સૌરાષ્ટ્ર Archives - Page 48 of 61 - CIA Live

February 8, 2020
1min5620

ગુજરાતમાં બહારના રાજ્યમાંથી દૂધના ટેન્કરની આડમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા એક શખસને રૂ. ૧૫ લાખના દારૂ સાથે ઝડપી લેવામાં આવ્યો હતો. રાજસ્થાનના ભાટીપ ગામના વરધારામ બીસનોઇ દૂધના ટેન્કરમાં ચોરખાનું બનાવી ૧૫ લાખનો દારૂ છૂપાવી રાજકોટ આવી રહ્યો હતો ત્યારે ક્રાઇમ બ્રાન્ચે નવા ૧૫૦ ફૂટ રીંગરોડ પર આવેલા કટારીયા ચોકડીથી વાવડી તરફ જતા રોડ પરથી વિદેશી દારૂની ૫૮૩૨ બોટલ, જેની કિંમત ૧૫ લાખ, એક મોબાઇલ સહિત કુલ ૩૦,૭૪,૦૦૦નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી હતી.

February 5, 2020
trains.jpg
1min6340

હાલમાં લગ્નની સીઝન ચાલી રહી છે ત્યારે ટ્રેનોમાં વેઇટિંગ લિસ્ટ ઘટાડવા પશ્ચિમ રેલવે દ્વારા મુંબઈથી ગુજરાત જતી અને આવતી ટ્રેનોમાં થોડા સમય માટે વધારાના એસી કોચ, ચૅરકાર અને સ્લીપર કોચ જોડવામાં આવ્યા છે.

પશ્ચિમ રેલવે દ્વારા જુદી જુદી ૩૬ જેટલી જોડી ટ્રેનોમાં અસ્થાયી રૂપથી વધારાના કોચ જોડવામાં આવ્યા છે, જેમાં બાંદરા ટર્મિનસ, દાદર અને મુંબઈ સેન્ટ્રલથી ઉપડતી ભાવનગર એક્સપ્રેસ, પાલિતાણા સુપરફાસ્ટ, ભુજ સયાજીનગરી એક્સપ્રેસ, જામનગર એક્સપ્રેસ, ભુજ કચ્છ એક્સપ્રેસ અને ડબલ ડેકર ટ્રેનમાં વધારાના કોચની સુવિધા ઊભી કરાઈ છે.

બાંદરા ટર્મિનસ – પાલિતાણા સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનમાં એક વધારાનો સ્લીપિંગ કોચ ઉમેરવામાં આવશે. આ સુવિધા તા.૭ ફેબ્રુઆરીથી તા.૨૮ ફેબ્રુઆરી સુધી અને પાલિતાણાથી આ સુવિધા તા. ૮ ફેબ્રુઆરીથી તા.૨૯ ફેબ્રુઆરી સુધી રહેશે.

દાદર–ભુજ સયાજીનગરી એક્સપ્રેસ ટ્રેનમાં એક વધારાનો એસી થ્રી ટિયર કોચ ઉમેરવામાં આવ્યો છે. આ વધારાના કોચની સુવિધા દાદરથી શરૂ થઈ છે જે તા.૧ માર્ચ સુધી તથા ભુજથી મુંબઈ આવતા તા. ૨૯ ફેબ્રુઆરી સુધી રહેશે.

બાંદરા ટર્મિનસ–ભુજ કચ્છ એક્સપ્રેસ ટ્રેનમાં એક વધારાનો એસી થ્રી ટિયર કોચ ઉમેવામાં આવ્યો છે. બાંદરાથી તેની શરૂઆત થઈ છે અને તા.૧ માર્ચ સુધી તથા ભુજથી બાંદરા આવતા આ સુવિધા તા. ૨૯ ફેબ્રુઆરી સુધી રહેશે.

બાંદરા ટર્મિનસ–ભાવનગર એક્સપ્રેસ ટ્રેનમાં એક વધારાનો સ્લીપિંગ કોચ રહેશે. આ વધારાના કોચની સુવિધા બાંદરાથી તા. ૪ ફેબ્રુઆરીથી તા. ૩ માર્ચ સુધી રહેશે. જ્યારે ભાવનગરથી બાંદરા માટે આ સુવિધા શરૂ કરી છે જે તા. ૨૯ ફેબ્રુઆરી સુધી ઉપલબ્ધ રહેશે.

