CIA ALERT

સૌરાષ્ટ્ર Archives - Page 28 of 61 - CIA Live

November 27, 2020
rajkot-hospital.jpg
1min450

ગુજરાતના રાજકોટમાં શુક્રવારે એક કોવિડ-19 હૉસ્પિટલમાં ભીષણ આગ લાગી હતી, જેમાં પાંચ કોરોના વાયરસ દર્દીઓના નિધન થઈ ગયા છે.

માવડી વિસ્તારના શિવાનંદ હૉસ્પિટલના આઇસીયૂમાં લગભગ રાતે એક વાગ્યે આગ લાગી હતી, જ્યાં 33 દર્દીઓને દાખલ કરવામાં આવ્યા હતા. આમાંથી સાત દર્દીઓને આઇસીયૂમાં દાખલ કરવામાં આવ્યા હતા. જણાવવાનું કે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઘટનામાં તપાસના આદેશ આપ્યા છે.

તેમણે આગળ જણાવ્યું કે આગની સૂચના મળતા જ ઘટના સ્થળે પહોંચ્યા અને ત્રીસ દર્દીઓને બચાવીને બહાર લાવ્યા. જ્યારે આઇસીયૂમાં ત્રણ દર્દીઓના નિધન થઈ ગયા. તેમણે જણાવ્યું કે આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે અને આગ લાગવાના કારણનો તાગ મેળવી શકાયો નથી. તો, સમાચાર એજન્સી એએનઆઇએ સૂચના આપી કે મૃત્યુ પામનારની સંખ્યા પાંચ પર પહોંચી ગઈ છે.

રેસ્ક્યૂ કરવામાં આવેલા દર્દીઓને બીજા કોવિડ-19 હૉસ્પિટલમાં શિફ્ટ કરી દેવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર થઈ રહી છે. જણાવવાનું કે આ પહેલા ઑગસ્ટમાં અમદાવાદમાં ચાર માળના પ્રાઇવેટ હૉસ્પિટલમાં આગ લાગવાથી આઠ કોરોના દર્દીઓના નિધન થયા હતા.

કહેવામાં આવી રહ્યું છે કે કોવિડ-19 હૉસ્પિટલના આઇસીયૂમાં આ આગ લાગી હતી. ફાયર બ્રિગેડ અધિકારીએ જણાવ્યું કે આગ લાગ્યા પછી હૉસ્પિટલમાંથી અન્ય ત્રીસ કોરોના વાયરસના દર્દીઓને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે, જેમની સારવાર થઈ રહી છે. જો કે, પછી તેમાંથી બેના નિધન થઈ ગયા છે.

November 23, 2020
bjp_logo.png
1min493

કોરોનાની મહામારી વચ્ચે પણ ભાજપના નેતાઓ રેલી અને અન્ય કાર્યક્રમોનું આયોજન કરી રહ્યાં છે. સુરતમાં પણ આત્મારામ પરમારે કરંજ ખાતે રેલી યોજી હતી જેમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા હતાં.

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે ભાજપના નેતાઓને તમામ જાહેર કાર્યક્રમો મોકૂફ રાખવાનો આદેશ આપ્યો છે. જાહેર કાર્યક્રમોમાં કોરોના ગાઈડલાઈનનો ભંગ થતો હોવાને કારણે ભાજપ પ્રદેશ અધ્યક્ષે આ નિર્ણય લીધો છે. હાલ આ સૂચના પછી હવે જ્યાં સુધી કોઈ નવી સૂચના નહીં મળે ત્યાં સુધી કોઈપણ કાર્યક્રમ યોજવામાં નહીં આવે.

November 22, 2020
girnar_parikrama.jpg
1min476

ગિરિવર ગિરનારની ગોદમાં પરંપરાગત રીતે યોજાતી ગિરનારની લીલી પરિક્રમાને કોરોનાનું ગ્રહણ નડતા, પરિક્રમાના ઇતિહાસમાં સૌ પ્રથમવાર મોકૂફ રાખવાની કલેક્ટર ડો. સૌરભ પારઘીએ જાહેરાત કરી છે. ડો. પારઘીએ પત્રકાર પરિષદમાં ગિરનાર પરિક્રમા મોકૂફ રખાયાની જાહેરાત કરી ઉમેર્યું કે, પરિક્રમાની પરંપરા જાળવવા માટે આગામી દિવસોમાં સાધુ-સંતો સાથે બેઠક યોજી શુકનરૂપી 10થી 15 લોકો પરિક્રમા કરી પરંપરા જળવાશે.

