CIA ALERT

ઇન્ટરનેશનલ Archives - Page 50 of 52 - CIA Live

June 24, 2018
zimfe.jpg
1min14630

ઝિંબાબ્વેના પ્રેસિડેન્ટ મ્નન્ગાગ્વા બુલાવાયો ખાતે તા.23મી જુને થયેલા એક બોંબ વિસ્ફોટથી વ્હેંત છેટા રહીને બચી જવા પામ્યા હતા. ઝિંબાબ્વેના પ્રેસિડેન્ટ મ્નન્ગાગ્વા બુલાવાયો શહેરના સિટી સ્ટેડીયમ ખાતે એક રેલીને સંબોધન કરી રહ્યા હતા ત્યારે અચાનક જ બોંબ વિસ્ફોટ થતા ભારે નાસભાગ મચી જવા પામી હતી.

ઝિંબાબ્વેના બુલાવાયો શહેર ખાતે પ્રેસિડેન્ટની રેલીમાં વિસ્ફોટ થયાની બીજી મિનિટે લેવાયેલી તસ્વીર

ઝિંબાબ્વેના બુલાવાયો શહેર ખાતે બોંબ વિસ્ફોટ બાદ રેડક્રોસ સોસાયટીએ ત્વરિત બચાવ રાહતની કામગીરી શરૂ કરી દીધી હતી

બોંબ વિસ્ફોટ ઝિંબાબ્વેના પ્રેસિડેન્ટની બેઠકથી થોડા ઇંચ પર જ થયો હતો. વિસ્ફોટ અંગે ઝિંબાબ્વેના પ્રેસિડેન્ટએ ટ્વીટર પર પણ જાણકારી આપીને તેમને ઉગારી લેવા બદલ પ્રભુનો પાડ માન્યો હતો.

June 24, 2018
tourist.jpg
1min12890

ભારતીય પર્યટકોની સંખ્યા વધવાના અંદાજને પગલે ઘણા દેશોએ છેલ્લા 8-10 મહિનામાં વિઝા અને પ્રવેશ પ્રક્રિયાના નિયમ હળવા કર્યા છે.

UAE ભારતીયોને ફ્રી ટ્રાન્ઝિટ વિઝા આપે છે

તાજેતરમાં UAEએ ભારતીયોને ફ્રી ટ્રાન્ઝિટ વિઝા આપવાનું શરૂ કર્યું છે. જેના ભાગરૂપે UAE થઈને અન્ય દેશોમાં જતા ભારતીયો UAEમાં બે દિવસ ગાળી શકશે. વિઝાની મુદત 50 દિરહામ ચૂકવી વધુ 96 કલાક માટે વધારી શકાશે.

ઇઝરાયલે ભારતીયો માટે વિઝા ફી મે મહિનાના ₹1,700થી ઘટાડી ₹1,100 કરી

ઇઝરાયલે ભારતીય મુસાફરો માટેની વિઝા ફી મે મહિનાના ₹1,700થી ઘટાડી ₹1,100 કરી છે. જૂન 2018થી ઇઝરાયેલ સરકારે ભારતીયો માટે એક્સપ્રેસ વિઝાની પણ શરૂઆત કરી છે, જે બે વર્કિંગ ડેમાં ઉપલબ્ધ બનશે. ઉપરાંત, પર્યટન માટે ઇઝરાયલની મુલાકાત લેનારા ભારતીયોની B2 વિઝા કેટેગરીની એપ્લિકેશન ફીમાં ઘટાડો કરવામાં આવ્યો છે.

ઇઝરાયલ જેવા દેશમાં ગયા વર્ષે સૌથી વધુ 60,000 ભારતીય પર્યટકો આવ્યા હતા. ઇઝરાયલના ટૂરિઝમ મંત્રાલયના ડિરેક્ટર હસન મદાહે જણાવ્યું હતું કે, “જાન્યુઆરીથી એપ્રિલના ગાળામાં ભારતીય પર્યટકોના આગમનમાં અગાઉના વર્ષના સમાન ગાળાની તુલનામાં 27 ટકા વધારો (લગભગ 19,000 મુસાફરો) નોંધાયો છે, જે 2018 સુધીમાં અમારા 1 લાખ પર્યટકોના લક્ષ્યાંકની નજીક પહોંચવામાં મદદ કરશે.”