બાંદરા ટર્મિનસથી જામનગર એક્સપ્રેસ ટ્રેનમાં એક વધારાનો સ્લીપિંગ કોચ ઉમેરવામાં આવ્યો છે. જેની સુવિધા તા. ૧ માર્ચ સુધી મળશે. જામનગરથી બાંદરા જવા માટે ગઈ કાલથી આ સુવિધા શરૂ થઈ છે જે તા.૨ માર્ચ સુધી મળશે.

બાંદરા ટર્મિનસ–ભુજ એક્સપ્રેસ ટ્રેનમાં એક વધારાનો એસી ટુ ટિયર અને એક એસી થ્રી ટિયર કોચ ઉમેરવામાં આવશે. જેની સુવિધા શરૂ થઈ છે અને તે તા.૨૮ ફેબ્રુઆરી સુધી મળશે. જ્યારે ભુજથી બાંદરા આવતા આ સુવિધા ગઈ કાલથી શરૂ કરી છે અને તા. ૨૯ ફેબ્રુઆરી સુધી વધારાનો કોચ મુસાફરોને ઉપલબ્ધ રહેશે.

મુંબઈ સેન્ટ્રલ – અમદાવાદ ડબલ ડેકર એક્સપ્રેસ ટ્રેનમાં એક વધારાનો એસી ચૅરકાર કોચ ગઈ કાલથી ઉમેરવામાં આવ્યો છે. જે તા.૨૯ ફેબ્રુઆરી સુધી ઉપલબ્ધ રહેશે. વડોદરાથી મુંબઈ આવતા આ સુવિધા તા.૨૯ ફેબ્રુઆરી સુધી મળશે.

February 4, 2020
khodaldham.jpg
1min6630

જેતપુર તાલુકાના કાગવડ ગામ પાસેના ખોડલધામ મંદિરે દરેક તહેવારોની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. ત્યારે દર વર્ષની જેમ મહાસુદ આઠમના દિવસે ખોડિયાર જયંતીની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. મા ખોડલના પ્રાગટ્ય દિવસે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ પ્રેરિત શ્રી ખોડલધામ તાલુકા સમિતિ-ગોંડલ અને શ્રી ખોડલધામ મહિલા સમિતિ-ગોંડલ દ્વારા છપ્પન ભોગના અન્નકૂટ દર્શન, નવચંડી યજ્ઞ, દિવ્ય ધ્વજારોહણ અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું.

ખોડિયાર જયંતીના દિવસે યોજાયેલા અન્નકૂટ દર્શનનો લહાવો મોટી સંખ્યામાં ભક્તોએ લીધો હતો. સવારે મંદિરના દ્વાર ખૂલતા જ મા ખોડલના ખાસ શણગાર અને અન્નકૂટના અમૂલ્ય દર્શન ભક્તોએ કર્યા હતા. મા ખોડલને વિવિધ મીઠાઈ અને ફરસાણ સહિત કુલ ૫૬ વાનગીનો અન્નકૂટ ધરવામાં આવ્યો હતો.

January 26, 2020
weather-forecast.jpg
1min5730

સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે હવામાન વિભાગે ૨૭ અને ૨૮ જાન્યુઆરીના સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉકટર જયંત સરકારે જણાવ્યું છે કે ૨૭ જાન્યુઆરીના રાજકોટ, પોરબંદર અને દ્વારકામાં કમોસમી વરસાદ થવાની સંભાવના છે. તો ૨૮ જાન્યુઆરીના વડોદરામાં સામાન્ય વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

રાજ્યમાં ઠંડીથી રાહત મળવાની હવામાન વિભાગે આગાહી કરી હતી અને શનિવારે લઘુતમ તાપમાન શુક્રવારની સરખામણીએ ૩ ડિગ્રી ઊંચું નોંધાયું છે. જેના કારણે ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે. તો બીજી તરફ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વાદળો ગુજરાત ઉપર આવી રહ્યાં છે અને વાદળછાયા વાતાવરણના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થઈ રહ્યો છે ત્યારે અમદાવાદ શહેરમાં પણ વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ સર્જાયું છે.