ગિરનારની ગોદમાં 36 કિ.મી.ની પરંપરાગત રીતે યોજાતી લીલી પરિક્રમાના પ્રારંભનો કોઇ ચોક્કસ ઇતિહાસમાં ઉલ્લેખ નથી પણ લોકવાયકા મુજબ પાંડવોએ ગિરનારની પરિક્રમા કરી હતી. ત્યારથી વિવિધ સંઘો દ્વારા કારતક સુદ અગિયારસથી પૂનમ સુધી એટલે કે પાંચ દી’ની પરિક્રમા યોજાતી રહે છે.

બીજી બાજુ વિવિધ સમાજોના ઉતારા મંડળોએ દિવાળી પહેલા પત્રકાર પરિષદ યોજી, લોકોની સુરક્ષાને ધ્યાને લઇ પરિક્રમામાં ઉતારા, અન્નક્ષેત્રો તથા ચા-પાણીના પરબોના સંચાલકોને પરિક્રમામાં ન આવવા અનુરોધ કર્યો હતો, એટલે કે સેવાભાવી સંસ્થાઓને પરિક્રમાથી દૂર રહેવા અનુરોધ કર્યો હતો.

જિલ્લા વહીવટી તંત્રની કોર કમિટીની બેઠક આજે યોજાઈ હતી. તેમાં વર્તમાન સ્થિતિને ધ્યાને લઈ તેમજ જંગલમાં સરકારની ગાઇડલાઇનનો અમલ અશક્ય હોય તેથી અંતે કલેક્ટરે પરિક્રમા બંધ રાખવાની જાહેરાત કરી હતી.

ગિરનાર પરિક્રમામાં દર વર્ષે 10થી 12 લાખ ભાવિકો ઉમટે છે. આ માનવભીડ અને જંગલ વિસ્તાર હોવાથી સોશિયલ ડિસ્ટન્સ જાળવવું અશક્ય છે તેમજ સરકારના જાહેરનામા મુજબ 200થી વધુ માણસો એકત્ર થવા ઉપર પ્રતિબંધ હોવાથી પરિક્રમા બંધ રાખવાનો નિર્ણય કરાયો છે.

November 18, 2020
corona-gujarat.jpg
1min693

Gujarat : એક બાદ એક નેતા પણ સંક્રમિત થઈ રહ્યા છે. ગુજરાતમાં અત્યારસુધીમાં ભાજપના ત્રણ પ્રધાન સહિત ૧૯ અને કૉંગ્રેસના ૧૫ ધારાસભ્ય મળીને કુલ ૩૪ ધારાસભ્ય સંક્રમિત થયા છે. જ્યારે ભાજપના છ અને કોંગ્રેસના બે એમ કુલ આઠ સાંસદને પણ ચેપ લાગ્યો છે. આ ઉપરાંત પૂર્વ કેન્દ્રીય પ્રધાન ભરતસિંહ સોલંકી અને બે પૂર્વ મુખ્ય પ્રધાન શંકરસિંહ વાઘેલા અને કેશુભાઈ પટેલ પણ કોરોનાગ્રસ્ત થઈ ચૂક્યા છે, જેમાંથી કોરોનામુક્ત થયા બાદ કેશુભાઈ પટેલનું નિધન થઈ ગયું હતું. આમ, કુલ ૪૫ મોટા નેતાને કોરોના થઈ ચૂક્યો છે.

૧૦ દિવસ પહેલાં રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલ અને ભાજપના બારડોલીના સંસદસભ્ય પ્રભુ વસાવાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યાર બાદ ૧૩મી નવેમ્બરે રાજ્યસભા સાંસદ અને પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન નરહરિ અમીન તથા અખિલ ભારતીય કૉંગ્રેસ સમિતિના કોષાધ્યક્ષ અને રાજ્યસભા સાંસદ એહમદ પટેલ પણ સંક્રમિત થયા હતા. જ્યારે રવિવારે કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોર પણ કોરોનાગ્રસ્ત થયા હતા આમ, બે દિવસમાં બે સાંસદ અને એક ધારાસભ્યને સંક્રમણ લાગ્યું છે.