જાપાને ભારતીય નાગરિકો માટે વિઝાના નિયમ હળવા કર્યા છે. જેમાં પહેલી જાન્યુઆરીથી ટૂંકા ગાળાના પ્રવાસ માટે મલ્ટિપલ એન્ટ્રી વિઝાની જોગવાઈ છે.

ચાલુ મહિને ઓમાને ભારતીય પર્યટકોને આકર્ષવા ‘વિઝા ઓન અરાઇવલ’નો પ્રારંભ કર્યો છે.

એન્ટ્રી વિઝા ધરાવતા અથવા અમેરિકા, ઓસ્ટ્રેલિયા, બ્રિટન, જાપાન અને શેન્જેન દેશોમાં રહેતા લોકોને ઓમાનમાં પ્રવેશવા આ સુવિધા મળશે. આ છ દેશોનો વિઝા ધરાવતી વ્યક્તિના જીવનસાથી અથવા બાળકો તેમની સાથે હશે તો તેમને પણ ‘વિઝા ઓન અરાઇવલ’ની સુવિધા મળશે.

UN વર્લ્ડ ટૂરિઝમ ઓર્ગેનાઇઝેશનના અંદાજ પ્રમાણે 2020 સુધીમાં વિદેશી પર્યટકોમાં ભારતીયોની સંખ્યા 5 કરોડ હશે, જે 2017માં 2 કરોડ હતી. 17 એપ્રિલથી 31 ડિસેમ્બર 2018 સુધીમાં ભારતના નાગરિકોને ખાસ સુવિધા આપવામાં આવી છે. જેમ કે, એર અસ્તાના અથવા કઝાખસ્તાનની કોઈ પણ એરલાઇનમાં મુસાફરી કરનારા તેમજ અસ્તાના અને/અથવા અલ્માતીના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ્સ દ્વારા અન્ય દેશની મુલાકાત લેતા અથવા અન્ય દેશમાંથી વાયા અસ્તાના અને/અથવા અલ્માતી પરત ફરતા ભારતીય નાગરિકોને 72 કલાકનો ટ્રાન્ઝિટ-ફ્રી વિઝા મળી રહ્યો છે. 72 કલાકનો આ ટ્રાન્ઝિટ વિઝા વ્યક્તિગત પેસેન્જર્સ અને ટૂર ગ્રૂપ્સને લાગુ પડશે.

ઘણા દેશો ઇ-વિઝા જેવી સરળ પ્રક્રિયા દ્વારા ભારતીય મુસાફરોને આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમને ભારતના ટ્રાવેલ માર્કેટમાં વૃદ્ધિની વિપુલ સંભાવના જણાય છે. ભારતીયો વિદેશ પર્યટનના ખર્ચમાં અવ્વલ છે, જે તેમને આકર્ષવા માટેનું સૌથી મોટું કારણ છે.

June 24, 2018
air-india-2.jpg
1min15610

ઍર ઇન્ડિયાના ચેક-ઇન સૉફ્ટવૅરમાં ટેક્નિકલ સમસ્યા સર્જાતા દેશભરમાંથી પચીસથી વધુ ફ્લાઇટ તા.23મી જૂનને શનિવારે મોડી પડી હતી અને તેને કારણે સંખ્યાબંધ પ્રવાસીઓ રઝ્ળી પડ્યા હતા, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. એવું નથી કે ભારતમાં જ આ પ્રોબ્લેમ સર્જાયો હતો, વિશ્વના અનેક એરપોર્ટ પર આવી સ્થિતિ સર્જાવા પામી હોવાના અહેવાલો મળ્યા હતા.

ઍરલાઇને જણાવ્યું હતું કે, બપોરે ૧૨.૧૦થી ૩.૧૦ સુધી ઍર ઇન્ડિયાની સેવાને અસર પડી હતી. ઍર ઇન્ડિયાના પ્રવક્તાએ ટ્વિટર પર જણાવ્યું હતું કે, દેશભરમાંથી પચીસ જેટલી ફ્લાઇટ મોડી પડી હતી.