જોકે હવામાન વિભાગે જણાવ્યું કે લઘુતમ અને મહત્તમ તાપમાનમાં વધારો થશે, જેના કારણે ઠંડીના પ્રમાણમાં નોંધપાત્ર ઘટાડો થશે અને તાપમાનમાં ૩ થી ૪ ડિગ્રીનો વધારો થશે. મહત્ત્વપૂર્ણ છે કે ક્લાઈમેન્ટ ચેન્જની અસર ઋતુઓ પર થઈ રહી છે. જેના કારણે વારંવાર સિસ્ટમો સક્રિય થઈ રહી છે અને વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદ, તાપમાનમાં અચાનક વધારો-ઘટાડો થઈ જવો. તેના કારણે સીઝન પાકને નુકસાન થાય છે અને પાકને નુકસાન થતાં સીધી અસર માર્કેટમાં જોવા મળશે.

January 26, 2020
padma-1280x717.jpg
1min11690

દેશના ત્રણ નેતા – અરુણ જેટલી, સુષમા સ્વરાજ અને જ્યોર્જ ફર્નાન્ડિસને મરણોત્તર પદ્મવિભૂષણ આપવાની પ્રજાસત્તાક દિનની પૂર્વસંધ્યાએ જાહેરાત કરાઇ હતી.

શાહબુદ્દીન રાઠોડ અને સરિતા જોશીને પદ્મશ્રી માટે પસંદ કરાયા હતા.

બૉક્સર મેરી કોમ અને મૉરિશસના ભૂતપૂર્વ વડા પ્રધાન અનિરુદ્ધ જગન્નાથને પદ્મવિભૂષણથી સન્માનિત કરાશે.

ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન મનોહર પર્રિકર, ઉદ્યોગપતિઓ આનંદ મહિન્દ્રા અને વેણુ શ્રીનિવાસન, બૅડમિન્ટન ખેલાડી પી. વી. સિંધુ, નાગાલેન્ડના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન એસ. સી. જામીર તેમ જ જમ્મુ અને કાશ્મીરના રાજકારણી મુઝફ્ફર હુસૈન બૈગને પદ્મભૂષણ અપાશે.

ક્રિકેટર ઝહીર ખાન, હોકી ખેલાડી રાણી રામપાલ અને શૂટર જિતુ રાયને પદ્મશ્રી એનાયત કરાશે. ફિલ્મજગતના કરણ જોહર, એકતા કપૂર, કંગના રણૌતનું પણ

પદ્મશ્રીથી સન્માન થશે.

શાસ્ત્રીય ગાયક છન્નુલાલ મિશ્રાને પદ્મવિભૂષણ અને ગાયક સુરેશ વાડકરને પદ્મશ્રી એનાયત કરાશે.

પદ્મભૂષણ માટે આર્કિટેક્ટ બાળકૃષ્ણ દોશીને સન્માનિત કરાશે.

ડૉ. ગુરદીપ સિંહને મૅડિસિન માટે અને ગફુરભાઇ એમ. બિલખિયાને વ્યાપાર અને ઉદ્યોગ માટે આ સન્માન પ્રાપ્ત થયું છે.

સાહિત્ય અને શિક્ષણ માટે એચ. એમ. દેસાઇને, વિજ્ઞાન અને ઇજનેરી માટે સુધીર જૈન, કળા માટે યઝદી નશીરવાન કરંજિયા, સાહિત્ય અને શિક્ષણ માટે નારાયણ જે. જોશી કારાયાલ, એસ. પી. કોઠારી અને શાહબુદ્દીન રાઠોડને તેમ જ કલા માટે સરિતા જોશીને પદ્મશ્રી માટે પસંદ કરાયા છે.

નોકરી ડૉટ કૉમના સ્થાપક સંજીવ બિખાચંદાની, ઉદ્યોગપતિ ભરત ગોયંકા અને ટેક્નૉલૉજી ક્ષેત્રના અગ્રણી નેમનાથ જૈનને પદ્મશ્રીથી સન્માનિત કરાશે.