હાલ રાજ્યસભા સાંસદ, અભય ભારદ્વાજની ચેન્નઈમાં સારવાર ચાલી રહી છે. એકમો પદ્ધતિથી સારવાર કરતાં ભારદ્વાજની તબિયતમાં સુધારો થયો છે અને થોડા દિવસમાં જ તેમને ડિસ્ચાર્જ કરવામાં આવશે. જ્યારે રાજ્યના પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન અને ભાજપના રાજ્યસભા સાંસદ નરહરિ અમીન હાલ અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર રહી ચૂકેલા એહમદ પટેલની હાલ ગુડગાંવની પ્રખ્યાત મેદાંતા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તેમને આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં જાણીતા ડોકટરોની સઘન સારવારને કારણે સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને તેમની તબિયત ધીમે ધીમે સ્થિર થઈ રહી છે. સારવારમાં અડચણ નિવારવા પરિવાર સહિત બધા માટે મુલાકાત પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. હોસ્પિટલ તરફથી આપવામાં આવી રહેલી માહિતી મુજબ તેમનું ભજ્ઞ૨ અને ક્રિએટિનાઇન ઝડપથી કાબૂમાં આવતું હોવાથી આગળની સારવાર માટે ઉજ્જવળ સંજોગો જણાય રહ્યા છે.

November 16, 2020
saurashtratour.jpg
1min5610

આ વખતે કોવીડ-19ને કારણે ગુજ્જુઓએ આંતર રાજ્ય પ્રવાસોની જગ્યાએ ગુજરાતમાં ને ગુજરાતમાં જ પ્રવાસ કરવાનું મુનાસિબ માન્યુ છે અને એ જ કારણોસર સૌરાષ્ટ્રના તમામ ડેસ્ટીનેશન્સ ફુલ થઇ ગયા છે. સૌરાષ્ટ્રના ટુરીસ્ટ્સ પ્લેસીસ જેમકે ગીરનાર, ભવનાથ, દ્વારકા, સોમનાથ, સાસણગીર તેમજ અનેક નાના મોટા ડેસ્ટીનેશન્સ પર ભારે ભીડ ઉમટી પડ્યાના અહેવાલો છે.

પ્રકાશપર્વ દીપાવલીની રજાઓ ગાળવા પ્રવાસીઓ કુદરતી સાનિધ્ય ગિરનાર, ભવનાથ અને સાસણમાં ઉમટતા મેળામય માહોલ છવાયો છે. રીસોર્ટ, ફાર્મહાઉસ, ગેસ્ટ હાઉસો, રેસ્ટોરન્ટો હાઉસફુલ થયા છે. આ પ્રવાસીઓ કોરોનાને વિસરી રજાની મજા માણી રહ્યા છે.
છેલ્લા સાત-આઠ માસથી કોરોનાને કારણે લોકો ઘરબંધીમાં ફેરવાયા હતા પરંતુ હવે કોરોના સંક્રમણ ઘટતા અને લોકો પણ કોરોનાના ભયથી દૂર થયા છે. દિવાળી પર્વની રજા માણવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ કુદરતી વાતાવરણ માણવા માટે ગિરનાર, ભવનાથ, સાસણ, તુલસીશ્યામ, માધવપુર જેવાં સ્થળોએ નીકળી પડયા છે.

ગિરનાર રોપ-વેમાં ઊંચા ભાડાદર હોવા છતાં પ્રવાસીઓ ઉમટતા રોપ-વેની તમામ 25 ટ્રોલીઓ અવિરત દોડવા લાગી છે. આ ભાડા પરવડે તેમ ન હોય તેવા શારીરિક સક્ષમ પ્રવાસીઓ પગથિયાં ચડી ગિરનાર દર્શન માટે સીડી ઉપર લાઇનો લાગી છે. જોકે રોપ-વેમાં ભારે ભીડ થતાં પ્રવાસીઓને કલાકો સુધી તડકામાં શેકાવું પડયું હતું. તેવી રીતે ભવનાથ તળેટીમાં પ્રવાસીઓની ભીડ જામી છે. જટાશંકર, કાશ્મીરીબાપુની જગ્યા તથા ગિરનારના ટેકરાઓ ઉપર પ્રવાસીઓની ભીડ નજરે પડયા છે જ્યારે ઉપરકોટ, સક્કરબાગમાં પણ પ્રવાસીઓની લાઇનો લાગી છે. તેથી જૂનાગઢ શહેરનાં રેસ્ટોરન્ટ, ગેસ્ટહાઉસોમાં ભીડ જામી છે.