ઍરલાઇન્સે તા.23મી જૂનને શનિવારે ફ્લાઇટ મોડી પડવા બદલા એસઆઇટીએના એટલાન્ટામાંના સર્વરમાં આવેલા ટેકનિકલ ફોલ્ટને જવાબદાર ઠેરવ્યું હતું અને કહ્યું હતું કે આની વિશ્ર્વભરમાં અસર પડી હતી.

રાજ્ય કક્ષાના કેન્દ્રીય નાગરીક ઉડ્ડયન પ્રધાન જયંત સિંહાએ ફ્લાઇટ મોડી પડતા પ્રવાસીઓને પડેલી મુશ્કેલી બદલ માફી માગી હતી.
ઍરલાઇનના ચેક-ઇન સૉફ્ટવૅરમાં ટેક્નિકલ ખામીને લીધે ઍરલાઇનના ચેક-ઇન કાઉન્ટરો પર કતાર લાંબી થતી જ ચાલી હતી. ઍરલાઇનની ચેક-ઇન અને બેગેજ સહિતની સૉફટવૅર સેવા એસઆઇટીએ દ્વારા સંભાળવામાં આવે છે.

એસઆઇટીએના પ્રવક્તાએ જણાવ્યું હતું કે આ બાબતની તપાસ કંપની કરી રહી છે.

June 21, 2018
nzpmfeature.jpg
1min15160
જયેશ બ્રહ્મભટ્ટ
ન્યુઝીલેન્ડના 150 વર્ષના ઇતિહાસમાં સૌથી યુવાન વયે વડાપ્રધાન બનવાનું શ્રેય જેના શિરે જાય છે એ 37 વર્ષિય મહિલા પ્રાઇમ મિનિસ્ટર જેસિન્ડા કેટ લૉરેલ એર્ડર્નએ આજે બેબી ગર્લને જન્મ આપ્યો છે. ન્યુઝીલેન્ડના મહિલા પ્રાઇમ મિનિસ્ટરના ઘરે પહેલી વાર પારણું બંધાયું હોવાના સમાચારો ન્યુઝીલેન્ડ સહિત સમગ્ર વિશ્વમાં ભારે વાઇરલ થયા હતા. ન્યુઝીલેન્ડવાસીઓ આને ઉત્સવની જેમ માણી રહ્યા છે. ન્યુઝીલેન્ડમાં વહેલી સવારથી જ આ મુદ્દે જશ્નભર્યો માહોલ જોવા મળી રહ્યો છે.
ગત જાન્યુઆરી 2018માં જેસિન્ડા કેટ લૉરેલ એર્ડર્નએ ઇન્સ્ટાગ્રામ પર માહિતી આપી હતી કે તેઓ ગર્ભવતી છે અને 6 માસની રજા પર જઇ રહ્યા છે.
કોઇ દેશના ટોચના પદાધિકારી હોદ્દા પર આરુઢ હોય તેવા સમયગાળામાં બાળકને જન્મ આપ્યો હોય તેવી ઘટના આજે 30 વર્ષ પછી બની છે. જેસિન્ડા એર્ડર્નએ આજે તેમના પહેલા બાળક તરીકે બેબી ગર્લને ઓકલેન્ડની સિટી હોસ્પિટલ ખાતે જન્મ આપ્યો હતો. બેબી ગર્લને જન્મ આપ્યાના થોડા કલાકો પછી તેમણે સોશ્યલ મિડીયા પર માહિતી આપતા જણાવ્યું હતું કે ન્યુઝીલેન્ડના સ્થાનિક સમય મુજબ સવારે 4.45 કલાકે બેબી ગર્લે જન્મ લીધો છે અને જન્મ સમયે તેનું વજન 7.3 પાઉન્ડ (3.31 કિલોગ્રામ) છે. તેમણે ઓકલેન્ડ સિટી હોસ્પિટલના સ્ટાફનો જાહેર આભાર વ્યક્ત કરતા કહ્યું કે તેમની સેવા અવિશ્મરણીય રહી છે.
ગત તા.26મી ઓક્ટોબરના રોજ જેસિન્ડા એર્ડર્ન લેબર પાર્ટીના નેતા તરીકે વડાપ્રધાન પદે આરુઢ થયા હતા.
June 9, 2018
gc1.jpg
1min17330