પદ્મવિભૂષણ ૭, પદ્મભૂષણ ૧૬, પદ્મશ્રી માટે ૧૧૮ જણને પસંદ કરાયા છે.

January 25, 2020
sexual-harassment-at-work.png
1min5310

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સમાજ શાસ્ત્રના પ્રોફેશર ડૉ. હરેશ ઝાલાની કથિત ઓડિયો ક્લિપ વાઈરલ થઈ હતી. આ ઓડિયો ક્લિપમાં એક યુવતીને પીએચડી કરાવવાની અને પ્રોફેસર બનાવવાની લાલચ આપી શરીર સુખની માગ કરવામાં આવી હતી. તેમ જ પ્રોફેસર દારૂના નશામાં ધૂત થઈ બિભત્સ વાતો કરતો સાંભળવા મળે છે.

આ ઘટના બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રોફેસર ઝાલા હાજર ન રહેતા ભૂગર્ભમાં ઊતરી ગયા હતા. યુનિવર્સિટી દ્વારા પ્રોફેસર ઝાલાની ચેમ્બર સીલ કરવામાં આવી હતી. આ ઘટનામાં કુલપતિએ પ્રોફેસરને સસ્પેન્ડ કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું. આ પહેલા પ્રોફેસર ઝાલા યુનિવર્સિટીમાંથી બબ્બે વખત દારૂ પીતા ઝડપાયા હતા. છતાં કોઇ કાર્યવાહી કરવામાં આવી નહોતી.

અગાઉ ડૉ. કનુભાઇ મવાણી કુલપતિ હતા ત્યારે ઝાલાના કબાટમાંથી દારૂ મળ્યો હતો ત્યારે ગુનો નોંધી સસ્પેન્ડ કર્યા હતા, પરંતુ કનુભાઇનો કાર્યકાળ પૂરો થતા ફરી તેને ફરજ પર લઇ લેવામાં આવ્યા હતા. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જાતીય સતામણી નિવારણ કમિટીની બેઠક મળી હતી જેમાં કમિટીના ચેરમેને જણાવ્યું હતું કે, બેઠકમાં સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલી ઓડિયોક્લિપ સાંભળવવામાં આવી છે. કમિટી દ્વારા હરેશ ઝાલાને રૂબરૂમાં બોલાવીને તેનું નિવેદન નોંધવામાં આવશે.

ઓડિયો ક્લિપમાં જે યુવતીનો અવાજ છે તે યુવતીએ હજુ સુધી યુનિવર્સિટીને લેખિત કે મૌખિક ફરિયાદ કરી નથી. અગાઉ યુનિવર્સિટીમાં જાતીય સતામણીના કિસ્સામાં બાયો સાયન્સ ભવનના પ્રોફેસર નિલેશ પંચાલને ડિસમીસ કરવામાં આવ્યા હતા. જ્યારે અર્થશાસ્ત્ર ભવનના એક પ્રોફેસર આવા જ પ્રકરણને કારણે તાજેતરમાં એફએસએલ વોઇસ ટેસ્ટીંગ માટે તે હાજર ન રહ્યા. જો કે આ મુદ્દે કુલપતિ નીતિન પેથાણીએ જણાવ્યું હતું કે, પ્રોફેસર જોશી સામે પણ હાજર ન રહ્યા તે મુદ્દે કાર્યવાહી થશે.

January 10, 2020
coldest-day.jpeg
1min5090

દક્ષિણ-પશ્ર્ચિમી રાજસ્થાનમાં સક્રિય થયેલું સાઈક્લોનિક સરક્યુલેશન આગળ વધ્યું છે. ઉત્તર-પૂર્વથી ઉત્તરનાં ઠંડા પવનોનું જોર વધતાં અમદાવાદ સહિત ગુજરાતભરમાં લઘુતમ તાપમાન ૫થી ૮ ડિગ્રી ગગડતા લોકોએ કાતિલ ઠંડીનો અનુભવ કર્યો હતો. નલિયા ત્રણ ડિગ્રી સાથે ગુજરાતનું સૌથી ઠંડું શહેર બન્યું હતું. આમ ગુરુવારનો દિવસ ઠંડીની સિઝનનો સૌથી ઠંડો દિવસ નોંધાયો છે. આગામી ૪૮ કલાકમાં હજુ તાપમાન ગગડવાની શક્યતા હોવાથી ઠંડીમાં વધારો થવાની શક્યતા છે.