જયારે સિંહદર્શન માટેના એકમાત્ર સ્થળ સાસણમાં પ્રવાસીઓનો મેળાવડો જામ્યો છે. સિંહદર્શન પણ હાઉસફુલ થયું છે. ઓનલાઇન બુકિંગ પૂરું થતાં પ્રવાસીઓને સિંહદર્શનનો લાભ મળે તેમ ન હોય તેથી દેવળિયામાં સિંહદર્શન કરી પ્રવાસીઓ સંતોષ માની રહ્યા છે. પ્રવાસીઓની ભીડને કારણે સાસણના રીસોર્ટ, ફાર્મહાઉસ, રેસ્ટોરન્ટ, ગેસ્ટહાઉસ હાઉસફુલ થયા છે.

ઉપરાંત તુલસીશ્યામમાં વન્ય સંપદા અને કુદરતના ખોળે પ્રવાસીઓ મજા માણી રહ્યા છે. તેમ માધવપુરના દરિયા કિનારે પણ પ્રવાસીઓની ભીડ જોવા મળી છે. આ માનવ મહેરામણ જોતા લોકોએ કોરોનાનો ડર દૂર કર્યો હોય તેમ જણાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે દિવાળીના તહેવારોમાં રજાની મજા પરિવાર સાથે માણવા લોકો વર્ષોવર્ષ મોટી સંખ્યામાં આવે છે. તેમ આ વર્ષે પણ પ્રવાસીઓની ભીડ સારી જામી છે અને પ્રવાસીઓ પ્રકૃતિના ખોળે રજાની મજા માણી રહ્યા છે.

November 14, 2020
diwalimuhurt.jpeg
1min6220
diwali shubh muhurat auspicious time table for lakshmi ganesh puja from 540  am to 815 pm on 14th november know deepawali start end date puja vidhi step  by step according to drik

આજરોજ તા.14મી નવેમ્બરે સવારે કાળી ચૌદશ અને સાંજે છ વાગ્યાથી દિવાળીનું મૂહુર્ત છે. આથી આજે બપોર બાદ મોડી રાત સુધી ગુજરાતના વેપાર, વણજ ધંધા, રોજગારોમાં દિવાળીના શુકનના સોદા થશે.

ગુજરાતમાં દિવાળી અને લાભ પાંચમના દિવસે બજારોમાં શુભ મુહૂર્તમાં સોદા કરવાની વેપારીઓની પરંપરા આ વર્ષે પણ જળવાશે. કોરોનાને લીધે મોટા ભાગના વેપાર ઘંઘાને ભારે અસર થઈ છે.

ગુજરાતના ધંધારોજગારો, વેપાર વણજ ક્ષેત્રે ધંધામાં ચોપડાં પૂજનના કાર્યક્રમો પણ રાખવામાં આવ્યા છે. એ પછી વેપારીઓ ફટાકડાં ફોડીને દિવાળીની ઉજવણી કરશે.

આજે મહાલક્ષ્મી પૂજા અને દિવાળીનું પર્વ મનાવવામાં આવશે. ધાર્મિક ગ્રંથોમાં જણાવ્યા અનુસાર કારતક મહિનાની અમાસના દિવસે સમુદ્રમંથનમાંથી લક્ષ્મીજી પ્રગટ થયાં હતાં. એટલા માટે જ આ દિવસે લક્ષ્મીપૂજા કરવામાં આવે છે. પદ્મપુરાણ અનુસાર આ દિવસે દીપદાન કરવું જોઈએ, તેનાથી તમામ પાપોનો નાશ થાય છે. એટલા માટે જ આ દિવસે દીવા પ્રગટાવવામાં આવે છે. દીવડાંની હારમાળાને કારણે જ તેને દીપાવલી (દીપ અવલી) કહેવામાં આવે છે.