સમગ્ર વિશ્વભરમાંથી અંદાજે 4 લાખ લોકો અમેરિકામાં સ્થાયી થવા માટે ત્યાં કાયમી વીઝા એટલે કે ગ્રીન કાર્ડના વેઇટિંગ લિસ્ટમાં છે, આ વેઇટિંગ લિસ્ટમાં ત્રીજા ભાગના લોકો ભારતીય પાસપોર્ટ ધરાવે છે. અમેરિકાના બંધારણના નિયમ મુજબ કોઇપણ વર્ષમાં કોઈ એક દેશના ૭ ટકા કરતાં વધુ નાગરિકોને ગ્રીન કાર્ડ ઇશ્યુ કરી શકાય નહીં. આ કારણે ભારતીયોને અમેરિકન ગ્રીન કાર્ડ મેળવવામાં વર્ષો નહીં પણ દાયકાઓ નીકળી જાય તેવી સ્થિતિ હાલ તુરત છે.

ટ્રમ્પની અમેરિકન સરકારે તાજેતરમાં જાહેર કરવામાં આવેલા સત્તાવાર આંકડાઓ પર જણાય આવે છે કે ચાલુ કેલેન્ડર વર્ષ, ૨૦૧૮ના મે મહિનામાં એમ્પ્લૉયમેન્ટ-બેઝ્ડ પ્રેફરન્સ કૅટેગરી હેઠળ ગ્રીન કાર્ડ મેળવવા માટે કુલ ૩,૯૫,૦૨૫ ફોરેન સિટીઝન્સ રાહ જોઈ રહ્યા છે. એમાંથી ૩,૦૬,૬૦૧ ભારતીયો છે.

યુનાઇટેડ સ્ટેટ્સ સિટિઝનશિપ ઍન્ડ ઇમિગ્રેશન સર્વિસિસ (USCIS) દ્વારા જાહેર કરાયેલી આંકડાકીય માહિતીમાં મંજૂર કરાયેલી ઇમિગ્રેશનની અરજીઓના આશ્રિત લાભાર્થીઓ (ડિપેન્ડન્ટ બેનિફિશિયરી)નો સમાવેશ કરવામાં આવ્યો નથી.

ભારત પછી બીજા ક્રમે ચીન આવે છે. ચીનના કુલ ૬૭,૦૩૧ નાગરિકો ગ્રીન કાર્ડના વેઇટિંગ લિસ્ટમાં છે. ભારત અને ચીન સિવાય અન્ય કોઈ પણ દેશના ૧૦,૦૦૦ કરતાં વધુ નાગરિકો વેઇટિંગ લિસ્ટમાં નથી. અન્ય દેશોમાં અલ સૅલ્વેડોર (૭૨૫૨), ગ્વાટેમાલા (૬૦૨૭), હૉન્ડુરસ (૫૪૦૨), ફિલિપીન્સ (૧૪૯૧), મેક્સિકો (૭૦૦) અને વિયેટનામ (૫૨૧)નો સમાવેશ છે.

હાલના કાયદા મુજબ એક નાણાકીય વર્ષમાં કોઈ પણ દેશના ૭ ટકા કરતાં વધુ નાગરિકોને ગ્રીન કાર્ડ ઇશ્યુ કરી શકાય નહીં. જો આ પ્રમાણે ગણતરી માંડીએ તો ભારતીયોએ ગ્રીન કાર્ડ મેળવવા માટે સૌથી લાંબો સમય લગભગ ૭૦ વર્ષ રાહ જોવી પડશે.

ગ્રીન કાર્ડનો આટલો વ્યાપક ક્રેઝ કેમ?