રાજ્યમાં બુધવારની સરખામણીએ ગુરુવારે સવારથી જ કાતિલ ઠંડીનો દૌર શરૂ થયો હતો. અમદાવાદ અને વડોદરામાં ૧૦ ડિગ્રી, ગાંધીનગરમાં ૭ ડિગ્રી, ભુજ, કંડલા ઍરપોર્ટ અને ડીસા-૮ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. ગુજરાતમાં ઠંડીનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. અમદાવાદમાં વહેલી સવારથી ઠંડા પવન ફૂંકવાના શરૂ થઇ ગયાં હતા.

હવામાન વિભાગ મુજબ હવાની દિશામાં ફેરફાર અને રાજસ્થાનના સાઉથ-વેસ્ટમાં વાતાવરણમાં આવેલા ફેરફારને કારણે રાજ્યભરમાં તાપમાનનો પારો વધુ ગગડી શકે છે. આગામી ૫ દિવસ સુધી અમદાવાદના વાતાવરણમાં અનેક ફેરફાર જોવા મળી શકે છે. ૧૩ અને ૧૪ જાન્યુઆરીએ અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે. તેની સાથે ઠંડા પવન પણ ફૂંકાશે. ૧૫ અને ૧૬ જાન્યુઆરી લઘુતમ તાપમાન ૧૦ અને ૧૧ ડિગ્રી વચ્ચે રહેશે.

January 8, 2020
teed-1280x720.jpg
1min5530

ઉત્તર ગુજરાતના ખેડૂતોને તીડના ત્રાસમાંથી ગયા અઠવાડિયે મુક્તિ મળી ગઇ છે. જોકે ખેતીને વ્યાપક નુક્સાન તીડ પહોંચાડી ગયા છે ત્યારે સરકારે સહાયની જાહેરાત કરી છે. કૃષિ મંત્રી આર.સી ફળદુએ કહ્યું હતુ કે, તીડને લીધે 25,222 હેક્ટર વિસ્તારમાં ખેતીને નુકસાન થયું છે. તે માટે રુ. 31.5 કરોડની સહાય કરવામાં આવશે.

ફળદુએ જણાવ્યું હતું કે, તીડથી જે પાક ને 33%થી વધુ નુકસાન થયું છે તે વિસ્તાર માટે હવે જલ્દી સહાયની  જાહેરાત કરવામાં કરશે. થરાદ, વાવ, સુઈગામ અસરગ્રસ્ત વિસ્તાર જાહેર થયો હતો. ત્યાં નુક્સાની પણ વધુ થઇ છે.

બહુ મોટી સંખ્યામાં તીડોના ઝુંડ રાજસ્થાન અને પાકિસ્તાન તરફથી આવતાં હતા અને આ વખતે તીડનું આક્રમણ વિશેષ રહ્યું એમ ઉમેર્યું હતુ. કૃષિ વિભાગના અધિકારીઓએ નુકસાનનો સર્વે પણ કર્યો હતો. બનાસકાંઠા ના 13 અને પાટણના 2 એમ કુલ મળીને 15 તાલુકામાં નુકસાન થયું હતું, તેમણે જણાવ્યું હતું કે “15 તાલુકાના 285 ગામોના ખેડૂતોને પ્રતિ હેક્ટર રુ.18500ની મદદ કરવામાં આવશે.

બે હેક્ટરની મર્યાદામાં ખેડૂતોને સહાય આપવામાં આવશે. કુલ 25,222 હેક્ટર વિસ્તારમાં નુકસાન થયું છે તેને રુ.31.5 કરોડ ની સહાય કરવામાં આવશે..11 હજાર ખેડુતોને સહાયતા મળશે પરંતુ તેના માટે ખેડૂતોને અરજી કરવી પડશે.