November 13, 2020
dwarkadish-1.png
1min7880

યાત્રાધામ દ્વારકામાં જગતમંદિરમાં કાળીચૌદશ અને દીપાવલીની એક જ દિવસે એટલે કે ૧૪મી નવેમ્બરના ઉજવણી થશે. દિવાળીના રાત્રીના ૮ વાગ્યાથી ૮.૩૦ વાગ્યા સુધી હાટડીના દર્શન થશે. ૧૫મી નવેમ્બરના નૂતનવર્ષના સાંજે ૫ વાગ્યાથી ૭ વાગ્યા સુધી અન્નકૂટ ઉત્સવના દર્શન થશે. દ્વારકામાં ભગવાન દ્વારકાધીશના જગતમંદિરમાં દીપાવલી અને નૂતનવર્ષને અનુલક્ષીને તા. ૧૩મીથી ૧૬મી નવેમ્બરના શ્રીજીના દર્શનનો કાર્યક્રમ દ્વારકાધીશ મંદિર વહીવટદાર કચેરી દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. જે અનુસાર તા. ૧૩ નવેમ્બરના ધનતેરસના શ્રીજીના દર્શન નિત્યક્રમ મુજબ થશે. તા.૧૪ નવેમ્બરના રૂપચૌદશ અને દીપાવલીની ઉજવણી થશે. જેમાં મંગળા આરતી સવારે ૫.૩૦ કલાકે થશે. ત્યારબાદ શ્રીજીના દર્શન નિત્યક્રમ મુજબ થશે.

બપોરે એક વાગ્યે મંદિર અનોસર(બંધ) થશે. ઉત્થાપન દર્શના સાંજે ૫ વાગ્યે થશે. રાત્રીના ૮ થી ૮.૩૦ હાટડી દર્શન બાદ રાત્રીના ૯.૪૫ કલાકે મંદિર અનોસર થશે. તા.૧૫ નવેમ્બરના નૂતનવર્ષના મંગળા આરતી સવારે ૬ કલાકે થશે. ત્યારબાદ શ્રીજીના દર્શન નિત્યક્રમ મુજબ થશે અને બપોરે એક કલાકે મંદિર અનોસર થશે. અન્નકૂટ દર્શન સાંજે ૫ થી ૭ કલાક સુધી થશે અને રાત્રીના ૯.૪૫ કલાકે મંદિર અનોસર થશે. ૧૬મી નવેમ્બરના ભાઇબીજના સવારે ૭ કલાકે મંગળા આરતી થશે. ત્યારબાદ શ્રીજીના દર્શન નિત્યક્રમ મુજબ થશે.ઉલ્લખેનીય છેકે, અનલોક બાદ દ્વારકા તરફ ધીમે-ધીમે શ્રદ્ધાળુઓનો પ્રવાહ શરૂ થયો છે.

November 10, 2020
bjp_logo.png
1min5510

ગુજરાતમાં ફરી BJPનું કેસરીયા રોલર ફરી વળ્યું :

ગુજરાતની તમામ 8 બેઠકો પર પેટાચૂંટણીના પરિણામમાં ભાજપે તમામ આઠેય બેઠકો પર વિજય મેળવીલીધો છે. ચૂંટણીના પરિણામ જાહેર થાય તે પહેલાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે પ્રેસ કૉન્ફરન્સ સંબોધી હતી. વિજય રૂપાણીએ જણાવ્યું કે ‘આવનારા દિવસોમાં હવે ભાજપના 111 ધારાસભ્યો થઈ જશે, પ્રજા જાણે છે અને તેના કારણે જ કૉંગ્રેસની આવી હાલત છે.’

મુખ્ય પ્રધાન રૂપાણીએ જણાવ્યું કે ‘પેટાચૂંટણીના આ પરિણામો વર્ષ 2022માં યોજાનારી વિધાનસભાની ચૂંટણીનું ટ્રેલર છે. આગામી જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો, મહાનગર પાલિકાની ચૂંટણીનું આ પરિણામ છે. કૉંગ્રેસે આ ચૂંટણીમાં ખૂબ આક્ષેપો કર્યા છે પરંતુ પ્રજાએ કૉંગ્રેસને સ્થાન દેખાડી દીધું છે. અમે ફક્ત જીત્યા નથી જંગી બહુમતીથી ચૂંટણી જીત્યા છીએ’