કોઇપણ દેશ રહેઠાણ, આવકના માધ્યમો, એચ.આર.ડી. રેગ્યુલેશન્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર વગેરે પરીબળોના આધારે તેમજ સૌથી અગત્યનું એ દેશનો હેપ્પીનેસ ઇન્ડેક્ષના આધારે અન્ય દેશોના લોકો ત્યાં વસવાટ માટે, હંગામી, કાયમી નિવાસ માટે વીઝા માગતા હોય છે. અમેરિકાનું ગ્રીન કાર્ડ કાયમી નિવાસી કાર્ડ તરીકે પણ ઓળખાય છે. આ કાર્ડધારક અમેરિકામાં કાયદેસર કાયમી નિવાસ કરી શકે છે તેમ જ કામ પણ કરી શકે છે. અમેરિકાનું નાગરિકત્વ મેળવવા માટે ગ્રીન કાર્ડ પ્રથમ પગથિયું છે.

June 8, 2018
us_feature.jpg
1min16870

જયેશ બ્રહ્મભટ્ટ

cialive9@gmail.com

એવરેજ ભારતીયોમાં જેની સૌથી તીવ્ર ઘેલછા હોય છે કે અમેરિકાના વીઝા મળે અને ત્યાં ફરવા જવાનું થાય કે સ્થાયી થવાનું થઇ શકે, ભારતીયોને અમેરિકાના વીઝા આપતી મુંબઇ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના કોન્સુલ જનરલ એગાર્ડ કેગનએ તાજેતરમાં તેમના કલીગ જેનિફર લાર્સન સાથે મુંબઇના મહોમદઅલી રોડ પર જ્યાં રમઝાન બજાર ખાસ કરીને સ્ટ્રીટ ફૂડ માર્કેટ ભરાય છે એ ખાઉ ગલીમાં સ્ટ્રીટ ફૂડની મઝા માણી હતી. આમ તો અમેરિકન નાગરિકો તીખા તમતમતા ઇન્ડિયન સ્ટ્રીટ ફૂડના આદિ નથી હોતો કે ખાઇ શકતા પણ નથી આમ છતાં ભારતમાં મુંબઇ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના કોન્સુલ જનરલ એગાર્ડ અને જેનિફર લાર્સને મુંબઇની પ્રસિદ્ધ ખાઉ સ્ટ્રીટમાં મળતા ભોજનનો સ્વાદ માણ્યો હતો.

(મુંબઇ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટ જનરલની કચેરીના કોન્સુલ જનરલ એગાર્ડ કેગનએ પોતાના મનપસંદ પરાઠા ફ્રાય કરવાની મઝા પણ માણી હતી)

મુંબઇ સ્થિત યુ.એસ. કોન્સ્યુલેટ જનરલ કચેરી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કોન્સુલ જનરલ એગાર્ડ કેગન અને જેનિફર લાર્સનએ મોહમદ અલી રોડ પર ખાઉ ગલી ખાતે ભરાતા રમજાન બજારમાં એક સાંજે જે સ્ટ્રીટ ફૂડની મઝા માણી હતી તેમાં નલ્લી નિહારી, હલીમ, કબાબ જેનો ટેસ્ટ અત્યંત હોટ એન્ડ સ્પાઇસી હતો, તેની સાથે માલપૂઆ અને ફિરની જેવી સ્વીટ ડેઝર્ટની પણ જયાફત ઉડાવી હતી.

(મુંબઇ સ્થિત મહોમદઅલી રોડ પર ખાઉગલી ખાતે ભરાતા રમઝાન બજારમાં ઇફ્તારી ઇવનિંગ ડિનર માટે આવેલા અમેરિકન કોન્સ્યુલેટ જનરલની કચેરીના કોન્સુલ જનરલ એગાર્ડ કેગનની સાથે ડીપીઓ જેનિફર લાર્સન પણ જોડાયા હતા. તેમણે તીખી તમતમતી નોનવેજ વાનગીઓ માણી હતી, તસ્વીરમાં જોઇ શકાય છે.)