બનાસકાંઠા, સાબરકાંઠામાં તીડના કરોડોના ટોળાએ આંતક મચાવ્યો હતો અને 6 હજાર હેક્ટર ઉભો પાક સાફ કરી નાખ્યો હતો. કરોડો તીડના ઝુંડ ધામા નાખીને બેઠા હતા અને ખેતીને મોટું નુકસાન કરી નાખ્યું હતું. આ પરિસ્થિતિમાં સરકારે દાવો કર્યો છે કે હવે તીડના ઝુંડ બલુચિસ્તાન તરફ વળી ગયા છે.

એક અંદાજ મુજબ જે તે સમયે બનાસકાંઠા, સાબરકાંઠામાં જે તીડ છે તેની સંખ્યા 3 કરોડથી લઈને 10 કરોડ સુધીની હતી. કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ પૂનમચંદ પરમારે જણાવ્યું હતું કે મોટા ઝુંડોને દવાનો છંટકાવ કરીને મારી નાખવામાં સરકારને સફળતા મળી છે.
એક ચોરસ કીલોમીટરમાં દશ કરોડ જેટલા તીડ હોય શકે છે. પંથકમાં દશ થી પંદર કરોડ તીડ હોવાનું અનુમાન હતું. તીડનું એક ટોળું ગણતરીની પળમાં 300 ટન લીલોતરી ખાઈ જાય છે.

January 6, 2020
girnar-arohan.jpg
2min6410

જૂનાગઢના ભવનાથ તળેટી ખાતે આજે 35મી ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં 57.36 મિનિટમાં અંબાજી મંદિર સુધીના 5500 પગથિયા ચડી ઉતરી જૂનાગઢનો યુવાન પ્રથમ ક્રમે આવ્યો હતો. જ્યારે જુનિયર ભાઈઓમાં 59.32 મિનિટમાં સ્પર્ધા પૂર્ણ કરનાર બરોડાનો વિદ્યાર્થી પ્રથમક્રમે આવ્યો હતો. જ્યારે સિનીયર બહેનોમાં મોરબીના પોલીસકર્મી તથા જુનિયર બહેનોમાં પ્ર.પાટણની વિદ્યાર્થિની વિજેતા થઈ હતી.

જૂનાગઢના ભવનાથ તળેટીમાં આજે જિલ્લા વહિવટી તંત્ર તથા રમત-ગમત અને યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી દ્વારા આજે 35મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાઈ હતી. ફૂલગુલાબી ઠંડી વચ્ચે સવારે 7 વાગ્યે પ્રથમ ચરણમાં ભાઈઓને કલેકટર ડો.સૌરભ પારઘી, કમિશનર તુષાર સુમેરા, મેયર સહિતનાઓ દ્વારા ફલેગ આપી રવાના કરાયા હતા. જ્યારે 9:30 વાગ્યે સિનીયર સિટીઝન ઓસમાણભાઈ સુમરાએ મહાનુભાવોની ઉપસ્થિતિમાં બહેનોને ફલેગ ઓફ આપી રવાના કરી હતી. આ સ્પર્ધામાં 22 જિલ્લાના 1489 સ્પર્ધકોની અરજી આવી હતી. જેમાંથી 369 ગેરહાજર રહ્યાં હતા અને 1120 સ્પર્ધકોએ આ કઠીન સ્પર્ધામાં ભાગ લીધો હતો.

ભાઈઓ માટે અંબાજી મંદિર સુધીના 5500 પગથિયા તથા બહેનો માટે માળી પરબ સુધીના 2200 પગથિયા સુધી આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

યુવાનોના જોમ અને જુસ્સાને પડકાર સમાન આ કઠીન સ્પર્ધા જૂનાગઢની બહાઉદ્દીન આર્ટસ કોલેજના વિદ્યાર્થી લાલા પરમારે 57.36 મિનિટમાં પૂર્ણ કરી પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો.
જ્યારે જૂનિયર ભાઈઓમાં બરોડાના લલીતકુમાર નિશારે 59.32 મિનિટમાં 5500 પગથિયા ચડી ઉતરી જુનિયર વિભાગમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું.