સી.આર. પાટીલે જણાવ્યું કે ‘કોઈ એક મુદ્દા પર ચૂંટણી જીતી શકાતી નથી. પરંતુ અમે પેજ કમિટિને ખૂબ મહત્ત્વ આપ્યું હતું. અમે લોકો સુધી પહોંચવા માટે લોકો સુધી યોજનાઓનો લાભ પહોંચાડવો અને કાર્યકર્તાઓએ જે મહેનત કરી છે તે ખૂબ મહત્ત્વનો ભાગ છે. વડાપ્રાન મોદીની કામ કરવાની જે રીતની પદ્ધતિ છે. તેમના દ્વારા બનેલી યોજનાઓ દરેક તબક્કાને મળે તેવું કામ કર્યુ છે. મતદારો સાથે સંપર્ક કરવામાં કાર્યકરોએ જે કામ કર્યુ છે તેનું આ પરિણામ છે’

કોરોના મહામારી વચ્ચે પેટા ચૂંટણીમાં 60.75 ટકા મતદાન થયું હતું. ધારી બેઠક પર ભાજપના જેવી કાકડિયાની જીત થઈ હતી. કોંગ્રેસ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ હાર સ્વીકારી હતી અને ટ્વીટરમાં આ બાબતે પોતાનો વિચાર પણ વ્યક્ત કર્યો હતો.

November 2, 2020
voting.jpg
1min5490

ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી 8 બેઠક (અબડાસા, લીંબડી, ધારી, મોરબી, ગઢડા, કરજણ, ડાંગ અને કપરાડા)માંથી કોંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામા આપ્યા બાદ આવતીકાલે 3/11/2020 આ બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે. આજે મતદાનના દિવસ માટેની રણનીતિને આખરી ઓપ અપાશે. જે તે મત-વિસ્તારના જાતિ-જ્ઞાતિના મહત્વના આગેવાનો સાથે બંધબારણે બેઠકો અને મોટાભાગના મતદારોને પોતાની તરફેણ મતદાન મથક સુધી લઈ જવાની રણનીતિ અમલમાં મુકાશે. મતદાનમાં ઈવીએમ અને વીવીપેટનો ઉપયોગ કરાશે, અને 10 નવેમ્બરે મત ગણતરી અને પરિણામ જાહેર થશે.

ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટાચૂંટણી ભાજપ-કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાનો જંગ બની ગઈ છે, ત્યારે છેલ્લી ઘડીના પ્રચારમાં બંને પક્ષોએ એડીચોટીનો જોર લગાવ્યો હતો. ચૂંટણી પ્રચારના ધમધમાટ વચ્ચે રવિવારે સાંજે પ્રચાર પડઘમ શાંત થઇ ગયો. આજે ઉમેદવારો અને રાજકીય પક્ષો જાહેરમાં સભા કરીને ચૂંટણી પ્રચાર કરી શકશે નહીં. જોકે, ડોર ટુ ડોર પ્રચાર કરી શકશે, અને 3/11/20 ના 8 બેઠકો પર મતદાન યોજાશે. સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદાન કરી શકાશે.

October 29, 2020
cia_society-1280x880.jpg
1min5430

ગુજરાતમાં બિનકોંગ્રેસી સરકાર અને ભાજપા સરકારના પહેલા મુખ્યમંત્રી, સૌરાષ્ટ્રના કિસાન નેતા શ્રી કેશુભાઇ પટેલના નિધન પર અત્યંત ઘેરો શોક વ્યક્ત કરતા સુરતના શ્રી સૌરાષ્ટ્ર પટેલ સમાજ વતી પ્રમુખ શ્રી કાનજીભાઇ ભાલાળાએ એક પ્રેસ વિજ્ઞપ્તિમાં જણાવ્યું હતું કે ગુજરાતના વિકાસમાં જેમનો સિંહફાળો રહ્યો છે એ કેશુબાપાની વસમી વિદાયથી સૌરાષ્ટ્ર પટેલ ઘેરા શોકની લાગણી વ્યક્ત કરે છે.

શ્રી સૌરાષ્ટ્ર પટેલ સમાજ – સુરતના પ્રેસિડેન્ટ શ્રી કાનજીભાઇ ભાલાળાએ વધુમાં આ મુજબ જણાવ્યું હતું.

પ્રેસનોટ- શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ, સુરત.