઈપલાઈન એનસી 34 પર શટડાઉન હોવાથી રૈયાધાર હેડ વર્કસ હેઠળ આવતા ગાંધીગ્રામ અને 1પ0 ફૂટ રીંગ રોડ હેઠળ આવતાં વિસ્તારો (વોર્ડ નં.1, ર પાર્ટ, 9 પાર્ટ અને 10 પાર્ટ) માં શનિવારે પાણી વિતરણ બંધ રહેશે. ચાર વોર્ડમાં પાણીકાપથી આશરે બે લાખ લોકો અસરગ્રસ્ત બન્યા છે. પાણી પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવા છતાં વૈકલ્પિક વ્યવસ્થા કે વહેલા-મોડું પાણી વિતરણ કરવાને બદલે સીધો કાપ ઝીંકી દેવામાં આવે છે.
ગુજરાત સરકારે પાણીની હાલમાં ઉદભવી રહેલી વિકટ સમસ્યાનો સામનો કરી રહેલા અંતરીયાળ ગામડાઓના વિસ્તારના લોકો માટે ખાસ ટેલિફોનિક હેલ્પલાઇન નંબર જારી કર્યો છે. પાણીને લગતી સમસ્યાઓ માટે ગુજરાત સરકારના હેલ્પલાઈન નંબર 1916 પર સંપર્ક કરીને કોઇપણ પ્રકારની સમસ્યા અથવા ફરીયાદ રજિસ્ટર્ડ કરાવી શકાશે.

ગુજરાતમાં ખાસ કરીને ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને પશ્ચિમ ગુજરાતમાં આ વખતનો ઉનાળો શરૂ થતાં જ અભૂતપૂર્વ જળસંકટ ઉદભવ્યું છે. ગુજરાતને આકરો પડી રહ્યો છે. રાજ્યના મોટાભાગના છેવાડાના ગામો અને શહેરો પાણીની તંગીથી પરેશાન છે. અધિકારીઓના પ્રમાણે માર્ચ-એપ્રિલમાં સરકારમાં થતી ફરિયાદોમાં પાણીને લગતી ફરિયાદોના પ્રમાણમાં વધારો થયો છે. સરકાર પાણીને લગતી સમસ્યાઓ માટે ખાસ હેલ્પલાઈન 1916 જાહેર કરી છે. જેમાં એપ્રિલમાં 860 ફરિયાદો મળી છે.
મે મહિનાના પહેલા જ દિવસે ફરિયાદોનો આંકડો આશ્ચર્યજનક રીતે વધીને 257 પર પહોંચી ગયો છે. બીજી મેના દિવસે સાંજે 6 વાગ્યા સુધીમાં પણ 159 ફરિયાદો આવી હતી.
રાજકોટના યાજ્ઞિક રોડ પર આવેલ કમલેશ જવેલર્સની પાછળ રાજકમલ એપાર્ટમેન્ટમાં આઇપીએલના સટ્ટાનું નેટવર્ક ચાલતું હોવાની ચોકકસ બાતમીના આધારે સ્ટેટ વિજિલન્સના પીએસઆઈ સતિષ રામાણી સહિતના સ્ટાફે તા.1 મે 2019ના રોજ રેડ પાડતા દિલ્હી ચેન્નાઈની મેચ પર વલણની આપલે કરી રહેલા સટ્ટાબાજ બુકીઓમાં નાસભાગ મચી જવા પામી હતી.
રાજકોટ પોલીસે આઈપીએલ સટ્ટો ચલાવતા નામચીન બૂકી સચિન નરેન્દ્રભાઈ ઠકકર તેમજ અલ્પેશ નવીન સુવા, પ્રકાશ ભરત મોરજરિયા, શ્યામ જમનાદાસ, અંકુર, ધર્મેશ, શિવરાજ ભરતસિંહ સિસોદિયા સહિત 9 શખસોને ઝડપી લઈ તેની પાસેથી રૂા.2.89 લાખની મત્તા કબજે કરી વધુ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. શહેરના પોશ વિસ્તારમાં આઈપીએલ સટ્ટાના દરોડામાં 15 કલાકથી વધુ ચાલતા સ્ટેટ વિજિલન્સની તપાસમાં 50થી વધુ શખસોના નામ ખુલતાં તેમજ આ સટ્ટો સ્થાનિક પોલીસની મંજૂરીથી ચાલતો હતો કે કેમ તેની તપાસ હાથ ધરી છે.

ગુજરાતમાં ક્રિકેટની સૌથી મોટી ઇવેન્ટ આઇપીએલ પર મોટા પાયે આંતર રાજ્ય સ્તરનો સટ્ટો રમાઇ રહ્યાની ફરીયાદો વચ્ચે બુધવારે રાજકોટ પોલીસને મોટી સફળતા મળી હતી. ફરિયાદોના આધારે સ્ટેટ વિજિલન્સ ટીમે આઇપીએલ મેચ પર સટ્ટાના નેટવર્કને ઝડપી પાડ્યું છે. પોલીસે નામચીન બૂકી સહિત 9 શખસોને ઝડપી લઈ પોણા ત્રણ લાખની મત્તા કબજે કરતા 50થી વધુ શખસોના નામ ખુલતાં વિશેષ કાર્યવાહી હાથ ધરી છે.