સિનીયર બહેનોમાં મોરબી પોલીસમાં ફરજ બજાવતા ભૂમિકાબેન ભુતે 38.21 મિનિટમાં માળી પરબ સુધીના 2200 પગથિયા ચડી ઉતરી સ્પર્ધા પૂર્ણ કરી વિજેતા થયા હતા.

જુનિયર બહેનોમાં પ્ર.પાટણની એમ.જે.સ્વામિનારાયણ હાઈસ્કૂલની વિદ્યાર્થિની પારૂલ વાળાએ 40.46 મિનિટમાં 2200 પગથિયા ચડી-ઉતરી પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું.

સ્પર્ધા પૂર્ણ થયા બાદ બપારે 12 વાગ્યે મંગલનાજી બાપુ આશ્રમ ખાતે ઈનામ વિતરણ સમારોહ યોજાયો હતો. જેમાં વિજેતા સ્પર્ધકોને મેયર સહિતના મહાનુભાવોના હસ્તે ઈનામ, પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.

સ્પર્ધા દરમિયાન સી.સી.ટી.વી. કેમેરાથી મોનીટરીંગ કરવામાં આવ્યું હતું અને સ્પર્ધકોની એક-એક સેકન્ડની ગણતરી થાય તે રીતે એન.આર.સી. દ્વારા ગિરનાર સ્પર્ધાનું રિઝલ્ટ તૈયાર કરવામાં આવ્યું હતું.

રાજ્ય કક્ષાની ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધામાં 22 જિલ્લાના 1488 સ્પર્ધકોની અરજી આવી હતી. આજે સ્પર્ધા સમયે 1489 માંથી 369 સ્પર્ધકો ગેરહાજર રહ્યાં હતા. જ્યારે 1120 સ્પર્ધકે સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં 302 ભાઈઓ તથા 67 બહેનો ગેરહાજર રહ્યાં હતા.

કુલ 1120 સ્પર્ધકમાંથી 465 સિનીયર ભાઈઓ, 403 જૂનિયર ભાઈઓ તથા 102 સિનીયર બહેનો અને 150 જૂનિયર બહેનો જોડાયા હતા. જેમાંથી 575 ભાઈઓ અને 194 બહેનોએ સમય મર્યાદામાં સ્પર્ધા પૂર્ણ કરી હતી.

ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધાના વિજેતા સ્પર્ધકો એક મિનિટમાં 150 પગથિયા ચડી જાય છે અને 300 પગથિયા ઉતરી જાય છે. ઉતરતી વખતે તો 4 થી 5 પગથિયા એક સાથે કુદતા નીચે આવે છે.

ગિરનાર પર્વત પર અંબાજી મંદિર સુધી ધીમે ધીમે ચડવું તે પણ કપરૂ છે. પરંતુ ગિરનાર સ્પર્ધામાં ભાગ લઈ વિજેતા બનતા સ્પર્ધકો એક કલાકથી પણ ઓછા સમયમાં 5500 પગથિયા ચડી ઉતરી જાય છે. વિજેતા બનેલા સ્પર્ધક એક મિનીટમાં 150 પગથિયા ચડી જાય છે અને 300 પગથિયા ઉતરી જાય છે.