મુંબઇ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટ જનરલના આ બન્ને અધિકારીઓને અશરફ અહેમદ શેખ નામના સ્થાનિકે માર્ગદર્શિત કરવા સાથે તેમને કંપની આપી હતી.

અત્રે એ ઉલ્લેખનીય છે કે હાલ મુસ્લિમ સંપ્રદાય માટે અત્યંત પવિત્ર મનાતા રમઝાન મહિનાનો આખરી તબક્કો ચાલી રહ્યો છે અને દેશભરમાં મોટા શહેરો જેવા કે મુંબઇ, દિલ્હી, કોલકાત્તા, લખનઉ, હૈદરાબાદ, અજમેર વગેરે ખાતે ભરાતા રમઝાન  બજાર ખાસ કરીને ફૂડ માર્કેટમાં ભારતભરમાંથી નહીં પણ વિશ્વભરમાંથી સ્વાદરસીયાઓ મુલાકાતે આવતા હોય છે.

(મુંબઇ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટ જનરલની કચેરીના કોન્સુલ જનરલ એગાર્ડ કેગન મુંબઇના મહોમદઅલી રોડ પર આવેલી ખાઉ ગલી ખાતે ભરાતા રમઝાન બજાર, સ્ટ્રીટફૂડ એરીયામાં ઇફ્તારી ડિનર માટે પહોંચ્યા હતા.)

For English readers

To experience the true taste of Ramadan, Consul General Edgard Kagan and DPO Jennifer Larson visited Mohammed Ali Road this week, where they were delighted by the sights, sounds, and flavors of the vibrant neighborhood. Visiting the iconic Khau Galli, they relished an assortment of iconic festive delicacies and flavors, from Nalli Nihari, Haleem, Kebabs, to Malpua and Phirni. A big thank you to Ashraf Ahmed Shaikh, our cultural guide for the evening.

 

June 2, 2018
trump-kim2.jpg
1min14310

સમગ્ર વિશ્વમાં છેલ્લા એક  વર્ષથી ગમે ત્યારે વિશ્વના દેશોમાં અંધાધૂંધી મચે એવી ભીંતી અમેરિકા અને ઉત્તર કોરીયાના વણસી ગયેલા સંબંધોને કારણે સેવાય રહી છે. ઉત્તર કોરીયાના માથાભારે પ્રમુખ કિમ જોંગ ઉન છાશવારે અમેરિકાની ઉશ્કેરણી કરતા નિવેદનો કરે અને યુએસ પ્રેસિડેન્ટ તેનો જવાબ આપે, આવો એકાદ વર્ષથી ચાલી આવતો સિલસિલો આખરે બદલાય રહ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આખરે કિમ જોંગ ઉન સાથે 12 જૂનના સિંગાપોરમાં મુલાકાત કરવાની વાતને મોહર લગાવી છે. ટ્રમ્પે તા.1લી જુને કહ્યું હતું કે અગાઉ અમેરિકા ઉત્તર કોરિયા સાથે યોજાનાર બેઠકમાંથી પાછળ ખસી ગયું હતું, પરંતુ હવે આ બેઠક નિર્ધારિત કાર્યક્રમ મુજબ 12 જૂન 2018ના રોજ સિંગાપોરમાં જ યોજાશે.

ઓવલ કચેરી ખાતે ઉત્તર કોરિયાના એક ઉચ્ચ અધિકારી સાથેની મુલાકાત બાદ ટ્રમ્પે વ્હાઈટ હાઉસની લોનમાં પત્રકારોને જણાવ્યું કે આ બેઠક ઘણી સફળ નિવડશે તેવું લાગી રહ્યું છે.

તાજેતરમાં જ યુએસના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે પ્યોંગયાંગ સામે દુશ્મનાવટનો આક્ષેપ કર્યો હતો અને તાજેતરમાં ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન સાથેની સિંગાપોર સમિટને રદ્દ કરી હતી. જો કે 24 કલાકમાં જ ટ્રમ્પે નિર્ણય બદલ્યો હતો અને કહ્યું હતું કે ઉત્તર કોરિયાના અધિકારીઓ સાથે સાર્થક વાતચીત બાદ તેઓ સમિટ અંગે નિર્ણય લેશે અને સમિટ નિશ્ચિત સમયે યોજાઈ શકે છે. હવે ટ્રમ્પે 12 જૂને સમિટ યોજવાની ખાતરી આપી છે. બન્ને દેશોના વડા માટે આ બેઠક ઐતિહાસિક પુરવાર થશે.