સ્પર્ધા દરમિયાન ઉતરતી વખતે એક સાથે 4 થી 5 પગથિયા કુદતા આવતા સ્પર્ધકોને જોવાનો પણ અનોખો રોમાંચ હોય છે. આટલી ઉંચાઈ પર આટલી ઝડપથી પગથિયા ચડવા-ઉતરવા એ કપરૂ કામ છે. છતાં વિજેતા સ્પર્ધકો આ કઠીન સ્પર્ધા આરામથી પૂર્ણ કરે છે.
ગિરનાર સ્પર્ધાના પ્રથમ પાંચ વિજેતાના નામ અને લીધેલો સમય
”””””’ સિનીયર બોયઝ”’ ””””””””””””””””””””” મિનિટમાં
1””””’ લાલા પરમાર””” બહાઉદ્દીન આર્ટ્સ-કોલેજ, જૂનાગઢ’ 57.36
2””””’ અનિલ સોલંકી”” પ્રાથમિક શાળા, લામધાર”’ 61.40
3””””’ મોહન ભીલાળા”’ પાદરડી ગ્રા.પં., પોરબંદર”” 62.15
4””””’ સોમાત ભાલીયા” સરકારી કોલેજ અમરેલી”” 62.26
5””””’ રજનીક મકવાણા’ જૂનાગઢ 62.32
”””””’ સિનીયર ગર્લ્સ””’ ””””””””””””””””””””” મિનિટમાં
1””””’ ભૂમિકા ભૂત”””” મોરબી પોલીસ”” 38.21
2””””’ વાલી ગરચર”””’ ખીરસરા ગ્રા.પં.”” 41.32
3””””’ દિપીકા સોલંકી”” જયશ્રી સ્પોર્ટસ કલબ”””” 41.36
4””””’ મીના વાળા”””” જૂનાગઢ 45.11
5””””’ જયા સુમાનીયા”’ એ.કે.દોશી મહિલા કોલેજ” 45.52
”””””’ જૂનિયર ગર્લ્સ””’ ””””””””””””””””””””’ મિનિટમાં
1””””’ પારૂલ વાળા”””” એમ.જે.સ્વામિ.હાઈસ્કૂલ, પ્ર.પાટણ” 40.46
2””””’ શાયરા કપુરીયા””’ જ્ઞાનજયોત વિદ્યા મંદિર, ખીરસરા””’ 41.28
3””””’ ભગવતી ભટ્ટી”” જ્ઞાન જયોત વિદ્યા મંદિર, ખીરસરા”” 41.51
4””””’ હિના રાઠોડ””””’ જયશ્રી સ્પોર્ટસ કલબ, દેલવાડા”””’ 42.32
5””””’ નિશા બામણીયા” રામેશ્વર એજ્યુ. ટ્રસ્ટ, ગીર સોમનાથ 43.08
”””””’ જૂનિયર બોયઝ”” ””””””””””””””””””””” મિનિટમાં
1””””’ લલીતકુમાર નિશાદ”””””’ બરોડા હાઈસ્કૂલ” 59.32
2””””’ સુનિલ જોળીયા”’ જિલ્લા સ્પોર્ટસ કોચીંગ સેન્ટર, ગીર-સોમનાથ’ 65.35
3””””’ જયકુમાર રામ””’ સ્વામિ વી.વી.મંદિર, જૂનાગઢ””””’ 66.19
4””””’ હરેશ ભાલીયા””’ રીઅલ હાઈસ્કૂલ શિલોજ”’ 67.10
5””””’ કૌશિક મારૂ””””’ જ્ઞાનજયોતિ વિદ્યા મંદિર, જૂનાગઢ”’ 69.01

January 5, 2020
amreligandhi.jpg
1min4280

મહાત્મા ગાંધીજીની પ્રતિમા અમરેલીના હરિકૃષ્ણા તળાવ પાસે સ્થાપિત કરવામાં આવી હતી. પોલીસ મુજબ રાષ્ટ્રપિતાની પ્રતિમાને શુક્રવાર મોડી રાત્રે કેટલાક અસામાજીક તત્વો દ્વારા પૂર્ણ રીતે ખંડિત કરવામાં આવી હતી.  

એક અધિકારી મુજબ આ પ્રતિમા 2018માં હરિકૃષ્ણા તળાવ પાસે એક બગીચામાં સ્થાપિત કરવામાં આવી હતી, જેને સુરતના એક હીરા વેપારી ઢોળકિયા એન્ડ ઢોળકિયા ફાઉન્ડેશન દ્વારા તૈયાર કરવામાં આવી હતી અને આ પ્રતિમાનું અનાવરણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું. 

અધિકારીના જણાવ્યા મુજબ પોલીસ આ કૃત્ય કરનારા અસામાજીક તત્વોની શોધ કરી રહી છે. તેમની વિરુદ્ધ હાલમાં ફરિયાદ નોંધવામાં આવી છે. 

એક પોલીસ અધિકારી મુજબ હરિકૃષ્ણા તળાવના વિકાસ કાર્યથી રોષે ભરાયેલા લોકોએ આ કૃત્ય કર્યું હશે.