May 29, 2018
kailash.png
1min15890

જો કે સુષ્મા સ્વરાજે કહ્યું કે માનસરોવરમાં ડૂબકી લગાવવા માટે નિર્ધારિત સ્થળ પર જવું જોઇએ

ચીનાઓએ માનસરોવરમાં પવિત્ર સ્નાન ન કરવા દીધું હોવાની ફરિયાદ કેટલાક શ્રદ્ધાળુઓએ કરી હતી.

ગયા વર્ષે દોકલામ વિવાદ બાદ બીજિંગે નાથુ-લા પાસ રસ્તે કૈલાસ માનસરોવર યાત્રા બંધ કરી હતી અને વિદેશ પ્રધાન સુષમા સ્વરાજે એ રસ્તો ફરી ખોલાયો હોવાની જાહેરાત કર્યાના વીસ દિવસ બાદ ઉપરોક્ત ફરિયાદ મળી હતી.

ચાલુ માસે જ શાંઘાઇ કોર્પ ઓર્ગેનાઇઝેશનની વિદેશ પ્રધાનોની બેઠકમાં બાદ સુષમાએ જણાવ્યું હતું કે ‘મેં ચીનના વિદેશ મંત્રાલયને જણાવ્યું હતું કે જ્યાં સુધી લોકોથી લોકો સુધીના સંબંધો ન સુધરે ત્યાર સુધી સરકાર સાથે સરકારના સંબંધો ન સુધરી શકે. જ્યારે નાથુ-લા પાસનો રસ્તો બંધ કરાયો ત્યારે એ લોકો માટે આઘાતજનક બાબત હતી. મને જણાવતા આનંદ થાય છે કે હવે યાત્રા માટે એ રસ્તો ખોલી દેવાયો છે. સુષમાએ વધુમાં ઉમેર્યું હતું કે કૈલાસ માનસરોવરની યાત્રા માટે અમે લિપુલેખ પાસ રસ્તે ૬૦ યાત્રાળુઓના ૧૮ બેચ અને ૫૦ યાત્રીઓના દસ બેચ નાથુ-લા પાસવાળા રસ્તે મોકલીશું. આ વર્ષે અંદાજે ૧૫૮૦ શ્રદ્ધાળુઓ કૈલાસ માનસરોવરની યાત્રા કરશે.

May 26, 2018
canada.jpg
1min11970

કૅનેડાના ઑન્ટારિયો પ્રાન્તમાં બે અજાણી વ્યક્તિ દ્વારા કરવામાં આવેલા શક્તિશાળી વિસ્ફોટમાં ઓછામાં ઓછી ૧૫ વ્યક્તિ ઘાયલ થઈ હોવાનું પોલીસે શુક્રવારે કહ્યું હતું.

ઘાયલોમાંથી ત્રણની હાલત ગંભીર હોવાનું તેમણે કહ્યું હતું.

મોઢુ ઢાંકીને આવેલી બે શંકાસ્પદ વ્યક્તિ ગુરુવારે રાત્રે અહીંની બૉમ્બે ભેલ રૅસ્ટોરાં પર બૉમ્બ ફેંકી ફરાર થી ગઈ હોવાનું પોલીસે કહ્યું હતું.

પોલીસે બે શંકાસ્પદના સીસીટીવી ફૂટેજ જાહેર કર્યા હતા. ઘટનાના સમયે રૅસ્ટોરાંમાં કેટલા લોકો હાજર હતા તે જાણી શકાયું નહોતું. હુમલા પાછળના આશય અંગે પણ તપાસ કરવામાં આવી રહી હોવાનું પોલીસે કહ્યું હતું. જે શૉપિંગ પ્લાઝામાં વિસ્ફોટ કરવામાં આવ્યો હતો તેને સિલ કરી દેવામાં આવ્યું હોવાનું તેમણે કહ્યું હતું.

રૅસ્ટોરાંમાં બર્થ ડે પાર્ટી ચાલી રહી હતી. વિસ્ફોટને પગલે બારીઓનાં કાચ તૂટી ગયા હતા અને ચારે તરફ કાચના ટૂકડો વિખેરાયેલા પડેલા જોવા મળ્યા હોવા ઉપરાંત ઠેરઠેર લોહીના ખાબોચિયા જોવા મળ્યા હતા. રૅસ્ટોરાંનું લગભગ તમામ ફર્નિચર વિસ્ફોટમાં નાશ પામ્યું હતું. અનેક લોકો ચીસો પાડતા લોહી નિંગળતી હાલતમાં રૅસ્ટોરાંની બહાર નીકળતા જોવા મળ્યા હતા. અનેક લોકોનાં શરીર લોહીથી લથબથ હતા, એમ તેમણે કહ્યું હતું.

જોકે બૉમ્બવિસ્ફોટની આ ઘટના આતંકવાદી પ્રવૃત્તિ કે ધિક્કાર ગુનો હોવાના કોઈ સંકેત સાંપડ્યા ન હોવાનું સ્થાનિક પોલીસ વડાએ કહ્યું હતું. ગંભીર રીતે ઘાયલ થયેલી ત્રણે વ્યક્તિની હાલત હાલ સ્થિર હોવાનું તેમણે કહ્યું હતું. બ્રામ્પનના રહેવાસી ૩૫ વર્ષના પુરુષ, મિસિસૉગામાં રહેતી ૬૨ વર્ષની તેમ જ ૪૮ વર્ષની મહિલાને ટૉરન્ટો ટ્રોમા સેન્ટરમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમની હાલત સ્થિર હોવાનું પોલીસે કહ્યું હતું.

૨૩થી ૬૯ વર્ષની વયજૂથના અન્ય ૨૩ ઘાયલોને સારવારાર્થે સ્તાનિક હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાનું તેમણે કહ્યું હતું.

May 26, 2018
drcongo_boat_accident_640-nc-2.jpg
1min12040

અંતરિયાળ વાયવ્ય દિશામાં ડેમોક્રેટીક રિપબ્લિક ઑફ કૉંગો (ડીઆરસી)માં એક નદીમાં થયેલા બોટ અકસ્માતમાં ૫૦ જણના મોત થયા હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.

ત્શુપા પ્રાંતના વાઇસ ગવર્નર રિચાર્ડ બોયો લુકાના જણાવ્યા મુજબ આ અકસ્માત બુધવારે રાતે મોમ્બોયો નદીમાં થયો હતો. સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ અમને ગુરુવાર સુધીમાં ૪૯ મૃતદેહ મળ્યા હતા. એક લાપતા છે. આ બોટમાં પેસેન્જરો ઉપરાંત માલનો મોટો જથ્થો હતો.

બોટ મોન્કોટો શહેરથી માબાંદાકા (ઇક્વેટીયર પ્રાંત) જઇ રહી હતી. બોટ ડૂબવાનું કારણ જાણી શકાયું નથી. તેમ જ લાપતા પેસેન્જરની સંખ્યાની પણ હજી સુધી ખબર પડી નથી, એવું બોયોએ જણાવ્યું હતું. અલબત્ત, તેમણે એવું કહ્યું હતું કે આ બોટ રાતે ટ્રાવેલ કરતી હતી અને સરકારી સલામતી પગલાં સંદર્ભમાં કંઇક ગેરકાનૂની હતું અને
બોટમાં લાઇટો ન હતી.

ડીઆરસીની નદીઓમાં આ પ્રકારની ઘટનાઓ સામાન્ય છે. ખખડધજ બોટો, વધુ સંખ્યાથી પેસેન્જરો તથા માલ ભરવો, સલામતીના પગલાંનો સદંતર અભાવને કારણે અકસ્માતો સર્જાતા રહે છે.